સંત સુરદાસ યોજના ( રાજ્ય સરકારની યોજના) યોજનાનો ઉદ્દેશ: તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી. પાત્રતાના ધોરણો લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ. અરજદારની ઉંમર ૦ થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ) અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વ ધી જોઈએ. તા.૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ. (નોંધઃ- ૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPSમાં તબદીલ કરવામાં આવે છે.) યોજનાના ફાયદા / સહાય: માસિક રૂા. ૪૦૦/-( રાજ્ય સરકારનો ફાળો) પ્રક્રિયા : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નમુનામાં અરજી કરવાની હોય છે. અમલીકરણ કરતી કચેરી /સંસ્થા સમાજ સુરક્ષા ખાતા હસ્તક ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ. અન્ય શરતો : છેલ્લા ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ. વિશેષ નોંધ ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦ % કે તેથી વધુ છે. રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી. ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ