યોજનાનો ઉદ્દેશ: નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી. પાત્રતાના ધોરણો અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪પ વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય. અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૪૭,૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂા.૬૮,૦૦૦ થી વધુ ન હોય યોજનાના ફાયદા/સહાય: રૂ. ૪૦૦/- માસિક (રાજ્ય સરકારનો ફાળો) પ્રક્રિયા : તાલુકા મામલતદારે નમૂનામાં અરજી કરવાની હોય છે. અમલીકરણ કચેરી/એજન્સી/સંસ્થા મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ. અન્ય શરતો છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ