જમીન આ પાકને ગોરાડુ, મધ્યમ કાળી, સારા નિતારવાળી જમીન અનુકૂળ આવે છે. જમીનની તૈયારી ટ્રેકટર અથવા હળથી ખેડ કરી, કરબ મારી ઢેફાં ભાગી સમાર મારી જમીન સમતળ કરવી. જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણિયું ખાતર આપવું. જાતો કેન્ટ, ઓ.એલ.૯, જે.એચ.ઓ.૮રર. બીજનો દર હેકટરે ૧૦૦ કિ.ગ્રા. બિયારણની જરૂરીયાત છે. વાવણી સમય નવેમ્બર માસના બીજા પખવાડિયામાં વાવણી કરવી. વાવણી અંતર બે હાર વચ્ચે રપ સે.મી.ના અંતરે ચાસમાં વાવણી કરવામાં આવે છે. ખાતર એક કાપણી પધ્ધતિમાં ઓટના પાકને ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ ખાતરની જરૂર પડે છે. જે પૈકી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને બધો ફોસ્ફરસ (૩૦ કિ.ગ્રા.) વાવણી સમયે આપવા. બાકીનો ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી પછી ૩૦ દિવસે આપવો. જયારે બે કાપણી પધ્ધતિમાં ર૦ કિ.ગ્રા.નાઈટ્રોજન એક મહિને અને બાકીનો ર૦ કિગ્રા નાઈટ્રોજન પ્રથમ કાપણી પછી આપવો. પિયતઃ ઓટના પાકને ૧ર થી ૧પ દિવસે પિયત આપવું પડે છે. એક કાપણી પધ્ધતિમાં પ થી ૬ પિયત, બે કાપણી પધ્ધતિમાં ૭ થી ૮ પિયત. કાપણી શિયાળામાં ઓટનો સતત લીલોચારો મેળવવા માટે બે કાપણી કરવી જોઈએ. પ્રથમ કાપણી ૪પ દિવસે અને ત્યારબાદ બીજી કાપણી ૪પ થી પ૦ પ૦% ફ્રલ અવસ્થાએ કરવી. કાપણી જમીનની સપાટીથી ૧૦ થી ૧પ સે.મી.ની ઉીંચાઈએ કરવામાં આવે છે. ઉત્પાદન હેકટરે લીલાચારાનું ઉત્પાદન ૪પ૦ કિવન્ટલ જેટલું મળે છે. સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ