મરઘાંપાલન શા માટે ?

મરઘાં પાલન ખેતી, પશુપાલન , મત્સ્ય ઉછેર , બાગાયત વગેરેના વ્યવસાયની સાથે કે સ્વતંત્ર વ્યવસાય તરીકે પણ કરી શકાય છે.

રોજગારી તથા સ્વરોજગારીની ઉત્તમ તકો પૂરી પડે છે.

પશુપાલન તેમજ ખેતીની સરખામણીમાં જમીન અને મૂડીની જરૂરીયાત ઓછી રહે છે.

મરઘાં, વનસ્પતિજન્ય પ્રોટીનનું ૨૩-૨૪% રૂપાંતર માંસ કે ઈંડા માં કરે છે, જે અન્ય પશુધનની સરખામણીમાં વધુ કાર્યક્ષમ છે.

ઈંડા માં ભેળસેળ શક્ય નથી.

મારઘાં પાલનની આડપેદાશ રૂપે મળતું ખાતર અન્ય ખાતરની સરખામણી માં ચઢિયાતું ખાતર છે.

મરઘાંપાલન વ્યવસાય માટેની પ્રાથમિક જરૂરીયાતો

મરઘાં ઉછેરનું પ્રાથમિક જ્ઞાન

વિસ્તાર, જગ્યાની પસંદગી અને મરઘાંને અનુકુળ વાતાવરણ

પાણી તથા વીજળીનો અવિરત પુરવઠો

સારી ગુણવત્તાવાળા એક દિવસના બચ્ચાં તથા સમતોલ આહારની ઉપલબ્ધતા

મરઘાં પેદાશોનાં વેચાણ માટેની બજાર વ્યવસ્થા

મરઘાં ઘર અને તેના સાધનોની વ્યવસ્થા

સમતોલ મરઘાં આહારની અગત્યતા

સારું ઉત્પાદન મેળવવા તેમજ પક્ષીઓને તંદુરસ્ત રાખવા સમતોલ આહાર આપવો જોઈએ.

મરઘામાં આહારના મુખ્ય ઘટકો તરીકે પીળી મકાઈ, જુવાર, ઘઉં, ચોખા કણી તેમજ મકાઈ ખોળ વાપરી શકાય.

આધુનિક પદ્ધતિથી ઉછેરવામાં આવતા પક્ષીઓ માટે જાતિ તેમજ ઉંમર પ્રમાણે જુદા જુદા પ્રકારનાં ઘટકો મિશ્રિત કરી નિષ્ણાતના માર્ગદર્શન મુજબ સમતોલ આહાર આપવો જોઈએ.

માંસ માટેના બ્રોઇલર પક્ષીઓમાં ૨૦ થી ૨૩ % પ્રોટીન અને ૨૮૦૦ થી ૨૯૦૦ કિલો કેલરી વાળો ખોરાક આપવો જોઈએ તેમજ ઈંડા માટેના લેયર પક્ષીઓમાં ૧૬ થી ૨૦ % પ્રોટીન અને ૨૫૦૦ થી ૨૬૦૦ કિલો કેલરી વાળો ખોરાક આપવો જોઈએ.

મરઘાં પાલન વ્યનવસાયમાં રસીકરણની અગત્યતા

રસીકરણ એટલે પાણી પહેલા પાળ બાંધવી

રસીકરણ દ્વારા પક્ષીઓમાં આવતા રોગોને અટકાવી શકીએ છીએ

રસીકરણ ઠંડા પહોરમાં એટલે કે વહેલી સવારે આથવા મોડી સાંજે કરવું જોઈએ જેથી પક્ષીઓને ઓછામાં ઓછી તાણ પડે.

રસીની શીશી ઉપર લખેલ બેચ નંબર, ઉત્પાદનની તારીખ બરાબર તપાસીને જ રસીકરણ કરવું જોઈએ.

રસીના પ્રકાર (જીવંત અથવા મૃત) ને આધારે રસીને બરફ, ડીપફ્રીજ અથવા ફ્રીજમાં સાચવવી જોઈએ.

જયારે રસી આપવાની હોય ત્યારે જંતુમુક્ત કરેલ ઇન્જેક્શન તથા નીડલને પ્રથમ ઠંડા કાર્ય બાદજ રસીકરણ કરવું જોઈએ.

વ્યવસાયિક મરઘાંપાલન ઉછેરતા પક્ષીઓને સામાન્ય રીતે મરેકસ, રાનીખેત, ગમ્બોરો અને શીતળા જેવા રોગોના રક્ષણ માટે રસીકરણ કરવું જરૂરી છે.

પક્ષીઓમાં રસીકરણ નિષ્ણાતના માર્ગદર્શન મુજબ જ સમયસર તેમજ યોગ્ય પધ્ધતિથી કરવું જોઈએ.

ગ્રામીણ મરઘાં પાલન

ગ્રામિણ મરઘાંપાલનથી ઉછેરવામાં આવતા પક્ષીઓને પણ ઉંમર પ્રમાણે ઉપલબ્ધ વધેલ ખોરાક, મકાઈ ભરડો તેમજ લીલાં શાકભાજીનાં ટુકડા આપવા જોઈએ.

ગ્રામ્ય કક્ષાએ નાના પાયે ઘરેલું મરઘાં પાલન દ્વારા ૨૫-૫૦ મરઘાં સાથે ઓછી મૂડી રોકાણ દ્વ્રારા નિયમિત સારી આવક મેળવી શકાય છે.

ગ્રામીણ લોકોને સસ્તું અને ગુણવત્તા વાળું પ્રાણીજન્ય પ્રોટીન મળી શકે છે.

સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી