વાળ બકરાંના શરીર ઉપર ઉગતા વાળને અંગોરા બકરાંમાં મોહેર અને કાશ્મીરી બકરાંમાં પશ્મીના કહે છે. દેશી બકરાંના બરછટ વાળા દોરડાં, બરછટ જાજમ વગેરે બનાવવામાં વપરાય છે. જયારે મોહેર તથા પશ્મીનાનો ઉપયોગ (૧) ઉચી કિંમતના ભારે પડદા તથા ગાદી (૨) કીમતી ડગલા તથા ધાબળા (૩) ઉનાળામમાં પહેરવાનું કાપડ તથા (૪) બનાવટી ચોટલા અને વાળ વગેરે બનાવવામાં થાય છે. દૂધ દૂધમાં ૧.૫ થી ૬.૦ માઇકોન કદના નાના ચરબીના કણોનું પ્રમાણ વધુ હોવાથી પ્રાશન કરનારના પેટ્યાં દૂધ જામીને જે હી બને છે તે સાવ નરમ હોય છે અને સહેલાઇથી પચે છે. આ કારણે તે નાનાં બાળકો, વૃધ્ધો અને બીમાર માણસોને આપવા માટે પસંદ કરવામાં આવે છે. સાચ-રોગ, પાંડુરોગ, બરોળના દર્દી માટે તે અત્યંત ગુણકારી મનાયું છે. વૈધો બકરીનું દૂધ વાપરીને દૂધવટી કરાવે છે. બકરીના દૂધમાં કુલ ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી સ્વાદે તે ખારું લાગે છે. તેમાં લોહતત્વનું પ્રમાણ ગાય-ભેંસના દૂધ કરતાં ૮ થી ૧૦ ગણું વધારે હોય છે. તેવી જ રીતે જરૂરી એમીનો એસિડ જેવાં કે હિસ્ટિડીન અને ફીનાઇલ એલેનીનનું પ્રમાણ પણ વધારે હોય છે. વળી બકરીના દૂધમાં સંતૃપત મેદ અખ્તો ૬૭% જેટલા હોય છે. વધુમાં બકરીના દૂધમાં વિટામીન-એ, વિટામીન-ડી, નિકોટિનિક એસિડ, પેન્ટોથેનિક એસિડ અને કોલીનનું પ્રમાણ ગાય-ભેંસના દૂધની સરખામણીમાં વધારે હોય છે. જયારે વિટામિન બી-૬ નું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. માંસ ૩૫ કિલો વજનવાળાં બકરાંમાંથી ૪૫ થી ૫૦ ટકા ડ્રેસિંગ લેખે ૧૫.૫ થી ૧૭.૫૦ કિલો માંસ મળે છે. સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ