অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સેવા સેતુનું મહત્વ

સેવા સેતુનું મહત્વ

સેવા સેતુ કાર્યક્રમના પ્રથમ સફળ તબક્કામાં ૩૫ લાખથી વધુ નાગરિકોની રજુઆતો-પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ થયુંમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમરેલી જિલ્લાના કુંભારીયા ખાતેથી સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનો રાજ્ય વ્પાપી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે. જેના પ્રથમ તબક્કામાં અઢી માસના સમયમાં ૧૮૦૦ કાર્યક્રમો થકી રાજ્યના ૩૫ લાખ લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ એ પારદર્શક વહિવટ અને ભ્રષ્ટાચાર મૂક્ત શાસન વ્યવસ્થાનું ઊત્તમ ઉદાહરણ બન્યા છે. આ કાર્યક્રમ દ્વ્રારા છેવાડા વિસ્તારના ગરીબ લોકોનો હાથ પકડીને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્નો – સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની સાથે લોકોના આરોગ્ય ચકાસણીનું કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મનુષ્યના આરોગ્યની સાથે પશુઓના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યમાં ગૌ હત્યા અને ગૌ – માસ વેંચનારા માટે કડક કાયદાઓની સાથે દારૂબંધીના કાયદા કડક બનાવીને સરકારે નવી પેઢી દારૂના નશામાં ધકેલાય નહી તે માટેંનું કાર્ય કર્યું છે. રાજ્યના ગરીબોના આરોગ્ય માટે આ સરકારે અનેક પગલાઓ ભર્યા છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અમૃત્તમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ધરાવતાં પરિવારોને ઓપરેશન માટે રૂપિયા બે લાખની સહાયની સાથો – સાથ રાજ્યમાં દવાઓ સસ્તી મળી રહે તે માટે જેનેરીક દવાના સ્ટોર ખોલવામાં આવ્યા છે, આગામી મે માસના અંત સુધીમાં રાજ્યમાં આવા ૫૦૦ સ્ટોર ખોલાશે. તેમણે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વીજળી મળી રહે તે માટેની સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, સૌની યોજના દ્વ્રારા ૧૧૫ ડેમો નર્મદાના નીરથી ભરી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બને તે માટેનું કાર્ય પણ આરંભ્યું છે, સેવા સેતુના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીને ગેસ કીટ વિતરણ ઊપરાંત જાતિ પ્રમાણપત્ર, જોબકાર્ડ, આવક પ્રમાણપત્ર તથા સિલાઈ મશીન મંજુરી પત્રનું સબંધિત લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીશ્રી વલ્લભભાઈ વઘાસીયા, સંસદીય સચિવ સર્વશ્રી હિરાભાઈ સોલંકી, વાસણભાઈ આહિર, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઊપસ્થિત રહ્યાં હતા.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ ર૦ હજારથી વધુ ઘરોમાં આવાં સોલાર રૂફટોપ માટે અરજીઓ મળી છે. રાજ્ય સરકારે આ હેતુસર બજેટમાં ૩પ કરોડ રૂપિયા ફાળવ્યા છે. 
મુખ્યમંત્રીશ્રીએ સૌરઊર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ ૧પ કરોડ સાથે કુલ પ૦ કરોડ સોલાર રૂફટોપ માટે ફાળવીને ૩પ થી ૪૦ હજાર ઘરોને યોજનામાં આવરી લેવાની નેમ વ્યકત કરી છે. 
મુખ્યમંત્રીશ્રીએ વડોદરામાં રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટરી સંચાલિત ટૂ વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યુ હતું. 
ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે આ સમારોહ યોજવામાં આવ્યો હતો. 
મુખ્યમંત્રીશ્રીએ પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણયુકત વાહનોના વપરાશથી થતા વાયુ પ્રદૂષણને નિયંત્રીત કરવા સાથે આર્થિક ફાયદો અને સલામતિના હેતુસર શાળા-કોલેજોના યુવા-વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ ટૂ વ્હીલર માટે રૂ. ૧૦ હજારની સહાયનું વિતરણ કર્યુ હતું. 
તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને વધુ પ્રેરિત કરવા રાજ્યમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન બસ સેવામાં બેટરી ઓપરેટેડ બસોનો ઉપયોગ કરવામાં આવશે. 
શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વિશ્વ આખું આજે પર્યાવરણ પ્રત્યે ચિંતીત બનીને કલાયમેટ ચેન્જના પડકારો સામે જાગૃત બની રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિએ તો સદીઓથી સૂર્યને દેવ તરીકે પૂજીને સૌરઊર્જાનો, પવન, પાણી જેવા કુદરતી ઊર્જાસ્ત્રોતોનો વિનિયોગ કરીને કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જતા-સભાનતા કેળવી દીધી છે. 
વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન ર૦૧૦માં દેશભરમાં આલયદો કલાયમેટ ચેન્જ વિભાગ રચવાની પહેલ કરી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. 
શ્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા રહે અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું થાય તે માટે ગ્રીન-કલીન એનર્જી, સૂર્ય પવન, પાણીના સ્ત્રોતોનો મહત્તમ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું દાયિત્વ સૌએ નિભાવવું પડશે. 
તેમણે આવા બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતમાંથી વીજ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ દર્શાવતાં ઉમેર્યુ કે, રાજ્યમાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ પેનલથી ઉત્પન્ન થયેલી વિજળી વપરાશ થાય અને વિજ બિલમાં બચત થાય તેવું વાતાવરણ ઊભું કરવું છે. 
શ્રી વિજય રૂપાણીએ કુદરતી સ્ત્રોતોના વિવેકપુર્ણ-કરકસરયુકત-સવિનય ઉપયોગથી ભાવિ પેઢી માટે ઊર્જા સુરક્ષાનો ધ્યેય સિધ્ધ કરવાની પણ પ્રેરણા આપી હતી. 

તેમણે આ પ્રસંગે સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓની સીધી ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલનું, જીયુવીએનએલની વીજ બીલ ચુકવવા માટેની અને વીજ ફરીયાદ નિવારણ માટેની બે મોબાઇલ એપ્‍સનું વિમોચન કર્યુ હતું. તેમની સાથે ધારાસભ્‍યશ્રી સૌરભભાઇ પટેલ આયોજિત અકોટા વિધાનસભા વિસ્‍તાર માટેના પ્રધાનમંત્રી મુદ્દા યોજના જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કરાવવાની સાથે લાભાર્થીઓને કીટસનું વિતરણ કર્યું હતું. 
મુખ્યમંત્રીશ્રીએ સોલર રૂફટોપ સિસ્‍ટમ અપનાવવા માટે સહુ થી વધુ ૮૦૦૦ જેટલી અરજીઓ દ્વારા તત્‍પરતા દર્શાવવા બદલ વડોદરાવાસીઓને હાર્દિક અભિનંદન આપ્‍યા હતા. 
ગુજરાતે દેશમાં સોલર પાવર નીતિ અને કલાયમેટ ચેન્‍જ વિભાગની રચના કરવાની પહેલ કરી તેના ઉલ્‍લેખ સાથે સહુને આવકારતા ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સી (જેડા)ના અધ્‍યક્ષ શ્રી ઇશ્‍વરભાઇ ભાવસારે જણાવ્‍યું કે ચારણકામાં દેશનો સર્વપ્રથમ અને સહુથી મોટો સોલર એનર્જી પાર્ક ગુજરાતે જ સ્‍થાપ્‍યો છે. સલામત અને પ્રદુષણ મુકત બેટરી સંચાલીત દ્વિચક્રી વાહનો વિદ્યાર્થીઓ અપનાવી શકે તે માટે રૂા.૪૦૦ લાખનું બજેટ ફાળવવામાં આવ્‍યું છે. જેના દ્વારા ૪૦૦૦ વિદ્યાર્થીઓને આવા વાહનો ખરીદવા સબસીડી આપવામાં આવશે. 

તેમણે જણાવ્‍યું કે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યકાળમાં અત્‍યાર સુધીમાં પવન ઉર્જાથી ૧૩૯૨ મેગાવોટ વિન્‍ડ એનર્જીનું વિક્રમજનક ઉત્‍પાદન કરવામાં આવ્‍યું છે. 
આ સમારોહમાં ખેલ રાજય મંત્રીશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, રામસિંહભાઇ રાઠવા, મેયરશ્રી ભરત ડાંગર, ધારાસભ્‍યશ્રી જીતુભાઇ સુખડીયા, મનીષાબેન વકીલ, બાલકૃષ્‍ણ પટેલ, સૌરભભાઇ પટેલ, અન્‍ન આયોગ અધ્‍યક્ષશ્રી ભૂપેન્‍દ્રભાઇ લાખાવાલા, પૂર્વ સાંસદ બાલકૃષ્‍ણ શુકલ, નાયબ મેયર યોગેશ પટેલ સહિત પાલિકા પદાધિકારીઓ, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શબ્‍દશરણ બ્રહ્મભટ્ટ સહિત અગ્રણીઓ, કલાયમેટ ચેન્‍જ વિભાગના અગ્રસચિવશ્રી એસ .જે. હૈદર, જેડા અને વીજ નિગમોના ઉચ્‍ચાધિકારીઓ, મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. વિનોદ રાવ, જિલ્‍લા કલેકટર પી. ભારથી સહિત ઉચ્‍ચાધિકારીઓ, લાભાર્થીઓ અને વિશાળ જન સમુદાય કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહયો હતો.

અત્યારના યુગનો કદાચ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સંપત્તિ ઘણી વધી હોવા છતાં વધુ સુખી થવાની વાત તો દુર પરંતુ લોકો વધુ બેબાકળા બનીને જીવતા દેખાય છે. દુનિયામાં ઘણા લોકો એક જુદી ધાર્મિકતા તરફ વળ્યા છે. મહદ અંશે આ ધાર્મિકતા તેમની ઓળખના કે રૂઢિના ભાગ રૂપે નથી, કે નથી તે શ્રધ્ધામાંથી જન્મી. પોતાને પડતી તકલીફો અને ચિંતાઓમાંથી કોઈ દૈવી શક્તિ – પછી ભલે તે ગમે તે ધર્મની હોય – ની અવિરત મદદ માંગતી આ ધાર્મિકતા છે. આંતકવાદ વકરી રહ્યો છે – કમ સે કમ તેવી ભીતિ તો દ્રઢ થતી જાય છે. મોટા દેશોમાં ફાસીવાદી તત્વો જોરશોરથી સત્તા પર આવી રહ્યા છે અથવા આવી ગયા છે. એક લગભગ આક્રમક કહી શકાય તેવો વ્યક્તિવાદ (Individualism) લગભગ દરેક જગ્યાએ દેખાય છે. દરેક વ્યક્તિ પોતાને માટે જવાબદાર બની રહ્યો છે અને બીજાના અથવા સમાજના પ્રશ્નોથી વધુને વધુ વેગળો થતો જાય છે. `સામાન્ય માણસ’ને પોતાના જીવન નિર્વાહમાં થી – કે `હજી વધુ કમાવામાંથી’ – ફુરસદ નથી. વધતી ઝડપે જનતાનું વિકેન્દ્રીકરણ થઇ રહ્યું છે. યાદ કરીએ તો જણાશે કે ૧૯૫૦-૬૦-૭૦ના દાયકાઓમાં નીકળતા સરઘસો, થતા દેખાવો, છેલ્લા વીસેક વર્ષોમાં “આરબ સ્પ્રિંગ” જેવા છુટાછવાયા બનાવોને બાદ કરીએ તો કવચિત જ જોવા મળ્યા છે. કદાચ એટલે જ રાજકીય સત્તા એવા લોકો પાસે આવી રહી છે કે જેઓ વર્ગ, ધર્મ, જાતી કે તેના જેવા અન્ય કારણોસર સમાજમાં ધ્રુવીકરણ ઉભું કરી શકે છે. કુટુંબોનું બંધારણ ધરમૂળથી બદલાયું છે. નવી પેઢીને લગ્ન કરવા નથી અથવાતો લગ્ન પછી બાળક જોઈતું નથી. છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે, આપઘાતો વધ્યા છે. વિકસિત દેશો સહિતના સમાજોમાં પણ બાળકોના પ્રશ્નોમાં સતત અને ભયજનક વધારો થયો છે. એક જ વાક્યમાં કહીએ તો આજનો “સામાન્ય માણસ”, કે જે ગમે ત્યારે દરેક સમાજનો એક બહોળો ભાગ હોય છે, તે પીસાતો હોય તેવી લાગણી અનુભવે છે. આ જે કંઈ બની રહ્યું છે તે બનાવોની પીડા સાર્વત્રિક હોવા છતાં આક્રોશ છૂટો છવાયો અને વ્યક્તિગત ધોરણે જ વ્યક્ત થાય છે, જાણે કે લોકો એકલા અટુલા અને દિશાહીન બની ગયા છે. દરેક વખતે આ પીડા અનુભવાતી નથી. ઘણીવાર એ પીડા ઉપભોક્તાની અવિરત દોડ અને ભવિષ્યના રંગબેરંગી સપના પાછળ છુપાયેલી હોય છે. ૧૯૬૪માં હર્બર્ટ મારકુસ નામના એક વિદ્વાનના શબ્દોમાં  આ વાત કદાચ ૧૯૬૪ કરતાં અત્યારની પરિસ્થિતિમાં વધુ સહેલાઇથી સમજી શકાય તેમ છે. બહુધા તો લોકો પ્રસ્થાપિત થયેલા ઉપભોક્તાવાદ (Consumerism)માં મસ્ત છે, અને પરિસ્થિતિ બદલવા અંગે કોઈ વૈચારિક ભૂમિકાનો અને સંઘબળનો અભાવ જણાય છે. આજના સમાજની આ એક ચિંતાજનક સેલ્ફી છે.

આવું કેમ બન્યું અને બની રહ્યું છે તે અંગે થતી ચર્ચાઓ મને વિઘટિત (Modular) જણાઈ છે. અમુક લોકો આવકની વધેલી અને વધતી અસમાનતાને, તો બીજા અમુક લોકો સંપન્ન મૂડીવાદીઓ, ગુંડાઓ, અને રાજકારણીઓ વચ્ચેના ગઠબંધન અને તેમના દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને દોષ આપે છે. બીજા અમુક લોકો ટેકનોલોજીના વિકાસને આ બનાવો માટે કારણભૂત ગણે છે. અમુક લોકો ઉભરતી ધર્મ આધારિત કટ્ટરતાને અથવા ધાર્મિકતાને – કે જે તર્કજન્ય વૈજ્ઞાનિક અભિગમનો અભાવ દર્શાવે છે – કારણભૂત ગણે છે, અને અમુક લોકો અમુક લોકો એમ માને છે કે છેલ્લા અઢી-ત્રણ દાયકામાં નોંધાયેલા વિકાસમાં જે લોકો ભાગીદાર નથી બની શક્યા તેઓ ધાર્મિક કટ્ટરતાના ઓઠા હેઠળ પોતાનો વિરોધ નોંધાવે છે. આમ અત્યારની પરિસ્થિતિ કઈ રીતે ઉદભવી તે અંગે વિવિધ વિચારો છે. મારા મતે હાલના બનાવોને એક ઉત્ક્રાન્તિની પ્રક્રિયા તરીકે જોવા જોઈએ. જુદા જુદા કયા પરિબળોએ તેમાં ભાગ ભજવ્યો છે તે આ બનાવો વિષે વધુ ચોક્કસ ખુલાસો કે કારણો આપી શકે. આ કારણોની યોગ્ય સમજ જ આ પરિસ્થિતિમાંથી રાખવા જેવું, સંવર્ધન કરવા જેવું, અને બદલવા જેવું શું શું છે તે અંગેના યોગ્ય નિર્ણય સુધી આપણને લઇ જઈ શકે.

આ લખાણ દ્વારા મારી જાણની વિગતો નોંધી મારા વિચારો અહીં શક્ય તેટલી સંક્ષિપ્તમાં રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે. આ અંગે ચર્ચા થાય તો ગમશે. આ લખાણમાં એકમેક સાથે સંકળાયેલા ચાર પાસાં વિષે નોંધ કરી છે: રાજકીય પ્રવાહો, આર્થિકનીતિના પ્રવાહો, ટેક્નોલોજીના પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક વિભાવનાઓના પ્રવાહો. શરુ કરતા પહેલાં એક બાબતની ચોખવટ કરી લઈએ. વર્તમાનના બનાવો બહુ સ્પષ્ટ રીતે સમજવા અઘરા હોય છે. તેનું એક કારણ એ પણ છે કે ઘણા બધા અનિર્ણિત પરિબળો નજીકના કે દુરના ભવિષ્યમાં બહુ જુદું સ્વરૂપ ધારણ કરી કલ્પના બહારના પરિણામો સુધી જઈ શકે તે શક્યતા નકારી ન શકાય તેવી છે. ટૂંકમાં કહીએ તો વર્તમાન અંગેનું વિશ્લેષણ એટલા માટે દિશાહીન હોય છે કે હજી ઘણા પરિણામો આવવાના બાકી હોય છે અને તે પરિણામો અણધાર્યા અને કલ્પના બહારના આવે તેવી પૂરી શક્યતા હોય છે. બીજું, આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણી દરેકની મર્યાદાઓ છે. માનવીની એક લાક્ષણીકતા એ છે કે માહિતીનો અભાવ આપણને મંતવ્ય, અભિપ્રાય કે અભિગમ બાંધતા રોકતો નથી. ઘણીવાર અભિપ્રાય અને અભીગમોની દ્રઢતા અને અપૂરતી કે ખોટી માહિતી જોડિયાભાઈ બનીને ઉભા હોય છે. વળી સામાન્ય રીતે આપણો આપણો અભિગમ પરિણામલક્ષી હોય છે. મહદ અંશે એમ બને છે કે જેના પરિણામ સારા તે બાબત આપણે સારી કહેતા થઈએ છીએ. બહુ નજીકના ભૂતકાળનો દાખલો લઈએ તો ચીને આર્થિક વિકાસ હાંસલ કર્યો પછી લોકશાહી માટેનું આકર્ષણ અને તેને લગતા વિવાદો ઘટી ગયા છે. શું લોકોને લોકશાહી કરતાં અસ્ખલિત વિકાસમાં વધુ રસ છે? આવા સવાલોના કોઈ સહેલા જવાબો નથી હોતા.

રાજકીય પ્રવાહો:રાજ્યો આશરે છેલ્લા ચારેક હજાર વર્ષોથી સ્થપાયા. છેલ્લા દસ હજાર વર્ષોથી લગભગ ત્રણ સદી પહેલા સુધી જ્યારે લોકોની આવકનું એક માત્ર મહત્વનું સાધન ખેતી હતી ત્યારે રાજ્યની જવાબદારીમાં મુખ્ય જમીન અને મિલકતના રક્ષણ સુધી સીમિત હતી. રાજ્ય પોતાના લોકોની સુખાકારી વધારવા માંગતું હોય તો અન્ય રાજ્યની જમીન પચાવી પાડવી (એટલે કે જીતવી) પડે અને ત્યાંના લોકોને ગુલામ બનાવી તેમનો ઉપયોગ મફત મજદુરી માટે કરવો પડે તે સામાન્ય સમજ હતી. લોકશાહી બે હજાર વર્ષ પહેલાં ગ્રીસમાં સ્થપાયેલી પરંતુ ત્યારે કોને નાગરિક ગણવા અને નાગરિક તરીકે અધિકાર આપવા, તે માટે કાયદાની વ્યાખ્યા બહુ સીમિત હતી. વૈચારિક રીતે પોતાનો ધર્મ પાળતા કે પોતાની જાતિના દરેકને સમાન ગણવા જોઈએ તે સમજ ઘણા ધર્મોમાં અને સમાજોમાં હતી. તમામ માનવ એક જ ઈશ્વરના સંતાન છે અને તે સમાન ગણાવા જોઈએ, તેમજ તેમના ગરીબોની પરિસ્થિતિ સુધારવા સમાજે પ્રયત્નશીલ રહેવું જોઈએ, વિગેરે મુલ્યો જ્ઞાનપ્રકાશ  માં ઉભરેલાં, પરંતુ રાજકીય રીતે સમાનતા અને ભાઈચારો એક રાજ્યના બધા લોકોમાં હોવો જોઈએ તે ફ્રેંચ ક્રાંતિ પછી સ્થાપિત થવાની શરૂઆત થઇ.

વૈચારિક રીતે તો ફ્રેંચ ક્રાંતિ વખતે તેમાંથી મળેલા ત્રણ મુલ્યો: સ્વતંત્રતા, સમાનતા, અને ભાઈચારો, પહેલી વાર રાજકીય રીતે મહત્વના બન્યા હતાં. પરંતુ સ્વતંત્રતા કોને માટે અને સમાનતા કોની સાથે? જેવા પ્રશ્નો ના જવાબો બદલાતા રહ્યા. દાખલા તરીકે અત્યારે વિકસિત ગણાતા ઘણા દેશોમાં લાંબા સમય સુધી રાજ્ય સ્ત્રીઓને સમાન અધિકાર નહોતું આપતું, અને અમુક રાજ્યોમાં માત્ર જમીનદાર વર્ગને જ ચોક્કસ હક્કો મળતા. સાર્વત્રિક ભાઈચારાની તો વાત જ રહી હતી. રાજ્યનું મુખ્ય કાર્ય પોતાના નાગરિકોની રક્ષા કરવાનું હતું. લોકોની સુખાકારી માટે સૌ પોતપોતાના નસીબ અને બળને સહારે હતા. ભલે અમેરિકા ૧૭૭૬માં આઝાદ થયું અને ફ્રાંસમાં રાજાશાહીનો અંત અઢારમી સદીના અંતમાં આવ્યો, પરંતુ વીસમી સદીની શરૂઆત સુધી તો સંસ્થાનવાદ ઘણી બધા પ્રદેશોમાં પ્રવર્તમાન હતો. બળુકા રાજ્યો બીજા રાજ્યો પર જીત મેળવતા અને પોતાના રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે ગુલામ રાષ્ટ્રોનું શોષણ એક સ્વીકૃત રસ્તો હતો. પહેલા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદના વળતાં પાણી શરુ થયા ગણાય. ત્યાર બાદના આર્થિક પ્રશ્નો અને ખાસ કરીને ૧૯૨૯ની મહામંદી પછી યુરોપમાં અને લેટીન અમેરિકામાં સરમુખત્યારો રાજ કરતાં રહ્યા પરંતુ પોતાના દેશમાં કે પ્રદેશમાં સ્વાયત્ત સરકાર રચવાની સ્વંત્રતા વધુને વધુ લોકોને મળવાની લગભગ ૧૯૧૮ પછી શરુ થવા લાગી. સામાન્ય લોકો માટે સમાનતા અને ભાઈચારો સ્વતંત્રતા કરતાં વધુ મુશ્કેલીથી હાંસલ થવાના હતા કારણકે ધર્મ, વર્ગ અને જાતી જેવા પરિબળો તેમની ઉપર અસર કરતા હતા. જેમ જેમ સમાનતા અને ભાઇચારાના મુલ્યોનો વ્યાપ વધ્યો તેમ તેમ રાજ્યની એક વધારાની જવાબદારી સ્વાયત્ત રાજ્યના બધા નાગરીકો માટે સુખાકારી મેળવવાનું અને સુખાકારીનું સંવર્ધન કરવાની ગણાવા લાગી.

ઔદ્યોગિક ક્રાંતિ આમ થવા પાછળનું એક એક અગત્યનું કારણ હતું. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે યુદ્ધ અને ખેતી સિવાય મૂડીરોકાણ કરીને પણ ઉત્પાદન થઇ શકે અને ઉત્પાદન વધારવાથી આવકો વધી શકે કે જે દ્વારા સુખાકારી વધારી શકાય તે શક્ય બન્યું હતું. એ નોંધવું જોઈએ કે વીસમી સદીની શરૂઆત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિનો વ્યાપ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો હતો. બીજું એક અગત્યનું સંલગ્ન પરિબળ જે આ દિશામાં કામ કરતું હતું તે શહેરીકરણ. શહેરીકરણ ઔદ્યોગિક ક્રાંતિને કારણે શક્ય બન્યું કારણકે ઉત્પાદનના સાધનો એક જગ્યાએ હોય તે સગવડભરેલું અને નફાકારક હતું. પરંતુ શહેરીકરણને લીધે બહુજનને સુખાકારી પૂરી પાડી શકવા રાજ્ય સક્ષમ બન્યું. ઘરમાં પાણી અને સંડાસની વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, વાહનવ્યવહાર, ઉર્જા, વગેરે સવલતો – કે જે સુખાકારીના માપદંડ છે – કિફાયતી ભાવે પૂરી પાડવાનું કામ શહેરીકરણને કારણે જ શક્ય બન્યું છે. અલબત્ત મોટા રાજ્યોનું તૂટવું તે પણ સંસ્થાનવાદ તૂટવા પાછળનું મહત્વનું કારણ હતું, પરંતુ વિચારોનો અને મુલ્યોનો અમલ થવા માટે યોગ્ય સંજોગોની જરૂર હોય છે. ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરીકરણે લોકશાહીની સ્થાપના માટે અને રાજ્યને લોકોની સુખાકારી માટે ચિંતિત કરવા માટે યોગ્ય સંજોગો ઉભા કરવામાં ખાસ્સી મદદ કરી.

નજીકના ભૂતકાળ પર દ્રષ્ટિ નાખીએ તો લગભગ ૧૭૮૦ માં શરુ થયેલ ઔદ્યોગિક ક્રાંતિ બીજા સોએક વર્ષોમાં જગતભરના ઘણા રાષ્ટ્રોમાં પ્રસરી ચુકી હતી. ઔદ્યોગિક ક્રાંતિથી માત્ર લોકોના જીવન ધોરણો સુધર્યા હતા તેમ જ નહીં પરંતુ ભાઈ-ભત્રીજાવાદને પોષતી સામંતશાહી જીવન વ્યવસ્થા પર ધરમૂળથી પ્રહાર પણ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદનું પતન વધુ ઝડપી થયું અને વધુને વધુ રાજ્યોમાં સ્વાયત્ત સરકારો સ્થાપાઈ. આ સરકારો મુડીવાદી, સામ્યવાદી અને સમાજવાદી વિચારસરણીઓ ધરાવતી હતી. લોકો વચ્ચેની અસમાનતા અને તેમના દુઃખ માટે ગરીબી કારણભૂત છે તે મુડીવાદી વ્યવસ્થાની પાયાની માન્યતા હતી. સમાજવાદ અને સામ્યવાદ લોકોની પછાત દશા માટે ધર્મ, અને સામાજિક તેમજ રાજકીય માળખાને કારણભૂત ગણતા હતા. બધી વિચારસરણીમાં સ્વાયત્ત રાજ્યની એ ફરજ ગણાતી કે સમાજના આર્થિક, સામાજિક કે અન્ય કોઈ રીતે પછાત રહેલા તેમજ પીડિત લોકોની તકલીફો સમજે અને તે તકલીફો દુર કરવા શક્ય તેટલા તમામ પ્રયત્નો રાજ્ય કરે.

મુડીવાદી રાજ્યનું એક અગત્યનું કામ સમાજની સંપન્ન વ્યક્તિઓ પાસેથી સાધનો ઉભા કરીને (તેમની ઉપર કર નાખીને) સમગ્ર સમાજના ઉત્કર્ષ અંગે જરૂરી કાર્યો કરવાનું હતું. સમાજવાદી રાજ્ય લોકોની જરૂરિયાતો મુજબ ઉત્પાદનના સાધનો અને પ્રક્રિયા નક્કી કરતા હતા. ૧૯૬૦ ના દાયકા સુધી સમાજના સામાન્ય લોકોના ઉત્થાન માટે શિક્ષણની તેમ જ આરોગ્યની સેવાઓ રાજ્ય પોતાના ગજા પ્રમાણે પૂરી પાડતું, તેમની સગવડ માટે ઉર્જા (electricity) અને વાહનવ્યવહારની સગવડ પૂરી પાડતું, અને લોકોને રોજગારી મળે તે માટે રાજ્ય ઉદ્યોગો સ્થાપતું. રાજ્યના આ બધા કાર્યો સામાન્ય લોકજીવનની શૈલીમાંથી ઉદભવેલા મૂલ્યોનું પ્રતિબીંબ માત્ર હતા તેમ નથી પરંતુ તે મૂલ્યોનું સંવર્ધન કરવા માટેનો મુડીવાદી સમાજવ્યવસ્થામાં યોગ્ય ગણાતો એક સર્વ-સ્વીકૃત રસ્તો પણ હતો.

અલબત્ત દુનિયામાં પ્રશ્નો હતા. કમ્બોડિયા, કોરિયા અને વિએતનામના યુધ્ધો, યોમ કુપુરનું યુદ્ધ, ઈરાનનો બળવો, અને ત્યાર બાદના વિવિધ યુધ્ધો, વિગેરે ઘટનાઓને નજરઅંદાજ ન જ કરી શકાય પરંતુ તેમાંના મોટાભાગના યુધ્ધો (મધ્ય-પૂર્વની લડાઈઓ બાદ કરો તો – લોકશાહીની પ્રગતિ માટે લડવામાં આવ્યા હતા – કમ સે કમ એમ માનવામાં તો આવતું જ હતું. આવા યુધ્ધો દ્વારા ફ્રેંચ ક્રાંતિના ઉપર જણાવેલા ત્રણેય મૂલ્યોનું સંવર્ધન ઝડપી થશે અને એક દિવસ એ બધા મુલ્યો સમગ્ર માનવજાતમાં સ્થપાશે તેમ માનવામાં આવતું. દુનિયાના પ્રશ્નો હતા પરંતુ નજીકના ભવિષ્યમાં તે પ્રશ્નો ચોક્કસ રીતે હલ થઇ જશે તેવો એક આશાવાદ – કદાચ વિશ્વાસ પણ – લગભગ બધે પ્રવર્તતો હતો. મૂડીવાદ, સમાજવાદ અને સામ્યવાદ અનુસરતા બધા લોકોમાં આ આશાવાદ દ્રઢ હતો.

એ નોંધવું અગત્યનું છે કે રાજ્યની આર્થિક બાબતોની પાયાની સમજ આજદિન સુધી અઢારમી સદીમાં ઉભરેલી વિચારસરણીથી દોરવાય છે. અઢારમી સદીમાં લોકો વિવિધ અછતો વચ્ચે જીવતા. સમાજની ઉત્પાદકતા એટલી ન હતી કે દરેકને જીવન જરૂરિયાતની ચીજો મળી શકે. માટે વસ્તુઓનું મહત્તમ ઉત્પાદન કરવું એ રાજ્યની આર્થિક નીતિનો પાયો બની રહ્યો જે આજે પણ છે. એ નોંધનીય છે કે અત્યારે પણ આપણે કુદરતી સંસાધનો, ચોખ્ખી હવા, શુદ્ધ પાણી, જંગલો તેમજ પર્યાવરણની અછત માટે જ વિચારીએ છીએ. ૧૯૫૦ના દાયકા સુધીમાં ઔદ્યોગિકરણને કારણે વિકસિત રાજ્યોમાં લોકોની ઉત્પાદકતા એટલી હદે વધી ચુકી હતી કે ત્યાંના સમાજમાં દરેક માટે પર્યાપ્ત માત્રામાં જીવન જરૂરિયાતની ચીજો બનતી હતી અથવા બને તેવી પૂરી શક્યતા તેમ જ સગવડો પણ હતી. ૧૯૫૮માં જ્હોન ગાલબ્રીએથ નામના વિખ્યાત અર્થશાસ્ત્રીએ નામે પુસ્તક લખ્યું ત્યારબાદ આવા ઘણા પુસ્તકો પ્રકાશિત થયા જેમાં આ વાતની છણાવટ વિગતે કરવામાં આવી હતી. હવે રાજ્ય અને સમાજ માટે એ જરૂરી ન હતું કે શક્ય તેટલું વધુ ઉત્પાદન કરે. હવે માત્ર એ કરવાની જરૂર હતી કે આ ઉત્પાદકતાનો પ્રસાર વિકસતા દેશો સુધી થાય, તેમજ વિકસિત સમાજમાં વહેંચણી માનવતાવાદી ધોરણે થાય. આમ જો બનત તો વધુ સુખી અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બન્યું હોત? આવા પ્રશ્નોના સ્પષ્ટ કે ચોક્કસ જવાબો હોઈ શકે નહીં. આગળ ઉપર મનોવૈજ્ઞાનિક વિભાવનાઓમાં આપણે જોઈશું કે આમ કેમ ન બન્યું. અત્યારે એટલું નોંધી લઈએ કે વિદ્વાનોનો આ મત જાહેરખબર અને પ્રચાર નીચે દબાઈ ગયો અને તે ક્યારેય મુખ્યધારા સુધી પહોંચીને રાજકીય સામાજિક અને આર્થિક નીતિઓનો પાયો બની શક્યો નહીં. રાજ્ય અને લોકો વધુને વધુ ઉત્પાદન પાછળ લાગેલા રહ્યા. 
આગળ જોયું તે મુજબ ૧૯૭૦ના દાયકાની શરૂઆતથી આંતરિક અને આંતર-રાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ ડોહળાવા લાગી હતી. આંતરરાષ્ટીય બનાવો પર એક નજર નાખીએ તો મધ્ય-પૂર્વમાં ૧૯૭૩માં યોમ-કીપુરનું યુદ્ધ શરુ થઇ ગયું અને બીજી બાજુ વિએતનામમાં થી અમેરિકા હારીને પાછું વળ્યું હતું. યુધ્ધના જંગી ખર્ચાઓને પહોંચવાનો વિચાર કરી શકાય તે પહેલાં ખનીજ તેલના વધતા ભાવોને લઈને ઉર્જા-સંકટ ઉભું થયું હતું જે ૧૯૭૯માં ઈરાનના શાહ સામેના સફળ બળવા પછી વધુ વધુ ઘેરું બન્યું હતું. આર્થિક પ્રગતિ રોકાઈ હતી અને અવિરત આર્થિક પ્રગતિના સ્વપ્ના સામે પાયાના સવાલો ઉભા થયા હતા.

રાજ્યોની આંતરિક પરિસ્થિતિ કદાચ વધુ ખરાબ હતી. કેઈન્સની વિચારસરણીને અનુસરવી એ રાજકિય રીતે અનુકુળ જ નહીં પરંતુ રાજકારણીઓ માટે સગવડરૂપ પણ હતું કારણકે, રાજકારણીઓ પોતાનો ભ્રષ્ટાચાર, તેમ જ પોતે આપેલા વચનો પુરા ન થાય ત્યારે પોતાની નિષ્ફળતાઓ જાહેર દેવાના ડુંગર ઉભા કરીને ઢાંકી શકતા. એ વાત બહુ આસાનીથી ભૂલી જવાતી કે આ એ દેવું હતું કે જે ભવિષ્યની પેઢીઓ પોતાની કમાણીમાંથી ભરવાની હતી. જ્યારે ઉર્જા-સંકટ ઘેરું બન્યું અને લોકોની ઉત્પાદકતા સામે પડકારો ઉભા થયા ત્યારે દેવાના ડુંગરો કઈ રીતે ચુકવાશે તે અંગે ઘેરી ભીતિ ઉભી થઇ. આ સંકટ એટલું ઘેરું હતું કે ૧૯૭૩માં જ અમેરિકાએ પોતાના ડોલર સામે ચોક્કસ દરે સોનું આપવાનું વચન નાબુદ કરી નાખવું પડ્યું હતું. ૧૯૭૯ના ઈરાનના બળવા પછી અમેરિકા માટે આર્થિક સંકટ કટોકટી બની ગયી હતી. આ સંકટની ભીતિએ અમેરિકાનું શેર બજાર ૧૯૭૬માં જ ધ્વસ્ત થયું હતું. સ્થાનિક ઉદ્યોગો સામેના પડકારો વધતા જતા હતા. અત્યારે અમેરિકાને ચીન સાથેની સ્પર્ધા જે રીતે નડે છે તે જ રીતે એ વર્ષોમાં જર્મની અને ખાસ તો જાપાન સાથેની સ્પર્ધા પણ નડતી હતી. અમેરિકા જે બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય અને આર્થિક રીતે મહાસત્તા તરીકે સ્થાપિત થઇ ચુક્યું હતું અને જેની આણ વિશ્વભરમાં ફેલાયેલી હતી તેની અમર્યાદ સત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ પ્રશ્નો ને લઈને સ્થાનિક લોકોની તત્કાલીન તેમ જ ભવિષ્યની સુખાકારી અંગે મોટા સવાલો ઉભા થયા હતા. 
ત્યારબાદ અમેરિકાએ પોતાની આક્રમક સામ્રાજ્યવાદી નીતિઓથી ફરી પાછો વિકાસ હાંસલ કર્યો – અલબત્ત, પહેલાં લેટીન અમેરિકન દેશો, અમુક યુરોપના દેશો, ત્યાર બાદ મેક્સિકો, અને ત્યાર બાદ દુર-પૂર્વના દેશોના અર્થકારણની તકલીફોએ તે વિકાસમાં ઘણો ફાળો નોંધાવ્યો છે. ૧૯૮૯માં રશિયાના પતન પછી અમેરિકાનો કોઈ વૈચારિક શત્રુ રહ્યો નહીં. ૧૯૯૬માં “વોશિંગ્ટન કોન્સેન્સસ”માં દુનિયા માટે દસ આર્થિક નીતિઓ જાહેર કરીને અમેરિકાએ પોતાનું સ્થાન દુનિયાના પ્રથમ નંબરના (લોકશાહીના અને મુક્ત-બજારની નીતિના આક્રમક રક્ષક) દેશ તરીકેનું સ્થાન જાળવી રાખવા માટેની રણનીતિ જાહેર કરી હતી.આપણે જોયું તેમ બીજા વિશ્વયુદ્ધ પછી વધુને વધુ વિસ્તારો અને દેશો સંસ્થાનવાદમાંથી આઝાદ થવા માંડ્યા. આ બધા દેશો ગરીબ જ હતા. તેમની ઘણી સંપત્તિ તેમની ઉપર રાજ્ય કરતા ગણ્યાગાંઠ્યા દેશો લઇ ગયા હતા. આઝાદ દેશોની સ્વાયત્ત સરકારો પોતાના દેશના નાગરીકોમાં બહુ મોટા ભેદભાવો કરી શકે નહીં. વળી રાજાશાહી, સરમુખત્યારશાહી કે તાનાશાહીમાં રાજ્યના ગુલામ કે ગરીબ લોકોના અસંતોષ ઉપર રાજ્ય દમનકારી વલણ અપનાવી શકે છે. પોતે ગુલામ બનાવેલ લોકો પર આવું દમનકારી વલણ અપનાવવું રાજ્ય માટે સરળ હોય છે પરંતુ સ્વાયત્ત સરકાર બન્યા પછી પોતાના લોકો ઉપર દમનકારી પગલાં ભરવાની રાજ્યની શક્તિ ઘણી સીમિત થઇ જાય છે. આમ છતાં સમાજના બધા નાગરિકોની સુખાકારી અંગે તો રાજ્યે વિચારવું જ પડે. આમ સમાજના બહોળા હિસ્સા માટે – કદાચ એમ કહીએ કે સમગ્ર સમાજ માટે – યુદ્ધ કર્યા વગર સુખાકારી કઈ રીતે પેદા કરવી અને તેનું સંવર્ધન કઈ રીતે કરવું તે માટે રાજ્ય શું કરી શકે અને શું ન કરી શકે તે અંગેના ધારાધોરણો અર્થશાસ્ત્ર અંગે જે વિચારો થયા તેમાંથી મળે છે જે આપણે આગળ ઉપર જોઈશું. તે સિવાય દમન કર્યા વગર લોકોને કાબુમાં રાખવા રાજ્યોએ કઈ નીતિ અખત્યાર કરી તેની ચર્ચા જ્યારે આપણે મનોવૈજ્ઞાનિક પ્રવાહો પર નજર નાખીશું ત્યારે પણ કરીશું. અત્યારે તો એ બાબત યાદ રાખવી જરૂરી બનશે કે વધુને વધુ ગરીબ લોકોને સુખાકારી પૂરી પાડવા માટે રાજ્ય તત્પર બનતું ગયું – કદાચ લોકોએ લોકશાહી રાજ્યને આ બાબતે તત્પર કર્યું.

અર્થકારણમાં વર્ષોથી એક પ્રક્રિયા નોંધાઈ છે કે જે તરીકે ઓળખાય છે. કોઈ પણ ધંધા, સમાજ, પ્રદેશ કે રાષ્ટ્રની આવક થોડા સમય માટે વધે છે અને પછી થોડા સમય માટે ઘટે છે. પરંપરાગત અર્થશાસ્ત્ર એમ માને છે જ્યારે આવકો ઘટેલી હોય છે ત્યારે અમુક સાહસિકો થોડુક રોકાણ કરે છે અને મોટો નફો મેળવે છે, જે જોઇને બીજા લોકો પણ મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. મુડીરોકાણો બે રીતે કામ કરે છે. એક તો ફેકટરીમાં કામ કરતાં લોકોને મશીનો પર કે અન્ય કામ કરવા માટે પૈસા મળે છે જે તેમની આવક છે. બીજું, ફેકટરીમાં ઉત્પાદન થયેલી વસ્તુઓ બજારમાં આવે છે અને લોકો પોતાની વધેલી આવકોથી આ વસ્તુઓ ખરીદે છે. આમ રોકાણોને કારણે લોકોની આવકો વધે છે, વધતી આવકોથી તેમની ખરીદશક્તિ વધે છે, અને બજારમાં વસ્તુઓની માંગ વધે છે કે જેને કારણે વધુને વધુ રોકાણ નફાકારક બની રહે છે. જ્યારે આવકો વધતી હોય ત્યારે ઘણા બધા લોકો વધુ પડતું મૂડીરોકાણ કરે છે કે જેમાનું ઘણું અંતમાં બિનનફાકારક બની રહે છે અને ખોટમાં પરિણામે છે. જ્યારે ઉદ્યોગો ખોટ કરે ત્યારે નવું મૂડીરોકાણ થતું નથી અને લોકોની આવકો ઘટે છે. મંદીમાં સાહસિકો દ્વારા ફરી પાછું મૂડીરોકાણ થાય છે અને આ તેજી-મંદીનું ચક્ર નિયમિત રીતે ચાલતું રહે છે. સામાન્ય રીતે આ ચક્રની આવરદા આશરે ચાર-પાંચ વર્ષની હોય છે, પરંતુ  ક્યારેક આવકો બહુ લાંબા સમય માટે અને વધારે વધે છે – જેમ કે ૨૦૦૭ સુધી થતું રહ્યું. ૧૯૭૬ પછી અમેરિકામાં કોઈ મોટી મંદી આવી નથી. અને ક્યારેક આવકો બહુ લાંબા સમય સુધી ઘણી ઘટે છે અને નીચેના સ્તરે સ્થિર પણ થતી લાગે છે – જેમ ૧૯૨૯ની મહામંદી અને ૨૦૦૮ પછીની મંદીમાં જણાયું છે. આ ના ઘણા કારણો છે તેની વિસ્તૃત ચર્ચા અહીં અસ્થાને છે. અગત્યનું એ છે કે ગરીબ દેશો (નવા સ્વાયત્ત બનેલા દેશો) માં જ્યારે મોટી મંદી આવે છે ત્યારે ઘણા લોકોનું જીવન ખોરવાઈ જાય છે અને તેમની સુખાકારીમાં ઘટાડો થાય છે જે ઘણીવાર અસહ્ય બની જાય છે કારણકે એવા સમયે લોકો ભુખમરાથી પણ મૃત્યુ પામતા હોય છે. રાજ્યએ આ વખતે શું કરવું તે અર્થશાસ્ત્ર માટે અગત્યનો પ્રશ્ન રહ્યો છે.થોમસ માલ્થસ નામના વિચારકે અઢારમી સદીના અંતમાં અર્થશાસ્ત્રનો મૂળ પ્રશ્ન બિહામણી રીતે રજુ કર્યો. તેણે કહ્યું કે દુનિયામાં વ્યક્તિઓ ભૌમિતિક દરે વધે છે (એકમાંથી બે, બેમાંથી ચાર, અને ચારમાંથી આઠ...એ દરે) અને ખોરાકનું ઉત્પાદન (બહોળા અર્થમાં માણસોની જરૂરીયાતો પૂરી કરવાના સાધનો) સામાન્ય દરે વધે છે (એકમાંથી બે, બેમાંથી, ત્રણ, ત્રણમાંથી ચાર...એ દરે). માલ્થસ પાદરી હતા અને તેમણે પોતાના વિશ્લેષણમાંથી એક સંદેશ એ આપ્યો કે લોકો એ સ્વેચ્છાએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને મોદી ઉંમરે લગ્ન કરવા જોઈએ કે જેથી બાળકો ઓછા પેદા થાય. પરંતુ તે સાથે તેણે એમ પણ કહ્યું કે સમયાંતરે રોગચાળો, યુદ્ધ, કુદરતી હોનારતો વિગેરે કારણે લોકો મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે માટે બચેલા લોકો જીવી શકે છે. માલ્થસના માટે અછતની પરિસ્થિતિ કાયમી હતી અને તેમાં ફેરફારની કોઈ શક્યતા ન હતી.

અર્થશાસ્ત્રની પરંપરાની શરૂઆત આદમ સ્મિથના સમયથી થઇ ગણાય છે. સ્મિથની વિચારસરણી મુડીવાદી હતી. અર્થશાસ્ત્ર માટે પાયાનું ગણાતું તેમનું પુસ્તક ૧૭૭૬માં પ્રગટ થયું ત્યારે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હતી (ઔદ્યોગિક ક્રાંતિ ૧૭૮૦થી શરુ થઇ ગણાય છે). આદમ સ્મિથનો મુખ્ય સુર એ હતો કે મુક્ત બજાર (કોઈના, ખાસ કરીને રાજ્યના, હસ્તક્ષેપ વિના) એક એવી વ્યવસ્થા છે કે જે આપમેળે સમાજ માટે શક્ય તેટલી સુખાકારી પેદા કરી શકે છે (માટે બજારો મુક્ત રહેવા દેવા જોઈએ અને રાજ્યે તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ). થોડા સુધારા-વધારા સાથે આ મુડીવાદી અને મુક્ત બજારની માન્યતા અર્થશાસ્ત્રની ધરોહર બની રહી. પરંપરાગત અર્થશાસ્ત્ર ના અમુક સાદા નિયમો જે ડેવિડ રિકાર્ડો અને આલ્ફ્રેડ માર્શલના સમયમાં કાળક્રમે ઉભર્યા અને સ્થિર થયા તે આ મુજબના હતા: ૧) મૂડીરોકાણથી આવકમાં વધારો થઇ શકે છે. ૨) ભલે મૂડીરોકાણ દ્વારા લોકોની આવક – અને વધુ આવક દ્વારા વધુ સુખાકારી મેળવી શકાય પરંતુ જેમ દેવું કરીને કોઈ વ્યક્તિ અમીર થઇ શકે નહીં તેમ જ કોઈ રાજ્ય દેવું કરીને મૂડીરોકાણ કરીને અમીર બની શકે નહીં. સુખાકારી વધારવા આવક વધારવી પડે, આવક વધારવા માટે લોકોને કામ કરતા કરવા પડે, લોકોને કામ કરવા માટે મશીનોની જરૂર પડે, અને આ મશીનો બનાવવા (કે આયાત કરવા) મૂડીરોકાણ કરવું પડે. આ મૂડી ગરીબ દેશો પાસે હતી નહીં અને પહેલાંની જેમ બીજા દેશો પર આક્રમણ કરીને આ મૂડી તેઓ સંચિત કરી શકે તેમ પણ ન હતા. પરંપરાગત અર્થશાસ્ત્રની વિચારસરણીમાં આ માટે રાજ્યો પાસે એક જ રસ્તો હતો. અત્યારે શક્ય તેટલી બચત કરીને તે બચતનું મૂડી રોકાણ કરવું અને તેમાંથી વધુ આવક મેળવવી. વધેલી આવકમાંથી વધુ બચત કરવી અને વધુ મૂડી રોકાણ કરવું. આમ પરંપરાગત અર્થશાસ્ત્રની વિચારસરણીમાં મૂડી સંચય, તેના કારણે વધતી આવકો અને તે દ્વારા સુખાકારીનું સંવર્ધન એ એક ધીમી પ્રક્રિયા બની રહેવાની હતી. આપણે જોયું તેમ શરૂઆતમાં રાજ્યનું કાર્ય પોતાના નાગરિકોનો વિદેશી આક્રમણથી બચાવ અને શક્ય હોય ત્યારે પાડોશીઓ પર આક્રમણ કરવું (ટૂંકમાં યુદ્ધ) હતું. જ્યારે યુધ્ધો ઓછા થયા અને સ્વાયત્ત સરકારો વધી ત્યારે પોતાના નાગરિકોની સુખાકારી વધારવા માટે પણ આ મુડીવાદી નિયમોનું ઉલ્લંઘન લગભગ ૧૯૩૩ સુધી વર્જ્ય ગણાયું.


૧૯૨૯ની મહામંદી પછી જ્હોન મેનયાર્ડ કેઈન્સ નામના અર્થશાસ્ત્રીએ એક નવો વિચાર મુક્યો. તેણે જણાવ્યું કે મંદીની અસરો ખાળવા માટે રાજ્યોએ દેવાની પરવા કર્યા વગર પણ રોકાણ કરવું જોઈએ. ખાસ કરીને આવું રોકાણ ધંધાની નફાકારકતા વધે તેવા પ્રોજેક્ટમાં કરવું જોઈએ, જેમકે નવા રસ્તા બાંધવા કે વીજળી પેદા કરવી, શિક્ષણની સેવાઓ વધારવી, વિગેરે. આનું કારણ તેમણે એ આપ્યું કે નવું રોકાણ એ એકમાત્ર એવી વસ્તુ છે કે જેના દ્વારા Business Cycle ની ખરાબ અસરો ઓછી કરી શકાય, અને મંદીમાં પણ લોકોની આવકો વધી શકે અને તેમની સુખાકારી ટકાવી શકાય. ધંધામાં નફો વધવાની શક્યતા દેખાતા ઉદ્યોગ-ધંધા નવું રોકાણ કરવા પ્રેરાશે અને મંદીનો ઝડપથી અંત આવશે. અર્થશાસ્ત્રની દુનિયામાં આ એક ક્રાંતિકારી વિચાર હતો
મુડીવાદી રાજ્યો માટે આર્થિક ક્ષેત્રે ૧૯૩૦ ના દાયકાની શરૂઆત થી શરુ થયેલી કેઈન્સની વિચારધારાની બોલબાલા ૧૯૬૦ના દાયકા સુધી અકબંધ હતી. આ વિચારધારા મુજબ રાજ્યની નાણાંકીય ખાધ (બજેટની) કોઈ ચિંતાનો વિષય ન હતો, પરંતુ તે વિકાસનું એક અનિવાર્ય સાધન ગણાતું, અને ભવિષ્યનો વિકાસ તે ખાધ પૂરી કરશે તે લગભગ નક્કી ગણાતું. આ વિચારસરણીને અનુસરીને, અલબત્ત બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૨૯ની આર્થિક મંદી ભૂલી જવાય તેટલી હદે આર્થિક વિકાસ નોંધાયો હતો. ભલે એ વિકાસ ગોરા લોકોના અમુક સમાજો (પશ્ચિમ યુરોપ અને અમેરિકા) સુધી સીમિત રહ્યો હતો પરંતુ સમસ્ત માનવજાત આર્થિક રીતે વિકસિત ગોરા લોકોના સમાજોની ક્ષિતિજો આંબી શકશે તે ૧૯૬૦ના દાયકા સુધી તો સ્પષ્ટ માન્યતા હતી. આ આશાવાદને સમાજની સિધ્ધિઓથી પોષણ મળતું. ૧૯૬૦ના દાયકાના અંતભાગ સુધીમાં તો માનવી ચંદ્ર પર પણ પહોંચી ચુક્યો હતો.
૧૯૨૯ની મહામંદી અર્થશાસ્ત્રની આદમ સ્મિથથી શરુ થયેલ પરંપરાગત વિચારસરણી માટે ઘાતક નીવડ્યો. વિકસિત ગણાતા દેશોમાં પણ લોકો ભૂખે મરતા હતા અને આપઘાત પણ કરતાં હતા અને સ્મિથની વિચારસરણીને કારણે રાજ્ય ચુપચાપ બેસીને જોયા સિવાય કંઈ ખાસ પગલાં લઇ શકતું ન હતું. કેઈન્સનો વિચાર આવા કપરા સમયમાં અપનાવાયો અને બીજા વિશ્વયુદ્ધ પછી – કે જ્યારે દુનિયાના ઘણા દેશો આઝાદ થયા હતા – દુનિયાના ઘણા દેશોમાં ઝડપી આર્થિક વિકાસ નોંધાયો જે આપણે ઉપર થોડી વિગતે નોંધ્યું છે.
૧૯૭૦ના દાયકા પછી કેઇન્સની વિચારસરણી સામે વૈચારિક તેમ જ વ્યવહારિક પ્રશ્નો ઉભા થયા. વિચારસરણી ધરાવતા અર્થશાસ્ત્રીઓ કેઇન્સની આ વિચારસરણીની સતત ટીકા કરતા રહ્યા હતા. ફ્રેડરિક હાયેક અને મિલ્ટન ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રીઓએ આ દિશામાં પાયાનું કામ કર્યું છે. હાયેકે પ્રસ્થાપિત કર્યું કે બજારમાં વસ્તુઓ અને સેવાઓના ભાવ (કિંમત) ને કારણે માહિતીની આપ-લે સતત ચાલતી હોય છે કે જે ગ્રાહક અને ઉદ્યોગપતિ બંનેને કઈ વસ્તુનો કેટલો ઉપભોગ કરવો અને કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવા માટે અનિવાર્ય છે. રાજ્ય પાસે આ માહિતીનો અભાવ હોય છે માટે રાજ્ય ક્યારેય ધંધા ઉદ્યોગો કાર્યક્ષમ રીતે ચલાવી જ ન શકે. આ કારણે તેમણે આરોપ મુક્યો કે રાજ્ય જ્યારે ધંધો-રોજગાર કરે છે ત્યારે તે બજારની કાર્યક્ષમતામાં હસ્તક્ષેપ કરે છે અને માટે સમાજની સુખાકારી પેદા કરવાની ક્ષમતા ઘટાડે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી મંદીનો અંત અને નોંધાયેલો સાર્વત્રિક વિકાસ કેઇન્સની વિચારસરણીની તરફેણમાં રહ્યો. આ વિકાસનું બીજું પાસું એ હતું કે દુનિયાભરમાં રાજ્યની સરકારો આપણે જોયું તે પ્રમાણે વિવિધ સેવાઓ અને ધંધા-ઉદ્યોગો સ્થાપવામાં અને તેનું સંચાલન કરવામાં મોટે પાયે જોડાઈ હતી. આ માટે ઘણી સરકારો ઘણા વધુ પ્રમાણમાં દેવું કરી બેઠી હતી. જાહેર ક્ષેત્રમાંના ઘણા એકમોને કારણે દેવું અને ભ્રષ્ટાચાર અમર્યાદિત રીતે વધતા જતા હતા. રાજકીય પરિસ્થિતિ સહેજ ડોહળાઈ (ઓઈલના ભાવો અને યુદ્ધના ખર્ચા વધ્યા) અને સ્પર્ધા સહેજ વધી (અમેરિકા અને યુરોપની સામે જાપાન શક્તિશાળી સ્પર્ધક તરીકે ઉભરી ચુક્યું હતું) ત્યારે બીનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચાર જ સામે આવ્યા તેમ ન હતું. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે દેવા જેવા આર્થિક પ્રશ્નો કઈ રીતે ઉકેલવા તે અંગે કોઈ પાસે જવાબ ન હતો. એક અગત્યની ટીકા એ થઇ કે જે વિકાસ દેખાતો હતો તે આભાસી હતો અને વિકાસથી જેટલા પ્રશ્નો ઉકલ્યા તેનાથી વધુ ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ કારણે કેઇન્સની વિચારસરણી અનુસરવાથી બધા માટે સુખાકારી ઉભી કરી શકાશે તેવા સોનેરી ભવિષ્યનું સ્વપ્ન પણ તૂટી પડ્યું.
આર્થિક વિચારસરણીમાંથી ત્યારબાદ કેઇન્સની હકાલપટ્ટી ચાલુ થઇ. કેઇન્સની પહેલાં બજારની કાર્યક્ષમતા લોકોની સુખાકારી કરતાં વધુ મહત્વની હતી. કેઈન્સ ની વિચારસરણીથી આ માન્યતા બદલાઈ અને ઘણો વિકાસ સધાયો પણ ખરો પરંતુ તે વિકાસ રાજકીય અને સ્પર્ધાત્મક કારણોસર જ નહીં પરંતુ તે વિચારસરણીને કારણે પોષાઈ રહેલ બીનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારને કારણે પણ એ વિચારસરણી બદલવાની તાતી જરૂર ઉભી થઇ. આ બદલાવ માટે જરૂરી બૌદ્ધિક ટેકો મળી રહેતાં જ લોલક બીજી બાજુ ગતિ કરવા લાગ્યું અને બજારવાદના ઉગ્ર સ્વરૂપ સુધી પહોંચ્યું.
બજારો મુક્ત હોવા જોઈએ કારણકે મુક્ત બજારો આપમેળે જ મહત્તમ ઉત્પાદન કરી શકે તે માટે સક્ષમ હોય છે અને વધુ ઉત્પાદન દ્વારા જ લોકોની આવકો અને તેમની સુખાકારીનું મહત્તમ ઉત્પાદન થઇ શકે છે તે સિધ્ધાંતને બીજા એક આડકતરા રસ્તાથી પણ પુષ્ટિ મળી હતી. મુક્ત બજારના સિધ્ધાંત સામે એક બીજો મહત્વનો વિરોધ એ હતો કે રશિયાની સમાજવાદી સરકાર પણ ઘણું ઉત્પાદન કરતી હતી માટે મૂળ સિધ્ધાંત જેટલો મુડીવાદી રાષ્ટ્રોમાં મનાતો હતો તેટલો સાચો કદાચ ન પણ હોય. ૧૯૮૦ના દાયકાના અંત સુધીમાં એ પુરવાર થઇ ચુક્યું હતું કે રશિયાના ઉત્પાદનના આંકડાઓ ભ્રામક હતા અને તેમાં બહુ તથ્ય ન હતું. વળી ૧૯૭૬થી ચીને પણ પોતાના સામ્યાવાદી રાજ્યના અમુક ભાગોમાં બજારો મુક્ત કર્યા હતા અને ચીનનો આર્થિક વિકાસનો દર પણ જોતજોતામાં ખુબ વધ્યો હતો. આ બંને બનાવોએ લોકશાહી રાજ્યોમાં મુક્ત બજારોની કાર્યક્ષમતા પર મુકાતા ભારને સાચો ઠેરવ્યો અને માટે તેના માનનારા સામે કોઈ ટકી શકે તેવો વિરોધ રહ્યો નહીં. 
શક્ય તેટલી સેવાઓ પૂરી પાડવાનું અને ઉદ્યોગો ચલાવવાનું કામ રાજ્યનું નથી. બજાર વ્યવસ્થા સર્વશ્રેષ્ઠ છે અને ભાવો દ્વારા થતી નિર્ણાયક માહિતીની આપ-લે ને કારણે આપમેળે બજારો સામાન્ય સંજોગોમાં શક્ય તેટલા ઉત્કૃષ્ટ પરિણામો સુધી પહોંચી શકવા સક્ષમ છે. રાજ્યનું કાર્ય બજાર વ્યવસ્થામાં ઉભા થતા અવરોધોને શક્ય તેટલા દુર કરવાનું, અથવા તો વધીને બજારોને પ્રોત્સાહિત કરવા માત્રનું છે તેમ વધુને વધુ દ્રઢતાથી પ્રસ્થાપિત થતું ગયું. અલબત્ત અમુક સંજોગોમાં બજારો આદર્શ પરિણામો સુધી આપમેળે પહોંચતા નથી. જ્યારે આમ જણાય ત્યારે પૂરતા પુરાવા મળ્યા પછી જ રાજ્યે બહુ જ હળવા હાથે અને ન છૂટકે તેવા બજારોને નિયંત્રિત પણ કરવાનું કામ કરવું જોઈએ. રાજ્યોનો વહીવટ હવે આ વિચારસરણી હેઠળ થાય છે. ઇંગ્લેન્ડમાં પ્રધાનમંત્રી શ્રીમતી માર્ગારેટ થેચર અને અમેરિકામાં પ્રમુખ શ્રી રોનાલ્ડ રેગને આ વિચારસરણી પ્રસ્થાપિત કરવામાં રાજકીય નેતૃત્વ પૂરું પાડ્યું. ફરી પાછો રૂઢિગત આર્થિક વિચારસરણીનો ઉદભવ થયો. મુક્ત વ્યાપાર માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં હોવો જોઈએ તે માટે પ્રયત્નો ચાલુ થયા. વર્લ્ડ ટ્રેઈડ ઓર્ગેનાઈઝેશન (WTO) ની આગેવાની હેઠળ વૈશ્વિકીકરણના શંખનાદ ૧૯૮૦ના દાયકાથી શરુ થયા. તેની સફળતામાં ટેકનોલોજીના વિકાસનો અને રશિયાના સામ્યાવાદનું પતન એ મહત્વના પ્રેરક બળો રહ્યા. અલગ અલગ વિચારસરણી ધરાવતા દુનિયાના ઘણા દેશોમાં હવે રાજ્યનું મુખ્ય આર્થિક કામ બજારોને મુક્ત કરવાનું (તેમની ઉપરના – એટલેકે મૂડી, સંસાધનો (માનવ પણ) ની મુક્ત હેરફેર ઉપરના નિયંત્રણો દુર કરવાનું), તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનું, અને અત્યંત જરૂર જણાય ત્યારે નછૂટકે તેમની પર ખુબ હળવે હાથે નિયંત્રણ કરવાનું રહ્યું. ફરી પાછા રાજ્યોને પોતાના બજેટની ખાધ સખત નિયંત્રણમાં રાખવી અને કમ સે કમ સામાન્ય સંજોગોમાં દરેક Business Cycle દીઠ (એટલે કે ચાર-પાંચ વર્ષના ગાળા દરમ્યાન) બજેટ સમતુલામાં રાખવા તેવા નીતિવિષયક ધોરણો આર્થિક વિચારસરણીમાંથી આદેશ સ્વરૂપે આવ્યા અને તે પળાય તેને માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી. ૧૯૮૦ થી ૨૦૦૭ સુધીનો સમય દુનિયા માટે અપ્રતિમ વિકાસનો સમય રહ્યો. ભૂતકાળમાં કોઈ રાષ્ટ્ર જે ઝડપે પ્રગતિ અંગે વિચારતું પણ નહીં તેવા વિકાસદર દુનિયાના જુદા જુદા ભાગોમાં હાંસલ કરવામાં આવ્યા. ૨૦૧૫ સુધીમાં દુનિયામાંથી ગરીબી અને તેની અનુગામી અસરો જેમકે ઉંચો મૃત્યુદર, ઓછું શિક્ષણ, નબળી શારીરિક સ્વસ્થતા, વિગેરે નાબુદ કરવી તેવા ધ્યેયો નવી સદીની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા અને તેમાંના અમુક ધ્યેયો ઘણેખરે અંશે હાંસલ પણ થયા. સમસ્ત વિશ્વમાં ગરીબી નોંધપાત્ર રીતે ઓછી થઇ અને ઘણા લોકોની સંપત્તિ ઘણા પ્રમાણમાં વધી. પરંતુ આ સિદ્ધિની બીજી બાજુ પણ હતી.
આ બદલાયેલી નવી નીતિ હેઠળ રાજ્ય હવે સંપન્ન લોકો અને ધંધા-ઉદ્યોગો પાસેથી કર ઉઘરાવીને જરૂરીયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડવાનું કામ નથી કરતું, પરંતુ ધંધા-ઉદ્યોગોને કારમાં રાહત આપીને પોતાના દેશમાં કામ કરવા આમંત્રે અને આવકારે છે. આમ કરીને રાજ્ય પોતાના દેશના લોકો માટે કામ મળવાની અને તે દ્વારા આવક વધારવાની તકો ઉભી કરે છે કે જેથી કરીને તે પોતાના દેશના લોકોની સુખાકારીનું રક્ષણ તેમજ સંવર્ધન કરી શકે.
અહીં બે પ્રશ્નો છે. એક તો જ્યારે બીજા દેશમાંથી માલ આયાત કરવામાં આવે કે લોકો આવીને કોઈ દેશમાં કામ કરે છે ત્યારે ભલે મુક્ત બજારની નીતિ પ્રમાણે તે યોગ્ય હોય પરંતુ સ્થાનિક લોકોને પોતાની નોકરી (અને આવકની) ઉપર અતિક્રમણ થતું હોય તેમ લાગ્યા વિના રહેતું નથી. વૈશ્વિકીકરણને કારણે ઘણા દેશો એ વધુ ભણેલા લોકોને પોતાના દેશમાં કામ કરવાની તકો પૂરી પાડી છે. આ માટે ચુનંદા પરદેશી કામદારોને આકર્ષક સગવાડો પૂરી પાડવા માટે સ્થાનિક સરકારો ઘણું ખર્ચ કરે છે. પરંતુ આ પરદેશી લોકો સરકારો ચૂંટતા નથી. જે લોકો દેશમાં સરકારો ચૂંટે છે – અથવા તો જે દેશના નાગરીકો છે – તે લોકો ની ઈચ્છા એમ હોય છે કે તેમના દેશની સરકાર તેમની સુખાકારી માટે ખર્ચ કરે પરંતુ મુક્ત બજારની નીતિ અપનાવવામાં પોતાના નાગરિકોની આ માંગણી સરકારો પુરી કરી શકતી નથી.
બીજું, રાજ્ય જ્યારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કાર્ય સ્વીકારે ત્યારે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે ગઠબંધન થયા વગર રહે નહીં. આ ગઠબંધન દ્વારા ભ્રષ્ટાચાર મોટા પાયે ફૂલ્યો ફાલ્યો છે અને સૌથી વધારે ઘાતક અસર તો એ થઇ કે આવકની અસમાનતા ખુબ મોટી થઇ ગઈ. એક અંદાજ મુજબ આપણા દેશમાં પણ આજે વસ્તીના સૌથી વધુ પૈસાદાર ૧% લોકો દેશની ૫૮.૪% મૂડી ધરાવે છે. હજી ૨૦૦૦ની સાલમાં તે હિસ્સો ૩૬.૮% હતો. નીચેના ૭૦% લોકો અત્યારે દેશની મુડીનો ૭% હિસ્સો ધરાવે છે કે જે ૨૦૦૦ની સાલમાં ૧૩.૯% હતો. આમ વિકાસનો મોટોભાગ વસ્તીના ઉપરના ૧% લોકોએ જ મેળવ્યો છે, અને ગરીબો તેમજ સામાન્ય માણસોની હાલત પહેલાં કરતા કથળી છે. ઘણા દેશોમાં સામાન્ય લોકોની આવકો દાયકાઓ સુધી સ્થિર થઇ ગઈ અને થયેલા વિકાસનો સિંહફાળો (૯૦% કરતાં પણ વધુ હિસ્સો) મોટા દેશોના સૌથી ઉપરના ૧% કરતાં ઓછા નાગરિકોને ભાગે ગયો છે. યાદ રહે કે હવે રાજ્યનું કાર્ય શક્ય તેટલા લોકોની સુખાકારીનું સંવર્ધન થાય તે માટે સીધા પગલાં લેવાનું ન હતું, દેશમાં ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય અને તે દ્વારા લોકોને કામ કરવાની તકો વધે કે જેથી કરીને તેમની આવક વધે તે જ જોવાનું થઇ રહ્યું હતું.
આ ઉપરાંત ૨૦૦૮ની મંદીએ મુક્ત (મહદ અંશે અનિયંત્રિત) બજારની વિચારસરણીના ધસમસતા પ્રવાહ સામે મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે. દુનિયાના શ્રેષ્ઠ નિષ્ણાતો જે બજારોને ચલાવતા હતા અને બીજા શ્રેષ્ઠ નિષ્ણાતો તે નિષ્ણાતો તેમજ તે બજારોની કાર્યવાહી ઉપર ચકોર નજરે ધ્યાન રાખતા હતા તે બજારો ઘણા મોટા નુકસાનના ખાડામાં ઉતરી ગયા છે અને માત્ર અમેરિકા જ નહીં પરંતુ અન્ય રાષ્ટ્રો પણ નુક્સાનીના ઊંડા ખાડામાં ખેંચાઈ ગયા છે. ધંધાઓની આ નુકસાની જે તે ધંધા ઉદ્યોગોએ નહીં પરંતુ રાજ્યોએ સ્વીકારી છે. રાજ્યો ઉદ્યોગોને પ્રોત્સાહન નહીં પણ સુરક્ષા આપવા માટે જે ખર્ચ હજી કરે છે. સરકાર પાસે માર્યાદિત સાધનો હોવાથી સામાન્ય નાગરિકની સુખાકારી પર કાપ અનિવાર્ય બને છે કારણકે લોકો પાસેથી કર રૂપે ઉઘરાવેલા નાણા ઉદ્યોગોની ખોટ પૂરી કરવામાં વપરાયા છે. આ પ્રશ્ન કેટલો ગંભીર છે તેની ઝાંખી આ એક વાક્યથી આવી જશે. અમેરિકાના ઇતિહાસમાં દરેક પેઢી એમ માનતી કે તેમના બાળકોનું ભવિષ્ય તેમના વર્તમાન કરતાં ચોક્કસ રીતે વધુ ઉજ્જવળ હશે. અમેરિકાની આજની પેઢી ઇતિહાસમાં પહેલી વાર આવતીકાલની પેઢી પોતાના કરતાં વધુ સમૃધ્ધ કે સુખી થશે કે કેમ તે અંગે ઊંડો સંશય ધરાવે છે.
જ્યાં સુધી શાસ્ત્રીય સિદ્ધાંતોનો સવાલ છે ત્યાં સુધી અત્યારેતો રાજ્યો અને અર્થશાસ્ત્ર દિશાહીન બની ગયા છે. આમાંથી શું માર્ગ નીકળશે તે ભવિષ્યમાં જ ખબર પડશે. છેલ્લા દોઢેક સૈકામાં થયેલા આ ફેરફારોમાં અગત્યનું એક પરિબળ ટેકનોલોજીનો વિકાસ પણ છે. તેની ઉપર એક ઉડતી નજર નાખી લઈએ.

ટેકનોલોજીના પ્રવાહો : ટેકનોલોજીનો એક સાદો અર્થ સાધનોનો ઉપયોગ છે. એ સ્પષ્ટ છે કે સાધનોના ઉપયોગથી, એટલે કે ટેકનોલોજી થી જીવન કાર્યક્ષમ અને સરળ બને છે, બીજી રીતે કહીએ તો ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમતા અને સુખાકારીમાં વધારો થાય છે. ઘણા પ્રાણીઓ સાધનોનો માર્યાદિત ઉપયોગ પોતાનું જીવન સરળ બનાવવા કરતા હોય છે. સાધનોના ઉપયોગમાં માનવ મોખરે છે. માનવી પરાપૂર્વથી ટેકનોલોજીનો ઉપયોગ કરતો આવ્યો છે. અગ્નિનીને કાબુમાં રાખવાથી માંડીને પૈડાની શોધ, માટીના વાસણોથી લઈને ધાતુના સાધનો અને આયુધો, અને પશુઓ પાસે કામ કરાવીને પોતાની મહેનતનો બચાવ કરવા સુધી બધાનો સમાવેશ ટેકનોલોજીમાં થાય.
ટેકનોલોજીના બે ગુણધર્મો સમજવા જેવા છે: એક તો કોઈ પણ નવી શોધખોળમાં સમય જતા સુધારો થતો રહે છે. આજે આપણે જે ઓજારો કે સ્કુટર, કાર, ટેલીવિઝન, ફોન, જેવા સાધનો વાપરીએ છીએ તે બધા આજથી વીસ કે પચાસ વર્ષ પહેલાં જે હતા તેના કરતાં અત્યારે ઘણા વધુ સારા છે. બીજું અગત્યનું પાસું એ છે કે અમુક સમયે ટેકનોલોજીનો બદલાવ ખુબ ઝડપી હોય છે જેમકે અત્યારે છે અને આશરે સવા બસો વર્ષ પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ વખતે બન્યું હતું. આમ થાય ત્યારે લોકોનું જનજીવન, કુટુંબ અને સમાજની રચના બધું મોટા પાયે બદલાય છે. આ બધા બદલાવ બહુ સરળતાથી નથી આવતા હોતા. આજનું સામાન્ય જનજીવન આજથી માત્ર વીસ કે પચાસ વર્ષો પહેલાં કેટલું જુદું હતું તે વયસ્ક લોકો બહુ સારી રીતે જાણે છે. જેમકે ઔદ્યોગિક ક્રાંતિ દરમ્યાન ધીમે ધીમે કરીને લોકોનું જીવન ધરમૂળથી બદલાઈ ગયું. લોકો ખેતી સિવાય ફેકટરીમાં પણ કામ કરવા લાગ્યા, ગામડાને બદલે શહેરોમાં રહેવા લાગ્યા, ઉર્જાનો વપરાશ જુઓ કે વાહનવ્યવહારની સગવડ જુઓ, શિક્ષણનું સ્તર જુઓ કે આરોગ્યની સેવાઓ જુઓ, તેમનો ખોરાક જુઓ કે તેમનું મનોરંજન જુઓ, ઉત્પાદનના સાધનો અને પદ્ધતિઓના બદલાવને લીધે જીવનના દરેક પાસાંઓમાં થયેલા ધરખમ ફેરફારો તરત નજર સામે આવશે.
એ સમજવું જરૂરી છે કે ખેતીપ્રધાન સમાજ વ્યવસ્થામાંથી ઉદ્યોગપ્રધાન સમાજ વ્યવસ્થા અને સામંતશાહીમાં થી લોકોશાહી સુધીનું સંક્રમણ બહુ સરળતાથી પાર પડ્યું ન હતું. સમાજનું સ્વસ્થ ધોરણે નિર્માણ થાય, લોકો સંપન્ન બને અને તેમની સુખાકારીમાં વધારો થાય તે પહેલાં અનેક લોકોનું અનેકવિધ રીતે શોષણ થયું હતું અને અનેક લોકોને અન્યાય થયો હતો, અનેક દેખાવો થયા, સરઘસો નીકળ્યા, સંઘર્ષો અને અનેક યુધ્ધો થયા હતા અને અસંખ્ય લોકો આ સંક્રમણ કાળમાં અકાળે મૃત્યુને ભેટ્યા હતા.
આ સમજ એટલા માટે જરૂરી છે કે અત્યારે આવુંજ સંક્રમણ ચાલી રહ્યું છે; ઉદ્યોગપ્રધાન સમાજમાંથી માહિતીપ્રધાન અને જ્ઞાનપ્રધાન સમાજ તરફ આપણી ગતિ શરુ થઇ ગઈ છે. આ સંક્રમણની સમાજ પર ઘેરી અસરો છે. કુટુંબનું સ્વરૂપ, બાળકોનો ઉછેર, અભ્યાસના વિષયો, શિક્ષણનું સ્તર, આરોગ્યની સેવાઓ, યાતાયાતના સાધનો, માહિતીના અને સંપર્કના સાધનો અને પદ્ધતિઓ બધુંય ધરમૂળથી બદલાઈ રહ્યું છે. કમ્પુટરની શક્તિઓ અને કૃત્રિમ બુદ્ધિ-શક્તિ અને સમજ-શક્તિ ને કારણે માનવી ઘણા દુર્ગમ કામો કરવા શક્તિમાન થઇ શક્યો છે. પરંતુ સાથેજ સામાન્ય માનવી જે અત્યાર સુધી બધા કામ કરતો હતો તેમાંના ઘણા બધા કામ હવે મશીનો અને કમ્પુટર કરે છે. જેમકે ટાઈપીસ્ટ, મુનીમ, કારકુન, ટપાલ સેવા (સંદેશાઓ ની આપ-લે), ટ્રાવેલ એજન્ટનું કામ, અને ફેક્ટરીમાં થતા અનેક કામ મશીનો કરે છે. હવે આર્થિક અને આરોગ્યને લગતું વિશ્લેષણનું કામ પણ વધતા દરે મશીનો કરે છે. ટૂંક સમયમાં ડ્રાઈવર વિહીન વાહનોથી વધુ સુરક્ષિત અને ઓછી ખર્ચાળ મુસાફરી શક્ય બનશે અને વકીલોનું પણ કામ મશીનો કરશે. નિષ્ણાતોના એક અંદાજ મુજબ આવતા ૨૫ વર્ષમાં ત્યારે જે નોકરીઓ છે તેમાંથી ૪૫% નોકરીઓ ઓછી થશે કારણકે તે બધા કામો મશીનો કરવા લાગશે.
આપણે જોયું કે રાજ્ય હવે સંપન્ન લોકો અને ધંધા-ઉદ્યોગો પાસેથી કર ઉઘરાવીને જરૂરીયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડવાનું કામ નથી કરતું, પરંતુ ધંધા-ઉદ્યોગોને કરમાં રાહત આપીને પોતાના દેશમાં કામ કરવા આમંત્રે અને આવકારે છે, તેમની નુકસાનીમાં ભાગીદાર થઈને પણ ધંધા-ઉદ્યોગોની સુરક્ષા કરે છે. આમ કરીને રાજ્ય પોતાના દેશના લોકો માટે કામ મળવાની અને તે દ્વારા આવક વધારવાની તકો ઉભી કરે છે. અંતમાંતો પોતાના દેશના લોકોની સુખાકારી વધારવાનો આ પણ એક રસ્તો છે. પરંતુ ટેકનોલોજીના વિકાસને કારણે હવે વધેલું કામ લોકોને રોજગાર નથી અપાવતી પરંતુ મશીનો દ્વારા તે કામ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરીકરણ વખતે પણ આમ બન્યું હતું. જે લોકો ખેતી કરતા હતા તેઓએ ફેકટરીમાં મળતા કામ શીખવા પડ્યા હતા અને ત્યાર બાદ જ તેમને રોજગારી મળી હતી અને તેમની આવક અને સુખાકારી વધી હતી. અલબત્ત ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઘણા નવી જાતના કામો પણ ઉભા થયા હતા પરંતુ તે કામ માટે લોકો કુશળ કારીગર બને તે માટે ઘણો સમય લાગ્યો હતો. હજી ભવિષ્યમાં લોકોને કેવા કામ મળશે તે વિષે અત્યારે તો કોઈની પાસે આધારભૂત માહિતી નથી. એક મોટો સવાલ એ છે કે જ્ઞાનપ્રધાન અર્થકારણમાં બુદ્ધિશાળી લોકો ખુબ કમાઈ શકે તેવી તક હોય છે જ્યારે સામાન્ય વ્યક્તિને પોતાના જીવ નિર્વાહમાં પણ ઘણી તકલીફો પડતી હોય છે. એ વાત નક્કી છે કે કોઈ પણ સમાજમાં બુદ્ધિશાળી લોકોની સંખ્યા સીમિત હોવાની અને સામન્ય લોકો બહુમતીમાં રહેવાના. આને કારણે રાજ્યે કઈ નીતિ અપનાવવી તે અંગે દ્વિધા ઉભી થાય છે. આ પ્રશ્ન વૈશ્વિકીકરણમાં દેશમાં આમંત્રિત કરાયેલા બીજા દેશના નિષ્ણાતોને પૂરી પાડવામાં આવતી સવલતો જેવો છે. રાજ્ય પોતાનું ધ્યેય કુલ ઉત્પાદન વધારવા તરફ રાખે તો જેમની ઉત્પાદકતા વધુ છે તેમને વધુ સવલતો અને સગવડો પૂરી પાડવાનું ધ્યેય રાખવું પડે અને તો સમાજના ઉપરના સ્તરના ૧% લોકોની સુખાકારી વધે. બીજી બાજુ, બહુમતીને ધ્યાનમાં રાખે તો સમાજમાં કુલ ઉત્પાદન ઓછું થાય. વળી લોકશાહીમાંતો નિર્ણયો બહુમતીના બળ ઉપર જ લેવાવાના છે, તો પછી સમાજમાં ન્યાયી વહેંચણી કઈ રીતે શક્ય બનશે? આવા પ્રશ્નોના સહેલા કે સ્પષ્ટ જવાબો નથી. 
આ સિવાય ટેકનોલોજીની બીજી અસરો પણ છે. ટેકનોલોજી માણસોને આત્મનિર્ભર બનવા સક્ષમ કરે છે અને માટે તે સામજિક અને કદાચ કૌટુંબિક સંબંધો ઉપર અતિક્રમણ કરે છે. ગામડામાં રહેતા માણસો અને શહેરમાં રહેતા માણસો અને ગરીબ અને તવંગર લોકો વચ્ચે આ ભેદ અત્યારે પણ સહેલાઇથી દેખાય છે. ગરીબીમાં અને ટેકનોલોજીના અભાવમાં એકબીજા પર આધાર રાખવો પડે છે કારણકે જ્યારે વસ્તુઓ અને શક્તિનો અભાવ હોય ત્યારે ગમે ત્યારે ગમે તેની જરૂરીયાત પડતી હોય છે. સંબંધ હોય તો અભાવમાં બીજાની મદદ લઇ શકાય. શરત એ હોય છે કે જરૂર પડે ત્યારે સંબંધ ન બંધાય, સંબંધ હોય તો જરૂર પડે કદાચ ઉપયોગી થઇ શકે. માટે આ સંબંધો સાચવવા જરૂર ન હોય ત્યારે પણ બીજા લોકોને મદદરૂપ થતા રહેવું પડે છે. ટેકનોલોજીથી સક્ષમ થયેલા અથવા તવંગર લોકો – કે જેઓ પોતાને જોઈતી સેવાઓ અથવા મદદ ખરીદી શકે છે – ને આ સંબંધોની જરૂર ઓછી હોય છે. અહીં વધુ અને અંગત સંબંધો એટલે સારું અને ઓછા કે સ્વાર્થ પુરતા સંબંધો એટલે ખરાબ એમ કહેવાનો હેતુ નથી. પરંતુ સંબંધોના બદલાતા સ્વરૂપ અને તેને કારણે આપણે આ લેખની શરૂઆતમાં જોઈ તે બદલાતી સામાજિક અને અંગત વાસ્તવિકતાની ઉત્ક્રાંતિ માટે જવાબદાર પરિબળો નોંધવાનો અને સમજવાનો છે. 
અમર્યાદિત રીતે વધતી જતી સુખાકારીની લોકોની અપેક્ષાની સામે રાજકારણના બદલાતા સંજોગો અને આર્થિકનીતિઓની બદલાતી વિભાવનાઓ ઉપરાંત ટેકનોલોજીનો વિકાસ પણ એક મહત્વનું બળ પૂરું પાડે છે. આ સિવાયનું લોકોની સુખાકારી પર અસર કરતુ લોકોનું માનસ છે. લોકોનું માનસ આ બદલાતા સંજોગોમાં કઈ રીતે બદલાયું અને કેવી રીતે શક્તિશાળી લોકોએ તેને બદલ્યું તેની પર એક ઉડતી નજર કરી લઈએ.

માનસશાસ્ત્રની બદલાતી વિભાવનાઓ અને તેની અસરો:મન બહુ જટિલ વસ્તુ છે અને માનવજાતના માંધાતાઓએ પરાપૂર્વથી તેને માટે ઘણા વિચારો કર્યા છે. અહીં તે બધા કે તેમાંના અમુક પર પણ વિચાર કરવાનો નથી. અહીં પ્રયત્ન માનસશાસ્ત્રની બદલાતી વિભાવનાઓનો ઉપયોગ કરીને રાજ્ય અને ધંધા-ઉદ્યોગો સાથે સંકળાયેલા શક્તિશાળી લોકોએ સામાન્ય લોકો ઉપર પોતાનું વર્ચસ્વ અને કાબુ ટકાવવા કેવા પ્રયત્નો કર્યા તેની ટૂંકી નોંધ કરવાનો છે.આશરે સવાસો વર્ષ પહેલાં ફ્રોઈડે માનવ સ્વભાવ વિષે ત્રણ મહત્વના વિધાનો કર્યા. ૧) તેમણે કહ્યું કે દરેક માનવીના મનમાં આક્રમક અને જાતીય આવેગો હોય છે અને જો તે આવેગો પર યોગ્ય અંકુશ ન રહે તો વ્યક્તિ જ નહીં સમાજ સુધ્ધાંનો વિનાશ થાય છે. ૨) દરેક માનવી પોતાને ચિંતા માંથી બચાવવાના પ્રયત્નો જુદી જુદી અનેક રીતે કરે છે. અને ૩) દરેકને પોતાનું સ્વમાન, માન, ગૌરવ, ગર્વ અને અભિમાન, પ્રિય હોય છે, પછી ભલે તે બધાનો પાયો ઘણેખરે અંશે કાલ્પનિક હોય. પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં ફ્રોઇડની થીયરી પ્રસિદ્ધિ પામી ચુકી હતી અને ફ્રોઈડ તે યુધ્ધને પોતાના પ્રથમ વિધાનની સાબિતી ગણાવતા હતા. પરંતુ ફ્રોઇડની અસર મનોવિજ્ઞાન પર હતી જ્યારે તેમના અમેરિકન ભત્રીજા એડવર્ડ બર્નેઝની અસર લોક-માનસ પર વધુ હતી. બર્નેઝ ભલે બહુ પ્રસિદ્ધિ પામ્યા નથી પરંતુ વીસમી સદી ઉપર તેમણે ઊંડી અસરો છોડી છે. બર્નેઝ પહેલી વ્યક્તિ હતા કે જેમણે ફ્રોઇડના વિચારોનો ચાલાકી – કદાચ લુચ્ચાઈ શબ્દ વધુ યોગ્ય છે – વાપરીને લોકોના માનસ પર જોઈતી અસર ઉભી કરવા માટે કર્યો. બર્નેઝે અમેરિકાના ઉદ્યોગપતિઓને શીખવાડ્યું કે લોકોના અજ્ઞાત મનમાં રહેલી ઈચ્છાઓ પર જાહેરાતો અને પ્રચાર દ્વારા અસર કરીને તેમના મનમાં જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરાતી બિનઉપયોગી અને બિનજરૂરી ચીજ-વસ્તુઓ મેળવવાની તીવ્ર ઈચ્છા કઈ રીતે ઉભી કરી શકાય. આ ક્ષેત્રે બર્નેઝની સફળતામાંથી રાજકારણીઓના મનમાં એક નવો વિચાર જન્મ્યો કે આ પધ્ધતિથી લોકોના ટોળાઓ પર કાબુ કરી શકાય ખરો?
આપણે ઉપર જોયું કે વીસમી સદીના બીજા દાયકાથી સંસ્થાનવાદના વળતા પાણી શરુ થયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા મોટા પ્રમાણમાં દુનિયાભરમાં પ્રદેશો અને દેશો આઝાદ થયા હતા અને તેમાંના ઘણા દેશોએ લોકશાહી અપનાવી હતી. આપણે એ પણ જોયું કે ગુલામી નાબુદ થતાં રાજ્ય પાસે લોકોની નિરાશાઓ, હતાશાઓ અને આક્રોશને બળજબરીથી કચડી નાખવાની શક્તિ પણ મોટેભાગે નકામી થઇ ગઈ હતી કારણકે હવે દેશમાં પોતાના લોકોની સરકાર હતી. યાદ રહે કે નવા આઝાદ થયેલા પ્રદેશો ગરીબ હતા અને ત્યાં નિરાશા, હતાશા અને આક્રોશ વારે ઘડીએ ઉભરી આવતા હતા અને નવા રાજ્ય પર અસ્થિરતાનો ભય ઉભો કરતા હતા. લોકોના ટોળાને કાબુમાં રાખવા બર્નેઝે એ રસ્તો સુઝાડ્યો કે લોકોના અજ્ઞાત મનની ઈચ્છાઓ પૂરી કરીને તેમને આનંદમાં રાખવા જોઈએ. આનંદિત માણસો આક્રમકતા ગુમાવે છે માટે રાજ્ય પર તેઓ કોઈ ભય ઉભો કરતા નથી. વ્યક્તિઓના સ્વમાન, અભિમાન અને કદાચ ઘમંડને પણ પોષીને તેમને બિનઉપયોગી વસ્તુઓ ખરીદતા કરી શકાય અને તેમની આક્રમકતા નાથી શકાય તે વિચારની શરૂઆત બર્નેઝે કરી હતી. એ વિચારનું સુધરેલું સ્વરૂપ આજે પણ સેલ્ફી લેતા અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરતા યુવક યુવતીઓ અને વધુ પડતા – કદાચ વકરેલા – ઉપભોક્તાવાદમાં આપણે જોઈએ છીએ. આપણા દેશનો દાખલો લઈએ તો એક બાજુ આત્મહત્યા કરતાં ખેડૂતો છે અને બીજી બાજુ એરકંડિશન્ડ મોલમાં ફરતા અથવા ત્યાં ફરી શકે તે સ્તરે પહોંચવા મથતા યુવક યુવતીઓ છે કે જેમના મનમાં આત્મહત્યા કરતા ખેડૂતો પ્રત્યે અનુકંપા તો ઠીક પરંતુ તેની યોગ્ય માહિતી હોવાનો પણ પ્રશ્ન નથી.
ફ્રોઈડ પછીનો યુગ મનોવિજ્ઞાનમાં વર્તનવાદનો યુગ હતો. લોકોને કઈ રીતે ટેવ પડે છે અને પડેલી ટેવો કઈ રીતે બદલાઈ શકે અથવા છૂટી શકે તે વર્તનવાદનો વિષય હતો. લોકોને કઈ રીતે એવી સારી ટેવો કઈ રીતે પાડી શકાય કે જે વ્યસન કે વળગણ બનીને રહે – જેમકે નિયમિત કસરત કરવી, તેમજ લોકોને વ્યસન કે વળગણ રૂપે પડેલી ખરાબ ટેવો – જેમકે ધુમ્રપાન – કઈ રીતે છોડાવી શકાય તેની છણાવટ વર્તનવાદમાં થયેલી. અહીં એટલું નોંધવું પુરતું છે કે જાહેરખબર અને પ્રચારના માધ્યમે મનોવિજ્ઞાનના આ જ્ઞાનનો પણ ભરપુર લાભ લીધો. ૧૯૬૦ના દાયકામાં યુવાનોમાં ઉભી થયેલી હિપ્પી સમુદાયની સંસ્કૃતિ સામે સરકારોએ લાળ આંખ કરી. તેમને ડર હતો કે જો યુવા પેઢી કેવળ ચરસ પી ને માત્ર આરામદાયક જીવન વિતાવવા માગે તો સમાજનું અધ:પતન નક્કી થાય. આપણે જાણીએ છીએ કે ૧૯૭૦ના દાયકાથી સારા કપડાં પહેરવા, ઉચ્ચ ભણતર મેળવવું, શરીર સ્વાસ્થ્ય જાળવવું વિગેરે ફેશનનો ભાગ થઇ ગયો અને હિપ્પીવાદ નેસ્તનાબુદ થઇ ગયો. આ બધું મહદ અંશે પ્રચારથી હાંસલ કરાયેલું.
આપણે ઉપર અઢારમી સદીની અછતની પરિસ્થિતિ તેમજ શ્રી જ્હોન ગાલબ્રીએથના પુસ્તક નો આગળ ઉપર ઉલ્લેખ કર્યો છે. તે પુસ્તકમાં એક દલીલ એ હતી કે ૧૯૫૦ના દાયકા સુધીમાં વધેલી ઉત્પાદકતાને કારણે લોકો વધુ આરામ કરીને પોતાની સુખાકારી વધારી શકે તેમ હતા. પરતું અછતમાં ઉદભવેલા અર્થશાસ્ત્રના નિયમો એમ કહેતા હતા કે અર્થકારણમાં પૂર્ણ રોજગાર હોય તો જ મહત્તમ સુખાકારી શક્ય બને માટે જથ્થાબંધ ધોરણે થયેલા બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન થતું રહ્યું. બિનજરૂરી વસ્તુઓના ઉપભોગ સુખાકારીમાં વધારો કરે તેના કરતા આરામ (Leisure)માં વધારો એ વધુ સારો વિકલ્પ હતો પરંતુ આર્થિક નીતિઓને કારણે ગાલબ્રીએથ અને તેમના જેવા મતની ઉપેક્ષા થઇ અને તે મતો કદી મુખ્ય વિચારધારા સુધી પહોંચ્યા જ નહીં.
વર્તનવાદ પછી ૧૯૫૦ના દાયકાની શરૂઆતથી અત્યાર સુધી જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનનો યુગ ચાલે છે. આપણી અંદર અને આસપાસ ચાલતી પ્રક્રિયાઓ અને પદાર્થો (તેમજ વ્યક્તિઓ અને આંતર સંબંધો)નું જ્ઞાન મેળવવા માટે આપણી પાસે જ્ઞાનતંત્ર, મગજ, મન વિગેરે સાધનો છે. તે સાધનો કઈ રીતે કામ કરે છે અને કયા સંજોગોમાં યોગ્ય કામ નથી કરતા. તે કઈ રીતે જોડાયેલા છે અને તેની બીજી શું શું લાક્ષણીકતાઓ છે તેનું વિજ્ઞાન એટલે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન (Cognitive Psychology). આ વિજ્ઞાનના ઘણા પાસાં છે. તેમાંનો એક વિભાગ કૃત્રિમ બુદ્ધિનો છે જે મશીનો દ્વારા બુદ્ધિથી થતા કામો કરાવે છે અને જેને કારણે ઘણી બધી નોકરીઓ ભવિષ્યમાં ઓછી થાય તેવી શક્યતા નિષ્ણાતો જુવે છે. બીજો એક વિભાગ આપણા મનમાં રહેલ પૂર્વગ્રહ કઈ રીતે કામ કરે છે તેના અભ્યાસનો છે. તે મત પ્રયોગસિદ્ધ રીતે દર્શાવે છે કે આપણા મનમાં જન્મજાત અમુક પૂર્વગ્રહો છે જે મુશ્કેલીથી દુર થાય છે. હજી બધા પૂર્વગ્રહો જાણી શકાયા હોય તેવો દાવો નથી થયો પરંતુ અમુક પૂર્વગ્રહો ઓળખાયા છે. તેમાંનો એક મુખ્ય પૂર્વગ્રહ એ છે કે આપણા અભિપ્રાયો અને અભિગમો, પૂર્વગ્રહો અને પસંદગીઓ, એ આપણી ઓળખનો એક ભાગ છે. આપણા અભિપ્રાયો અને અભીગમો યોગ્ય જ્ઞાન પર આધારિત હોય તે સહેજ પણ જરૂરી નથી. જ્ઞાનની ગેરહાજરીમાં પણ અભિગમો હોય જ છે અને અજ્ઞાનમાંથી જન્મેલા અભિગમો કદાચ વધુ દ્રઢ પણ હોય છે. આ અભિપ્રાયો અને અભિગમો અંગે બે બાબતો મહત્વની છે: એક તો એ કે એક વાર બંધાયા પછી તે જલ્દી બદલાતા નથી. અને બીજું, પોતાના અભિગમો સાથે આપણું સ્વમાન જોડાયેલું હોય છે માટે આપણે આપણા અભિપ્રાયો અને અભીગમોનો શક્ય તેટલો બચાવ કરીએ છીએ અને તે અભિપ્રાય કે અભિગમોની વિરુધ્ધની હકીકતો શક્ય હોય ત્યાં સુધી નજરઅંદાજ કરીએ છીએ. એ નોંધી લઈએ કે ફ્રોઇડના વિચારોમાં પણ આ બાબત (ઉપર ત્રીજા ક્રમાંકે) જુદી રીતે નોંધાયેલી હતી. જાહેરાતોમાં આ બાબતનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરાય છે.
ફ્રોઇડના મનોવિજ્ઞાન પ્રમાણે જાહેરાતો અને પ્રચારમાં આકર્ષક યુવક યુવતીઓ અથવા જે તે બાબતના નિષ્ણાતો વસ્તુઓની ગુણવત્તા દર્શાવતા હોય ત્યારે તે માનવાનું લોકો માટે સરળ બને છે. જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન પ્રમાણે એક વાર લોકો માનતા થાય કે અમુક વસ્તુઓ વાપરવી તેમના આનંદદાયક કે ગૌરવપૂર્ણ જીવન માટે અથવા સ્વાસ્થ્ય માટે સારી છે તો તેઓ શક્ય હોય ત્યાં સુધી એ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશે. તેઓ એ બાબતને નજરઅંદાજ કરશે કે તેમણે પસંદ કરેલી વસ્તુઓમાં જાહેરાતમાં બતાવવામાં આવેલા કોઈ ગુણ હોય તો માત્ર નામ પુરતા છે અને મોટે ભાગે એવા કોઈ ગુણો હોતા જ નથી. એક સુટકેસને એક આકર્ષક યુવતી આનંદિત થઇને સહેલાઈથી દોરી શકતી (રોલ કરતી) હોય તો તે અનુભવ ગ્રાહકને ક્યારેય થવાનો નથી જ. એક ક્રિકેટર કે ફિલ્મી અભિનેતા માથામાં નાખવાના તેલના ગુણગાન ગાય ત્યારે લોકોને ખબર હોય છે કે આ સાચું ન જ હોઈ શકે. પરંતુ આવી જાહેરાતોથી સુટકેસનું અને માથામાં નાખવાના તેલનું વેચાણ વધે છે તે નિર્વિવાદ વાત છે. ૧૯૭૦ના દાયકા સુધી મોટાભાગની જાહેરખબરો વસ્તુઓની ગુણવત્તા રજુ કરતી હતી. ત્યારબાદ પ્રચાર એક ડગલું આગળ વધ્યો. ૧૯૮૦ના દાયકાથી એવી જાહેરખબરો શરુ થઇ કે અમુક વસ્તુઓ `સફળ’ વ્યક્તિઓ વાપરે છે. વસ્તુઓનો ઉપભોગ સફળતાનો માપદંડ બની રહ્યો. આવા પ્રચારમાં વણકહેલ અને આડકતરો સંદેશ એ હતી કે જો તમે આ વસ્તુઓ નથી વાપરતા તો તમે `સફળ’ નથી. જુદી રીતે જોઈએ તો આ વ્યક્તિગત માન અને ગૌરવને અતાર્કિક રીતે સંકોરવાનો પ્રયત્ન માત્ર છે.
આજે સમાજનું વિઘટન એ રીતે થયું છે કે જે લોકો વસ્તુઓ (ભલે નકામી) ખરીદી શકે છે તેઓ સંલગ્ન જાહેરાત અને પ્રચારને કારણે એમ માને છે કે તેમની અંદર કંઈક ખાસ ગુણો અને શક્તિઓ છે કે જેને કારણે તેઓ આ વસ્તુઓ ખરીદી શકે છે અને વસ્તુઓ ખરીદી શકવાને કારણે તેઓ વધુ `સુખી’ છે. જે લોકો ગરીબ રહી ગયા છે તેમની પાસે આવી શક્તિઓ કે ગુણો નથી અને જ્યાં સુધી તેમનામાં એ ગુણોનો વિકાસ નહીં થાય ત્યાં સુધી તેમના પ્રશ્નો હલ નહીં થાય. જે લોકો આવા `સુખી’ નથી તેઓ પણ એમ માને છે કે તેમની અંદરની `કોઈક’ ઉણપને લઇને તેઓ જીવનમાં `સફળ’ નથી થઇ શક્યા. આમ સમસ્ત સમાજમાં મોટા ભાગના લોકો એમ નથી માનતા કે સરકારી નીતિઓ બદલવાથી કે જુદા પ્રયત્નો કરવાથી આ વાસ્તવિકતા બદલી શકાશે. જાહેરાતો અને પ્રચારને કારણે લોકો દ્રઢ પણે માનતા થયા છે કે તેમનું સુખ, તેમની સિધ્ધિઓ, અને આનંદ વસ્તુઓ (કે અનુભવો, જેમકે સ્પોર્ટ્સ જોવા જવું, વેકેશન લેવું, સારા રેસ્તોરાંમાં જવું, નશો કરવો, વિગેરે)  મેળવવાની ક્ષમતા પર આધારિત છે, બીજાઓ સાથે વધુ બહોળા અને ઊંડાણભર્યા આંતર-સંબંધો અને તેની ગુણવત્તા પર નહીં.
એક રીતે જોઈએ તો દરેક જીવન આસપાસના સંજોગો સાથે અનુકુલન સાધવાના પ્રયત્નો સતત કરે છે. અનુકુલન એ જીવનની એક વાસ્તવિકતા છે. જ્યારે આ અનુકુલન સુખની બાબતે થાય ત્યારે વ્યક્તિ એક અંતહીન અવિરત દોડમાં લાગી પડે છે. ગઈકાલે મળેલા સુખથી વ્યક્તિ `ટેવાઈ જાય છે’, અને બીજા દિવસે ગઈકાલથી પણ વધુ સુખ મેળવવા તેને નવેસરથી દોડવું પડે છે. આ અવિરત દોડને ૧૯૯૦ના દાયકામાં બ્રિટીશ મનોવિજ્ઞાની માઈકલ આઈઝ્નેકે તરીકે ઓળખી: વ્યક્તિ સતત દોડતો રહે છે પણ ત્યાંનો ત્યાં રહે છે. આ પહેલાં આ બાબતને સહેજ જુદી  તરીકે ઓળખવામાં આવતી, જે વિભાવનામાં આનંદ કરતાં સ્પર્ધાનું પ્રમાણ વધુ હતું. બંને દોડમાં વ્યક્તિ પીસાતો રહે છે પરંતુ  જ્યારે દોડે છે ત્યારે તે આનંદ મળશે તે આશામાં  દોડ્યા કરે છે અને પોતાના દુઃખથી વાકેફ હોતો નથી. જાહેરાતો અને પ્રચારના મારા હેઠળ વ્યક્તિ એમ માની બેઠી છે કે આ સુખ જથ્થાબંધ ધોરણે ઉત્પન્ન થયેલી બિનજરૂરી વસ્તુઓના વધુને વધુ ઉપભોગમાં છે. અછતના ગાળામાં ઉદભવેલી આર્થિક સમજણ એ સ્વીકારવા તૈયાર નથી કે આરામ એ સુખાકારીનું એક સોપાન હોઈ શકે. શક્ય તેટલું વધુ ઉત્પાદન એ એક માત્ર વિકલ્પ રહ્યો છે. રાજ્ય લોકોની સુખાકારી માટે એ એક જ વિકલ્પ પર અડગ છે. આ બધા પ્રવાહોમાંથી ઉભી થાય છે આજના જીવનની સેલ્ફી જે આપણે શરૂઆતમાં જોઈ.
બદલાતી ટેકનોલોજી, બદલાતા સંજોગો અને સંશોધનો વચ્ચે બદલાતી અર્થશાસ્ત્રની વિભાવનાઓ અને તેને કારણે બદલાતું રાજ્યનું તેમજ સમાજના સામાન્ય વ્યક્તિના વર્તનની અનિવાર્યતાઓ આપણે જોયા. બદલાતી મનોવિજ્ઞાનની વિભાવનાઓ વચ્ચે જાહેરાતો અને પ્રચારના બદલાતા ધ્યેયો અને તેની અસરો આપણે જોયા. આશા છે કે શરૂઆતમાં ટૂંકમાં વર્ણવેલા અત્યારના સંજોગોને વધુ સારી રીતે સમજવામાં આના થકી મદદ મળી હશે. શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે આ વિષે ચર્ચા આવકારું છું.

એ નોંધવું અગત્યનું છે કે રાજ્યની આર્થિક બાબતોની પાયાની સમજ આજદિન સુધી અઢારમી સદીમાં ઉભરેલી વિચારસરણીથી દોરવાય છે. અઢારમી સદીમાં લોકો વિવિધ અછતો વચ્ચે જીવતા. સમાજની ઉત્પાદકતા એટલી ન હતી કે દરેકને જીવન જરૂરિયાતની ચીજો મળી શકે. માટે વસ્તુઓનું મહત્તમ ઉત્પાદન કરવું એ રાજ્યની આર્થિક નીતિનો પાયો બની રહ્યો જે આજે પણ છે. એ નોંધનીય છે કે અત્યારે પણ આપણે કુદરતી સંસાધનો, ચોખ્ખી હવા, શુદ્ધ પાણી, જંગલો તેમજ પર્યાવરણની અછત માટે જ વિચારીએ છીએ. ૧૯૫૦ના દાયકા સુધીમાં ઔદ્યોગિકરણને કારણે વિકસિત રાજ્યોમાં લોકોની ઉત્પાદકતા એટલી હદે વધી ચુકી હતી કે ત્યાંના સમાજમાં દરેક માટે પર્યાપ્ત માત્રામાં જીવન જરૂરિયાતની ચીજો બનતી હતી અથવા બને તેવી પૂરી શક્યતા તેમ જ સગવડો પણ હતી. ૧૯૫૮માં જ્હોન ગાલબ્રીએથ નામના વિખ્યાત અર્થશાસ્ત્રીએ” નામે પુસ્તક લખ્યું ત્યારબાદ આવા ઘણા પુસ્તકો પ્રકાશિત થયા જેમાં આ વાતની છણાવટ વિગતે કરવામાં આવી હતી. હવે રાજ્ય અને સમાજ માટે એ જરૂરી ન હતું કે શક્ય તેટલું વધુ ઉત્પાદન કરે. હવે માત્ર એ કરવાની જરૂર હતી કે આ ઉત્પાદકતાનો પ્રસાર વિકસતા દેશો સુધી થાય, તેમજ વિકસિત સમાજમાં વહેંચણી માનવતાવાદી ધોરણે થાય. આમ જો બનત તો વધુ સુખી અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બન્યું હોત? આવા પ્રશ્નોના સ્પષ્ટ કે ચોક્કસ જવાબો હોઈ શકે નહીં. આગળ ઉપર મનોવૈજ્ઞાનિક વિભાવનાઓમાં આપણે જોઈશું કે આમ કેમ ન બન્યું. અત્યારે એટલું નોંધી લઈએ કે વિદ્વાનોનો આ મત જાહેરખબર અને પ્રચાર નીચે દબાઈ ગયો અને તે ક્યારેય મુખ્યધારા સુધી પહોંચીને રાજકીય સામાજિક અને આર્થિક નીતિઓનો પાયો બની શક્યો નહીં. રાજ્ય અને લોકો વધુને વધુ ઉત્પાદન પાછળ લાગેલા રહ્યા. આગળ જોયું તે મુજબ ૧૯૭૦ના દાયકાની શરૂઆતથી આંતરિક અને આંતર-રાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ ડોહળાવા લાગી હતી. આંતરરાષ્ટીય બનાવો પર એક નજર નાખીએ તો મધ્ય-પૂર્વમાં ૧૯૭૩માં યોમ-કીપુરનું યુદ્ધ શરુ થઇ ગયું અને બીજી બાજુ વિએતનામમાં થી અમેરિકા હારીને પાછું વળ્યું હતું. યુધ્ધના જંગી ખર્ચાઓને પહોંચવાનો વિચાર કરી શકાય તે પહેલાં ખનીજ તેલના વધતા ભાવોને લઈને ઉર્જા-સંકટ ઉભું થયું હતું જે ૧૯૭૯માં ઈરાનના શાહ સામેના સફળ બળવા પછી વધુ વધુ ઘેરું બન્યું હતું. આર્થિક પ્રગતિ રોકાઈ હતી અને અવિરત આર્થિક પ્રગતિના સ્વપ્ના સામે પાયાના સવાલો ઉભા થયા હતા. રાજ્યોની આંતરિક પરિસ્થિતિ કદાચ વધુ ખરાબ હતી. કેઈન્સની વિચારસરણીને અનુસરવી એ રાજકિય રીતે અનુકુળ જ નહીં પરંતુ રાજકારણીઓ માટે સગવડરૂપ પણ હતું કારણકે, રાજકારણીઓ પોતાનો ભ્રષ્ટાચાર, તેમ જ પોતે આપેલા વચનો પુરા ન થાય ત્યારે પોતાની નિષ્ફળતાઓ જાહેર દેવાના ડુંગર ઉભા કરીને ઢાંકી શકતા. એ વાત બહુ આસાનીથી ભૂલી જવાતી કે આ એ દેવું હતું કે જે ભવિષ્યની પેઢીઓ પોતાની કમાણીમાંથી ભરવાની હતી. જ્યારે ઉર્જા-સંકટ ઘેરું બન્યું અને લોકોની ઉત્પાદકતા સામે પડકારો ઉભા થયા ત્યારે દેવાના ડુંગરો કઈ રીતે ચુકવાશે તે અંગે ઘેરી ભીતિ ઉભી થઇ. આ સંકટ એટલું ઘેરું હતું કે ૧૯૭૩માં જ અમેરિકાએ પોતાના ડોલર સામે ચોક્કસ દરે સોનું આપવાનું વચન નાબુદ કરી નાખવું પડ્યું હતું. ૧૯૭૯ના ઈરાનના બળવા પછી અમેરિકા માટે આર્થિક સંકટ કટોકટી બની ગયી હતી. આ સંકટની ભીતિએ અમેરિકાનું શેર બજાર ૧૯૭૬માં જ ધ્વસ્ત થયું હતું. સ્થાનિક ઉદ્યોગો સામેના પડકારો વધતા જતા હતા. અત્યારે અમેરિકાને ચીન સાથેની સ્પર્ધા જે રીતે નડે છે તે જ રીતે એ વર્ષોમાં જર્મની અને ખાસ તો જાપાન સાથેની સ્પર્ધા પણ નડતી હતી. અમેરિકા જે બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય અને આર્થિક રીતે મહાસત્તા તરીકે સ્થાપિત થઇ ચુક્યું હતું અને જેની આણ વિશ્વભરમાં ફેલાયેલી હતી તેની અમર્યાદ સત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ પ્રશ્નો ને લઈને સ્થાનિક લોકોની તત્કાલીન તેમ જ ભવિષ્યની સુખાકારી અંગે મોટા સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ અમેરિકાએ પોતાની આક્રમક સામ્રાજ્યવાદી નીતિઓથી ફરી પાછો વિકાસ હાંસલ કર્યો – અલબત્ત, પહેલાં લેટીન અમેરિકન દેશો, અમુક યુરોપના દેશો, ત્યાર બાદ મેક્સિકો, અને ત્યાર બાદ દુર-પૂર્વના દેશોના અર્થકારણની તકલીફોએ તે વિકાસમાં ઘણો ફાળો નોંધાવ્યો છે. ૧૯૮૯માં રશિયાના પતન પછી અમેરિકાનો કોઈ વૈચારિક શત્રુ રહ્યો નહીં. ૧૯૯૬માં “વોશિંગ્ટન કોન્સેન્સસ”માં દુનિયા માટે દસ આર્થિક નીતિઓ જાહેર કરીને અમેરિકાએ પોતાનું સ્થાન દુનિયાના પ્રથમ નંબરના (લોકશાહીના અને મુક્ત-બજારની નીતિના આક્રમક રક્ષક) દેશ તરીકેનું સ્થાન જાળવી રાખવા માટેની રણનીતિ જાહેર કરી હતી. આપણે જોયું તેમ બીજા વિશ્વયુદ્ધ પછી વધુને વધુ વિસ્તારો અને દેશો સંસ્થાનવાદમાંથી આઝાદ થવા માંડ્યા. આ બધા દેશો ગરીબ જ હતા. તેમની ઘણી સંપત્તિ તેમની ઉપર રાજ્ય કરતા ગણ્યાગાંઠ્યા દેશો લઇ ગયા હતા. આઝાદ દેશોની સ્વાયત્ત સરકારો પોતાના દેશના નાગરીકોમાં બહુ મોટા ભેદભાવો કરી શકે નહીં. વળી રાજાશાહી, સરમુખત્યારશાહી કે તાનાશાહીમાં રાજ્યના ગુલામ કે ગરીબ લોકોના અસંતોષ ઉપર રાજ્ય દમનકારી વલણ અપનાવી શકે છે. પોતે ગુલામ બનાવેલ લોકો પર આવું દમનકારી વલણ અપનાવવું રાજ્ય માટે સરળ હોય છે પરંતુ સ્વાયત્ત સરકાર બન્યા પછી પોતાના લોકો ઉપર દમનકારી પગલાં ભરવાની રાજ્યની શક્તિ ઘણી સીમિત થઇ જાય છે. આમ છતાં સમાજના બધા નાગરિકોની સુખાકારી અંગે તો રાજ્યે વિચારવું જ પડે. આમ સમાજના બહોળા હિસ્સા માટે – કદાચ એમ કહીએ કે સમગ્ર સમાજ માટે – યુદ્ધ કર્યા વગર સુખાકારી કઈ રીતે પેદા કરવી અને તેનું સંવર્ધન કઈ રીતે કરવું તે માટે રાજ્ય શું કરી શકે અને શું ન કરી શકે તે અંગેના ધારાધોરણો અર્થશાસ્ત્ર અંગે જે વિચારો થયા તેમાંથી મળે છે જે આપણે આગળ ઉપર જોઈશું. તે સિવાય દમન કર્યા વગર લોકોને કાબુમાં રાખવા રાજ્યોએ કઈ નીતિ અખત્યાર કરી તેની ચર્ચા જ્યારે આપણે મનોવૈજ્ઞાનિક પ્રવાહો પર નજર નાખીશું ત્યારે પણ કરીશું. અત્યારે તો એ બાબત યાદ રાખવી જરૂરી બનશે કે વધુને વધુ ગરીબ લોકોને સુખાકારી પૂરી પાડવા માટે રાજ્ય તત્પર બનતું ગયું – કદાચ લોકોએ લોકશાહી રાજ્યને આ બાબતે તત્પર કર્યું. આર્થિકનીતિના પ્રવાહો: અર્થકારણમાં વર્ષોથી એક પ્રક્રિયા નોંધાઈ છે કે જે Business Cycle તરીકે ઓળખાય છે. કોઈ પણ ધંધા, સમાજ, પ્રદેશ કે રાષ્ટ્રની આવક થોડા સમય માટે વધે છે અને પછી થોડા સમય માટે ઘટે છે. પરંપરાગત અર્થશાસ્ત્ર એમ માને છે જ્યારે આવકો ઘટેલી હોય છે ત્યારે અમુક સાહસિકો થોડુક રોકાણ કરે છે અને મોટો નફો મેળવે છે, જે જોઇને બીજા લોકો પણ મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. મુડીરોકાણો બે રીતે કામ કરે છે. એક તો ફેકટરીમાં કામ કરતાં લોકોને મશીનો પર કે અન્ય કામ કરવા માટે પૈસા મળે છે જે તેમની આવક છે. બીજું, ફેકટરીમાં ઉત્પાદન થયેલી વસ્તુઓ બજારમાં આવે છે અને લોકો પોતાની વધેલી આવકોથી આ વસ્તુઓ ખરીદે છે. આમ રોકાણોને કારણે લોકોની આવકો વધે છે, વધતી આવકોથી તેમની ખરીદશક્તિ વધે છે, અને બજારમાં વસ્તુઓની માંગ વધે છે કે જેને કારણે વધુને વધુ રોકાણ નફાકારક બની રહે છે. જ્યારે આવકો વધતી હોય ત્યારે ઘણા બધા લોકો વધુ પડતું મૂડીરોકાણ કરે છે કે જેમાનું ઘણું અંતમાં બિનનફાકારક બની રહે છે અને ખોટમાં પરિણામે છે. જ્યારે ઉદ્યોગો ખોટ કરે ત્યારે નવું મૂડીરોકાણ થતું નથી અને લોકોની આવકો ઘટે છે. મંદીમાં સાહસિકો દ્વારા ફરી પાછું મૂડીરોકાણ થાય છે અને આ તેજી-મંદીનું ચક્ર નિયમિત રીતે ચાલતું રહે છે. સામાન્ય રીતે આ ચક્રની આવરદા આશરે ચાર-પાંચ વર્ષની હોય છે, પરંતુ  ક્યારેક આવકો બહુ લાંબા સમય માટે અને વધારે વધે છે – જેમ કે ૨૦૦૭ સુધી થતું રહ્યું. ૧૯૭૬ પછી અમેરિકામાં કોઈ મોટી મંદી આવી નથી. અને ક્યારેક આવકો બહુ લાંબા સમય સુધી ઘણી ઘટે છે અને નીચેના સ્તરે સ્થિર પણ થતી લાગે છે – જેમ ૧૯૨૯ની મહામંદી અને ૨૦૦૮ પછીની મંદીમાં જણાયું છે. આ Business Cycle ના ઘણા કારણો છે તેની વિસ્તૃત ચર્ચા અહીં અસ્થાને છે. અગત્યનું એ છે કે ગરીબ દેશો (નવા સ્વાયત્ત બનેલા દેશો) માં જ્યારે મોટી મંદી આવે છે ત્યારે ઘણા લોકોનું જીવન ખોરવાઈ જાય છે અને તેમની સુખાકારીમાં ઘટાડો થાય છે જે ઘણીવાર અસહ્ય બની જાય છે કારણકે એવા સમયે લોકો ભુખમરાથી પણ મૃત્યુ પામતા હોય છે. રાજ્યએ આ વખતે શું કરવું તે અર્થશાસ્ત્ર માટે અગત્યનો પ્રશ્ન રહ્યો છે. અર્થશાસ્ત્રની બદલાતી વિભાવનાઓ: થોમસ માલ્થસ નામના વિચારકે અઢારમી સદીના અંતમાં અર્થશાસ્ત્રનો મૂળ પ્રશ્ન બિહામણી રીતે રજુ કર્યો. તેણે કહ્યું કે દુનિયામાં વ્યક્તિઓ ભૌમિતિક દરે વધે છે (એકમાંથી બે, બેમાંથી ચાર, અને ચારમાંથી આઠ...એ દરે) અને ખોરાકનું ઉત્પાદન (બહોળા અર્થમાં માણસોની જરૂરીયાતો પૂરી કરવાના સાધનો) સામાન્ય દરે વધે છે (એકમાંથી બે, બેમાંથી, ત્રણ, ત્રણમાંથી ચાર...એ દરે). માલ્થસ પાદરી હતા અને તેમણે પોતાના વિશ્લેષણમાંથી એક સંદેશ એ આપ્યો કે લોકો એ સ્વેચ્છાએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને મોદી ઉંમરે લગ્ન કરવા જોઈએ કે જેથી બાળકો ઓછા પેદા થાય. પરંતુ તે સાથે તેણે એમ પણ કહ્યું કે સમયાંતરે રોગચાળો, યુદ્ધ, કુદરતી હોનારતો વિગેરે કારણે લોકો મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે માટે બચેલા લોકો જીવી શકે છે. માલ્થસના માટે અછતની પરિસ્થિતિ કાયમી હતી અને તેમાં ફેરફારની કોઈ શક્યતા ન હતી. અર્થશાસ્ત્રની પરંપરાની શરૂઆત આદમ સ્મિથના સમયથી થઇ ગણાય છે. સ્મિથની વિચારસરણી મુડીવાદી હતી. અર્થશાસ્ત્ર માટે પાયાનું ગણાતું તેમનું પુસ્તક ૧૭૭૬માં પ્રગટ થયું ત્યારે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હતી (ઔદ્યોગિક ક્રાંતિ ૧૭૮૦થી શરુ થઇ ગણાય છે). આદમ સ્મિથનો મુખ્ય સુર એ હતો કે મુક્ત બજાર (કોઈના, ખાસ કરીને રાજ્યના, હસ્તક્ષેપ વિના) એક એવી વ્યવસ્થા છે કે જે આપમેળે સમાજ માટે શક્ય તેટલી સુખાકારી પેદા કરી શકે છે (માટે બજારો મુક્ત રહેવા દેવા જોઈએ અને રાજ્યે તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ). થોડા સુધારા-વધારા સાથે આ મુડીવાદી અને મુક્ત બજારની માન્યતા અર્થશાસ્ત્રની ધરોહર બની રહી. પરંપરાગત અર્થશાસ્ત્ર અમુક સાદા નિયમો જે ડેવિડ રિકાર્ડો અને આલ્ફ્રેડ માર્શલના સમયમાં કાળક્રમે ઉભર્યા અને સ્થિર થયા તે આ મુજબના હતા: ૧) મૂડીરોકાણથી આવકમાં વધારો થઇ શકે છે. ૨) ભલે મૂડીરોકાણ દ્વારા લોકોની આવક – અને વધુ આવક દ્વારા વધુ સુખાકારી મેળવી શકાય પરંતુ જેમ દેવું કરીને કોઈ વ્યક્તિ અમીર થઇ શકે નહીં તેમ જ કોઈ રાજ્ય દેવું કરીને મૂડીરોકાણ કરીને અમીર બની શકે નહીં. સુખાકારી વધારવા આવક વધારવી પડે, આવક વધારવા માટે લોકોને કામ કરતા કરવા પડે, લોકોને કામ કરવા માટે મશીનોની જરૂર પડે, અને આ મશીનો બનાવવા (કે આયાત કરવા) મૂડીરોકાણ કરવું પડે. આ મૂડી ગરીબ દેશો પાસે હતી નહીં અને પહેલાંની જેમ બીજા દેશો પર આક્રમણ કરીને આ મૂડી તેઓ સંચિત કરી શકે તેમ પણ ન હતા. પરંપરાગત અર્થશાસ્ત્રની વિચારસરણીમાં આ માટે રાજ્યો પાસે એક જ રસ્તો હતો. અત્યારે શક્ય તેટલી બચત કરીને તે બચતનું મૂડી રોકાણ કરવું અને તેમાંથી વધુ આવક મેળવવી. વધેલી આવકમાંથી વધુ બચત કરવી અને વધુ મૂડી રોકાણ કરવું. આમ પરંપરાગત અર્થશાસ્ત્રની વિચારસરણીમાં મૂડી સંચય, તેના કારણે વધતી આવકો અને તે દ્વારા સુખાકારીનું સંવર્ધન એ એક ધીમી પ્રક્રિયા બની રહેવાની હતી. આપણે જોયું તેમ શરૂઆતમાં રાજ્યનું કાર્ય પોતાના નાગરિકોનો વિદેશી આક્રમણથી બચાવ અને શક્ય હોય ત્યારે પાડોશીઓ પર આક્રમણ કરવું (ટૂંકમાં યુદ્ધ) હતું. જ્યારે યુધ્ધો ઓછા થયા અને સ્વાયત્ત સરકારો વધી ત્યારે પોતાના નાગરિકોની સુખાકારી વધારવા માટે પણ આ મુડીવાદી નિયમોનું ઉલ્લંઘન લગભગ ૧૯૩૩ સુધી વર્જ્ય ગણાયું. ૧૯૨૯ની મહામંદી પછી જ્હોન મેનયાર્ડ કેઈન્સ નામના અર્થશાસ્ત્રીએ એક નવો વિચાર મુક્યો. તેણે જણાવ્યું કે મંદીની અસરો ખાળવા માટે રાજ્યોએ દેવાની પરવા કર્યા વગર પણ રોકાણ કરવું જોઈએ. ખાસ કરીને આવું રોકાણ ધંધાની નફાકારકતા વધે તેવા પ્રોજેક્ટમાં કરવું જોઈએ, જેમકે નવા રસ્તા બાંધવા કે વીજળી પેદા કરવી, શિક્ષણની સેવાઓ વધારવી, વિગેરે. આનું કારણ તેમણે એ આપ્યું કે નવું રોકાણ એ એકમાત્ર એવી વસ્તુ છે કે જેના દ્વારા Business Cycle ની ખરાબ અસરો ઓછી કરી શકાય, અને મંદીમાં પણ લોકોની આવકો વધી શકે અને તેમની સુખાકારી ટકાવી શકાય. ધંધામાં નફો વધવાની શક્યતા દેખાતા ઉદ્યોગ-ધંધા નવું રોકાણ કરવા પ્રેરાશે અને મંદીનો ઝડપથી અંત આવશે. અર્થશાસ્ત્રની દુનિયામાં આ એક ક્રાંતિકારી વિચાર હતો. મુડીવાદી રાજ્યો માટે આર્થિક ક્ષેત્રે ૧૯૩૦ ના દાયકાની શરૂઆત થી શરુ થયેલી કેઈન્સની વિચારધારાની બોલબાલા ૧૯૬૦ના દાયકા સુધી અકબંધ હતી. આ વિચારધારા મુજબ રાજ્યની નાણાંકીય ખાધ (બજેટની) કોઈ ચિંતાનો વિષય ન હતો, પરંતુ તે વિકાસનું એક અનિવાર્ય સાધન ગણાતું, અને ભવિષ્યનો વિકાસ તે ખાધ પૂરી કરશે તે લગભગ નક્કી ગણાતું. આ વિચારસરણીને અનુસરીને, અલબત્ત બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૨૯ની આર્થિક મંદી ભૂલી જવાય તેટલી હદે આર્થિક વિકાસ નોંધાયો હતો. ભલે એ વિકાસ ગોરા લોકોના અમુક સમાજો (પશ્ચિમ યુરોપ અને અમેરિકા) સુધી સીમિત રહ્યો હતો પરંતુ સમસ્ત માનવજાત આર્થિક રીતે વિકસિત ગોરા લોકોના સમાજોની ક્ષિતિજો આંબી શકશે તે ૧૯૬૦ના દાયકા સુધી તો સ્પષ્ટ માન્યતા હતી. આ આશાવાદને સમાજની સિધ્ધિઓથી પોષણ મળતું. ૧૯૬૦ના દાયકાના અંતભાગ સુધીમાં તો માનવી ચંદ્ર પર પણ પહોંચી ચુક્યો હતો. ૧૯૨૯ની મહામંદી અર્થશાસ્ત્રની આદમ સ્મિથથી શરુ થયેલ પરંપરાગત વિચારસરણી માટે ઘાતક નીવડ્યો. વિકસિત ગણાતા દેશોમાં પણ લોકો ભૂખે મરતા હતા અને આપઘાત પણ કરતાં હતા અને સ્મિથની વિચારસરણીને કારણે રાજ્ય ચુપચાપ બેસીને જોયા સિવાય કંઈ ખાસ પગલાં લઇ શકતું ન હતું. કેઈન્સનો વિચાર આવા કપરા સમયમાં અપનાવાયો અને બીજા વિશ્વયુદ્ધ પછી – કે જ્યારે દુનિયાના ઘણા દેશો આઝાદ થયા હતા – દુનિયાના ઘણા દેશોમાં ઝડપી આર્થિક વિકાસ નોંધાયો જે આપણે ઉપર થોડી વિગતે નોંધ્યું છે. ૧૯૭૦ના દાયકા પછી કેઇન્સની વિચારસરણી સામે વૈચારિક તેમ જ વ્યવહારિક પ્રશ્નો ઉભા થયા. રૂઢીચુસ્ત વિચારસરણી ધરાવતા અર્થશાસ્ત્રીઓ કેઇન્સની આ વિચારસરણીની સતત ટીકા કરતા રહ્યા હતા. ફ્રેડરિક હાયેક અને મિલ્ટન ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રીઓએ આ દિશામાં પાયાનું કામ કર્યું છે. હાયેકે પ્રસ્થાપિત કર્યું કે બજારમાં વસ્તુઓ અને સેવાઓના ભાવ (કિંમત) ને કારણે માહિતીની આપ-લે સતત ચાલતી હોય છે કે જે ગ્રાહક અને ઉદ્યોગપતિ બંનેને કઈ વસ્તુનો કેટલો ઉપભોગ કરવો અને કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવા માટે અનિવાર્ય છે. રાજ્ય પાસે આ માહિતીનો અભાવ હોય છે માટે રાજ્ય ક્યારેય ધંધા ઉદ્યોગો કાર્યક્ષમ રીતે ચલાવી જ ન શકે. આ કારણે તેમણે આરોપ મુક્યો કે રાજ્ય જ્યારે ધંધો-રોજગાર કરે છે ત્યારે તે બજારની કાર્યક્ષમતામાં હસ્તક્ષેપ કરે છે અને માટે સમાજની સુખાકારી પેદા કરવાની ક્ષમતા ઘટાડે છે. બીજા વિશ્વયુદ્ધ પછી મંદીનો અંત અને નોંધાયેલો સાર્વત્રિક વિકાસ કેઇન્સની વિચારસરણીની તરફેણમાં રહ્યો. આ વિકાસનું બીજું પાસું એ હતું કે દુનિયાભરમાં રાજ્યની સરકારો આપણે જોયું તે પ્રમાણે વિવિધ સેવાઓ અને ધંધા-ઉદ્યોગો સ્થાપવામાં અને તેનું સંચાલન કરવામાં મોટે પાયે જોડાઈ હતી. આ માટે ઘણી સરકારો ઘણા વધુ પ્રમાણમાં દેવું કરી બેઠી હતી. જાહેર ક્ષેત્રમાંના ઘણા એકમોને કારણે દેવું અને ભ્રષ્ટાચાર અમર્યાદિત રીતે વધતા જતા હતા. રાજકીય પરિસ્થિતિ સહેજ ડોહળાઈ (ઓઈલના ભાવો અને યુદ્ધના ખર્ચા વધ્યા) અને સ્પર્ધા સહેજ વધી (અમેરિકા અને યુરોપની સામે જાપાન શક્તિશાળી સ્પર્ધક તરીકે ઉભરી ચુક્યું હતું) ત્યારે બીનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચાર જ સામે આવ્યા તેમ ન હતું. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે દેવા જેવા આર્થિક પ્રશ્નો કઈ રીતે ઉકેલવા તે અંગે કોઈ પાસે જવાબ ન હતો. એક અગત્યની ટીકા એ થઇ કે જે વિકાસ દેખાતો હતો તે આભાસી હતો અને વિકાસથી જેટલા પ્રશ્નો ઉકલ્યા તેનાથી વધુ ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ કારણે કેઇન્સની વિચારસરણી અનુસરવાથી બધા માટે સુખાકારી ઉભી કરી શકાશે તેવા સોનેરી ભવિષ્યનું સ્વપ્ન પણ તૂટી પડ્યું. આર્થિક વિચારસરણીમાંથી ત્યારબાદ કેઇન્સની હકાલપટ્ટી ચાલુ થઇ. કેઇન્સની પહેલાં બજારની કાર્યક્ષમતા લોકોની સુખાકારી કરતાં વધુ મહત્વની હતી. કેઈન્સ ની વિચારસરણીથી આ માન્યતા બદલાઈ અને ઘણો વિકાસ સધાયો પણ ખરો પરંતુ તે વિકાસ રાજકીય અને સ્પર્ધાત્મક કારણોસર જ નહીં પરંતુ તે વિચારસરણીને કારણે પોષાઈ રહેલ બીનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારને કારણે પણ એ વિચારસરણી બદલવાની તાતી જરૂર ઉભી થઇ. આ બદલાવ માટે જરૂરી બૌદ્ધિક ટેકો મળી રહેતાં જ લોલક બીજી બાજુ ગતિ કરવા લાગ્યું અને બજારવાદના ઉગ્ર સ્વરૂપ સુધી પહોંચ્યું. બજારો મુક્ત હોવા જોઈએ કારણકે મુક્ત બજારો આપમેળે જ મહત્તમ ઉત્પાદન કરી શકે તે માટે સક્ષમ હોય છે અને વધુ ઉત્પાદન દ્વારા જ લોકોની આવકો અને તેમની સુખાકારીનું મહત્તમ ઉત્પાદન થઇ શકે છે તે સિધ્ધાંતને બીજા એક આડકતરા રસ્તાથી પણ પુષ્ટિ મળી હતી. મુક્ત બજારના સિધ્ધાંત સામે એક બીજો મહત્વનો વિરોધ એ હતો કે રશિયાની સમાજવાદી સરકાર પણ ઘણું ઉત્પાદન કરતી હતી માટે મૂળ સિધ્ધાંત જેટલો મુડીવાદી રાષ્ટ્રોમાં મનાતો હતો તેટલો સાચો કદાચ ન પણ હોય. ૧૯૮૦ના દાયકાના અંત સુધીમાં એ પુરવાર થઇ ચુક્યું હતું કે રશિયાના ઉત્પાદનના આંકડાઓ ભ્રામક હતા અને તેમાં બહુ તથ્ય ન હતું. વળી ૧૯૭૬થી ચીને પણ પોતાના સામ્યાવાદી રાજ્યના અમુક ભાગોમાં બજારો મુક્ત કર્યા હતા અને ચીનનો આર્થિક વિકાસનો દર પણ જોતજોતામાં ખુબ વધ્યો હતો. આ બંને બનાવોએ લોકશાહી રાજ્યોમાં મુક્ત બજારોની કાર્યક્ષમતા પર મુકાતા ભારને સાચો ઠેરવ્યો અને માટે તેના માનનારા સામે કોઈ ટકી શકે તેવો વિરોધ રહ્યો નહીં. શક્ય તેટલી સેવાઓ પૂરી પાડવાનું અને ઉદ્યોગો ચલાવવાનું કામ રાજ્યનું નથી. બજાર વ્યવસ્થા સર્વશ્રેષ્ઠ છે અને ભાવો દ્વારા થતી નિર્ણાયક માહિતીની આપ-લે ને કારણે આપમેળે બજારો સામાન્ય સંજોગોમાં શક્ય તેટલા ઉત્કૃષ્ટ પરિણામો સુધી પહોંચી શકવા સક્ષમ છે. રાજ્યનું કાર્ય બજાર વ્યવસ્થામાં ઉભા થતા અવરોધોને શક્ય તેટલા દુર કરવાનું, અથવા તો વધીને બજારોને પ્રોત્સાહિત કરવા માત્રનું છે તેમ વધુને વધુ દ્રઢતાથી પ્રસ્થાપિત થતું ગયું. અલબત્ત અમુક સંજોગોમાં બજારો આદર્શ પરિણામો સુધી આપમેળે પહોંચતા નથી. જ્યારે આમ જણાય ત્યારે પૂરતા પુરાવા મળ્યા પછી જ રાજ્યે બહુ જ હળવા હાથે અને ન છૂટકે તેવા બજારોને નિયંત્રિત પણ કરવાનું કામ કરવું જોઈએ. રાજ્યોનો વહીવટ હવે આ વિચારસરણી હેઠળ થાય છે. ઇંગ્લેન્ડમાં પ્રધાનમંત્રી શ્રીમતી માર્ગારેટ થેચર અને અમેરિકામાં પ્રમુખ શ્રી રોનાલ્ડ રેગને આ વિચારસરણી પ્રસ્થાપિત કરવામાં રાજકીય નેતૃત્વ પૂરું પાડ્યું. ફરી પાછો રૂઢિગત આર્થિક વિચારસરણીનો ઉદભવ થયો. મુક્ત વ્યાપાર માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં હોવો જોઈએ તે માટે પ્રયત્નો ચાલુ થયા. વર્લ્ડ ટ્રેઈડ ઓર્ગેનાઈઝેશન (WTO) ની આગેવાની હેઠળ વૈશ્વિકીકરણના શંખનાદ ૧૯૮૦ના દાયકાથી શરુ થયા. તેની સફળતામાં ટેકનોલોજીના વિકાસનો અને રશિયાના સામ્યાવાદનું પતન એ મહત્વના પ્રેરક બળો રહ્યા. અલગ અલગ વિચારસરણી ધરાવતા દુનિયાના ઘણા દેશોમાં હવે રાજ્યનું મુખ્ય આર્થિક કામ બજારોને મુક્ત કરવાનું (તેમની ઉપરના – એટલેકે મૂડી, સંસાધનો (માનવ પણ) ની મુક્ત હેરફેર ઉપરના નિયંત્રણો દુર કરવાનું), તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનું, અને અત્યંત જરૂર જણાય ત્યારે નછૂટકે તેમની પર ખુબ હળવે હાથે નિયંત્રણ કરવાનું રહ્યું. ફરી પાછા રાજ્યોને પોતાના બજેટની ખાધ સખત નિયંત્રણમાં રાખવી અને કમ સે કમ સામાન્ય સંજોગોમાં દરેક Business Cycle દીઠ (એટલે કે ચાર-પાંચ વર્ષના ગાળા દરમ્યાન) બજેટ સમતુલામાં રાખવા તેવા નીતિવિષયક ધોરણો આર્થિક વિચારસરણીમાંથી આદેશ સ્વરૂપે આવ્યા અને તે પળાય તેને માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી. ૧૯૮૦ થી ૨૦૦૭ સુધીનો સમય દુનિયા માટે અપ્રતિમ વિકાસનો સમય રહ્યો. ભૂતકાળમાં કોઈ રાષ્ટ્ર જે ઝડપે પ્રગતિ અંગે વિચારતું પણ નહીં તેવા વિકાસદર દુનિયાના જુદા જુદા ભાગોમાં હાંસલ કરવામાં આવ્યા. ૨૦૧૫ સુધીમાં દુનિયામાંથી ગરીબી અને તેની અનુગામી અસરો જેમકે ઉંચો મૃત્યુદર, ઓછું શિક્ષણ, નબળી શારીરિક સ્વસ્થતા, વિગેરે નાબુદ કરવી તેવા ધ્યેયો નવી સદીની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા અને તેમાંના અમુક ધ્યેયો ઘણેખરે અંશે હાંસલ પણ થયા. સમસ્ત વિશ્વમાં ગરીબી નોંધપાત્ર રીતે ઓછી થઇ અને ઘણા લોકોની સંપત્તિ ઘણા પ્રમાણમાં વધી. પરંતુ આ સિદ્ધિની બીજી બાજુ પણ હતી. આ બદલાયેલી નવી નીતિ હેઠળ રાજ્ય હવે સંપન્ન લોકો અને ધંધા-ઉદ્યોગો પાસેથી કર ઉઘરાવીને જરૂરીયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડવાનું કામ નથી કરતું, પરંતુ ધંધા-ઉદ્યોગોને કારમાં રાહત આપીને પોતાના દેશમાં કામ કરવા આમંત્રે અને આવકારે છે. આમ કરીને રાજ્ય પોતાના દેશના લોકો માટે કામ મળવાની અને તે દ્વારા આવક વધારવાની તકો ઉભી કરે છે કે જેથી કરીને તે પોતાના દેશના લોકોની સુખાકારીનું રક્ષણ તેમજ સંવર્ધન કરી શકે. અહીં બે પ્રશ્નો છે. એક તો જ્યારે બીજા દેશમાંથી માલ આયાત કરવામાં આવે કે લોકો આવીને કોઈ દેશમાં કામ કરે છે ત્યારે ભલે મુક્ત બજારની નીતિ પ્રમાણે તે યોગ્ય હોય પરંતુ સ્થાનિક લોકોને પોતાની નોકરી (અને આવકની) ઉપર અતિક્રમણ થતું હોય તેમ લાગ્યા વિના રહેતું નથી. વૈશ્વિકીકરણને કારણે ઘણા દેશો એ વધુ ભણેલા લોકોને પોતાના દેશમાં કામ કરવાની તકો પૂરી પાડી છે. આ માટે ચુનંદા પરદેશી કામદારોને આકર્ષક સગવાડો પૂરી પાડવા માટે સ્થાનિક સરકારો ઘણું ખર્ચ કરે છે. પરંતુ આ પરદેશી લોકો સરકારો ચૂંટતા નથી. જે લોકો દેશમાં સરકારો ચૂંટે છે – અથવા તો જે દેશના નાગરીકો છે – તે લોકો ની ઈચ્છા એમ હોય છે કે તેમના દેશની સરકાર તેમની સુખાકારી માટે ખર્ચ કરે પરંતુ મુક્ત બજારની નીતિ અપનાવવામાં પોતાના નાગરિકોની આ માંગણી સરકારો પુરી કરી શકતી નથી. બીજું, રાજ્ય જ્યારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કાર્ય સ્વીકારે ત્યારે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે ગઠબંધન થયા વગર રહે નહીં. આ ગઠબંધન દ્વારા ભ્રષ્ટાચાર મોટા પાયે ફૂલ્યો ફાલ્યો છે અને સૌથી વધારે ઘાતક અસર તો એ થઇ કે આવકની અસમાનતા ખુબ મોટી થઇ ગઈ. એક અંદાજ મુજબ આપણા દેશમાં પણ આજે વસ્તીના સૌથી વધુ પૈસાદાર ૧% લોકો દેશની ૫૮.૪% મૂડી ધરાવે છે. હજી ૨૦૦૦ની સાલમાં તે હિસ્સો ૩૬.૮% હતો. નીચેના ૭૦% લોકો અત્યારે દેશની મુડીનો ૭% હિસ્સો ધરાવે છે કે જે ૨૦૦૦ની સાલમાં ૧૩.૯% હતો. આમ વિકાસનો મોટોભાગ વસ્તીના ઉપરના ૧% લોકોએ જ મેળવ્યો છે, અને ગરીબો તેમજ સામાન્ય માણસોની હાલત પહેલાં કરતા કથળી છે. ઘણા દેશોમાં સામાન્ય લોકોની આવકો દાયકાઓ સુધી સ્થિર થઇ ગઈ અને થયેલા વિકાસનો સિંહફાળો (૯૦% કરતાં પણ વધુ હિસ્સો) મોટા દેશોના સૌથી ઉપરના ૧% કરતાં ઓછા નાગરિકોને ભાગે ગયો છે. યાદ રહે કે હવે રાજ્યનું કાર્ય શક્ય તેટલા લોકોની સુખાકારીનું સંવર્ધન થાય તે માટે સીધા પગલાં લેવાનું ન હતું, દેશમાં ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય અને તે દ્વારા લોકોને કામ કરવાની તકો વધે કે જેથી કરીને તેમની આવક વધે તે જ જોવાનું થઇ રહ્યું હતું.   આ ઉપરાંત ૨૦૦૮ની મંદીએ મુક્ત (મહદ અંશે અનિયંત્રિત) બજારની વિચારસરણીના ધસમસતા પ્રવાહ સામે મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે. દુનિયાના શ્રેષ્ઠ નિષ્ણાતો જે બજારોને ચલાવતા હતા અને બીજા શ્રેષ્ઠ નિષ્ણાતો તે નિષ્ણાતો તેમજ તે બજારોની કાર્યવાહી ઉપર ચકોર નજરે ધ્યાન રાખતા હતા તે બજારો ઘણા મોટા નુકસાનના ખાડામાં ઉતરી ગયા છે અને માત્ર અમેરિકા જ નહીં પરંતુ અન્ય રાષ્ટ્રો પણ નુક્સાનીના ઊંડા ખાડામાં ખેંચાઈ ગયા છે. ધંધાઓની આ નુકસાની જે તે ધંધા ઉદ્યોગોએ નહીં પરંતુ રાજ્યોએ સ્વીકારી છે. રાજ્યો ઉદ્યોગોને પ્રોત્સાહન નહીં પણ સુરક્ષા આપવા માટે જે ખર્ચ હજી કરે છે. સરકાર પાસે માર્યાદિત સાધનો હોવાથી સામાન્ય નાગરિકની સુખાકારી પર કાપ અનિવાર્ય બને છે કારણકે લોકો પાસેથી કર રૂપે ઉઘરાવેલા નાણા ઉદ્યોગોની ખોટ પૂરી કરવામાં વપરાયા છે. આ પ્રશ્ન કેટલો ગંભીર છે તેની ઝાંખી આ એક વાક્યથી આવી જશે. અમેરિકાના ઇતિહાસમાં દરેક પેઢી એમ માનતી કે તેમના બાળકોનું ભવિષ્ય તેમના વર્તમાન કરતાં ચોક્કસ રીતે વધુ ઉજ્જવળ હશે. અમેરિકાની આજની પેઢી ઇતિહાસમાં પહેલી વાર આવતીકાલની પેઢી પોતાના કરતાં વધુ સમૃધ્ધ કે સુખી થશે કે કેમ તે અંગે ઊંડો સંશય ધરાવે છે.   જ્યાં સુધી શાસ્ત્રીય સિદ્ધાંતોનો સવાલ છે ત્યાં સુધી અત્યારેતો રાજ્યો અને અર્થશાસ્ત્ર દિશાહીન બની ગયા છે. આમાંથી શું માર્ગ નીકળશે તે ભવિષ્યમાં જ ખબર પડશે. છેલ્લા દોઢેક સૈકામાં થયેલા આ ફેરફારોમાં અગત્યનું એક પરિબળ ટેકનોલોજીનો વિકાસ પણ છે. તેની ઉપર એક ઉડતી નજર નાખી લઈએ. ટેકનોલોજીના પ્રવાહો: ટેકનોલોજીનો એક સાદો અર્થ સાધનોનો ઉપયોગ છે. એ સ્પષ્ટ છે કે સાધનોના ઉપયોગથી, એટલે કે ટેકનોલોજી થી જીવન કાર્યક્ષમ અને સરળ બને છે, બીજી રીતે કહીએ તો ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમતા અને સુખાકારીમાં વધારો થાય છે. ઘણા પ્રાણીઓ સાધનોનો માર્યાદિત ઉપયોગ પોતાનું જીવન સરળ બનાવવા કરતા હોય છે. સાધનોના ઉપયોગમાં માનવ મોખરે છે. માનવી પરાપૂર્વથી ટેકનોલોજીનો ઉપયોગ કરતો આવ્યો છે. અગ્નિનીને કાબુમાં રાખવાથી માંડીને પૈડાની શોધ, માટીના વાસણોથી લઈને ધાતુના સાધનો અને આયુધો, અને પશુઓ પાસે કામ કરાવીને પોતાની મહેનતનો બચાવ કરવા સુધી બધાનો સમાવેશ ટેકનોલોજીમાં થાય. ટેકનોલોજીના બે ગુણધર્મો સમજવા જેવા છે: એક તો કોઈ પણ નવી શોધખોળમાં સમય જતા સુધારો થતો રહે છે. આજે આપણે જે ઓજારો કે સ્કુટર, કાર, ટેલીવિઝન, ફોન, જેવા સાધનો વાપરીએ છીએ તે બધા આજથી વીસ કે પચાસ વર્ષ પહેલાં જે હતા તેના કરતાં અત્યારે ઘણા વધુ સારા છે. બીજું અગત્યનું પાસું એ છે કે અમુક સમયે ટેકનોલોજીનો બદલાવ ખુબ ઝડપી હોય છે જેમકે અત્યારે છે અને આશરે સવા બસો વર્ષ પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ વખતે બન્યું હતું. આમ થાય ત્યારે લોકોનું જનજીવન, કુટુંબ અને સમાજની રચના બધું મોટા પાયે બદલાય છે. આ બધા બદલાવ બહુ સરળતાથી નથી આવતા હોતા. આજનું સામાન્ય જનજીવન આજથી માત્ર વીસ કે પચાસ વર્ષો પહેલાં કેટલું જુદું હતું તે વયસ્ક લોકો બહુ સારી રીતે જાણે છે. જેમકે ઔદ્યોગિક ક્રાંતિ દરમ્યાન ધીમે ધીમે કરીને લોકોનું જીવન ધરમૂળથી બદલાઈ ગયું. લોકો ખેતી સિવાય ફેકટરીમાં પણ કામ કરવા લાગ્યા, ગામડાને બદલે શહેરોમાં રહેવા લાગ્યા, ઉર્જાનો વપરાશ જુઓ કે વાહનવ્યવહારની સગવડ જુઓ, શિક્ષણનું સ્તર જુઓ કે આરોગ્યની સેવાઓ જુઓ, તેમનો ખોરાક જુઓ કે તેમનું મનોરંજન જુઓ, ઉત્પાદનના સાધનો અને પદ્ધતિઓના બદલાવને લીધે જીવનના દરેક પાસાંઓમાં થયેલા ધરખમ ફેરફારો તરત નજર સામે આવશે. એ સમજવું જરૂરી છે કે ખેતીપ્રધાન સમાજ વ્યવસ્થામાંથી ઉદ્યોગપ્રધાન સમાજ વ્યવસ્થા અને સામંતશાહીમાં થી લોકોશાહી સુધીનું સંક્રમણ બહુ સરળતાથી પાર પડ્યું ન હતું. સમાજનું સ્વસ્થ ધોરણે નિર્માણ થાય, લોકો સંપન્ન બને અને તેમની સુખાકારીમાં વધારો થાય તે પહેલાં અનેક લોકોનું અનેકવિધ રીતે શોષણ થયું હતું અને અનેક લોકોને અન્યાય થયો હતો, અનેક દેખાવો થયા, સરઘસો નીકળ્યા, સંઘર્ષો અને અનેક યુધ્ધો થયા હતા અને અસંખ્ય લોકો આ સંક્રમણ કાળમાં અકાળે મૃત્યુને ભેટ્યા હતા. આ સમજ એટલા માટે જરૂરી છે કે અત્યારે આવુંજ સંક્રમણ ચાલી રહ્યું છે; ઉદ્યોગપ્રધાન સમાજમાંથી માહિતીપ્રધાન અને જ્ઞાનપ્રધાન સમાજ તરફ આપણી ગતિ શરુ થઇ ગઈ છે. આ સંક્રમણની સમાજ પર ઘેરી અસરો છે. કુટુંબનું સ્વરૂપ, બાળકોનો ઉછેર, અભ્યાસના વિષયો, શિક્ષણનું સ્તર, આરોગ્યની સેવાઓ, યાતાયાતના સાધનો, માહિતીના અને સંપર્કના સાધનો અને પદ્ધતિઓ બધુંય ધરમૂળથી બદલાઈ રહ્યું છે. કમ્પુટરની શક્તિઓ અને કૃત્રિમ બુદ્ધિ-શક્તિ અને સમજ-શક્તિ ને કારણે માનવી ઘણા દુર્ગમ કામો કરવા શક્તિમાન થઇ શક્યો છે. પરંતુ સાથેજ સામાન્ય માનવી જે અત્યાર સુધી બધા કામ કરતો હતો તેમાંના ઘણા બધા કામ હવે મશીનો અને કમ્પુટર કરે છે. જેમકે ટાઈપીસ્ટ, મુનીમ, કારકુન, ટપાલ સેવા (સંદેશાઓ ની આપ-લે), ટ્રાવેલ એજન્ટનું કામ, અને ફેક્ટરીમાં થતા અનેક કામ મશીનો કરે છે. હવે આર્થિક અને આરોગ્યને લગતું વિશ્લેષણનું કામ પણ વધતા દરે મશીનો કરે છે. ટૂંક સમયમાં ડ્રાઈવર વિહીન વાહનોથી વધુ સુરક્ષિત અને ઓછી ખર્ચાળ મુસાફરી શક્ય બનશે અને વકીલોનું પણ કામ મશીનો કરશે. નિષ્ણાતોના એક અંદાજ મુજબ આવતા ૨૫ વર્ષમાં ત્યારે જે નોકરીઓ છે તેમાંથી ૪૫% નોકરીઓ ઓછી થશે કારણકે તે બધા કામો મશીનો કરવા લાગશે. આપણે જોયું કે રાજ્ય હવે સંપન્ન લોકો અને ધંધા-ઉદ્યોગો પાસેથી કર ઉઘરાવીને જરૂરીયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડવાનું કામ નથી કરતું, પરંતુ ધંધા-ઉદ્યોગોને કરમાં રાહત આપીને પોતાના દેશમાં કામ કરવા આમંત્રે અને આવકારે છે, તેમની નુકસાનીમાં ભાગીદાર થઈને પણ ધંધા-ઉદ્યોગોની સુરક્ષા કરે છે. આમ કરીને રાજ્ય પોતાના દેશના લોકો માટે કામ મળવાની અને તે દ્વારા આવક વધારવાની તકો ઉભી કરે છે. અંતમાંતો પોતાના દેશના લોકોની સુખાકારી વધારવાનો આ પણ એક રસ્તો છે. પરંતુ ટેકનોલોજીના વિકાસને કારણે હવે વધેલું કામ લોકોને રોજગાર નથી અપાવતી પરંતુ મશીનો દ્વારા તે કામ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરીકરણ વખતે પણ આમ બન્યું હતું. જે લોકો ખેતી કરતા હતા તેઓએ ફેકટરીમાં મળતા કામ શીખવા પડ્યા હતા અને ત્યાર બાદ જ તેમને રોજગારી મળી હતી અને તેમની આવક અને સુખાકારી વધી હતી. અલબત્ત ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઘણા નવી જાતના કામો પણ ઉભા થયા હતા પરંતુ તે કામ માટે લોકો કુશળ કારીગર બને તે માટે ઘણો સમય લાગ્યો હતો. હજી ભવિષ્યમાં લોકોને કેવા કામ મળશે તે વિષે અત્યારે તો કોઈની પાસે આધારભૂત માહિતી નથી. એક મોટો સવાલ એ છે કે જ્ઞાનપ્રધાન અર્થકારણમાં બુદ્ધિશાળી લોકો ખુબ કમાઈ શકે તેવી તક હોય છે જ્યારે સામાન્ય વ્યક્તિને પોતાના જીવ નિર્વાહમાં પણ ઘણી તકલીફો પડતી હોય છે. એ વાત નક્કી છે કે કોઈ પણ સમાજમાં બુદ્ધિશાળી લોકોની સંખ્યા સીમિત હોવાની અને સામન્ય લોકો બહુમતીમાં રહેવાના. આને કારણે રાજ્યે કઈ નીતિ અપનાવવી તે અંગે દ્વિધા ઉભી થાય છે. આ પ્રશ્ન વૈશ્વિકીકરણમાં દેશમાં આમંત્રિત કરાયેલા બીજા દેશના નિષ્ણાતોને પૂરી પાડવામાં આવતી સવલતો જેવો છે. રાજ્ય પોતાનું ધ્યેય કુલ ઉત્પાદન વધારવા તરફ રાખે તો જેમની ઉત્પાદકતા વધુ છે તેમને વધુ સવલતો અને સગવડો પૂરી પાડવાનું ધ્યેય રાખવું પડે અને તો સમાજના ઉપરના સ્તરના ૧% લોકોની સુખાકારી વધે. બીજી બાજુ, બહુમતીને ધ્યાનમાં રાખે તો સમાજમાં કુલ ઉત્પાદન ઓછું થાય. વળી લોકશાહીમાંતો નિર્ણયો બહુમતીના બળ ઉપર જ લેવાવાના છે, તો પછી સમાજમાં ન્યાયી વહેંચણી કઈ રીતે શક્ય બનશે? આવા પ્રશ્નોના સહેલા કે સ્પષ્ટ જવાબો નથી. આ સિવાય ટેકનોલોજીની બીજી અસરો પણ છે. ટેકનોલોજી માણસોને આત્મનિર્ભર બનવા સક્ષમ કરે છે અને માટે તે સામજિક અને કદાચ કૌટુંબિક સંબંધો ઉપર અતિક્રમણ કરે છે. ગામડામાં રહેતા માણસો અને શહેરમાં રહેતા માણસો અને ગરીબ અને તવંગર લોકો વચ્ચે આ ભેદ અત્યારે પણ સહેલાઇથી દેખાય છે. ગરીબીમાં અને ટેકનોલોજીના અભાવમાં એકબીજા પર આધાર રાખવો પડે છે કારણકે જ્યારે વસ્તુઓ અને શક્તિનો અભાવ હોય ત્યારે ગમે ત્યારે ગમે તેની જરૂરીયાત પડતી હોય છે. સંબંધ હોય તો અભાવમાં બીજાની મદદ લઇ શકાય. શરત એ હોય છે કે જરૂર પડે ત્યારે સંબંધ ન બંધાય, સંબંધ હોય તો જરૂર પડે કદાચ ઉપયોગી થઇ શકે. માટે આ સંબંધો સાચવવા જરૂર ન હોય ત્યારે પણ બીજા લોકોને મદદરૂપ થતા રહેવું પડે છે. ટેકનોલોજીથી સક્ષમ થયેલા અથવા તવંગર લોકો – કે જેઓ પોતાને જોઈતી સેવાઓ અથવા મદદ ખરીદી શકે છે – ને આ સંબંધોની જરૂર ઓછી હોય છે. અહીં વધુ અને અંગત સંબંધો એટલે સારું અને ઓછા કે સ્વાર્થ પુરતા સંબંધો એટલે ખરાબ એમ કહેવાનો હેતુ નથી. પરંતુ સંબંધોના બદલાતા સ્વરૂપ અને તેને કારણે આપણે આ લેખની શરૂઆતમાં જોઈ તે બદલાતી સામાજિક અને અંગત વાસ્તવિકતાની ઉત્ક્રાંતિ માટે જવાબદાર પરિબળો નોંધવાનો અને સમજવાનો છે.  અમર્યાદિત રીતે વધતી જતી સુખાકારીની લોકોની અપેક્ષાની સામે રાજકારણના બદલાતા સંજોગો અને આર્થિકનીતિઓની બદલાતી વિભાવનાઓ ઉપરાંત ટેકનોલોજીનો વિકાસ પણ એક મહત્વનું બળ પૂરું પાડે છે. આ સિવાયનું લોકોની સુખાકારી પર અસર કરતુ લોકોનું માનસ છે. લોકોનું માનસ આ બદલાતા સંજોગોમાં કઈ રીતે બદલાયું અને કેવી રીતે શક્તિશાળી લોકોએ તેને બદલ્યું તેની પર એક ઉડતી નજર કરી લઈએ.  માનસશાસ્ત્રની બદલાતી વિભાવનાઓ અને તેની અસરો: મન બહુ જટિલ વસ્તુ છે અને માનવજાતના માંધાતાઓએ પરાપૂર્વથી તેને માટે ઘણા વિચારો કર્યા છે. અહીં તે બધા કે તેમાંના અમુક પર પણ વિચાર કરવાનો નથી. અહીં પ્રયત્ન માનસશાસ્ત્રની બદલાતી વિભાવનાઓનો ઉપયોગ કરીને રાજ્ય અને ધંધા-ઉદ્યોગો સાથે સંકળાયેલા શક્તિશાળી લોકોએ સામાન્ય લોકો ઉપર પોતાનું વર્ચસ્વ અને કાબુ ટકાવવા કેવા પ્રયત્નો કર્યા તેની ટૂંકી નોંધ કરવાનો છે. આશરે સવાસો વર્ષ પહેલાં ફ્રોઈડે માનવ સ્વભાવ વિષે ત્રણ મહત્વના વિધાનો કર્યા. ૧) તેમણે કહ્યું કે દરેક માનવીના મનમાં આક્રમક અને જાતીય આવેગો હોય છે અને જો તે આવેગો પર યોગ્ય અંકુશ ન રહે તો વ્યક્તિ જ નહીં સમાજ સુધ્ધાંનો વિનાશ થાય છે. ૨) દરેક માનવી પોતાને ચિંતા માંથી બચાવવાના પ્રયત્નો જુદી જુદી અનેક રીતે કરે છે. અને ૩) દરેકને પોતાનું સ્વમાન, માન, ગૌરવ, ગર્વ અને અભિમાન, પ્રિય હોય છે, પછી ભલે તે બધાનો પાયો ઘણેખરે અંશે કાલ્પનિક હોય. પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં ફ્રોઇડની થીયરી પ્રસિદ્ધિ પામી ચુકી હતી અને ફ્રોઈડ તે યુધ્ધને પોતાના પ્રથમ વિધાનની સાબિતી ગણાવતા હતા. પરંતુ ફ્રોઇડની અસર મનોવિજ્ઞાન પર હતી જ્યારે તેમના અમેરિકન ભત્રીજા એડવર્ડ બર્નેઝની અસર લોક-માનસ પર વધુ હતી. બર્નેઝ ભલે બહુ પ્રસિદ્ધિ પામ્યા નથી પરંતુ વીસમી સદી ઉપર તેમણે ઊંડી અસરો છોડી છે. બર્નેઝ પહેલી વ્યક્તિ હતા કે જેમણે ફ્રોઇડના વિચારોનો ચાલાકી – કદાચ લુચ્ચાઈ શબ્દ વધુ યોગ્ય છે – વાપરીને લોકોના માનસ પર જોઈતી અસર ઉભી કરવા માટે કર્યો. બર્નેઝે અમેરિકાના ઉદ્યોગપતિઓને શીખવાડ્યું કે લોકોના અજ્ઞાત મનમાં રહેલી ઈચ્છાઓ પર જાહેરાતો અને પ્રચાર દ્વારા અસર કરીને તેમના મનમાં જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરાતી બિનઉપયોગી અને બિનજરૂરી ચીજ-વસ્તુઓ મેળવવાની તીવ્ર ઈચ્છા કઈ રીતે ઉભી કરી શકાય. આ ક્ષેત્રે બર્નેઝની સફળતામાંથી રાજકારણીઓના મનમાં એક નવો વિચાર જન્મ્યો કે આ પધ્ધતિથી લોકોના ટોળાઓ પર કાબુ કરી શકાય ખરો? આપણે ઉપર જોયું કે વીસમી સદીના બીજા દાયકાથી સંસ્થાનવાદના વળતા પાણી શરુ થયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા મોટા પ્રમાણમાં દુનિયાભરમાં પ્રદેશો અને દેશો આઝાદ થયા હતા અને તેમાંના ઘણા દેશોએ લોકશાહી અપનાવી હતી. આપણે એ પણ જોયું કે ગુલામી નાબુદ થતાં રાજ્ય પાસે લોકોની નિરાશાઓ, હતાશાઓ અને આક્રોશને બળજબરીથી કચડી નાખવાની શક્તિ પણ મોટેભાગે નકામી થઇ ગઈ હતી કારણકે હવે દેશમાં પોતાના લોકોની સરકાર હતી. યાદ રહે કે નવા આઝાદ થયેલા પ્રદેશો ગરીબ હતા અને ત્યાં નિરાશા, હતાશા અને આક્રોશ વારે ઘડીએ ઉભરી આવતા હતા અને નવા રાજ્ય પર અસ્થિરતાનો ભય ઉભો કરતા હતા. લોકોના ટોળાને કાબુમાં રાખવા બર્નેઝે એ રસ્તો સુઝાડ્યો કે લોકોના અજ્ઞાત મનની ઈચ્છાઓ પૂરી કરીને તેમને આનંદમાં રાખવા જોઈએ. આનંદિત માણસો આક્રમકતા ગુમાવે છે માટે રાજ્ય પર તેઓ કોઈ ભય ઉભો કરતા નથી. વ્યક્તિઓના સ્વમાન, અભિમાન અને કદાચ ઘમંડને પણ પોષીને તેમને બિનઉપયોગી વસ્તુઓ ખરીદતા કરી શકાય અને તેમની આક્રમકતા નાથી શકાય તે વિચારની શરૂઆત બર્નેઝે કરી હતી. એ વિચારનું સુધરેલું સ્વરૂપ આજે પણ સેલ્ફી લેતા અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરતા યુવક યુવતીઓ અને વધુ પડતા – કદાચ વકરેલા – ઉપભોક્તાવાદમાં આપણે જોઈએ છીએ. આપણા દેશનો દાખલો લઈએ તો એક બાજુ આત્મહત્યા કરતાં ખેડૂતો છે અને બીજી બાજુ એરકંડિશન્ડ મોલમાં ફરતા અથવા ત્યાં ફરી શકે તે સ્તરે પહોંચવા મથતા યુવક યુવતીઓ છે કે જેમના મનમાં આત્મહત્યા કરતા ખેડૂતો પ્રત્યે અનુકંપા તો ઠીક પરંતુ તેની યોગ્ય માહિતી હોવાનો પણ પ્રશ્ન નથી. ફ્રોઈડ પછીનો યુગ મનોવિજ્ઞાનમાં વર્તનવાદનો યુગ હતો. લોકોને કઈ રીતે ટેવ પડે છે અને પડેલી ટેવો કઈ રીતે બદલાઈ શકે અથવા છૂટી શકે તે વર્તનવાદનો વિષય હતો. લોકોને કઈ રીતે એવી સારી ટેવો કઈ રીતે પાડી શકાય કે જે વ્યસન કે વળગણ બનીને રહે – જેમકે નિયમિત કસરત કરવી, તેમજ લોકોને વ્યસન કે વળગણ રૂપે પડેલી ખરાબ ટેવો – જેમકે ધુમ્રપાન – કઈ રીતે છોડાવી શકાય તેની છણાવટ વર્તનવાદમાં થયેલી. અહીં એટલું નોંધવું પુરતું છે કે જાહેરખબર અને પ્રચારના માધ્યમે મનોવિજ્ઞાનના આ જ્ઞાનનો પણ ભરપુર લાભ લીધો. ૧૯૬૦ના દાયકામાં યુવાનોમાં ઉભી થયેલી હિપ્પી સમુદાયની સંસ્કૃતિ સામે સરકારોએ લાળ આંખ કરી. તેમને ડર હતો કે જો યુવા પેઢી કેવળ ચરસ પી ને માત્ર આરામદાયક જીવન વિતાવવા માગે તો સમાજનું અધ:પતન નક્કી થાય. આપણે જાણીએ છીએ કે ૧૯૭૦ના દાયકાથી સારા કપડાં પહેરવા, ઉચ્ચ ભણતર મેળવવું, શરીર સ્વાસ્થ્ય જાળવવું વિગેરે ફેશનનો ભાગ થઇ ગયો અને હિપ્પીવાદ નેસ્તનાબુદ થઇ ગયો. આ બધું મહદ અંશે પ્રચારથી હાંસલ કરાયેલું. આપણે ઉપર અઢારમી સદીની અછતની પરિસ્થિતિ તેમજ શ્રી જ્હોન ગાલબ્રીએથના પુસ્તક નો આગળ ઉપર ઉલ્લેખ કર્યો છે. તે પુસ્તકમાં એક દલીલ એ હતી કે ૧૯૫૦ના દાયકા સુધીમાં વધેલી ઉત્પાદકતાને કારણે લોકો વધુ આરામ કરીને પોતાની સુખાકારી વધારી શકે તેમ હતા. પરતું અછતમાં ઉદભવેલા અર્થશાસ્ત્રના નિયમો એમ કહેતા હતા કે અર્થકારણમાં પૂર્ણ રોજગાર હોય તો જ મહત્તમ સુખાકારી શક્ય બને માટે જથ્થાબંધ ધોરણે થયેલા બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન થતું રહ્યું. બિનજરૂરી વસ્તુઓના ઉપભોગ સુખાકારીમાં વધારો કરે તેના કરતા આરામ (Leisure)માં વધારો એ વધુ સારો વિકલ્પ હતો પરંતુ આર્થિક નીતિઓને કારણે ગાલબ્રીએથ અને તેમના જેવા મતની ઉપેક્ષા થઇ અને તે મતો કદી મુખ્ય વિચારધારા સુધી પહોંચ્યા જ નહીં. વર્તનવાદ પછી ૧૯૫૦ના દાયકાની શરૂઆતથી અત્યાર સુધી જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનનો યુગ ચાલે છે. આપણી અંદર અને આસપાસ ચાલતી પ્રક્રિયાઓ અને પદાર્થો (તેમજ વ્યક્તિઓ અને આંતર સંબંધો)નું જ્ઞાન મેળવવા માટે આપણી પાસે જ્ઞાનતંત્ર, મગજ, મન વિગેરે સાધનો છે. તે સાધનો કઈ રીતે કામ કરે છે અને કયા સંજોગોમાં યોગ્ય કામ નથી કરતા. તે કઈ રીતે જોડાયેલા છે અને તેની બીજી શું શું લાક્ષણીકતાઓ છે તેનું વિજ્ઞાન એટલે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન (Cognitive Psychology). આ વિજ્ઞાનના ઘણા પાસાં છે. તેમાંનો એક વિભાગ કૃત્રિમ બુદ્ધિનો છે જે મશીનો દ્વારા બુદ્ધિથી થતા કામો કરાવે છે અને જેને કારણે ઘણી બધી નોકરીઓ ભવિષ્યમાં ઓછી થાય તેવી શક્યતા નિષ્ણાતો જુવે છે. બીજો એક વિભાગ આપણા મનમાં રહેલ પૂર્વગ્રહ કઈ રીતે કામ કરે છે તેના અભ્યાસનો છે. તે મત પ્રયોગસિદ્ધ રીતે દર્શાવે છે કે આપણા મનમાં જન્મજાત અમુક પૂર્વગ્રહો છે જે મુશ્કેલીથી દુર થાય છે. હજી બધા પૂર્વગ્રહો જાણી શકાયા હોય તેવો દાવો નથી થયો પરંતુ અમુક પૂર્વગ્રહો ઓળખાયા છે. તેમાંનો એક મુખ્ય પૂર્વગ્રહ એ છે કે આપણા અભિપ્રાયો અને અભિગમો, પૂર્વગ્રહો અને પસંદગીઓ, એ આપણી ઓળખનો એક ભાગ છે. આપણા અભિપ્રાયો અને અભીગમો યોગ્ય જ્ઞાન પર આધારિત હોય તે સહેજ પણ જરૂરી નથી. જ્ઞાનની ગેરહાજરીમાં પણ અભિગમો હોય જ છે અને અજ્ઞાનમાંથી જન્મેલા અભિગમો કદાચ વધુ દ્રઢ પણ હોય છે. આ અભિપ્રાયો અને અભિગમો અંગે બે બાબતો મહત્વની છે: એક તો એ કે એક વાર બંધાયા પછી તે જલ્દી બદલાતા નથી. અને બીજું, પોતાના અભિગમો સાથે આપણું સ્વમાન જોડાયેલું હોય છે માટે આપણે આપણા અભિપ્રાયો અને અભીગમોનો શક્ય તેટલો બચાવ કરીએ છીએ અને તે અભિપ્રાય કે અભિગમોની વિરુધ્ધની હકીકતો શક્ય હોય ત્યાં સુધી નજરઅંદાજ કરીએ છીએ. એ નોંધી લઈએ કે ફ્રોઇડના વિચારોમાં પણ આ બાબત (ઉપર ત્રીજા ક્રમાંકે) જુદી રીતે નોંધાયેલી હતી. જાહેરાતોમાં આ બાબતનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરાય છે. ફ્રોઇડના મનોવિજ્ઞાન પ્રમાણે જાહેરાતો અને પ્રચારમાં આકર્ષક યુવક યુવતીઓ અથવા જે તે બાબતના નિષ્ણાતો વસ્તુઓની ગુણવત્તા દર્શાવતા હોય ત્યારે તે માનવાનું લોકો માટે સરળ બને છે. જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન પ્રમાણે એક વાર લોકો માનતા થાય કે અમુક વસ્તુઓ વાપરવી તેમના આનંદદાયક કે ગૌરવપૂર્ણ જીવન માટે અથવા સ્વાસ્થ્ય માટે સારી છે તો તેઓ શક્ય હોય ત્યાં સુધી એ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશે. તેઓ એ બાબતને નજરઅંદાજ કરશે કે તેમણે પસંદ કરેલી વસ્તુઓમાં જાહેરાતમાં બતાવવામાં આવેલા કોઈ ગુણ હોય તો માત્ર નામ પુરતા છે અને મોટે ભાગે એવા કોઈ ગુણો હોતા જ નથી. એક સુટકેસને એક આકર્ષક યુવતી આનંદિત થઇને સહેલાઈથી દોરી શકતી (રોલ કરતી) હોય તો તે અનુભવ ગ્રાહકને ક્યારેય થવાનો નથી જ. એક ક્રિકેટર કે ફિલ્મી અભિનેતા માથામાં નાખવાના તેલના ગુણગાન ગાય ત્યારે લોકોને ખબર હોય છે કે આ સાચું ન જ હોઈ શકે. પરંતુ આવી જાહેરાતોથી સુટકેસનું અને માથામાં નાખવાના તેલનું વેચાણ વધે છે તે નિર્વિવાદ વાત છે. ૧૯૭૦ના દાયકા સુધી મોટાભાગની જાહેરખબરો વસ્તુઓની ગુણવત્તા રજુ કરતી હતી. ત્યારબાદ પ્રચાર એક ડગલું આગળ વધ્યો. ૧૯૮૦ના દાયકાથી એવી જાહેરખબરો શરુ થઇ કે અમુક વસ્તુઓ `સફળ’ વ્યક્તિઓ વાપરે છે. વસ્તુઓનો ઉપભોગ સફળતાનો માપદંડ બની રહ્યો. આવા પ્રચારમાં વણકહેલ અને આડકતરો સંદેશ એ હતી કે જો તમે આ વસ્તુઓ નથી વાપરતા તો તમે `સફળ’ નથી. જુદી રીતે જોઈએ તો આ વ્યક્તિગત માન અને ગૌરવને અતાર્કિક રીતે સંકોરવાનો પ્રયત્ન માત્ર છે. આજે સમાજનું વિઘટન એ રીતે થયું છે કે જે લોકો વસ્તુઓ (ભલે નકામી) ખરીદી શકે છે તેઓ સંલગ્ન જાહેરાત અને પ્રચારને કારણે એમ માને છે કે તેમની અંદર કંઈક ખાસ ગુણો અને શક્તિઓ છે કે જેને કારણે તેઓ આ વસ્તુઓ ખરીદી શકે છે અને વસ્તુઓ ખરીદી શકવાને કારણે તેઓ વધુ `સુખી’ છે. જે લોકો ગરીબ રહી ગયા છે તેમની પાસે આવી શક્તિઓ કે ગુણો નથી અને જ્યાં સુધી તેમનામાં એ ગુણોનો વિકાસ નહીં થાય ત્યાં સુધી તેમના પ્રશ્નો હલ નહીં થાય. જે લોકો આવા `સુખી’ નથી તેઓ પણ એમ માને છે કે તેમની અંદરની `કોઈક’ ઉણપને લઇને તેઓ જીવનમાં `સફળ’ નથી થઇ શક્યા. આમ સમસ્ત સમાજમાં મોટા ભાગના લોકો એમ નથી માનતા કે સરકારી નીતિઓ બદલવાથી કે જુદા પ્રયત્નો કરવાથી આ વાસ્તવિકતા બદલી શકાશે. જાહેરાતો અને પ્રચારને કારણે લોકો દ્રઢ પણે માનતા થયા છે કે તેમનું સુખ, તેમની સિધ્ધિઓ, અને આનંદ વસ્તુઓ (કે અનુભવો, જેમકે સ્પોર્ટ્સ જોવા જવું, વેકેશન લેવું, સારા રેસ્તોરાંમાં જવું, નશો કરવો, વિગેરે)  મેળવવાની ક્ષમતા પર આધારિત છે, બીજાઓ સાથે વધુ બહોળા અને ઊંડાણભર્યા આંતર-સંબંધો અને તેની ગુણવત્તા પર નહીં. એક રીતે જોઈએ તો દરેક જીવન આસપાસના સંજોગો સાથે અનુકુલન સાધવાના પ્રયત્નો સતત કરે છે. અનુકુલન એ જીવનની એક વાસ્તવિકતા છે. જ્યારે આ અનુકુલન સુખની બાબતે થાય ત્યારે વ્યક્તિ એક અંતહીન અવિરત દોડમાં લાગી પડે છે. ગઈકાલે મળેલા સુખથી વ્યક્તિ `ટેવાઈ જાય છે’, અને બીજા દિવસે ગઈકાલથી પણ વધુ સુખ મેળવવા તેને નવેસરથી દોડવું પડે છે. આ અવિરત દોડને ૧૯૯૦ના દાયકામાં બ્રિટીશ મનોવિજ્ઞાની માઈકલ આઈઝ્નેકે “Hedonic Treadmill” તરીકે ઓળખી: વ્યક્તિ સતત દોડતો રહે છે પણ ત્યાંનો ત્યાં રહે છે. આ પહેલાં આ બાબતને સહેજ જુદી રીતે Rat Race તરીકે ઓળખવામાં આવતી, જે વિભાવનામાં આનંદ કરતાં સ્પર્ધાનું પ્રમાણ વધુ હતું. Rat Race કે Hedonic Treadmill બંને દોડમાં વ્યક્તિ પીસાતો રહે છે પરંતુ Hedonic Treadmill પર તે જ્યારે દોડે છે ત્યારે તે આનંદ મળશે તે આશામાં  દોડ્યા કરે છે અને પોતાના દુઃખથી વાકેફ હોતો નથી. જાહેરાતો અને પ્રચારના મારા હેઠળ વ્યક્તિ એમ માની બેઠી છે કે આ સુખ જથ્થાબંધ ધોરણે ઉત્પન્ન થયેલી બિનજરૂરી વસ્તુઓના વધુને વધુ ઉપભોગમાં છે. અછતના ગાળામાં ઉદભવેલી આર્થિક સમજણ એ સ્વીકારવા તૈયાર નથી કે આરામ એ સુખાકારીનું એક સોપાન હોઈ શકે. શક્ય તેટલું વધુ ઉત્પાદન એ એક માત્ર વિકલ્પ રહ્યો છે. રાજ્ય લોકોની સુખાકારી માટે એ એક જ વિકલ્પ પર અડગ છે. આ બધા પ્રવાહોમાંથી ઉભી થાય છે આજના જીવનની સેલ્ફી જે આપણે શરૂઆતમાં જોઈ. બદલાતી ટેકનોલોજી, બદલાતા સંજોગો અને સંશોધનો વચ્ચે બદલાતી અર્થશાસ્ત્રની વિભાવનાઓ અને તેને કારણે બદલાતું રાજ્યનું તેમજ સમાજના સામાન્ય વ્યક્તિના વર્તનની અનિવાર્યતાઓ (Imperatives) આપણે જોયા. બદલાતી મનોવિજ્ઞાનની વિભાવનાઓ વચ્ચે જાહેરાતો અને પ્રચારના બદલાતા ધ્યેયો અને તેની અસરો આપણે જોયા. આશા છે કે શરૂઆતમાં ટૂંકમાં વર્ણવેલા અત્યારના સંજોગોને વધુ સારી રીતે સમજવામાં આના થકી મદદ મળી હશે. શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે આ વિષે ચર્ચા આવકારું છું.

મારું રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવામાટે શું કરવું?રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે.

નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?નવુંબારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડમાટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મભરતા પહેલા તે હાથવગી રાખવી.

નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરુરીયાત રહેશે?જે લોકો પાસે હાલના રહેઠાણના સ્ળે રહે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને જેલોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરંતુ રેશનકાર્ડ ધરાવતા નથી, હવે જો તેમને રેશનકાર્ડની જરૂર હોય તો તે નમુના-ર (બે) માં અરજી કરી શકે છે.

નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથીફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.

હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્ય જિલ્લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો વિજળી બીલ, ઇન્કમટેક્ષ પાનકાર્ડ, ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્કલતના વેરાના બીલ, ડ્રાયવીંગ લાયસન્સ્, ટેલીફોન મોબાઇલ બીલ, ચુંટણી ઓળખપત્ર (જે સભ્યો એ ઓળખપત્રો મેળવેલા છે તે તમામ), રાંધણગેસની પાસબુક, પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્લું બીલ, ખેડૂત ખાતાવહી, અથવા ગામ નમુના નં-૮-અ, નરેગાનું જોબકાર્ડ, બેંકની પાસબુક, કિસાન ક્રેડીટકાર્ડ,ફોર્મમાં માંગેલ વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, કુટુંબની અન્ય વ્યેકિતનાનામ અને તેમની સાથેનો સંબંધ, અભ્યાસ, ધંધો, આવક અને અન્ય માહિતી આપેલી સુચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સંબંધિત પુરાવાઓ જોડવા પડશે.

અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડાચિઠ્ઠી / ભાડા પહોંચનો આધાર રજુ કરવાનોરહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકતનો નંબર અને વીજ કનેકશન નંબર અચુક લખવાનો રહેશે અને છેલ્લા બીલની ઝેરોક્ષ જોડવાની રહેશે.

રાંધણ ગેસ કનેકશન અને પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે.

જે સભ્ય ૧૮ વર્ષથી ઉપરનો હોય અને ચુટણીનું ઓળખકાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખવાનો રહેશે. (આ વિગત આપવી ફરજીયાત છે.)

જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્યતક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્સની ઝેરોક્ષ રજુ કરવાનીરહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.

કુટુંબના જે સભ્યોની ઉંમર ૧૫ વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી શકશે, તથા તેમનો ફોટો પડાવી શકશે. નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી છે, પછીથી આ પહોંચ રજુ કર્યેથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.છે.

આપને ફોર્મ ભરવાને લગતી કોઈ મુશ્કેોલી હોય તોટોલ ફ્રી નંબર :- ૧૮૦૦૨૩૩ પપ૦૦પર જણાવી શકશો

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું? ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.

જુનાહયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવુંબારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડમાંકુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું.

જેકાર્ડધારકો નવું બારકોડેડ રેશનકાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડરેશનકાર્ડનું ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડમળેલ નથી તેવા તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશનકાર્ડમાંકુટુંબના સભ્યોના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરતી વિગતો સાથે અનુક્રમે નમુના નં. ૩ અને નમુના નં. ૪ મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી ATVT ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?

ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.

મારું રેશનકાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું?

સરકારશ્રીની નવી યોજના પ્રમાણે બારર્કોડેડ રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરુર નથી, પરંતુ માત્ર સરનામું અને તે વિસ્તારના દુકાનદારનું નામ સુધરાવવાનું રહેશે.

નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય?

નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.

જુનાહયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવુંબારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડવિભાજનથી મેળવવા શું કરવું.

જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળના જનસેવા કેન્દ્રો અને શહેર વિસ્તારમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે. એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મ માંસંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્ર પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા શું કરવું.

જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળના જનસેવા કેન્દ્રો અને શહેર વિસ્તારમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબનીકાર્યવાહી કરવાની રહે છે. એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગબારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મમાં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જન સુવિધા કેન્દ્ર પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

બીપીએલ રેશનકાર્ડ મેળવવાની પાત્રતા શું છે?

બીપીએલ કાર્ડ આપવા માટેના ધોરણો ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રૂ. ૩૨૪/-થી ઓછી હોવી જોઇએ. અને શહેરી વિસ્તાર માટે રૂ. ૫૦૧/- થી ઓછી હોવી જોઇએ. (પાંચસભ્યોનું કુટુંબ ગણતરીમાં લેવાનું)

  • અરજદાર ખેતમજૂર હોવો જોઇએ.
  • અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઇએ.
  • બી.પી.એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતાલાભાર્થીઓ કે જેઓએ ઇન્દીરા આવાસ યોજના કે બીજી આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઇએ. અરજદાર કુટુંબના ભરણપોષણ માટે મજૂરકામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઇએ.

અંત્યોદય અન્ને યોજના હેઠળ રેશનકાર્ડ મેળવવાની પાત્રતા શું છે?

અંત્યોદય અન્ન્ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નકકી કરવાના ધોરણો

  • જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનારા, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિકધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે માલ સમાન ઉચકનારા કુલી, રીક્ષાચાલક, હાથલારી ચલાવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ, વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો.
  • વિધવા સંચાલિત કુટુંબો અથવા બિમાર વ્યકિતઓ/અશકત વ્યકિતઓ/૬૦ વર્ષની ઉંમરનીવ્યકિતઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યકિતઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન અથવાસામાજિક આધાર ન હોય.
  • વિધવાઓ અથવા બિમાર વ્યકિતો અથવા અશકત વ્યકિતઓ અથવા ૬૦ વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્યકિતઓ અથવા એકલ સ્ત્રીઓ અથવા એકલા પુરુષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઇ સાધન ન હોય.
  • તમામ આદીમ આદિવાસી કુટુંબો.
  • બી.પી.એલ. કાર્ડધારક એચઆઇવીગ્રસ્ત વ્યકિત
  • બી.પી.એલ. કાર્ડધારક રકતપિત્તથી અસરગ્રસ્ત આ સામાજિક ન્યા‍ય અને અધિકારીતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશકતવ્યકિતઓ કે જેઓ બી.પી.એલ. કાર્ડ ધારકો હોય તે તમામ વ્યકિતઓ.
  • રાજ્યના ગરીબોના આરોગ્ય માટે આ સરકારે અનેક પગલાઓ ભર્યા છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અમૃત્તમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ધરાવતાં પરિવારોને ઓપરેશન માટે રૂપિયા બે લાખની સહાયની સાથો – સાથ રાજ્યમાં દવાઓ સસ્તી મળી રહે તે માટે જેનેરીક દવાના સ્ટોર ખોલવામાં આવ્યા છે, આગામી મે માસના અંત સુધીમાં રાજ્યમાં આવા ૫૦૦ સ્ટોર ખોલાશે.
  • તેમણે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વીજળી મળી રહે તે માટેની સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, સૌની યોજના દ્વ્રારા ૧૧૫ ડેમો નર્મદાના નીરથી ભરી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બને તે માટેનું કાર્ય પણ આરંભ્યું છે,
  • સેવા સેતુના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીને ગેસ કીટ વિતરણ ઊપરાંત જાતિ પ્રમાણપત્ર, જોબકાર્ડ, આવક પ્રમાણપત્ર તથા સિલાઈ મશીન મંજુરી પત્રનું સબંધિત લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્‍યું હતું.
  • આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીશ્રી વલ્લભભાઈ વઘાસીયા, સંસદીય સચિવ સર્વશ્રી હિરાભાઈ સોલંકી, વાસણભાઈ આહિર, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઊપસ્થિત રહ્યાં હતા.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/27/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate