હોમ પેજ / સમાજ કલ્યાણ / નીતિ અને યોજનાઓ / નિરાધાર વિધવા મહિલાઓ માટે પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નિરાધાર વિધવા મહિલાઓ માટે પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના

નિરાધાર વિધવા મહિલાઓ માટે પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના

  • જેનો આધાર નથી એવીનિરાધાર વિધવા મહિલાઓનો આધાર છે વિધવા પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના. જે વિધવાઓનેવિધવા સહાય ન મળત હોય તેવી મળવ પાત્ર લાભાર્થી વિધવા બહેનો ગમે ત્યારે સહાય માટેઅરજી કરી શકે છે. આ યોજના અંતર્ગત અગાઉ પતિના મરણોપરાંત 2 વર્ષ દરમ્યાન આ અરજી કરવાનીરહેતી હતી.
  • રાજ્ય સરકારે તેનેસરળ બનાવીને તેમાં ફેરફાર કર્યો છે. એ મુજબ આ યોજનાનો લાભ નિરાધાર વિધવા સ્ત્રીગમે ત્યારે, સબંધિત તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર કચેરીએથી વિનામૂલ્યે અરજીપત્રક મેળવી અરજી કરી શકશે.
  • રાજ્ય સરકારના સમાજસુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાયની યોજના હેઠળ18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી સ્વનિર્ભર બનાવીપુનઃસ્થાપન કરવાનું સરકારે બીડું ઝડપ્યું છે.
  • ગુજરાતની વતની હોયતેવી 18 વર્ષથી વધુ વયની જેના સંતાન પુત્ર 21 વર્ષથી વધુ ના હોય અને જો વધુ ઉંમરનોપુત્ર 75ટકાથી વધુ વિકલાંગતા કે અસ્થિર મગજ ધરવતો હોય તો તેવ વિધવા સ્ત્રી આસહાયનો લાભ મેળવી શકે છે. ગ્રામ્ય વિસ્તારની અરજદારની વાર્ષિક આવક રૂ.27,000 અનેશહેરની અરજદારની વાર્ષિક આવક રૂ.35000 થી વધુ ન હોય તેવી વિધવા સ્ત્રી (ઘરકામથીથયેલ આવક ગણવી નહીં) ને આ યોજના હેઠળ માસિક રૂ.750ની સહાય પોસ્ટ ઓફીસ બચતખાતાદ્વારા વિધવાબેનના બચતખાતામાં (W.F.A.) એકાઉન્ટમાં જમાકરવામાં આવે છે. આ સાથે 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ દર માસે રૂ.100 પણલાભાર્થીના બચતખાતામાં જમા થાય છે.
  • વિધવા પુનઃસ્થાપન આર્થિક સહાય યોજના હેઠળલાભાર્થીને સ્વરોજગારી તાલીમ આપી રૂ.5000 ની મર્યાદામાં સાધન સહાય અથવા સ્વરોજગારીલોન રૂ.5000 આપી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આ જીવન મળવાપાત્ર આ સહાય લાભાર્થીનોપુત્ર 21 વર્ષનો થતા અથવા નિયત વાર્ષિક આવક કરતા વધુ આવક તેમજ પુનઃલગ્ન કર્યાનામાસથી બંધ કરવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીઓ પૈકી જે મહિલાઓ પુનઃલગ્ન કરવાઈચ્છતી હોય તેમના પુનઃલગ્ન માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા પ્રયત્નો કરવામાં આવશે.
  • તા.1/4/2008 થી વિધવા સહાય યોજનાનાલાભાર્થીઓને રાજ્ય સરકારની અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ રૂ.1,00,000નું વીમાકવચઆપવામાં આવે છે. આ અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ લાભાર્થીનું અકસ્માતે અવસાન થવાથીઅથવા કાયમી અપંગતા આવવાથી પણ આ લાભ મળવાપાત્ર રહે છે. આ અકસ્માત જૂથ વિમાયોજનાહેઠળ લાભ મેળવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.અમદાવાદ ખાતે અપનાબજાર, લાલદરવાજા ખાતે લાભાર્થી સમાજ સુરક્ષા અધિકારી કચેરીનોસંપર્ક કરી શકે છે. ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ માટે પણ આ કચેરીનો સંપર્કકરી શકાય છે.

સ્ત્રોત : ગુજરાત સરકારનું પોર્ટલ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top