આ વિડીઓમાં ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) વિશેની માહિતી આપવામાં આવી છે
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.
આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે.
અરજદારની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
અરજદારનું કુટુંબ ગરીબી રેખા હેઠળ નોંધાયેલ હોવું જોઇએ. લાભાર્થીના કુટુબની આવક ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. યાદીમાં ૧૬ સુધીનો સ્કોર તથા શહેરી વિસ્તાર માટે શહેરી વિકાસ ની ગાઈડલાઈન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. લાભાર્થી.
પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.
સહાયની રકમ
અરજી મંજુર થતાં માસિક રૂ.૨૦૦/- મળવાપાત્ર છે. ઉપરાંત રાજય સરકારની યોજનાના રૂ.૨૦૦/- પણ મળવાપાત્ર છે.
અપીલ અરજી અંગે
નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.