પ્રસ્તાવના શાકભાજીના પાકો માનવ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમાંથી મુખ્યત્વે કાર્બોદિત પદાર્થો (કાર્બોહાઈડે્રટસ), ચરબી, પ્રોટીન અને વિપુલ પ્રમાણમાં ક્ષારો તેમજ પ્રજીવકો (વિટામીન્સ) મળે છે. વધુમાં આ પાકોએ હાલમાં રોકડીયા પાકો તરીકે સ્થાન મેળવેલ હોય ઉત્પાદન ક્ષમતા તેમજ પોષણક્ષમ ભાવ મળી રહે છે. આ પાકો અન્ય પાકોની સરખામણીમાં પાંચ થી આઠ ગણું વધુ ઉત્પાદન આપે છે, સાથે સાથે આ પાકોનું આર્યુવૈદિક મૂલ્ય પણ ખુબ ઊંચું છે. શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી શકાય છે. આપણા રાજયમાં ચોમાસુ પાકોમાં મુખ્યત્વે મરચી, ટામેટી, રીંગણ, ભીંડાં,દૂઘી, પરવળ, ટીંડોળા, કારેલા, કાકડી અને કોળુ તેમજ કઠોળ પાકોમાં તુવેર, ગુવાર, ચોળી તેમજ શિયાળુ પાકોમાં કોબીજ, ફુલ કોબી, પાપડી, કોથમીર, મેથી, પાલખ જેવા પાકોનો સમાવેશ થાય છે. આ પૈકી રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, ફુલ કોબી જેવા પાકોને ઘરૂ ઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે. જયારે અન્ય પાકોની વાવણી યોગ્ય અંતરે ચાસ ખોલી બીજથી થાય છે. શાકભાજી પાકોનું વધુ અને પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટે નીચે દર્શાવેલ મુદૃાઓ ખાસ ધ્યાનમાં લેવા જરૂરી છે. જમીન અને તેની તૈયારી શાકભાજીના પાકોમાં ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેલી છે. આ પાકો ફળદ્રુપ, સારા નિતારવાળી અને ભેજ સંગ્રહ શકિત સારી હોય તેવી ગોરાડું, મધ્યમકાળી કે કાંપવાળી જમીનમાં લઈ શકાય છે. જમીનને ર૦ થી રપ સે.મી. ઉંડી ખેડી બે થી ત્રણ વાર કરબ મારી છેવટે સમારથી સમતળ બનાવવી, પ્રાથમિક ખેડથી જમીન પોચી અને ભરભરી બનશે. જુદા જુદા શાકભાજીની વાવણી માટે જે તે પાકની ખાસિયત, ૠતુ, જમીનનો પ્રકાર વિગેરે ધ્યાનમાં રાખી સપાટ કયારા / ગાદી કયારા, નીકપાળા અથવા ખામણાં અગાઉથી તૈયાર કરવા. સુધારેલ / સંકર જાતોની પસંદગી શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતરની ૠતુ, વિસ્તાર, બજાર માંગ (રંગ, કદ, આકાર વિગેરે) જીવાત તથા રોગ સામે પ્રતિકાર શકિત ધરાવતી સુધારેલી / સંકર જાતો પસંદ કરવી. સંકર જાતોના વાવેતરથી થતા ફાયદા સંકર જાતો સામાન્ય રીતે સ્થાનિક સુધારેલ જાતો કરતાં વધુ ઉત્પાદન આપે છે. શાકભાજીની એક સરખી ગુણવત્તા મળતી હોવાથી આર્થિક રીતે વધુ વળતર મળે છે. પાક ખુબજ જુસ્સાદાર હોય છે તથા વહેલી વીણી શરૂ થાય છે. રોગ અને જીવાત સામે પ્રતિકારક શકિત વધારે હોય છે. ઉત્પાદિત થતા શાકભાજી, કદ અને આકારમાં એક સરખા હોવાથી ગ્રેડીંગ કરવુ પડતુ નથી. વીણી બાદ ગુણવત્તા અને ટકાઉ શકિત વધારે સમય સુધી રહેતી હોવાથી પરિવહનમાં સુગમતા રહે છે. ઉત્પન્ન થયેલ શાકભાજીની ગુણવત્તા ઉંચી હોવાથી અન્ય દેશોમાં નિકાસ કરવાની પુરતી તકો રહે છે. પ્રોસેસીંગ ઉદ્યોગ માટે ખાસ પ્રકારની જાતો તૈયાર કરી શકાય છે. ક્રમ પાકનું નામ ભલામણ કરેલ સુધારેલ / સંકર જાત ૧ મરચી જવાલા, એસ–૪૯, જી–૪, પુસા સદા બહાર, ગુજરાત મરચી–૧, ગુજરાત મરચી–ર, ગુજરાત મરચી–૩, ગુજરાત વેજી.મરચી –૧૦૧, ૧૧૧, ૧ર૧, ૧૩૧ , સીતારા, શમા, મેગ્નમ ૩૦૦૩, ૭ર૮ ર રીંગણ ડોલી–પ, મોરબી ૪–ર, સુરતી રવૈયા, કે.એસ.રર૪, પીએલઆર–૧, ગુજરાત સંકર રીંગણ–૧, ગુજ. સંકર રી ંગણ–ર, ગુજ. રીંગણ લાંબા–૧, ગુજ.ભડા રીંગણ–૧, કિશ્ના, કનૈયો, ચુચુ ૩ ટામેટા જુનાગઢ રૂબી, પુસા રૂબી, ગુજરાત ટામેટા–૧, ગુજરાત ટામેટા–ર, આણંદ ટામેટા –૩ પુસા હાઈબ્રીડ–૧, એઆરટીએચ–૩, એન.એ.–પ૦૧, અવિનાશ–ર, બી.એસ.એસ– ર૦, એન. એ. – ૬૦૧, ૮૧પ, નામધારી રપ૩પ, હિમસોના પ કોબીજ / ફલાવર કોબીજ : પ્રાઈડ ઓફ ઈન્ડિયા, ગોલ્ડન એકર, પુસા ડ્રમહેડ, સ્નો બોલ – ૧૬ ફલાવર : અર્લીકુવારી, પુસા કાર્તકી, પુસા દિપાલી, પંત સુબ્રા, પુસા સીન્થેટીક,હિસ્સાર – ૧ ૪ ભીંડા પરભણી ક્રાંતિ, ગુજરાત સંકર ભીંડા–૧, ગુજરાત ભીંડા–ર, માઈકો–૧૦, ૧ર, ૬ ચોળી પુસા બરસાતી, પુસા કોમલ, અર્કા ગરીમા, પુસા ફાલ્ગુની , આણંદ ચોળી –૧ ૭ ગુવાર પુસા નવબહાર, પુસા સદાબહાર ૮ પાપડી/વાલ કતારગામ પાપડી, ઈડર પાપડી, ગુજરાત પાપડી–૧, ગુજરાત વાલ – ૧ ૯ દુધી પુસા નવીન, પીએસપીએલ, આણંદ દુધી–૧ ૧૦ કારેલા પ્રિયા, પુસા દોમોસમી, કો –૩ ૧૧ કાકડી પુસા સંયોગ, ગુજરાત કાકડી–૧ ૧ર તુરીયા પુસા નસદાર, સીઓ–૧, જયપુરી આણંદ તુરીયા –૧ ૧૩ સકકર ટેટી ગુજરાત સકકર ટેટી–૩ ૧૪ ગલકા પુસા ચીકની, ગુજરાત ગલકા–૧ ૧પ કોળુ અર્કા નંદન, આણંદ કોળુ–૧ , સ્થાનિક ધરૂ ઉછેર : (મરચી, રીંગણ, ટામેટી, કોબીજ / ફલાવર ) સોઈલ સોલરાઈઝેશન કરી જમીન તૈયાર કરવી. એક ગુંઠા વિસ્તાર માટે ૧૦૦ કિ.ગ્રા. સારું કહોવાયલું છાણીયું કે ગળતિયું ખાતર નાખવું , જો આ શકય ન હોય તો એક ગુંઠામાં ૧૦ કિ.ગ્રા. પ્રમાણે દિવેલીનો ખોળ નાખવો. ધરૂવાડિયાની જમીનમાં ઝીંક અને લોહ તત્વની ઉણપ જણાતી હોવાથી એક ગુંઠા વિસ્તારમાં પ૦૦:રપ૦:૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને બોરેક્ષ જમીન તૈયાર કરતી વખતે નાખવું. જમીનનો ઢાળ ધ્યાનમાં રાખી, વધારાના પાણીનો નિકાલ થાય તે રીતે ગાદી કયારા બનાવવા, ત્યારબાદ એક ગુંઠા વિસ્તારમાં એક કિલો ડી.એ.પી. અને ર૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પુંખીને આપવાં. ધરૂવાડીયામાં શરુઆતમાં નાના છોડને ઉધઈ, લાલકીડી, અળસિંયા, કૃમિ તેમજ ચૂસિયા પ્રકારની જીવાત નુકશાન ન કરે તે માટે એક ગુંઠામાં ૩૦૦ ગ્રામ પ્રમાણે કાર્બોફયુરાન ૩ જી આપવું. કયારા કોદાળીથી ખોદી, ઢેફી ભાંગી પંજેઠીથી સમતલ કરી તૈયાર કરવા. લાકડાની પંજેઠીના દાંતાથી ૧૦ સેમી અંતરે લંબાઈની વિરૂધ્ધ છીછરા (ર થી ર.પ સેમી) ચાસ ખોલવા. કયારા દીઠ નિયત જથ્થામાં માવજત આપેલ (૧ કિ.ગ્રા. બીજમાં ૩ ગ્રામ થાયરમ અથવા સેરેસાન ) બીજ સરખા અંતરે પડે તે રીતે ચાસમાં નાખવું. બીજનેવાવણી બાદ લાકડાની પંજેઠી ઉંધી રાખી અથવા સળી વાળો સાવરણો ફેરવી બીજને માટી સાથે ભેળવી દેવા. જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે તેમજ કુમળા ધરૂ છોડને તડકા સામે રક્ષણ મળે તે માટે ઘઉંના પરાળનું આછું ઢાંકણ કરવું અથવા તો જમીનથી દોઠ થી બે ફૂટ ઉચે રહે તે રીતે ગાર્ડન એગ્રોનેટ ઢાંકવી. સંરક્ષિત ધરૂઉછેર માટે નેટ હાઉસનો ઉપયોગ કરી શકાય તેમજ શિયાળામાં (ડિસેમ્બર– જાન્યુઆરી ) ધરૂઉછેર કરવા માટે સફેદ પોલીથીન જમીનથી દોઠ થી બે ફૂટ ઉચે રહે તે રીતે ઢાકવું અથવા સફેદ પોલીહાઉસમાં ધરૂઉછેર કરવો. આમ, રીગણ, મરચી, કોબી / ફલાવરનું ૩૦ થી ૩પ દિવસે અને ટામેટા નું રર થી રપ દિવસે ધરૂ રોપવા લાયક તૈયાર થાય છે વાવણી અને વાવણીનું અંતર શાકભાજીના પાકોની જાત અને ખાસિયત પ્રમાણે જુદી જુદી પધ્ધતિથી વાવેતર કરવામાં આવે છે. જેમ કે રીંગણ, ટામેટી, મરચી, કોબી, ફુલ કોબી જેવા પાકોનું પ્રથમ ધરૂ ઉછેરીને ફેરરોપણીથી વાવણી કરવામાં આવે છે. જયારે મેથી, ધાણા જેવા શાકભાજીના પાકોનું બીજ કયારામાં છાંટીન ેતેમજ દૂધી, કારેલા, કાકડી, તુરીયા, ગલકાં, ભીડા, ચોળા, ગુવાર, પાપડી જેવા પાકોની વાવણી / થાણીને જેતે પાકને અનુરૂપ અંતરે કરવામાં આવે છે. સેન્દ્રીય / રાસાયણિક ખાતર સામાન્ય રીતે શાકભાજીના જુદા જુદા પાકો માટે પાકના વૃધ્ધિ અને વિકાસના તબકકાને અનુરૂપ રાસાયણિક ખાતરો આપવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે ૧પ થી ર૦ ટન કાહોવાયેલું છાણિયું ખાતર / વર્મીકંમ્પોસ્ટ પ ટન જમીન તૈયારી વખતે આપવું . આ ઉપરાંત રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજન પ૦ ટકા તેમજ ફોસ્ફરસ અને પોટાશ સંપૂર્ણ જથ્થામાં પાયાના ખાતર તરીકે આપવું તેમજ બાકીનો પ૦ ટકા નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે ૩૦ થી ૩પ દિવસે પાકની જરૂરીયાત પ્રમાણે આપવું. માવજત સામાન્ય રીતે શાકભાજી પાકોમાં નિંદણ નિયંત્રણ તેમજ આંતરખેડ ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. શાકભાજી પાકોના વૃધ્ધિ અને વિકાસના શરૂઆતના તબકકામાં બે થી ત્રણ વખત હાથથી નિંદામણ તેમજ ત્રણ થી ચાર વખત આંતરખેડ કરવી ખુબજ જરૂરી છે. પરંતુ મજુરની અછતના સમયે ભલામણ કરેલ રાસાયણિક નિંદણનાશક દવાઓનો સમજપૂર્વક ઉપયોગ કરીને પણ નિંદણ નિયંત્રણ કરી શકાય છે. જમીનમાં સુક્ષ્મ તત્વોની અછતના સમયે ભલામણ મુજબ નીયત કરેલ ગ્રેડ પ્રમાણે આપવા. પિયત શાકભાજીના પાકોને પિયતની જરૂરિયાતનો આધાર શાકભાજીની જાત, જમીનનો પ્રકાર અને ૠતુ વિગેરે મુદૃા ઉપર આધારિત છે. ચોમાસામાં વરસાદની અછતના સમયે દસ થી બાર દિવસના અંતરે અને શીયાળામાં ૧ર થી ૧પ દિવસના અંતરે તેમજ ઉનાળામાં જમીનમાં ૮ થી ૧૦ દિવસનાં અંતરે પિયત આપવું. શાકભાજી પાકના જીવનકાળ દરમ્યાન કુલ ૧૦ થી ૧૪ પિયતની જરૂરીયાત પડે છે. સિંચાઈ માટેના પાણીની અછતના સમયે મલ્ચી ંગ તેમજ ટપક પિયત પધ્ધતિ અપનાવવાથી પાણીનો બચાવ કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મલ્ચી રંગ(આવરણ) નો ઉપયોગ કરવાથી પાણીની જરૂરીયાત ઓછી કરી શકાય છે. તેમજ બે પિયત વચ્ચેનો ગાળો વધારી શકાય છે. મલ્ચીંગથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી જાળવી શકાય છે. શાકભાજીની ગુણવત્તામાં તેમજ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. મલ્ચ તરીકે શેરડીની સુકી પાતરી, ડાંગરનું પરાળ, ઘંઉનું ભુસુ, દિવેલાની ફોતરી, સુકુ ઘાસ અને પ્લાસ્ટિક શીટનો ઉપયોગ થઈ શકે છે. મલ્ચીંગ કરવાથી પાકમાં નિંદામણ, રોગ, અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શાકભાજીની ગુણવત્તા સારી મેળવી શકાય છે. શાકભાજીના પાકોમાં ટપક પિયત પધ્ધતિ અને સ્પ્રીન્કલર પધ્ધતિ અપનાવવાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોધપાત્ર વધારો મેવળી શકાય છે. પાણીનો અસરકારક બચાવ થઈ શકે છે. પાક સંરક્ષણ શાકભાજી પાકોમાં સામાન્ય રીતે ચુસીયાં પ્રકારની જીવાતો જેવીકે, મોલો, તડતડીયાં, મશી, પાન કોરીયું, સફેદ માખી અને લાલ કથીરી મુખ્યત્વે જોવા મળે છે. આ જીવાતોના નીયંત્રણ માટે સંકલિત જીવાત નિયંત્રણ અથવા શોષક પ્રકારની ભલામણ કરેલ જંતુનાશક દવાઓનો ઉપયોગ સમજણપૂર્વક જે તે પાક અને જીવાતને અનુરૂપ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત ફળ / ફૂલ કોરી ખાનાર ઈયળ, પાન કોરી ખાનાર ઈયળ, લીલી ઈયળ તેમજ ફળમાખી જોવા મળે છે. જેના નિયંત્રણ માટે સંકલિત જૈવિક નિયંત્રણ તેમજ ભલામણ કરેલ અસરકારક જંતુનાશક દવાઓનો છંટકાવ કરી નિયંત્રણ કરી શકાય છે. શાકભાજી પાકોમાં મુખ્યત્વે ધરૂનો કહોવારો, પાનના ટપકાનો રોગ, પચરંગીયો, ભુકી છારો, તળછારો જેવા રોગો આવતા હોય છે. આ રોગોના નિયંત્રણ માટે રોગની શરૂઆત થતા જ ભાલમણ કરેલ ફૂગનાશક / જીવાણુનાશક દવાઓના બે થી ત્રણ છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે. આ ઉપરાંત બીજજન્ય રોગના નિયંત્રણ માટે બીજની વાવણી વખતે ભલામણ કરેલ ફૂગનાશક દવાઓનો બીજને પટ આપીને પણ નિયંત્રણ કરી શકાય છે. રોગ / જીવાતનું નામ અસરપામતા પાક નિયંત્રણ માટેના પગલાં ચૂસિયા પ્રકારની જીવાત–મોલો, સફેદમાખી, થ્રીપ્સ મરચી, રીંગણી, ટામેટી ટ્રાયઝોફોસ ૦.૦૪ ટકા અથવા ડાયમીથોએટ ૦.૦૩ ટકા અથવા મોનોક્રોટોફોસ ૦.૦૪ ટકા પાનકોરીયું ટામેટી, રીંગણી, વેલાવાળા શાકભાજી મીથાઈલ–ઓ–ડીમેટોન ૦.૦રપ ટકા અથવા ડાયમીથોએટ ૦.૦૩ ટકા ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ ભીડા, રીગણ એન્ડોસલ્ફાન ૦.૦૭ ટકા અથવા કવીનાલફોસ ૦.૦રપ ટકા અથવા કલોરપાયરીફોસ ૦.૦ર ટકા ધરૂનો કહોવારો મરચી, ટામેટી, રીંગણી, કોબી, ફલાવર મેટાલેકઝીલ એમ ઝેડ ર ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં અથવા બોર્ડો મિશ્રણ ૬ : ૬ : ૧૦૦ પ્રમાણે ઝારાથી છંટકાવ કરવો. લીલી ઈયળ ટામેટી, મરચી એન્ડોસલ્ફાન ૦.૦૭ ટકા અથવા કવીનાલફોસ ૦.૦રપ ટકા અથવા કલોરપાયરીફોસ ૦.૦ર ટકા ફળ માખી વેલાવાળા શાકભાજી મીથાઈલ યુજીનોલના ફેરોમેન ટ્રેપ મુકવા અથવા લેબેસીડ ૧પ મીલી / દસ લિટર પાણીમાં અથવા ૪પ૦ ગ્રામ ગોળ દસ લિટર પાણીમાં ઓગાળી ર૪ કલાક પછી તેમાં ફેન્થીઓન ૧૦ મિલિ. અથવા મેલાથીયોન ર૦ મિલિ. દવા ઉમેરી ફૂલ આવ્યા બાદ દર અઠવાડીયે મોટા ફોરે છાંટવી બેકટેરીયલ બ્લાઈટ મરચી, ટામેટી કોપર ઓકઝીકલોરાઈડ ૬૦ ગ્રામ અને સ્ટ્રેપ્ટોસાઈકલીન ૬ ગ્રામ ૧૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. વિણી અને ગ્રેડીંગ શાકભાજીની વિણી જે તે પાકની જાત, બજારમાં માંગ, વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળના રંગ, આકાર અને કદ અને ગુણવત્તા પ્રમાણે કરવી જોઈએ. વધારે પડતા કુમળા કે પાકટ ફળો ઉતારવાથી બજારભાવ ઓછા મળે છે. નિકાસ માટેના શાકભાજી જે તે દેશની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. શાકભાજી ઉતાર્યા બાદ રોગ અને જીવાતવાળા ફળો દૂર કરીને જુદા જુદા વિભાગમાં ગ્રેડીંગ કરી બજારમાં મોકલવાથી સારા ભાવ મળતા હોય છે. શાકભાજી પાકોની ખેત પધ્ધતિ પાકનું નામ ધરૂઉછેર માટેનો સમય બીજની જરૂરીયાત (પ્રતિ હેકટર) ધરૂ/રોપા ની જરૂરીયાત રોપણી અંતર (સેમી) રાસાયણિક ખાતર તત્વમાં (કિ.ગ્રા./હે.) નાઈટ્રોજન ફોસ્ફરસ પોટાશ મરચી ચોમાસું : જુન–જુલાઈ શિયાળુ : સપ્ટે–ઓકટો ઉનાળું : ડિસે–જાન્યુ ૭પ૦ ગ્રામ ૬૦ હજાર (ખામણા દીઠ બે છોડ) ૬૦ × ૬૦ ૧૦૦ ર૦૦ પ૦ પ૦ પ૦ પ૦ (ઉ. ગુ., મ.ગુ) રીંગણ ચોમાસું : જુન–જુલાઈ શિયાળુ : સપ્ટે–ઓકટો ઉનાળું : ડિસે–જાન્યુ ૪૦૦ ગ્રામ ર૦ હજાર ૯૦ ×૬૦ ૯૦ × ૭પ ૧૦૦ ર૦૦ પ૦ પ૦ પ૦ (સુધારેલ) પ૦ (સંકર) ટામેટા ચોમાસું : જુન–જુલાઈ અર્ધ શિયાળુ : ઓગ–સપ્ટે ર૦૦ ગ્રામ ર૦–રપ હજાર ૯૦ × ૭પ ૭પ × ૬૦ ૭પ ૯૦ ૧પ૦ ૧૮૦ ૩૭.પ ૩૦ પ૦ ૬૦ ૩૭.પ (સુધારેલ) પ૦ (સંકર જાત) ભીંડા ચોમાસું : જુન–જુલાઈ શિયાળુઃ ઓકટો–નવે ઉનાળું : જાન્યુ. – ફેબ્રુ ૧૦ – ૧ર કિ.ગ્રા. – ૬૦×૩૦ ૪પ×૩૦ ૩૦ × રપ ૧૦૦ ૧પ૦ પ૦ પ૦ પ૦ (મ. ગુ.) પ૦ (દ. ગુ.) કોબી/ ફલાવર અર્ધ શિયાળુ : ઓગસ્ટ શિયાળુ : સપ્ટે–ઓકટો પ૦૦ ગ્રામ પ૦ –૭પ હજાર ૪પ × ૪પ ૪પ × ૩૦ ૩૦ × ૩૦ ૧ર૦ ૧૦પ ર૦૦ ૧પ૦ ૪૦ ૪પ ૭પ ૪૦ પ૦ (મ. ગુ.) ૪પ (ઉ. ગુ.) – (મ. ગુ.) ૩૭.પ (સૈારાષ્ટ્ર) ચોળા ચોમાસું : જુન–જુલાઈ ઉનાળું : ફેબ્રુ–માર્ચ રપ–૩૦ કિ.ગ્રા. – ૪પ×૧પ ૪પ×૩૦ ર૦ ૪૦ ૦૦ ગુવાર ચોમાસું : જુન–જુલાઈ ઉનાળું : ફેબ્રુ–માર્ચ ૧૦–૧ર કિ.ગ્રા. – ૩૦×૧પ ૪પ × ૧પ ર૦ ૪૦ ર૦ (સૈારાષ્ટ્ર) – (ઉ.ગુ, દ.ગુ) પાપડી ચોમાસું : જુન–જુલાઈ ઉનાળું : ફેબુ્ર–માર્ચ ર૦–રપ કિ.ગ્રા. – ૬૦×૩૦ ૯૦×૪પ ૬૦ × ૬૦ ર૦ ૬૦ ૪૦ ૦૦ ૦૦ ૦૦ (દ.ગુ.) વેલાવાળા શાકભાજી પાકોની ખેતી પધ્ધતિ દૂધી કારેલા તુરીયા / ગલકા કોળું કાકડી સકકર ટેટી પરવળ ટીડોળા દૂધી વાવણી : ચોમાસુ ઉનાળું જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ જુન–જુલાઈ –– જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ –– જાન્યુ–ફેબ્રુ જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ વાવણી અંતર(મીટર) ર.૦ × ૧.૦ ર.૦ × ૧.પ ર.૦ ×૦.પ ૧.પ ×૧.૦ ૧.પ ×૦.પ ૧.પ ×૧.૦ ર.૦ × ૧.૦ ર.૦ × ૧.પ ૧.પ ×૦.પ ૧.પ ×૧.૦ ૧.પ × ૦.પ ૧.પ × ૧.૦ ર.૦ × ૧.૦ ર.૦ × ૧.પ ર.૦ ×૧.૦ ૧.પ ×૧.૦ બીજ દર (કિલો /હે) ૩ થી ૩.પ ૩ થી ૩.પ ર થી ર.પ ૩ થી ૩.પ ૧.પ થી ર.૦ ૧.પ થી ર.૦ ૪૦૦૦ થી પ૦૦૦ કટકા પ૦૦૦ થી ૬પ૦૦ કટકા સેન્દ્રિય ખાતર (ટન /હે) ર૦ થી રપ ર૦ થી રપ ર૦ થી રપ ર૦ થી રપ ર૦ થી રપ ર૦ થી રપ ર૦ થી રપ ર૦ થી રપ રાસાયણિક ખાતર (કિલો /હે) ના : ફો : પો ૧૦૦:પ૦:પ૦ ૭પઃપ૦:પ૦ ના : ફો : પો ૬૦:૬૦:૬૦ ના : ફો : પો પ૦ રપઃરપ ના : ફો : પો ૧૦૦:પ૦:પ૦ ના : ફો : પો પ૦:રપઃરપ ના : ફો : પો ૧૦૦:૧રપઃ૧રપ ના : ફો : પો ૧૦૦:પ૦:પ૦ ના : ફો : પો પ૦:રપઃરપ સ્ત્રોત : એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા. ડી.બી.પ્રજાપતિ