অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય?

ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય?

‘ફરિયાદ’ એટલે શું ?

‘ફરિયાદ’ એટલે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬થી અથવા તે હેઠળ જોગવાઇ કરેલ કોઇ રાહત મેળવવાના હેતથી, ફરિયાદીએ લેખિતમાં નીચે દર્શાવ્યા પ્રમાણેનો કોઈ આક્ષેપ કર્યો હોય તેને ફરિયાદ કહેવાય.

  • વેપારી અથવા સેવા પૂરી પાડનાર વ્યક્તિએ કોઇપણ ગેરવાજબી વેપાર રીતિ અથવા નિયંત્રિત વેપાર રીતિ અપનાવી છે.
  • પોતે ખરીદેલ અથવા પોતે ખરીદવા કબૂલ થયેલ માલ એક કે વધુ ખામીવાળો છે.
  • પોતે ભાડે રાખેલી અથવા તેને પ્રાપ્ત થયેલી અથવા ભાડે રાખવા કે પ્રાપ્ત કરવા કબૂલ થયેલ સેવા, કોઇપણ બાબતની ખામી (ઉણપ) વાળી છે.
  • વેપારી અથવા યથા પ્રસંગ સર્વિસ પૂરી પાડનાર વ્યક્તિએ ફરિયાદમાં જણાવેલ માલ માટે અથવા સર્વિસ માટે જેમકે...
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ નક્કી કરેલું
    • માલવાળા કોઇપણ પેકેટમાં અથવા માલ ઉપર દર્શાવેલ
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ તેના દ્વારા ભાવની યાદી પ્રદર્શિત કરેલ
    • પક્ષકારો વચ્ચેનની કબૂલાત કરેલ કિંમત કરતાં વધુ કિંમત લીધી છે.
    • લોકોને વેચવા માટે આપ્યો હોય ત્યારે, જીંદગી અને સલામતિ માટે જોખમકારક હોય તેવો માલ, 
      • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ, પાલન કરવાની જરૂર હોય તેવા માલની સલામતિને લગતા કોઇપણ ધોરણોનું ઉલ્લંઘન કરીને;
      • વેપારી યોગ્ય કાળજી સાથે જાણી શકે કે એવી રીતે ઓફર કરેલ માલ, લોકો માટે અસલામત છે તો;
      • વાપરવામાં આવે ત્યારે લોકોની જીંદગી અને સલામતિને જોખમકારક હોય અથવા જોખમકારક થવાનો સંભવ હોય તેવી સર્વીસ પૂરી પાડનાર વ્યક્તિએ આપી હોય જે આવી વ્યક્તિ, જીંદગી અને સલામતિને હાનિકારક હોવાનું યોગ્ય કાળજીપૂર્વક જાણી શકે.

‘ફરિયાદી’ કોને કહી શકાય?

  • ગ્રાહક: અથવા
  • કંપની અધિનિયમ, ૧૯૫૬ (સન ૧૯૫૬ ના ૧ લા) હેઠળ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદા હેઠળ રજિસ્ટર થયેલ કોઇપણ સ્વૈચ્છિજક ગ્રાહક એસોસિએશન; અથવા
  • કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર
  • એક સરખું હિત ધરાવતા સંખ્યા બંધ ગ્રાહકો હોય ત્યારે, એક અથવા વધુ ગ્રાહકો;
  • ગ્રાહકના મૃત્યુના કિસ્સામાં, તેના કાયદેસરના વારસ અથવા પ્રતિનિધિ, કે જેણે ફરિયાદ કરી હોય.

ફરિયાદ ફાઇલ કેવી રીતે કરી શકાય?

જિલ્લા ફોરમની હકૂમત

  • આ અધિનિયમની બીજી જોગવાઇઓને આધીન રહીને, જિલ્લા ફોરમ સમક્ષ માંગેલ માલ અને સેવા અને વળતરનું મૂલ્ય, વીસ લાખ રૂપિયા કરતાં વધતુ ન હોય ત્યારે જિલ્લા ફોરમને ફરિયાદ દાખલ કરવાની હકૂમત રહેશે.
  • જિલ્લા ફોરમમાં, જેની હકૂમતની અંદર -
  • સામો પક્ષકાર અથવા પક્ષકાર એક કરતાં વધુ હોય ત્યારે સામા પક્ષકારો પૈકી દરેક પક્ષકાર ફરિયાદ માંડવાના સમયે ખરેખર અને સ્વેકચ્છા પૂર્વક રહેતો હોય અથવા ધંધો કરતો હોય અથવા તેની બ્રાન્ચ ઓફિસ હોય અથવા અંગત લાભ માટે વ્યક્તિગત કામ કરતો હોય, તે સ્થાનિક હદોની અંદર ફરિયાદ માંડવી જોઇશે; અથવા
  • એક કરતાં વધુ સામા પક્ષકારો હોય ત્યારે, કોઇપણ સામો પક્ષકાર ફરિયાદ માંડવાના સમયે ખરેખર અને સ્વેચ્છા પૂર્વક રહેતો હોય અથવા ધંધો ચલાવતો હોય અથવા તેની બ્રાન્ચ ઓફિસ હોય અથવા વ્યક્તિગત લાભ માટે કામ કરતો હોય, તે સ્થાનિક હદોની અંદર ફરિયાદ માંડવી જોઇશે. 
    પરંતુ બેમાંથી કોઇપણ કિસ્સામાં જિલ્લા ફોરમે પરવાનગી આપી હોવી જોઇએ અથવા એવી રીતે ફરિયાદ માંડવામાં, જે સામો પક્ષકાર રહેતો ન હોય અથવા ધંધો કરતો ન હોય અથવા તેની બ્રાન્ચ ઓફિસ ન હોય અથવા વ્યક્તિગત લાભ માટે કામ કરતો ન હોય તે સામા પક્ષકારે સ્વીકાર કર્યો હોવો જોઇએ; અથવા
  • દાવાનું કારણ સમગ્ર અથવા અંશતઃ ઊભું થયું હોય તે સ્થાનિક વિસ્તાંરની અંદર માંડવી જોઇશે.

રાજ્ય કમિશનની હકૂમત

  • આ અધિનિયમની બીજી જોગવાઇઓને આધીન રહીને, રાજ્ય સરકારને, નીચેની હકૂમત રહેશે. -
  • જેની હકૂમતમાં,
  • સામો પક્ષ અથવા જો એક કરતાં વધુ હોય તો, દરેક સામો પક્ષકાર, ફરિયાદ માંડવાના સમયે, ખરેખર અને સ્વેચ્છાએ રહેતો હોય અથવા ધંધો કરતો હોય અથવા લાભ માટે અંગત રીતે કામ કરતો અથવા બ્રાન્ચ ઓફિસ આવેલી હોય; અથવા
  • એક કરતાં વધુ સામો પક્ષ હોય તો, સામા પક્ષની કોઇપણ વ્યક્તિ, ફરિયાદ મોકલવાના સમયે, ખરેખર અને સ્વેચ્છાએ રહેતો હોય અથવા ધંધો કરતો હોય અથવા બ્રાન્ચ ઓફિસ આવેલી હોય અથવા લાભ માટે અંગત રીતે હોય, પરંતુ, રાજ્ય સરકારની પરવાનગી આપવામાં આવી હોય અથવા યથાપ્રસંગ રહેતો ન હોય અથવા ધંધો કરતો ન હોય અથવા બ્રાન્ચપ ઓફિસ ન હોય અથવા લાભ માટે અંગત રીતે કામ કરતો ન હોય તેવા કિસ્સામાં આવી રીતે માંડવાનું માન્ય કર્યું હોવું જોઇએ; અથવા
  • સંપૂર્ણપણે અથવા અંશતઃ દાવાનું કારણ ઊભું થયેલ હોય, તે હદની અંદર રાજ્ય કમિશનમાં ફરિયાદ માંડી શકાશેઃ
  • માલનું અથવા સેવાનું મૂલ્ય અને વળતર માંગેલ હોય તો, તેની કિંમત વીસ લાખ રૂપિયા કરતાં વધુ, પણ, એક કરોડ કરતાં વધુ ન હોય ત્યારે ફરિયાદ દાખલ કરવાની,
  • રાજ્યની અંદર જિલ્લાં ફોરમના હુકમો સામેની અપીલો દાખલ કરવાની; અને
  • રાજ્ય સરકારને એવું લાગે કે આવ જિલ્‍લા ફોરમે, કાયદા દ્વારા તેમાં નિહિત થયેલ ન હોય તેવી હકૂમત વાપરી છે અથવા એવી રીતે નિહિત કરેલ હકૂમત વાપરી નથી અથવા પોતાની હકૂમત વાપરીને ગેરકાયદેસર રીતે વર્તેલ છે અથવા મહત્વમની ગેરરીતિ આચરી છે ત્યારે, રાજ્યની અંદર કોઇપણ જિલ્લા ફોરમ સમક્ષ નિકાલ બાકી હોય અથવા તેણે નિર્ણય કર્યો હોય તેવી કોઇપણ ગ્રાહક તકરારનું રેકર્ડ મંગાવવાની અને યોગ્યણ હુકમો કરવાની.

ગ્રાહકો માટે ઉપલબ્ધ રાહતો

ગ્રાહક અદાલતો નીચેની રાહતો માટે આદેશ કરી શકે છે.

  • વસ્તુઓની ખામીઓને દુર કરવી.
  • વસ્તુઓ બદલી કરવી.
  • ચુકવેલી કિંમત પરત કરવી.
  • જે હાની કે ક્ષતિ થઇ હોય તેને ભરપાઇ કરવી.
  • સેવાઓમાં ત્રુટીઓ અથવા કમીઓને દુર કરવી.
  • અનુચિત વેપારની નીતિઓ / અવરોધો વેપાર પદ્ધતિઓને બંધ કરવી તથા નિર્દેશ આપવો કે તેવું ફરી ન બને.
  • વેચાણ માટે રજુ કરાયેલ ખતરનાક વસ્તુરઓ પરત કરવાનો ફેંસલો આપવો.
  • ખરીદદારને યથાયોગ્ય કિંમતની ચુકવણી કરવી.

ફરિયાદ કયાં નોંધાવી શકાય ?

It depends upon the cost of the goods or services or the compensation asked.

  • જો કોઇ વસ્તું અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર વીસ લાખ રૂપિયા કરતાં ઓછું હોયતો ફરિયાદ જિલ્લા ફોરમ નોંધાવી શકાય તેમજ જ્યાં કામગીરી પૂરી અથવા આંશિક રીતે થઇ હોય અથવા જ્યાં પ્રતિવાદી રહેતો હોય અથવા જ્યાં વેપાર કરતો હોય કે તેની કોઇ શાખા હોય તે સીટીના જીલ્લા ફોરમમાં ફરિયાદ નોંધાવી શકાય.
  • જો કોઇ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર વીસ લાખ રૂપિયાથી એક કરોડ સુધી. હોયતો રાજ્ય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
  • જો કોઇ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર એક કરોડ રૂપિયાથી વધુ હોયતો રાષ્ટ્રીય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.

નિર્ણયની વિરૂદ્ધની અપીલ કરવાની સમય મર્યાદા જાણો

નિર્ણયની વિરૂદ્ધ

સમય મર્યાદા

કયાં કરશો?

જિલ્‍લા ફોરમ

૩૦ દિવસમાં

રાજ્ય કમિશન

રાજ્ય કમિશન

૩૦ દિવસમાં

રાષ્‍ટ્રીય કમિશન

રાષ્‍ટ્રીય કમિશન

૩૦ દિવસમાં

ઉચ્‍ચતમ ન્‍યાયાલય

  • ગુણ દોષના આધાર પર સમય મર્યાદાની બાધા નથી.
  • રાજ્ય અને રાષ્ટ્રીય આયોગમાં અપીલ કરવા માટે કોઇ મૂલ્યં ચૂકવવાનું હોતું નથી.
  • અપીલ કરવાની રીત ફરિયાદ કરવા જેવી જ છે. આવેદનની સાથે અપીલ કરવાના કારણો સહિત અપીલ કરવામાં આવેલ આદેશોની નકલો એક સમાન હોવી જોઇએ.

ફરિયાદ કરવાની પૂર્વજરૂરી બાબતો જાણો ?

  • ફરીયાદીનું નામ, ઉંમર અને પુરૂ સરનામું.
  • પ્રતિવાદી પાર્ટ અથવા પાર્ટીઓના પુરા નામ અને સરનામાં.
  • ખરીદારી / સેવા મેળવ્યાની તારીખ.
  • ખરીદારી / સેવા મેળવવા ચુકવાયેલી રકમ.
  • ખરીદેલ વસ્તુઓ અને તેમની સંખ્યા / મેળવેલ સેવાનું સ્વરૂપ.
  • શું ફરિયાદ વેપારના અનુચિત / પ્રતિબંધિત નીતિ / નુકશાની ગ્રસ્ત વસ્તુઓ/ અપુર્તી સેવા / નક્કી કરેલ કિંમતથી વધુ કિંમતની માંગ સાથે સુબંધિત છે.
  • બીલ / વાઉચર / રસીદની નકલો અને જો કોઇ પત્ર વ્યનવહાર કર્યો હોય તો તેની નકલો.
  • માંગવામાં આવેલી રાહત.

ફરિયાદ અંગે ફી ની માહિતી મેળવો

ક્રમ

વસ્તુ કે સેવાઓની કુલ કિંમત, વળતર અને કરેલ દાવા અંગેની વિગત

ચૂકવવા પાત્ર ફી ની રકમ

ફી ની ચૂકવણી ક્યાં કરવી

ડિમાન્ડ ડ્રાફ્ટની વિગત

જિલ્લા ફોરમ માટે ફીના દરઃ

અંત્યોદય / અન્ન યોજના અને ગરીબી રેખા નીચે આવતા ફરિયાદીઓને એક લાખ સુધીની ફી માફ છે.

વિનામૂલ્ય

જિલ્લા ફોરમને

નિયમ-૯-એઃ ફી ની રકમ ડીમાન્ડ ડ્રાફ્ટ/પોસ્ટલ ઓર્ડરથી રાજય ગ્રાહક કલ્યાણ ફંડ ગુજરાત​ નામથી મોકલવી.

રૂ. ૧ લાખ સુધી

રૂ. ૧૦૦/-

રૂ. ૧ લાખ થી ૫ લાખ સુધી

રૂ. ૨૦૦/-

રૂ. પ લાખ થી ૧૦ લાખ સુધી

રૂ. ૪૦૦/-

રૂ. ૧૦ લાખ થી ૨૦ લાખ સુધી

રૂ. ૫૦૦/-

રાજ્ય કમિશન માટે ફીના દરઃ

ર૦ લાખથી વધારે અને ૫૦ લાખ સુધી

રૂ. ૨,૦૦૦/-

રાજ્ય કમિશન ને

નિયમ-૯-એઃ ફરિયાદ માટેનું ફી ની રકમ ડીમાન્ડ ડ્રાફ્ટ/પોસ્ટલ ઓર્ડર થી "રાજય ગ્રાહક કલ્યાણ ફંડ ગુજરાત"​ નામથી મોકલવી. અને 
નિયમ-૯-એઃ અપીલ /સિવિલ મીસીલીન્યસ માટેનું ફી ની રકમ ડીમાન્ડ ડ્રાફ્ટ/પોસ્ટલ ઓર્ડરથી રજીસ્ટ્રાર સ્ટેટ કમીશનને મોકલવી.

૫૦ લાખથી વધારે અને ૧ કરોડ સુધી

રૂ. ૪,૦૦૦/-

નેશનલ કમિશન માટે ફીના દરઃ

એક કરોડથી ઉપર 
સોગંદનામુ (શપથ પત્ર) માટે સ્ટેમ્પ પેરની જરૂર નથી હોતી. ફરીયાદી અથવા તેના કોઇ અધિકૃત એજન્ટ દ્વારા મોકલી શકાય છે. વકીલ રોકવો જરૂરી નથી. 
સામાન્ય રીતે મંચોને ફરીયાદની ૪-૬ નકલો આપવાની હોય છે.

રૂ. ૫,૦૦૦/-

નેશનલ કમિશનને

નિયમ-૯-એઃ ફી ની રકમ ડીમાન્ડ ડ્રાફ્ટ / પોસ્ટલ ઓર્ડરથી નેશનલ કમિશનના નામથી મોકલવી.

ફરિયાદ અંગેના અરજી પત્રકો મેળવો

ક્રમ

અરજી પત્રકો

રાજ્ય કમિશનમાં ફરિયાદ કરવા માટેનું અરજી પત્રક માટે અહીં ક્લિક કરો

સિવિલ મીસીલીન્યસ ફરિયાદ કરવા માટેનું અરજી પત્રક માટે અહીં ક્લિક કરો

સિવિલ રીવીઝન ફરિયાદ કરવા માટેનું અરજી પત્રક માટે અહીં ક્લિક કરો

એકઝીકયુશન કરવા માટેનું અરજી પત્રક માટે અહીં ક્લિક કરો

અપીલ કરવા માટેનું પ્રેઝનટેશન ફોર્મ માટે અહીં ક્લિક કરો

જીલ્લા ફોરમમાં ફરિયાદ કરવા માટેનું અરજીપત્રક અને એફીડેવીટ માટે અહીં ક્લિક કરો

કેસ ફાઈલ કરવા માટેની સમય મર્યાદા

  • જિલ્લાર ફોરમ, રાજ્ય કમિશન અથવા રાષ્ટ્રીય કમિશન, જે તારીખે દાવાનું કારણ ઉપસ્થિત થયું હોય તે તારીખથી બે વર્ષની મુદતની અંદર ફરિયાદ દાખલ કરી હોય તે સિવાય, તે દાખલ કરી શકશે નહિ.
  • પેટા-કલમ(૧) માં ગમે તે મજકૂર હોય તે છતાં, ફરિયાદી, એવી મુદતમાં ફરિયાદ દાખલ ન કરવા માટે પોતાને પૂરતું કારણ હતું તેવી જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, અથવા યથાપ્રસંગ રાષ્ટ્રીય કમિશનને ખાતરી કરાવે તો, નિર્દિષ્ટશ મુદત પછી, ફરિયાદ દાખલ કરી શકાશે. 
    પરંતુ જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન અથવા યથાપ્રસંગ રાષ્ટ્રીય કમિશન, એવો વિલંબ માફ કરવા માટે પોતાના કારણોની નોંધ કરે તે સિવાય, આવી ફરિયાદ દાખલ કરી શકશે નહિ.

કેસ નિકાલ માટે સમય મર્યાદા

  • સીપીએ – ૧૩(એ) કેસ નિકાલ કરવાનો સમયગાળો ૯૦ થી ૨૫૦ દિવસ.
નિયમ -૧૩(૩-એ) – દરેક ફરિયાદ શક્ય તેટલી જલ્દી સાંભળવી જોઇશે અને ફરિયાદની ચીજવસ્તુનું પૃથ્થુકરણ અથવા ચકાસણી કરવાની જરૂર ન હોય તો ત્રણ મહિનાની અંદર અને, ચીજવસ્તુનું પૃથ્થકકરણ અથવા ચકાસણી કરવાની જરૂર હોય તો, પાંચ મહિનાની અંદર, ફરિયાદનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો જોઇશે. 
  • તેમાં રાજ્ય નિવારણ પંચ અને જેમાં ત્રણ ‘ગ્રાહક નિવારણ ફોરમ અમદાવાદ (શહેર), ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અમદવાદ (શહેર વધારાનું) અને ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અમદાવાદ (ગ્રામ્ય) કાર્યરત છે.

જિલ્લા ફરોમમાં, જેની હકૂમતની અંદર

  • સામો પક્ષ અથવા જો એક કરતાં વધુ હોય તો, દરકે સામો પક્ષકાર, ફરિયાદ માંડવાના સમયે, ખરેખર અને સ્વેચ્છા એ રહેતો હોય અથવા ધંધો કરતો હોય અથવા લાભ માટે અંગત રીતે કામ કરતો અથવા બ્રાન્ચ ઓફિસ આવેલી હોય; અથવા
  • એક કરતાં વધુ સામો પક્ષ હોય તો, સામા પક્ષની કોઇપણ વ્‍યક્તિ, ફરિયાદ મોકલવાના સમયે, ખરેખર અને સ્વેથચ્છાએ રહેતો હોય અથવા ધંધો કરતો હોય અથવા બ્રાન્ચ ઓફિસ આવેલી હોય અથવા અંગત રીતે હોય. પરંતુ, રાજ્ય સરકારની પરવાનગી આપવામાં આવી હોય અથવા યથાપ્રસંગ રહેતો ન હોય અથવા ધંધો કરતો ન હોય અથવા બ્રાન્ચ ઓફિસ ન હોય અથવા લાભ માટે અંગત રીતે કામ કરતો ન હોય તેવા કિસ્સા‍માં, આવી રીતે માંડવાનું માન્ય કર્યું હોવું જોઇઅ; અથવા
  • સંપૂર્ણપણે અથવા અંશતઃ દાવાનું કારણ ઊભું થયેલ હોય, તે હદની અંદર રાજ્ય કમિશનમાં ફરિયાદ માંડી શકાશે.

રાજ્ય કમીશનમાં, જેની હકૂમતની અંદર

  • સામો પક્ષકાર અથવા પક્ષકાર એક કરતાં વધુ હોય ત્યારે સામા પક્ષકારો પૈકી દરેક પક્ષકાર ફરિયાદ માંડવાના સમયે ખરેખર અને સ્વે‍ચ્છાપૂર્વક રહેતો હોય અથવા ધંધો કરતો હોય અથવા તેની બ્રાન્ચ ઓફિસ હોય અથવા અંગત લાભ માટે વ્યક્તિગત કામ કરતો હોય, તે સ્થાનિક હદોની અંદર ફરિયાદ માંડવી જોઇશે; અથવા
  • એક કરતાં વધુ સામા પક્ષકારો હોય ત્યારે, કોઇપણ સામો પક્ષકાર ફરિયાદ માંડવાના સમયે ખરેખર અને સ્વેચ્છાપૂર્વક રહેતો હોય અથવા ધંધો ચલાવતો હોય અથવા તેની બ્રાન્ચ ઓફિસ હોય અથવા વ્યક્તિગત લાભ માટે કામ કરતો હોય, તે સ્થાનિક હદોની અંદર ફરિયાદ માંડવી જોઇશે.
  • પરંતુ જિલ્લા ફોરમ, રાજય કમિશન અથવા યથાપ્રસંગ રાષ્ટીય કમિશન, એવો વિલંબ માફ કરવા માટે પોતાના કારણોની નોંધ કરે તે સિવાય, આવી ફરિયાદ દાખલ કરી શકશે. નહિ.

સ્ત્રોત : રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate