પાત્રતાના માપદંડો અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે છે. પાત્રતાના ધોરણો: અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/- યોજનાના ફાયદા/સહાય : અનુ જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે ગ્રીમકો ગાંધીનગર દ્વારા ટુલકીટ/ઓજાર આપવામાં આવે છે. આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/- શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/- સહાયનું ધોરણ માનવ ગરિમા યોજના હેઠળ સાધન /ટુલ કીટસ સ્વરૂપેસહાય સ્વરૂપે આપવામાં આવે છે. આ યોજનાનો અમલ તા. ૧/૪/૨૦૧૨થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફતે થાય છે. પ્રક્રિયા જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે. સ્ત્રોત:અનુસૂચિત જાતિ કલ્યાણ કલ્યાણ વિભાગ ની વેબસાઈટ.