હવામાન : ઉષ્ણ તથા સમશીતોષ્ણ હવામાન માફક આવે છે. દરિયા કિનારાના સમઘાત હવામાનમાં છોડનો વિકાસ સારો થાય છે સાથે સાથે ફળો પણ સારા થાય છે અને ઉત્પાદન સારૂં મળે છે. જમીન : દરેક પ્રકારની જમીન આ પાકને અનુકૂળ આવે છે. વર્ઘન : મોટાભાગે બીજ, દાબ કલમ અને ભેટ કલમથી પ્રસર્જન થાય છે રોપણી : બે હાર વચ્ચે પ મીટર અને હારમાં બે છોડ વચ્ચે પ મીટરનું અંતર રાખવું હિતાવહ છે. પિયત : શરૂઆતની અવસ્થામાં નિયમિત પિયત આપવું. મોટા ઝાડને ઉનાળામાં ૧૦ દિવસે તથા શિયાળામાં ર૦ દિવસે પિયત આપવું. ખાતર : રોપણી વખતે ઝાડદીઠ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર આપવું. ત્યારબાદ ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ આપવું. ઉત્પાદન : પુખ્ત ઝાડ દીઠ પ૦ થી ૬૦ કિ.ગ્રા. ફળો. ઉપયોગ : આ ફળો વિટામિન 'સી' તથા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટાશ ધરાવે છે. સ્ત્રોત:શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર