જાતોના નામ જીબીએચ-૧ જીબીએચ-ર ડીબીએલએચ-ર૦ પુસા હાઇબિડ-૯ કાશી જમીન અને જમીનની તૈયારી ગોરોડું, બેસર, ફળદ્રુ૫ અને સારી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવે છે. બે થી ત્રણ ખેડ મારી કરબ મારી જમીન સમતળ કરી અંતર પ્રમાણે વાવેતર કરવું. વાવેતર સમય ચોમાસા માટે જુન - જુલાઈ, શિયાળા માટે ઓકટોબર અને ઉનાળા માટે જાન્યુઆરી-ફેબુઆરી તથા મોડી ખરીફ ઋતુ માટે ઓગષ્ટ–સપ્ટેમ્બર દરમિયાન ધરું માટેના બિયારણનું ધરું વાડિયામાં વાવેતર કરવું. વાવેતરનું અંતર અને બીજનો દર બે હાર વચ્ચેતનું અંતર સે.મી:-. ૭૫ થી ૯૦ બે છોડ વચ્ચેતનું અંતર સે.મી.:- ૪પ થી ૬૦ બીજનો દર કિલો/ હેકટર:- ૩૦૦-૪૦૦ ગ્રામ/હે, ૧૮૦૦૦ થી ૨૨૦૦૦ છોડ /હે વાવેતર ૫ઘ્ધ તિ:- ૩૦ થી ૩૫ દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી. રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થો કિલો/ હેકટર રાસાયણિક ખાતર :૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું. નાઈટ્રોજન ૫થમ હપ્તો ર૫ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી તથા ૫છીના હપ્તામા નાઈટ્રોજન રપ કિ. હે. ફૂલકાળ સમયે તથા બાકીનો ૧૦૦ કિલો નાઈટ્રોજન વિણી મુજબ પૂર્તિ ખાતર તરીકેઆ૫વો. દેશી ખાતર :૧૫થી ૨૦ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું. પીયતની સંખ્યા ૧૦-૧ર પીયત, શરુઆતના પીયત ૧૦ થી ૧ર દિવસના અંતરે અને ૫છીના પીયત ૧૫ થી ર૦ દિવસના અંતરે આપવા. કા૫ણીનો સમય પ્રથમ વીણી:- ૬૦ થી ૭૦ દિવસ પાકવાના દિવસો:- ૧૬૦ -૧૮૦ દિવસ ઉત્પાદન:- ૩૫ થી ૪૦ ટન પ્રતિ હેકટર અન્ય વિગત લાંબા, નાના ગોળ, મોટા ગોળ અને તેના રંગ મુજબ જે માર્કેટ મા મોકલવાના હોય તે મુજબ રીંગણ ની જાત પસંદ કરવી.