অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન

આપણા દેશમાં ઘનો મોટો ગરમીન વિસ્તાર આવેલો છે, અને આવા પ્રદેશમાં નાના-મોટા ગામડાંઓમાં લોકો વસવાટ કરે છે. આ ગામડાઓ સાવ અટૂલા નથી પણ ધંધા-રોજગાર અર્થે આસપાસના ગામડાંઓ સાથે સંકળાયેલા રહે છે. સામુહિક ઢોરને આવા ગામડાઓના જૂથનો વિકાસ થઈ શકે તેમ છે, કેમ કે એ સમુદાયના આર્થિક સમૃદ્ધિ તેમજ જે તે પ્રદેશની રોજગાર ક્ષમતા તેમજ ગામડાઓની આર્થિક સમૃદ્ધિ તેમજ જે-તે પ્રદેશની રોજગાર ક્ષમતા એ ગામડાની ભૌગોલિક સ્થાનને આધારે ઘણી ક્ષમતાઓ જોવા મળે છે. ગામડાઓના આવા જૂથને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને તેમનો સામુહિક વિકાસ કરી શકાય એમ છે. ભારત સરકારે આ હેતુસર શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન અભિયાન શરુ કર્યું છે જેનો મુખ્ય હેતુ આવા ગ્રામસંકુલોને આર્થિક, સામજિક અને ભૌતિક આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવાનો છે. સાલ 2016ના ફેબ્રુઆરીની પહેલી તારીખથી આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષના ગાળામાં દેશમાં ત્રણસો રૂર્બન વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓનું સંકલન કરીને મળતા ભંડોળમાં ખૂટતી રકમને ઉમેરીને રૂર્બન પ્રદેશોમાં તમામ સુવિધાઓ પૂરી પાડીને આખાયે જૂથના ગામડાઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.

દ્રષ્ટિ:

ગરમીન જીવનના મૂળભૂત લક્ષણો જળવાઈ રહે અને ગ્રામ્યપ્રજાને પોતાના જ પ્રદેશમાં મોટા શહેરોમાં મળે છે એવી તમામ સુવિધાઓ પૂરી પાડવી અને એ દ્વારા ગામડાઓના જૂથનો વિકાસ સાધવો એ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને દેશના રૂર્બન ગામડાંઓમાં આ રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવશે.

હેતુઓ:

ગામડાઓના જૂથનો આર્થિક વિકાસ થાય ત્યાં વસતા લોકોને પાયાની જરૂરીયાત સંતોષાય અને એ દ્વારા રૂર્બન જૂથનો સર્વાંગી વિકાસ થાય એ આ અભિયાનનો હેતુ છે.

પરિણામો:

આ અભિયાનના અમલથી થનારા મહત્વના ફાયદાઓ અગાઉથી જ નજરમાં રખાયા છે.

  • આર્થીક, ટેકનોલોજીકલ અને સેવા ક્ષેત્રોમાં મળતી સુખ સુવિધા શહેરોમાં અને ગામડાઓમાં ભિન્ન હોય છે આ અસમાનતા નાબુદ કરવી.
  • બેરોજગારી અને ગરીબાઈ દૂર કરીને ગામડાઓને સ્થાનિક આર્થિક વિકાસ સાધવા પ્રોત્સાહન આપવું.
  • આખાયે રૂર્બન પ્રદેશમાં વિકાસનો વ્યાપ વધારવો.
  • રૂર્બન વિસ્તારોમાં મૂડી રોકાણ આકર્ષવાના ઉપાય યોજવા.

રૂર્બન જૂથ:

મેદની પ્રદેશો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૌગોલિક રીતે આસપાસના ગામડાઓના જૂથની કુલ વસ્તી પચીસથી પચાસ હજારની જ્યારે રણપ્રદેશ-જંગલવિસ્તાર કે પહાડી પ્રદેશના ગામડાના જૂથની કુલ વસ્તી 5 હજારથી 15 હજાર હોઈ શકે. વહીવટી સરળતા રહે એ માટે રૂર્બન જૂથ બનાવતાં ગામડાઓ એક જ તાલુકાના ગામો હશે અને ગામોની ગ્રામ પંચાયતોને સાંકળી લઈને વિકાસ કામો હાથ ધરાશે. આવા પસંદ કરાયેલા રૂર્બન વિસ્તારોની સૂચી સરકારની વેબસાઈટ પર જોઈ શકાશે.

રૂર્બન વિસ્તારોની પસંદગી:

રાષ્ટ્રીય રૂર્બન અભિયાન માટે પસંદ કરાયેલા રૂર્બન વિસ્તારો બે વિભાગમાં સમાવ્યા છે- આદિવાસી વિભાગ અને અન્ય વિભાગ. બંને વિભાગ માટે પસંદગીની પદ્ધતિ અલગ છે, રાજ્યો પોતાની રીતે એક મોટું ગામ પસંદ કરે અને એની આસપાસના નાના ગામોને સાંકળી લે, પછી મોટા ગામડાની ગ્રામ પંચાયત વિકાસ કેન્દ્ર તરીકે જવાબદારી બજાવે. તાલુકા મુખ્ય મથક કે કોઈપણ મોટું ગામ અભિયાનના વિકાસ કેન્દ્ર તરીકે પસંદ કરી શકાય. રૂર્બન જૂથ માટે નક્કી કરેલા ગામડા વિકાસ કેન્દ્રથી પાંચ-દસ કિલોમીટરના અંતરે હોઈ શકે, જેથી અભિયાનના અમલમાં સરળતા રહે.

આદિવાસી વિસ્તાર સિવાયના પ્રદેશો:

આ વિભાગ હેઠળ આવતા રૂર્બન વિસ્તારો માટે દરેક તાલુકામાં મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ક્યાં ગામને પસંદ કરવું, એ વિગત ભારત સરકાર દ્વારા રાજ્યોને પૂરી પાડવામાં આવશે. કેન્દ્રના ગરમીન વિકાસ મંત્રાલય દ્વારા રૂર્બન વિકાસ કેન્દ્રની પસંદગી કરતી વેળાએ આ પરિબળો ધ્યાનમાં લેવાશે.

  • ગ્રામીણ વસ્તીમાં છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર.
  • ખેતી સિવાયના વ્યવસાયોમાં કામ કરતા એકમોની હાજરી.
  • પ્રવાસીઓ અને ધર્મિક યાત્રાળુઓને આકર્ષવાની ક્ષમતા.
  • વાહન વ્યવહાર માટે સડકમાર્ગોની સવલત.

આ દરેક પરિબળનો ભારાંક નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા રૂર્બન કેન્દ્રમાંથી રાજ્ય સરકારો પોતાની રૂર્બન કેન્દ્ર અલગ તારવી શકશે, જેમાં આ પરિબળો,મહત્ત્વના રહેશે:-

  • ગ્રામીણ વસ્તીમાં છેલ્લા દાયકાનો વૃદ્ધિદર.
  • જમીનની કીંમતમાં થયેલ વધારો.
  • કૃષિ સિવાયના વ્યવસાયોમાં જોડાનારા શ્રમિકોની વસ્તીમાં છેલ્લાં દાયકામાં થયેલ વૃદ્ધિ.
  • માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવેલ કન્યાઓની ટકાવારીમાં થયેલ વધારો.
  • પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બેન્કમાં ખાતું ખોલાવનાર લોકોની ટકાવારી.
  • ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનના અમલમાં ગામે કરેલો દેખાવ.
  • ગ્રામ પંચાયતે ‘સુંદર વહીવટ’ અભિગમ માટે કરેલા પ્રયત્નો.

આ સિવાયના પણ અન્ય માપદંડો અનુસાર રાજ્યો પોતાનાં પ્રદેશના રૂર્બન કેન્દ્રો ચૂંટી કાઢી શકાશે, જો કે પસંદગી વેળાએ ઉપર દર્શાવેલા પ્રથમ ચાર પરિબળોને ૮૦% ભારાંક અને પછીના ત્રણ પરિબળોને ૨૦% ભારાંક આપવાનો રહેશે.

આદિવાસી પ્રદેશો:

  • આદિવાસી વસ્તીમાં છેલ્લાં દાયકામાં થયેલ વૃદ્ધિ.
  • વિસ્તારના આદિવાસીઓની અક્ષરજ્ઞાનની ટકાવારી.
  • ખેતી સિવાયના જોડાનાર શ્રમિકોની સંખ્યામાં છેલ્લાં દાયકા દરમ્યાન થયેલ વધારો.
  • ગ્રામીણોની વસ્તીમાં છેલ્લાં દાયકામાં થયેલ વધારો.
  • આર્થિક પ્રવૃત્તિઓ કરતાં એકમોની હાજરી.

જિલ્લા અને તાલુકામાંથી રૂર્બન કેન્દ્ર પસંદ કરવા માટે આ પરિબળોને જરૂરી ભારાંક આપવામાં આવ્યો છે. ભારત સરકારે ચૂંટી કાઢેલા આદિવાસી રૂર્બન કેન્દ્રોમાંથી રાજ્યો પોતાની રીતે અભિયાન હેઠળ આવરી લેવાનાર રૂર્બન કેન્દ્ર પસંદ કરી શકશે. આ પસંદગી માટે રાજ્યોની સરકારોએ આ માપદંડો ધ્યાનમાં લેવાના રહેશે-

  • આદિવાસી વસ્તીમાં છેલ્લાં દાયકામાં થયેલ વધારો.
  • આદિવાસીઓની સાક્ષરતામાં સાંપડેલ વૃદ્ધિ.
  • ખેતીવાડી સિવાયના ધંધા રોજગારમાં જોડાનાર આદિવાસીઓની વસ્તીમાં છેલ્લા દાયકામાં થયેલ વધારો.

આ સિવાય પણ રાજ્યો પોતાની રીતે આદિવાસી પ્રદેશના રૂર્બન કેન્દ્રની પસંદગી કરી શકશે, જો કે ઉપર દર્શાવેલા ત્રણ પરિબળોને ૮૦%થી અધિક ભારાંક આપવાનો રહેશે.

સ્ત્રોત  : રૂબર્ન મિશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate