অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માદક દ્રવ્ય માટે વારંવાર પુછાતા પ્રશ્નો

માદક દ્રવ્ય માટે વારંવાર પુછાતા પ્રશ્નો

માદક દ્રવ્ય માટે વારંવાર પુછાતા પ્રશ્નો

માદક દ્રવ્યોનું ફક્ત એકજવાર સેવન કરવાથી શું વ્યસની થવાની શક્યતા છે?

સાધારણ રીતે એવું થાતુ નથી, પણ હેરોઇન અને એમ્ફેટેમાઈન્સ જેવા માદક દ્રવ્યોની ફરીથી લેવાની ઇચ્છા કદાચિત પહેલીવાર સેવન કર્યા બાદ પણ થાય છે. એકવાર કોઇકે માદક દ્રવ્યોનો વાપર કર્યો, કધાચિત તેણે માદક દ્ર્વ્યોનો વાપર ચાલુ રાખ્યો તો એને લીધે નિર્ભરતા અને વ્યસન વિકસિત થાય છે. માદક દ્રવ્યોથી ઘેરાયેલા વિચારો અને વધુ મેળવવા યોજનાઓ બનાવવી આ વ્યસની વૃત્તીના સંકેતો છે. બધા ગેરકાયદેસર માદક દ્ર્વ્યો ધોકાદાયક છે અને તેની સાથે અખતરો ન કરવો જોઇએ, તેમ છતા એકવાર એક વ્યક્તિ વ્યસની થઈ જાય તો યોગ્ય ઉપચાર સૌથી મહત્ત્વનો મુદ્દો છે.

• મદ્યપાશ માદક દ્રવ્યોના વ્યસનથી અલગ કેવી રીતે છે?

મદ્યપાશ અને માદક દ્રવ્યોના વ્યસનના પદાર્થનો ગેરવાપરને લીધે અલગ છે. દારૂ પ્રવાહી રૂપે હોય છે. મદ્યપી અને માદક દ્રવ્યના વ્યસની બંને નિર્ભરતા, સહિષ્ણુતા અને માનસિક આકર્ષણ સાથે માનસિકતા બદલણારા પદાર્થથી ગ્રસ્ત છે. બંને વધતાજનારા રોગો છે અને બંનેને સંયમ અને પુન:વસનના કાર્યક્રમો દ્વારા ઉપચાર દઈ શકાય છે.

સાધારણ રીતે વધુ પડતા પદાર્થો જેનો ગેરવાપર કરવામાં આવે છે તે ક્યા છે?

તેઓ:

  • કોકેન
  • હેરોઇન
  • મોર્ફીન
  • LSD
  • મારીઝુઆના (ગાંજો)
  • Sedatives (શામક દવાઓ)
  • Speed
  • PCP
  • Ecstasy

કાયદેશર દવાઓ જે અયોગ્ય રીતે અથવા ડૉક્ટરની સલાહ સિવાય વાપરવામાં આવે છે, જેવી કે

  • Narcotic painkillers( કેફી પદાર્થયુક્ત વેદનાનાશક)
  • એમ્ફેટામાઇન
  • ચિંતાના ઉપચાર માટે વપરાતી દવાઓ.

શું ગાંજાની લત લાગી શકે છે અને ઉપચારની ગરજ છે?

ગાંજો મન:સ્થિતી અને માનસિકતા બદલનારૂ દ્રવ્ય છે. ગાંજાના છોડમાં THC રસાયન કુદરતી રીતે હોય છે અને જેના લેવાના કારણે નશાની ભાવના આવે છે. ગાંજો વધુ પ્રમાણમાં સાધારણ રીતે ફુકવામાં આવે છે અને અલગ રીતે ખાવામાં પણ લેવામાં આવે છે. વૈજ્ઞાનિક રૂપમાં ગાંજાની લત લાગી શકે છે તેવું સિધ્ધ થયુ નથી. તો પણ જો વધુ સમય માટે વાપર કરવામાં આવે તો વ્યક્તિમાં ગાંજાના પરની નિર્ભરતા વિકસિત થઈ શકે છે. ઘણા લોકોનું માનવુ છે કે, ગાંજાની લત લાગતી નથી, એટલા માટે તેમને કાંઇ સમસ્યા નથી, પણ તેને લીધે અલ્પકાલીન સ્મૃતિ ક્ષમતા ઓછી થાય છે. અસુરક્ષિતતા, પીવાની ઇચ્છા, ચિંતા અને અશાંતતા પ્રસ્થાપિત થાય છે.

જો કોઇને ડૉક્ટરની ચીઠ્ઠીની દવાઓથી સમસ્યા હોય તો તમે કેવી રીતે કહી શક્શો?

આ દવાઓના દુરૂપયોગને શોધવુ મુશ્કેલ છે. તે કદાચિત એક કર્તા વધારે દવાઓની દુકાનમાં જતો હોય શકે છે.

કોઇને કોકેનનું વ્યસન હોય તો તેના લક્ષણો શું હોય છે?

કોકેન એક ઉચ્ચ લત લાગે એવું ઉત્તેજક છે. તે મગજમાં તૈયાર થતા આનંદ અને સતર્કતાની ભાવનાની ગતિવિધિઓને વધારે છે. કોકેનને સાધારણ રીતે નાકથી સુઘવામાં અથવા ખેચવામાં આવે છે. તે છતા ક્રેક્ના માધ્યમથી ઇન્જેક્શન દ્વારા અથવા ફુકવામાં પણ આવે છે. કોકેનના વ્યસનીઓમાં શ્રેણીબદ્ધ લક્ષણો સાથે વ્યક્તિત્વ અને મન:સ્થિતીમાં બદલ જણાય છે. તે અવારનવાર ખતરનાક અને ગાફેલ વર્તનમાં અટવાય છે. તેઓ એવું કરે છે જે તેમણે નહી કરવું જોઈતુ હતુ: સુઘવું, લાલનાક, વહેતું નાક, અને પહોડી આંખો આ બધા લક્ષણો વ્યક્તિ જે કોકેનના વ્યસનીઓમાં દેખાય છે. ખોરાક અને સુવામાં બદલ પણ કોકેનનો ગેરવાપર અથવા વ્યસનના લક્ષણો છે.

 

શું માદક દ્રવ્યોના વ્યસન માટે ઉપચાર છે?

કોઇપણ ઉપચાર માદક દ્રવ્યોના ગેરવાપરને અથવા વ્યસનને સાજો કરી શકતો નથી. ઉપચારના ત્રણ મુખ્ય લક્ષ્યો છે.

  • માદક દ્રવ્યોનો વાપર બંધ કરવામાં દર્દીઓને મદદ કરવી.
  • માદક દ્ર્વ્યોના વાપરથી થયેલી ઝેરી અસરને ઓછી કરવી.
  • પુનરાવૃત્તીને રોકવા માટે.

ઉપચારની સફળતા માદક દ્રવ્યોના વાપરથી થતી સમસ્યાઓને માન્યતા આપી અને બદલની ઇચ્છા પર નિર્ભર કરે છે. સુધારણા ઘણો વખત લે છે અને સહેલી પ્રક્રિયા નથી. દર્દીને કદાચિત ઘણીવાર ઉપચાર લેવાની ગરજ પડી શકે છે.

આ લોકોને માદક દ્રવ્યોના સેવનને રોકવા માટે મદદ કરવા ઘણા સંગઠનો સમર્પિત છે. નાર્કોટીક એનોનિમસ અને ઘણા વ્યસન મુક્તિ કેંદ્રો આમાંના બે ઉદાહરણો છે. આ સંગઠનોના સંભ્યો નિયમિત મળે છે અને માદક દ્રવ્યોના સેવનને લીધે થયેલી સમસ્યાઓ વિષે ચર્ચા કરે છે. તેઓ એક બીજાને મદદ કરવા નેટવર્ક પ્રદાન કરે છે.

અતડાપણું (Withdrawal) એટલે શું?

અતડાપણાના (Withdrawal) ઘણા લક્ષણો હોય છે જે લત લાગે એવા માદક દ્રવ્યોના સેવનને ઓછા કરવાથી અથવા બંધ કરવાથી ઉદ્દભવે છે. માદક દ્રવ્યોના પ્રકારના પ્રમાણે Withdrawal ની કાલાવધી અને લક્ષણો બદલાય છે. ઘણા દાખલાઓમાં Withdrawal નો સહજ ઉપચાર થઈ શકે છે. ઔષધોથી લક્ષણોને ઓછો કરી શકાય છે. પણ Withdrawal નો ઉપચાર વ્યસનના ઉપચાર જેવો સરખો નથી.

Detoxification અથવા Detox એટલે શું?

Detoxification એક પ્રક્રિયા છે જેમાં શરીર અતડાપણું (Withdrawal) ના લક્ષણો સાથે માદકદ્રવ્યોને બાહર કાઢે છે. સાધારણ રીતે આ દવાના ઉપચારનું પહેલું પગલુ છે અને સાથોસાથ વર્તન આધાર ઉપચાર પધ્ધતી અને દવાઓ પણ ઉપલબ્ધ હોય તો અપાય છે. Detox પછી કશુંક વધારવામાં ન આવે તો તેને પુર્ણ ઉપચાર ન કહી શકાય.

 

એક ગર્ભવતી સ્ત્રી માદક દ્ર્વયોનો અતિ વાપર કરે તો તેના ગર્ભ પર પ્રભાવ પડી શકે છે?

દારૂ, નિકોટીન અને માદક દ્ર્વયો જેવા ઘણા પદાર્થોના અતિવાપરને લીધે ગર્ભ પર નકારાત્મક પ્રભાવ પડે છે કારણ કે તેઓ નાળ દ્વારા ગર્ભમાં હસ્તાંતરિત થઈ શકે છે. ઉદાહરણ તરિકે, નિકોટીન નિયત પહેલાના જન્મ સાથે સંકળાયેલું છે અને કોકેનને લીધે જન્મ વખતે બાળકનું વજન હોય છે.

નાના અથવા મોટા કાળસુધી સુંઘવાના સાધનોના વાપરનો પ્રભાવ શું હોય છે?

યદ્યપિ સુંઘવાના સાધનોમાં ઘણા રાસાયણિક પદાર્થો મળી આવે છે જે ઘણા ઔષધીય પ્રભાવ ઉત્પન્ન કરે છે. ઘણા સુઘવાના સાધનો દારૂની જેમ પણ જલ્દીથી પ્રારંભિક રીતે ઉત્તેજીત કરે છે. પછી સુસ્ત, અનિયંત્રિત, હલકુ માથું દુખવું અને અશાંત થઈ જાય છે. જો પર્યાપ્ત માત્રામા સુંઘવામાં આવે તો લગભગ બધા સોલ્વેન્ટ અથવા ગેસને લીધે ઘેન, સંવેદના ઘુમાવવી અને બેહોશ પણ કરી દે છે.

લોકો એનાબૉલિક સ્ટીરૉઈડ્સનો દુરૂપયોગ શું કામે કરે છે?

એક પ્રમુખ કારણ છે કે લોકો રમતમાં પોતાના પ્રદર્શનને સુધારવા સ્ટીરૉઈડ્સનો દુરૂપયોગ કરે છે. પહેલવાનોની હરીફાઇમાં સાધારણ રીતે સ્ટીરૉઈડ્સનો બહુ વધારે દુરૂપયોગ થાય છે એવું અનુમાન છે. અન્ય વ્યાયામના રમતોમાં દુરવ્યવહારના પ્રસંગો કદાચિત વિશિષ્ટ રમત પર નિર્ભર કરે છે.

શું કોકેનના ગેરવાપર કરનારાઓને એચ.આય.વી\એડ્સ અને હેપેટાયટીસનું જોખમ વધારે હોય છે?

હા, કોકેનના ગેરવાપર કરનારાઓમાં ખાસ કરીને ઇન્જેક્શન દ્વારા લેનારાઓમાં આવા સંક્રમિત થતા રોગો જેવાકે એચ.આય.વી એડ્સ અને હેપેટાયટીસ થવાના જોખમ વધારે હોય છે વાસ્તવતામાં ગેરકાયદે રીતે માદક દ્રવ્યોનો વાપર અથવા ગેરવાપર કોકેન અને ક્રેક સહિત જેને લીધે નવા એચ.આય.વીના દાખલાઓનું જોખમ વધી રહયુ છે.

દવાઓ શું છે અને તે શું કરે છે?

દવાઓ વાસ્તવમાં રસાયણ અથવા પદાર્થ છે જે આપણા શરીરની સ્થિતીને બદલે છે. જ્યારે તમે એને તમારા શરીરમાં નાખો છો (જેવી રીતે કે ગળીને, સુંઘીને અથવા ઇન્જેક્શનથી) દવાઓ તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશી અને શરીરના બીજા ભાગો સુધી પહુચે છે જેમકે તમારૂ મગજ. મગજમાં, દવાઓ તમારી ઇન્દ્રિયોને તેજ અથવા મંદ, સતર્કતાને બદલે છે, અને ક્યારેક શારિરીક વેદનાને ઓછી કરી દે છે. દવાઓ ક્યારેક મદદરૂપ તો ક્યારેક હાનિકારક હોય છે. સાધારણ રીતે, કોઇપણ પદાર્થ, ખોરાક વ્યતિરિક્ત, જેને લેવાથી શરીરને માનસિક અવસ્થા બદલે છે તેને દવા તરીકે કેવામાં આવે છે. મિજાજને બદલણારી દવાઓ જેને, psychoactive દવાઓ પણ કહેવામાં આવે છે. જે દવાઓ વ્યક્તિના વિચારો, ભાવના અને વર્તનને બદલે અથવા પ્રભાવિત કરે છે. સાધારણ રીતે આ દવાઓની શરીર પર પણ અસર થાય છે. પણ વસ્તુ સ્થિતી એવી છે કે બીજી દવાઓ કરતા આને બાજુમાં રાખી જે મગજ અને ઇન્દ્રિઓ પર કામ કરે છે. શબ્દ psychoactive નો વસ્તુ: અર્થ એ છે કે psycho (મગજ અને ઇન્દ્રિયો પર) active (કામ) કરવું.

દવાઓના પ્રકાર ક્યા છે?

દક્ષિણ એશિયામાં સાધારણ રીતે વપરાશમાં લેવાથી દવાઓ અથવા માદક પદાર્થ: ગાંજો, હેરોઇન અફીણ, બ્યુપ્રીનૉર્ફીન, Dextropropoxyphene, Diazepam, Promethazine, ઉધરસની દવા (Cough syrups) જે કોડીનયુક્ત છે વગેરે…

લોકો માદક દ્રવ્યો શું કામે લે છે?

અહીંયા ઘણા કારણો છે જેને લીધે માદક દ્રવ્યો લેવાનો પ્રયત્ન અથવા માદક દ્રવ્યોને નિયમિત રીતે લેવાનું શરૂ કરી દે છે. લોકોનુ માનવું છે કે માદક દ્રવ્યોથી તેમને જોઇતો આનંદ મળે છે. ઘણીવાર કોઇક તેમને કારણારૂપ સમજાવે છે કે માદક દ્રવ્યો લેવાથી તેમને સારૂ લાગશે અથવા તેને લેવાથી વધુ સારી રીતે સમય પસાર કરી શકશો. અમુખ કિશોરોનું માનવું છે કે માદક દ્રવ્યો તેમને સારી રીતે વિચાર કરવામાં, વધુ લોકપ્રિય થવામાં, સક્રિય રહેવામાં અથવા સારા પહેલવાન થવામાં મદદ રૂપ થાય છે. થોડા લોકો માતાપિતાનું ધ્યાન કેંદ્રિત કરવા માટે વાપર કરે છે. ઘણા કિશોર તેમની નિરાશાને લીધે લે છે અને તેમનું માનવું છે કે તેને લીધે તેઓ તેમની સમસ્યાઓની બાહર આવી શકશે. માદક દ્રવ્યો લીધા પછી પણ સમસ્યાઓ જેમની તેમ રહે છે અથવા વધુ બગડી જાય છે. માદક દ્રવ્યો વ્યક્તિના જીવનના દરેક પાસાને પાયમાલ કરી દે છે.

સકારાત્મક સુદૃઢીકરણ: વ્યક્તિ કદાચિત માદક દ્રવ્યોનો વાપર અથવા સતત વાપર કરે છે કારણકે તેનો પ્રભાવ તેમને આનંદિત કરે છે અને સકારાત્મક સુદૃઢીકરણમાં મદદ કરે છે. સકારાતમક સુદૃઢીકરણના આનંદના ઉદાહરણ તરીકેના પ્રભાવો જેમાં ભાવના, નશો, આરામદાયકતા, અનિગ્રહ, વેદના, તણાવો અથવા અપ્રિય ભાવનાઓથી છુટકારો, ઉંઘવા જાગવા માટે અથવા પહેલવાનીમાં કાર્યક્ષમતા વધારવા. જીજ્ઞાસા: હાલમાં માદક દ્રવ્યો બાબત ઘણો બોલાય અને લખાય છે. વાતચીતોમાં પણ ઘણીવાર વિષય પર બોલાય છે. અમુખ લોકોના મિત્રો અથવા પરિચિતો ગેરકાયદેસર માદક દ્ર્વ્યોનો વાપર કરે છે. જેમકે જીજ્ઞાસા એ માણસમાંનો કુદરતી ભાગ છે. એમાં કોઇ આશ્ચર્યકતા નથી કે ઘણા લોકો, ખાસ કરીને જુવાનો માદક દ્રવ્યોના વાપર કરવા આકર્ષિત થાય છે પછી કાયદે કે ગેરકાયદે રીતે હોય ફરક પડતો નથી.

ભાવનાત્મક દબાણ: કાઈક લોકો અલગ અલગ ભાવનાત્મક દબાણો જેવાકે ગુસ્સો, તાણ, ચિંતા, કંટાળો અને ઉદાસિનતાથી છુટકારો લેવા માટે સાયકોએક્ટીવ દવાઓનો વાપર કરે છે. બીજાઓ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે સાયકોએક્ટીવ દવાઓનો વાપર કરે છે. કાંઇક જુવાન લોકો દવાઓનો વાપર વિદ્રોહ કરવા અથવા સમાજની મુખ્યધારામાં અલગ તરી આવવા કરે છે. લોકો કદાચિત દવાઓનો વાપર જીવનની ભાવનાત્મક ઘટનાઓથી લઢવા અથવા ભુલવા અથવા માનસિક બિમારીયોના લક્ષણોથી છુટકારો લેવા કરે છે. સામાજીક દબાણ: માદક દ્રવ્યોની પકડ સામાજીક દબાણોને લીધે વધારે છે બંને યુવાનો અને પુખ્ત ઉમરના લોકોને કદાચિત સામાજીક દબાણને લીધે માદક દ્રવ્યોનો વાપર કરવાની ઇચ્છા થઈ શકે છે. (ઉદા. સામાજીક પ્રસંગોમાં દારૂનો વાપર) બાળકો ખાસ કરીને તેમના પાલકોના દારૂ, તંબાકુ અને બીજા માદક દ્રવ્યોના વાપરને લીધે પ્રભાવિત થાય છે અને તેમના પાલકોનો જ વાપર તેમના માદક દ્રવ્યોના વાપરના સમર્થન માટે કરે છે. કાંઇક સમુહોમાં માદક દ્રવ્ય એક પ્રચલિત શૈલી અપનાવવા જેવું માને છે આ છાપની એક માલિકી છે અને સામાજીક સ્વીકૃતીની ચાવી છે. આનાથી દુર રહેતા લોકોને બાકાત રાખવામાં આવે છે. અલગ રહેવું ઘણું મુશ્કેલ ભર્યુ છે, એટલે લોકો સાથે રહે છે. સાથે રહેવાથી ગાંજો અને વધુ પ્રમાણમાં નશાને લીધે સંભવિત નકારાત્મક પરિણામ ને ગણવામાં આવતી નથી. નિર્ભરતા: અમુખ લોકો માદક દ્રવ્યોનો વાપર કરે છે કારણ કે તેઓ શારિરીક અને માનસિક રીતે તેના પર નિર્ભર થઈ જાય છે. તેમને કાંઇ ફરક પડતો નથી કે માદક દ્રવ્ય મૃદુ છે કે તેજ, ચિકિત્સિય વાપર માટે છે કે ગેરચિકિત્સિય છે અથવા કાનુની છે કે ગેરકાનુની. જ્યારે લોકો નિયમિત રીતે અમુક માદક દ્રવ્યોનું સેવન કરવા લાગે છે ત્યારે વાપર બંધ કરવામાં આવે કે ઓછો કરવામાં આવે તો તેમને અસ્વસ્થતા અથવા માનસિક પીડાને અનુભુતી થાય છે ત્યારે તેઓને માદક દ્રવ્યોના આધીન થઈ ગયા છે એમ કહેવાય.

અગાઉ વાપરેલા માદક દ્રવ્યો: ઘણા લોકો માટે પહેલી વાર ગેરકાનુની માદક દ્રવ્યો વાપરવાના પ્રયત્નનું પગલું મોટુ છે. એક્વારના પ્રયોગથી માણસ નિયમિત રીતે માદક દ્રવ્યો લેતો થઈ જશે એવો અર્થ કાઢવો નહી. પણ આમાથી કાંઇક લોકો પાછો માદક દ્રવ્યોનો વાપર કરવા લાગે છે. અમુક દાખલાઓમાં કોઇક એક વ્યક્તિ એક અથવા વધારે માદક દ્રવ્યો વાપરતો હોય તો તે બીજા માદક દ્રવ્યોનો પ્રયત્ન કરી શકે છે. ઉદાહરણ તરિકે નિયમિત ધુમ્રપાન કરવા વાળા ધુમ્રપાન છોડવા કરતા વધુ પડતા પીવાવાળા થવાની શક્યતા વધી જાય છે. આશ્ચર્યની વાત નથી, પણ અહીં ધુમ્રપાન અને ગાંજાના વાપરને એક્બીજા સાથે ઉચ્ચો સંબંધ છે. આ સિવાય જેમણે કિશોર અવસ્થાની શરૂઆતમાં ધુમ્રપાન અને બીજા નશાની શરૂઆત કરી છે તેઓની માદક દ્રવ્યો તરફ જવાની ભવિષ્યની સંભાવના વધુ પડતી છે. જેમણે કિશોર અવસ્થામાં મોડેકથી આ પ્રયોગ કર્યા છે તેનાથી પણ વધારે સંભાવના છે.


કાનુની અને ગેરકાનુની દવાઓ વચ્ચેનો ફરક શું છે?

દવાઓનો વાપર હંમેશા કાનુની અને ગેરકાનુની રીતે વર્ણવામાં આવે છે. (તેમ હોવા છતા, વધારે પડતી દવાઓ માટે, તેનો અધિકાર, નિર્માણ, ખેતી અને/ અથવા દવાઓનું વેચાણને વિશિષ્ટ રીતે કાનુની અને ગેરકાનુની રીતે જોવામાં આવે છે.) વધારે પડતી દવાઓ ડૉકટરોની સલાહથી અપાયેલી ચીઠ્ઠીના આધાર પર વહેંચાતી મળે છે. ઘણીખરી દવાઓ દેવામાં આવે છે તે સાયકોએક્ટીવ દવાઓ હોય છે જે વેદનાનાશક, ગભરામણને શાંત કરવા અથવા ઊંઘમાં મદદ કરવા દેવામાં આવે છે. અમુક દેશોમાં દારૂ અને તંબાકુ પણ કાનુની રીતે અમુક ઉમરના લોકોને દેવામાં આવે છે. અમુક માદક દ્રવ્યો દક્ષિણ એશિયામાં બધે ગેરકાનુની છે જેમાં ગાંજો, ચરસ, હેરોઇન વગેરે છે.

સ્ત્રોત: અમે સુધારણાના માર્ગ પર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/2/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate