অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દારૂ વિરોધી

દારૂ વિરોધી

દારૂ એ એવો નશીલો પદાર્થ છે

 • મગજની પ્રવૃત્તિ ઓછી કરે છે
 • કઈ પોષક તત્વો ધરાવતુ નથી
 • તાણમાંથી મુક્તિ અપાવતુ નથી, ઊંઘ લાવતુ નથી કે પ્રશ્નોનો હલ લાવતુ નથી.

દરેક દારૂ ધરાવતા પીણા મૂડ બદલનાર પદાર્થો ધરાવે છે – ઇથાઇલ આલ્કોહોલ જેનું પ્રમાણ વધતુ ઓછું હોય છે.

 • ડિસ્ટિલ્ડ સ્પિરિટ – 45.55%
 • અરેક 35.75%
 • વાઇન – 10થી 12%
 • બીયર અને ટોડી - 6થી 8%

દારૂને પચાવવાની જરૂર નથી તે ખૂબ જ ઝડપથી લોહીમાં ભળે છે. ઠંડા પાણીથી નાહવાથી કે કોફી પીવાથી દારૂની અસર શરીરમાંથી જતી નથી. માત્ર જઠર તે કરી શકે છે. જઠરને એક ગ્લાસ દારૂની અસરમાંથી બહાર આવતા એક કલાક લાગે છે.

10થી 15% દારૂનું સેવન કરનારાઓ દારૂ પર આધારિત થાય છે અને દારૂડિયા બને છે. કોઈ પણ વ્યક્તિ દારૂડિયુ બની શકે છે – ઉંમર, શિક્ષણ, બુદ્ધિમત્તા અને સામાજિક-આર્થિક દરજ્જાને આ સાથે કોઈ સબંધ નથી. વ્યક્તિ દારૂની માત્રા અને સમયગાળો વધારતુ જાય છે, તેના આરોગ્ય, કાર્યક્ષમતા, કુટુંબ અને સામાજિક સબંધો પર અસર છતાં.

દારૂના વળગણની સારવાર કરી શકાય છે. સારવારની મદદથી દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દારૂ વગર જીવી શકાય છે. જોકે, જેમ અન્ય રોગોમાં થાય છે તેમજ જેટલી જલદી મદદ લેવામાં આવે તેટલુ વ્યક્તિ જલદી સારી થઈ શકે છે.

દારૂ અને તબીબી સમસ્યાઓ

દારૂ એ એક ટોક્સિક પદાર્થ છે જે શરીરના દરેક ભાગને અસર કરે છે. વધુ પડતા દારૂના સેવનને કારણે થતી મુખ્ય આરોગ્ય સમસ્યાઓ નીચે આપવામાં આવેલ છે.

 

પેટ એ શરૂઆત છે

 • પાચનશક્તિને મંદ કરી પાચનમાં વિક્ષેપ
 • ખોરાકની નળી અને પેટમાં વિક્ષેપ
 • ગેસ્ટ્રીટીસ અને ચાંદા થાય
 • કેન્સરની શક્યતાઓ વધારે

જઠર જે ખોરાકનો શરીરમાં સ્વીકાર કરે છે

 • ફેટી લીવરમાં પરિણમે છે (ચરબીના કોષો એકત્ર થાય) અને આલ્કોહોલિક હેપેટાઇટીસ (કમળા જેવા લક્ષણો)
 • કાયમી નુકસાન – સિરાયોસીસ

મગજ અંકુશનું કેન્દ્ર

 • મગજની કાર્યક્ષમતા ઘટાડે છે
 • ભાન ગુમાવે છે અને નિર્ણય લેવાની કે સંકલન ક્ષમતા પર અસર કરે છે
 • ડિપ્રેશન, નબળી યાદશક્તિ અને ધ્યાન એકાગ્રતામાં સમસ્યા
 • કેન્સરની શક્યતાઓ વધારે
  • માનસિક સમસ્યાઓ ઉદભવે
  • મગજના કોષોને કાયમી નુકસાન

હ્રદય જીવાદોરી

 • હ્રદયની સામાન્ય ગતિવિધમાં વિક્ષેપ
 • વધુ પડતા દારૂના સેવનથી
  • લોહીની નળીઓને નુકસાન
  • હ્રદયના સ્નાયુઓ નબળા થાય
  • હ્રદય મોટુ થાય

અન્ય અસરો

 • ન્યુરીટીસ ટીંગલીંગ સેન્સેશન, હાથ અને પગમાં ધ્રુજારી
 • પેનક્રીએટાઈટીસ પેનઈફુલ ઈન્ફ્લેમેશન ઓફ પેનક્રિઆસ
 • પ્રોટિન ઓછું થવાથી સ્નાયુઓનું ડિજનરેશન
 • કુપોષણ જે અન્ય ઘણીબધી સમસ્યાઓ જેવીકે થાક, નબળી યાદશક્તિને પ્રેરે છે
 • જાતીય પ્રશ્નો

ભારતમાં દારૂનું સેવન

ભારત જેવા વિકસતા દેશમાં દારૂનું સેવન સતત વધી રહ્યુ છે અને તેનુ પ્રમાણ વિકાસ પામેલા દેશોમાં 1980થી ઘટી રહ્યુ છે. વિકસતા દેશોમાં દારૂ પીવાના કારણે ઈન્ટોક્સિકેશનથી થતા જોખમોનું પ્રમાણ વધી રહ્યુ છે.

 

 • ભારતમાં આશરે 62.5 મિલિયન દારૂનુ સેવન કરનારા હોવાનું અનુમાન છે.
 • માથાદીઠ દારૂનુ સેવન 15 વર્ષમાં, 1970થી 1996 દરમિયાન 106.7% વધ્યુ છે.
 • મોટા પ્રમાણમાં વસતીને કારણે, ભારત દારૂ પીણા માટે વિશ્વનું ત્રીજુ મોટામાં મોટુ બજાર છે જેના કારણે દારૂનુ ઉત્પાદન કરનારી વૈશ્વિક કંપનીઓ ભારત તરફ આકર્ષાઈ છે.
 • દારૂનું વેચાણ 6%ના દરે સતત વધી રહ્યુ છે અને તે દર વર્ષે 8% વધવાનો અંદાજ છે.
 • 80% દારૂનો વપરાશ હાર્ડ લિકર અથવા તો ડિસ્ટિલ્ડ સ્પિરિટનો છે જે દર્શાવે છે કે મોટાભાગના દારૂના પીણામાં દારૂનું પ્રમાણ વધારે છે.
 • બ્રાન્ડેડ દારૂનો વપરાશ લગભગ 40% જેટલો છે જ્યારે બાકીનો વપરાશ દેશી દારૂનો છે
 • પહેલા કરતા લોકો નાની ઉંમરે દારૂ પીવાનું શરૂ કરે છે. દારૂ પીવાનું શરૂ કરવાની સરેરાશ ઉંમર 1950-1960માં 23.36થી ઘટીને 1980-1990માં 19.45 વર્ષ થઇ છે.
 • ભારતમાં જીવનભર દારૂ લેનારાઓનો મોટો વર્ગ છે (89.6%). મહિલાઓમાં જીવનભર દારૂ લેવાનું પ્રમાણ ખૂબ જ મોટુ છે (98.4%). આ દારૂના વ્યવસાય માટે ભારતને આકર્ષક સ્થળ બનાવે છે.
 • બદલાતા સામાજિક નિયમો, શહેરીકરણ, પ્રાપ્યતામાં વધારો, માર્કેટિંગના માધ્યમોમાં વધારો અને વિદેશમાં વ્યાપાર સરળ બનતા, તેમજ દારૂ વિશે ઓછી જાગૃતિને કારણે દારૂનો વપરાશ વધ્યો છે.
 • મોટાભાગના રાજ્યો દારૂના ઉત્પાદન અને વેચાણને કારણે મોટી આયકર મેળવે છે (25,000 કરોડ રૂ.) અને આના કારણે દારૂના વેચાણને પરવાનગી મળે છે. ચાર રાજ્યો – ગુજરાત, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડમાં દારૂબંધી છે.
 • 23 રાજ્યો (જ્યા દારૂબંધી છે તે રાજ્યો સહિત), વ્યસન સારવાર કેન્દ્રોમાં દર્દીઓની વિગતો જણાવે છે કે એક રાજ્યને બાદ કરતા દારૂ નશીલા પદાર્થોના સેવનમાં પહેલુ કે બીજુ સ્થાન ધરાવે છે.

આરોગ્ય અને સલામતી

 • તાણ, હિંસા, શરીરના અંગોને નુકસાન, વિવિધ પ્રકારના કેન્સર, અસલામત જાતીય સંબંધો, નાની ઉંમરે મૃત્યુ, પિતા દારૂનુ વધુ પડતુ સેવન કરતા હોય તે કુટુંબનુ પોષણનું નીચુ સ્તર વગેરેનો દારૂના વપરાશ સાથે સીધો સબંધ છે.
 • વિનાશકારક દારૂ પીવા અને તીવ્ર આરોગ્ય સમસ્યાઓ જેવી કે માથાની ઈજા અને દવાખાનામાં દાખલ થવાને ખૂબ જ નજીકનો સબંધ છે. 15-20% ગંભીર ઈજા દારૂના વપરાશને કારણે થાય છે. જાહેર દવાખાનામાં આવતા ઈજાના કિસ્સાઓમાં 37% ઈજા દારૂના કારણે થઈ હોય છે.
 • 17.6% માનસિક ઈમરજન્સી દારૂના લીધે થયેલી હોય છે.
 • આત્મહત્યા કરનારાઓમાંથી 34% લોકો દારૂને દોષ આપે છે.

કુટુંબ

 • પોતાની પત્ની પર હિંસા કરનાર પુરુષોમાંથી 85% વારંવાર કે દરરોજ દારૂનું સેવન કરનાર હોય છે. દારૂની સારવાર પછી શોષણના કિસ્સાઓ પહેલા કરતા દસમા ભાગના થઇ જાય છે.
 • ઘર ખર્ચના 3 – 45% દારૂ પાછળ ખર્ચવામાં આવે છે. દારૂના વપરાશથી દેવામાં વધારો થાય છે અને ખોરાક અને શિક્ષણ પાછળ થતાં ખર્ચમાં નકારાત્મક અસર આવે છે.
 • દારૂથી થતા શોષણ પછી છૂટાછેડા અને કટુંબમાં માનસિક તાણ વધે છે. માનસિક તાણ અને આઘાત નાણાકીય રીતે જોઇ શકાતો નથી પરંતુ તે જીવનની ગુણવત્તા પર ગંભીર અસર કરે છે.

કામના સ્થળે

 • કામની જગ્યાએ 20% ગેરહાજરી અને 40% અકસ્માતો દારૂને કારણે થાય છે.
 • દારૂના કારણે થતુ વાર્ષિક નુકસાન રૂ. 70000 – 80000 મિલિયન જેટલુ છે.
 • જાહેર સાહસોમાં, કામ પર થતા અકસ્માતોમાં એક ચતુર્થાંશ કિસ્સાઓ દારૂને કારણે થાય છે.

21 દિવસમાં દારૂ છોડી દેવા માટેની 10 મહત્વની ટિપ્પણીઓ

 1. તમારા ધ્યેય નક્કી કરો. દારૂ ઓછો કરવા માટે તમારા વ્યક્તિગત કારણો શુ છે? તમારા વિચારો લખો અને તેને કેટલાક ધ્યેય નક્કી કરવા માટે તમને માર્ગદર્શક બનવા દો. પછી તે દારૂ પીવાતી જગ્યાએ જવાથી દૂર રહેવુ હોય, અંકુશમાં પીવાનુ હોય, સંપૂર્ણ રીતે બંધ કરવાનું હોય, તમને ખબર હોવી જોઇએ કે તમે શું કરી રહ્યા છો અને તેની પાછળ તમારા કારણો શું છે, બીજુ કોઈ નહી, અથવા તમે સફળ નહી થઈ શકો.
 2. આવતા અઠવાડિયાનો એક દિવસ નક્કી કરો જ્યારથી તમે દારૂ ઓછો કરો. એવા દિવસની પસંદગી કરો જ્યારે તમે થોડા આરામમાં હોવ અને તમારા પર કોઇ દબાણ ન હોય. એ દિવસનુ અગાઉથી આયોજન કરો જેમાં દારૂને ટાળવુ સરળ હોય.
 3. હારી ન જાઓ. આ પ્રકરણમાં અમે ક્યાય એવુ નથી લખતા કે દારૂ બંધ કરવો સરળ હશે! કારણો સાથે તમારા ધ્યેયને મનમાં રાખો અને આ ધ્યેય પહેલા નક્કી કરો. જો તમે એક રાત્રે ખૂબ જ વધારે દારૂ પી લીધો છે તો તેને તમારા ધ્યેય સુધી પહોંચવામાં બાધારૂપ ન બનવા દો. બીજા દિવસથી તમે પાછા લાઈન પર આવી જાઓ. જ્યારે તમે અસફળ થાઓ, ત્યારે રોબર્ટ એફ કેનેડીનુ વાક્ય યાદ કરો, જે લોકો અસફળ થવાની હિંમત ધરાવે છે તેજ શ્રેષ્ઠ પામી શકે છે. તમે દારૂનુ સેવન બંધ કરી શકો કે ઓછુ કરી શકો તો જ તમે સાચા અર્થમાં સફળ થઈ શકો.
 4. તમારા આયોજનને લોકો સાથે વહેંચો. તમારા કુટુંબના સભ્યો અને વિશ્વાસપાત્ર મિત્રોને તમારા આયોજન વિશે કહો. તે તમને સફળ થવામાં કેવી રીતે મદદરૂપ થાય તે જણાવો.
 5. તમારા કુટુંબ અને મિત્રોનો ટેકો માગો. જે તમને સાજા કરવામાં સાચો ટેકો આપે છે તે તમને રજાઓ દરમિયાન મદદ કરવામાં ખુશ હશે. તમે સ્પષ્ટ રીતે તમારી ચિંતાઓ તેમને કહો.
 6. વિરામ લો. દારૂનું પ્રમાણ ઘટાડવા માટે, અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો જ્યારે તમે દારૂ નહી પીવો. જ્યારે આ એક દિવસ સરળ બની જાય પછી તેને બે દિવસમાં ફેરવો, પછી ત્રણ દિવસ અને પછી અઠવાડિયુ. મોટા ધ્યેયને નાના ધ્યેયોમાં વહેંચો પણ કટિબદ્ધતામાં ઊણપ ન લાવો. તે તમારા લાંબાગાળાના ધ્યેયને વળગી રહેવામાં મદદરૂપ થશે.
 7. તમારા દારૂ પીવાની  ઓળખો અને તે ટાળવા આયોજન કરો. જ્યારે તમે ઘરે કે પાર્ટીમાં હોવ ત્યારે દારૂના બદલે બીજુ કોઇ પીણુ લઈને તમારા આયોજનને વળગી રહો. તમે હકારાત્મક શોખ દ્વારા તમારી દારૂ પીવાની ટેવને ટાળી શકો જેમ કે, કસરત, વાંચન, ચિત્રકામ અને અન્ય વસ્તુઓ.
 8. ટેમ્પટેશન. તમને ક્યારે દારૂ પીવાનુ વધુ મન થાય છે? જ્યારે પાર્ટીમાં હોવ છો ત્યારે કે તમે એકલા હોવ છો ત્યારે? તમે તમારા ટેમ્પટેશનને સમજો તેની ખાતરી કરો અને તેને ટાળવા કેટલુક સરળ આયોજન કરો. કેટલાક દારૂ વગરના સ્વાદિષ્ટ પીણા બનાવવાનો પ્રયત્ન કરો અને ઘરે તે બનાવવાનો પ્રયત્ન કરો. અન્ય સકારાત્મક શોખ દ્વારા દારૂ પીવાની આદતને બદલો, જેમ કે, વાંચન, ચિત્રકામ અને તમને જેમાં પણ વધુ મજા આવતી હોય તેવી પ્રવૃત્તિ.
 9. તમારી જાતને ઈનામ આપો. તમે જે પૈસા દારૂની પાછળ ખર્ચતા હતા તે કુટુંબ અને મિત્રો સાથે ખર્ચો. બહાર જાઓ, ખાવાનું ખાઓ, ફિલ્મ જુઓ, રમત રમો.
 10. તમને દારૂનુ પ્રમાણ ઘટાડવાનું અઘરુ લાગતુ હોય તો નવી વ્યૂહરચના બનાવો અને નિષ્ણાંતની સલાહ લો

સ્ત્રોત:  indg પોર્ટલ ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate