કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે? 1. (AGR-2 FM) યોજનામાં દર ૭ વર્ષ અને NFSM (OS & OP) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. • સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૩૪,૦૦૦/- (૫ ફીટ), રૂ.૩૫,૮૦૦/- (૬ ફીટ), રૂ.૩૮,૧૦૦/- (૭ ફીટ), તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૨,૦૦૦/- (૫ ફીટ), રૂ. ૪૪,૮૦૦/- (૬ ફીટ), રૂ.૪૭,૬૦૦/- (૭ ફીટ), ૫૦,૪૦૦/- (૮ ફીટ), એ બે માંથી જે ઓછું હોય તે. 2. NFSM(Pluses) યોજનામાં ખેડૂત દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. • સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૩૫,૮૦૦/- (૬ ફીટ), રૂ.૩૮,૧૦૦/- (૭ ફીટ) તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૪,૮૦૦/- (૬ ફીટ), રૂ.૪૭,૬૦૦/- (૭ ફીટ), એ બે માંથી જે ઓછું હોય તે. અરજી સાથે જરૂરી પુરાવાઓ • અરજી કરેલ હોય તેની નકલ • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે) • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક • આધારકાર્ડ ની નકલ (દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.) અરજી ક્યાં કરવી? ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો.