ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ લોકહિત માટેનો સામાજીક કાયદો છે. તે ગ્રાહકોના હક નિયત કરે છે અને ગ્રાહકોના હકનાં રક્ષણ માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે. ગ્રાહકોની તકરારનું ઝડપી અને તાત્કાલિક બિનખર્ચાળ નિવારણ પુરૂં પાડવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાને અર્ધ-ન્યાયિક તંત્ર રચવામાં આવ્યાં છે. ગ્રાહકોના તકરારના ઝડપી નિર્ણય માટે તે રાષ્ટ્રીય કમિશન, રાજ્ય કમિશન અને જિલ્લા ફોરમની ત્રિસ્તરીય રચના પુરી પાડે છે. આ અધિનિયમ નીચે ૧૯૮૯ માં ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ગુજરાત રાજ્યની રચના કરવામાં આવેલ અને ત્યાર બાદ જિલ્લા ફોરમોની રચના થયેલ. હાલ ગુજરાત રાજ્યમાં ૩૮ જિલ્લા ફોરમ કામ કરે છે. આ ૩૮ જિલ્લા ફોરમ માંથી ૧૨ તદ્દન નજીકના જિલ્લા ફોરમ સાથે જોડાઇને કામ કરે છે. પોરબંદર-જૂનાગઢ સાથે,દાહોદ-ગોધરા સાથે,ડાંગ-વલસાડ સાથે,નર્મદા-ભરૂચ સાથે , તાપી-સૂરત સાથે, અરવલ્લી-સાબરકાંઠા સાથે ,ગીર સોમનાથ-જૂનાગઢ સાથે, બોટાદ-ભાવનગર સાથે,છોટા ઉદેપુર-વડોદરા સાથે,મહીસાગર-ગોધરા સાથે,મોરબી-રાજકોટ સાથે,દેવભૂમી દ્વારકા-જામનગર સાથે જીલ્લા ફોરમો ક્લબીંગમાં કાર્યરત છે .વિશેષમાં ધ્યાન પર લાવવામાં આવે છે કે ગ્રાહક સુરક્ષા ફોરમને દરેક જિલ્લાના મુખ્યા મથકે તેનું પોતાનું મકાન છે તે ગુજરાતનું ગૌરવ.
સ્ત્રોત: ગ્રાહક તકરાર નિવારણ કમિશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020