કમાંક:ગસ/૯૦-૧૭/સકન-૧૧૯૦/કેયુ- ગુજરાત સરકારે કરેલા નીચેના કામકાજના નિયમો આથી સર્વે લોકોની જાણ સારું પ્રસિધ્ધ કરવામાં આવે છે.સામાન્ય વહિવટ વિભાગ જાહેરનામું સચિવાલય, ગાંધીનગર, તા. ૧૧મી માર્ચ, ૧૯૯૦.કમાક: ગસ/૯૦-૧૭/સકન-૧૧૯0/કેયુ-ભારતના સંવિધાનની કલમ ૧૬૬ ના ખંડો અને મળેલી સત્તાની રૂએ અને ગુજરાત સરકાર કામકાજના નિયમો ૧૯૮૪ રદ કરીને ગુજરાતના રાજયપાલ આથી ગુજરાત સરકારનું કામકાજ વધુ સરળતાથી ચલાવવા માટે નીચેના નિયમો કરે
(૧) આ નિયમો “ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦” કહેવાશે.
(૨) તે સન ૧૯૯૦ના એપ્રિલ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવશે. આ નિયમોમાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો,
(ક) “કલમ” એટલે ભારતના સંવિધનની કલમ.
(ખ) “મંત્રીમંડળ” એટલે કલમ ૧૬3 હેઠળ રચાયેલું મંત્રીઓનું મંડળ.
(ગ) “મંત્રી” માં મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીનો સમાવેશ થાય છે, પણ તેમાં રાજ્યકક્ષાના મંત્રી કે નાયબ મંત્રીનો સમાવેશ થતો નથી.
(ઘ) કોઇ વિભાગના અથવા તેને લગતા કોઇ કામકાજ સંબંધમાં “ઇન્યાજ મંત્રી” એટલે જેમના ચાર્જમાં, યથા પ્રસંગે, આવો વિભાગ અથવા કામકાજના નિયમ હેઠળ સોંપવામાં આવે તે મંત્રી અથવા રાજ્યકક્ષાના મંત્રી અથવા નાયબ મંત્રી; પરંતુ નિયમ-પના પરંતુકના ખંડ હેઠળ કોઇ વિભાગ અથવા કામકાજ, મંત્રી તેમજ રાજ્યકક્ષા મંત્રી, એ બંનેને સોંપવામા આવે ત્યારે મંત્રી, ઇન્યાજ મંત્રી તરીકે ગણાશે.
(ચ) “અનુસૂચિ" એટલે આ નિયમોને જોડેલી અનુસૂચિ; અને
(છ) “સચિવ” માં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને અગ્ર સચિવનો સમાવેશ થાય છે. “સામાન્ય કલમ અધિનિયમ, ૧૮૯૭” જેમ કોઇ કેન્દ્ર અધિનિયમના અર્થઘટનને લાગુ પડે છે. તેમ તે અધિનિયમ, આ નિયમોના અને તેમના નિયમ ૧૫ હેઠળ બહાર પડેલી સૂચનાઓના અર્થઘટનને લાગુ પડે છે. સરકારી કામકાજ પહેલી અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા વિભાગોમાં ચાલશે અને તે અનુસૂચિમાં ઠરાવ્યા પ્રમાણે તે વિભાગો વચ્ચે તેનું વર્ગીકરણ કરી તેની વહેંચણી કરવામાં આવશે. પરંતુ અખિલ ભારત સેવા અધિકરીઓ અને અન્ય વર્ગ-૧માં અધિકારીઓની નિમણૂંકો,પદનિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ, અને વર્તણૂક અંગેના તમામ કેસો અનુમતિ માટે સામાન્ય વહીવટ વિભાગને લખી મોકલવા વધુમાં સચિવાલયની કેડર ઉપર ન હોય તેવા કોઇ અધિકારીની સચિવાલયના કોઇપણ વિભાગમાં કોઇપણ વર્ગ-૧ની જગા ઉપર નિમણૂંક સામાન્ય વહીવટ વિભાગની અગાઉની સહમતિ લઇને કરવી જોઇશે. રાજયપાલ, મુખ્યમંત્રીની સલાહથી. મંત્રીઓ અને રાજયકક્ષાના મંત્રીઓ વચ્ચે સરકારી કામકાજની ફાળવણી કોઇ મંત્રીને અથવા રાજયકક્ષાના મંત્રીને એક કે વધુ વિભાગો સોંપીને કરશે. પરંતુ આ નિયમોના કોઇ મજફરથી(૧) એક વિભાગનું કામકાજ એકથી વધુ મંત્રીને અથવા એકથી વધુ રાજયકક્ષાના મંત્રીને સોપવામાં, (૨) કોઇ એક વિભાગનું અથવા તેને લગતું કામકાજ મંત્રીને તેમજ રાજયકક્ષાના મંત્રીને સોપવામાં, (૩) કોઇ એક વિભાગના ઇન્યાજ મંત્રી કામચલાઉ મુદત માટે અનિવાર્ય ગેરહાજરીના કારણે અન્ય કોઇ કારણે કામ કરવા અસમર્થ હોય, ત્યારે મુખ્યમંત્રીને યથાપ્રસંગે તે વિભાગ અથવા તેને લગતુ કોઇ કામકાજ મંત્રીને, રાજયકક્ષાના મંત્રીને અથવા નાયબ મંત્રીને કામચલાઉ સોંપવામાં બાધ આવે છે એમ ગણાશે નહિ મુખ્ય મંત્રી અથવા ઇન્યાજ મંત્રી, મુખ્યમંત્રી સાથે વિચાર વિનિમય કરીને કોઇ વિભાગને લગતું કોઇપણ કામકાજ રાજ્યકક્ષાના મંત્રીને અથવા નાયબ મંત્રીને ફાળવી શકશે. સચિવાલયના દરેક વિભાગમાં તે વિભાગના સત્તાવાર ઉપરી એવા સરકારના એક સચિવ અને તેમના હાથ નીચે રાજય સરકાર નક્કી કરે તેવા બીજા અધિકારીઓ અને કર્મચારીઓ રહેશે: પરંતુ(ક) એકથી વધુ વિભાગો એક જ સચિવને સોંપી શકશે. (ખ) વિભાગનું કામકાજ બે કે વધુ સચિવ વચ્ચે વહેંચી શકાશે. પોતાના વિભાગને લગતી બાબત પર કોઇ મંત્રીએ વ્યક્તિગત રીતે આપેલી અથવા મંત્રી મંડળની બેઠકમાં થયેલી ચર્ચાને પરિણામે અથવા બીજી રીતે રાજયપાલને મળેલી બધી સલાહ માટે મંત્રી મંડળની સંયુક્ત જવાબદારી રહેશે. બીજી અનુસૂચિમાં જણાવેલ બધા કેસો(૧) કલમ ૧૬૭ના ખંડ (ગ) હેઠળ રાજયપાલની આજ્ઞાથી મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવા જોઇશે. (૨) મુખ્યમંત્રીની આજ્ઞાથી અથવા મુખ્યમંત્રીની સંમતિથી તે કેસના ઇન્યાજ મંત્રીની આજ્ઞાથી મંત્રીમંડળ સમક્ષ અથવા મુખ્યમંત્રી સુચવે તે મંત્રીઓ અથવા રાજય કક્ષાના મંત્રીઓ સમક્ષ રજૂ કરવા જોઇએ : પરંતુ જે કેસમાં સંબંધમાં નિયમ ૧૧ હેઠળ નાણાં વિભાગની સલાહ લેવાની જરૂર હોય તે કેસ નાણાં મંત્રીને તે અંગે વિચારણા કરવાની તક મળી ન હોય તો આપવાદ રૂપ સંજોગોમાં મુખ્યમંત્રીના આદેશો મુજબ હોય તે સિવાય મંત્રીમંડળથી અથવા ઉપર્યુંક્ત મંત્રીઓથી અથવા રાજયકક્ષા મંત્રીઓથી ચી શકાશે નહિ. નિયમ ૭ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય કોઇ વિભાગના ઇન્યાજ મંત્રી વિભાગને લગતા કામકાજના નિકાલ માટે મુખ્યત્વે જવાબદાર રહેશે, સરકારી કામકાજ અંગે મુખ્યમંત્રી માગે તેવી બધી માહિતી દરેક મંત્રીએ દરેક રાજ્યકક્ષાના મંત્રીએ, દરેક નાયબ મંત્રીએ અને દરેક સચિવે મુખ્યમંત્રીને પહોંચાડવાની રહેશે. અગાઉથી નાણા વિભાગની સલાહ લીધા સિવાય કોઇ વિભાગ (નાણાં વિભાગે સામાન્ય રીતે જે સતા સોંપી હોય તે સત્તા અનુસાર કરેલા હુકમ સિવાયના) નીચેના કોઇ હુકમને અધિકૃત કરી શકશે નહિ. (ક) રાજયની નાણાકીય પરિસ્થિતિને તાત્કાલિક અથવા પારિણામિક અસર કરે તે હુકમ અથવા જેમાં ખાસ કરીને(૧) કોઇ જમીનની ગ્રાન્ટ અથવા મહેસુલની સોંપણી કરવાની આવતી હોય તે હુકમઃ અથવા (૨) ખનિજ કે વન સંબંધી હકો. પાણી અને વીજણી સંબંધી હક અથવા સુખાધિકાર અંગે છૂટછાટ ગ્રાન્ટ, પટ્ટા અથવા લાઈસન્સ આપવાના થતા હોય તે હુકમઃ અથવા (3) જેમાં કોઇ રીતે મહેસૂલ છોડી દેવામાં આવતું હોય તે હુકમઃ અથવા (ખ) જગાઓની સંખ્યા અથવા પદક્રમ અથવા કેડર અથવા મળતર જગાઓના પગાર ધોરણ ભથ્થાં વગેરે જેવાં પ્રત્યક્ષ નાણાકીય બાબતોવાળી નોકરીની અન્ય શરતોને લગતો હુકમ, પેટા નિયમ [૧] હેઠળ જે દરખાસ્ત માટે નાણાં વિભાગની અગાઉથી સલાહ મેળવવી જરૂરી હોય પણ જેમાં નાણાં વિભાગે મંજૂરી આપી ન હોય એવી કોઇ દરખાસ્ત હાથ ધરવાનો નિર્ણય મંત્રીમંડળે લીધો ન હોય તો તે દરખાસ્ત હાથ ધરી શકાશે નહિ. નાણાં વિભાગે સામાન્ય રીતે સોપેલી સત્તા અનુસાર હોય તે સિવાય નાણાં વિભાગ સિવાયના બીજા કોઇ વિભાગથી પુનર્વિનિયોગ થઇ શકશે નહિ. નાણાં વિભાગે માન્ય રાખેલા નિયમો હેઠળ વિભાગોને જેટલા પ્રમાણમાં સત્તા સોંપાઇ હોય તેટલા પ્રમાણમાં હોય તે સિવાય ઓડિટમાં જેનો અમલ થવાનો હોય તેવી મંજૂરી આપતો વહીવટી વિભાગનો દરેક હુકમ વહીવટી વિભાગે ઓડિટ અધિકારીઓને એવો શેરો કરીને મોકલવો કે આ હુકમ
પહેલી અનુસૂચિ
આ અનુસૂચિમાં સૂચિ-૧, સૂચિ-૨ અને સૂચિ-3ને લગતા ઉલ્લેખો, સંવિધાનની સાતમી અનુસૂચિમાંની સંબંધિત સૂચનાઓને લગતા ઉલ્લેખો છે એમ સમજવું.
- સામાન્ય વહીવટ વિભાગ
- કૃષિ અને સહકાર વિભાગ
- શિક્ષણ વિભાગ
- નાણા વિભાગ
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ
- વન અને પર્યાવરણ વિભાગ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
- ગુહ વિભાગ
- ઉધોગ અને ખાણ વિભાગ ઉ
- માહિતી અને પ્રસારણ વિભાગ
- શ્રમ અને રોજગાર વિભાગ
- કાયદા વિભાગ
- નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
- પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
- મહેસૂલ વિભાગ
- માર્ગ અને મકાન વિભાગ
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
- શહેરી વિકાસ અને શહેરીગ્રહ નિર્માણ વિભાગ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
- બંદરો અને વાહનવ્યવહાર વિભાગ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ
- વિજ્ઞાન અને પ્રૌધ્યોગિક વિભાગ
- આદિજાતિ વિકાસ વિભાગ
- ક્લાઇમેટ ચેન્જ વિભાગ
સામાન્ય વહીવટ વિભાગને ફાળવેલ વિષયો
- સામાન્ય વહીવટ વિભાગ. રાજ્યપાલશ્રીની નિમણૂંક અને તેમની રજા.
- રાજભવનને લગતું ખર્ચ (બાંધકામ ખર્ચ સહિત)
- મંત્રીશ્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, નાયબ મંત્રીઓ, અને મંત્રીશ્રીઓના સંસદીય સચિવોના પગાર અને ભથ્થાં
- મંત્રી મંડળની બેઠક માટેની વ્યવસ્થા.
- ભારતનું સંવિધાન. કામકાજના નિયમો અને તે હેઠળની સૂચનાઓ.
- સંસદ અને રાજ્યના વિધાન મંડળ માટેની ચૂંટણીઓ.
- રાજ્ય વિધાનસભા સમક્ષ રજૂ કરવાનું રાજયપાલશ્રીનું પ્રવચન.
- પ્રાદેશિક સમિતિ (ઝોનલ કાઉન્સીલ) ને લગતી બાબતો.
- રાજ્યની પુર્નરચના અને વિભાજનથી ઉપસ્થિત થતી બાબતો.
- રાજયની અંદરના હોય તે સિવાયના પ્રાદેશિક ફેરફારો.
- વ્યક્તિ-વિશેષોના સ્વાગત વગેરે અંગેના સમારંભો, રાષ્ટ્રીય પોશાક, રાજ્યકક્ષાએ પાળવાનો શોક વગેરે.
- આનુપૂર્વીપત્ર અને આનુપૂર્વીનો કોઠો.
- રાષ્ટ્રીય પારિતોષિકો.
- રદ ગણવી
- સરકારી દફતરો, પ્રાર્થના પત્રો, જાહેર જનતાની ફરીયાદો અને અરજીઓ વગેરેના નિકાલ અંગેના નિયમો, સરકારી પત્રવ્યવહાર.
- સામાન્ય વહીવટ અહેવાલ (ડાંગની પ્રગતિના અહેવાલ સહિત).
- જાહેર રજાઓ.
- ગાંધીનગરમાં સરકારી કચેરીઓ માટે સગવડ.
- વસ્તી ગણતરી. ડાંગના સરદારો અને નાયકોના હક્ક અને વિશેષાધિકાર.
- સરંજામ.
- રાજકીય પેન્શનો. વિદેશોને લગતી બાબતો, વિદેશો સાથે સંધિ અને કરાર અને વિદેશો સાથેના સંધિ કરારો, અને કબૂલાતનો અમલ, પ્રત્યાર્પણ.
- વાણિજ્ય દૂત ખાતાને લગતા અધિકારીઓ, તેઓની નિમણૂંક રજા વગેરે.
- આંતરરાજ્ય સ્થળાંતર.
- ભારત બહારના સ્થળોની યાત્રા
- ખ્રિસ્તી ધર્મ વિષયક બાબતો.
- ગ્રામ ટેલિફોન પદ્ધતિ સિવાયના ટેલિફોન સહિત તાર અને ટપાલ, પોસ્ટ ઓફિસ સેવિગસ બેંક
- ધંધાદારી, વ્યાવસાયિક કે ટેકનિકલ તાલીમ કે ખાસ વિષયના અભ્યાસ અથવા સંશોધનના વિકાસ માટેની સંઘ એજન્સીઓ અને સંઘ સંસ્થાઓ.
- વહીવટી સુધારણા તાલીમ
- હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક.
- લોકાયુકત.
- રાજ્ય જાહેર સેવા કમિશન.
- અખિલ ભારતીય સેવાઓ અને જગ્યાઓ તથા ગુજરાત વહીવટી સેવાને લગતી બધી બાબતો
- તમામ કર્મચારીઓના હકો અને કાયદેસરના હિતોનું રક્ષણ
- વર્ગીકરણ અને ભરતીના નિયમો.
- રાજ્ય સેવામાં બધી જ જ્ઞાતિઓ અને કોમોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટેની તજવીજ.
- સરકારી નોકરોના વર્તનને લગતા નિયમો સહિત વર્તણૂંક, શિસ્ત અને અપીલ નિયમો
- સરકારી નોકરો માટે ખાતાકીય હિન્દી અને પ્રાદેશિક ભાષાની પરીક્ષાઓ.
- સરકારી નોકરોના મંડળો.
- ભારતીય વહીવટી સેવાના તમામ અધિકારીઓ સંબંધી નિમણૂંકો, પદનિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ વર્તણૂક કે રજા મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો અને (તારO/૦૭/૨૦૦૫)
- સચિવાલય કેડર ઉપર ન હોય તેવા અધિકારીઓ સિવાય સચિવાલયના વિભાગોના વર્ગ-૧ માં અધિકારીઓ સંબંધી નિમણૂંક, પદનિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક અને બે મહિના કરતાં વધુ રજા મંજૂરી વગેરેને લગતી તમામ બાબતો અને
- સચિવાલય કેડર ઉપર ન હોય તેવા અધિકારીઓ સિવાય સચિવાલયના વિભાગોના તમામ વર્ગ-૨ ના અધિકારીઓ સંબંધિત નિમણૂંકો, પદનિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ, ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો,
- ભારતીય વહીવટી સેવાના જુનિયર સમય શ્રેણી પગાર ધોરણ ઉપર હોય તેવા તમામ અધિકારીઓની બઢતીઓ, વર્તણૂંક અને પેન્શનને લગતી તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયત્રણ હેઠળ હોય તેવા રાજયપત્રિત અધિકારીઓ અને બિન-રાજયપત્રિત સરકારી નોકરો સંબંધી નિમણૂંક, પદનિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો
- વિધાનસભાના દફતરી સ્ટાફમાં નિમાયેલી વ્યક્તિઓ. વર્ગ-૪ના નોકરોના પોષાક, ગણવેશ, કામળા અને છત્રીઓ આપવા માટેના નિયમો ઠરાવવા ; મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, નાયબ મંત્રીઓ અને સંસદીય સચિવોનું મહેકમ. રાજકીય ચળવળમાં સહન કરવું પડયું હોય તેવી વ્યક્તિઓને અને નશાબંધીને કારણે અસર પહોંચી હોય તેવી વ્યક્તિઓને સહાય રાહત. લોક સંપર્ક અને લોકોનું દુ:ખ નિવારવા અને ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા માટેનાં પગલાં (જાહેરાત સિવાય)
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને સામાન્ય વહીવટ વિભાગને સોંપાયેલ કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટ તરફથી લેવાતી ફી સિવાયની આ સૂચિમાંથી કોઇપણ બાબત માટેની ફી.
- પહેલી અનુસૂચિમાં કયાંય દર્શાવ્યો ન હોય તેવો કોઇપણ વિષય.
સામાન્ય વહીવટી વિભાગ (આયોજન પ્રભાગ)
સામાજિક આર્થિક આયોજન અંગેના સામાન્ય સિધ્ધાંતો અને નીતિને લગતી તમામ બાબતો.
- રાજ્ય અને જિલ્લા માટે પંચવર્ષીય યોજના તૈયાર કરવી. પલાનમાં સમાવિષ્ટ કરેલી યોજના અંગેના વિકાસ કાર્યક્રમો અને સામાજિક પ્રગતિ રિપોટીં.
- વિદેશી ટેકનિકલ સહાય.
- વિકાસ પ્રવૃતિઓનું સંકલન.
- આયોજનને લગતાં આાંકડા.
- આંકડા વિષય કામગીરી અને તાલીમ.
- જિલ્લા આયોજનને લગતી તમામ બાબતો. ગુજરાતના અર્થતંત્ર ઉપર દેખરેખ રાખવા માટે “સેન્ટ્રલ” દ્વારા સંચાલિત અને કાર્યાન્વિત પ્રવૃતિઓ પર્યવેક્ષણ.
સામાન્ય વહીવટ વિભાગઃ- (બિન-નિવાસી ભારતીય પ્રભાગ)
- વિશ્વના જુદા જુદા ભાગમાં ગુજરાતી વંશના બિન-નિવાસી ભારતીયો સાથે અસરકારક સંપર્ક સ્થાપવા, ગુજરાતી વંશના બિન-નિવાસી ભારતીયો વિષે સર્વગ્રાહી માહિતી તૈયાર કરવી અને જાળવવી. (તા૧૭/૦૬/૧૯૯૮)
- ગુજરાતી વંશના બિન-નિવાસી ભારતીયોની સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યાઓનો વખતો વખત અભ્યાસ કરવો અને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોજનાઓ ઘડવા પગલાં લેવાં. (તા.૧૭/09/૧૯૯૮)
- ગુજરાતી વંશના બિન-નિવાસી ભારતીયોના ટેકનિકલ અને વ્યવસાયિક કૌશલ્યોની મોજણી કરવા અને મૂલ્યાંકન કરવા અસરકારક પગલાં લેવાં અને રાજયના વિકાસલક્ષી પ્રયાસોમાં એજ રીતે અનુરૂપતા ઉભી કરવી. (c.9/O9/66C)
- રાજયના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ટેકનિકલ અને વ્યવસાયિક કૌશલ્યો અને રાજયના માનવ સંશાધનના ઉત્કર્ષના હેતુથી ગુજરાતી વંશના બિન-નિવાસી ભારતીયોના ટેકનિકલ, વ્યવસ્થાપકીય અને નાણાકીય સાધનોની વ્યવસ્થા કરવી. (તા૧૭/૦૬/૧૯૯૮)
- પારસ્પરિક લાભ માટે રાજયના વિકાસલક્ષી પ્રયાસોમાં ગુજરાતી વંશના બિનનિવાસી ભારતીયોની બચત અને ફાજલ નાણાકીય સ્ત્રોત ગોઠવવાં.
- બિન-નિવાસી ભારતીયોના સામાન્ય કલ્યાણની દેખરેખ રાખવી અને કટોકટીના સમયમાં ગુજરાતી બિન-નિવાસી ભારતીયોના સમૂહોની નિર્દિષ્ટ સમસ્યાઓ ઓળખવી અને ભારત સરકારની મદદથી અને તેના મારફત હાથ ધરવી.
કૃષિ અને સહકાર વિભાગને ફાળવેલ વિષયો :-
- કૃષિ વિષયક વિસ્તરણ સહિત કૃષિ, કૃષિ ઇજનેરી, કૃષિ આંકડાશાસ્ત્ર, જીવાત અને રોગોથી પાકનું રક્ષણ, કૃષિ વિષયક સંશોધન અને કૃષિશાળાઓ અને કોલેજો, કૃષિ વિષયક લોન, કૃષિ વિષયક વસાહતીકરણ, દૂધ ઉધોગ, અને પશુ સુધારણા સાથે પશુપાલન, પશુરોગ વિજ્ઞાન, પશુ રોગ શિક્ષણ અને પશુરોગ નિવારણ
- પ્રાણીઓ અથવા છોડને અસરકર્તા ચેપી અથવા સ્પર્શજન્ય રોગો કે જીવાતની એક એકમમાંથી બીજા એકમમાં ફેલાતા અટુકાવવા
- જળનો સુયોગ્ય ઉપયોગ માટે ડ્રીપ/સ્પીકંલર અને માઇક્રો ઇરીગેશન સીસ્ટમ જેવી આધુનિક સિંચાઇ પશ્ચિત સિવાય યાંત્રિક ખેતી અને ભૂમિ સંરક્ષણ દ્વારા જમીનની સુધારણા
- ખારી જમીનો
- ગામ તળાવ ઉડા કરવાને લગતું તમામ કામ
- વ્યાપારી યોજનાઓ સહિત ખાતર અને રાસાયણિક ખાતર. ફળની બનાવટોનું નિયંત્રણ. ખોળ અને બીજા દ્રાવણો સહિતના ઢોરોના ઘાસચારાનું ઉત્પાદન, પુરવઠો અને તેનું ભાવ નિયત્રણ, કાર્બનિક, બિન-કાર્બનિક, અથવા મિશ્ર-રાસાયણિક ખાતરોની વહેચણી અને ખરીદ વેચાણ સહિત. “આવશ્યક ચીજ-વસ્તુ અધિનિયમ, ૧૯પપ” (સન ૧૯પપના ૧૦મો) હેઠળ ટ્રેકટરો પૂરા પાડવા અને તેનું ભાવ નિયત્રણ વિભાગને ફાળવેલા વિષયોની સૂચિમાં આવતી આવશ્યક ચીજ-વસ્તુઓનું ઉત્પાદન, આવશ્યક ચીજ-વસ્તુ અને ઢોર નિયત્રણને લાગતો હોય તેટલા પૂરતો “ઢોર નિયત્રણ અધિનિયમ, ૧૯૫૮”
- દૂધ યોજનાઓ. ખોરાક બોનસ ફંડનો અમલ. હવામાન શાસ્ત્ર સંબંધી સંસ્થાઓ અને વેધશાળાઓ. “કપાસ લોઢવાના અને ગાંસડી બાંધવાના કારખાના અધિનિયમ, ૧૯૨૫” અને “કપાસ લોઢવાના અને ગાંસડી બાંધવાના કારખાના (સૌરાષ્ટ્ર સુધારા) અધિનિયમ
- અનાજ સિવાયના કૃષિ ઉત્પાદનના ભાવ ટકાવી રાખવાની કિમંત
- ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૨ હેઠળ મંડળીઓએ સંજ્ઞાના અર્થ મુજબ આવતી મંડળીઓ તેમજ સ્થાપિત મંડળો સિવાયની બીજી વ્યકિતઓ દ્વારા થતી પંપ, સિંચાઇ કૂવા, સિંચાઇ અને શારકામ
- કોર્પોરેશનનું સંસ્થાપન, તેનું નિયમન અને તેને આટોપી લેવા બાબત. જેનું સંસ્થાપન થયું ન હોય એવી વેપારી મંડળીઓ, સહકારી મંડળીઓ, મુંબઇ સહકારી મંડળી અધિનિયમ, ૧૯૨પ, સહકારી પ્રક્રિયા મંડળીઓ.
- વન મજૂરોની સહકારી મંડળીઓ.
- ગુજરાત રાજય સહકારી ગુહનિર્માણ મંડળી લિમિટેડ વગેરે મારફતે ગુહનિર્માણ સહકારી મંડળીને સહાય આપવા બાબત.
- મુંબઇ હુકમનામાની અમલ બજવણી (કામચલાઉ મુલત્વી રાખવા ) બાબતના અધિનિયમ, ૧૯૫૯, (સન ૧૯૫૯ના મુંબઇનો ૭૦ મો )
- મુંબઇ ખેડૂત દેણદાર રાહત અધિનિયમ, ૧૯૪૭.
- અનાજ વખારો.
- વખારો બાબતનો અધિનિયમ.
- ખેતી ઉત્પન્ન બજાર અધિનિયમ. રપ. નાણાં ધીરનાર અને નાણા ધીરનારાઓ.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજપત્રિત અધિકારીઓની અને બિન-રાજપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- આ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ માંના અધિકારીઓ સંબંધમાં પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ 9 માં અનુક્રમાંક-૧ અને ૨ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમોના અનુક્રમાંક ૩ થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલાં કે સરકારના કબજા હેઠળનાં અને કૃષિ અને સહકાર વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા.
- કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
- માછલી પકડવાના હક્કો, મત્સલ્યકેન્દ્રો અને મત્સયોધોગ
- ગૌ સંવર્ધન
- ગૌ સેવા આયોગ” ને લગતી તમામ બાબતો.
- ગૌ શાળા” ના વિકાસને લગતી તમામ બાબતો. પાંજરાપોળના હેતુ માટે મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ હેઠળ અથવા મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦, હેઠળ નોંધાયેલાં
- વર્ગના ટ્રસ્ટો. ગૌસંવર્ધન, ગૌસેવા, ગૌશાળા અને પાંજરાપોળના હેતુ માટે મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ, અથવા મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ નોંધાયેલાં “ક” વર્ગના ટ્રસ્ટી.
- ઉકત ખંડ (ઘ) અને (ચ) માં જણાવ્યા મુજબ,
- ટ્રસ્ટો લાગે વળગે છે ત્યાં સુધી, મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ અને મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ વહીવટ કરવો.
શિક્ષણ વિભાગને ફાળવેલ વિષયો
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ટેકનિકલ, યુરોપિયન અને આંગલ ભારતીય શિક્ષણ
અને ખેતી વિષયક શિક્ષણ સહિતનું શિક્ષણ, પણ તેમાં કૃષિ અને સહકાર વિભાગને ફાળવેલા કૃષિ વિષયક શિક્ષણનો સમાવેશ થતો નથી
- ફાર્મસી- શિક્ષણ
- રદ ગણવી
- કોપી રાઇટ.
- પુસ્તકો અને સામયિકો
- સાહિત્યિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ
- રદ ગણવી. (તા૧૭/૧૨/૧૯૯૦, તાર૧/૦૩/૧૯૯૭)
- શાળાઓ અને કોલેજોની અભિનય-નાટય કલાની સ્પર્ધાઓ.
- પ્રાથમિક શાળા શિક્ષકોને નાટયકલાની તાલીમ આપવાની યોજના.
- સંગીત, નૃત્ય અને નાટયકલામાં શિક્ષણ આપતી શાળાઓને સહાયક ગ્રાન્ટ. ઓકઝીલીયરી અને નેશનલ કેડેટ કોર્પ્સ (એન.સી.સી.)
- મહિલા સામખ્ય
- (સા.વ.વિ. ને ફાળવેલા વિષયોમાં નોંધ નંબર ૪પ હેઠળ આવી જતી હોય તે સિવાયના) વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજયપત્રિત અધિકારીઓ અને બિન-રાજયપત્રિત સરકારી નોકરોની નિમણકો, પદ નિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો.
- આ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો;
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ ૬ માં અનુક્રમાંકો-૧ અને ૨ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમ-9ના અનુક્રમાંકો ૩ થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને શિક્ષણ વિભાગને સોંપાયેલ કામ, જમીન અને મકાનો. આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય આ સૂચિમાંની બાબતો માટેની ફી.
નાણાં વિભાગને ફાળવેલ વિષયો
- નાણાંકીય સાધનો.
- પલાનને નાણાંની સહાય આપવા અંગેના સામાન્ય સિધ્ધાંતો અને પ્લાનમાં સમાવિષ્ટ કરેલ યોજનાના કામ માટે કેન્દ્રીય સહાય.
- ચલણી નાણું, સિક્કા પાડવા અને કાયદેસર ચલણ (ટંકશાળ)
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ નાંખેલા કરવેરા સિવાયના કેન્દ્રીય અને રાજયના કરવેરા.
- વર્તમાનપત્રોની જાહેરખબર ઉપર કર.
- કેન્દ્રીય સરકારની આબકારી જકાત.
- માલના વેચાણ કે ખરીદ ઉપર કર.
- શહેરી સ્થાવર મિલકત ઉપર કર.
- રેલવેના ભાડા અને નૂર ઉપર કર
- વ્યવસાય, વેપાર, ધંધો અને રોજગાર ઉપર કર.
- દેવું, રાજયના જાહેર દેવાં સહિત સરકારી અને બીજી જામીનગીરીઓ, થાપણોનું રોકાણ.
- નાની બચતો.
- રાજયનું અંદાજપત્ર, અંદાજો અને ગ્રાન્ટ તૈયાર કરવા બાબત, નાણાં વિધેયકો, વિનિયોગ વિધેયકો અને રાજયના એકત્રિત તથા આકસ્મિક ફંડોને લગતો કાયદો.
- સામાન્ય હિસાબના પ્રશ્નો.
- ઓડિટ.
- વિનિયોગ હિસાબો. સામાન્ય વહીવટ વિભાગની સૂચિની નોંધ નંબર ૩૮ અને ૩૯ ને આધીન રહીને, પગાર, ભથ્થાં, પેન્શન નોકરીની બીજી નાણાકીય શરતો અને કેડરનું સંખ્યા બળ. કુટુંબ પેન્શન ફંડના નિયમો(ભારતીય સનદી સેવા
- કુટુંબ પેન્શન ફંડ અને ઉચ્ચકક્ષા સેવા (ભારત) કુટુંબ પેન્શન ફંડ સહિત)
- પ્રોવિડન્ટ ફંડના નિયમો (ભારતીય સેવાને લગતા નિયમો સહિત) સ્વવિવેક ઉપર અપાતી અને પંચવર્ષીય કરાર-ગ્રાન્ટો.
- ખુલ્લા બજારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોએ ઉભી કરવાની લોનો. સરકારી વીમા ફંડ.
- તોશાખાના.
- સા. વ. વિ. ને ફાળવેલા વિષયોમાં નોંધ નંબર ૪પ હેઠળ આવી જતી હોય તે સિવાયના) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજપત્રિત અધિકારીઓ અને બિન-રાજપત્રિત સરકારી નોકરોની નિમણુંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- આ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ માંના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ ૭ માં અનુક્રમાંક-૧ અને ૨ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમોના અનુક્રમાંક ૩ થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- તિજોરીઓ.
- શેરબજારો અને વાયદા બજારો.
- સંઘ સરકારે નક્કી કર્યા મુજબની જકાતી સરહદો વચ્ચે આયાત અને નિકાસ. સૂચિ ૧માં જણાવેલ કોર્પોરેશનોની સ્થાપના તેમનું નિયમન અને તેમને આટોપી લેવા
- સહકારી મંડળીઓ સિવાયની કંપનીઓ અને કોર્પોરેશનો.
- વેપાર અને વાણિજય અને વેપારી મંડળો (નાણાકીય બાબતો)
- બેન્કિંગ.
- પેઢીઓનું રજિસ્ટ્રેશન.
- નાણાકીય સત્તાઓની સોંપણી.
- રાજયની નાણાકીય સ્થિતિને અસર પહોંચાડતી બીજી કોઇ પણ બાબતો.
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને નાણાં વિભાગને સોંપાયેલ કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતોના હેતુ માટે તપાસ અને આંકડા.
- કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇ બાબત માટેની ફી.
અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને ફાળવેલ વિષયો
“મુંબઈ આવશ્યક ચીજ-વસ્તુઓ અને ઢોર (નિયંત્રણ) અધિનિયમ, ૧૯૫૮
કાળાબજાર અટકાવવા અને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવવા બાબત અધિનિયમ,૧૯૮૦
- ગ્રાહકોને ગ્રહોપયોગી હેતુઓ માટે “આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯પપ” (સન ૧૯પપના ૧૦માં) હેઠળના ખાદ્ય તેલીબીયાં અને તેલ અંને તેના ભાવ નિયંત્રણ સહિતની ખાદ્ય ચીજો પૂરી પાડવી અને તેની વહેચણી
- ગ્રાહકોને ગુહોપયોગી હેતુઓ માટે “આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯પપ” (સન ૧૯પપના ૧૦માં) હેઠળ પેટ્રોલીયમ અને તેની બનાવટો (એટલે કે કેરોસીન, લાઈટ, ડીઝલ ઓઈલ, હાઇસ્પીડ ડીઝલ ઓઇલ, લીક્વીડ પેટ્રોલીયમ ગેસ) ચારકોલ અને બળતણની કાઠી, કોલસો, કોક અને તેની તજજન્ય વસ્તુઓ પૂરી પાડવી અને તેમની વહેચણી.
- ગ્રાહકોને ગ્રહોપયોગી હેતુઓ માટે “આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯પપ” (સન ૧૯પપના ૧૦માં) હેઠળ સાબુ, દીવાસળી, ટાયરો અને ટયુબો, ફાનસ પૂરા પાડવા અને તેની વહેચણી (તા૨૮/૦૬/૨૦૦૦)
- ગ્રાહકોને ગ્રહોપયોગી હેતુઓ માટે લોખંડ, પોલાદ અને સિમેન્ટ પુરા પાડવા અને તેની વહેચણી બીજા વિભાગોને ફાળવેલ વિષયોની સૂચિમાં આવતી ન હોય તેવી “આવશ્યક ચીજ વસ્તુ અધિનેયમ, ૧૯પપ” (સન ૧૯પપના ૧૦માં) હેઠળ બીજી આવશ્યક ચીજ-વસ્તુની વહેચણી અને તેનુ ભાવ નિયંત્રણ. નિયંત્રિત કાપડની વહેચણીને લાગુ પડતો હોય તેટલા પુરતો “સુતરાઉ કાપડ નિયંત્રણ હુકમ,૧૯૪૮”
- અનાજના ભાવ ટકાવી રાખવાની કિંમત
- “આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯પપ” (સન ૧૯પપના ૧૦માં) હેઠળ બહાર પાડેલા “ખાંડ (નિયંત્રણ) હુકમ, ૧૯૬૬” અને “શેરડી (નિયંત્રણ) હુકમ, ૧૯૬૬”નો અમલ.
- અગાઉના નાગરિક પુરવઠા વિભાગને લગતી બાબતો (મહેકમની બાબતો સહિત)
- ચોખા છડવાના ઉધોગ (નિયમન) અધિનિયમન, ૧૯૫૮
- વહીટ રોલર ફ્લોર મીલ્સને (લાઈસન્સ આપવા અને નિયંત્રણ) હુકમ, ૧૯પ૭” અને” રોલર મીલ્સ વ્હીટ પ્રોડકટ (ભાવ નિયંત્રણ) હુકમ.૧૯૬૨.”
- ગ્રાહકોની પ્રવૃતિ શિક્ષણ અને રક્ષણ.
- વજન અને માપો.
- સા. વ. વિ. ને ફાળવેલા વિષયોમાં, નોધ નંબર ૪પ હેઠળ આવી જતા હોય તે સિવાયના) વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના તમામ રાજ્યપત્રીત અધિકારીઓ અને બિન રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો,અને વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો. વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજુર કરવાને અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપિલ) નિયમો, ૧૯૭૧ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમ, ડના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્તભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને અન્ન, નાગરિક પુરવઠા અનેગ્રાહક બાબતોના વિભાગને સોપાએલા કામ, જમીન અને મકાનો. (તાર૧/03/૧૯૯૭)
- આ અનુસૂચિમાં કોઈપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. કોઈ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઈપણ બાબત માટેની ફી.
વન અને પર્યાવરણ વિભાગને ફાળવેલ વિષયો
- વન
- વન્ય પ્રાણી સંરક્ષણ.
- રાષ્ટ્રિય ઉપવનો.
- ભારતની વનસ્પતિ મોજણી.
- ભારતની પ્રાણી મોજણી.
- વન્ય જીવવિજ્ઞાન.
- દરિયાઈ પાર્કસ.
- દરિયાઈ જીવવિજ્ઞાન પદ્ધતિ અને પર્યાવરણના પ્રદૂષણ બાબત. પ્રદુષણ અટકાવવા માટે કાનુની પગલાં
- ઔધોગિક પ્રદૂષણ
- હવા અને પાણી પ્રદૂષણ
- નવી માનવ વસાહતના પર્યાવરણને લગતા પાસાં
- જીવ વિજ્ઞાન.
- ભારતીય વન, સેવાના અધિકારીઓ સંબંધી નિમણૂંકો, પદ-નિયુકતિઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણુંક, રજા-મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો.
- વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના તમામ રાજ્યપત્રિત અધિકારીઓ તેમજ બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂક પદ-નિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા- મંજૂરી, પેન્શન વગેરેની લગતી તમામ બાબતો.
- વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો અને
- વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડર વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજુર કરવાને અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમ, ડના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્તભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને વન અને પર્યાવરણ વિભાગને સોપાયેલા કામ, જમીન અને મકાનો. આ સૂચિમાંની કોઈપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. કોઈ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની બાબતો માટેની ફી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ફાળવેલ વિષયો
- જાહેર આરોગ્ય અને આરોગ્ય રક્ષણ, ઈસ્પિતાલ અને દવાખાના (તબીબી શિક્ષણ સહિત) જન્મ, મરણ અને લગનની નોંધણી
- પ્રસુતિ સહાયતા. (તારપ/09/૧૯૯૭)
- ખાધ પદાર્થો અને બીજા માલમાં થતી ભેળસેળ.
- તબીબી વ્યવસ્થા, શુશ્રુષા અને દાંતને લગતા વ્યવસાય.
- રદ ગણવી (તા.૨૧/03/૧૯૯૭).
- અશક્ત અને કામે ન લગાડી શકાય તેવી વ્યક્તિઓને રાહત, પાગલપણ અને માનસીક ખામી જેમાં, પાગલ અને માનસીક ખામીવાળા મનુષ્યોને દાખલ કરવાના અને સારવાર આપવાના સ્થાનનો સમાવેશ થાય છે. ચેપી અથવા સ્પર્શજન્ય રોગો અથવા માણસોને અસરકર્તા જતુઓના એક એકમમાંથી બીજા એકમમાં થતો ફેલાવો અટકાવવો
- બંદર સંસર્ગ નિષેધ (Port Quarantine) વ્યવસ્થા અને બંદર સંસર્ગ નિષેધ અંગેના નાવિકો માટેની અને દરિયાઈ ઈસ્પિતાલ, “ઔષધ અને ક્રાંન્તિવર્ધક પદાર્થ અધિનિયમ, ૧૯૪O” ઔષધ નિયંત્રણ વહિવટી અને ગ્રાહકોના હેતુ માટે “આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ, ૧૯પપ” (સન ૧૯પપના ૧૦માં) હેઠળ ઓષધોની વહેચણી અને તેનું ભાવ નિયંત્રણ
- “ઝેર અધિનિયમ, ૧૯૧૯” ફાર્માસિસ્ટોની નોધણી અને ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલને લગતી બાબતો. (તબીબી સંસ્થાઓના) કામદારોના રાજ્ય વિમા
- સા. વ. વિ. ને ફાળવેલા વિષયોમાં નોંધ નંબર ૪પ હેઠળ આવી જતા હોય તે સિવાય વિભાગના વહિવટી નિયંત્રણ નીચેના બધા રાજ્યપત્રિત અધિકારીઓ તેમજ બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂક પદ-નિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરેની લગતી તમામ બાબતો.
- વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો અને
- વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજુર કરવાને અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપિલ) નિયમો, ૧૯૭૧ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ,9ના અનુક્રમાંકો 3થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્તભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો. રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને આ. અને પ. ક. વિભાગને સોપાયેલા કામ,જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઈપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા.
- કોઈ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની બાબતો માટેની ફી.
ગુહ વિભાગને ફાળવેલ વિષયો
રાજ્યના સલામતીના કારણોસર કેદીઓ, આરોપીઓ અને નિવારક અટકાયતમાં રાખેલી
વ્યક્તિઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઇ જવા, જાહેર વ્યવસ્થા જાળવવી અથવા
લોકો માટે આવશ્યક પુરવઠો તથા સેવાઓની જાળવણી.
સંઘના નૌકાદળ, સૈનિકદળ અને હવાઇદળ, તેમજ બીજા સશસ્ત્ર દળો, કેન્દ્રીય બાતમી અને તપાસ બ્યુરો નીચેની બાબતો સહિત
- ભારતની આંતરિક સલામતી અને સંરક્ષણ નૌકા, સૈનિક અથવા હવાઇદળો આંતરિક સલામતી અંગેની બાબત (મુલકી સત્તાની મદદે નૌકા, સૈનિક કે હવાઇ દળના ઉપયોગ સહિત)
- સહાયક ભારતીય પ્રાદેશિક દળો.
- ભારતીય જમીન દળોના અધિકારીઓની બઢતી.
- લશ્કરી દળોમાં ભરતી અને તેમની હેરફેર.
- અન્ય પર ચૂરણ લશકરી બાબતો.
ખાનગી અને ગુપ્ત સંકેત ભાષા.
નીચેની બાબતો સહિત જાહેર વ્યવસ્થા.
- રાજ્યની સલામતીના કારણોસર નિવારક અટકાયત જાહેર વ્યવસ્થાની જાળવણી અથવા વિદેશી હુંડિયામણની સાચવટ અથવા દાણચોરીની પ્રવૃત્તિઓ અટકાવવી અથવા કેફી પદાર્થ અને મનોવિકૃતિકારક પદાર્થોની (સાઇકો ટ્રોફીક સબસ્ટન્સ) ગેરકાયદેસર હેરાફેરીની અટકાયત અથવા ભારતના સંરક્ષણ અથવા પરદેશને લગતી બાબતો અથવા સલામતી આવી અટકાયતને અધીન વ્યક્તિ
- રાજદ્રોહી સભાઓ અટકાવવા બાબતના અધિનિયમ, ૧૯૧૧“ અને “ફોજદારી સુધારા અધિનિયમ, ૧૯૦૮“ હેઠળના ગુના સહિતના રાજ્ય વિરૂધ્ધના તમામ ગુનાઓ.
- રાજકીય બાતમી.
- રાજકીય અને કોમી આાંદોલનો અને રાજ્યને ઉથલાવી નાખવા માટેની ચળવળો અને તેમનો સામનો કરવા લેવાના નિવારક પગલાં.
- અણધાર્યા બનાવો, આંતર કોમી સબંધો, હુલ્લડો, તોફાનો.
- પાસપોર્ટ અને વિસા (તા૦૨/૦૪/૧૯૯૬)
- દેશીયકરણ.(તારO/૦૫/૧૯૯૬)
- વિદેશીઓનું પ્રત્યાર્પણ (તાર0/૦૫/૧૯૯૬)
- ભારતમાં પ્રવેશ અને ભારતમાંથી દેશાંતરગામ અને હદપારી, ભારતમાંના વિદેશી ધર્મ
- પ્રચારકો. (તારO/O૫/૧૯૯૬)
- ઉમર અને રાષ્ટ્રીયતાનું પ્રમાણપત્ર. (તાર0/૦૫/૧૯૯૬)
- ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ હેઠળ એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટો, સ્પેશીયલ
- એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટો અને ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટોની નિમણૂંકને લગતી બાબતો અને સદરહુ અધિનિયમ હેઠળ તેમને ખાસ સત્તા સોંપવા અને તે સત્તા પાછી ખેંચી લેવા બાબત
- સેન્સર શીપ. (UR) (ટેલીફોન) અફીણને લગતી ભારતના સંવિધાનની સાતમી અનુસૂચિની સૂચિ-૧ની નોંધ ક્રમાંક પ૯ની જોગવાઇઓને અધીન રહીને માદક દારૂ એટલે કે માદક દારૂ (હાનિકારક ઔષધો સહિત)નું અને ઝેરનું ઉત્પાદન, બનાવટ, કબજો, હેરફેર, ખરીદી અને વેચાણ, પીવા માટે માદક દારૂ અને ઔષધોના વપરાશ ઉપર બંધી
- રાજ્યમાં બનાવેલા અથવા ઉત્પાદન કરેલા નીચેના માલ ઉપર આબકારી જકાત અને ભારતમાં અન્ય સ્થળે બનાવેલ ઉત્પાદિત એવા જ માલ ઉપર સરખા ઓછા દરે સામી
- માણસોને પીવાનો આલકોહોલવાળો દારૂ.
- અફીણ, દેશી ભાંગ અને બીજા કેફી ઔષધો અને કેફી દ્રવ્યો પરંતુ આ નોંધની પેટા-નોંધમાં સમાવેલ આલકોહોલવાળી ઔષધીય અને પ્રસાધનની બનાવટો અથવા કોઇપણ પદાર્થનો આમાં સમાવેશ થતો નથી. (તા૦૫/૦૮/૧૯૯૭) અફીણનું વાવેતર અને નિકાસ અર્થે તેનું ઉત્પાદન અથવા વેચાણ. (તા૦૫/૦૮/૧૯૯૭) પાવર આલકોહોલ ગુજરાત રાજ્ય પૂરતા ભારતના કોઇપણ બીજા રાજ્ય સાથે કરેલા આબકારી વાયરલેસ અને સંદેશાવ્યવહારના તેવાં બીજાં સાધનો
- ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ સબંધી નિમણૂંકો, પદનિયુક્તિઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંકો, રજા મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજપત્રિત અધિકારીઓની અને બિન-રાજપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- આ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ માંના અધિકારીઓ સંબંધમાં પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના ભાડે અથવા વેચાણ આપવા પ્રદર્શિત કરવા કે પ્રસિધ્ધ કરવા ઉપર પ્રતિબંધ.(તા૨૮/૧૦/૨૦૦૪) રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને ગુહ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો. આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાની ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
ઉદ્યોગ અને ખાણ વિભાગને ફાળવેલ વિષયો
- ગ્રામ ઉદ્યોગો, ખાદી, હસ્ત ઉદ્યોગો અને હાથશાળ ઉદ્યોગો સહિતના ઉદ્યોગો
- ઔદ્યોગિક સહકારી અને કુટીર ઉદ્યોગો.
- ઔદ્યોગિક હેતુઓ માટે લોખંડ અને પોલાદની ચીજો અને બિન લોહ ધાતુઓ સહિત દેશી અને આયાત કરેલા તંગીવાળા કાચા માલની પ્રાપ્તિ અને વહેંચણી બાબત.
- વ્યાપાર અને વાણિજ્ય અને સૂચિ-3ની જોગવાઇઓને આધીન રહીને ગ્રામ ઉદ્યોગો સિવાયના ઉદ્યોગોના માલ અને તેની પેદાશોનુ ઉત્પાદન, પુરવઠો અને વહેંચણી.
- ધંધાઓના વિકાસ, જાહેરાત અને સંશોધન ઉદ્યોગ મેળા, પ્રદર્શન અને સરકારી શો રૂમ.
- રાજ્યની અંદરના વાણિજ્યિક માહિતી અને આંકડા. સામયિકો સહિતના વાણિજ્યિક પ્રકાશનો
- રાજ્યની અંદરના વેપારીઓના હિતોનું ઔદ્યોગિક માલની નિકાસની વૃધ્ધિ.
- વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમો માટે રેલવે વેગનો, સ્ટીમરી વગેરે મેળવવા બાબત
- સુતરાઉ કાપડ નિયંત્રણ હુકમ, ૧૯૪૮ના અમલ, સુતરના વેપારીઓને લાઇસન્સો આપવા અને તે ફરી તાજા કરી આપવા, પાવરથી ચાલતી સુતરાઉ અને બિન-સુતરાઉ યાર્નની શાળો નાંખવી વગેરે
- “કપાસ નિયંત્રણ હુકમ, ૧૯પપ“નો અમલ અને તે હેઠળ લાઇસન્સો કાઢી આપવાં અને તાજા કરી આપવા.
- સંસદે કાયદાથી જાહેર હિતમાં ઇષ્ટ હોવાનું જાહેર કર્યું હોય તેટલે સુધી ખાણો અને ખનિજ વિકાસનું કેન્દ્રીય સરકારના અંકુશ નીચેનું નિયમન
- ‘ગુજરાત ગૌણ ખનિજ નિયમો, ૧૯૬૬“નો અમલ. સંસદે કાયદા દ્વારા ખનિજ વિકાસને લગતી કોઇ મર્યાદા મૂકી હોય તેને અધીન ખનિજ હકો ઉપર કર
- ઔદ્યોગિક યોજના સબંધી કામ.
- ઔદ્યોગિક હેતુઓ માટે પાવર, આલ્કોહોલ ઉત્પાદન વપરાશ
- ઔદ્યોગિક હેતુઓ માટે “ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, ૧૯પપ“(સન ૧૯પપના ૧૦માં) હેઠળ કોલસા અને કોક અને તેની તજજન્ય વસ્તુઓની વહેંચણી અને તેનું ભાવ નિયંત્રણ,
- વિભાગને ફાળવેલા વિષય સાથે સબંધ ધરાવતા હોય તેટલે અંશે ઔદ્યોગિક હેતુઓ માટે “આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, ૧૯પપ“ (સન ૧૯પપના ૧૦માં) હેઠળ અન્ય આવશ્યક ચીજોનું ઉત્પાદન અને વહેંચણી અને તેનું ભાવ નિયંત્રણ
- ભૂસ્તર મોજણીઓ.
- ખાંડના કારખાનાઓની સ્થાપના. મીઠું સામગ્રી ભંડારો. શોધો, પેટન્ટ, ડિઝાઇન અને વેપાર ચિહ્નો. રદ ગણવી
- સરકારી પ્રિન્ટીંગ પ્રેસો, લેખન સામગ્રી અને સરકારી પ્રકાશનો
- આ સૂચિમાં નિર્દિષ્ટ કરેલ વિષયો અંગેના રાજ્ય અન્ડર ટેકિંગો અને સરકારી કોર્પોરેશનો, ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન, ગુજરાત ઔદ્યોગિક રોકાણ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સુતરાઉ કાપડ કોર્પોરેશન, ગુજરાત નિકાસ કોર્પોરેશન,
- ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત ખનિજ વિકાસ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય નાણાકીય કોર્પોરેશન સહિત.
- ગુજરાત ઔદ્યોગિક વિકાસ અધિનિયમ, ૧૯૬૨ની કલમ-૧૬ હેઠળ ઔદ્યોગિક વિસ્તારો તરીકે જાહેર કરેલા વિસ્તારોને લગતી બાબતો સબંધી ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬3 હેઠળ જાહેરનામા બહાર પાડવા
- વિમાનો અને વિમાન પરિવહન, તેમજ તે અંગે બજેટ જોગવાઇ તેમજ આયોજનની કામગીરી, તેમજ વિમાની મથકોનું નિયમન અને વ્યવસ્થા, વૈજ્ઞાનિક શિક્ષણ અને તાલીમ તેમજ રાજ્ય તથા બીજી સંસ્થાઓ તરફથી અપાતા આવા શિક્ષણ અને તાલીમોનું નિયમન
- હોલીડે હોમ, હોટલ અને ગિરિનગરોની સ્થાપના, વહીવટ અને વિકાસ સહિત પ્રવાસન
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજપત્રિત અધિકારીઓ અને બિન-રાજપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ માંના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ ૬ માં અનુક્રમાંકો-૧ અને ૨ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમ-૬ ના અનુક્રમાંકો ૩ થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા અથવા સરકારના કબજા હેઠળના અને ઉદ્યોગ અને ખાણ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.(તા૧૭/૧૨/૧૯૯૦) આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
- દેવસ્થાન સંચાલન અને યાત્રાધામ વિકાસ
- કૃષિ અને સહકાર વિભાગ હેઠળની નોંધ ક્રમાંક 3ર(ચ) માં દર્શાવ્યા સિવાયના, મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ,૧૯૫૦ અને મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૭૦ હેઠળ નોધાયેલા “ક“ વર્ગના ટ્રસ્ટો. કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ની નોંધ ક્રમાંક 3ર(ઘ) હેઠળ પાંજરાપોળ સિવાય ધાર્મિક અને ધર્મશાળાના હેતુ માટે મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ અથવા મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ નોંધાયેલા “ચ“ વર્ગના ટ્રસ્ટો
- ઉક્ત ખંડ(ખ) અને (ગ) માં દર્શાવ્યા મુજબ, ટ્રસ્ટોને લાગે વળગે છે ત્યાં સુધી, મુંબઇ સાર્વજનિક અધિનિયમ, ૧૯૫૦ અને મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ વહીવટ કરવો. “ભારત બહારના યાત્રાધામના સ્થળો સિવાયના યાત્રાધામ”
માહિતી અને પ્રસારણ વિભાગને ફાળવેલ વિષયો
- પ્રેસ અને પુસ્તક રજીસ્ટ્રેશન, ૧૮૬૭” સહિત વર્તમાનપત્રો, પુસ્તકો અને પ્રિન્ટીંગ પ્રેસો અને છાપેલી બાબતોને અને તેની સેન્સરશીપને લગતા અન્ય કાયદાઓ પ્રચાર, માહિતી નિયામકશ્રીની કચેરી અને પુસ્તક અને પ્રકાશન નિરીક્ષકની કચેરી
- સિનેમેટોગ્રાફ ફિલ્મો બતાવવા માટે મંજૂરી.
- નાટયગ્રહો, નાટય પ્રયોગો અને સિનેમાને લાઇસન્સ આપવું : ભારતીય ફિલ્મોના નિર્માણ અને વિતરણને પ્રોત્સાહન આપવું અને સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ગુજરાતના બીજા પાસાઓને સ્પર્શતી ફિલ્મોના નિર્માતાઓને નાણાકીય મદદ આપવી
- શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને મનોરંજન ફિલ્મોના પ્રદર્શન અને ઉપયોગ. ફિલ્મ સ્ટ્રડિયોની અને લેબોરેટરીની સ્થાપના. મનોરંજન, આમોદપ્રમોદ, હોડ અને જુગાર ઉપરના કર સહિત સુખસુવિધા ઉપરના કર પ્રસારણ સેન્સરશીપ સાથે.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજપત્રિત અધિકારીઓની અને બિન-રાજપત્રિત સરકારી નોકરોનાં સંબંધમાં નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ ૬ માં અનુક્રમાંકો-૧ અને ૨ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમ-9ના અનુક્રમાંકો ૩ થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને માહિતી અને પ્રસારણ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
શ્રમ અને રોજગાર વિભાગને ફાળવેલ વિષયો
- મજૂર વર્ગની સ્થિતિ. તેને માટે પ્રોવિડન્ટ ફંડ અને સવલતો સહિત મજૂર કલ્યાણ
- કામદારોને વળતર, માલિકની જવાબદારી અશક્તોને અને વૃધ્ધોને પેન્શન.
- સમાધાન, ન્યાયનિર્ણય અને લવાદી સહિત ઔદ્યોગિક મજૂરોની તકરારો. હડતાળો અને તાળાબંધી.
- મુંબઇ રાહત કાર્ય (ખાસ જોગવાઇ) અધિનિયમ. ૧૯૫૮નો અમલ.
- કામદાર સંઘોનું રજીસ્ટ્રેશન.
- ન્યુનતમ વેતન અને વેતનની ચૂકવણી.
- (તબીબી સંસ્થાઓ સિવાય) કામદારોનો રાજ્ય
- રોજગારી અને બેકારી
- દુકાનો અને વ્યાપારી સંસ્થાઓમાં નોકરીની શરતો વગેરે.
- વેતન બોર્ડની હકુમતો અને તેમની સત્તા
- રોજગાર વિનિમય તંત્ર.
- શારીરિક રીતે અપંગ વ્યક્તિ માટેની તાલીમ સહિત મજૂરોની ધંધાકીય અને ટેકનીકલ તાલીમ
- બોઇલરો અને ધુમાડાનો ઉપદ્વવ
- ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય. ઔદ્યોગિક અકસ્માતો. વિદ્યમાન ઔદ્યોગિક એકમોમાં માલસામાનની અને પદાર્થોની વ્યવસ્થા. ઉત્પાદન અને સંગ્રહમાંથી ઉપસ્થિત થતા લોકોને જોખમકારક હોય તેવી પ્રવૃત્તિઓના નિવારણ
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજપત્રિત અધિકારીઓની અને બિન-રાજપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો. પદનિયુકિતઓ. બદલીઓ બઢતીઓ, વર્તણૂંક રજા મંજૂરી પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો. અને
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા નિયમો, ૧૯૭૧ના નિયમ ૬ માં અનુક્રમાંકો-૧ અને ૨ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમમ-૬ ના અનુક્રમાંકો 3 થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને શ્રમ અને રોજગાર વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા.
- કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની બાબતો માટેની ફી.
કાયદા વિભાગને ફાળવેલ વિષયો
- સંવિધાનના આરંભે, “ભારતના ફોજદારી અધિનિયમ”માં સમાવિષ્ટ તમામ બાબતો સહિત પણ, સૂચિ-૧ અને સૂચિ-૨માં નિર્દિષ્ટ કરેલી બાબતો પૈકીની કોઇ બાબત અંગેના કાયદા સામેના ગુનાઓ સિવાય અને મુલકી સત્તાની મદદ માટે સંઘના નૌકા, લશ્કરી અને હવાઇદળ અને કોઇ શસ્ત્ર દળોનો ઉપયોગ સિવાય, ફોજદારી કાયદો.
- “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭3“માં સમાવિષ્ટ કરેલી તમામ બાબતો સહિત ફોજદારી કાર્યરીતિ પણ, તેમાં સદરહુ અધિનિયમની હેઠળ એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટો, સ્પેશિયલ એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટો અને ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટોની નિમણૂંક કરવાનો સદરહુ અધિનિયમ હેઠળ તેઓને ખાસ સત્તા સોંપવાનો અને તેમની પાસેથી આવી સત્તા પાછી ખેંચી લેવાનો સમાવેશ થતો નથી
- સંવિધાનની આરંભની તારીખે, “દિવાની કાર્યરીતિ અધિનિયમ” માં સમાવિષ્ટ તમામ બાબતો સહિત દિવાની કાર્યરીતિ, જમીન મહેસૂલની બાકીની રકમ તેમજ રાજ્ય બહાર ઉપસ્થિત થતી વસૂલાત પાત્ર રકમો સહિત કર, અને બીજા સરકારી લહેણી સંબંધી માંગણીઓની રાજ્યમાં વસૂલાત.
- પુરાવો અને સોગંધ, કાયદાને માન્યતા આપવી, જાહેર કાર્યો અને રેકર્ડો અને ન્યાયિક કાર્યવાહીઓ, રાજ્યના કાયદા વિષયક અહેવાલો (સ્ટેટ લો રિપોર્ટસ). લગન અને છુટાછેડા, શિશુ અને સગીર, દત્તક વિધાન
- ખેતીની જમીન અંગે હોય તે સિવાય વસીયતનામું (વીલ), બિન-વસીયતપણું અને વારસાહક, સંયુક્ત કુટુંબ અને તેનું વિભાજન-સંવિધાનના આરંભની તરત જ પહેલાં જે બાબતોના સંબંધમાં ન્યાયિક કાર્યવાહીમાંના પક્ષકારો, તેમના અંગત કાયદાને અધીન હતા તે બધી બાબતો.
- ખેતી જમીનને લગતા કરારો સિવાયના ભાગીદારોના, માલ લાવવા લઇ જવાની એજન્સીના કરારો અને બીજા ખાસ નમૂના અને કરાર સહિતના કરારો.
- લવાદો.
- દેવાળું અને નાદારી, સરવહીવટદાર અને સરકારી ટ્રસ્ટી.
- દાવા યોગ્ય અપકૃત્ય.
- રાજ્યના કોઇ કાયદાના અમલ માટે કાયદા દ્વારા કરવામાં આવતા દંડ, સજા અથવા કેદીની શિક્ષા કરવાને લગતા બધા વિધેયકોની કલમોની ચકાસણી.
- નાવધિકરણ, હકૂમત.
- કાયદા વ્યવસાય
- નેશનલ લો યુનિવર્સિટી
- ન્યાયતંત્રના વહીવટ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સિવાયની તમામ કોર્ટની રચના અને સંઘટન, હાઇકોર્ટના અધિકારીઓ અને નોકરો,
- સુપ્રિમ કોર્ટ સિવાયની તમામ કોર્ટમાં લેવાતી ફી
- સુપ્રીમ કોર્ટ સિવાય તમામ કોર્ટોની હકુમત અને સત્તા. નિર્ધનોને અપાતું કેસ અંગેનું ખર્ચ.
- આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીકયુટરો સહિતના પબ્લિક પ્રોસિકયુટરોની નિમણૂંક, મહેનતાણું વગેરે અને સંલગન તમામ કામગીરી સહીતનું નિયામકશ્રી પબ્લીક પ્રોસીકયુશનનું તંત્ર.
- સરકાર જેમાં પક્ષકાર હોય તેવા દિવાની મુકદ્દમા ચલાવવા અને રાજ્યના ન્યાય સલાહકારો, સરકારી વકીલો અને ખાસ ધારાશાસ્ત્રીઓ (કાઉન્સેલ્સ)ની નિમણૂંક અને તેમનું મહેનતાણું. હૂકમનામાની કોઇપણ લેણી રકમ માંડી વાળવી.
- દોષમુક્તિ સામે અપીલ અને સજા વધારવાની અરજી.
- નોટીસ અને હુકનામા વગેરેની બજવણી સહિત દાવા અને સમન્સ.
- મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૮૬૦નો અમલ સાહિત્યિક, વૈજ્ઞાનિક, ધાર્મિક અને બીજી મંડળીઓ અને એસોસિએશનો.
- કૃષિ અને સહકાર વિભાગ હેઠળની નોંધ ક્રમાંક-3ર પણ “નોટરી અધિનિયમ, ૧૯પર“નો અમલ.
- ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ, “મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ” અને ધમાંદા દેણગી અધિનિયમ”નો અમલ, સખાવતી, સખાવતો અને ધાર્મિક સંસ્થાઓ અને દેણગીઓ
- “તપાસ કમિશન અધિનિયમ, ૧૯પર“ અમલ અને તેમાંથી ઉદ્દભવતી બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના તમામ રાજપત્રિત અધિકારીઓની અને બિન-રાજપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-૨ માંના અધિકારીઓ સંબંધમાં પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને (3) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ ૬ માં અનુક્રમાંકો-૧ અને ૨ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમ-૬ ના અનુક્રમાંકો 3 થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા અથવા તે સરકારના કબજા હેઠળના અને કાયદા વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો. આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને ફાળવેલ વિષયો
- પાણી એટલે સરદાર યોજનાના સિંચાઇ ક્ષેત્રમાં વહેતી નદીઓના પાણીના વળાંક સાથે સંકળાયેલા સરદાર સરોવર યોજના અને યોજનાઓ સિવાયની રાજયમાંની તમામ યોજનાઓને લગતી પાણી પુરવઠો, સિંચાઇ નહેરો, ગટરકામ, બંધો, જળસંગ્રહ અને જળશકિત, જળના સુયોગ્ય ઉપયોગ માટે ડ્રીપસ્પીકલર અને માઇક્રો ઇરીગેશન સીસ્ટમ જેવી આધુનિક સિંચાઇ પધ્ધતિઓને લગતી તમામ વહીવટી તથા અંદાજપત્રીય અને હિસાબોને લગતી કામગીરી.
- ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીને લગતી તમામ કામગીરી.
- પંપ સિંચાઇ (ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ હેઠળ, “મંડળી” એ સંજ્ઞાના અર્થ મુજબ આવતી મંડળીઓ તેમજ સંસ્થાપિત મંડળીઓ સિવાયની વ્યકિતઓ દ્વારા થતી હોય તે સિવાય) અને પંપ સિંચાઇ સિવાય ટયુબવેલ અને સરદાર સરોવર યોજના સાથે સંકળાયેલ ટયુબવેલો
- સરદાર સરોવર યોજના સહિતની સિંચાઇને લગતા અંદાજપત્રો અને હિસાબો, સિંચાઇ સદરો હેઠળ અંદાજપત્રો અને હિસાબો સરદાર સરોવર યોજનાની સાથે સંકળાયેલ, સિંચાઇ ક્ષેત્ર વિકાસ તંત્રને લગતી તમામ બાબતો.
- સરદાર સરોવર યોજનાઓથી અસર પામેલ લોકોના પુર્નવસવાટ સાથે સંકળાયેલ બાબતો સરદાર સરોવર યોજનાને લગતી જમીન સંપાદન સાથે સંકળાયેલ બાબતો
- સરદાર સરોવર યોજનાની નદી કાંઠાના વિસ્તારમાં અને સિંચાઇ ક્ષેત્રમાં વનવૃધ્ધિને લગતી પ્રવૃત્તિઓના આયોજન કાર્યક્રમ અને તેની વ્યવસ્થા સાથે સંકળાયેલ બાબતો
- સરદાર સરોવરમાં મત્સયોદ્યોગ વિકાસ અને સરદાર સરોવર યોજના અને અન્ય સંકળાયેલ યોજનાને લગતી જળ સંગ્રહ સાથે સંકળાયેલી બાબતો
- કેન્દ્ર સરકારના મુખત્યાર (એજન્ટ તરીકે) ગુજરાત સરકારને સોંપાય તેવા કેન્દ્રના મહેસૂલ ખર્ચ કરવાના કામનું કેન્દ્ર સરકાર વતી સંચાલન અને નિભાવ તેમજ આવા કામ સંબંધી અંદાજપત્રો અને હિસાબો, કોઇ હોય તો તે રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલાં કે સરકારના કબજા હેઠળના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને સોંપેલાં કામ, જમીન અને મકાનો.
- સંઘના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા અથવા સરકારના કબજા હેઠળના અને નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને સોંપેલા કામ, જમીન અને મકાનો
- જળ વિધુત યોજનાઓની તપાસ તેમજ અમલ કોન્ટ્રાકટરો અને સપ્લાયરોના રજિસ્ટ્રેશનને લગતી બાબતો અને અન્ય આનુષાંગિક બાબતો.
- માનવો તેમજ પશુ અને સરકારી પાણી પુરવઠા યોજનાઓ અને પાણી કામો માટે ગામ પાણી પુરવઠાની બાબતો.
- નગરપાલિકાઓ અને સ્થાનિક મંડળો અને સરકાર માટે, સરકારી એજન્સીઓને કરવાનુ ફરમાવ્યું હોય ત્યારે, પાણી પુરવઠા ગટરકામ, બોરિંગ વગેરે જેવી આરોગ્યપ્રદ પરિયોજનાઓ તૈયાર કરવી અને તેનો અમલ કરવો. જાહેર આરોગ્ય સદર હેઠળના અંદાજપત્રો અને હિસાબો. વોટર ટેન્કર ઓર્ગેનાઇઝેશન. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને વોટર ટેન્કર ઓર્ગેનાઇઝેશનના હિસાબો અને અંદાજો. કલ્પસર પરિયોજના પ્રભાગ વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજ્યપત્રિત અધિકારીઓની અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો. વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧, અને ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર ના અધિકારીઓના સંબંધમાં રજા મંજુર કરવાને અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ ૬ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-9ના અનુક્રમાંકો 3 થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. કોઇપણ કોર્ટમાં લેવાતી ફી સિવાયની આ સુચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને ફાળવેલ વિષયો :- સામૂહિક વિકાસ યોજના
- રાષ્ટ્રીય વિસ્તરણ સેવા. જિલ્લા વિકાસ બોર્ડ સહિત ગ્રામ વિકાસ, સ્થાનિક વિકાસ કામ.
- સર્વોદય.
- રાજ્યનું પંચાયત તંત્ર.
- સ્થાનિક બોર્ડ સાથે સંકળાયેલી બધી બાબત (રસ્તાઓ સિવાય).
- સ્થાનિક સંસ્થાઓને લોન. સ્થાનિક સંસ્થાઓ વસૂલ કરતી હોય તે માથાવેરી, વ્યવસાય, વેપાર, ધંધો અને રોજગાર ઉપરના કર, પશુઓ અને હોડીઓ પરના કર, વર્તમાનપત્ર સિવાયના બીજા માલના ખરીદ કે વેચાણ ઉપરના કર, વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી ખબરો સિવાયની જાહેરખબરો ઉપરના કર
- સ્થાનિક વિસ્તારોમાં વપરાશ, ઉપયોગ અથવા વેચાણ માટે પ્રવેશના માલ ઉપર ઉપકર. જમીન અને મકાનો ઉપરના કર (સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ લેતી હોય તે) રેલવે, દરિયાઇ અથવા હવાઇ માર્ગે લઇ જવાતા માલ અને મુસાફરી પરના સીમાકર બજારો અને મેળા. ધર્મશાળાઓ અને તેના રખેવાળો. ગ્રામ ગૃહનિર્માણ યોજનાઓ.
- ‘ગુજરાત ગ્રામ ગ્રહ નિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૭ર“ નો અમલ અને તેમાંથી ઉપસ્થિત થતી બાબતો. કેન્દ્ર અને રાજય, એ બન્ને સરકારોની યોજના હેઠળના ગ્રામ વિસ્તારોમાં ભૂમિહીન મજુરોને વિના મૂલ્ય ઘરથાળની જમીન આપવા બાબત
- બ્લોક કક્ષા આયોજન. કામને બદલે અનાજના કાર્યક્રમો. અંત્યોદય ગ્રામ વિકાસને લગતી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ.
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોના સંબંધમાં નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વતર્ણક, રજા-મંજુરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો. વિભાગના વહીવટી નિયત્રણ નીચે સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-૬ ના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને પંચાયત, ગ્રામ ગ્રહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને સોંપયલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંના કોઇપણ બાબતના હેતુ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની બાબતો માટેની ફી.
મહેસૂલ વિભાગને ફાળવેલ વિષયો
- રાજ્યની અંદરના પ્રાદેશિક ફેરફારો.
- બીજા રાજય સાથેની સીમાની તકરારો.
- ભારતની મોજણી.
- જમીન એટલે કે જમીનમાં કે જમીન ઉપરના હક, ગણોત વહીવટ અધિનિયમના અમલ મુજબ ગણોતીયાઓને લોન આપવા સહિતના જમીનદાર અને ગણોતિયા વચ્ચે અને ગણોતની વસૂલાત અને ખેતીની જમીનની તબદીલી અને સ્વાત્વાર્પણ સહિત જમીનના સત્તા પ્રકાર ખેડૂતોને અને કુદરતી આપત્તિ વખતે જેમને સહન કરવું પડયું હોય તેવા બીજાઓને તગાવી લોન, ભૂમિગત ધન
- મહેસૂલની આકારણી અને વસૂલાત, જમીન અંગેના દફતરોની જાળવણી મહેસૂલના હેતુઓ માટે મોંજણી અને હકપત્રકો અને મહેસૂલના સ્વતત્વાર્પણ સહિત જમીન મહેસૂલ.
- ખેતીની આવક ઉપર કરવેરો.
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ નાંખેલા કર સિવાયના જમીન અને મકાનો ઉપરના રાજ્ય નો કર
- ખેતીની જમીનના વારસાહક અંગેની ડયુટી.
- મ્યુનિસિપલ હદની બહાર આવેલી જમીનનો વિકાસ.
- કેન્દ્ર સરકારની જમીન ખેડ જમીનોનું એકત્રીકરણ.
- જમીન યોજનાઓ સાથે સંકળાયેલા કામ.
- મહેસૂલને લગતા કેસોમાં અપીલ કોર્ટ, મહેસૂલ કોર્ટમાંની કાર્યરીતિ સહિત મહેસૂલી બાબતોમાં અપીલ કોર્ટની કાર્યરીતિ
- મામલતદાર કોર્ટ અધિનિયમ.
- મિલકત સંપાદન કરવી, રાજ્યના હેતુઓ માટે અથવા કોઇ બીજા હેતુ માટે સંપાદન કરાયેલી મિલકત માટે વળતરના સિધ્ધાંતો નકકી કરવા અને આવા વળતર આપવાના નમૂના અને રીત ભારતના સંરક્ષણ (સ્થાવર મિલકતના હંગામી સંપાદન અને સંપાદન) બાબતના નિયમો, ૧૯૭૧ હેઠળ સંરક્ષણના હેતુઓ માટે સ્થાવર મિલકતનું સંપાદન
- વધારાના લશ્કરી નિવાસોની ખરીદી
- તમાકુ ઉપરની જકાતો.
- માથાવેરો, વ્યવસાય, વેપાર, ધંધા અને રોજગાર ઉપરના કર
- સ્ટેમ્પ ડ્યુટીના દર ને લગતી સૂચી માં જોગવાઈઓ માં નિર્દેશ કર્યા હોય તે સિવાયના દસ્તાવેજો સંબંધમાં સ્ટેમપ ડયુટીના દર.
- અદાલતી સ્ટેમ્પ દ્વારા વસૂલ કરાતી ડયુટી અથવા ફી સિવાયની તથા સ્ટેમ્પ ડયુટીના દર સિવાયની સ્ટેમ્પ ડયુટી, અદાલતી અને બિન-અદાલતી સ્ટેમ્પ અને તેના વડે વસૂલ કરવામાં આવતી ડયુટી
- વેઠ નિવારણ,
- રાજય કામે ગાડા લેવા.
- ખેત જમીનો સિવાયની મિલકતની તબદીલી,
- ખતો અને દસ્તાવેજોની નોંધણી.
- દુષ્કાળ રાહત અને અનાજની તંગી અટકાવવાના પગલાં.
- આગ, પૂર, અને બીજી કુદરતી અથવા સામાન્ય આફતો વગેરે અંગે રાહત, કટોકટી રાહત તંત્ર
- મોસમ પૂરી થયા પછીના સમય દરમિયાન ગ્રામ વિસ્તારોમાં ખેત મજૂરોને રોજગારી આપવાની યોજના
- નિર્વાસિત વ્યકિત માટે ગૂહનિર્માણ યોજના નાના નગરો અને વસાહતો અને તેમનો પુર્નવસવાટ.
- નિર્વાસિત વ્યકિતઓ માટે કામની જોગવાઇ અને તાલીમની સગવડ “હિજરતી મિલકત અધિનિયમ હિત સંબંધ (અલગ કરવા સંબંધી) અધિનિયમ”, “મુંબઇ શરણાર્થી અધિનિયમ”, “મુંબઇ નિર્વાસિત વ્યકિત નિવાસ નિયંત્રણ અને નિયમન અધિનિયમ ૧૯પર “, “દુશમન મિલકત અધિનિયમ ૧૯૬૮ “ નો અમલ.
- નિર્વાસિત વ્યકિતઓને વળતર આપવાને લગતી બાબત અને “નિર્વાસિત વ્યકિત (વળતર અને પુર્નવસવાટ), અધિનિયમ ૧૯૫૪“. શહેરી વિસ્તારોને લોનની યોજના (નિવસિતો) અને બ્રહ્મદેશના હિજરતીઓને પેશગી.
- મોઝામ્બિક, બ્રહ્મદેશ, ઝાંઝીયાબાર, પૂર્વ આફિકા, અને શ્રીલંકા(સિલોન) માંથી પાછા ફરેલ હિન્દી વતનીઓને સહાય અને તેમના પુન:વસવાટ બાબત.
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજ્યપત્રિત અધિકારીઓની અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો,પદનિયુકિતઓ બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-ર ન અધિકારીઓને પેન્શન મંજુર કરવાને લગતી તમામ બાબતો
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-રના અધિકારીઓન સંબંધમાં રજા મંજૂર કરવાનો અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહુ નિયમ-૯ ના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કય પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબત રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને મહેસૂલ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો. આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની બાબત માટેની ફી. ‘આફતોનો સામનો કરવા માટેનું આગોતરું આયોજન કરવું અને લાંબાગાળાની પુન:વસવાટ અને પુનઃનિર્માણની નીતિઓ ઘડી કાઢી, ઉપલબ્ધ વહીવટી અને ક્ષેત્રિય તંત્ર મારફત તેની યોજનાઓ બનાવી તેઓ અમલ કરાવવો
માર્ગ અને મકાન વિભાગને ફાળવેલ વિષયો
- બીજા કોઇ વિભાગને સોંપાયેલ હોય તે સિવાયના રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના બીજા કબજા હેઠળના કામ, જમીન અને મકાનો.
- સરકારી મકાનોમાં વીજળી વ્યવસ્થા અંગેનું બાંધકામ અને તેની જાળવણી અને જળવિદ્યુત યોજનાઓની તપાસ તેમજ અમલ.
- રપ૯-જાહેર કામો “ હેઠળ રાજભવનના બધા કામનું ખર્ચ.
- કેન્દ્ર સરકાર મુખત્યાર (એજન્ટ) તરીકે ગુજરાત સરકારને સોંપાય તેવા કેન્દ્રના મહેસૂલ ખર્ચ કરવાના કામનું કેન્દ્ર સરકાર વતી સંચાલન અને નિભાવ તેમજ આવા કામ સંબંધી અંદાજપત્રો અને હિસાબ હોય તો તે.
- ગ્રામ ટેલિફોન વ્યવસ્થા.
- નોકાદળ, સૈનિકદળ અને હવાઇદળનાં કામો સહિત- સંઘના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા અથવા સરકારના કબજા હેઠળના કામો, જમીન અને મકાનો
- વ્યવહારો એટલે સૂચિ-૧માં નહીં દર્શાવેલ રસ્તાઓ (ગામડાના પ્રવેશ-માર્ગો સહિત) પુલો, હોડી માર્ગો અને વ્યવહારના અન્ય સાધનો, સૂચિ-૧માંની, એવી રેલવેઓને લગતી જોગવાઇઓને અધીન રહીને, નાની રેલ્વે, મ્યુનિસિપલ ટ્રામવે, રોપવે રેલ્વે બોર્ડ બહાર પાડેલા સામાન્ય હુકમો હેઠળ સરકાર વતી માલ/વસ્તુઓ લઇ જવી, લાવવી અને તેની હેરફેર
- ટોલ.
- અમદાવાદ ખાતે સરકારી કચેરીઓ માટે વ્યવસ્થા. મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવને ગાંધીનગર શહેરમાં નિવાસસ્થાનની વ્યવસ્થા
- ઉપવનો અને બગીચા.
- ગુજરાત સરકાર હસ્તકના એરસ્ટ્રીપસ અને હેલીપેડોના બાંધકામ અને નિભાવની તમામ કામગીરી તથા આ માટે બજેટ જોગવાઇ અને આયોજનની કામગીરી
- રહેઠાણ વ્યવસ્થા, “મુંબઇ જમીન હંગામી સંપાદન અધિનિયમ, ૧૯૪૮, ભારતના સંરક્ષણ (સ્થાવર મિલકતનું હંગામી સંપાદન અને સંપાદન) બાબતના નિયમો, ૧૯૭૧“ હેઠળ સંરક્ષણના તે માટે સ્થાવર મિલકત સંપાદન કરવી
- ગુજરાત ગુહનિર્માણ વિકાસ નિગમ લિમીટેડ
- બાંધકામમાં જરૂરી વસ્તુઓનું અને મકાનોનું નિયંત્રણ.
- કોન્ટ્રાકટરો અને સપ્લાયરોના રજિસ્ટ્રેશનને લગતી બાબતો અને અન્ય આનુષંગિક બાબતો.
- રેલવે.
- માર્ગો અને મકાનોના સદર અંગેના અંદાજપત્રો અને હિસાબો.
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-ર ના
- અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો; અને
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર નાઅધિકારીઓના
- સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) અગાઉના જાહેર બાંધકામ વિભાગને લગતી બાબતો (મહેકમની બાબતો સહિત)
- સૂચિમાંની કોઇપણ બાબતોના હેતુ માટે તપાસ અને આંકડા.
- કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાયની, આ સૂચિમાંની બાબત માટેની ફી.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને ફાળવેલ વિષયો
- પછાત અને સમાજ કલ્યાણ માટે વહીવટી તંત્ર.
- ભાષાકીય લધુમતીઓને લગતી બાબતો. અંત્યોદય કાર્યક્રમનો પેન્શન ભાગ
- અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ, ભટકતી જાતિઓ સહિત પછાત વર્ગોને અને અન્ય પછાત વર્ગોને લગતા કલ્યાણ કાર્યોનું સંકલન
- અનુસૂચિત જાતિ કલ્યાણ બોર્ડ
- “અસ્પશ્યતા (ગુના) અધિનિયમ, ૧૯પપ” નો અમલ. “જાહેર પૂજા માટેના હિંદુ સ્થળોમાં પ્રવેશ (પ્રાધિકરણ) અધિનિયમ, ૧૯પ૬“ નો અમલ. અનુસૂચિત આદિજાતિઓ માટેના છાત્રાલયો સહિતનાં પછાતવર્ગ છાત્રાલયો. નિવાંસિતો, નિરાધાર સ્ત્રીઓ અને બાળકો, વૃધ્ધો અને અશક્તોનો નિભાવ અને સંભાળ અને તેમને માટે ગ્રહો અને અસક્તાશ્રમો સ્થાપવા બાબત
- બાળ લગન પ્રતિબંધ અધિનિયમ, ૧૯૨૯નો અમલ
- બાળ અપરાધો અને અપરાધી બાળકો માટેની પાછળની સંભાળ
- અનાથાશ્રમ અને અન્ય સખાવતી ગ્રહો (દેખરેખ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૬૦.
- સામાજિક આર્થિક મોજણી સહિત, સામાજિક સેવા કાર્યો માટે તાલીમ અને સંશોધન. સામાજિક સેવા કાર્યને લગતી પ્રવૃતિઓનું સંકલન.
- કોઇપણ બીજા વિભાગને ખાસ ન સોંપાયેલું સામાજિક કલ્યાણને લગતું બધું કામ. ભિક્ષક અધિનયમ અને નિયમોના અમલ સહિત ભિખારીઓ માટેની સંસ્થાઓએ અટકમાં રાખેલા ભિખારીઓની મુકિત, ભીખ માટેની પરમિટી વગેરે.
- છોડી મૂકેલા પુખ્ત ઉમરના કેદીઓની મુકિત પછીની સંભાળના કાર્યક્રમ, વર્ક હાઉસ, મુકિતફોજ, ગ્રહ (સુધારા ગ્રહ), કેદી સહાયક મંડળીઓ.
- ઉધ્ધાર ગ્રહો અને ઉધ્ધાર કાર્યો.
- સુધારા ગ્રહ શાળાઓ. અંધ, બહેરા-મુંગા અને જેમનો માનસિક વિકાસ અટકી ગયો હોય તેવાઓ અંગેના પ્રશ્નો
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો. વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો; અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર નાઅધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-9ના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલાં કે સરકારના કબજા હેઠળના અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સુચિમાંની બાબતો માટેના ફી.
શહેરી વિકાસ અને શહેરી ગુહનિર્માણ વિભાગને ફાળવેલ વિષયો
- સ્થાનિક સ્વરાજય એટલે કે, સ્થાનિક સ્વરાજયના હેતુઓ માટે, મ્યુનિસિપલ કોર્પોરેશનની, નગરપાલિકાઓની, ઇમપુમેન્ટ ટ્રસ્ટોની ખાણ વસાહત સત્તામંડળો તથા બીજા સ્થાનિક સત્તામંડળોની રચના અને તેમની સત્તા
- (કેન્ટોનમેન્ટમાં ન્યાયાધિકારીઓની નિમણૂંક સિવાય) કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજય, એવા વિસ્તારોમાં મકાનો, રહેઠાણોનું નિયમન (ભાડા નિયંત્રણ સહિત) અને ભારતની અંદરના આવા વિસ્તારોની હદ આકારણી
- મુંબઇ ભાડા હોટેલ અને નિવાસગ્રહ દર નિયંત્રણ, અધિનિયમ, ૧૯૪૭.
- ગુજરાત મ્યુનિસિપલ નાણા વ્યવસ્થા બોર્ડ અધિનિયમ, ૧૯૭૯ નો અમલ અને તેમાંથી ઉપસ્થિત થતી બાબતો. સ્થાનિક વિસ્તારોમાં વપરાશ, ઉપયોગ અથવા વેચાણ માટે તેમાં પ્રવેશતા માલ ઉપર ઉપકર.
- જમીન અને મકાનો ઉપરના કર
- શિક્ષણ ઉપકર. રેલવે, દરિયાઇ અથવા હવાઇ માર્ગે લઇ જવાતા માલ અને મુસાફરી ઉપર સીમા કર નગર આયોજનની રચના.
- નગર આયોજન અને આકારણી ખાતું. અમદાવાદ, વડોદરા અને સુરત માટે શહેર સંકલન કાઉન્સિલ અને ગાંધીધામ માટે સંકલન સમિતિ.
- યુરોપિયન કબ્રસ્તાન સહિત દફન અને કબ્રસ્તાનો, અગ્નિદાહ અને સ્મશાન ભૂમિઓ.
- ગુહનિર્માણ યોજનાઓ અને સફાઇ કામદારો માટે ગ્રહનિર્માણ, વ્યકિતઓ, સહકારી મંડળીઓ, સંસ્થાઓ વગેરેને લાગુ પડતી ઓછી આવકવાળા જુથો માટેની ગુહનિર્માણ યોજનાઓ.
- ઔદ્યોગિક ગૃહનિર્માણ સહિત ગુહનિર્માણ અને ઓછી આવકળાવાળા જૂથમાં આવતી સહકારી મંડળીઓને મદદ અને ગંદા વસવાટની નાબૂદી યોજનાઓ, ઓછી આવકવાળા જૂથમાં આવતી સંસ્થાઓને મદદ આપવી.
- ઔદ્યોગિક કામદારો અને નોકરોની સહકારી ગુહનિર્માણ મંડળીઓને લગતી હોય તેવી સહાયિત ઔદ્યોગિક ગૃહનિર્માણ યોજના.
- ગુજરાત ગુહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧ નો અમલ અને તેમાંથી ઉપસ્થિત થતી બાબતો.
- ગુજરાત ગંદા વસવાટ (સુધારણા નાબૂદી અને પુર્નવિકાસ) અધિનિયમ, ૧૯૭૩નો અમલ અને તેમાંથી ઉપસ્થિત થતી બાબતો.
રમગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગને ફાળવેલ વિષયો
- સંગ્રહાલયો. સંસદે કાયદાથી રાષ્ટ્રીય અગત્યતના જાહેર કર્યા તે સિવાયના પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અને પુરાવશેષ સ્થાનો અને અવશેષો
- યુવક કલ્યાણ. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમગમત, રાજયની મુલાકાત લેતાં સાંસ્કૃતિક મંડળો વગેરે સહિત મનોરંજનો અને વિશ્રાંતિ સમયની પ્રવૃત્તિઓ.
- રાજય દ્વારા નિયંત્રિત થતા કે આર્થિક સહાય મેળવતાં ગ્રંથાલયો અને આ પ્રકાશનની બીજી સંસ્થાઓ, ગ્રંથાલયોની નોંધણી
- દફતરી અને હસ્તપ્રતો.
- શતાબ્દિ ઉજવણી અને સ્મારકો
- અકાદમીઓ.
- રાજય ગેઝેટિયરો, સંસ્મરણો, ગ્રંથો.
- રાજભાષાઓ (ભાષા નિયામકની કચેરીની મહેકમ સહીતની સમગ્ર કામગીરી
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના બધા રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની લગતી તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો; અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર ના અધિકારીઓ સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-9ના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના રમગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને સોંપાયેલ કામ, જમીન અને મકાનો. આ સૂચિમાંની કોઇપણ બાબતોના હેતુ માટે તપાસ અને આંકડા. કોઇપણ કોર્ટમાં લેવાતી ફી સિવાયની, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને ફાળવેલ વિષયો
- સંસદે કાયદાથી જાહેર હિતમાં ઇષ્ટ હોવાનું જાહેર કર્યું હોય તેવા તેલ અને કુદરતી ગેસના ક્ષેત્રોનું નિયમન અને કેન્દ્રીય સરકારના અંકુશ નીચે જેટલે સુધી આવા નિયમન અને વિકાસ હોય તેટલે સુધી વિકાસ.
- સંસદે કાયદા દ્વારા ક્રુડ ઓઇલ અને કુદરતી ગેસ વિકાસને લગતી કોઇ મર્યાદા મૂકી હોય તેને અધીન રહીને, ક્રુડ ઓઇલ અને કુદરતી ગેસ ક્ષેત્રોનાં ખનિજ હક્કો ઉપર કર.
- ગેસ અને ગેસવર્ક.
- કોલ બેડ મીથેન (સી.બી.એમ.).
- વીજળી, વીજળી કર, ભારત વીજળી અધિનિયમ, ૧૯૧૦, વીજળી(પૂરવઠા) અધિનિયમ, ૧૯૪૮, મુંબઇ વીજળી (ખાસ સત્તા) અધિનયમ, ૧૯૪૬ અને મુંબઇ લીફટ અધિનિયમ, ૧૯૩૯ એ બધાનો અમલ
- ગૃહ વપરાશ માટેના લેમપ, ઇલેકટ્રીક સાધનો અને ઇલેકટ્રીક ઉપસાધનોના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વહેંચણીના નિયમન અને તેની ગુણવત્તા ઠરાવવાના સંબંધમાં આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, ૧૯પપ ની કલમ-3 હેઠળના ભારત સરકારના હુકમોનું ગુજરાત રાજય અન્ડરટેકિંગો (ઉપક્રમ) અને સરકારી કોર્પોરેશનો, રાજય પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ સહિતનાં (ગુજરાત એનજીં ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) સિવાય)
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજ્યપત્રિત અધિકારીઓ અને બિનરાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો; અને
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ 9માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-9ના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલ અથવા સરકારના કબજા હેઠળના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને સોંપેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુ માટે તપાસ અને આંકડા.
- કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબતો માટેની ફી
વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગને ફાળવેલ વિષયો
- રાજય વિધાનમંડળના સભ્યોના, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના અને સરકારના મુખ્ય દંડકના પગાર અને ભથ્થાં, રાજય વિધાનમંડળની અને તેના સભ્યો અને સમિતિની સત્તા, વિશેષાધિકારો અને તેમને મળતી મુકતિ, રાજય વિધાનસમંડળની સમિતિ સમક્ષ જુબાની આપવા માટે કે દસ્તાવેજ રજૂ કરવા માટે વ્યકતિઓને હાજર થવા ફરમાવવું
- રાજય વિધાનમંડળના સભ્યપદ માટેની ગેરલાયકાતો દૂર કરવી. રાજય વિધાનમંડળની કાર્યરીતિના નિયમો. સંસદીય કામકાજને લગતી બીજી બાબતો જેવી કે
(૧) રાજય વિધાનમંડળની બેઠક બોલાવવી અને તે બેઠકની સત્ર સમાપ્તિ અને તેનુ વિસર્જન.
(ર) રાજય વિધાનમંડળમાં, વેધાનિક અને બીજા સરકારી કામકાજના આયોજન અને સંકલન.
(3) વિધાનમંડળના સભ્યોએ નોટિસ આપી હોય તેવા પ્રસ્તાવોની ચર્ચા-વિચારણા માટે રાજય વિધાનમંડળના સરકારી સમયની ફાળવણી.
(૪) ખાનગી સભ્યોના વિધેયકો અને ઠરાવોના ફેરફારની તપાસ
(પ) પક્ષના નેતાઓ અને મુખ્ય દંડક સાથે સંપર્ક.
(૬) વિધેયક અંગેની પ્રવર સમિતિઓ માટેના સભ્યોની યાદી.
(૭) સરકારે સ્થાપેલી સમિતિ અને મંડળોમાં રાજય વિધાનમંડળોના સભ્યો નિમણૂંક બાબત.
(૮) જુદા જુદા વિભાગો માટે રાજય વિધાનમંડળના સભ્યોની અનૌપચારીક સલાહકાર સમિતિઓની રચના.
(૯) રાજય વિધાનમંડળમાં મંત્રીઓએ આપેલી ખાતરીઓનો અમલ.
(૧૦) કાર્યવાહી અંગે અને બીજી સંસદીય બાબતો અંગે વિભાગોને સલાહ આપવી.
(૧૧) રાજય વિધાનમંડળની સમિતિઓએ કરેલી સામાન્ય અરજીની ભલામણો અંગે વિભાગોએ લીધેલાં પગલાંનું સંકલન.
(૧ર) રાજય વિધાનમંડળ સાથે સંકળાયેલી બીજી તમામ બાબતો.
- સંસદ અને સંસદીય બાબતો સાથે સંકળાયેલી બાબતો. બંધારણની રાજય-યાદી અને સમવતી યાદી હેઠળ આવતા વટહુકમો અને વિધેયકોના મુસદ્દા ઘડવાની કામગીરી તેની ટેકનિકલ અને કાર્યરીતિને લગતી બાબતો સહિત.
- વૈધાનિક નિયમો, વિનિયમો, ઉપ-નિયમો, જાહેરનામા, હુકમો વગેરેની ચકાસણી અને મુસદ્દા ઘડવા.
- રાજયમાં અમલી કાયદાઓને અદ્યતન કરવા, વૈધાનિક અને સંસદીય બાબતોને લગતું સંશોધન કાર્ય, અધિનિયમોનું અને વૈધાનિક અને સંસદીય બાબતોના સંકલન ગ્રંથોનું પુન:નિરીક્ષણ.
- અધિનિયમોનું પુનઃમુદ્દણ. સરકારી અને બિન સરકારી વિધયકો, વટહુકમો અને તેના સુધારા વૈધાનિક નિયમો, જાહેરનામા, હુકમો, શુધ્ધિપત્રો અને કેન્દ્ર સરકારના અગત્યના કાયદાઓનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર અને તેને લગતી બીજી ટેકનિકલ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના તમામ રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો; અને વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-9ના અનુક્રમાંકો ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા અથવા સરકારના કબજા હેઠળના અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગને સોંપયલા, કામ જમીન અને મકાનો. આ સૂચિમાંની કોઇપણ બાબતોના હેતુ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી..
બંદરો અને વાહનવ્યહાર વિભાગને ફાળવેલ વિષયો
- મુખ્ય બંદરો સહિત બંદરો એટલે કે જાહેર કરાયેલા અને હદ નકકી કરેલી હોય તેવા બંદરો અને બંદર અધિકાર મંડળોની રચના અને સત્તા.
- સૂચિ-૧ અને સૂચિ-રના આંતરિક જળમાર્ગોને લગતી જોગવાઇઓને અધીન રહીને આવા જળમાર્ગો અને તેના પરની અવરજવર.
- આંતરિક જળમાર્ગો ઉપર “જેટી” ના બાંધકામ અને તેમાં કાદવ સાફ કરવા બાબત.
- વહાણવટા અને વિમાનોની સલામતી માટે દીવાવાળા વહાણો, આકાશદીપો અને બીજી વ્યવસ્થા સહિત દીવાદાંડીઓ.
- યંત્રથી ચાલતા વહાણોને લગતું આંતરીક જળમાર્ગો ઉપરનું વહાણવટું અને નૌપરિવન અને આવા જળમાર્ગો પર પસાર થવા અંગેના નિયમો, રાષ્ટ્રીય જળમાર્ગને લગતી સૂચિ૧ ની જોગવાઇઓને આધીન રહીને આંતરિક જળમાર્ગો ઉપર મુસાફરો અને માલની હેરફેર.
- ભરતી વહાણવટા અને નૌપરિવહન સહિત દરિયાઇ વહાણવટું અને નૌપરિવહન વ્યાપરી, શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા અને રાજય દ્વારા અપાતા આવા શિક્ષણ અને તાલીમનું નિયમન, આાંતદેશીય આગબોટ અધિનિયમ.
- આંતરિક જળમાર્ગો પર લવાતા અને લઇ જવાતા મુસાફરો અને માલ માટેની ફી. ગુજરાત મરીટાઇમ બોર્ડ અધિનિયમ, ૧૯૮૧
(૧) (સા.વ.વિ.ને ફાળવેલ વિષયોમાં નોંધ નંબર ૪પ હેઠળ આવી જતા હોય તે સિવાયના) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન-રાજ્યપત્રિત સરકારી નોકરોની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
(ર) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-૧ અને વર્ગ-ર માંના અધિકારીઓ સંબંધમાં પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો; અને
(3) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય કેડરના વર્ગ-ર ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-૬ ના અનુક્રમાંકો ૩ થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલ કે સરકારના કબજા હેઠળના અને બંદરો અને વાહન વ્યવહર વિભાગને સોંપયલા, કામ જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતોના હેતુ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી. યંત્ર સંચાલિત વાહનો સહિતના વાહનો મોટર વાહનો અને જાહેર વાહનો, સરકારી વાહન વ્યવહાર સેવા સહીત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમની સેવાઓ
- યંત્ર સંચાલિત હોય કે ન હોય તેવા, રસ્તા પર ઉપયોગ કરવા માટે યોગ્ય હોય તેવા વાહનો પરના કરવેરા, મુંબઇ મોટર (વાહન ઉતારૂ વેરો) અધિનિયમ, ૧૯૫૮
મહિલા અને બાળ વિકાસ વિભાગને ફાળવેલ વિષયો
- પોષક આહાર કાર્યક્રમ
- અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ, ૧૯૮૬.
- ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લીમિટેડ
- મહિલાઓને સમર્થ બનાવવા માટે સંગઠનોને નાણાકીય સહાય.
- મહિલાઓને સમર્થ બનાવવા માટે દસ્તાવેજીકરણ અને હિમાયત.
- કેન્દ્રીય અને રાજય કલ્યાણ બોર્ડની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ તમામ બાબતો. દહેજ પ્રતિબંધક અધિનિયમ, ૧૯૬૧
- મહિલા અને બાળ કલ્યાણ અને અન્ય વિભાગોમાં ચાલતી મહિલા અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓનું સંકલન.
- મહિલા અને બાળકો સાથે અનૈતિક વ્યવહાર સંદર્ભે ભારત સરકાર તથા અન્ય સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર.
- મહિલા અને બાળકોને લગતી પ્રવૃત્તિઓનું આયોજન, સંશોધન, મૂલ્યાંકન, વિનિયમન, પરિયોજના તૈયાર કરવી
- તાલીમ અને આંકડાકીય માહિતી.
- યુનાઇટેડ નેશન્સ ચિલ્ડન ઇમરજન્સી ફંડ (યુનિસેફ) તથા તેના જેવી મહિલા અને બાળ કલ્યાણના સંદર્ભમાં કામ કરતી સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર.
- રાજય મહિલા આયોગને લગતી કામગીરી
- બાલિકા સમૃધ્ધિ યોજના.
- મહિલાઓની જાતિય સતામણી.
- સ્વયંસિધ્ધા યોજના.
- વિધવાઓના પેન્શનને લગતી કામગીરી.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજ્યપત્રિત અધિકારીઓ અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની સચિવાલય સંવર્ગની વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગની વર્ગ-ર ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ 9માં, અનુક્રમાંકો ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવાને અને સદરહું, નિયમ-૬ ના અનુક્રમાંકો ૩ થી ૮ માં નિર્દષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી શરૂ કરવાને લગતી તમામ બાબતો
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલ કે સરકારના કબજા હેઠળના અને મહિલા અને બાળ વિકાસ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતોના હેતુ માટે તપાસ અને આંકડા.
- કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને ફાળવેલ વિષયો
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પ્રભાગ :
- ઇન્ફર્મેશન ટેકનોલોજી.
- ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી.
- ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી.
- ગુજરાત ઇન્ફર્મેટીક લિમિડેટ.
- રીમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર (રિસેકો)
બાયોટેકનોલોજી પ્રભાગ :
- બાયોટેકનોલોજીને સંબંધિત વિષયો પર તમામ વિભાગોને નીતિ વિષયક માર્ગદર્શન આપવું, રાજયના વિકાસમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થઇ શકે તેવા ક્ષેત્રોની તપાસ કરવી, બાયોટેકનોલોજી સાથે સંકળાયેલ સરકારના તમામ વિભાગોને ટેકનિકલ સહયોગ પૂરો પાડવા સાથેની તેમની તમામ યોજના તથા પ્રોજેકટનું વિનિયમન કરવું.
- બાયોટેકનોલોજી ક્ષેત્રે થતા સંશોધનનું વિનિયમન કરવું અને આ ક્ષેત્રમાં પ્રાપ્ય ઉચ્ચ કક્ષાના જ્ઞાનની માહિતી રાખવી.
- રાજયના એકંદરે વિકાસમાં નવી રોજગારીની તકો ઉભી કરવા બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય તેવી યોજના અને પ્રોજેકટ તૈયાર કરવા તથા તેનું અમલીકરણ કરવું
- સંશોધન પ્રોજેકટ હાથ ધરવા અને તે માટે નાણાં ઉપલબ્ધ કરાવવા.
- સંશોધન પ્રોજેકટ અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટેની પધ્ધતિઓ નકકી કરવી.
- બાયોટેકનોલોજી અને તેને સંબંધિત વિષયોને પ્રોત્સાહિત કરવા ક્ષેત્રીય નિર્દશન અને દસ્તાવેજી અભ્યાસ હાથ ધરવો.
- દસ્તાવેજીકરણ કેન્દ્રો નિભાવવા.
- બાયોટેકનોલોજી ક્ષેત્રે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવું અને તે માટે જરૂરી કાર્યવાહી કરવી.
- ભારત સરકાર, વિદેશી એજન્સીઓ, અન્ય રાજય સરકારો, યુનિવર્સિટીઓ, પારંગત/નિષ્ણાંત સંસ્થાઓ અને વ્યકિતઓ સાથે બાયોટેકનોલોજી વિષય અને તેની સંલગન બાબતોનું સંકલન.
- બાયોટેકનોલોજીને સંબંધિત પર્યાવરણના પ્રશ્નો હાથ ધરવા.
- બાયોટેક પ્રોડકટસનો અનધિકૃત ઉપયોગ થતો અટકાવવો તથા તે અંગેની બાબતો હાથ ધરવી.
- પરીક્ષણ સવલતોને સ્થાપિત કરવી અને પ્રોત્સાહિત કરવી.
- ગુજરાત કાઉન્સીલ ઓફ બાયોટેકનોલોજી. સચિવાલયના તમામ વિભાગો સાથે બાયોટેકનોલોજી સંબંધે સંકલનનું સઘળું કામ.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજ્યપત્રિત અધિકારીઓ અને બિન-રાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો.
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગની વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો:
- વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગના વર્ગ-રના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવાને અને ગુજરાત રાજય સેવા
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતોના હેતુ માટે તપાસ અને આંકડા. કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની કોઇપણ બાબત માટેની ફી.
આદિજાતિ વિકાસ વિભાગને ફાળવેલ વિષયો
- અનુસૂચિત આદિજાતિઓને લગતા કલ્યાણ કાર્યનું સંકલન.
- આદિજાતિ વિસ્તારોના વહીવટને લગતા કાર્યનું સંકલન.
- આદિજાતિ સલાહકાર કાઉન્સિલ.
- અનુસૂચિત આદિજાતિઓ માટે છાત્રાલયો અને આશ્રમશાળા.
- અનુસૂચિત આદિજાતિઓ માટે, સંવિધાનની કલમ ૨૭૫ (૧) હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટ અને કેન્દ્ર સરકારે મંજૂર કરેલી બીજી ગ્રાન્ટો અંગે ભારત સરકાર સાથે પત્રવ્યવહાર.
- આદિજાતિના લોકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષની યોજના.
- આદિજાતિઓના સંબંધમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ની કામગીરી.
- સંકલિત આદિજાતિ વિસ્તારમાં, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ, માન. મુખ્યમંત્રીના ૧૦ મુદ્દા અમલીકરણની કામગીરી તેમજ દેખરેખ-નિયંત્રણ અને સમીક્ષાની કામગીરી. ગુજરાત પેટર્નને લગતી કામગીરી.
- અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (વન અધિકારો માન્ય કરવા) બાબત અધિનિયમ, ૨૦૦૬ અને નિયમો, ૨૦૦૭ના કેન્દ્રીય ક્ષેત્ર તરીકેની કામગીરી.
- ભારત સરકારના જાહેરનામા હેઠળ આદિજાતિઓ તરીકે જાહેર કરેલા આદિજાતિઓ પૂરતા જાતિ અંગેના પ્રમાણપત્રોની બાબત અને ગુજરાત સરકારે જાહેર કરેલી વધારાની આદિજાતિઓના પ્રમાણપત્રોની બાબત.
- વન વિસ્તારના ગામોના વિકાસનો પ્રોજેક્ટ (ખાસ કેન્દ્રીય સહાયની કામગીરી).
- આદિજાતિ વિસ્તાર પેટા-યોજનાની બજેટ (અંદાજપત્ર)ની કામગીરી. આદિજાતિ વિસ્તાર પેટા-યોજનાના વહીવટી અહેવાલને લગતી કામગીરી.
(1) (સામાન્ય વહીવટ વિભાગને ફાળવેલા વિષયોમાં નોંધ નંબર ૪પ હેઠળ આવી જતા હોય તે સિવાયના) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના તમામ રાજપત્રિત અધિકારીઓ અને બિન-રાજપત્રિત સરકારી કર્મચારીઓની નિમણૂક, પદ-નિયુક્તિ, બદલી, બઢતી, વર્તણૂક, રજા-મંજૂરી, પેન્શન વગેરે અંગેની તમામ બાબતો;
(2) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગના વર્ગ ૧ અને વર્ગ રના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો; અને
(3) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગના વર્ગ ૨ના અધિકારીઓના સંબંધમાં રજા મંજૂર કરવા અને ગુજરાત મુલકી સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ના નિયમ ના અનુક્રમાંક ૧ અને રમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા અને સદરહુ નિયમ ઉના અનુક્રમાંક ૩ થી ૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની શિસ્ત ભંગની કાર્યવાહી શરૂ કરવાને લગતી તમામ બાબતો.
- રાજ્યના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા અથવા સરકારના કબજા હેઠળના અને આદિજાતિ વિકાસ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઈપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા.
- કોઈ કોર્ટમાં લેવાતી ફી સિવાય આ સૂચિમાંની કોઈપણ બાબત માટેની ફી.
કલાઇમેટ ચેઇન્જ વિભાગને ફાળવેલ વિષયો
- છાણ, કૃષિ અને જૈવિક કચરામાંથી ઉત્પાદિત બાયોગેસનો ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે વિકાસ અને તે હેતુ માટે નવી આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી અપનાવવાની કામગીરી.
- ઊર્જાના બિનપરંપરાગત વૈકલ્પિક સ્ત્રોતો જેવાં કે, સૌરઊર્જા અને પવનઊર્જા માટેની જાહેર થયેલી નીતિઓ અંગેની આનુષંગિક કાર્યવાહી તથા તે માટે જરૂરી સંશોધન અને વિકાસની કામગીરી તથા આવા સ્ત્રોતોના ઉપયોગ માટે પ્રચાર અને પ્રસાર માટેની કામગીરી.
- જાહેર તેમજ ખાનગી ક્ષેત્રો દ્વારા કાર્બન ક્રેડીટ મેળવવાને લગતી કામગીરી.
- શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સખીમંડળોને સાંકળી લઇને, લોકોમાં જાગૃતિ કેળવવા તથા ગંદકી દૂર કરવા અને સ્વાસ્થયપ્રદ વાતાવરણ ઉભું કરવા માટેની કામગીરી.
- વિવિધ વિભાગો જેવા કે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, નર્મદા,જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગુહ નિર્માણ વિભાગ, પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વગેરે સાથે સંકલન કરીને ક્લાઇમેટ ચેઇન્જના સંદર્ભમાં તેમને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવા અને આ વિભાગોની મદદ લઇને ગુજરાત સરકાર માટે સર્વગ્રાહી ક્લાઇમેટ ચેઇન્જ નીતિ તૈયાર કરવા અંગેની કામગીરી.
- ક્લાઇમેટ ચેઇન્જને લગતી બાબતો અંગે ભારત સરકાર, નેશનલ ક્લીન ડેવલપમેન્ટ મીકેનીઝમ ઓથોરિટી, United Nation Framework Convention on Climate call Rulo રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલનની કામગીરી.
- ક્લાઇમેટ ચેઇન્જના કારણે દરિયાની સપાટીમાં થતો વધારો, ખેત-ઉત્પાદકતામાં ફેરફારો, સાગરકાંઠાની વસ્તિની સમસ્યાઓ અને સાગરકાંઠાની આંતરમાળખાકીય સુવિધાઓ, અસ્કયામતો પર ક્લાઇમેટ ચેઇન્જની અસરો વિગેરે અંગે અભ્યાસ અને તેના નિરાકરણ અંગે માર્ગદર્શન આપવાની કામગીરી.
- ગ્રીન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાના અને ગ્રીન ટેકનોલોજી અર્થતંત્રનું નવું ચાલકબળ બને તે હેતુથી રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટેની નોંડલ વિભાગ તરીકેની કામગીરી
- જળ, જમીન અને વાયુના પર્યાવરણ સંરક્ષણ માટેની નવતર વ્યહરચના ઉભી કરવા અંગેની કામગીરી.
- ક્લાઇમેટ ચેઇન્જના સંદર્ભમાં શૈક્ષણિક હેતુસર વિવિધ અભ્યાસક્રમો અને પાઠયક્રમો ઘડવા અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડવાની કામગીરી તથા યુનિવર્સિટીઓમાં ક્લાઇમેટ ચેઇન્જ વિશે સંશોધન અને વિકાસ, પ્રાધ્યાપકોને તાલીમ આપવાનું આયોજન કરવાની કામગીરી.
- વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસીસ(વાયુઓ) (કાર્બન ડાયોકસાઇડ તથા મીથેન વિગેરે)નું પ્રમાણ ઘટાડવા માટેની નવી ટેકનોલોજી વિકસાવવા અંગેની કામગીરી તથા આ વાયુઓ માટેના પગલાં સૂચવવા અંગેની કામગીરી
- ગ્રીન ટેકનોલોજી અને ક્લીન ટેકનોલોજી સંબંધિત નીતિ-વિષયક બાબતો ઉપરાંત, તે માટે જરૂરી રિવોલ્વિગ ફંડ ઉભું કરવા અને તેના સંચાલન અંગેની કામગીરી.
- રણ વિસ્તારને વધતો અટકાવવા તથા વન વિસ્તારનો વધારો કરવા માટે પગલાં સૂચવવાની કામગીરી.
- પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સાથે સંલગન એવી નવી "ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ રિસર્ચ ઓન ક્લાઇમેટ ચેઇન્જ(GIRCC)" સ્થાપવા તથા તે અંગેની આનુષાંગિક કામગીરી.
- વાયુ પ્રદૂષણ અટકાવવા પરિવહન માટે CNG અથવા અન્ય વૈકલ્પિક સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તે સર્વસ્વીકૃત બને તે માટેના પગલાં સૂચવવાની કામગીરી.
- ક્લાઇમેટ ચેઇન્જના સંદર્ભમાં સોલીડ વેસ્ટ (ઘન કચરો), સુએજ વેસ્ટ(મળપાણી કચરો) અને મેડિકલ વેસ્ટ(તબીબી ઘન કચરો)ના નિકાલ માટે સૂચનો કરવાની અને માર્ગદર્શન આપવાની કામગીરી.
- ગુજરાત એનજીં ડેવલપમેન્ટ એજન્સી (GEDA)
(1) (સા.વ.વિ.ને ફાળવેલા વિષયોમાં નોંધ નંબર-૪પ હેઠળ આવી જતાં હોય તે સિવાયના) વિભાગના વહીવટી નિયંત્રણ નીચેના તમામ રાજયપત્રિત અધિકારીઓ અને બિન-રાજયપત્રિત સરકારી કર્મચારીની નિમણૂંકો, પદનિયુકિતઓ, બદલીઓ, બઢતીઓ, વર્તણૂંક રજા મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો.
(2) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગના વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓને પેન્શન મંજૂર કરવાને લગતી તમામ બાબતો, અને
(3) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગના વર્ગ-રના અધિકારીઓના સંબંધમાં રજા મંજુર કરવાને અને ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ ના નિયમ-૬ માં અનુક્રમાંકો ૧ અને ર માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટેની અને સદરહુ નિયમ-9ના અનુક્રમાંકોમાં 3 થી ૮ માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે શિક્ષા કરવા માટે શિસ્તભંગની કાર્યવાહી માંડવાને લગતી તમામ બાબતો (સા.વ.વિ.હેઠળની નોંધ નંબર-૪પ પણ જુઓ).
- રાજયના હેતુઓ માટે સરકારમાં નિહિત થયેલા કે સરકારના કબજા હેઠળના અને કલાઇમેટ ચેઇન્જ વિભાગને સોંપાયેલા કામ, જમીન અને મકાનો.
- આ સૂચિમાંની કોઇપણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા.
- કોઇ કોર્ટમાં લેવાતી ફી સિવાય, આ સૂચિમાંની બાબતો માટેની ફી.
બીજી અનુસૂચિ
- એડવોકેટ જનરલની નિમણૂંક અથવા પદચ્યુંતિ માટે કે તેને આપવાનું મહેનતાણું નકકી કરવા કે તેમાં ફેરફાર કરવા માટેની દરખાસ્તો.
- રાજયના વિધાન મંડળની બેઠક બોલાવવા, તે બેઠકની સત્ર સમાપ્તિ કે વિસર્જન કરવા અંગેની દરખાસ્તો.
- કલમ ૧૯૧ હેઠળ રાજય વિધાનમંડળનો કોઇ સભ્ય ગેરલાયકાતને પાત્ર થાય છે કે કેમ તે અંગે ઉપસ્થિત થતા પ્રશ્નો પરના નિર્ણયો અને આવા પ્રશ્નો ચૂટણી કમિશનના અભિપ્રાય માટે મોકલવાની કોઇપણ દરખાસ્ત, કલમ ૧૯3 હેઠળ લેણી થતી દંડની રકમ વસુલ કરવાની કે તેની વસૂલાત જતી કરવાની કોઇપણ દરખાસ્ત.
- વિધાનમંડળ સમક્ષ રજુ કરવાના વાર્ષિક નાણાંકીય પત્રો અને પૂરક, અધિક અથવ વધારાની ગ્રાન્ટ માટેની પૂરક માંગણીઓ.
- કલમ ર૦૮ ના ખંડ(3)હેઠળ કરવાના નિયમોને લગતી દરખાસ્ત.
- રાજય સેવા કમિશનના કોઇ સભ્યને બરતરફ કરવા, દૂર કરવા અથવા ફરજમોકુફી કરવ અંગેના કોઇ પગલાંનો સમાવેશ કરતી કોઇ દરખાસ્ત.
- સંવિધાનની કલમ ર૧૩ હેઠળ વટહુકમ બહાર પાડવા સહિત કાયદા ઘડવાની દરખાસ્તો.
- વિધાનમંડળમાં રજુ થનારા કોઇપણ ઠરાવ અથવા વિધેયક પરત્વે સરકારનું વલણ જેમાં નકકી કરવાનું હોય તેવા કેસો.
- નવા કર નાંખવાની અથવા આકારણીઓની પધ્ધતિમાં કે કોઇ ચાલુ કરની ટોચમાં અથવ જમીન મહેસૂલ અથવા સિંચાઇના દરોમાં કોઇપણ ફેરફાર કરવાની અથવા રાજયની મહેસૂલના તારણો ઉપર લોન ઉભી કરવાની દરખાસ્તો.
- નાણાં મંત્રીની સંમતિ ન મળી હોય તેવી રાજયની નાણાકીય સ્થિતિ ઉપર અસર કરતી કોઇપણ દરખાસ્ત.
- જે માટે નાણાં મંત્રીની સંમતિ જરૂરી હોય અને તે આપવામાં આવી ન હોય તેવી પુનર્વિનિયોગ માટે કોઇપણ દરખાસ્ત. જેની કિંમત રૂ.૧,૦૦,૦૦,૦૦૦ થી વધુ હોય તે સરકારી મિલકતના અથવા આવી કિંમતથી વધુ ન હોવા છતાં પણ જેનાથી રૂ.૧૦,૦૦,૦૦૦ અથવા વધુ વાર્ષિક આવક મળે તે સરકારી મિલકતના વેચાણ, ગ્રાન્ટ કે પટેથી હંગામી અથવા કાયમી સ્વત્વાર્પણને લગતી અથવ ૧૦,૦૦,૦૦૦થી વધુતા મહેસૂલને છોડી દેવાની કે ઘટાડવાની દરખાસ્તો, સિવાય કે સરકારી મિલકતોનું આવું સ્વત્વાર્પણ વેચાણ, ગ્રાન્ટ કે પટી, નિયમો અનુસાર હોય અથવા સરકારે મંજૂર કરેલી સામાન્ય યોજના પ્રમાણે હોય.
- રાજયની નાણાકીય પરિસ્થિતિની વાર્ષિક ઓડીટ સમિક્ષા અને જાહેર હિસાબ સમિતિના અને જાહેર સાહસ માટેની સમિતિના રિપોટીં.
- નીતિ અથવા પ્રણાલિકામાં કોઇ અગત્યના ફેરફારને લગતી દરખાસ્તો.
- કેન્દ્ર સરકારે ઠરાવેલી નીતિના અમલને પ્રતિકુળ અસર કરે તેવી દરખાસ્તો. કેબિનેટ/મંત્રી મંડળે અગાઉ લીધેલ નિર્ણય લીધેલ નિર્ણય બદલવા કે તે ફેરવવા અંગેની દરખાસ્ત
- કાયદા વિભાગે આપેલી સલાહની વિરૂધ્ધ જઇને સરકારે કોઇની સામે કરેલો કેસ પછી ખેંચી લેવાની દરખાસ્ત.
- સરકાર આપ મેળેજ અથવા રાજય વિધાન મંડળે પસાર કરેલ ઠરાવ અનુસાર નિમણૂંકકરેલ તપાસ સમિતિઓના રિપોટીં.
- અનુસૂચિત વિસ્તારોના કાર્યક્ષમ વહીવટને અસરકર્તા કે અસર કરવાનો સંભવ ધરાવતાકેસો.
- સરકારી કંપનીની રચના અથવા વિદ્યમાન બિન-સરકારી કંપનીને સરકારી કંપનીમાં ફેરવવા માટેની દરખાસ્તો.
- મુખ્ય મંત્રીશ્રીને કેબિનેટ/મંત્રીમંડળ સમક્ષ મુકવા જરૂરી જણાય એવા કેસ.
આર.કે. ત્રિવેદી, ગુજરાતના રાજયપાલ.ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે, એચ. આર. પાટણકર, સરકારના મુખ્ય સચિવ.
સ્ત્રોત: ગુજરાત સરકારના કામકાજના નિયમો, ગુજરાત સરકાર, ગુજરાત સરકારના કામકાજના નિયમો,(ભારતના સંવિધાનની કલમ ૧૬૬ હેઠળ ઘડેલા)સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર