વાવેતર કરેલ બીજ પ્લોટોનું લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણો અનુસાર ક્ષેત્રિય ધોરણોની ચકાસણી માટે જુદી જુદી અવસ્થાએ બીજ પ્રમાણન એજન્સીના અધિકૃત અધિકારીઓ મારફતે ઇન્પે ધોરકશન કરવામાં આવશે. અને ઇન્પેન એ કશન દરમ્યાકન બિયારણની આનુવંશિક શુદ્ધતા અથવા બિયારણની તંદુરસ્તીને નુકશાનકર્તા પરિબળોનું નિરીક્ષણ કરવામાં આવશે. એજન્સી તરફથી પ્રથમ ઇન્પેસ્ત કશન સમયે બીજ પ્લોટની ક્ષેત્રિય ધોરણોની ચકાસણી માટે અધિકારી આવે ત્યારે બીજ ઉત્પાદક/પ્રતિનિધિએ સાથે રહી બીજ પ્લોટનું નિરિરક્ષણ કરાવાવનું રહેશે. અને જો ઉત્પાદક/પ્રતિનિધિ હાજર ન રહે તો અધિકૃત અધિકારીએ કરેલ ઇન્પેવા કશન માન્યક રહેશે અને તે માટે કોઇ વિવાદ માન્ય રહેશે નહિ. બીજુ ઇન્સપેકશન બીજ ઉત્પાદકને જાણ કર્યા સિવાય પણ કરી શકાશે અને ઇન્સ્પેકશન બાદ ઇન્સ્પેકશન રીપોર્ટની એક નકલ બીજ ઉત્પાદક/પ્રતિનિધિ તપાસણી રીપોર્ટ અથવા નોટીસ રૂબરૂ સ્વીકારવાની ના પડશે તેવા બીજ ઉત્પાદકને ટપાલથી મોકલી આપવામાં આવશે. ટપાલથી મોકલેલ રીપોર્ટ અથવા નોટીસ સ્વીકારવામાં નહિ આવે તો જે તે ઉત્પાદક બીજ પ્રમાણન કરાવવા માંગતા નથી એમ માની એજન્સી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી શકશે. હાઇબ્રીડ પાકોમાં માદા અને નર લાઇનોનું વાવેતરનું પ્રમાણ જાળવી વાવેતર કરાવાનું રહેશે. (પરિશિષ્ટં-૭) પાકવાર નિયત કરેલ એકલન (આઇસોલેશન) અંતર જાળવવાનું રહેશે. સંજોગોવસાત એકલન અંતર જાળવવા નર જાતોનું અગર તો બીજ પ્લોટનું વાવેતર અન્ય રીતે અન્ય સ્થળે કરેલ હોય તો નોંધણી સમયે જ વિગતો રજુ કરવાની રહેશે અને નિયત સોર્સ રજુ કરવાનો તેમજ જરુરી ફી ભરવાની રહેશે. (પરિશિષ્ટ-૮) એજન્સી તરફથી નોંધણી થયેલ બીજ પ્લોટનું એક વખત ઇન્સ્પેકશન થયા બાદ ભરેલ ઇન્સ્પેકશન ફી કોઇ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ. પ્રથમ ઇન્સ્પેકશન સમયે ઉત્પાદક અગર તેમના પ્રતિનિધિ હાજર નહિ હોય અને કઇ જગ્યા્એ બીજ પ્લોટનું વાવેતર કરેલ છે તે જાણી શકશે નહિ તો તેવા બીજ પ્લોટ પ્રમાણન માટે ગ્રાહ્ય રાખી શકાશે નહિ. બીજ ઉત્પાદન પ્લોટમાં રોગીંગની કામગીરી બીજ ઉત્પાદકે પોતાના ખર્ચે પોતાની જાતે કરવાની રહેશે. એજન્સી્ તરફથી માર્ગદર્શન/સમજણ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન બાદ વાવેતર ઇન્સ્પેકશન ન જણાય તેવા બીજ પ્લોટ પ્રમાણિકરણ માટે ગ્રાહ્ય રહેતા નથી. તેવી એજન્સી ના અધિકૃત અધિકારી તરફથી નોટીસ મળ્યેથી જો બીજ ઉત્પાદકને જરૂરી ક્ષતિઓ દૂર કરી ફેર ક્ષેત્રિય ચકાસણી કરાવવી હોય તો સમય મર્યાદામાં એજન્સી ના નિયામકશ્રીને રદ કરેલ નોટીસની ઝેરોક્ષ નકલ સાથે નિયત કરેલ ફી ભરી અરજી કરી શકાશે. જે માંગણી એજન્સી દ્વારા વ્યાજબી જણાશે તો પરિસ્થિતિને અનુરૂપ મંજુર કરી શકાશે. (પરિશિષ્ટ-૯) સ્ત્રોત: ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી