તમાકુ લેવાથી થતી આડઅસરો
- તમાકુ શરીરના વિવિધ ભાગના કેન્સર માટે જવાબદાર છે જેમ કે મોં, ગળુ, ફેફસા, પેટ, કિડની, બ્લેડર વગેરે.
- વિશ્વમાં મોંના કેન્સરના સૌથી વધુ કિસ્સાઓ ભારતમાં છે જેની પાછળનું કારણ છે તમાકુ
- ભારતમાં, તમાકુ પુરુષો અને મહિલાઓને થતાં કેન્સરમાં 56.4 અને 44.9 ટકા યોગદાન આપે છે.
- સીગારેટ કે બીડી પીવાના કારણે 90 ટકા ફેફસાના કેન્સર અને અન્ય ફેફસાના રોગો થાય છે.
- તમાકુ હ્રદય અને લોહીની નસોની બીમારીઓમાં પરિણમે છે જેમ કે, હ્રદયરોગ, હ્રદયમાં દુખાવો, એકદમ મૃત્યુ, મગજ પર હમલો (સ્ટ્રોક), ફેફસાનુ ગેંગરિંગ
- ભારતમાં 82 ટકા ક્રોનિક ઓબ્સ્ટ્રકટિવ ફેફસાનો રોગ સીગારેટ કે બીડી પીનારાઓને થાય છે.
- તમાકુ પરોક્ષ રીતે ફેફસાના ટીબી માટે જવાબદાર છે. સીગારેટ કે બીડી પીનારાઓમાં ટીબીનું પ્રમાણ ત્રણ ગણુ વધારે છે. વધુ પડતી સીગારેટ કે બીડી પીનારાઓમાં, ટીબીનુ પ્રમાણ ઓછી સીગારેટ કે બીડી પીનાર કરતા વધુ હોય છે.
- સીગારેટ કે બીડી પીવાથી લોહીનુ દબાણ વધે છે અને લોહીનુ હ્રદય સુધી પરિભ્રમણ થતુ ઓછુ થાય છે.
- તમાકુ શરીરની દરેક પેશીઓને નુકસાન કરે છે.
- સીગારેટ કે બીડી પીવાથી બાળકો અને કુટુંબના અન્ય સભ્યોને પણ નુકસાન થાય છે (સેકન્ડ હેન્ટ સ્મોકિંગના કારણે). સીગારેટ કે બીડી ન પીનાર વ્યક્તિ જે સીગારેટ કે બીડી પીનાર વ્યક્તિ સાથે રહે છે (દિવસના બે પેકેટ) તેને પરોક્ષ રીતે દૈનિક ત્રણ સીગારેટ કે બીડી જેટલુ નુકસાન થાય છે, પેશાબમાં નિકોટીનના સ્તર મુજબ.
- એ પણ જોવામાં આવ્યુ છે કે સીગારેટ કે બીડી પીવાથી કે તમાકુ ખાવાથી ડાયાબિટીસનુ વધુ જોખમ રહે છે.
- તમાકુ શરીરના સારા કોલેસ્ટ્રોલને ઓછા કરે છે.
- સીગારેટ કે બીડી પીનારા કે તમાકુ ખાનારાને હ્રદય રોગો અને લકવાની શક્યતા 2-3 ગણી રહે છે.
સીગારેટ કે બીડી અને તમાકુ છોડવાની ટિપ્પણીઓ
- એશટ્રે, પાન, જર્દા વગેરેને નજરથી દૂર છૂપાવી દો. સરળ પણ મદદરૂપ પગલુ.
- સીગારેટ, પાન, જર્દા વગેરે સરળતાથી પ્રાપ્ય ન રાખો. તે એવી જગ્યાએ રાખો જેના માટે તમારે ખૂબ જ પ્રયત્ન કરવો પડે. જેમ કે ઘરના અન્ય રૂમમાં મૂકવુ જ્યાં તમે નથી જતા અથવા તો લોક કરેલા કબાટમાં.
- તમને સિગારેટ કે બીડી અથવા તો પાન કે જર્દા લેવાનું મન થાય તેના કારણો શોધો અને તેનો ઉકેલ લાવો. કે તે એ લોકોની સોબત છે જે સિગારેટ કે બીડી અથવા તો તમાકુ કે જર્દા લે છે? શરૂઆતના તબક્કામાં તે લોકોથી દૂર રહેવાનુ રાખો જ્યારે તે સિગારેટ કે બીડી અથવા તો પાન કે જર્દા લેતા હોય.
- જ્યારે મન થાય ત્યારે મોંમા કંઇક મૂકવાનુ રાખો જેમકે, ચ્વિંગમ, મીઠાઇ, પીપરમિન્ટ, લવિંગ વગેરે અને ઊંડા શ્વાસ લો.
- જ્યારે પણ તમને ખૂબ જ મન થાય ત્યારે તમે ઊભા હોવ કે બેઠા હોવ ઊંડા શ્વાસ લો. પાણીનો એક ગ્લાસ અથવા કસરત પણ તમને મન થતુ અટકાવશે.
- જ્યારે તમને તમાકુ લેવાનું મન થાય ત્યારે તમારા બાળકો અને ભવિષ્ય પર તેની અસરો વિશે તથા તેનાથી થતા જીવલેણ રોગો વિશે વિચારો.
- બંધ કરવાની તારીખ નક્કી કરો.
- ટેકો આપવા માટે વ્યક્તિ નક્કી કરો.
- સિગારેટ કે બીડી અથવા તો પાન કે જર્દા સિવાયના તમારા પહેલા દિવસનુ આયોજન કરો.
- સિગારેટ કે બીડી અથવા તો પાન કે જર્દા લેવાનું મન થાય ત્યારે આ ચાર બાબતો પાળોઃ
- બીજુ કંઇક કરો
- સિગારેટ કે બીડી અથવા તો પાન કે જર્દા લેવામાં વિલંબ કરો
- ઊંડા શ્વાસ લો
- પાણી પીવો
- પોતાની જાત સાથે સકારાત્મક વાતો કરો.
- તમારી જાતને ઈનામ આપો.
- હળવા થવાની તકનીકો અપનાવો (યોગ, ચાલવુ, ધ્યાન, નૃત્ય, સંગીત વગેરે. ) દૈનિક ધોરણે.
- કેફેન અને દારૂ મર્યાદામાં લેવુ.
- વધુમાં, સક્રિય રહો અને આરોગ્યપ્રદ ખોરાક લો!
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.