દહેજ એ સમાજ પર કલંકરૂપ છે, તેના કારણે મહિલાઓ પર અકલ્પનીય અત્યાચારો અને ગુનાઓ થતાં આવ્યા છે. આ દૂષણે સમાજના દરેક વર્ગમાં મહિલાઓની જાન લીધી છે, પછી તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય. જો કે ગરીબ વર્ગની મહિલાઓ આ જાળમાં વધુ જકડાય છે કારણ કે તેમનામાં જાગૃતિ અને શિક્ષણનો અભાવ હોય છે.
દહેજ પ્રથાના કારણે જ, દીકરીઓને દીકરાઓ જેટલુ મહત્વ મળતુ નથી. સમાજમાં, મોટેભાગે જોવા મળે છે કે દીકરીઓને જવાબદારી તરીકે જોવામાં આવે છે અને તેમને એક પ્રકારના દબાણ અને બીજા વર્ગનુ વર્તન સહન કરવુ પડે છે, પછી તે ભણતરની વાત હોય કે અન્ય વસ્તુઓની.
હાલમાં સરકાર માત્ર દહેજ પ્રથાને નાબૂદ કરવા જ નહી પરંતુ સ્ત્રી બાળકનુ સમાજમાં સ્થાન ઊંચુ લાવલા ઘણાંબધાં કાયદા અને સુધારણાઓ લાવી છે.
હવે તે સમાજ પર છે કે તે આ પરિસ્થિતિને સમજે અને જાગૃત થાય. તે આપણા દરેક પર છે કે આપણે સક્રિય થઈને જરૂરી પગલા લઈએ, યોગ્ય બદલાવ લાવીએ અને દહેજ આપવા તથા લેવાનું બંધ કરીએ. આપણે બધાંએ એ જાણી લેવુ જોઈએ કે આપણે આપણી દીકરીઓનું મૂલ્ય કરવુ જોઈએ, આથી તે મોટી થાય પછી બીજા લોકોને તેનુ મૂલ્ય સમજાય.આ માટેની કેટલીક આવશ્યક બાબતો છે
ઉપર જણાવેલ બાબતો વલણમાં જરૂરી બદલાવ લાવશે
આથી શિક્ષણ અને સ્વતંત્રતા એ બે એવી શક્તિશાળી અને મૂલ્યવાન ભેટ છે જે તમે તમારી દીકરોને આપી શકો. આનાથી તે નાણાંકીય રીતે સક્ષમ બનશે અને તે પોતાના કુટુંબમાં યોગદાન આપતી વ્યક્તિ બનશે. જેના કારણે તેને માન અને કુટુંબમાં યોગ્ય દરજ્જો મળશે.
આથી તમારી દીકરીને સારુ ભણતર, કારકીર્દી માટે પ્રેરણા તે સૌથી સારું દહેજ છે જે તમે તમારી દીકરીઓને આપી શકો.સ્ત્રોત : પોર્ટલ કન્ટેન્ટ ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020