આ વિડીઓમાં નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના વિશેની માહિતી આપવામાં આવી છે લાભ કોને મળી શકે? નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે. ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે. અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ. ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ. લાભ શુ મળે? અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૪૦૦/-લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે. અરજીપત્રક ક્યાંથી મળશે? અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે. જિલ્લા કલેક્ટર કચેરી. પ્રાન્ત કચેરી. તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્દ્ર. અરજી મજૂર કરવાની સત્તા કોને છે? અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે. સહાય ક્યારે બંધ થાય? ૨૧ વર્ષનો પુત્ર થતાં. વાર્ષિક આવક વધુ થતાં. અપીલની જોગવાઈ અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે. ધી મેઇન્ટેનેન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ સબંધેના પ્રશ્નોત્તર જોવા માટે અહીં ક્લિક કરો.