લક્ષ્ય ભારત સરકારે ખાધ ઉત્પાદનમાં આવેલી સ્થિરતા અને જનસંખ્યાની વધતી ખાધ ઉપભોગને ધ્યાનમાં રાખીને ઓગષ્ટ 2007માં કેન્દ્ર પ્રાયોજીત રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન યોજનાનો શુભારંભ કર્યો. આ યોજનાનો મુખ્ય લક્ષ્ય સુસ્થિર આધાર પર ઘંઉ, ચોખા અને કઠોળની ઉત્પાદકતામાં વૃધ્ધિ લાવવા જેથી દેશમાં ખાધ સુરક્ષાની સ્થિતિ સુનિશ્ચિત કરી શકાય. આનો દ્રષ્ટિકોણ સમુન્નત પ્રૌદોગીક પ્રસાર અને કૃષિ પ્રબંધન પહેલના માધ્યમથી આ પાકોને ઉત્પાદનમાં વ્યાસ અંતરને દુર કરવાનો હતો. રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનના મુખ્ય ઘટક રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનના ત્રણ ઘટક હશે રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન - ચોખા રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન - ઘંઉ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન - કઠોળ લાભાર્થી ખેડુતો માટે બેંક લોન પણ પ્રાપ્ત કરી શકે છે. એવી સ્થિતિમાં ખેડુતોને મળનારી સબસીડીની રકમ બેંકોના માધ્યમથી આપવામાં આવશે. આ યોજનાની અમલના પરિણામ સ્વરૂપ વર્ષ 2011-12 સુધી ચોખાનુ ઉત્પાદન 10 મિલિયન ટન, ઘંઉના ઉત્પાદનમાં 8 મિલિયન ટન અને કઠોળ ઉત્પાદનમાં 2 મિલિયન ટનની વૃધ્ધિ થશે. સાથે જ આ વધારે રોજગારના અવસરો પણ ઉત્પન્ન કરશે. રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન અંતર્ગત સમાવિષ્ઠ રાજયો રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન- ચોખા અંતર્ગત, 14 રાજયોના 142 જિલ્લાનો( આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉડ્ડીસા, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ) સમાવેશ થશે. 9 રાજયોના 142 જિલ્લા ( પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, એમપી, ગુજરાત, મહારાષ્ટ્રી અને પશ્ચિમ બંગાળ)નો સમાવેશ એનએસએફએમ-ઘંઉ અંતર્ગત કરવામાં આવશે. રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન – કઠોળ યોજના અંતર્ગત 16 રાજયોના 468 જિલ્લા (આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉડ્ડીસા, રાજસ્થાન, તામિલનાડુ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ)નો સમાવેશ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત આ જિલ્લાઓમાં 20 મિલિયન હેકટર ધાનના ક્ષેત્ર, 13 મિલિયન હેકટરમાં ઘંઉ, અને 4.5 મિલિયન હેકટર કઠોળના ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ધાન ઘંઉના કુલ વાવેતર ક્ષેત્રનો 50 ટકા છે. કઠોળ માટે વધારાના 20 ટકા ક્ષેત્રનુ સર્જન કરવામાં આવશે. સ્ત્રોત : કૃષિ અને સહકારિતા વિભાગ, કૃષિ મંત્રાલય, ભારત સરકાર