હોમ પેજ / સમાજ કલ્યાણ / નીતિ અને યોજનાઓ / મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના વિશેની માહિતી

એપ્રેન્ટીસશીપ યોજનાના ઉદ્દેશ અને હેતુઃ

એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના મુખ્યત્વે નીચે મુજબના બે હેતુ ધરાવે છે.

 • શાળા છોડીગયેલા ઉમેદવારો/આઈ.ટી.આઈ. ડીપ્લોમા/ડીગ્રી પાસ ઉમેદવારોને ખાનગી કે જાહેરક્ષેત્રના ઔદ્યોગિક સેવાકીય એકમો ખાતેની On Job Training સુવિધાનો મહત્તમ લાભ આપી તેમને કૌશલ્ય કુશળ બનાવવા.
 • જુદા જુદા વ્યવસાયોમાં ઔદ્યોગિક/સેવાકીય એકમોના સહકારથી સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગસેવાકીય એકમો માટેનું કુશળ માનવબળ ઉભું કરવું.

પ્રવેશ માટેની લાયકાતઃ

વયમર્યાદા:

 • સ્ત્રી કે પુરુષ કે જેઓ ૧૪ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ના હોય, તેઓ એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં તાલીમ લેવા માટે જોડાઈ શકે છે. જોખમી પ્રકારના ઉદ્યોગોમાં ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષની રહેશે.

શૈક્ષણિક લાયકાત:

 • લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જુદા જુદા વ્યવસાયો (ટ્રેડ) માટે જુદી જુદી હોય છે.
 • ધોરણ-૮ પાસથી સ્નાતક પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર આ યોજના હેઠળ નિયત વ્યવસાયોમાં (ટ્રેડ)માં તાલીમ મેળવી શકે છે.
 • ઔદ્યોગિક/સેવાકીય એકમોમાં પોતાના એકમ ખાતે એપ્રેન્ટીસની ભરતી માટે નીચે મુજબના ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
  • આઈ.ટી.આઈ., ડીપ્લોમાં, ડીગ્રીપાસ થયેલ ઉમેદવાર
  • ઉપરોક્ત (અ) મુજબની લાયકાત ન ધરાવતા પરંતુ ટ્રેડ માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર (ફેશર ઉમેદવાર)

પ્રવેશ સત્રની (ભરતી સત્ર અને સમયગાળો)

 • એકમ ખાતે એપ્રેન્ટીસની ભરતી સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે ૦૬ માસથી ૦૨ વર્ષ સુધીનો (ટ્રેડ મુજબ અલગ અલગ) હોય છે.

તાલીમનું માળખું

 • એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંતર્ગત એપ્રેન્ટીસોને (૧) બેઝિક તાલીમ અને (૨) ઓન જોબ તાલીમ લેવાની રહે છે.

બેઝિક તાલીમ

 • આઈ.ટી.આઈ. એજીનિયરીંગ કે ટેકનોલોજીમાં ડીપ્લોમાં/ ડીગ્રી ધરાવનારને બેઝિક તાલીમમાં મુક્તિ છે. • અન્ય ઉમેદવારો માટે ૦૧ વર્ષના તાલીમી સમયગાળાના વ્યવસાય માટે ૦૩ મહિના તેમજ ૧૨ વર્ષના તાલીમી
 • સમયગાળાના વ્યવસાય માટે ૦૬ મહિનાનો બેઝિક તાલીમનો સમયગાળો હોય છે. જે તે વ્યવસાયની બેઝિક તાલીમ દરમ્યાન જરૂરી સાધન સામગ્રી/હાથ ઓજારો તેમજ મશીનરીના ઉપયોગને લગતી : પાયાની તાલીમ આપવામાં આવે છે. સેવાકીય ટ્રેડ માટે જે તે ટ્રેડનું પ્રારંભિક જ્ઞાન આપવામાં આવે છે.
  • Pradhan Mantri Kaushalya Vikas Yojana (PMKVY) / Modular Employability Scheme
  • (MES) પાસ થયેલ ઉમેદવારોને તેઓના સંલગ્નટ્રેડમાં બેઝિક તાલીમ લેવાની આવશ્યક્તા રહેતી નથી.

ઓન જોબ (શોપ ફ્લોર) તાલીમ:

 • બેઝિક તાલીમ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટીસોએ જે તે એકમ ખાતે શોપ ફ્લોર એટલે કે પ્રેકટીકલ તાલીમ મેળવવાની રહે છે.

ભરતીમાં અનામતઃ

 • ભારત સરકારે ગુજરાત રાજ્ય માટે અનુ.જાતિ માટે ૭ ટકા, અનુ.જન જાતિ માટે ૧૪ ટકા અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ટકાનું પ્રમાણ નક્કી કરેલું છે.
 • સઘન પ્રયત્ન કરવા છતાં પણ આ પ્રમાણ મુજબ અનામત કક્ષાના યોગ્ય ઉમેદવારો પૂરતા પ્રમાણમાં ના મળે તો બેઠકો ખાલી ન રાખતા અન્ય ઉમેદવારોથી આ બેઠકો ભરી શકાય છે.

મળવાપાત્ર રજાઓઃ

 • જે તે એકમ ખાતે એકમ દ્વારા નિયત કરવામાં આવેલરજા તે એકમ ખાતે તાલીમ લઈ રહેલ એપ્રેન્ટીસોને મળવાપાત્ર છે.

પ્રવેશ પ્રક્રિયા

 • એપ્રેન્ટીસશીપ તાલીમ જોડાવવા માટે ભારત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલ પોર્ટલ E-mail પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. જે માટે (www.apprenticeship.gov.in) એકાઉન્ટ હોવું જરૂરી છે. ૦ આઈ.ટી.આઈ. ખાતે ઓફ-લાઈન રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

એપ્રેન્ટીસને મળવાપાત્ર વૃત્તિકા (સ્ટાઈપેન્ડ)

 • એપ્રેન્ટીસ પાસેથી કોઈપણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી. તાલીમની સાથો સાથ એપ્રેન્ટીસોને એકમ દ્વારાહાલના પ્રવર્તમાન નિયમો મુજબ નીચે મુજબની લઘુત્તમ વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) તરીકે આપવામાં આવે છે.
 • પ્રથમ વર્ષ:અર્ધકુશળ કારીગરોને આપવાભ-આવતા લઘુત્તમવેતન દરના ટકા
 • બીજુ વર્ષ:  અર્ધકુશળ કારીગરોને આપવામાં આવતા લઘુત્તમ વેતન દરના ૮૦ ટકા
 • તૃતીય વર્ષ : અર્ધકુશળ કારીગરોને આપવામાં આવતા લઘુત્તમ વેતનદરના ૯૦ ટકા
 • આમ છતાં એકમ સ્વેચ્છાએ ઉપરોક્ત રકમ કરતા પણ વધુ રકમની વૃત્તિ (સ્ટાઈપેન્ડ) આપી શકે છે.

પરીક્ષા પ્રમાણપત્રઃ

 • તાલીમનો નિયત સમય પૂર્ણ થયા બાદ વ્યવસાયિક ધંધાની તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સીલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબર અંતિત અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે.
 • સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી. વગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે.

આવશ્યક દસ્તાવેજો

ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબના દસ્તાવેજોની અસલા તેમજ ૧ સેટમાં ઝેરોક્ષ નક્લ સાથે રૂબરૂ આવવું.

 • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ
 • શાળા છોડયાનું પ્રમાણપત્રની નકલ
 • આધારકાર્ડની નકલ
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • ૧૮ વર્ષથી નીચેના ઉમેદવારોએ પોતાના વાલીને સાથે લાવવા
 • સંપર્ક : કોઈપણ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા હોય, તેઓએ નજીકની આઈ.ટી.આઈ. જીલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
 • વધારે માહિતી માટે સંપર્ક કરોઃ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર : ૧૮૦૦-૨૫૮-૫૫૮૮
 • www.employment.gujarat.gov.in (2) www.apprenticeship.gov.in

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ.( I.S.O  9001-2008 CERTIFIED ORGANISATION) ઓ-4, ન્યુ. મેન્ટલ કેપસ, રક્ષાશકિત યુનિવર્સીટી પાસે, અસારવા, અમદાવાદ-380016. પોર્ટલ: www.employment.gujarat.gov.in ઈ-મેઈલઃ www.adeemp123@gmail.com ફોન નં.: (079) 22681021. ફેક્સ નં.: (079) 22680329 ક્રમાંકઃ મનિરો/અમર/જોબફેર (૩૦૦૦)/૨૦૧૮

સ્ત્રોત:રોજગાર કચેરી

3.05263157895
ઋત્વિક Feb 21, 2020 10:52 PM

Copa ના વિદ્યાર્થીઓ માટે સ્ટાઈપેન્ડ કેટલું મળશે એક મહિના નું ???

Gopal Aug 12, 2019 10:24 AM

V Good

સોલંકી વિપુલ Jun 06, 2019 10:46 PM

સર પ્રાઇવેટ એકમં મા એપ્રેનટીશ કરેલ હોય તો ગવૅમેન્ટ જોબ મળે?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top