ગાય તથા ભેંસના દૂધનું વેચાણ કરવાના ઉદ્યોગને ડેરી કહેવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી અમુલ ડેરી ગુજરાતની જાણીતી ડેરી છે. આ ઉપરાંત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં દુધની ડેરીઓ સહકારી ધોરણે કાર્ય કરી રહી છે. કૃષિ સાથે સંકળાયેલા પશુપાલનના ઉદ્યોગમાં દૂધ એકઠું કરવું, તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ કરવી, ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું, યોગ્ય પેકીંગ કરવું, વેચાણની વ્યવસ્થા કરવી, વધારાના દૂધનો શીત સંગ્રહ તેમ જ તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવું વગેરે કાર્યોનું સંચાલન ડેરી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને માટે સમયાંતરે દાક્તરી તપાસ અને સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા વગેરે કાર્યો પણ ડેરી દ્વારા કરવામાં આવે છે. દૂધ મંડળી અલગ-અલગ પ્રકારની મંડળીઓની દરખાસ્ત સાથે કેટલીક વિષેશ માહિતી / દસ્તાવેજો રજુ કરવાની બાબતો. મંડળીમાં દૈનિક કેટલા દુધની ભરતી/ખરીદી થાય છે. તે અંગેનો દુધ સંઘનો પત્ર સુચિત સેન્ટર પ્રથમ શરૂ કરવાનું થાય છે. ૬ થી ૧૨ માસમાં નોંધણી કરવાની થાય છે. સદર સમયના મંડળીના દુધ વેપાર પત્રક તથા સરવૈયા પત્રકો સુચિત મંડળીની કાર્ય વિસ્તારમાં મંડળી નોંધાયેલ હોય અને બીજી મંડળી નોંધાવવાની થાય તો બંને મંડળીઓએ વચ્ચે કેટલુ અંતર છે તેનો તલાટી કમ મંત્રીનો દાખલો તથા નોંધાયેલ મંડળીનું ના વાંધા પ્રમાણપત્ર સ્ત્રોત :