કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે? 1. (AGR-2) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. • ખરીદ કિમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે, ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ. • (AGR-4) યોજનામાં અનુસુચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. • ખરીદ કિમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે, ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ. 2. NFSM (OS&OP) અને NFSM (Pulses) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. • સામાન્ય ખેડૂત માટે ખરીદ કિમતના ૪૦% અથવા રૂ.૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે અને SC/ST/નાના/સીમાંત/મહિલા ખેડૂત માટે ૧૦% વધુ રૂ.૩૮૦૦/- ની મર્યાદામાં ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ (૧૬ લી. થી ઓછા) સામાન્ય ખેડૂત માટે ખરીદ કિમતના ૪૦% અથવા રૂ.૮૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે અને SC/ST/નાના/સીમાંત/મહિલા ખેડૂત માટે ખરીદ કિમતના ૧૦% અથવા રૂ.૧૦,૦૦૦/- ન મર્યાદામાં ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ (૧૬ લી. થી મોટા) અરજી સાથે જરૂરી પુરાવાઓ • અરજી કરેલ હોય તેની નકલ • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે) • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક • આધારકાર્ડ ની નકલ (દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.) અરજી ક્યાં કરવી? ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા લિંક માટે અહી ક્લિક કરો