ટ્રાફિકિંગ અને દેહવ્યાપારનો સંબંધ
ટ્રાફિકિંગનો અર્થ દેહવ્યાપાર થતો નથી. તે એક નથી. સમજણમાં વ્યક્તિએ ટ્રાફિકિંગ અને દેહવ્યાપાર જુદા છે તે સમજવાની જરૂર છે. હાલના કાયદા મુજબ, ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એકટ 1956 (આઇટીપીએ) દેહવ્યાપાર ગુનો બને છે જ્યારે વ્યક્તિનું વ્યાવસાયિક શોષણ કરવામાં આવતુ હોય. જો મહિલા કે બાળકનું જાતિય શોષણ થતુ હોય અને કોઈ વ્યક્તિ તેનાથી લાભ મેળવતી હોય, તો તે કમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન (સીએસઈ) ગણાય છે, જે કાયદાકીય રીતે ગુનાપાત્ર છે. જેમાં દરેક શોષણ કરનાર દરેક જવાબદાર બને છે. ટ્રાફિકિંગ એ પ્રક્રિયા છે અને સીએસઈ એ પરિણામ છે. સીએસઈની માંગ ટ્રાફિકિંગને પ્રેરે છે. આ એક વિષચક્ર છે. ટ્રાફિકિંગ બીજા પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવે છે. જેમ કે બીભત્સ ફિલ્મો બનાવવા, સેક્સ ટુરિઝમ વિકસાવવા, બાર ટેન્ડિંગ અને મસાજ પાર્લર જેવી પ્રવૃત્તિ દ્વારા જાતીય શોષણ વગેરે અને શોષણયુક્ત મજૂરી જ્યાં જાતીય શોષણ પણ થતુ હોય.
આઈટીપીએ માત્ર સીએસઈ માટે થતાં ટ્રાફિકિંગને ધ્યાને લે છે. વ્યાવસાયિક પ્રવૃત્તિ માત્ર બ્રોથલમાં થાય તેવુ જરૂરી નથી, પણ તે વ્યક્તિગત ઘર અથવા તો વાહન વગેરેમાં પણ થઈ શકે છે. આથી આઈટીપીએ અંતર્ગત કાર્યરત પોલિસને સત્તા આપવામાં આવે છે કે જ્યાં કોઈપણ પ્રકારે સીએસઈ થતી હોય કે થવાની શંકા હોય તો પગલા લઈ શકે, જેમાં મસાજ પાર્લર, બાર ટેન્ડિંગ, ટુરિસ્ટ સર્કિટ, એસ્કોર્ટ સર્વિસ, ફ્રેન્ડશીપ ક્લબ વગેરેનો પણ સમાવેશ થાય છે.
ટ્રાફિકિંગનો અર્થ
આઈટીપીએના વિવિધ વિભાગો ટ્રાફિકિંગની વ્યાખ્યા આપે છે. વિભાગ 5 દેહવ્યાપાર માટે વ્યક્તિ ખરીદવા, લઈ જવા અને તેમા ટેકારૂપ બનવા વિશે વાત કરે છે. આ વિભાગ મુજબ, વ્યક્તિ ખરીદવા, લઈ જવા અને વ્યક્તિને દેહવ્યાપાર માટે કારણરૂપ બનવાના પ્રયત્નને પણ ટ્રાફિકિંગમાં સમાવી લેવાય છે. આથી ટ્રાફિકિંગને બહોળી રીતે આવરી લેવામાં આવે છે.
ગોવા ચિલ્ડ્રન્સ એક્ટ 2003માં ટ્રાફિકિંગની વ્યાખ્યા વિગતે આપવામાં આવી છે. જોકે આ કાયદો બાળક ટ્રાફિકિંગ પર કેન્દ્રિત છે, પણ તે સંકલિત વ્યાખ્યા આપે છે. કલમ 2 (ઝેડ) મુજબ, બાળકના ટ્રાફિકિંગનો મતલબ છે, બાળકની ખરીદી, નિમણૂક, વાહન વ્યવહાર, હેરફેર, લેણદેણ કે વ્યક્તિને લેવી, કાયદાકીય રીતે કે ગેરકાનૂની રીતે, કપટથી, સત્તાના જોરે, નબળી વ્યક્તિ હોય એટલે, અથવા પૈસા આપીને કે લઈને અથવા એક વ્યક્તિ પર બીજી વ્યક્તિનો અંકુશ હોય તેને ફાયદા દ્વારા, નાણાકીય ફાયદા માટે કે પછી તે વગર.
ટ્રાફિકિંગના ગુનામાં, વિશેષ રીતે નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
- વ્યક્તિનુ એક સમુદાયમાંથી બીજા સમુદાયમાં સ્થળાંતર – સ્થળાંતર એક ઘરથી બીજા ઘર, એક ગામથી બીજા ગામ, એક જિલ્લાથી બીજા જિલ્લામાં, એક રાજ્યથી બીજા રાજ્યમાં અને એક દેશથી બીજા દેશમાં થઈ શકે. સ્થળાંતર એક જ બિલ્ડિંગમાં પણ થઇ શકે. ઉદાહરણ આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરશે. ધારી લઇએ કે બ્રોથલ ચલાવનાર ઘણીબધી યુવાન મહિલાઓ પર અંકુશ રાખે છે જેમાં એક મહિલા એવી છે જેને કિશોર વયની દિકરી છે જે તેની સાથે રહે છે. જો બ્રોથલ ચલાવનાર બળજબરી કે લાલચ આપીને માતાને તેની યુવાન દીકરીને સીએસઇ માટે તૈયાર કરી દે તો તે કિશોરી માતાના સમુદાયમાંથી બ્રોથલ સમુદાયમાં જશે. આ સ્થળાંત્તર ટ્રાફિકિંગ માટે પુરતુ છે.
- ટ્રાફિકિંગનો ભોગ બનેલ વ્યક્તિનું શોષણ – આઈટીપીએ અને સલંગ્ન કાયદાઓ ટ્રાફિકિંગનો ભોગ બનેલ વ્યક્તિના જાતીય શોષણની નોંધ કરે છે. શોષણની પ્રક્રિયા બ્રોથલ જેવી જગ્યાએ સ્પષ્ટ હોઈ શકે અથવા તો દેખીતી રીતે ન હોય તે રીતે મસાજ પાર્લર, ડાન્સ બાર વગેરેમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિના નામે હોઈ શકે.
- શોષણનું વ્યાપારીકરણ અને ભોગ બનનારનું કોમોડિફિકેશન – ટ્રાફિકિંગનો ભોગ બનનાર વ્યક્તિનું એવી રીતે શોષણ થાય છે જેમ કે તે કોઈ ચીજ હોય (આ પછીના પ્રકરણમાં ભંગના વિગતોની યાદી જુઓ). શોષણ કરનાર શોષણ દ્વારા આવક મેળવે છે. તે આવકનો કેટલોક ભાગ ભોગ બનનાર સાથે પણ વહેંચે છે. ભોગ બનનાર વ્યક્તિને આવકનો જે ભાગ મળે છે તેને મોટેભાગે ભાગદારીની રકમ તરીકે ગણવામાં આવે છે અને તેને ગુનાખોરી કે ગુનાની નોંધણી અને ધરપકડ કરવામાં આવે છે. ટ્રાફિકિંગનો ભોગ બનનાર વ્યક્તિ જેને વિચારવાની આઝાદી નથી હોતી, તે શોષણ કરનારાઓના દબાણ હેઠળ પ્રવૃત્તિ કરે છે, તેને ક્યારેય ગુનામાં ભાગીદાર તરીકે ન ગણવી જોઈએ. તેને આવકનો ભાગ મળે તેમ છતાં, હકીકત એ છે કે તેનુ સીએસઈ માટે ટ્રાફિકિંગ કરવામાં આવ્યું છે અને તેનાથી તે ભોગ બનનાર ન રહે તેમ બનતુ નથી.
આયોજિત ગુનો – ટ્રાફિકિંગ
માણસોનું ટ્રાફિકિંગ તે ખૂબ જ મોટો ગુનો છે. તે ગુનાઓની દુનિયા છે. આ દુનિયામાં અપહરણ, ગેરકાનૂની કબજો, ગુનાખોરીનો ભય, ઈજા, ગંભીર ઈજા, જાતીય શોષણ, માણસની ખરીદી – વેચાણ, ગુનાખોરીમાં સંડોવણી, બળાત્કાર, અકુદરતી ગુના વગેરેનો સમાવેશ થાય છે. આથી, વિવિધ શોષણ અને શોષણ કરનાર જે વિવિધ સ્થળે અને સમયે ભેગા થઈને ટ્રાફિકિંગના ગુનાનું આયોજન કરે છે. તે વ્યક્તિની વ્યક્તિગતતા, અંગતતા, ન્યાય ન મળવો, ન્યાયની પ્રાપ્યતા ન હોવી, મૂળભૂત માનવીય અધિકારો ન હોવો અને તેના આત્મસન્માન વગેરે જેવા માનવીય અધિકારોનો ભંગ છે અને તે એક પ્રકારનું શોષણ છે. આથી એમાં કોઈ શંકા નથી કે કે ટ્રાફિકિંગ એક આયોજિત ગુનો છે.
ટ્રાફિકિંગનો ભોગ બનેલ વ્યક્તિ
આઈટીપીએના સંદર્ભમાં (ખાસ કરીને એસ.5 આઇટીપીએ) અને સલંગ્ન કાયદા, જેનું ટ્રાફિકિંગ થયુ હોય તે કોઇ પણ ઉંમરની વ્યક્તિ પુરુષ કે સ્ત્રી જેનુ ટ્રાફિકિંગ સીએસઈ માટે કરવામાં આવેલ છે જે બ્રોથલ અથવા તો અન્ય કોઈ પણ જગ્યા જ્યાં સીએસઈ થતુ હોય તે હોઈ શકે. આઈટીપીએ વ્યક્તિનું ટ્રાફિકિંગ કરવાના પ્રયત્ન માટે પણ સજા કરી શકે છે. આથી, વ્યક્તિનું શારીરિક રીતે ટ્રાફિકિંગ ન પણ થયુ હોય, કાયદો અસ્તિત્વમાં આવી શકે છે.
બાળક
બાળક એ એવી વ્યક્તિ છે જેની ઉંમર હજુ 18 વર્ષની નથી. કોઈપણ બાળક જે ટ્રાફિકિંગનું વધુ જોખમ ધરાવે છે તેને, જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2000 (જેજે એક્ટ))માં વ્યક્તિ જેને સંભાળ અને રક્ષણની જરૂરિયાત છે તેમાં ગણાય છે. કાયદાને અમલી કરતી સંસ્થાઓ અને એજન્સીઓની એ જવાબદારી છે કે તે આવા બાળકોને બચાવે અને બાળ કલ્યાણ કમિટિ સમક્ષ રજૂ કરે અને જરૂરી દરેક સંભાળ અને ધ્યાન આપે.
ટ્રાફિકિંકનો ભોગ બનેલ વયસ્ક
વયસ્કોની વાત કરીએ તો, વ્યક્તિની મંજૂરી માત્ર ટ્રાફિકિંગની શક્યતાને નકારી શકાતી નથી. જો આ સંમતિ દબાણ, ધમકી, ભય દ્વારા લેવામાં આવી હોય, તો તે સમંતિનો કોઈ મતલબ નથી. આથી, આવી દરેક ઘટનાઓને ટ્રાફિકિંગ ગણવામાં આવે છે. આથી, જ્યારે એક વયસ્ક મહિલાની બ્રોથલમાંથી ધરપકડ કરવામાં આવે છે, એવું ધારી શકાતુ નથી કે તે ગુનેગાર છે જ્યાં સુધી તેના ઈરાદાની તપાસ ન થાય. મહિલા જેનુ સીએસઇ માટે ટ્રાફિકિંગ કરવામાં આવ્યુ છે અને જે સીએસઈની ભોગ બની છે તે ગુનેગાર નથી.
ટ્રાફિકિંગ કરનાર અને અન્ય શોષણ કરનાર
- ટ્રાફિકિંગ તે આયોજિત ગુનો છે. આમાં ઘણાંબધાં લોકો ઘણાંબધાં સ્થળે સંકળાયેલા છે, (ક) જ્યાંથી વ્યક્તિને લેવામાં આવી હોય, (ખ) તેને મોકલવામાં આવી હોય, (ગ) શોષણ થતુ હોય તે જગ્યા. આથી, શોષણ કરનારાઓમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
- બ્રોથલનો સંચાલક અને બ્રોથલના અન્ય શોષણ કરનારા, કે શોષણના અંતિમ સ્થળનો જેમાં સમાવેશ થાય છે
- બ્રોથલની મેડમ કે ડાન્સ બારની કે મસાજ પાર્લરની અથવા તો જ્યાં શોષણ થતુ હોય તે સ્થળની ઈન-ચાર્જ વ્યક્તિ
- આવી દરેક જગ્યાના મેનેજર અને અન્ય જવાબદાર વ્યક્તિ
- હોટલના માલિક કે હોટેલનો ઈન-ચાર્જ જ્યાં શોષણ થાય છે. આમાં સ્થળ અને વાહનના માલિકોનો સમાવેશ થાય છે જેને બ્રોથલ તરીકે વાપરવામાં આવતા હોય (એસ.3.1 આઇટીપીએ), વ્યક્તિ જે સ્થળને બ્રોથલ તરીકે વાપરવાની પરવાનગી આપે(એસ.3.2 આઈટીપીએ), વ્યક્તિ જે ભોગ બનનારને બ્રોથલ કે અન્ય સ્થળે જ્યાં શોષણ થતુ હોય ત્યાં પુરી રાખતી હોય તે (એસ.6 આઇટીપીએ), અને તે વ્યક્તિ જે જાહેર સ્થળો પર દેહ વ્યાપાર થવા દે તે (એસ7.2 આઇટીપીએ).
- ગ્રાહક, જે ટ્રાફિકિંગનો ભોગ બનેલ મહિલાનું શોષણ કરતો હોય, તે શંકા વિના શોષણકર્તા છે. તે જ એક વ્યક્તિ છે જે માંગ ઊભી કરે છે અને સીએસઈ કરે છે, આથી તે આઈટીપીએ અને અન્ય કાયદા મુજબ જવાબદાર છે. (વધુ માહિતી માટે પેરેગ્રાફ 3.2.3 જુઓ). નાણાં આપનારઃ તે દરેક વ્યક્તિ જે ટ્રાફિકિંગની વિવિધ પ્રવૃત્તિને નાણાકીય ટેકો આપે છે, જે આ ગુનામાં ભાગીદાર છે. આમાં તે દરેકનો સમાવેશ થાય છે જે નિમણૂક, વાહન વ્યવહાર, રહેઠાણને નાણાકીય ટેકો આપે છે અને જે આ દરેક પ્રવૃત્તિ માટે નાણા ધીરે તેમનો પણ સમાવેશ થાય છેઃ તે દરેક વ્યક્તિ જે શોષણને ટેકો આપે અથવા તો ટ્રાફિકિંગની પ્રક્રિયમાં સામેલ હોય તે આઈટીપીએની કલમ 3,4,5,6,7,9 અંતર્ગત ગુનેગાર બને છે (આઈપીસીનું પાંચમુ પ્રકરણ જુઓ જે આ ગુનાઓ વિશે વાત કરે છે.)
- સીએસઈની આવક દ્વારા જે લોકો જીવનધોરણ ચલાવે છેઃ જે પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે અથવા તો અંશતઃ રીતે દેહ વ્યાપારમાંથી કમાયેલ આવક દ્વારા જીવન નિર્ભર કરે છે તે જવાબદાર છે (એસ 4 આઇટીપીએ). આમાં તે દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે જેને શોષણ દ્વારા ફાયદો લીધો હોય. નાણાં ધીરનાર જેમણે બ્રોથલ અથવા તો હોટેલ પાસેથી નાણા લીધા હોય તે તેમને ધીર્યા હોય અને આવા ધંધા કે અન્ય વ્યવહારમાં સામેલ લોકોનો પણ આ કલમ અંતર્ગત સમાવેશ થાય છે. હોટલ ચલાવનારા જેમણે આવી છોકરીઓના શોષણ દ્વારા ફાયદો મેળવ્યો હોય તે પણ આઈટીપીએની કલમ 4 અંતર્ગત જવાબદાર છે.
- દેહવ્યાપાર માટે મહિલાને શોધનાર, નિમણૂક કરનાર, વેચનાર, ખરીદનાર, એજન્ટ અને કોઇ પણ વ્યક્તિ જે તેમના વતી કાર્યરત છે તે દરેક.
- વાહન વ્યવહાર કરનાર, આશરો આપનાર પણ આ પ્રક્રિયાના ભાગ ગણાય છે.
- દરેક શંકાસ્પદ વ્યક્તિઃ ટ્રાફિકિંગની દરેક પરિસ્થિતિની આજુબાજુ, ઘણાંબધાં વ્યક્તિ વિવિધ તબક્કે શોષણની પ્રક્રિયામાં સામેલ હોય છે, જેના કારણે શંકાની શક્યતા ઉદભવે છે. જો કોઇનો વિચાર હોય અને કોઇનું આચરણ હોય તો શંકાનો કાયદો લાગુ પડે છે (એસ120 બી આઇપીસી). આઇટીપીએ મુજબ, જે વ્યક્તિઓ કોઇ પણ જગ્યાને બ્રોથલ તરીકે વાપરવા (એસ 3) અને શોષણ દ્વારા આવક મેળવવા (એસ 4) અથવા વ્યક્તિને દેહ વ્યાપાર કરવા માટે નિમણૂક કે ફરજ પાડે તે વ્યક્તિઓ શંકાસ્પદ વ્યક્તિઓમાં સામેલ થાય છે.