લાભ કોને મળે? યોજના અંતર્ગત આઇ.ટી.ડી.પી તાલુકાના આદિજાતિના ૦ થી ૧૬ સ્કોરના ખેડુતોને લાભ આપવામાં આવે છે. યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય ? યોજના અંતર્ગત લાભાર્થીઓને ૧ એકરમાં રોપણી કરી શકાય તેટલું બિયારણ ( દૂધી, કારેલા, ભીંડા, રીંગણ, ટામેટા) તેમજ ૧ બેગ યુરીયા, ૧ બેગ ડી.એ.પી. ૨૫ કિ.ગ્રા એમ.ઓ.પી આપવામાં આવે છે. યોજનાની યુનિટ કોષ્ટ :- અંદાજિત રકમ રૂ/. ૩,૦૦૦/- યોજનાનું અમલીકરણ :- યોજનાનું અમલીકરણ ડી-સેગ ગાંધીનગર દ્રારા ઇ-ટેન્ડરીંગ કરી એગ્રીકલ્ચર સીડ્સ પ્રોવાઇડરની પસંદગી કરવામાં આવે છે. અને તેના દ્રારા અમલીકરણ થાય છે. લાભાર્થીઓની પસંદગી કોના દ્રારા કરવામાં આવે છે. :- યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી એ.એસ,પી અને અત્રેની કચેરી દ્રારા સંયુકત રીતે કરવામાં આવે છે. યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? ૧. રેશન કાર્ડની ઝેરોક્ષ ૨. સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો ૩. સક્ષમ અધિકારીનો બી.પી.એલ નો દાખલો ૪. ૭/૧૨ અને ૮ અ ની નકલ ૫. ચુંટણી કાર્ડ