વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જીવન પ્રમાણ

જીવન પ્રમાણ વિશેની માહિતી

જીવન પ્રમાણ એ પેન્શનરો માટેની બાયોમેટ્રિક આધારિત ડિજિટલ સેવા છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે અન્ય કોઈ સરકારી સંસ્થાના નિવૃત્ત થયેલા બધા કર્મચારી આ સવલતોનો લાભ મેળવી શકે છે. વર્ષ ૨૦૧૪ના નવેમ્બર મહિનાની દસમી તારીખે આ યોજના શરુ કરવામાં આવી હતી. સરકારી તેમજ જાહેરક્ષેત્રની સેવામાંથી નિવૃત્ત થયેલા એક કરોડથી પણ વધુ પેન્શનરોને આ યોજનાનો લાભ મળી રહેશે.
દર વર્ષે પેન્શનરોને પોતાનું પેન્શન ચૂકવતી બેનો અથવા પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઇને પોતે જીવિત છે, એ બાબતનું પ્રમાણપત્ર આપવું પડે છે, જેમાં પેન્શનરોને મુશ્કેલી પડતી હતી. પોતે જે કચેરીએથી નિવૃત્ત થયા હોય, એ કચેરીમાંથી લાઈફ સર્ટીફીકેટ મેળવીને બેંક કે પોસ્ટ ઓફિસમાં આપવું પડતું હતું, જેથી તેમણે મળનાર માસિક પેન્શન ચાલુ રહે.
સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ પ્રમાણપત્ર મેળવીને બેન્કમાં કે પેન્શનની ચૂકવણી કરતી પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જવાની તકલીફ વેઠવાને બદલે હવે તેઓ જીવન પ્રમાણ યોજના દ્વારા ઘેર બેઠા આ કામ કરી શકશે.

આ કેવી રીતે થઈ શકે?

પેન્શનર પોતાનાં આધારકાર્ડના સહારે જીવિત હોવાનો બાયોમેટ્રિક પૂરાવો આપી શકે છે. વ્યવસ્થા મુજબ તૈયાર થતું જીવન પ્રમાણપત્ર ડિજિટલ રૂપમાં લાઈફ સર્ટીફીકેટ રિપોઝેટરીમાં પહોંચી જાય છે. પેન્શનની ચૂકવણી કરી બેંક અથવા પોસ્ટ ઓફીસ ત્યાંથી ઓન-લાઈન આ પ્રમાણપત્ર મેળવી લે છે. આ વિધિ નીચે દર્શાવેલ ક્રમ અનુસાર થાય છે.

નામ નોંધણી:

પ્રમાણન સર્ટીફીકેટ અથવા મોબાઈલ એપ ડાઉનલોડ કરો, અથવા નજીક આવેલા જીવન પ્રમાણન કેન્દ્ર પર જઇને પોતાના નામની નોંધણી કરાવો. આ કેન્દ્ર પર આધાર નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર, બેન્કનો ખાતા નંબર, બેન્કની શાખાનું નામ અને આપનો મોબાઈલ નંબર-આટલી વિગતો જણાવો.

આધારની સત્યતા:

ફિંગરપ્રિન્ટ કે અંખની કીકી જેવા બાયોમેટ્રિક પૂરાવા આપીને આપની ઓળખ પૂરવાર કરો. (જીવન પ્રમાણ યોજનામાં આધાર પ્લેટફોર્મ પર બાયોમેટ્રિક પ્રમાણનની સગવડ ઓન-લાઈન મળે છે)

જીવિત હોવાનો પૂરાવો:

આરંભિક ચકાસણી પૂરી થયે આપના મોબાઈલ પર ચકાસણી મળી ગયાનો પૂરાવો તથા જીવન પ્રમાણન આઈ.ડી. પર એસ.એમ.એસ. દ્વારા મોકલી અપાય છે. પેન્શનર તેમજ પેન્શનની ચૂકવણી કરનાર બેન્કને લાઈફ સર્ટીફીકેટ રિપોઝેટરીમાંથી જ્યારે જોઈએ ત્યારે કોઈપણ સમયે પેન્શનરનું લાઈફ સર્ટીફીકેટ મળી રહે છે. પેન્શનરે પોતાનું જીવન પ્રમાણ સર્ટીફીકેટ જીવન પ્રમાણ પોર્ટલ પર જનરેટ થયું છે અને ઓન-લાઈન મળી શકશે, તેવી બેન્કને જાણ કરવાની રહે છે.

તમારું પ્રમાણપત્ર મેળવો

જીવન પ્રમાણ વેબસાઈટ પર તમારા જીવન પ્રમાણ આઈ.ડી. કે આધાર નંબર જણાવવાથી તમને પી.ડી.એફ. કોપી ડાઉનલોડ કરવાની આ યોજનામાં સગવડ મળે છે.

જીવન પ્રમાણ માટેની નોંધણી:

જુદી જુદી ત્રણ રીતે જીવન પ્રમાણ માટે તમે નોંધણી કરવી શકો છો.

  • નજીકની કૉમન  સર્વિસ સેન્ટર પરથી થોડીક ફી ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.  જીવન પ્રમાણ કેન્દ્રોની સૂચિ વેબસાઈટ પરથી મળી શકશે, અથવા 7738299899 નંબર પર JPL નો SMS કરવાથી તમારા નિવાસ પાસેના જીવનપ્રમાણ કેન્દ્રની માહિતી મેળવી શકાશે.
  • આવું કામકાજ કરતી કોઈપણ ઓફિસમાં જઈને પણ નોંધણી થઈ શકશે.
  • એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટ ફોન, ટેબલેટ, વિન્ડોઝ પીસી કે લેપટોપ હોય, તો તમે જાતે જ નોંધણી કરાવી શકો. (તમારા સોફ્ટવેરમાં બાયોમેટ્રિક એપ્લીકેશન ડાઉનલોડ કરવા અથવા અન્ય માર્ગદર્શન મેળવવા માટે jeevanpramaan@gov.in ની હેલ્પ ડેસ્કનો સંપર્ક સાધી શકાશે.

સ્ત્રોત : જીવન પ્રમાણ

3.06557377049
રમેશભાઈ રામાણી Apr 30, 2020 03:48 AM

હું થોડા સમય માટે વિદેશ છુ .જીવનપમાણ (હયાતી સટી) માટે ડીઝીટલ આઈ ડી બનાવેલ નથી .તો આ ચાલુણી વષઁ માટે મારે કે કેવી રીતે જીવનપમાણ આપી શકાય?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top