હેતુઓ: અટલ પેન્શન યોજનાએ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે. યોગ્યતા/પાત્રતા: ભારતનો કોઇ પણ નાગરિક અટલ પેનશન યોજનામાં જોડાઇ શકે છે, જેની યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે: અરજદારની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ. તેમનું બેંકમાં બચત ખાતું હોવુ જોઇએ/ખોલાવવું જોઇએ. નોંધ: સંભવિત અરજદાર રજીસ્ટ્રેશન સમયે બેંકને આધાર અને મોબાઈલ નંબર આપી શકે છે. જેનાથી અરજદારને અટલ પેનશન યોજ ની નિયતકાલિક માહિતી મેળવી શકે છે. જો કે, આધાર નોંધણી માટે ફરજીયાત નથી. ફાયદાઓ: પેન્શન લોકોને તેમના નિવૃત્તિકાળમાં માસિક આવક પૂરી પાડે છે. પેન્શનની જરૂરિયાત: ઉંમર વધવાની સાથે આવકની ક્ષમતામાં ઘટાડો. નવા વિભક્ત પરિવાર બનતા આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર. ૬૦ વર્ષની વય રૂ ૧૦૦૦ થી પ૦૦૦ સુધી માસિક પેનશન મેળવી શકાય છે. આ માટે લાભાર્થીએ રૂ.૪૨/- થી ૧૪૫૪/- સુધી ઉંમર આધારિત છ માસિક, ત્રિમાસિક અને કે માસિક ફાળો ભરવાનો રહે છે. કાર્યપદ્ધતિ: જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક શાખાનો સંપર્ક કરવો અથવા જો અરજદારનું ખાતું ન હોય તો બચત ખાતું ખોલાવવું. બેંક ખાતા નંબર આપી બેંકના કર્મચારીની મદદથી અટલ પેનશન યોજનાનું નોંધણી ફોર્મ ભરવું. આધાર અથવા મોબાઇલ નંબર આપવો ફરજિયાત નથી, પરંતુ ફાળા સંબંધિત સંદેશા વ્યવહાર સુગમ બનાવવા તે જરૂરી છે. માસિક/ત્રિમાસિક/છ માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી. અમલીકરણ સંસ્થાઓ: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી કરશે. દાખલ ઉમર યોગદાનના વર્ષો માસિક પેન્શન ૧૦૦૦ માસિક પેન્શન ૨૦૦૦ માસિક પેન્શન ૩૦૦૦ માસિક પેન્શન ૪૦૦૦ માસિક પેન્શન ૫૦૦૦ ૧૮ ૪૨ ૪૨ ૮૪ ૧૨૬ ૧૬૮ ૨૧૦ ૧૯ ૪૧ ૪૬ ૯૨ ૧૩૮ ૧૮૩ ૨૨૮ ૨૦ ૪૦ ૫૦ ૧૦૦ ૧૫૦ ૧૯૭ ૨૪૮ ૨૧ ૩૯ ૫૪ ૧૦૮ ૧૬૨ ૨૧૫ ૨૬૮ ૨૨ ૩૮ ૫૯ ૧૧૭ ૧૭૭ ૨૩૪ ૨૯૨ ૨૩ ૩૭ ૬૪ ૧૨૭ ૧૯૨ ૨૫૪ ૩૧૮ ૨૪ ૩૬ ૭૦ ૧૩૯ ૨૦૮ ૨૭૭ ૩૪૮ ૨૫ ૩૫ ૭૬ ૧૫૧ ૨૨૬ 301 ૩૭૯ ૨૬ ૩૪ ૮૨ ૧૬૪ ૨૪૬ ૩૨૭ ૪૦૯ ૨૭ ૩૩ ૯૦ ૧૭૮ ૨૬૮ ૩૫૬ ૪૪૬ ૨૮ ૩૨ ૯૭ ૧૯૪ ૨૯૨ ૩૮૮ ૪૮૫ ૨૯ ૩૧ ૧૦૬ ૨૧૨ ૩૧૮ ૪૨૩ ૫૨૯ ૩૦ ૩૦ ૧૧૬ ૨૩૧ ૩૪૭ ૪૬૨ ૫૭૭ ૩૧ ૨૯ ૧૨૬ ૨૫૨ ૩૭૯ ૫૦૪ ૬૩૦ ૩૨ ૨૮ ૧૩૮ ૨૭૬ ૪૧૪ ૫૫૧ ૬૮૯ ૩૩ ૨૭ ૧૫૧ ૩૦૨ ૪૫૩ ૬૦૨ ૭૫૨ ૩૪ ૨૬ ૧૬૫ ૩૩૦ ૪૩૪ ૬૫૯ ૮૨૪ ૩૫ ૨૫ ૧૮૧ ૩૬૨ ૪૯૪ ૭૨૨ ૯૦૨ ૩૬ ૨૪ ૧૯૮ ૩૯૬ ૫૯૪ ૭૯૨ ૯૯૦ ૩૭ ૨૩ ૨૧૮ ૪૩૬ ૬૫૪ ૮૭૦ ૧૦૮૭ ૩૮ ૨૨ ૨૪૦ ૪૮૦ ૭૨૦ ૯૫૭ ૧૧૯૬ ૩૯ ૨૧ ૨૬૪ ૫૨૮ ૭૯૨ ૧૦૫૪ ૧૩૧૮ ૪૦ ૨૦ ૨૯૧ ૫૮૨ ૮૭૩ ૧૧૬૪ ૧૪૫૪ ૬૦ વર્ષે પાકતી ઉમરે ૧.૭ લાખ ૩.૦૪ લાખ ૫.૧ લાખ ૬.૮ લાખ ૮.૫ લાખ સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ