અનઔરસ બાળકના જૈવિક પિતા બાળકનું ભરણપોષણ કરવા જવાબદાર ઠરાવતો ફેમિલી કોર્ટે ઉદાહરણરૃપ ચૂકાદો આપ્યો છે.બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ ફેમિલી કોર્ટમાં બાળકના ભરણપોષણ અંગે કરેલા દાવા અંગે કોર્ટે ન્યાય તોળતો ચૂકાદો આપી બાળકના જન્મથી માંડીને અત્યાર સુધીમાં માસિક રૃા.૨૭૦૦ લેખે બાકી નીકળતી લેણી રકમ રૃા.૧.૧૪ લાખની રકમ બાળકની માતાને ચૂકવવા બાળકના પિતા રાજકુમાર આદિદ્રવિડને જવાબદાર ઠરાવ્યા છ તેમજ દરે મહિને ભરણપોષણની રકમ રેલવે સત્તાવાળાઓએ રાજકુમારના પગારમાંથી કાપી લેવા પણ આદશ આપતો હુકમ કર્યો છે.
ફેમિલી કોર્ટના જજ એમ.જે. મહેતાએ આપેલા આ ચુકાદાના કેસની વિગત એવી છે કે તામીલનાડુની વતની એક અપરિણિત યુવતીએ અનઔરસ બાળકનારણપોષણ અંગે ફેમિલી કોર્ટમાં દાવો કર્યો હતો. ૨૦૦૪ના આરસામાં આ યુવતી ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી હતી અને તે સમયે રાજકુમાર આદિદ્રવિડ પશ્ચિમ રેલેવમાં વટવા ખાતે ઇલેક્ટ્રિકલ વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. તેણે યુવતીની એકલતાનો લાભ લઇ જે તે સમયે શરીરસહવાસ ભોગવ્યા હતા અને ચારેક માસ સુધી યુવતીનો શોષણ કર્યું હતું. જો તેણીની બળાત્કારની ફરિયાદ કરશે તો તને જાનથી મારી નાખશે તેવી તેણે ધમકી પણ આપી હતી. આમછતાં યુવતીએ તે વખતે સાબરમતી પોલીસ મથકે એપ્રિલ ૨૦૦૫માં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી તરીકે રાજકુમાર આદિદ્રવિડની ધરપકડ કરી હતી.
આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ૨૦૦૭ના વર્ષમાં આરોપી રાજકુમારને દોષિત ઠરાવી ૭ વર્ષની કેદની સજા ફરમાવી હતી. આ ચુકાદા સામે આરોપીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને અપીલમાં તેની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો અને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યો હતો. આરોપી તામીલનાડુમાં જતો રહ્યો હતો અન ત્યાં એક યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં.
અન્યાયનો ભોગ બનેલી યુવતીએ ૨૦૦૯માં અનઔરસ બાળકના જૈવિક પિતા રાજકુમાર આદિદ્રવિડ વિરૃધ્ધ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. રાજકુમાર આર્થિક રીતે સાઘનસમ્પન્ન હોવાનું અને વ્યાજ વટાવ અને જમીનજાયદાદ ધરવે છે અને મહિને રૃા.૫૦હજારની આવક છે તેવી રજૂઆત કરી બાળકના ભરણપોષણ માટે મહિને રૃા.૧૫હજારની રકમ માગી હતી. બાળકનું ડિએનએ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને તેના જૈવિક પિતા તરીકે રાજકુમાર હોવાનું પ્રસ્થાપિત થયું હતું. ફેમિલી કોર્ટના જજ એમ.જે.મહેતા સમક્ષ આ કેસ ચાલી જતાં અનઔરસ બાળકના જૈવિક પિતા તરીકે રાજકુમારને જવાબદાર ઠરાવી દર મહિને રૃા.૨૭૦૦ લેખેે ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત બાળકનો જન્મ થયો ત્યારથી નીકળતી ભરણપોષણની બાકી નીકળતી લેણી રકમ રૃા.૧.૧૪ લાખ ચૂકવી આપવા પણ ઠરાવ્યું હતું. માસિક ભરણપોષણની રકમ પગારમાંથી કાપી લેવા રેલવે સત્તાવાળાઓને ઉદ્દેશીને આપ્યો હતો.
દર મહિને રૃા.૨૭૦૦ લેખે પગારમાંથી રકમ કાપી લેવી
બળાત્કાર ગુજારનાર રેલવે કર્મચારી સામે કાનૂની જંગ લડનાર પીડિતા અંગે ફેમિલી કોર્ટન
અમદાવાદ,મંગળવાર
લેખક : દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટીસ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020