દારૂનો અતિરેક એટલે શુ?
ચિકિત્સા સમુદાય દારૂના અતિરેકને એક ગંભીર બિમારી ગણી છે. નશો કરવા અતિરેક દારૂની જરૂર પડે છે. દરેક વખતે વ્યક્તિની જરૂરત વધે છે જ્યા એક સમયે તેઓ થોભી શકતા નથી. કાંઇક લોકો અતિરેક દારૂનો બિમારી માનતા નથી કારણ કે બીજા જેમ કરતા નથી. પણ જેના કારણે શરીર અને માનસિકતા પર થત પરિણામ ધ્યાન લેતા તેને એક બિમારી તરીકે વર્ણીત કરવામા આવે છે. જેની શરૂઆત સહજ રીતે મજા લેવા માટે થાય છે અને આગળ જતા પીવાનું બેકાબુ થઈ જાય છે.
શું દારૂનો અતિરેક આનુવાંશિક છે?
આ વિષય પર અલગ અલગ શાળાઓ વિચાર કરી રહી છે. કાંઈક શોધના પરિણામ બતાવે છે કે શુક્રાણુના અંશ ભાગ ભજવે છે, પણ જીવનશૈલી કારણીભૂત છે. ફકત, દારૂની લત ચાલી રહી છે એનો અર્થ એનો નથી કે દારૂનો અતિરેક કરનારા પાલકના બાળકો પણ દારૂના અતિરેક પાન કરવાવાળા થઈ જાશે. અહીંયા જ્યા પરિવારમાં કોઇને પણ પીવાની સમસ્યા નથી એવા પણ લોકો છે જેમણે દારૂની લત લાગી છે. બીજા કારણો જે તમને દારૂની લત તરફ લઈ જાય છે તે તમારી મિત્ર સંગત, જીવનમાંનો તાણ, અને કેવી સહજતાથી દારૂ ઉપલબ્ધ થઈ શકે છે તે પણ છે. હાલમાં શુક્રાણુના અંશ જેને કારણે અતિરેક દારૂની લત લાગવાના સંશોધન ચાલી રહયા છે.
શું અતિરેક દારૂનો ઉપચાર થઈ શકે?
સંભવ છે, અગર દારૂ પીવાવાળા સ્વીકારે કે તેમને સમસ્યા છે અને એની માટે કાંઇક કરવાની ઇચ્છા છે. ઉપચાર કાર્યક્રમના જે વ્યક્તિને પીવાનું થોબવું છે તેમની માટે પરામર્શ સાથે ઔષધીય ઉપચાર પણ ઉપલબ્ધ છે. ઘણાખરા, મદ્યપીને સુધારણા માટે સહાયતા અને ઉપચારની ગરજ લાગે છે, ઘણા વ્યક્તિને પીવાનું થોભવી અને પોતાનુ જીવન ફરીથી બનાવવુ શક્ય થયુ છે અને અતિરેક મદ્યપાન ખરેખર રીતે પુર્ણપણે ઠીક થાતુ નથી. અગર જો કોઇ મદ્યપી ઘણા સમય સુધી મદ્યમુકત રહેવા છતા પણ તેઓ ફરીથી ઘસરી શકે છે મદ્યપી એ હંમેશા યાદ રાખવુ કે નિયંત્રણ કરવાના તેમના અતિઆત્મવિશ્વાસને લીધે તે ફરીથી ઉથલો મારી શકે છે.
મદ્યપી માટેની ઉપચાર પધ્ધતી ખરેખર કામ કરે છે?
ઉપચાર કોઇક માટે કરે છે તો કોઇક માટે નહી. પણ બીજા અન્ય હઠીલી બિમારીઓની જેમ ત્યા સફળતાનુ સ્તર જ્યારે તેઓ આવે છે ત્યારે અલગ હોઇ છે. કોઇક પીવાનું થોભવી વ્યસનમુક્ત રહે છે બીજાઓ લાંબા સમયના વ્યસનમુક્ત કાળબાદ ઘસરી જાય છે અને હજુ બીજાઓ પીવાનું લાંબા કાળ સુધી થોભવી શકતા નથી. ઉપચાર સાથે, એક્વાત નિશ્ચિત છે કે ઘણા સમય સુધી દારૂથી દુર રહેવાથી તેઓ વ્યસનમુક્ત રહી શકે છે.
અગર કોઇ એકને સમસ્યા હોય તો તમે કેવી રીતે કહી શકશો?
સામાન્ય રીતે પીવાવાળાનું પીવાનું સમસ્યા થઈ જાય ત્યારે કહેવુ મુશ્કેલ છે ખાસકરીને જ્યારે પીવાવાળાઓ તેમને સમસ્યા છે એ માનવા તૈયારજ થતા નથી. જ્યારે દારૂ એક સમસ્યા થઈ શકે છે સમજવા નીચેના મુદ્દાઓ તમને સ્પષ્ટીકરણ દેવામાં મદદ કરે છે.
જ્યારે પીવાની સમસ્યા ખુબ વધી જાય છે ત્યારે વ્યસનીને જે કાળનો અનુભવ થાય છે તેને "બ્લેક આઉટ" કહેવાય છે, જ્યારે તેમને પીધેલી અવસ્થામાં શું થયુ હતુ તે યાદ રહેતુ નથી. વ્યક્તિના જીવનમા સંબંધો, કામ અને ઘરના જીવનપર થયેલી સમસ્યાઓ દારૂનો ભોગ બને છે. સાધારણ રીતે, સામસામો થાય તો વ્યસની તેમને સમસ્યા છે તેને સ્વીકારતા નથી, કારણો બતાવે છે અને તેમના પીવાને યોગ્ય બતાવે છે.
શું પીવાવાળાને દારૂનું પ્રમાણ ઓછું કરવું શક્ય છે?
સાધારણ રીતે નહી. વધારામાં જો વ્યક્તિનું મદ્યપી તરીકે નિદાન થયુ હોય તો તે યશસ્વી નહી થઈ શકે. સુધારણા માટે પુર્ણપણે પીવાનું બંધ કરવું સાધારણ રીતે યોગ્ય માર્ગ છે. પણ જેઓ દારૂ પરાધીન નથી પણ દારૂ સંબંધિત સમસ્યાઓ ઉભી થતા દારૂના પ્રમાણને સીમિત રાખી શકે છે.
અગર મદ્યપી મદદ લેવા તૈયાર ન હોય તો તમે આ સંદર્ભમાં શું કરી શકો?
આ ખુબ મુશ્કેલ રૂપ થઈ શકે છે. તમે એક મદ્યપીને મદદ લેવા જબરદસ્તી ન કરી શકો સાધારણ રીતે તે નકારમાં હશે અને તેને પીવાનું બંધ કરવાનું ગરજને સમજવાની પણ ના પાડી દેશે. ફકત અમુક પરિસ્થિતીઓમાં જેમકે હિંસક ઘટનાઓમાં જ્યા પોલીસની દખલ લઈ અથવા ચિકિત્સિય કટોકટીમાં તમે એને ઉપચાર માટે જબરદસ્તી કરી શકો છો. ક્યારેક અપ્રિય ઘટનાથી ધડકીને વ્યક્તિને સમજ આવી છે પણ એવું કરવું યોગ્ય નથી ઘણા વ્યવસાયિક તજ્ઞો વ્યસનીને ઉપચાર લેવા પ્રવૃત્ત કરવા આ મુજબ ના પગલાઓ સુચવે છે "બધુ છુપાવનો બંધ કરો" પરિવારના સંભ્યો વ્યસનીના પીવાના કારણે થયેલી સમસ્યાઓથી બચાવવા કારણો આપે છે. તેથી કરીને મહત્ત્વનું છે કે પરિવારે વ્યસનીને બચાવવાનું બંધ કરૂ જોઇએ જેને લીધે તેમને પીવાના કારણે ઉધભવતા સમસ્યાની જાણ થાય.
તમારા દખલનો સમય. પીવાવાડા સાથે યોગ્ય સમય વાત કરવાનો - જ્યારે દારૂના સંદર્ભમાં સમસ્યા નિર્માણ થાય- જેમ ગંભીર પારિવારીક ઝઘડો અથવા અક્સ્માત, જ્યારે તેણે વ્યસન ન કરયુ હોય તેઓ યોગ્ય સમય નિવડો.
મુદ્દેસુદ રહો. પરિવારના સભ્યોને તમે તેના પીવાની ચિંતામાં છો એમ કહો. વર્તમાનના હાલના ઉદાહરણ સાથે પીવાને લીધે થયેલી સમસ્યાઓનો વાપર કરો.
પરિણામોના તબક્કા- અગર તેઓ મદદ માટે નહી ગયા તો તુ શું કરીશ એ પીવાવાળાને સમજાવો- પીવાવાળાને સજા દેવા માટે નહી- પણ પોતાને તેમની સમસ્યાઓથી બચાવવા. તમે શું કહેશો- કદાચિત દારૂ જ્યા પીવાતુ હશે ત્યા જવા માટે ના પાડશો, ઘરની બાહર જવા કહેશો, તમે જે ધોકામાટે તૈયાર નથી તે નહી કહેતા.
મદદ લ્યો- ઉપચારના પર્યાયની માહિતી કાઢો. અગર વ્યક્તિ મદદ લેવા તૈયાર હોય તો ઉપચાર સલ્લાકાર સાથે વખત નક્કી કરવા સંપર્ક કરો. પરિવારના સંભ્યો સાથે પહેલીવાર ઉપચાર કાર્યક્રમની મુલાકાત માટે અને/અથવા અનામિક મદ્યપીની સભાનો પ્રસ્તાવ રાખો.
એક મિત્રને ફોન કરવો. અગર પરિવારના સભ્યો પાસેથી મદદ લેવા તૈયાર ન હોય તો, તેના મિત્રાને વાત કરવા કહો. મિત્ર જે વ્યસનમુક્ત છે વિશેષ રૂપે યોગ્ય રહેશે, કોઇપણ વ્યક્તિ જે કાળજી લે અને અંદાજ ન બાધનારા પણ મદદ કરી શકે છે. એક વ્યક્તિ કરતા વધારે, એક વખત કરતા વધારે દખલ લેવાને લીધે વ્યસનીને મદદ લેવી આવશ્યક બની જાય છે.
સંખ્યામાં તાકત શોધો. સ્વાસ્થય સંભાળ તજ્ઞની મદદથી, અમુક પરિવારો એ બીજા સંબંધીઓ સાથે જોડાય, અને મિત્રો સાથે મળીને સમુહમાં વ્યસનીને સામસામે કરવું. આ પધ્ધતનો ઉપયોગ તજ્ઞના માર્ગદર્શન હેઠળ જ કરવું.
આધાર લ્યો. આ મહત્ત્વનું છે કે તમારૂ યાદ રાખવું જોઇએ કે તમે એકલા નથી. આધાર સમુહ લગભગ બધા સમુદાયોમાં જેમાં અલ - અનોન છે, જે વ્યસનીની પત્ની અને બીજા મહત્ત્વપુર્ણ પુખ્ત લોકો માટે નિયમિત સભાવોનું આયોજન કરે છે. આ સમુહો પરિવારના સભ્યોને સમજવા મદદ કરે છે કે તેવો વ્યસનીના પીવા માટે જવાબદાર નથી અને તેમણે પોતાની ફિકર કરવાની ગરજ છે.
જ્યારે દવાઓ લેતા હોય ત્યારે પીવાનું બંધ કરવુ પડશે?
કદાચ, ૧૫૦ કરતા વધારે દવાઓ અલ્કોહલ સાથે અસરકારક હાનિ પહોંચાડે છે. આ ક્રિયા- પ્રતિક્રિયા કદાચિત બિમારીનો ધોકો, ઇજા અને મરણ સુધી પરિણામિત થઈ શકે છે. દારૂનો પ્રભાવ દવાઓથી વધે છે જે કેંન્દ્રિય સ્નાયુતંત્રને દબાવી દે છે જેમકે ઉંઘની ગોળીઓ, એન્ટીહિસ્ટામાઈન, એન્ટીડિપ્રેસન્ટ, એન્ટીએનઝાઈટી દવાઓ અને અમુખ વેદનાનાશક. વધારામાં અમુક બિમારીઓની દવાઓ જેમાં મધુમેહ ઉચ્ચ રક્તદાબ અને હૃદયરોગ પણ છે જે દારૂ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી હાનિકારક સાબિત થાય છે અગર તેને પોતાની રીતે અથવા ડૉક્ટરની સલાહથી દવા દેતા હોવ તો તેમને દારૂની બાબતમાં સ્પષ્ટ પુછી લ્યો.
એક વ્યક્તિને દારૂની બાબતમાં કેવી રીતે મદદ મળી શકે?
મદદ માગવામાં ઘભરાતા નહી. તમે ક્યા પરિસ્થિતીથી પસાર થઈ રહયા છો એ સમજવાવાળા લોકો છે- તમારા સ્થાનિક અનામિક મદ્યપી (એ એ) અને પરામર્શ કેંદ્રો. તેઓ કોઇ શુલ્ક લેતા નથી અને અઠવાડીયામાં બે કે ત્રણ સભાઓ જગભરમાં ચાલુ છે. આમાં પુર્ણરીતે ગુપનિયતા રાખવામાં આવે છે. અલ-અનોન મદ્યપીના પરિવાર અને મિત્રોને મદદ કરે છે. તમારા ડૉક્ટર શારિરીક સમસ્યાઓનો ઉપચાર આપીને તમને બીજી યોગ્ય સંસ્થા અથવા ડૉક્ટર પાસે મોકલશે. ઇન્ટરનેટમાં શોધો. તમે NCDAP website પર જઈ બીજી માહિતી કાઢી શકો છો.
શું દારૂનો સ્ત્રીઓ પર અલગથી પ્રભાવ પડે છે?
હા, સરખી માત્રામાં લેતા પણ પુરૂષ કરતા સ્ત્રી વધુ નશામાં ધુત્ત થઈ જાય છે અને શરીરના વજન પર પણ ફરક પડે છે. આનુ કારણ એ છે કે પુરૂષના કરતા સ્ત્રીના શરીરમાં પાણીની માત્રા ઓછી હોય છે.
શું હું મારૂ પીવાનું પ્રમાણ માત્ર ઓછું નહી કરી શકુ?
નિર્ભર કરે છે. અગર તમારૂ એક મદ્યપી તરીકે નિદાન થયુ છે તો જવાબ "ના" છે. અભ્યાસ સુચવે છે કે મદ્યપી જેમણે પીવાની માત્રા ઓછી કરવાના પ્રયત્નો કરયા છે તે હજુ સુધી સફળ થયા નથી. પીવાનું પ્રમાણ ઓછુ કરવા કરતા, એટલે કે પીવાનું બંધ કરવુ એ લગભગ હંમેશા સુધારણા માટે જરૂરી છે.
શું ફ્કત મદ્યપી દારૂથી થતા સમસ્યાઓને અનુભવે છે?
ના, જો અગર તમે મદ્યપી નથી, પણ દારૂને અતિપ્રમાણમાં પીવાથી થતા નકારાત્મક પરિણામો જેવાકે મોટા કામોમાં, શાળા અથવા જવાબદારીઓ પીવાના કારણે અસફળતા, દારૂથી સંબંધિત કાયદાને લાગતી અડચણો, વહાન અકસ્માતો અને ઘણા પ્રકારો દારૂ સંબંધિત સ્વાસ્થય સમસ્યાઓ.
શું અમુખ સમુહોમાં દારૂની સમસ્યા વધુ વિકસિત હવાની સંભાવના છે?
હા, લગભગ ૧૪૦ લાખ અમેરીકી લોકોમાં, દર ૧૩ વ્યક્તિમાં એક દારૂનો અતિ વાપર કરનારા અથવા મદ્યપી હોય છે. તથાપિ સ્ત્રી કરતા પુરૂષ વધુ પડતા દારૂ પર નિર્ભર છે અને દારૂ સંબંધિત સમસ્યાઓ અનુભવે છે વધારામાં, દારૂ સંબંધિત સમસ્યાઓનો દર વધુ યુવાન પુખ્ત ૧૮ - ૨૯ ઉમર વાળાઓમાં છે અને ઓછો પુખ્ત ૬૫ વર્ષ અથવા વધારે. મુખ્ય અમેરીકી જાતીય સમુહોમાં મદ્યપી અને દારૂથી સંબંધિત સમસ્યાઓનો દર બદલાય છે.
પીવાનું સુરક્ષિત સ્તર કહયુ છે?
બધુ પડતા પુખ્ત ઉમરવાળા માફકસર માત્રામાં દારૂ પી શકે છે- પુરૂષો માટે બે પીણાની માત્રા એ સ્ત્રી તથા વધુ ઉંમરવાળાઓ એક પીણાની માત્રા દરરોજ પી શકે છે અને દારૂ સંબંધિત સમસ્યાઓને દુર રાખે છે (એક પીણાની માત્રા એટલે કે એક ૧૨ અંશ બીયરની બૉટલમાંથી અથવા ઠંડી વાઈન, એક ૫ અંશ વાઈનનો ગ્લાસ).
શું પીને દવા લઈ શકુ?
૧૫૦ કરતા વધારે દવાઓ અલ્કોહલ સાથે અસરકારક હાનિ પહોંચાડે છે. આ ક્રિયા- પ્રતિક્રિયા કદાચિત બિમારીનો ધોકો, ઇજા અને મરણ સુધી પરિણામિત થઈ શકે છે.
સ્ત્રોત: અમે સુધારણાના માર્ગ પર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/10/2019