વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રોજગાર

રોજગાર ને લગતી માહિતી

ભારતમાં રોજગારીની તકો

ગરીબી વિરોધી વ્યૂહરચનામાં ગરીબી નિવારણ અને રોજગારની તકો ઊભી કરવાના કાર્યક્રમનો સમાવેશ થાય છે, જેમાંના કેટલાક વર્ષોથી ચાલી રહ્યા છે અને વધુ રોજગારી ઊભી કરવા, વધુ ઉત્પાદનક મિલકતો ઊભી કરવા, તકનીકી અને ધંધાકીય આવડતો વિકસાવવા અને ગરીબ લોકોની આવક વધારવાની દિશામાં કાર્યરત છે. આ યોજનાઓ અંતર્ગત, 1998-99થી ગરીબી રેખા નીચે જીવતા લોકોને બંને વળતર અને સ્વ-રોજગાર આપવામાં આવે છે. ગરીબી નિવારણ અને રોજગારીની તકો ઊભી કરવાના કાર્યક્રમોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છેઃ

  • સ્વરોજગારની યોજનાઓ અને
  • વેતન રોજગારની યોજનાઓ
ભંડોળ અને સંસ્થાકીય પદ્ધતિ પણ નક્કી કરવામાં આવી છે જેથી વધુ સારી અસરો સિદ્ધ કરી શકીએ. આ કાર્યક્રમો પ્રાથમિક રીતે ગરીબી નિવારણ માટે ઘડવામાં આવ્યા છે અને તે રોજગાર મેળવવામાં અને તેને સતત રાખવામાં મદદરૂપ થઈ શકી નથી

ભારતમાં અસંગઠિત વર્ગના કામદારો

અસંગઠિત ક્ષેત્રનો કામદાર એટલે વ્યક્તિ જે પોતાના વળતર માટે કામ કરે છેઃ સીધી રીતે અથવા તો કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા અને તે પોતાની રીતે કે સ્વરોજગારની રીતે કામ કરે છે, કોઈ પણ જગ્યાએ, ઘરેથી કે જાહેર સ્થળેથી, ઈએસઆઈસી અને પી.એફ. કાયદા અને એલ.આઈ.સી.ના કોઇ પણ લાભ તેને મળતા નથી અને એલ.આઇ.સી., ખાનગી વીમો, કંપની અથવા સત્તા સમયાંતરે  નક્કી કરે છે.

રોજગાર ઊભુ કરવુ – સરકારી પ્રયત્નો

નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરંટી એક્ટ (એનઆરઈજીએ)

જે ગ્રામીણ ગરીબોને વર્ષમાં 100 દિવસનો રોજગાર મેળવવા માટે ખાતરી આપે છે. આમાં સલામતીની જે ખાતરી કરવામાં આવી છે તે દુનિયાના કોઈપણ રોજગાર કાર્યક્રમમાં કરવામાં આવી નથી. કાયદા અંતર્ગત સમાવેશમાં એપ્રિલ 2008થી દેશના 200 જિલ્લાઓથી આજે 614 જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે.

ખાદી અને ગ્રામ્ય ઊદ્યોગ કમિશન (કેવીઆઈસી)

ખાદી અને ગ્રામ્ય ઊદ્યોગ કમિશન (કેવીઆઈસી) દ્વારાનાના અને કુટિર ઉદ્યોગો દ્વારા વધુ રોજગારી ઊભી કરવાની ખાતરી કરવામાં આવી રહી છે.

નેશનલ કમિશન ફોર એન્ટરપ્રાઇઝ ઈન અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર (એનસીઈયુએસ):

નેશનલ કમિશન ફોર એન્ટરપ્રાઇઝ ઈન અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર (એનસીઈયુએસ) ની સ્થાપના સલાહકાર માળખા તરીકે કરવામાં આવી છે જે અસંગઠિત ક્ષેત્રમાં સુધારાઓ દ્વારા ઉત્પાદકતા વધારે અને વિશેષ રીતે ગ્રામીણ વિસ્તારોમાં સતત અને કાયમી રોજગારની નવી તકો ઊભી કરે. યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ ગવર્નમેન્ટ દ્વારા તેના કોમન મિનિમમ પ્રોગ્રામમાં નેશનલ કમિશન ફોર એન્ટરપ્રાઈઝ શરૂ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે જે અસંગઠિત ક્ષેત્રને યોગ્ય પગલા દ્વારા હરીફાઇ વધારવા અને વૈશ્વિક વાતાવરણ ઊભુ કરવા તેમજ ક્ષેત્રનું વિવિધ માળખાકીય બંધારણ ઊભુ કરવા,  જેમ કે ધિરાણ, કાચો માલ, માળખુ, તકનીકી સુધારણા અને વેચાણ માટે પગલા લે. અસંગઠિત ક્ષેત્રમાં આવડતો વિકસાવવા માટે યોગ્ય મધ્યસ્થીને પણ કમિશન ધ્યાનમાં લેવા માગે છે.

ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ

યોજના અને ટેકનોલોજી મિશન ઓન કોટનઃ મોટુ પેકેજ, ટેક્સમાં રાહત સાથે આપવામાં આવ્યુ હતુ. ડ્યુટીનુ માળખુ એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ હતુ જેમાં વિકાસ અને મૂલ્ય વૃદ્ધિને પ્રાધાન્ય આપવમાં આવ્યુ હતુ. યોજનામાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અને ટેકનોલોજી મિશન ઓન કોટનની શરૂઆત કરવામાં આવી હતી જે ઉદ્યોગોને આધુનિક કરે અને કાચામાલને હરીફાઇ યુક્ત કિંમતે પ્રાપ્ય બનાવે. 10 ટકાની વધારાની ધિરાણ સહાયના પરિણામે, ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ દ્વારા રોકાણ જે 2003-04માં રૂ. 1300 કરોડ જેટલુ હતુ તે 2006-07માં રૂ. 20000 કરોડ થયુ. માળખાને વધુ સક્ષમ કરવા માટે સંકલિત ટેક્ષટાઇલ પાર્કની યોજના શરૂ કરવામાં આવી. યોજના અંતર્ગત, 40 સંકલિત ટેક્ષટાઈલ પાર્ક શરૂ કરવાનું આયોજન છે. ટેક્ષટાઈલ પર ટેકનોલોજી મિશનનુ અમલીકરણ 11મી પંચવર્ષીય યોજનામાં કરવામાં આવશે.

રાષ્ટ્રીય ખાદી બોર્ડ

કાચી ખાદીની લઘુત્તમ ટેકારૂપ કિંમત વર્ષ 2004-05માં ક્વિન્ટલે રૂ. 890 હતી તે વર્ષ 2008-09માં રૂ. 1250 સુધી વધારવામાં આવી. યોગ્ય માંગની ખાતરી કરવા માટે, ખાંડ અને અનાજનુ ફરજિયાત પેકેજીંગ સ્તર વધારવામાં આવ્યુ. પહેલી વખત સંકલિત રાષ્ટ્રીય ખાદી નીતિની જાહેરાત કરવામાં આવી જેથી ખાદી વણનારના હિતોનું રક્ષણ થાય. ખાદી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પુનઃમાળખાગત કરવામાં આવ્યુ. ખાદી ક્ષેત્રના સર્વવ્યાપી વિકાસ માટે ખાદી ટેક્નોલોજી મિશનની શરૂઆત કરવામાં આવી. રાષ્ટ્રીય ખાદી બોર્ડની રચના કરવામાં આવી. જેથી ખાદી ક્ષેત્રમાં કામ કરતી વિવિધ સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં એકરૂપતા આવે.

2.90410958904
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top