જાતની પસંદગી અને મિશ્રપાકો સાઠી ૩૪-૩૬, જી.આર.૫, જી.આર.૮, જી.આર.૯, અશોકા-૨૦૦-એફ, એએયુડીઆર-૧, (ડી.ડી.આર-૯૭) દક્ષિણ ગુજરાતની પાળાવાળી ક્યારીમાં આઈ.આર.૨૮ જાત પણ વધુ અનુકૂળ છે. મિશ્રપાક તરીકે તુવેર ૩:૧ (ડાંગર : તુવેર) મુજબ લાઈનો રાખીને ઉગાડવાનું વધુ અનુકૂળ પડે છે બીજ અને માવજત 4 હેક્ટરે ૫૦-૬૦ કિલો મુજબ પ્રમાણિત બીજ વાપરવું. 4 એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી અથવા થાયરમ દવાનો પટ આપવો. 4વાવણી વખતે હેક્ટરે ૨ કિલો મુજબ એઝોટોબેક્ટર કલ્ચરની બીજને માવજત આપવી. વાવણીનો સમય જુનના બીજા થી ત્રીજા અઠવાડીયે અથવા વરસાદની શરૂઆત થયે વાવણી કરવી. જમીનની તૈયારી ચોમાસામાં વરસાદની શરૂઆત થયે ખેતરમાં હેક્ટરે ૧૦ ટન મુજબ સારૂ કહોવાયેલ છાણિયું ખાતર નાખી આડી ઉભી ૨-૩ ખેડ કરી જમીનમાં ભેળવવું અને સમાર મારી જમીન તૈયાર કરવી. વાવણી બળદથી ચાલતા દેશી હળથી ૪-૬ સે.મી.ઉડાઈએ અને ૩૦ સે.મી.અંતરે ચાસ પાડી વાવણી કરવી. મિશ્રપાક પધ્ધતિમાં ડાંગર અને તુવેર ૩ :૧ ના પ્રમાણમાં બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતર વાવણી કરવી. ખાતર વ્યવસ્થા વાવણી પહેલાં જમીનમાં હેક્ટરે ૧૦ ટન મુજબ છાણિયું ખાતર આપવું. હેક્ટરે ૫૦ : ૨૫ : ૦૦ મુજબ નાઈટ્રોજન : ફોસ્ફરસ : પોટાશ આપવાં જેમાં બધો જ ફોસ્ફરસ અને ૨૫ કિલો નાઈટ્રોજન પાયામાં વાવણી વખતે જ્યારે બાકીનો ૨૫ કિલો નાઈટ્રોજન વાવણીના ૩૦-૪૦ દિવસ બાદ આપવો. આ નાઈટ્રોજન એમોનીયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવું વધુ અસરકારક છે. નીંદણ નિયંત્રણ અને આંતરખેડ હાથથી નીંદણ દુર કરવું અને બે હાર વચ્ચે ૨-૩ આંતર ખેડ કરવી. કાપણી ઓરાણ ડાંગરમાં ૫૦ ટકા કંટી નીકળ્યા બાદ પાંચ અઠવાડીયે ડાંગર પીળી દેખાય ત્યારે કાપણી કરવાથી ૪૫ ટકા વધુ ઉત્પાદન અને ૪૭ ટકા આખા ચોખાનો ઉતાર મળે છે. સ્ત્રોત: આણંદ કૃષિ યુનીવર્સીટી