অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સહભાગિતા અને વિકેન્દ્રિત આયોજન

સહભાગિતા અને વિકેન્દ્રિત આયોજન

  1. સંપાદકીય
  2. સહભાગિતા અને વિકેન્દ્રિકૃત આયોજન
  3. વિકાસ વિચાર
  4. ગ્રામ પંચાયત કક્ષાએ સહભાગી આયોજન
  5. નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન (એનઆરએલએમ) સ્વ-સહાય જૂથ (એસએચજી) અને ગ્રામ પંચાયતો
  6. નાગરિકત્વ અને સંકલન
  7. વર્તમાન અનુભવ
  8. શિબિરનો ઉદ્દેશ્ય
  9. વ્યક્તિગત અનુભવો
  10. બાળ અધિકારોની સમસ્યાના નિવારણમાં પંચાયતોની ભૂમિકાઃ માહિતી અને કામગીરી
  11. કેટલાંક ચાવીરૂપ તારણો:
    1. બાળ અધિકારો અંગે જાગૃતિ અને સમજૂતી
    2. બાળ અધિકારો માટે ગ્રામ પંચાયતમાં કરવામાં આવતી વર્તમાન કામગીરી
  12. ગુજરાત રાજ્યના કચ્છનો અનુભવ
    1. પ્રોજેક્ટ લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ (એલએએમપી)
    2. છોકરીઓનું સશક્તિકરણ અને છોકરીઓનું શિક્ષણ
  13. શું આર.ટી.આઈ હેઠળ અરજી કરવાના તબક્કે ઓળખનો પુરાવો જરૂરી છે? - એક અભિપ્રાય
    1. શું આરટીઆઇ હેઠળ અરજી કરવાના તબક્કે ઓળખનો પુરાવો જરૂરી છે?
    2. બીપીએલ આરટીઆઇ અરજદારો ઓળખના પુરાવાની સ્વયં પ્રમાણિત કરેલી નકલ સુપરત કરી શકે છે
    3. હરિયાણામાં આરટીઆઇ અરજદારની ઓળખ પુરવાર કરવી
    4. હાઇકોર્ટના આદેશમાં સીઆઇસી દ્વારા તેની પૂર્ણતા સામે સમસ્યારૂપ બાબત શું છે?
  14. સૂચના સ્વાભિમાન યાત્રા
    1. યાત્રા માટેની તૈયારી
  15. લોકોનું સશક્તિકરણ

સંપાદકીય

  • સહભાગી આયોજન માટે પંચાયત-સ્વસહાય જૂથ વચ્ચે સંકલન
  • બાળ અધિકારોની સમસ્યાના નિવારણમાં પંચાયતોની ભૂમિકાઃ માહિતી અને કામગીરી 
  • સ્થળાંતરનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની 
  • ગુણવત્તા સુધારવીઃ ગુજરાત રાજ્યના કચ્છનો અનુભવ
  • શું આર.ટી.આઈ. હેઠળ અરજી કરવાના તબક્કે ઓળખનો પુરાવો જરૂરી છે?

-     એક અભિપ્રાય

  • સૂચના સ્વાભિમાન યાત્રા
  • 'વેલ્થહંગરલાઈફ' અને 'એકજૂટ'ના ફિલ્ડ પ્રોજેક્ટની શૈક્ષણિક મુલાકાતઃ
  • જાહેર આરોગ્યની સેવાઓના સ્તરમાં સુધારો
  • જોધપુરમાં 'દલિત યુવા સંમેલન' - ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય
  • ગરીબો દ્વારા જાહેર સેવાઓની પ્રાપ્યતા - વાજબી ભાવની દુકાનો ખાતે ઓછો
  • જથ્થો મળવા અંગેની ફરિયાદોનું નિવારણ

-     ન્યૂઝ ક્લિપિંગ
કોઈ પણ ગરીબ પરિવાર છૂટી ન જાય - નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ

-     'ધ હિન્દુ', જાન્યુઆરી 13, 2016

  • સબસિડીના વિકલ્પોની સમીક્ષા કરવા માટે સામાજિક ક્ષેત્રની નાણાંમંત્રી સાથે ચર્ચા

-     'ધ હિન્દુ', જાન્યુઆરી 13, 2016

  • સંદર્ભ સાહિત્ય

સહભાગિતા અને વિકેન્દ્રિકૃત આયોજન

એમજીનરેગાના કામદારો રાજસ્થાનના જોધપુર જિલ્લાના જુડિયા ગામમાં કામ પરથી પરત ફરી રહ્યા હતા, તે સમયે તેમની સાથે થયેલી વાતચીત વિશેનો અમારો અનુભવ અહીં રજૂ કર્યો છે. તેઓ તળાવ ઊંડું કરી રહ્યા હતા અને છેલ્લા 10 વર્ષથી નિયમિતપણે તેઓ આ કામ કરી રહ્યા હતા. આ તળાવ ઊંચાઈ પર આવેલું હોવાથી તેમ જ વરસાદી ક્ષેત્રમાં ન હોવાથી વરસાદી પાણી રોકી રાખવાની ક્ષમતા આમ ધરાવતું નહોતું. છતાં, તળાવને ઊંડું કરવાની કામગીરી વરસો સુધી ચાલતી રહી. જો કે, તેનાથી લોકોને રોજગારી મળતી રહી તે સારી બાબત હતી. એમજીનરેગા કાર્યક્રમ થકી હાથ ધરી શકાય તેવાં જુદાં-જુદાં પરવાનગી પાત્ર કાર્યો વિશે લોકોને જાણકારી નહોતી. થોડી ચર્ચા કર્યા બાદ, તેમણે જણાવ્યું કે ચોમાસા દરમિયાન તેમના ગામમાંથી વહેળો (વરસાદી પાણીનો પ્રવાહ) વહે છે અને દર વર્ષે ચોમાસામાં તે વહેળા નજીકનાં 17 ખેતરો ધોવાઈ જાય છે. દર વર્ષે ફળદ્રૂપ જમીન ધોવાઈ જતી હોવાથી, તે ખેતરના ખેડૂતો એક પાક પણ મેળવી શકતા નથી. વહેળાનો પ્રવાહ, તેના વરસાદી ક્ષેત્રમાં કુદરતી પાણીના માર્ગો તથા નજીકનાં ખેતરો બતાવવા માટે તેમણે ઝડપથી એક નકશો દોરી બતાવ્યો. તે લોકો ઉત્સાહભેર અમને તે સ્થળોએ લઈ ગયા અને તેમણે દોરેલા નકશાની વિગતો સમજાવી. અમારા માટે આ શૈક્ષણિક અનુભવ હતો. આખરે, ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલાં તમામ કાર્યોને એમજીનરેગાના 2015-16ના ઉમેરારૂપ આયોજનમાં સામેલ કરવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયતોને સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સભા થકી સમુદાય સાથે મળીને આયોજનો વિકસાવવાનો આદેશ (કલમ 243 જી) કરવામાં આવ્યો છે. એમજીનરેગા, સ્વચ્છ ભારત, નેશનલ હેલ્થ મિશન, લાઇવલીહૂડ મિશન, ઇન્દિરા આવાસ યોજના જેવા મુખ્ય કાર્યક્રમો ગ્રામ સભાના ઠરાવને આખરી ગણીને સહભાગિતાયુક્ત આયોજનની કામગીરી પર ભાર મૂકે છે. ચૌદમા નાણાં પંચની ભલામણ અનુસાર ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક નિગમોને અનટાઇડ ભંડોળ ફાળવવાની નાણાં મંત્રાલયની તાજેતરની માર્ગદર્શિકા નાણાંની અર્થપૂર્ણ સોંપણી તરફનું નોંધપાત્ર પગલું છે. રાજ્ય સરકાર તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવેલ ગ્રામ પંચાયત સ્તરીય વિકાસ આયોજન (ગ્રામ પંચાયત લેવલ ડેવલપમેન્ટ પ્લાન - જીપીડીપી) વિકેન્દ્રિકૃત આયોજન સાથે નાણાંકીય ફાળવણીના અસરકારક ઉપયોગ અંગે સ્પષ્ટ મત ધરાવશે. આ સાથે જ તે પંચાયત - ગામ, ધાની, ફળિયાના ગરીબ અને સીમાંત પરિવારોની વંચિતતા પર ધ્યાન આપશે તથા એમજીનરેગા અને અન્ય કાર્યક્રમો સાથે સંલગ્ન ગરીબી નાબૂદીના આયોજન મારફત તેમની આજીવિકાની તકો પર ભાર મૂકશે.

ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલી (મુખ્યત્વે એમજીનરેગા, આઇએવાય, કૌશલ્યા વિકાસ યોજના, નેશનલ સોશ્યલ આસિસ્ટન્સ પ્રોગ્રામ અને નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન) તમામ યોજનાઓ અને કાર્યક્રમો માટે છેલ્લા બે વર્ષમાં દેશભરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ઇન્ટિગ્રેટેડ પાર્ટિસિપેટરી પ્લાનિંગ એક્સરસાઇઝ (આઇપીપીઇ) થકી જોડાણના નિદર્શન તથા સહભાગિતાયુક્ત આયોજનની કામગીરી મોટાપાયે શરૂ કરવામાં આવી છે.  આ કામગીરી માટે સ્વ-સહાય જૂથોનો સામુદાયિક એકત્રીકરણ માટેના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આઇપીપીઇએ મુખ્યત્વે એસએચજીનાં સભ્યો અને સ્થાનિક યુવાનોને લઈને સ્થાનિક સંસાધન જૂથો બનાવ્યાં છે. સહભાગિતાયુક્ત આયોજનની સુવિધા પૂરી પાડવા માટે આ જૂથોને તાલીમ પૂરી પાડવામાં આવે છે. આ કામગીરીનો ઉદ્દેશ્ય ગરીબ તથા વંચિત પરિવારો માટેના આજીવિકાના વિકલ્પો વધારવાનો તથા ગરીબીના બહુ-પરિમાણીય સ્વરૂપને પ્રભાવિત કરવાનો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પંચાયતો અને સામુદાયિક સંગઠનો ગરીબ પરિવારોના અધિકારો સુનિશ્ચિત કરવા માટે આઈ.પી.પી.ઈ. અંતર્ગત સાથે મળીને કામ કરતા હોય તેવાં ઉદાહરણો આ અગાઉ પણ જોવા મળ્યાં છે. કેરળ સ્થિત કુદુમ્બશ્રી પ્રોગ્રામ સાર્વત્રિક સહભાગિતાયુક્ત ગ્રામીણ વિકાસ આયોજનની પ્રક્રિયા અને અમલીકરણ માટે વિવિધ કાર્યક્રમો સાથેનું જોડાણ દર્શાવે છે. પંચાયતી રાજ સંસ્થાઓ  અને સમુદાય આધારિત સંગઠનોના (પીઆરઆઇ-સીબીઓ) જોડાણના પ્રાયોગિક પ્રોજેક્ટ્સ જાન્યુઆરી 2014માં મહારાષ્ટ્ર, અસમ, ઝારખંડ અને ઓરિસ્સામાં શરૂ કરવામાં આવ્યા હતા. ગરીબ પરિવારો, આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાની યોજનાઓ સુધીની પહોંચ મેળવી શકે તે માટેના આ પ્રોજેક્ટને પગલે ગ્રામ સભામાં ગરીબ પરિવારોની મહિલાઓની સહભાગિતામાં વધારો નોંધાયો, વિકાસલક્ષી યોજનાઓ અંગેની લોક-જાગૃતિમાં વધારો થયો અને યોજનાના અમલીકરણમાં પણ સુધારો નોંધાયો. આમ, પીઆરઆઇ અને એસએચજી નેટવર્ક વચ્ચેના સહકાર થકી ગ્રામ સભામાં ગરીબ પરિવારોની નિષ્ક્રિય સહભાગિતાની સમસ્યાનું નિવારણ કરી શકાય છે. એસએચજી નેટવર્ક નાગરિકોની સામેલગીરી, પ્રતિભાવ અને જરૂરિયાતની અભિવ્યક્તિ વધારવાની સંભવિતતા ધરાવે છે, જે બહેતર સેવા પૂરી પાડવામાં તથા કાર્યક્રમની વ્યાપક પહોંચમાં પરિણમે છે.

વિકેન્દ્રિકૃત, સહભાગિતાયુક્ત અને જોડાણયુક્ત આયોજનની પદ્ધતિ તથા પ્રક્રિયાઓ દર્શાવાઈ ચૂકી છે. હવે, રાજ્ય સરકારો અસરકારક રીતે સહભાગિતાયુક્ત આયોજન અને જોડાણ આધારિત અમલીકરણ કરવા માટે કાર્યો, ભંડોળ અને કર્મચારીઓની યોગ્ય રીતે સોંપણી કરીને, જિલ્લા આયોજન સમિતિ (ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટિ - ડીપીસી) જેવી વ્યવસ્થાઓને મજબૂત બનાવીને તથા પીઆરઆઇ, સીબીઓ અને નાગરિક સમાજ સંગઠનો સહિતની સંસ્થાઓની ક્ષમતાઓ વધારીને આ કામગીરીને આગળ ધપાવે તે જરૂરી છે.

વિકાસ વિચાર

સહભાગી આયોજન માટે પંચાયત - સ્વ-સહાય જૂથ વચ્ચે સંકલન

પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) અને યુએનડીપી દ્વારા 11થી 15 ડિસેમ્બર, 2015ના રોજ સંયુક્તપણે 'ગ્રામ સ્તરે સહભાગી આયોજન માટે પંચાયત-સ્વ-સહાય જૂથ વચ્ચે સંકલન' વિષય પર રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર માટે રજૂ કરવામાં આવેલી વિભાવના અહીં રજૂ કરવામાં આવી છે.

પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) અને યુએનડીપી દ્વારા 11થી 15 ડિસેમ્બર, 2015ના રોજ સંયુક્તપણે 'ગ્રામ સ્તરે સહભાગી આયોજન માટે પંચાયત-સ્વ-સહાય જૂથ વચ્ચે સંકલન' વિષય પર રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર માટે રજૂ કરવામાં આવેલી વિભાવના અહીં રજૂ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતના સંસ્થાકીય સ્તરે જાગૃત સ્થાનિક વહીવટી તંત્ર માટે  14મા ફાઇનાન્સ કમિશન એવોર્ડે વ્યાપક તકો ર્સજી છે. સ્થાનિક એકમોની ગ્રાન્ટની ફાળવણી તથા ઉપયોગ માટે નાણાં મંત્રાલય દ્વારા પસાર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ અનુસાર એફએફસી એવોર્ડ હેઠળ ખર્ચ કરતાં પહેલાં રાજ્યના કાયદાઓ મુજબ ગ્રામ પંચાયતોને સોંપવામાં આવેલાં કાર્યોની મૂળભૂત સેવાઓ પૂરી પાડવા માટે ગ્રામ પંચાયતોએ યોગ્ય આયોજનો તૈયાર કરવાં જરૂરી છે.

ગ્રામ પંચાયત કક્ષાએ સહભાગી આયોજન

બંધારણીય આદેશના સંદર્ભમાં ગ્રામ પંચાયતનાં આયોજનો પ્રાથમિકતા અને પ્રોજેક્ટ નક્કી કરવાના તબક્કે સમુદાય, ખાસ કરીને ગ્રામ સભાને સમાવિષ્ટ કરનારાં સહભાગિતાયુક્ત આયોજનો હોવાં જોઈએ. એટલું જ નહીં, કલમ-243જીમાં દર્શાવ્યા મુજબના સામાજિક ન્યાય અને આર્થિક વિકાસના આદેશોનો અમલ સુનિશ્ચિત કરવો પણ જરૂરી છે. ગ્રામ પંચાયત વિકાસ આયોજન (જીપીડીપી - ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન)માં વંચિતો અને ગરીબોની નિઃસહાયતા દૂર કરવા અને તેની આજીવિકાની તકો વધારવા મનરેગા કાર્યક્રમ અંતર્ગત લેબર બજેટિંગમાં તેમ જ આયોજનમાં ગરીબી નાબૂદી માટેના સુગ્રથિત આયોજનનું સંકલન કરવું જરૂરી છે.

ગ્રામ પંચાયત કક્ષાએ સહભાગી આયોજન માટે સહાયક માળખું સ્થાપવા માટેની કામગીરી રાજ્યોને સોંપવામાં આવી છે. જેના બે ઉદ્દેશ્યો છે - સ્થાનિક વિકાસ માટે નેતૃત્વની નિયુક્તિ કરવા માટે પંચાયત સમિતિઓ સક્રિય કરવી અને સહભાગી આયોજન થકી જાહેર સ્થળોનું વ્યવસ્થાપન થાય તે માટે મદદ પૂરી પાડવી અને સહભાગી આયોજનની પ્રક્રિયામાં નાગરિકોની સામેલગીરી વધે તે માટે પ્રયાસો કરવા. જે માટે આકારણી હાથ ધરવી તથા તેને વિશે જાણકારી પૂરી પાડવી જરૂરી હોય તેવી પ્રક્રિયાઓ થકી સ્થાનિક વિકાસ અને કલ્યાણકારી કાર્યો થકી પરિસ્થિતિનું વિશ્લેષણ હાથ ધરે તેવી પંચાયતો પાસેથી અપેક્ષા છે. ગ્રામ સભા વિકાસની જરૂરિયાતોની પ્રાથમિકતા નક્કી કરવા માટે આ અહેવાલોનો ઉપયોગ કરશે તથા ગ્રામ પંચાયતો ગ્રામ સભામાં નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતા સાથે મેળ બેસાડીને વાર્ષિક આયોજનો તથા અંદાજ પત્રો તૈયાર કરશે.

ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (જીપીડીપી) તૈયારી કરવા માટેના નિયત સમયના આયોજનના અમલીકરણ માટે કરવાની રહેતી વ્યવસ્થા અને હાથ ધરવાની વિવિધ પ્રવૃત્તિઓના સહનિર્દેશનની સહાય પૂરી પાડવા માટે રાજ્યની નિશ્ચિત માર્ગદર્શિકાઓ ઘડવામાં આવી છે. રાજ્યોને યોગ્ય માર્ગદર્શિકાઓ ઘડવામાં સહાય પૂરી પાડવા માટે સહાયક વ્યક્તિઓ અને સંસ્થાઓને રાજ્યો સાથે સાંકળવામાં આવ્યાં છે. આ માર્ગદર્શિકાઓને 16 રાજ્યોમાં સ્વીકારવામાં આવી છે તથા પસાર કરવામાં આવી છે, આઠ રાજ્યોમાં તેમને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને બે રાજ્યોમાં  માર્ગદર્શિકાઓ તૈયાર થઈ રહી છે. આ ઉપરાંત રાજ્યો એવાં સહાયક સંગઠનો માટે પણ નજર દોડાવી રહ્યાં છે જે ગ્રામ પંચાયતોની ભાગીદારીયુક્ત આયોજન પ્રક્રિયામાં મદદ પૂરી પાડી શકે અને આ અંગેની તાલીમ માટે પણ મદદ પૂરી પાડી શકે. આરોગ્ય, પોષણ, જાતિ, પ્રાથમિક શિક્ષણ, સામાજિક સુરક્ષા વગેરે જેવા ક્ષેત્રીય મુદ્દાઓનો સામનો કરવામાં ગ્રામસભાને સહાય પૂરી પાડવી અથવા વહીવટ અને આજીવિકા માટેના ઉપાયો અંગેના વિચારો રજૂ કરવાં - આ ક્ષેત્રોમાં ચોક્કસ સ્થાનિક યોગદાન મેળવી શકાય છે.

નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન (એનઆરએલએમ) સ્વ-સહાય જૂથ (એસએચજી) અને ગ્રામ પંચાયતો

નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના માળખામાં સૂચવવામાં આવેલી સ્વ-સહાય જૂથ (એસએચજી) નેટવર્કની જવાબદારીઓમાં ગ્રામસભા તથા પંચાયતનાં અન્ય મંચમાં સક્રિયપણે ભાગ લેવો, સમુદાય આધારિત દેખરેખ થકી પ્રતિભાવ આપવો અને પંચાયતોને તેમની વિકાસકીય પહેલ અને આયોજનની પ્રવૃત્તિઓમાં મદદ કરવાનો સમાવેશ થાય છે. એનઆરએલએમ માળખામાં પંચાયતી રાજ સંસ્થાઓ માટે નક્કી કરવામાં આવેલી ભૂમિકામાં બીપીએલ પરિવારોની ઓળખ કરીને તેમાંથી અત્યંત ગરીબ અને વંચિત પરિવારોને પ્રાથમિકતા આપીને તેમને સ્વ-સહાય જૂથમાં સક્રિય કરવા, વિવિધ તબક્કે સ્વ-સહાય જૂથને મદદ કરવી અને તેમને અસરકારક કામગીરી માટે પાયાની સુવિધાઓ પૂરી પાડવી, પંચાયતી રાજ સંસ્થાઓનાં વાર્ષિક આયોજનો અને પ્રવૃત્તિઓમાં સ્વ-સહાય જૂથ અને તેમનાં મંડળોની પ્રાથમિક માગ માટે સુયોગ્ય નાણાંકીય ફાળવણી કરવી અને સ્વ-સહાય જૂથ વતી વિવિધ વિભાગો તથા કચેરીઓ સાથે સહનિર્દેશન કરવું.

ગરીબ વર્ગની નિષ્ક્રિય સહભાગિતાને ગ્રામ સભામાં અભિપ્રાયના મંથન, પ્રતિભાવ અને જરૂરિયાતની અભિવ્યક્તિમાં પરિવર્તિત કરવી એ લોકશાહી વિકેન્દ્રીકરણ સામેનો મોટો પડકાર છે. નાગરિકોને સાંકળતા આવશ્યક ક્ષેત્ર સિવાય, પંચાયત અને સ્વ-સહાય જૂથ નેટવર્ક વચ્ચે સહકારનાં પરંપરાગત ક્ષેત્રો છે, જે સેવા પૂરી પાડવા તથા કાર્યક્રમની પહોંચ માટે લાભદાયી નીવડી શકે છે. મજબૂત સ્વ-સહાય જૂથ સક્રિયપણે કામગીરી કરવા ક્ષેત્રે અને સહભાગિતા ક્ષેત્રે મદદરૂપ બની શકે છે, તેમ જ જ્ઞાનનો પ્રસાર કરવામાં મદદરૂપ નીવડી શકે છે. જેના કારણે પંચાયતને પોતાની કામગીરીની પહોંચ વિસ્તારવામાં મદદ મળી રહેશે. સ્વ-સહાય જૂથની દ્રષ્ટિએ જોતાં, આ પગલું સ્વ-સહાય જૂથનાં સભ્યોને મળવાપાત્ર લાભ સુધીની તેમની પહોંચ વધારવામાં ઉપયોગી નીવડશે.

નાગરિકત્વ અને સંકલન

પોતાનાં નિયંત્રણ હેઠળનાં સંસાધનો માટેના આયોજનમાં ગરીબ વર્ગ માટેનાં મંડળોને સામેલ કરવાની પંચાયતની જવાબદારી છે. આ જવાબદારી ફક્ત સહભાગી આયોજન પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરવા પૂરતી મર્યાદિત ન રહેતાં સક્રિય, જવાબદેય વહીવટ પૂરો પાડવા સુધી વિસ્તરે છે. સ્થાનિક સ્તરે વિસ્તૃત સહભાગિતાયુક્ત પ્રક્રિયા સાથેનું આયોજન અગાઉ હાથ ધરાઈ ચૂક્યું છે પરંતુ તે સાર્વત્રિક ધોરણે કે સંસ્થાકરણના આટલા સ્તરે હાથ નથી ધરાયું. જીપીડીપી સામુદાયિક માળખાંઓને આ પ્રક્રિયાઓનો અમલ કરવાની તથા રોજિંદી અને ઉપરછલ્લી સહભાગિતાને સક્રિય અને દ્રઢ નાગરિકત્વમાં પરિવર્તિત કરવાની તક પૂરી પાડે છે. આ ઈન્ટેન્સિવ પાર્ટિસિપેટરી પ્લાનિંગ એકસરસાઈઝ (આઇપીપીઇ) પાસેથી શીખવાની અને ગ્રામ પંચાયત દ્વારા તેને આયોજનની પ્રક્રિયાઓ સાથે જોડવાની તક છે. એનઆરએલએમની સંસ્થાઓ માટે આ જોડાણ, લાભો તથા અધિકારો ગરીબ વર્ગો સુધી પહોંચાડવાની અને સમાનતા અને ન્યાયપૂર્ણતા માટેના જવાબદાર વહીવટમાં પરિણમે તેવાં લોકશાહી સમીકરણો વિકસાવવાની તકસમાન છે.

વર્તમાન અનુભવ

જો કે, એ હકીકત પણ સ્વીકારવી રહી કે પંચાયતી રાજ સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથોેના અર્થપૂર્ણ જોડાણનો અનુભવ ફક્ત દેશના ગણ્યા-ગાંઠ્યા પ્રદેશો પૂરતો જ સીમિત રહ્યો છે. આવા યથાર્થ અનુભવના અભાવને પરિણામે પંચાયતોના સ્વ-સહાય જૂથ સાથેના જોડાણનો વિચાર જેને નક્કરપણે અમલમાં ઉતારવો શક્ય ન હોય, તેવો સૈદ્ધાન્તિક તર્ક બનીને રહી ગયો છે. તાલીમમાં વિવિધ યોજનાઓ થકી કાં તો સમુદાયને અથવા તો પંચાયતને લક્ષ્યમાં રાખવામાં આવે છે પરંતુ વ્યાપક સામાન્ય હિત માટે તેમનું જોડાણ કરવાનું કામ સરકાર કે કચેરીઓ અને મદદ પૂરી પાડતી સ્વૈચ્છિક સંસ્થાઓની તાલીમ પ્રક્રિયામાં કરવામાં નથી આવ્યું.

ગરીબ વર્ગને તેમના અધિકાર તથા મળવાપાત્ર લાભ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે પંચાયતો અને સામુદાયિક સંગઠનોએ સાથે મળીને કામ કર્યું હોવાના દ્રષ્ટાંતો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મોજૂદ છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં પણ આ પ્રકારનાં જોડાણના કિસ્સાઓ નોંધાયાં છે પરંતુ આવી સહિયારી કામગીરીનું સંસ્થાકીય સ્તરે સાર્વત્રિકરણ કરવામાં આવ્યું હોવાનો એકમાત્ર કિસ્સો કદાચ ફક્ત કેરળમાં જ નોંધાયો છે.

કુડુમ્બશ્રી રાષ્ટ્રીય સંસાધન સંગઠન અને પંચાયતી રાજ સંસ્થાઓ - સ્થાનિક સંગઠનોના જોડાણના પ્રોજેક્ટ્સ કેરળ સ્થિત કુડુમ્બશ્રી ગ્રામ પંચાયતોનાં સ્વ-સહાય જૂથના નેટવર્ક સાથેના જોડાણ માટેના પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે નેશનલ રિસોર્સ ઓર્ગેનાઇઝેશન (એનઆરઓ - રાષ્ટ્રીય સંસાધન સંગઠન) તરીકેની તેની ભૂમિકાના ભાગરૂપે સ્ટેટ રૂરલ લાઇવલીહૂડ મિશન (એસઆરએલએમ)ને સહાય પૂરી પાડવાની જવાબદારી ધરાવે છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય એનઆરએલએમ સામુદાયિક સંગઠનો અને ગ્રામ પંચાયતોની સહિયારી કામગીરી પ્રત્યે રાજ્ય/પેટા-રાજ્ય અભિગમ વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટ ગ્રામ પંચાયત દ્વારા અમલીકૃત આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાની યોજનાઓ ગરીબો માટે પ્રાપ્ય કરાવવા માટેના ઉપાયો તથા પદ્ધતિઓ વિકસાવવા પર ભાર મૂકે છે. આ ઉપરાંત, તેઓ વધુ મજબૂત અને આદર્શ લક્ષ્યાંકોની સહાય પૂરી પાડવા માટે પંચાયતને સક્ષમ બનાવે તેવા સંબંધો પ્રસ્થાપિત કરીને સામાજિક ન્યાય માટે પંચાયતોને સશક્ત બનાવવા માટે મદદ પૂરી પાડવા ઈચ્છે છે. આવું જોડાણ ગરીબ વર્ગને સીધા સામાજિક અને આર્થિક લાભ તરફ દોરી શકે છે તે દર્શાવીને આ પ્રોજેક્ટ્સ સ્થાનિક સરકાર અને ગરીબ વર્ગ માટેની સંસ્થાઓ વચ્ચેના સાતત્યપૂર્ણ જોડાણ માટેનો માર્ગ મોકળો કરે છે. આ પ્રક્રિયામાં, એસઆરએલએમ રાજ્યમાં આ કામગીરીને બહેતર રીતે આગળ ધપાવી શકે તેવા તાલીમબદ્ધ અને અનુભવી સામુદાયિક રિસોર્સ પર્સનની શ્રેણી પણ વિકસાવશે.

જોડાણના પ્રોજેક્ટના ભાગરૂપે વિકસાવવામાં આવેલા વિવિધ સહભાગિતાયુક્ત ઉપાયો તથા પદ્ધતિઓ જીપીડીપી હેઠળના સ્થાનિક આયોજનની પ્રાથમિકતાઓનો પડઘો પાડે છે, જેમાં નીચેની કામગીરીનો સમાવેશ થાય છેઃ

1. ગરીબ પરિવારોને તેમના અધિકારો પ્રાપ્ત કરવા આડે આવતી અડચણો વિશે જાણકારી મેળવવા તથા ગરીબ પરિવારોમાં તેમના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ગ્રામ પંચાયત સ્તરે એકત્રીકરણ સાથે સ્વ-સહાય જૂથ સ્તરે પાયાની સેવાઓ મેળવવા માટે સહભાગી મૂલ્યાંકન (પાર્ટિસિપેટરી એસેસમેન્ટ ઓફ એન્ટાઇટલમેન્ટ્સ- પીએઇ)ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

2. ગ્રામ પંચાયત કક્ષાએ કામગીરી હાથ ધરવા માટે અને ક્ષમતા વર્ધન કરવામાં મદદરૂપ થવા માટેના ચાવીરૂપ માનવ સંસાધન તરીકે માનવ સંસાધન - સ્થાનિક સંસાધન જૂથ (લોકલ રિસોર્સ ગ્રૂપ એલઆરજી)ને તાલીમ પૂરી પાડવામાં આવી.

3. ગ્રામ સભામાં ભાગ લેવા માટે સ્વ-સહાય જૂથ દ્વારા મહિલાઓને એકત્રિત કરીને કામગીરી સોંપવી. ગ્રામ સભા સમક્ષ રજૂ કરવાના મુદ્દાઓની અગાઉથી ચર્ચા કરવી.

જાન્યુઆરી 2014માં મહારાષ્ટ્ર, અસમ, ઝારખંડ અને ઓરિસ્સામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલા પંચાયતી રાજ સંસ્થા - સમુદાય આધારિત સંગઠન સંકલનના પ્રોજેક્ટ્સ ગરીબ પરિવારો ગ્રામ પંચાયત દ્વારા અમલીકૃત આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાની યોજનાઓનો લાભ મેળવી શકે તે માટેની પદ્ધતિઓ તથા ઉપાયો વિકસાવવા પર ભાર મૂકે છે. આ પ્રોજેક્ટ્સ એવાં સ્થાનિક જૂથો રચવાની કામગીરી કરે છે, જે મુખ્યત્વે ગ્રામ પંચાયત-સમુદાય આધારિત સંગઠનો (મુખ્યત્વે એસએચજી મંડળોના) જોડાણનાં પાસાંઓ પર ધ્યાન આપતાં હોય, અધિકારોનું આલેખન કરવા માટે સામુદાયિક પ્રવૃત્તિઓ હાથ ધરતાં હોય અને તેને લગતા મુદ્દાઓની ગ્રામ સભામાં રજૂઆત કરતાં હોય, સ્વ-સહાય જૂથની મહિલાઓને ગ્રામ પંચાયતની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં સાંકળવા માટે પંચાયતી રાજ સંસ્થાનાં સભ્યો, ખાસ કરીને સરપંચ અને મહિલા સભ્યો સાથે કામ કરતાં હોય, એસએચજી નેટવર્કમાં સમાવિષ્ટ ગરીબ પરિવારોને પેટા સમિતિઓમાં સક્રિય કરવાની કામગીરી કરતાં હોય. ગ્રામ સભામાં ગરીબ વર્ગની મહિલાઓની સહભાગિતામાં વધારો, યોજનાના અમલીકરણમાં સુધારો તથા વિકાસલક્ષી યોજનાઓ અંગેની જાગૃતિમાં વૃદ્ધિ, પંચાયતો તથા મહિલા સંગઠનો વચ્ચે એકમેક પરના વિશ્વાસમાં વધારો એ જોડાણના પ્રોજેક્ટના ફાયદા છે. પ્રોજેક્ટ હેઠળના વિસ્તારોમાં પ્રોજેક્ટની શરૂઆત થયા બાદ મહારાષ્ટ્રમાં સામેલ થતી સ્વ-સહાય જૂથની મહિલા સભ્યોની સંખ્યામાં 40 ટકાનો વધારો તથા અસમમાં ગ્રામ સભામાં સામેલ થતી સ્વ-સહાય જૂથની મહિલા સભ્યોની સંખ્યામાં 60 ટકાનો વધારો નોંધાયો હતો. પ્રોજેક્ટને પગલે એમજીનરેગા હેઠળ જોબ કાર્ડ મેળવનાર સ્વ-સહાય જૂથ નેટવર્કમાં સમાવિષ્ટ પરિવારોની સંખ્યામાં પણ 10થી 40 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. ઈન્ટેન્સિવ પાર્ટિસિપેટરી પ્લાનિંગ એક્સરસાઈઝ (આઇપીપીઇ), સ્વચ્છ ભારત અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સ્થાનિક સ્તરે વેગવાન બની રહે છે ત્યારે, સ્થાનિક વહીવટ તથા વિકાસના આયોજનને મજબૂત બનાવવા માટે, અમલીકરણનાં માળખાંઓ અને ગ્રામીણ આજીવિકાના વિકાસને વધારવા માટે આ પ્રોજેક્ટની સંભવિતતાની સમજ મેળવીને તાકીદે તેનો અમલ કરવો જરૂરી છે. સમુદાયની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સહભાગિતા અને પંચાયતનું મજબૂત નેતૃત્વ એ આ કામગીરીને સાતત્યપૂર્ણ ધોરણે સફળ બનાવવા માટેની પૂર્વશરત છે.

શિબિરનો ઉદ્દેશ્ય

સહભાગી આયોજન માટે પંચાયત - સ્વ-સહાય જૂથ જોડાણ પરની શિબિરના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છેઃ

1. ગરીબ પરિવારો માટેની સંસ્થાઓ માટે પંચાયતો શું કરી શકે અને સ્વ-સહાય જૂથ મંડળો પંચાયતોની વિકાસ અને કલ્યાણકારી કાર્યો માટેની પહેલને કેવી રીતે સહાય પૂરી પાડી શકે તે અંગે સ્પષ્ટતા વિકસાવવી.

2. પંચાયતી રાજ સંસ્થાઓ - સમુદાય આધારિત સંગઠનોના જોડાણ સ્થાપિત કરવા માટેની જરૂરિયાત અને વ્યૂહરચનાઓ અંગે ચાવીરૂપ લોકોમાં સામાન્ય એકમત પ્રસ્થાપિત કરવો.

3. ખાસ કરીને જીપીડીપીના એમજીનરેગા, સ્વચ્છ ભારત અને એનઆરએલએમ સાથેના સમન્વયના સંદર્ભમાં સ્વ-સહાય જૂથ સાથેના પંચાયતી રાજ સંસ્થાઓના જોડાણ માટે રાજ્ય કક્ષાનાં ક્ષમતા વર્ધનનાં આયોજનો વિકસાવવાં.

4. પંચાયતો તથા એનઆરએલએમનાં સ્વ-સહાય જૂથના મંડળો વચ્ચેનાં સાતત્યપૂર્ણ સંબંધો આગળ ધપાવવા માટે રાજ્ય સ્તરનું ચોક્કસ આયોજન વિકસાવવું.

વ્યક્તિગત અનુભવો

પંચાયતી રાજ સંસ્થા-સમુદાય-આધારિત સંગઠનોના સંકલન પ્રોજેક્ટ અંગેના વ્યક્તિગત અનુભવો

મહારાષ્ટ્રના વર્ધાની રેખાબહેને વર્ણવેલો અનુભવ પંચાયતી રાજ સંસ્થાઓ-સમુદાય આધારિત સંગઠનોના સંકલનનો પ્રોજેક્ટ સ્થાનિક કક્ષાએ કેવી રીતે કામ કરે છે તે દર્શાવે છે.

રેખા અત્રા, પ્રમુખ, જય દુર્ગા સ્વ-સહાય જૂથ ફતેહપુર ગ્રામ પંચાયત, દેવલી તાલુકો, વર્ધા જિલ્લો, મહારાષ્ટ્ર

અઢી વર્ષ પહેલાં, અન્ય મહિલાઓ સાથે મળીને સ્વ-સહાય જૂથ રચવામાં મેં અગ્રેસર ભૂમિકા નીભાવી. અમારૂં માનવું હતું કે જો અમે સાથે મળીને એક સ્વ-સહાય જૂથની રચના કરીશું, તો અમે અમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકીશું અને એ વિચારને ધ્યાનમાં રાખીને અમે અમારા સ્વ-સહાય જૂથની રચના કરી. અગાઉ સ્વ-સહાય જૂથમાં મારી સામેલગીરીને મારો પરિવાર શંકાની નજરે જોતો હતો. તેમને લાગતું હતું કે આ સમયનો વ્યય છે અને આવા મંડળને કારણે મારે અન્ય સ્ત્રીઓ સાથે બિનજરૂરી તકરાર થશે. વળી, મંડળનાં સભ્યો નિયમિતપણે મળતાં ન હોવાથી અમારૂં સ્વ-સહાય જૂથ પણ ખાસ સક્રિય ન હતું. પરંતુ, મારા ગામના સ્વ-સહાય જૂથે ગયા વર્ષે ઓગસ્ટમાં યોજાયેલા વનિતા સબળીકરણ (પાયાની સેવાઓ મેળવવા માટે સહભાગી મૂલ્યાંકન)માં ભાગ લીધો, ત્યાર બાદ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. આ પ્રવૃત્તિમાં ભાગ લેવાથી અમને ભરપૂર માહિતી મળી અને સાથે જ અમારામાં - મહિલાઓ પણ જીવનમાં સ્વ-નિર્ભર થઈને આગળ ધપી શકે છે તેવા વિશ્વાસનો સંચાર થયો.

અગાઉ પુરુષો મહિલાઓને હતોત્સાહ કરતા હોવાથી અને તેમને કુટુંબનાં ખેતરોમાં કામ કરવાનું જણાવતા હોવાથી મારા ગામની મહિલાઓ એમજીનરેગાનાં કાર્યોમાં ભાગ લેતી ન હતી. પરંતુ, વનિતા સબળીકરણમાં ભાગ લીધા બાદ, અમારા સ્વ-સહાય જૂથની આઠ સભ્યોએ અને મેં એમજીનરેગા હેઠળ કામ કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં અમે ફક્ત એક અઠવાડિયા સુધી જ કામ કર્યું છે, પણ એ કામ કરવામાં અમને એટલો આનંદ આવ્યો છે કે અમે આખું વર્ષ એમજીનરેગાનું કામ કરવા માંગીએ છીએ. હાલમાં અમે એમજીનરેગા હેઠળ માર્ગોની સફાઈ કરી રહ્યાં છીએ. ઘણા સમયથી અમારી પાસે જોબ કાર્ડ મોજૂદ હોવા છતાં તે કાર્ડ વિશે અમને કોઈ જાણકારી ન હતી. જ્યારે આજે, જોબ કાર્ડ અમારા માટે એટલું મહત્વનું છે કે તે કાર્ડ ખોવાઈ ન જાય તે માટે હંમેશા અમે તેને બેગમાં અમારી પાસે જ રાખીએ છીએ. હવે, અમારા ગામની તમામ મહિલાઓ એમજીનરેગાનાં કાર્યમાં જોડાવા ઈચ્છે છે અને પુરુષો પણ મહિલાઓને એમજીનરેગા હેઠળ કામ કરવા માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

અમારા ગામમાં સ્વચ્છતાને કદી પણ પ્રાથમિકતા આપવામાં આવતી નહોતી. મારા સ્વ-સહાય જૂથમાં મહિલાઓ તેમનાં ઘરોમાં શૌચાલયો બાંધવાની શું જરૂર છે તેવો સવાલ કરતી હતી અને તે માટે આર્થિક કારણો આગળ ધરતી અને ખુલ્લામાં હાજતે જવા માટે ગામની પડતર જમીન તો છે તેવો જવાબ આપતી હતી. જો કે, વનિતા સબળીકરણ બાદ તેમને શૌચાલયનું મહત્વ સમજાયું અને હવે દરેક સ્ત્રી તેના ઘરમાં શૌચાલય બંધાવવા ઈચ્છે છે. ઘરમાં શૌચાલય ન હોવાથી અગાઉ તેમને કોઈ ફેર નહોતો પડતો પણ આજે 'સ્વચ્છ ભારત અભિયાન' જેવી યોજનાઓનાં લાભાર્થીઓની યાદીમાં તેમનું નામ સામેલ છે કે કેમ તે જાણવા માટે તેઓ અવાર-નવાર તપાસ કરે છે. વળી, વનિતા સબળીકરણને કારણે મારા ગામનાં સ્ત્રી-પુરુષોના અભિગમમાં પણ સમૂળગું પરિવર્તન આવ્યું છે. હવે કુટુંબના સભ્યો મહિલાઓને સ્વ-સહાય જૂથ બેઠકમાં ભાગ લેતાં કે એમજીનરેગા હેઠળ કામ કરતાં અટકાવતા નથી. અગાઉ મારાં સાસુ મને સ્વ-સહાય જૂથ બેઠકમાં ભાગ લેવાના બહાને હું સમય વેડફું છું એવું મ્હેણું મને મારતાં હતાં. પણ હવે, મારાં સાસુ પણ સ્વ-સહાય જૂથનાં સભ્ય છે. જ્યારે પણ બેઠક હોય, ત્યારે મારાં સાસુ મને બેઠકમાં હાજર રહેવાનો આગ્રહ કરે છે અને હું બેઠકમાં જાઉં, ત્યારે ઘરનાં કામોની સંભાળ લે છે. આ ઘણું મોટું પરિવર્તન છે. કુટુંબનો આ સહકાર મને આગળ ધપવાની પ્રેરણા પૂરી પાડે છે.

મારા ગામમાં 15-16 એસએચજી હોવા છતાં, તમામ એસએચજીની એક પણ મહિલા લઘુ ઉદ્યોગ (માઇક્રો એન્ટરપ્રાઇઝ) નથી ચલાવતી. એમજીનરેગાનું કાર્ય પૂરું થયા બાદ મારી પાસે અને સ્વ-સહાય જૂથના સભ્યો પાસે ફાજલ સમય રહેતો હોય છે. આ સમયનો ઉપયોગ કરીને હું ટૂંક સમયમાં લઘુ ઉદ્યોગ શરૂ કરવા માંગું છું. તાજેતરમાં જ મને પાડોશના ગામની સ્વ-સહાય જૂથની મહિલા સભ્યોએ અથાણાં અને પાપડ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો હોવાની જાણ થઈ છે. અમારા સ્વ-સહાય જૂથનાં કેટલાંક સભ્યો અને હું રૂ.10,000ના પ્રારંભિક રોકાણ સાથે આ જ પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માંગીએ છીએ. આ માટેની મારી સ્વ-સહાય જૂથની લોનની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. ભવિષ્યમાં વ્યવસાયનું વિસ્તરણ કરીને અન્ય ખાદ્ય ચીજો પણ બનાવવાનું અને અમારા સ્વ-સહાય જૂથનાં તમામ સભ્યોને આજીવિકાની પૂરતી તકો મળી રહે તે સુનિશ્ચિત કરવાનું મારૂં આયોજન છે. મારી યોજનાઓ ઘણી વિશાળ છે અને તે યોજનાઓ સાકાર કરવા માટે હું આશાવાદી છું!

બાળ અધિકારોની સમસ્યાના નિવારણમાં પંચાયતોની ભૂમિકાઃ માહિતી અને કામગીરી

73મા બંધારણીય સુધારા અને સ્ટેટ પંચાયતી રાજ એક્ટમાં જણાવ્યા અનુસાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજન અને અમલીકરણમાં તથા સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવામાં પંચાયતી રાજ સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે.

ગ્રામ પંચાયત ગ્રામસભામાં લોકોની સહભાગિતા થકી અસરકારક રીતે ગુણવત્તાલક્ષી અને ઉત્તરદાયિત્વયુક્ત સેવા પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરી શકે છે. તમામ વંચિત જૂથોના રક્ષણ માટે આ જરૂરી હોવા ઉપરાંત પંચાયતો બાળકોના અધિકારોના રક્ષણ માટે વિશેષ જવાબદારી ધરાવે છે. અન્ય કોઈપણ જૂથ કરતાં બાળકો સૌથી વધુ દયનીય સ્થિતિ ધરાવતાં હોય છે. તેઓ નજીવી રાજકીય કે સામાજિક સત્તા ધરાવે છે.

ગ્રામીણ સ્તરે બાળકો પર અસર કરતા પ્રશ્નો પર ધ્યાન આપવા માટે ગ્રામ પંચાયતોએ નાની બાળકીઓ સહિત તમામ બાળકો માટે યોગ્ય અધિકારો આધારિત માળખું, સામાજિક ન્યાય કાયદાઓ અને કાર્યક્રમો તથા યોજનાઓનો અમલ કરવા અંગે સ્પષ્ટ સમજૂતી અને કૌશલ્ય ધરાવવાં જરૂરી છે. ઉપરાંત ભારતે સંયુક્ત રાષ્ટ્રના 1992માં મંજૂર કરેલા 'યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ' (યુએનસીઆરસી) પરની યુનાઇટેડ નેશન્સની સભામાં નક્કી કરવામાં આવેલા અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાન્તો વિશે સમજૂતી મેળવવી પણ જરૂરી છે. આ સભામાં દેશમાં બાળ અધિકારોને વેગ આપવાની જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો છે અને સાથે જ, (ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત) સમુદાય કઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે દર્શાવ્યું છે.

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બે તાલુકાઓ (વિજયનગર અને પોશીના)માં સરપંચ, નાયબ સરપંચ અને સભ્યો (જેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 31 ટકા હતું)ને સમાન સંખ્યામાં સમાવિષ્ટ કરીને પંચાયતના 52 સભ્યો સાથે 20 ગ્રામ પંચાયતોમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પાછળનો હેતુ સીઆરસી (અસ્તિત્વ ટકાવી રાખવું, વિકાસ, રક્ષણ અને સહભાગિતા) ક્ષેત્રે બાળકોના અધિકારોની ચાર શ્રેણી અંગે ઉત્તરદાતાઓની જાણકારી અને સમજૂતીના સ્તર તથા પંચાયતમાં અધિકારોને વેગ આપવા સાથે સાંકળવામાં આવેલી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવાનો છે.

કેટલાંક ચાવીરૂપ તારણો:

બાળ અધિકારો અંગે જાગૃતિ અને સમજૂતી

  • પંચાયતી રાજ અંગે તાલીમ મેળવનારા ઉત્તરદાતાઓઃ 50 ટકા
  • બાળકો સંબંધિત વિષયો અંગે તાલીમ મેળવનારા ઉત્તરદાતાઓઃ પાંચ (5) ટકા
  • સ્પષ્ટપણે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની તાલીમમાં બાળકો તથા તેમના અધિકારો પર પૂરતો ભાર મૂકવામાં નથી આવતો.
  • 18 વર્ષ કરતાં ઓછી વયની વ્યક્તિ બાળક તરીકે સમાવિષ્ટ છે તે સમજૂતીઃ 52 ટકા
  • છથી 15 વર્ષની વયની વ્યક્તિ બાળક ગણાય છે તેવું જણાવનારા ઉત્તરદાતાઓઃ 48 ટકા
  • બાળકોના રક્ષણ અને બાળ અધિકારોને વેગ આપવા માટેની કામગીરી હાથ ધરવા માટે આ પાસાં અંગે યોગ્ય અને સાચી સમજ વિકસાવવી અત્યંત જરૂરી છે, પરંતુ, મોટાભાગના ઉત્તરદાતાઓમાં આ સમજનો અભાવ વર્તાય છે.
  • મહત્તમ સ્તનપાન અને પૂરતું રસીકરણ એ બાળકોના આરોગ્ય માટેની ચાવીરૂપ જરૂરિયાતો છેઃ 82 ટકા
  • બાળકોના સ્વાસ્થ્ય માટે યોગ્ય જળ અને સ્વચ્છતાની સુવિધા તેમ જ પોષણ જરૂરી છેઃ 62 ટકા
  • એનેમિયા (પાંડુરોગ) આરોગ્યની સામાન્ય સમસ્યા ગણાય છેઃ 11 ટકા
  • એનેમિયા (પાંડુરોગ) અને કુપોષણની ગંભીરતા અને તેના વ્યાપને ધ્યાનમાં રાખતાં પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓને તે વિશે બહેતર જાણકારી હોય તથા તેઓ આ અંગે વધુ જાગૃત હોય તે જરૂરી છે.
  • શાળા વ્યવસ્થાપન સમિતિ (સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ) વિશે જાગૃતિઃ 60 ટકા
  • શિક્ષણના અધિકાર વિશે જાગૃતિઃ 37 ટકા
  • શિક્ષણના અધિકારથી વાકેફ ન હોય તેવા, ગ્રામ પંચાયત સ્તરના પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓની આટલી ઊંચી ટકાવારી ચિંતાનો વિષય છે. પ્રાથમિક શિક્ષણના વહીવટને આકાર આપવામાં ગ્રામ પંચાયત સીધી ભૂમિકા ભજવે છે. બાળકોને ફરજિયાત અને વિના મૂલ્યે શિક્ષણની જોગવાઈ - શિક્ષણના અધિકારના આ એકમાત્ર પાસાંથી મોટાભાગના ઉત્તરદાતાઓ વાકેફ હતા.
  • જો બાળક પુખ્ત વયની વ્યક્તિ સાથે ગેરવર્તણૂંક કરે અથવા તો તેમની આજ્ઞાનું પાલન ન કરે તો બાળકને મારવું યોગ્ય છેઃ 36 ટકા.
  • બાળકના રક્ષણ અંગેની સરકારી વ્યવસ્થાથી વાકેફઃ 20 ટકા.
  • અમારા ગામમાં બાળકની જાતીય પજવણીનો બનાવ બન્યો નથીઃ    88 ટકા.

બાળકો પ્રત્યેનો અભિગમ બાળકોના રક્ષણ માટેની જરૂરિયાતને આપવામાં આવતા મહત્વ સાથે સીધું જોડાણ ધરાવે છે. બાળકને શિસ્તના પાઠ શીખવવા માટે સામાન્ય રીતે શારીરિક શિક્ષા કે તેને ફટકારીને શીખવવાનો માર્ગ અપનાવવામાં આવે છે. ગ્રામીણ પ્રદેશોમાં શારીરિક પજવણી વિશે વાત કરવી ક્ષોભજનક તથા હીણપતભરી બાબત ગણાય છે અને કોઈ પણ વય જૂથ દ્વારા તે વિશે જાહેરમાં કરવામાં આવતી વાત કે ચર્ચાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. કદાચ, આ કારણસર જ મોટાભાગના ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, બાળકની જાતીય પજવણીનો એક પણ કિસ્સો તેમની જાણમાં આવ્યો નથી. આ વિષય અંગે પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓને જાગૃત કરવા તથા જુદા-જુદા પ્રકારની જાતીય પજવણીનો ભોગ બનનારાં બાળકો પ્રત્યે સંવેદનશીલતા સાથે તેમનો સ્વીકાર કરવા માટે તેમને માર્ગદર્શન પૂરૂં પાડવું જરૂરી છે.

  • બાળ પંચાયતના વિચારથી પરિચિતઃ 0 ટકા
  • બાળ ગ્રામ સભાના વિચારથી પરિચિતઃ 0 ટકા.

પંચાયતના 52 પૈકીના એક પણ પ્રતિનિધિ આવા મંચની જરૂરિયાત વિશે ફોડ પાડી શક્યા ન હતા. આ પ્રકારના નિયમિત મંચ થકી બાળકોની સહભાગિતાનો અમલ દેશનાં ગણ્યા-ગાંઠ્યાં સ્થળોએ કરવામાં આવે છે અને આ કામગીરીના મૂલ્ય વિશે મર્યાદિત પ્રચાર કરવામાં આવે છે.

બાળ અધિકારો માટે ગ્રામ પંચાયતમાં કરવામાં આવતી વર્તમાન કામગીરી

બાળકો, ખાસ કરીને જેમને કાળજી અને રક્ષણની જરૂર હોય તેવાં બાળકો વિશેની વિગતો (ડેટા) પંચાયતમાં એકત્રિત કરવો તથા તેની જાળવણી કરવી. બાળકો માટેની કામગીરીનું આયોજન તથા લક્ષ્યાંકો નક્કી કરવા માટેનું આ પ્રથમ તથા આવશ્યક ચરણ છે.

  • ગામમાં થતા જન્મ વિશેની માહિતીઃ 67 ટકા
  • વિકલાંગતા ધરાવનારાં બાળકો વિશેની માહિતીઃ 23 ટકા
  • અનાથ તથા સ્થળાંતર કરતાં બાળકો વિશેની માહિતીઃ 11 ટકા.
  • ગૂમ થયેલાં બાળકો વિશેની માહિતીઃ 6 ટકા.

આ ઉપરાંત ગ્રામ પંચાયત પાસે સેવા પૂરી પાડનારા લોકોના સંપર્કની વિગતો હોવી જરૂરી છે.

ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ સેવા પૂરી પાડનારના સંપર્કની વિગતોઃ      50 ટકા.

ચાઇલ્ડલાઇન વિશે જાણકારી અને સંપર્કની વિગતોથી વાકેફઃ 33 ટકા.

આ અભ્યાસનાં પ્રસ્તુત તથા અન્ય તારણો પરથી માલૂમ પડે છે કે બાળ અધિકારો વિશેની માહિતીનું સ્તર, તે અંગેની સમજ તથા તે સાથેના જોડાણનું સ્તર નીચું છે. તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં તાલીમ મોડ્યૂલ્સમાં ઉપરોક્ત બાબતો પર ધ્યાન આપવામાં આવતું નથી તે પણ એક ચાવીરૂપ પરિબળ છે. આ પ્રતિનિધિઓ પણ વૈકલ્પિક દ્રષ્ટિકોણ વિકસાવી શકે તેવો અનુભવ નથી ધરાવતા. આ મુદ્દા પર ધ્યાન આપવા માટે માહિતીની જોગવાઈ પૂરતી નથી. તેની સાથે-સાથે બાળકો પ્રત્યેના અભિગમની પુનઃસમીક્ષા કરવી જરૂરી છે, બાળકો પર આચરવામાં આવતી હિંસા તથા તેમના શોષણ વિશે જાણવાની તથા આ હકીકત સ્વીકારવાની મુક્તતા કેળવવી જરૂરી છે. આ તમામ પાસાંઓ અંગે તાલીમ પૂરી પાડતી વખતે સહભાગીઓ પોતાના અનુભવો ચકાસવામાં સક્રિયપણે સામેલ થાય તથા નવી પરિસ્થિતિમાં પોતાને મળેલું શિક્ષણ લાગુ કરે તેવી સહભાગિતાની પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે.

ગુજરાત રાજ્યના કચ્છનો અનુભવ

સ્થળાંતરનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવીઃ ગુજરાત રાજ્યના કચ્છનો અનુભવ

'ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર્સ' દ્વારા વર્ષ 2015માં સીએસઆરની પ્રશંસનીય કામગીરી અંગે કેસ સ્ટડી મંગાવવામાં આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે અમદાવાદ સ્થિત 'કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ' (સીએફટી) દ્વારા કેસ રજૂ કરવામાં આવ્યો હતો, જેને એનજીઓની શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કુ. ઉષા એસ. શ્રીવાસ્તવ, એરિયા મેનેજર, 'કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ' (સીએફટી) દ્વારા લખવામાં આવેલા આ કેસની સંક્ષિપ્ત આવૃત્તિ અહીં રજૂ કરવામાં આવી છે.

આ લેખમાં જે કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે મીઠાના અગર બનાવતા પરિવારોનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અને પહોંચમાં સુધારો કરવા અંગે સીએફટી દ્વારા કરવામાં આવેલી કામગીરી સંદર્ભે છે. આ પરિવારો સમાજના નબળા, ગરીબ અને સીમાંત વર્ગમાંથી આવતા હોય છે. અગરિયાઓના પરિવાર સાથે તેમનાં બાળકો પણ સ્થળાંતર કરે છે અને વર્ષ દરમિયાન 6-8 મહિના મીઠાના અગરના વિસ્તારમાં ગાળે છે. તેના કારણે તેઓ શિક્ષણની પાયાની સુવિધાઓથી વંચિત રહે છે અને ગામમાં પરત ફરે, ત્યારે ઔપચારિક શાળા વ્યવસ્થાને તેઓ અપનાવી શકતાં નથી.

'કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ' (સીએફટી), 'અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન' (એઆઇએફ)ની સહાય થકી 2005થી ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકાઓમાં સ્થળાંતર કરતા સમુદાયનાં બાળકો માટે શિક્ષણ અંગેના કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. આ સંગઠન શિક્ષણ અને સ્થળાંતર કાર્યક્રમ (લર્નિંગ એન્ડ માઇગ્રેશન પ્રોગ્રામ - એલએએમપી) થકી સ્થળાંતરનું વધુ પ્રમાણ ધરાવતાં 120 ગામોમાં શિક્ષણની સમસ્યા ક્ષેત્રે કામગીરી કરી રહ્યુંÅ છે. એલએએમપી (લર્નિંગ એન્ડ માઇગ્રેશન પ્રોગ્રામ) મુખ્યત્વે અગરિયા પરિવારોનાં બાળકોને રહેવાની, જમવાની, શિક્ષણની તથા તેમના વિકાસ માટેની અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી સિઝનલ હોસ્ટેલ સ્થાપવા પર ભાર મૂકે છે. જ્યાં બાળકોને પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યા હોય તેવા ગામમાં આવી હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. મોટા ભાગે એ ગામમાં જ બાળકો રહે છે. તેના કારણે બાળકોને નિયમિત શિક્ષણ મળવાની સાથે-સાથે તેઓ રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉજાણી, લેખન-વાચન, ચિત્ર દોરવું વગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે. ઉપરાંત ગણિત, વિજ્ઞાન, ભૂગોળ અને ભાષા જેવા વિષયોનું જ્ઞાન મેળવે છે તેમ જ શિક્ષણની પ્રોત્સાહક પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે જેથી બાળકોનું સ્થળાંતર અટકે છે અને બાળ-મજૂરીમાં જોતરાતાં પણ અટકે છે.

પ્રોજેક્ટ લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ (એલએએમપી)

અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (એઆઇએફ)નો મુખ્ય કાર્યક્રમ લર્નિંગ એન્ડ માઇગ્રેશન પ્રોગ્રામ (એલએએમપી - શિક્ષણ અને સ્થળાંતર કાર્યક્રમ) દેશનાં ચાર રાજ્યોમાં વ્યાપેલો છે તથા શિક્ષણનું સ્તર અત્યંત નીચું હોય તથા શાળાના તમામ તબક્કે શાળા (શિક્ષણ) છોડી દેવાનું પ્રમાણ વધારે હોય તેવા અત્યંત પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં આ કાર્યક્રમ કાર્યરત છે. ગરીબ સમુદાયોએ નબળી આર્થિક પરિસ્થિતિથી પ્રેરાઈને વર્ષના અમુક સમયગાળામાં સ્થળાંતર કરવું પડે છે, તેના પગલે આ સમુદાયોનાં બાળકોને શાળામાંથી ઉઠાડી લેવામાં આવે છે. સમગ્ર પરિવાર દ્વારા સ્થળાંતર કરવામાં આવે, ત્યારે બાળકો પર તેની અનેકવિધ અસરો પડતી હોય છે. બાળકો પણ માતા-પિતા સાથે સ્થળાંતર કરતાં હોવાથી તેમને શાળા છોડવાની ફરજ પડે છે અને તેઓ જોખમી મજૂરીના કામમાં જોતરાય છે. મોટા ભાગે ઇંટોની ભઠ્ઠી, મીઠાના અગર, ખેતીકીય કામગીરી, બાંધકામનાં સ્થળો તેમ જ શોષણ થતું હોય અને બાળ-મજૂરીનું પ્રમાણ અત્યંત ઊંચું હોય તેવાં અન્ય કાર્યો ચાલતાં હોય તેવાં સ્થળોએ સ્થળાંતર કરવામાં આવે છે. જો શિક્ષણને વેગ આપીને બાળ મજૂરીની આ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નહીં આવે, તો બાળકો કિશોર વયનાં થાય તે અગાઉ તેમને પૂર્ણ મજૂરીકામમાં ધકેલી દેવાશે. આમ, બાળકો શાળાએ જાય અને સંપૂર્ણ માધ્યમિક શિક્ષણ મેળવે તે તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટેનો એક માત્ર માર્ગ છે.

ગુજરાત લર્નિગં એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ' (એલએએમપી) કાર્યક્રમને 'ટાટા કેમિકલ્સ' દ્વારા વધારાની સહાય પૂરી પાડવામાં આવે છે. 'કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ' (સીએફટી), ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંતરિયાળ તથા સંસાધનોની અછત ધરાવતા વિસ્તારોમાં શિક્ષણનાં નબળાં પરિણામો સાથે શાળા પૂરી કરવાના અત્યંત નીચે દર જેવી સમસ્યા નિવારવા ક્ષેત્રે કામગીરી કરે છે. ભારતમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન કરતા કચ્છ જિલ્લામાં આશરે 50,000 પરિવારો વર્ષના નિશ્ચિત સમયગાળા દરમિયાન સ્થળાંતર કરે છે અને તેમનાં બાળકો મીઠાના અગર તથા સ્થળાંતરનાં અન્ય સ્થળોએ કામ કરવા માટે શાળા છોડી દે છે. કચ્છમાં સ્થળાંતરનું ઊંચું પ્રમાણ ધરાવતા તાલુકાઓની મહિલાઓમાં શિક્ષણની ટકાવારી 26 ટકા જેટલી નીચી છે. કચ્છમાં 1,952 પ્રાથમિક શાળાઓ અને 299 માધ્યમિક શાળાઓ આવેલી છે. સરકારે દરેક ગામના ઘેરાવાના પાંચ કિલોમીટર વિસ્તારની અંદર માધ્યમિક શાળા હોવી ફરજિયાત કરી હોવા છતાં, કચ્છના કેટલાક તાલુકાઓમાં શાળા ગામથી 12-13 કિમી દૂર આવેલી હોય છે. પ્રાથમિક શાળામાં દાખલ થતા પ્રત્યેક 100 બાળકોમાંથી 67 જેટલાં બાળકો માધ્યમિક (મિડલ) કક્ષા સુધી પહોંચે છે અને તે પૈકીનાં 38 બાળકો માધ્યમિક સુધી પહોંચે છે, જેમાંથી ફક્ત 13 છોકરીઓ હોય છે. માધ્યમિક શાળા પહેલાં શાળા છોડી દેવાનો દર ધોરણ-6 (16 ટકા) અને ધોરણ-7 (26 ટકા)માં ઊંચો હોય છે.

'લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ' (એલએએમપી) પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરસ્પર સંકળાયેલી ચાર ચાવીરૂપ સમસ્યાઓ પર ભાર મૂકીને છોકરીઓના શિક્ષણ પર ખાસ ધ્યાન આપીને કચ્છમાં માધ્યમિક શિક્ષણની માગ, પહોંચ તથા ગુણવત્તા વધારવાનો છે. તેની સમસ્યાઓ આ પ્રમાણે છેઃ (1) ગરીબી, સ્થળાંતર, શિક્ષણની નિમ્ન ગુણવત્તા અને શિક્ષણના નબળા સ્તરને પગલે શાળા છોડી દેવાનું પ્રમાણ (2) સાંસ્કૃતિક અવરોધોને પગલે ખાસ કરીને છોકરીઓના શિક્ષણ માટે પરિવારના સહકાર તથા મદદનો અભાવ (3) શાળા દૂર આવેલી હોવાથી તથા ખર્ચના પરિબળને પગલે માધ્યમિક શાળાઓ સુધીની નબળી પહોંચ (4) પ્રાથમિક સ્તરે અપૂરતા શૈક્ષણિક પાયાને કારણે તથા ઓછાં સંસાધનો અને નબળી કામગીરી ધરાવતી માધ્યમિક શાળાઓને કારણે માધ્યમિક કક્ષાએ શાળા છોડી દેવાનું ઊંચું પ્રમાણ.

એલએએમપી મોડેલમાં માધ્યમિક શિક્ષણના ચાવીરૂપ અવરોધોનો સામનો કરવા માટે સમાંતર રીતે કાર્ય કરતા પરસ્પર જોડાયેલા સુદ્રઢ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છેઃ

છોકરીઓનું સશક્તિકરણ અને છોકરીઓનું શિક્ષણ

છોકરીઓનો આત્મવિશ્વાસ વધે, તેમનું સ્વાભિમાન વધે તથા પરંપરાગત જાતિગત ભૂમિકાઓ નાબૂદ કરવા માટે છોકરીઓને વિવિધ ક્રિયા-પ્રતિક્રિયાત્મક પ્રવૃત્તિઓ પૂરી પાડીને, તેમને નવી સંભાવનાઓ વિશે જાણકારી આપીને, વૈશ્વિક પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવીને, વૈશ્વિક આદર્શ વ્યક્તિઓ (રોલ મોડેલ્સ) વિશે તેમને જાણકારી પૂરી પાડીને તથા સમુદાયની જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તેમને તક પૂરી પાડીને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ (સીએફટી)એ છોકરીઓનાં જૂથો બનાવવામાં મદદ પૂરી પાડી છે. છોકરીઓનાં આ જૂથો કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ (સીએફટી) સહાયક સાથે નિયમિતપણે એકત્ર થાય છે અને આ પ્રોજેક્ટમાં તૈયાર કરવામાં આવેલા છોકરીઓના સશક્તિકર-ણના અભ્યાસક્રમ પર આધારિત માર્ગદર્શન સાથેની ચર્ચાઓમાં જોડાય છે. જૂથ પ્રવૃત્તિઓનાં ઉદાહરણોમાં ફિલ્મ દર્શાવવી, પુસ્તક મંડળ (બુક ક્લબ), વર્તમાન પ્રવાહો (સમાચારનું વાચન તથા તે વિશે જાણકારી આપવી), જાહેર વક્તૃત્વ માટેની શિબિરો, રમત-ગમત અને કલાને લગતી પ્રવૃત્તિઓ, જેમાં નાટક અને સંગીતનો સમાવેશ થાય છે અને પછી સમુદાયમાં તેની સામૂહિક રજૂઆત કરવામાં આવે છે.
શિક્ષણ, સામુદાયિક જોડાણ અને માધ્યમિક શાળામાં પ્રવેશ માટેની સહાયનાં મૂળભૂત કાર્યોની સરળતા અને આ કાર્યોનો સમન્વય એ આ પ્રોજેક્ટની નવતર પહેલ છે. જેવી રીતે પેઢીઓથી ચાલતા દેવાના વિષચક્રમાંથી મુક્ત થવા માટે સ્વ-સહાય જૂથ (એસએચજી) ચળવળ શરૂ કરવામાં આવી, તે જ રીતે આ નવતર પહેલ થકી આ સ્થળાંતર કરનારા વંચિત સમુદાયોમાં શિક્ષિતોની પ્રથમ પેઢીનું સર્જન કરીને નિરક્ષરતાનું વિષચક્ર દૂર કરવામાં આવ્યું છે. આ બાળકોને નજીવી રોકડ રકમની મદદ કરવાનું વલણ છોડવાનો સમય પાકી ગયો છે. બાળકોને રોકડ મદદની નહીં, તેમના શિક્ષણના અધિકારની જરૂર છે.
એલએએમપીનો લાભ મેળવનારી એક છોકરી - 18 વર્ષીય સુનિતા કોળી જણાવે છે, આઠ બાળકો ધરાવતા અગરિયાના પરિવારની હું સૌથી મોટી દીકરી છું. એલએએમપીને કારણે હું ભણી શકી. હાલ હું બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરૂં છું અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગું છું. જો આ કાર્યક્રમ ન હોત, તો લગભગ ત્રણેક વર્ષ પહેલાં મારાં લગ્ન થઈ ચૂક્યાં હોત, મારાં બાળકો હોત અને હું પણ મારા પતિ સાથે મીઠાના અગરમાં મજૂરીકામ કરતી હોત. સદ્નસીબે હું અપરિણીત છું અને કોલેજમાં ભણું છું. મારા સમુદાયની છોકરીઓને ભાગ્યે જ આવી તક સાંપડે છે.

શું આર.ટી.આઈ હેઠળ અરજી કરવાના તબક્કે ઓળખનો પુરાવો જરૂરી છે? - એક અભિપ્રાય

એક્સેસ ટુ ઇન્ફર્મેશન પ્રોગ્રામ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટિવ (સીએચઆરઆઇ)ના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, વેંકટેશ નાયકના આ લેખમાં આરટીઆઇ અધિનિયમ હેઠળ અપીલ અને ફરિયાદો તથા વિનંતી દાખલ કરવા માટે ઓળખના પુરાવાની જરૂરિયાત વિશે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા 2012માં આપવામાં આવેલા ચુકાદામાં રહેલી ત્રુટિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમની દલીલ છે કે આ ચુકાદોà પંજાબ સિવાયના અન્ય કોઈપણ માહિતીપંચને બંધનકર્તા નથી. સામાન્ય વાચકો સરળતાથી સમજી શકે તે માટે લેખકની અભિવ્યક્તિ તથા દલીલને હાનિ પહોંચાડ્યા વિના લેખનું સંક્ષિપ્તીકરણ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધ રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ, 2005 (આરટીઆઇ એક્ટ) હેઠળ પ્રસ્થાપિત કરવામાં આવેલાં કેટલાંક માહિતી પંચોની નોંધણી-કચેરીઓ અસંતુષ્ટ નાગરિકો દ્વારા સુપરત કરવામાં આવેલી અપીલ તથા ફરિયાદો દાખલ કર્યા કે સ્વીકાર્યા વિના એ આધાર પર પરત કરી રહી છે કે અપીલ કરનાર કે ફરિયાદીની ઓળખનો પુરાવો સાથે રજૂ કરવામાં ન આવ્યો હોવાથી અપીલ કે ફરિયાદો સ્વીકારાશે નહીં. દેખીતી uuuluu જ, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા 2012માં આપવામાં આવેલા ચુકાદાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લેખનો ઉદ્દેશ્ય ચુકાદામાં રહેલી ક્ષતિઓ તરફ આદરપૂર્વક ધ્યાન દોરવાનો અને તે ચુકાદો પંજાબ સિવાયના અન્ય કોઈપણ માહિતીપંચ માટે બંધનકર્તા નથી તે દલીલ રજૂ કરવાનો છે.

શું આરટીઆઇ હેઠળ અરજી કરવાના તબક્કે ઓળખનો પુરાવો જરૂરી છે?

સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા આરટીઆઇ અધિનિયમ કે કેન્દ્ર સરકાર દ્વારા કે મોટા ભાગની રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા આરટીઆઇ નિયમોમાં ક્યાંય પણ અરજદારે આરટીઆઇ અરજી સાથે ઓળખનો પુરાવો કે સરનામાનો પુરાવો સુપરત કરવો પડશે તેવી જરૂરિયાત નથી દર્શાવાઈ. ઓરિસ્સામાં નાગરિક સમાજ તથા ચળવળકર્તાઓ દ્વારા સતત અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં તે રાજ્યએ આરટીઆઇ અરજી દાખલ કરવાના તબક્કે વ્યક્તિની ઓળખનો પુરાવો રજૂ કરવો જરૂરી હોવાનો નિયમ યથાવત રાખ્યો છે. આરટીઆઇ નિયમોમાં સમાવિષ્ટ કોઈપણ સમર્થનકારી જોગવાઈ વિના દાખલ કરવામાં આવેલી આ જોગવાઈને અરજીના ફોર્મમાંથી દૂર કરવા માટે સીએચઆરઆઇ દ્વારા રાજ્ય સરકારને ભલામણ પણ મોકલવામાં આવી હતી. તે જ રીતે, કેટલીક હાઇકોર્ટે આરટીઆઇ અરજદારે પોતાની ઓળખ પુરવાર કરવી જરૂરી હોવાના આરટીઆઇ નિયમો અધિસૂચિત કર્યા છે. જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આરટીઆઇ અરજદારના ઓળખના પુરાવાની રજૂઆત પર ભાર મૂક્યો, ત્યારે કેન્દ્રીય માહિતીપંચ (સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમીશન - સીઆઇસી)એ ચુકાદો આપ્યો હતો કે જો જાહેર માહિતી અધિકારી (પીઆઈઓ) પાસે આરટીઆઇ અરજદારની ઓળખ અંગે શંકા કરવાના પૂરતા પુરાવા ન હોય, તો તેઓ આવા દસ્તાવેજોની રજૂઆતનો આગ્રહ રાખશે નહીં. (સીઆઇસીના અનુગામી નિર્ણયો આ નિર્ણયથી વિપરિત હોઈ શકે છે, જે અંગે મને જાણકારી નથી. વાચકોને આ પ્રકારના વિપરિત નિર્ણય અંગે માહિતી હોય, તો મને જાણ કરવા વિનંતી.)

બીપીએલ આરટીઆઇ અરજદારો ઓળખના પુરાવાની સ્વયં પ્રમાણિત કરેલી નકલ સુપરત કરી શકે છે

જો કે, આ નિયમ હેઠળ આરટીઆઇ અરજદારની ઓળખનો પુરાવો ન માંગવા માટેનો એક માત્ર અપવાદ એ છે કે જ્યારે અરજદાર ગરીબીની રેખા હેઠળના (બીપીએલ) વર્ગમાં આવે છે તે આધાર પર ફીમાંથી મુક્તિ માંગે, ફક્ત તેવા સંજોગોમાં તેની ઓળખનો પુરાવો રજૂ કરવો જરૂરી નથી. એટલું જ નહીં, આ કિસ્સામાં બીપીએલ અરજદારે કોઈપણ સરકારી અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ તેની ઓળખ પુરવાર કરતા દસ્તાવેજની નકલ મેળવવી પણ જરૂરી નથી. કેટલાંક જાહેર સત્તા તંત્રો અને માહિતીપંચો પણ આવા પ્રમાણનો આગ્રહ રાખે છે. વડાપ્રધાને 16 ઓક્ટોબર, 2015ના રોજ સીઆઇસીની વાર્ષિક આરટીઆઇ સભાનું ઉદ્ઘાટન કરવા સમયે એ સ્પષ્ટતા કરી હતી કે સરકારે નાગરિકો પર વિશ્વાસ રાખીને સરકારે તમામ દસ્તાવેજોની સ્વયં દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી (સેલ્ફ એટેસ્ટેડ) નકલો સ્વીકારવાનું નક્કી કર્યું છે તથા મૂળ દસ્તાવેજો નિર્ણય લેવાના આખરી તબક્કા જ ચકાસી શકાશે. અગાઉ, 2013માં યુપીએ સરકારના શાસનકાળ હેઠળ, ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સિઝે (વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગ) સ્વયં-પ્રમાણનનો આ નિયમ ઘડતું ઓફિસ મેમોરેન્ડમ પસાર કર્યું હતું. આ મેમોરેન્ડમની નકલ કેન્દ્ર સરકાર હેઠળનાં તમામ મંત્રાલયો તથા વિભાગો તેમ જ જમ્મુ-કાશ્મીર અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવી હતી. માહિતીપંચ વહીવટી ટ્રિબ્યુનલ હોવાથી, સમાન વર્ષમાં નમિત શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટના અર્થઘટન અનુસાર, ડીએઆરપીજીનો ઓફિસ મેમોરેન્ડમ તેમને પણ લાગુ પડશે.

સરકારમાં આરટીઆઇ અરજીના તબક્કે ઓળખનો પુરાવો રજૂ ન કરવાના સામાન્ય નિયમનો એકમાત્ર અપવાદ રાજસ્થાનને પણ લાગુ પડે છે. જયપુર નેશનલ યુનિવર્સિટી વિ. રાજસ્થાન માહિતીપંચ તથા અન્યના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે રાજ્ય માહિતીપંચને તમામ સરકારી ઓથોરિટી દ્વારા આરટીઆઇ અરજી સાથે ઓળખનો પુરાવો રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવે તે મુજબની સૂચના આપી હતી. આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે આરટીઆઇ અરજદારે ખોટું સરનામું આપ્યું હતું અને તેથી તેનો સંપર્ક સાધી શકાતો ન હતો. વેબસાઇટમાં અપડેટ કરવામાં આવેલી માહિતી અનુસાર, આ મામલો હજી પણ હાઇકોર્ટમાં પડતર છે. મારૂં દૃઢપણે માનવું છે કે આ કિસ્સામાં, હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આ નિયમ માટે સંપૂર્ણપણે આરટીઆઇ અરજદાર જ જવાબદાર છે. આરટીઆઇના દુરૂપયોગનો ફક્ત એક જ બનાવ અન્ય તમામ લોકો માટેની સમગ્ર વ્યવસ્થાને નેસ્તનાબૂદ કરી નાંખે છે. તેથી જ આરટીઆઇનો ઉપયોગ અન્ય વ્યક્તિને મુશ્કેલીમાં નાંખવા માટે નહીં, બલ્કે જવાબદારી સાથે કરવો જોઈએ.

હરિયાણામાં આરટીઆઇ અરજદારની ઓળખ પુરવાર કરવી

તાજેતરમાં આરટીઆઇ કાર્યકર્તા દ્વારા વર્તુળાકારમાં સહી કરેલો ઇમેઇલ જારી કરવામાં આવ્યો હતો, જે સીઆઇસીની નોંધણી-કચેરી દ્વારા બીજી અપીલ માટેની તપાસ સૂચિનો ઉપયોગ દર્શાવે છે, જેમાં અરજદારના ઓળખના પુરાવા અંગે ખરું કરવાની નિશાની (ટિક-બોક્સ) હોય છે. જો તપાસ-સૂચિનો સીઆઇસી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય, તો અરજીકર્તાની ઓળખના પુરાવાને લગતી આ કોલમના મૂળમાં જવું જરૂરી છે. તપાસ-સૂચિના આ નમૂના મુજબ, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા નવેમ્બર, 2012માં જારી કરવામાં આવેલી સૂચનાને પગલે આ મુદ્દો તેમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂચિના નમૂનામાંની કોઈપણ બાબત ઓળખનો પુરાવો ફરજિયાત છે તેવું નથી દર્શાવતી. સીઆઇસીના 'અપીલ તથા ફરિયાદના પેજના સ્ટેટસ' અનુસાર હાલ મારી પાસે સાત અપીલ પડતર છે. ભૂતકાળમાં મેં કદી પણ મારી બીજી અપીલો સાથે ઓળખનો પુરાવો બીડ્યો નથી અને સીઆઇસીએ પણ તે કારણસર કદી પણ મારી અપીલના કાગળો પરત કર્યા નથી. જો કે, પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના 2012ના આદેશનું ગહન વિશ્લેષણ કરવું જરૂરી છે.
ફળો તથા વેપારી મંડળ (ફ્રૂટ એન્ડ મર્ચન્ટ યુનિયન) વિરૂદ્ધ મુખ્ય માહિતી કમીશનર તથા અન્યોના કિસ્સામાં, નાગરિક દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઇ અરજીને પગલે પિટિશનરે 'ત્રીજા પક્ષ' તરીકે એવી ફરિયાદ દાખલ કરી કે પંજાબ માહિતીપંચે તેમનો (યુનિયનનો) પક્ષ સાંભળ્યા વિના જ યુનિયનના વહીવટને લગતી બાબતો અંગેની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની મુખ્ય વિગતો નીચે મુજબ છેઃ

  1. આરટીઆઇ અરજદારે સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર (એસપીઆઇઓ - રાજ્ય જાહેર માહિતી અધિકારી) પાસે પંજાબ સ્ટેટ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ (પીએસએએમબી) અંગે નીચેના વિષયને લગતી માહિતી માંગી હતી '2009-10ના વર્ષમાં 1-4-2010થી લઈને આજદિન સુધીમાં વાલ્લાહ વેજિટેબલ માર્કેટ ખાતે કેટલાં લાઇસન્સની તપાસ કરવામાં આવી, તેમાં પેઢી કે કંપનીનું નામ, આર.ડી.એફ તરીકે બાકી રકમ કે ફીની વસૂલાત, દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમ, ઋણની રકમની ગણતરી જેના આધારે કરવામાં આવે છે તે રેકોર્ડની વિગતો વગેરે માહિતી પણ પૂરી પાડવી.

2.  પિટિશનરને 'કોઈક રીતે' આરટીઆઇ અરજી વિશે જાણકારી પ્રાપ્ત થઈ અને તેમણે, પીઆઇઓ આરટીઆઇ અરજી અંગે કોઈ નિર્ણય સંભળાવે, તે પહેલાં પોતાનો પક્ષ રજૂ કરવાના અધિકાર અંગે પીએસએએમબીની ર્ફસ્ટ એપલેટ ઓથોરિટી (એફએએ) સમક્ષ પિટિશન દાખલ કરી. એફએએએ પિટિશનને માન્ય રાખી અને તેમણે એસપીઆઇઓને આરટીઆઇ અરજી અંગે નિર્ણય લેતાં પહેલાં પિટિશનરનો પક્ષ સાંભળવાની તાકીદ કરી.

3.   એસપીઆઇઓનો નિર્ણય હજી સુધી લેવાયો ન હતો (પેન્ડિંગ હતો) તે સમયગાળા દરમિયાન આરટીઆઇ અરજદારે આરટીઆઇ અરજીના નિકાલમાં થતા વધુ પડતા વિલંબ અંગે આરટીઆઇ અધિનિયમની કલમ 18 હેઠળ પંજાબ માહિતી પંચ સમક્ષ ફરિયાદ દાખલ કરી. પંજાબ માહિતીપંચે નિર્ણય લીધો કે માંગવામાં આવેલી માહિતીમાં ત્રીજા પક્ષનું કોઈ હિત સંકળાયેલું ન હોવાથી માહિતી જાહેર કરી શકાય તેમ છે.

4.   પિટિશનરે પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટ સમક્ષ રિટ (ન્યાયાલયનો કશુંક કરવાનો કે ન કરવાનો લેખિત આદેશ) પિટિશન દાખલ કરીને પંજાબ માહિતીપંચનો નિર્ણય પડકાર્યો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે - ફરિયાદનો નિકાલ કરતાં પહેલાં પિટિશનરને તેનો પક્ષ રજૂ કરવાની તક ન પૂરી પાડવાનું પંજાબ આઇસીનું પગલું ભૂલભરેલું ગણાવીને પંજાબ આઇસીનો આદેશ રદબાતલ કર્યો. કોર્ટે એ પણ જણાવ્યું કે જ્યાં સુધી પ્રથમ અપીલની કાર્યવાહી એફએએ સમક્ષ પડતર હોય, ત્યાં સુધી મામલા અંગે નિર્ણય ન લેવો જોઈએ.

5.  ત્યાર બાદ અદાલતે પેરા-23માં નીચે મુજબની સૂચના આપી છેઃ વળી, જાહેર માહિતી અધિકાર સમક્ષ આવતી તમામ ફરિયાદો, ર્ફસ્ટ એપેલેટ ઓથોરિટી સમક્ષ કરવામાં આવતી તમામ અપીલો અથવા પંચ સમક્ષની તમામ કાર્યવાહીઓ દરમિયાન અરજદાર અરજી સાથે તેનો ઓળખનો પુરાવો રજૂ કરે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ પાછળનું કારણ એ છે કે, અદાલતના ધ્યાન પર આવ્યું છે કે અમુક કેસમાં અરજદારોની ઓળખ નક્કી કરી શકાતી નથી. તેથી, ઓળખના પુરાવાનો આગ્રહ રાખવાથી ફક્ત સુયોગ્ય વ્યક્તિઓ જ અરજી દાખલ કરે છે તે સુનિશ્ચિત કરી શકાશે.

6.   અદાલતે નોંધણી-કચેરી (રજિસ્ટ્રી)ને આદેશની નકલ પંજાબ સરકાર ઉપરાંત ઉત્તરદાતા (રિસ્પોન્ડન્ટ), મુખ્ય માહિતી કમિશનર અને હરિયાણા માહિતીપંચને સુપરત કરવાની સૂચના આપી હતી.

મુખ્ય માહિતી કમિશનર સમક્ષ દાખલ કરવામાં આવતી બીજી અપીલ માટેની તપાસ-સૂચિમાં ઓળખના પુરાવાની જગ્યા (કોલમ)ની પ્રેરણા આ ચુકાદા પરથી મેળવવામાં આવી હોય તેમ જણાય.

હાઇકોર્ટના આદેશમાં સીઆઇસી દ્વારા તેની પૂર્ણતા સામે સમસ્યારૂપ બાબત શું છે?

આદરણીય હાઇકોર્ટની વિદ્વતા પ્રત્યે સંપૂર્ણ આદર હોવા છતાં, આ આદેશની પૂર્ણતા સંદર્ભે અદાલતનાં તારણો અને સૂચનાઓને ન્યાયપૂર્ણ તરીકે સ્વીકારવાં મુશ્કેલ છે. અદાલત પ્રત્યે પૂરી વિનમ્રતા સાથેની મારી રજૂઆત નીચે પ્રમાણે છે:

  1. આરટીઆઇ અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતીનું યોગ્ય મહત્વ એ બાબત સ્પષ્ટ કરે છે કે તે માહિતી પીએસએએમબી દ્વારા આરટીઆઇ અધિનિયમની કલમ 4 હેઠળ સ્વૈચ્છિકપણે જાહેર કરવામાં આવે તે જરૂરી છે. કલમ 4(1) (બી)ના પેટા-ઉપવાક્ય (8) અને (13) હેઠળ માહિતી સક્રિયપણે જાહેર કરવી જરૂરી છે. ઉપરાંત, આરટીઆઈ અધિનિયમની કલમ 4(1) (સી) અને (ડી) હેઠળ પણ માહિતી સક્રિયપણે જાહેર કરવી જરૂરી છે.
  2. આ ચુકાદાના અંતે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા બે હુકમ આશ્ચર્યજનક છે. એવો હુકમ કરવામાં આવ્યો છે કે આરટીઆઇની તમામ અરજીઓ, અપીલો અને ફરિયાદો સાથે તમામ તબક્કે અરજદારની ઓળખનો પુરાવો રજૂ કરવો જરૂરી છે. હવે, કેસનાં તથ્યોમાંની કોઈપણ બાબત એવું નથી સૂચવતી કે સમગ્ર મામલામાં ઓળખનો પુરાવો મુખ્ય પ્રશ્ન હતો. તેને બદલે અદાલતે કોઈ વિગતોનો ચોક્કસ ઉલ્લેખ કર્યા વિના આરટીઆઇ અરજીઓની કામગીરી માટે પોતાના અનુભવનો જ આધાર લીધો છે. હું વિનમ્રતાપૂર્વક રજૂઆત કરૂં છું કે ન્યાય વિષયક શિસ્તતા માટે તમામ બંધારણીય અદાલતો અન્ય બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવાને બદલે તેમની સમક્ષ જે અંગે દલીલો રજૂ કરવામાં આવી હોય, તેવા પ્રશ્નો અંગે જ કાર્યવાહી કરવી જોઈએ. આ કિસ્સામાં હાઇકોર્ટે તેની સમક્ષ જે અંગે દલીલ જ નહોતી કરવામાં આવી તેવા પ્રશ્ન વિશે હુકમ પસાર કર્યો હોય તેમ જણાય છે.
  3. વળી, ચુકાદાની નકલો હરિયાણા હાઈકોર્ટ અને મુખ્ય માહિતી કમિશનરને પણ મોકલવી તે હુકમ વધુ ગૂંચવાડાભર્યો છે. આ માહિતીપંચો તો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા જેનો ચુકાદો અપાયો હતો તે કેસના પક્ષો પણ નથી. ન્યાય સંબંધિત પ્રક્રિયાનો એ મુખ્ય સિદ્ધાન્ત છે કે હેબિયસ કોર્પસ રિટ પિટિશન જેવી તાકીદની સ્થિતિમાં ન્યાયના હિતમાં પસાર કરવામાં આવતા હુકમોના અપવાદ સિવાય, જ્યાં સુધી જે-તે પક્ષની રજૂઆત સાંભળવામાં ન આવે, ત્યાં સુધી તે પક્ષને ચોક્કસ રીતે વર્તણૂંક કરવાનો હુકમ આપી શકાય નહીં. જે વાચકોની (ઓરિસ્સા સિવાય અન્યત્ર દાખલ કરવામાં આવેલી) આરટીઆઇ અરજીઓ કે અપીલ કે ફરિયાદો ઓળખના પુરાવાના અભાવે પરત કરવામાં આવી હોય, તે વાચકોને આવા કેસની વિગતો મને મોકલવા વિનંતી કરૂં છું. આરટીઆઇના સમર્થકોએ અરજીઓ સાથેની આવી અમલદારશાહી કાર્યવાહી સામે તથા તકરાર નિવારણ પ્રક્રિયાની હિમાયત કરવી જોઈએ.

ગુજરાત માહિતી પહેલનાં કુ. પંક્તિ જોગ લખે છેઃ ગુજરાતના નિયમો અનુસાર નાગરિકોએ નાગરિકતાનો પુરાવો આપવો જરૂરી નથી. તેમ છતાં વર્ષ 2010ના ચુકાદા અનુસાર માહિતી મેળવવા ઈચ્છુક વ્યક્તિએ પોતે ભારતનો નાગરિક છે તેવું નિવેદન આપવું જરૂરી છે. લાખો નાગરિકો ખાસ કરીને એનટી-ડીએનટી સમુદાયનાં લોકો રાશન કાર્ડ, મતદારનું ઓળખ-પત્ર, આધાર કાર્ડ કે પોતાની નાગરિકતા પુરવાર કરવા માટે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ ધરાવતા નથી. પોરબંદરના એક કિસ્સામાં પીઆઇઓને વ્યક્તિની નાગરિકતા અંગે શંકા જતાં તેમણે ઓળખનો પુરાવો માંગ્યો હતો. પરંતુ, આવા કિસ્સા જૂજ હોય છે.

વધુ વિગત માટે સંપર્ક: વેંકટેશ નાયક, પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, એક્સેસ ટુ ઇન્ફર્મેશન પ્રોગ્રામ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટિવ, નવી દિલ્હી, ઇ-મેઇલ - nayak.vankesh@gmail.com

વેબસાઈટ - www.sartian.org

સૂચના સ્વાભિમાન યાત્રા

જાહેર કાર્યક્રમો અને અધિકારોને લગતી માહિતી સુધીની ગૌરવપ્રદ પહોંચ માટેની ઝુંબેશ, બાડમેર, રાજસ્થાન, માર્ચ ૧૬ - એપ્રિલ ૩, 201૬

શિક્ષણની ગુણવત્તા સુધારવી, મધ્યાહન ભોજન, વિના મૂલ્યે પુસ્તકો અને યુનિફોર્મ  પૂરાં પાડવાં, શિષ્યવૃત્તિ આપવી વગેરે સહિતના પ્રાથમિક શિક્ષણ અંગેના, આરોગ્યની સંભાળને લગતા, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને લગતા, વૃદ્ધો તથા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે પેન્શનને લગતા અને તે સિવાયની સમસ્યાઓ અંગેના કાર્યક્રમો અને યોજનાઓ ગરીબ પરિવારોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની યોજનાને મજબૂત કરવામાં નોંધપાત્ર યોગદાન પૂરૂં પાડે છે. જો ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ સરળતાથી અને જરૂરિયાતના સમયે પ્રાપ્ત થાય તો તેઓ આ કાર્યક્રમોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકે છે અને આર્થિક રીતે સુરક્ષિત અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે. જો કે ઘણી વખત ગરીબ અને જરૂરિયાતમંદö પરિવારો પાસે સાચી માહિતી ન હોવાથી તથા અરજી કરવાની પ્રક્રિયા ઘણી જ જટિલ અને સમય માંગી લે તેવી હોવાથી તેઓ જાહેર કાર્યક્રમોનો લાભ મેળવી શકતા નથી. કાર્યક્રમનો લાભ મેળવવા માટે તેમણે કાં તો શોષણ કરનાર વચેટિયાઓની મદદ લેવી પડે છે અથવા તો ખર્ચાળ બજાર વ્યવસ્થાનો આશરો લેવો પડે છે.

લોકશાહી શાસન વ્યવસ્થામાં માહિતી એ કદાચ સૌથી શક્તિશાળી હથિયાર છે. જો વ્યક્તિ સંપૂર્ણપણે માહિતગાર હોય, તો તે પોતાના અધિકારો માટે દાવો કરી શકે છે અને મળવાપાત્ર લાભ મેળવી શકે છે. 'ઉન્નતિ' દ્વારા સૂચના સ્વાભિમાન યાત્રા (અધિકારો અને પહોંચની ગૌરવ સાથે માહિતી મેળવવા માટેનું અભિયાન)ની શરુઆત 'જાહેર યોજનાઓ અંગેની માહિતીની પ્રાપ્યતા' અંગેના 'યુરોપીય સંઘ - ઇયુ'ની સહાયતા ધરાવતા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી હતી. 16 માર્ચથી 3 એપ્રિલ, 2015 દરમિયાન હાથ ધરવામાં આવેલી આ યાત્રામાં રાજસ્થાનના કલ્યાણપુર, પાટોડી અને સિંધરી તાલુકાની 30 ગ્રામ પંચાયતોનાં 72 ધાની (ફળિયા)ને આવરી લેવાયાં હતાં. સૂચના સ્વાભિમાન યાત્રાનો ઉદ્દેશ્ય લોકપ્રિય દૃષ્ય (વિઝ્યુઅલ), શ્રાવ્ય (ઓડિયો) અને દૃષ્ય-શ્રાવ્ય ફોર્મેટના ઉપયોગથી વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમો વિશેની માહિતી પૂરી પાડવાનો હતો. આ યાત્રા બહિષ્કૃત લોકોને તેમના અધિકારો પ્રાપ્ત કરવામાં નડતરરૂપ બનતી સમસ્યાઓ વિશે મુક્તપણે અને કોઈ પણ પ્રકારના ભય વિના જણાવવામાં મદદરૂપ બની હતી. આ યાત્રાએ પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સેવા પૂરી પાડનારાઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને નાગરિકોને જાહેર કાર્યક્રમો સુધીની પહોંચ સુનિશ્ચિત કરવા માટેની કામગીરીમાં જોડાવાની તક પૂરી પાડી હતી. 6421 લોકો (મહિલાઓ - 2557, પુરુષો - 3221, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ - 30) આ યાત્રામાં જોડાયાં હતાં. આ ઉપરાંત 188 પંચાયત પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પણ યાત્રામાં જોડાયા હતા. આ અભિયાનના વિવિધ તબક્કાઓમાં 90 નાગરિક આગેવાનોએ અભિયાનના વિવિધ તબક્કાઓમાં સક્રિય મદદ પૂરી પાડી હતી.

યાત્રા માટેની તૈયારી

ચરણ - 1: આયોજન

યાત્રાના સમય, સમય-મર્યાદા, રૂપરેખા અને પદ્ધતિનો નિર્ણય નાગરિક આગેવાનો સાથે સલાહ-મસલત કરીને લેવાયો હતો. માર્ચ મહિનાનું હવામાન સાનુકૂળ હોવાથી આખો દિવસ ચાલનારી પ્રવૃત્તિઓ ત્યારે હાથ ધરી શકાય છે તેને ધ્યાનમાં રાખતાં યાત્રા યોજવા માટે તે આદર્શ સમય હતો. સમયની પ્રાપ્યતા અને ટીમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને યાત્રાને બે ભાગમાં વિભાજિત કરી દેવાઈ હતી. યાત્રા સળંગ પાંચ દિવસ સુધી ગામે-ગામ ફરવાની હતી અને વિવિધ મુદ્દાઓની રજૂઆત અને સંકલન માટે તેમ જ વિરામ માટે શનિ-રવિનો વિરામ લેવાયો હતો. રાત્રિ-રોકાણનું આયોજન અગાઉથી થઈ ચૂક્યું હતું અને આવી વ્યવસ્થા થઈ શકે તેવાં ગામો નક્કી કરી લેવાયાં હતાં. પ્રત્યેક જૂથ દ્વારા રોજ એક ગ્રામ પંચાયત અને ત્રણ ગામો/ઘરો આવરી લેવાયાં હતાં. યાત્રા તાલુકાનાં વડાંમથકોથી શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝૂંબેશની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. દરેક ગામમાં ધાની (ફળિયા) સંપર્ક, ત્યાર બાદ અગાઉથી નક્કી કરેલા સ્થળે વિશાળ બેઠક અને અંતે 'જાણકારી કુટિર' ખાતે દરેક વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક દિવસની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

અગાઉ જણાવ્યા મુજબ બે જુદા-જુદા રૂટ માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાબદારી વહેંચતાં પહેલાં તમામ પ્રવૃત્તિઓને મુદ્દાવાર વર્ગીકૃત કરી દેવાઈ હતી. જરૂરિયાતોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને શું ખરીદી શકાય અને શું ભાડે લઈ શકાય તેમ છે તેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સહભાગિતા અંગેની નોંધ તથા લોકોને તેમના અધિકારો પ્રાપ્ત કરવામાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની નોંધ કરવા અંગે અમે ચર્ચા કરી હતી. જેથી આ નોંધ અમારી આગામી કામગીરી માટે ઉપયોગી બની રહે. તેની સાથે-સાથે જ પ્રાથમિક પ્રવૃત્તિઓને શરૂ કરી દેવાઈ હતી.

ચરણ 2 - આગોતરી માહિતી અને સાધન-સામગ્રીની વ્યવસ્થા

માહિતી માટેનું ચોપાનિયું હિંદીમાં છપાવવામાં આવ્યું હતું અને તમામ ગામોમાં તે વહેંચવામાં આવ્યું હતું. આ યાત્રાનો ઉદ્દેશ્ય સંબંધિત તાલુકા અને જિલ્લા સ્તરીય સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ જણાવવામાં આવ્યો હતો અને તેમને પણ ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. બાલોતરાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરના સૂચનને પગલે અમારા અભિયાનને તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ નાગરિક આગેવાનો સાથે આયોજનની બેઠકો પણ યોજાઈ હતી. તેઓ તેમનાં સંબંધિત ગામોમાં આગોતરી માહિતીનો પ્રચાર-પ્રસાર કરવામાં અને સમુદાયને કામગીરી સોંપવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા હતી. આગોતરી જાણકારી માટે અને બેઠકનું સ્થળ, વીજળીની સગવડ, ભોજન અને રાત્રિ રોકાણની ગોઠવણ વગેરે નક્કી કરવા માટે ગ્રામ સ્તરની બેઠકો યોજાઈ હતી. ગ્રામ પંચાયતનાં પ્રતિનિધિઓ, ગ્રામીણ કક્ષાનાં કર્મચારીઓ અને અધિકારીઓ તથા સેવા પૂરી પાડનારાઓને આમંત્રણો પાઠવવામાં આવ્યાં હતાં. બેઠકનાં સ્થળો ગરીબ, એસસી અને એસટી સમુદાયો સરળતાથી પહોંચી શકે તેવાં હોવાં જરૂરી હતું. શક્ય હોય ત્યાં સુધી ગ્રામ પંચાયતની ઇમારત, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર કે એમજીનરેગાની વર્ક સાઇટ (કાર્ય સ્થળ) જેવાં સામાન્ય સ્થળો પણ નક્કી કરવામાં આવ્યાં હતાં. અગાઉથી માહિતી પૂરી પાડવાની કામગીરીને પગલે સમગ્ર યાત્રા દરમિયાન તમામ લોકોની વ્યાપક સહભાગિતા નોંધાઈ હતી. તેમાંયે મહિલાઓ બહોળી સંખ્યામાં હાજર રહી હતી.

ચરણ 3 - પ્રચાર-પ્રસાર સામગ્રી

અમે યાત્રાના વિષયને લગતા બેનરની ડિઝાઇન પણ તૈયાર કરી હતી. સૂત્રોની તક્તીઓ (પ્લેકાર્ડ્ઝ) માટેનાં સૂત્રો પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં. ભૂતકાળના અમારા અનુભવના આધારે, માહિતી પ્રાપ્ત કરવાની લોકોની જરૂરિયાતની યાદી તૈયાર કરવામાં આવી હતી તથા વિકસાવી શકાય તેવી સામગ્રીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેના આધારે યોગ્ય રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. પ્રચાર-પ્રસાર સામગ્રી તૈયાર કરવા માટે ટીમને નાનાં-નાનાં જૂથોમાં વિભાજિત કરી દેવાઈ હતી. સામગ્રી તૈયાર કરવાની અને તેના સંપાદનની કામગીરી બાદ આખરે નીચેની સામગ્રીઓ વિકસાવાઈ હતી:

(1)   સરકારી યોજનાઓ અને કાર્યક્રમો અંગેની વિગતો

(2)  માહિતીના અધિકારની અરજીઓ, સુનાવણીના અધિકાર અને યોજનાઓની માહિતી સાથેની જાણકારી કુટિર

(3)  મહાત્મા ગાંધી નરેગા કાર્યક્રમની વિગત

(4)  વિવિધ કાર્યક્રમો તથા સેવાઓ માટે હેલ્પલાઇન અને ટોલ ફ્રી નંબર અંગેની પેનલ

(5)  માહિતી સંદર્ભ કેન્દ્ર અંગેની પેનલ.

(6)  માહિતીની તાકાત અને સામુદાયિક કામગીરી અંગે 15 મિનિટની દૃશ્ય-શ્રાવ્ય (ઓડિયો-વિઝ્યુઅલ) ફિલ્મ. આ ફિલ્મમાં કેટલાક એવા કેસ દર્શાવવામાં આવ્યા છે, જેમાં લોકોએ પોતાના અધિકારો મેળવવા માટે માહિતીનો ઉપયોગ કર્યો હતો.

(7)  વિવિધ યોજનાઓ તથા કાર્યક્રમોની પ્રક્રિયા તથા અધિકારો અંગેની ઓડિયો સામગ્રી.

સંબંધિત સરકારી આદેશો અને યોજનાઓનાં બેન્ક અરજી પત્રો એકત્રિત કરવામાં આવ્યાં હતાં. સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ પેન્શન ધારકો, ઇન્દિરા આવાસ યોજનાનાં લાભાર્થીઓ અને એમજીનરેગા કામદારોની યાદી અને ચૂકવણીની વિગતો ડાઉનલોડ કરવામાં આવી હતી અને ઘણાં ગામોમાં તે ચાર્ટ પેપર પર મોટા અક્ષરોમાં લખીને પ્રદર્શિત કરવામાં આવી હતી અથવા તો સમય મળ્યે મોટેથી વાંચી સંભળાવવામાં આવી હતી.

યાત્રા દરમિયાન

બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, સિંધરી અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરશ્રી, બાલોતરાએ અનુક્રમે 16 અને 17મી માર્ચે પંચાયત સમિતિઓ ખાતેથી અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા કક્ષાના કર્મચારીઓ અને અધિકારીઓ, કેટલાક સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ, નાગરિક આગેવાનો અને સમુદાયનાં અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે પ્રથમ ગામ તરફ પ્રયાણ કર્યું હતું.

જુદાં-જુદાં રહેઠાણો વચ્ચે ફરતા વાહન પરના લાઉડ સ્પીકર વડે લોકોને બેઠકની શરૂઆત વિશેની માહિતી આપવામાં આવી હતી. સાથે જ સમસ્યાઓ વિશે માહિતી મેળવવા માટે ધાની (ફળિયા) સંપર્ક (પરિવાર સાથે સંપર્ક) કરવામાં આવ્યો હતો. લોકો જે યોજનાઓનો લાભ મેળવવા માટેની યોગ્યતા ધરાવતાં હોય, પરંતુ તે લાભ મેળવી ન રહ્યાં હોય તેવી યોજનાઓ વિશે તેમને જાણકારી આપવામાં આવી હતી. તેમને વધુ જાણકારી માટે બેઠકમાં ભાગ લેવા માટે અને તેમના કેસને લગતા દસ્તાવેજો સાથે લઈને આવવા માટે જણાવવામાં આવ્યું હતું. ચોક્કસ માહિતી મેળવવાની લોકોની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં ધાની (ફળિયા) સંપર્ક મદદરૂપ બન્યો હતો જેથી સામાન્ય સામુદાયિક બેઠકમાં લોકોની જરૂરિયાતો પર પ્રાથમિકતાના ધોરણે ધ્યાન આપી શકાય.

બેઠકના સ્થળે સ્થાપવામાં આવેલી જાણકારી કુટિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકોએ ત્યાં તેમનાં નામ નોંધાવ્યાં હતાં, લોકોને માહિતી પુસ્તિકા આપવામાં આવી હતી અને તેમના પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો હતો. લોકોના કેસની પૂરતી નોંધ લેવાય તે માટે ઘણાં લોકો સહાયક દસ્તાવેજો લેવા માટે પોતાના ઘેર ગયાં હતાં. મોટા ભાગે પેન્શન, પાલનહાર યોજના અને હિતાધિકારી યોજના માટેનાં અરજી પત્રો ભરવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદની આગળની પ્રક્રિયા વિશે લોકોને સમજૂતી આપવામાં આવી હતી.

સામાન્ય બેઠકોમાં લોકોને કાર્યક્રમો અને યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી અને ધાની સંપર્ક દરમિયાન ધ્યાન પર આવેલા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કેટલાંક ગામોમાં અમે યોજનાઓ વિશેનું ઓડિયો રેકોર્ડિંગ લોકોને સંભળાવ્યું હતું અને ત્યાર બાદ ભાગ લેનારાં લોકોએ પ્રશ્નાવલિના જવાબો આપ્યા હતા. તેના કારણે લોકોને વિગતો યાદ રાખવામાં અને તેના આધારે પ્રશ્નો પૂછવામાં મદદ મળી હતી. ફરિયાદોની નોંધણી અને નિરાકરણની વ્યવસ્થા વિશે ઉદાહરણો સાથે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. સેવા પૂરી પાડનારાઓ તથા સ્થાનિક કક્ષાના સરકારી અધિકારીઓએ જ્યારે પણ બેઠકમાં ભાગ લીધો, ત્યારે તેમને સેવાઓ અને અધિકારો વિશે તથા કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ વિશે લોકોને માહિતી પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં સહભાગીઓને ગામના ચોક્કસ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેટલાંક ગામોમાં પેન્શનના લાભાર્થીઓની યાદી પણ મોટેથી વાંચી સંભળાવવામાં આવી હતી. આ યાદી પછીથી ગ્રામ પંચાયતની કચેરીની બહાર દર્શાવવામાં આવી હતી. જરૂર પડ્યે પેન્શન લાભાર્થીઓની જીવંત હોવા અંગેની ખરાઈ (એન્યુઅલ ફિઝિકલ વેરિફિકેશન) માટેના ફોર્મેટની પણ વહેંચણી કરવામાં આવી હતી.

લોકોએ ઉત્સાહપૂર્વક અને રસપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. મહિલાઓએ યાત્રામાં ભાગ લેવાની સાથે-સાથે પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો પણ જણાવ્યાં હતાં. બાળકો અને કિશોરીઓ પણ વ્યાપક સંખ્યામાં હાજર રહ્યાં હતાં. ગામમાંથી વિદાય લેતાં પહેલાં નીચે પ્રમાણેના પ્રશ્નો પૂછીને સહભાગીઓના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા:

(1) અભિયાન વિશે જાણ્યું, ત્યારે તમને શું વિચાર આવ્યો હતો? (2) યાત્રા સંદર્ભે તમારી શું અપેક્ષાઓ હતી, શું તે સંતોષાઈ છે? (3) ચર્ચવામાં આવેલી કોઈ પણ એક યોજના વિશે જણાવો. (4) યોજનાઓને તમે કેવી રીતે યાદ રાખશો? (5) આ યોજનાઓ વિશે તમે અન્ય લોકોને કેવી રીતે જણાવશો? (6) તમારા માટે કઈ યોજના સૌથી વધુ મહત્વપૂર્ણ હતી? (7) શું તમે કોઈ સૂચન આપવા માંગો છો?

જાણવા મળેલા પ્રશ્નોનું સ્વરૂપ

વ્યક્તિગત લાભ ધરાવતી સામાજિક સલામતીની યોજનાઓ વિશે લોકો પ્રમાણમાં વધુ માહિતી ધરાવતાં હતાં. જો કે, લાયકાત, પ્રક્રિયા, સહાયક દસ્તાવેજો વગેરેને લગતી જરૂરી માહિતીનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે સ્થાનિક કક્ષાના કર્મચારીઓ દ્વારા અપાતા નિરાશાજનક તથા અવિશ્વસનીય પ્રતિભાવ સામે તેઓ મક્કમપણે પોતાનો દાવો રજૂ નથી કરી શકતા. આથી જ તેઓ વચેટિયાઓની મદદ લે છે, જેમાં તેમનો વધુ સમય અને નાણાં ખર્ચાય છે અથવા તો તેઓ અન્ય કર્મચારીઓ પાસે કામગીરી કરાવવાનો પ્રયત્ન કરે છે, જે વ્યર્થ નીવડે છે. લોકો પન્નાદાય યોજના, પાલનહાર યોજના, બીપીએલ પુત્રી વિવાહ યોજના, હિતાધિકારી યોજના, કલેવા યોજના અને આસ્થા યોજના વિશે કોઈ જાણકારી ધરાવતાં નહોતાં.

અન્ય એક સામાન્ય અવલોકન એ હતું કે મહિલાઓની પહોંચ આડેની અડચણને કારણે તેમને જાહેર કાર્યક્રમો અને યોજનાઓનો લાભ મેળવવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અશિક્ષિત વિધવા તેજોન દેવીને પોતાના માટે વિધવા પેન્શન ફોર્મ મેળવવા માટે અને ફોર્મ ભરવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડે છે અને જ્યારે પણ ખરાઈની પ્રક્રિયા માટે અને ફેર-તપાસ માટે પંચાયત સમિતિ ખાતે જવાનું થાય, ત્યારે તેમણે પોતાની સાથે કોઈ વ્યક્તિને રાખવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં, તેમણે તેમની મદદ કરનાર વ્યક્તિને અમુક રકમ આપવી પડે છે. વળી, મહિલાઓ ઓળખનો યોગ્ય પુરાવો, રહેઠાણનો પુરાવો ન ધરાવતી હોવાથી અને તેમના નામનું બેન્કમાં ખાતું ન ધરાવતી હોવાથી સહાયક દસ્તાવેજો પૂરા પાડવામાં પણ તેઓ સમસ્યા અનુભવે છે. ઘણી મહિલા અરજદારો પેન્શન કે વીમા યોજના માટેનું જરૂરી મૃત્યુનું પ્રમાણ પત્ર રજૂ કરી શકી ન હતી, તો અન્ય મહિલાઓ નિયત સમય મર્યાદાની અંદર પોતાની અરજીઓ સુપરત કરી શકી ન હતી.

સામાજિક સલામતી

લોકોએ કામની માગણી કરી ન હતી અને મોટા ભાગનાં ગામોમાં છેલ્લા એક વર્ષમાં એમજીનરેગા હેઠળ કાર્ય કરવામાંÅ આવ્યું ન હતું. તમામ ગામોની સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેઓ કામ કરવા ઈચ્છતી હતી. 14 ગામોનાં લોકોએ જણાવ્યું હતું કે એમજીનરેગા હેઠળ એકથી ત્રણ વર્ષમાં કોઈ કામ જ હાથ ધરાયું નહોતું. શ્રમ કાર્ય અને સામગ્રીની ચૂકવણીના પડતર કેસ વિશે જાણકારી મેળવવામાં આવી હતી. ગલનાડી ગામમાં આખા વર્ષના કામ બદલ વળતર ચૂકવાયું નહોતું, જ્યારે દાંડેવા ગામમાં અઢી વર્ષથી વળતર નથી ચૂકવાયું. લોકોને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેની યોજનાઓ અને સુવિધાઓ તથા તે માટેની પાત્રતા વિશે જાણકારી નહોતી. વિકલાંગતા ધરાવનારી ઘણી વ્યક્તિઓ એવી હતી જેઓ કોઈ પણ યોજનાનો લાભ મેળવવા માટેની પાયાની જરૂરિયાત સમાન વિકલાંગતા પ્રમાણ પત્ર અને ઓળખ કાર્ડ નહોતી ધરાવતી. આવી વ્યક્તિઓની ઓળખ નક્કી કરવામાં આવી. લોકોને એ પણ જાણ ન હતી કે વિકલાંગતા ધરાવનારાં બાળકો પેન્શન મેળવી શકે છે. સરકારે ચોક્કસ પરિવારોને જમીન પૂરી પાડવી તેવી જોગવાઈ છતાં ઇન્દિરા આવાસ યોજનાનો લાભ ન મેળવી શક્યાં હોય તેવાં ઘણાં જમીન વિહોણાં લોકો, ખાસ કરીને કલબેલિયા સમુદાયનાં (હવે લગભગ સ્થાયી જીવન જીવતો પરંપરાગત વિચરતો સમુદાય) લોકો આગળ આવ્યાં હતાં. લોકોએ રેશનના વિતરણમાં અનિયમિતતા અને ખાંડ ન આપવામાં આવતી હોવા અંગેની ફરિયાદો કરી હતી.

વર્ષ 2013માં જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ સામાજિક-આર્થિક જ્ઞાતિ વસતી ગણતરી 2011માં દર્શાવાયેલી માહિતી સામે વાંધો નોંધાવવાની પ્રક્રિયા વિશે લોકોને જાણ નહોતી. જ્યારે સન્પા (સિંધરી) ગામમાં આ માહિતી આપવામાં આવી અને ગ્રામ સેવકને વાંધો નોંધાવનારી વ્યક્તિઓનાં નામો વાંચી સંભળાવવા માટે જણાવાયું, ત્યારે સહભાગીઓને જાણ થઈ કે તમામ નામો જાટ સમુદાયનાં લોકોનાં હતાં. વાંધો નોંધાવનારા લોકોમાં એસસી કે એસટી સમુદાયની એક પણ વ્યક્તિનું નામ સામેલ નહોતું.

મહિલા અને બાળ વિકાસ

ફૂડ પેકેટનું વિતરણ કરવા માટે મોટા ભાગનાં ગામોની આંગણવાડીઓ ફક્ત ગુરૂવારે જ ખોલવામાં આવે છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નિયમિતપણે ફૂડ પેકેટ્સ મળતાં નથી. જ્યારે કિશોરીઓ માટેનાં ફૂડ પેકેટ્સ તો લાંબા સમયથી આવ્યાં નથી. ગરમ ભોજન બનાવવાની જવાબદારી જેમને સોંપાઈ હોય તેવાં એસએચજી ગરમ ભોજન નથી બનાવતાં. આંગણવાડી કાર્યકર્તાઓ પણ પૂરી પાડવાની સેવાઓથી વાકેફ નહોતાં. સિંધરીનાં 13 ગામોમાં રસીકરણ કરવામાં નહોતું આવ્યું. હજી પણ લોકો ઘરે જ પ્રસૂતિ કરાવવાનો આગ્રહ રાખે છે અને કોઈ સમસ્યા સજાર્ય, તો જ હોસ્પિટલ જાય છે. જનની સુરક્ષા યોજના (જેએસવાય)નો લાભ મેળવવા આડે આવતી સમસ્યાઓ વિશે પણ લોકોએ ચર્ચા કરી હતી. પાંચ ગામોમાં લોકોએ એએનએમ સૂવાવડ કરાવવામાં મદદ કરવા બદલ રકમની માગણી કરતા હોવાની ફરિયાદ કરી હતી. ગામોમાં ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ જ નથી. જ્યારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આરએસબીવાય) કાર્ડ બનાવવામાં આવ્યું, ત્યારે તે કાર્ડ મેળવીને લોકો ખુશ થઈ ગયાં હતાં, પરંતુ કોઈ પણ વ્યક્તિએ તે કાર્ડના ઉપયોગ વિશે પૂછપરછ કરી નહીં કે કોઈએ તેમને તેના ઉપયોગ અને મહત્વ વિશે જણાવ્યું નહીં. કાર્ડનો ઉપયોગ 'મારી પાસે પણ આ કાર્ડ છે' એમ કહીને ફક્ત તે બતાવવા પૂરતો થાય છે. એક પણ પરિવારે કાર્ડ થકી મળવાપાત્ર લાભો મેળવ્યા નથી.

શિક્ષણ

લગભગ તમામ ગામોનાં લોકો અને શિક્ષકોએ પણ શાળાઓમાં શિક્ષકોની ઓછી સંખ્યાનો મુદ્દો ઊઠાવ્યો હતો. ખારિયા ખુર્દ (સિંધરી) ગામમાં 280 વિદ્યાર્થીઓ માટે ફ્કત એક જ શિક્ષક છે, જ્યારે ટાકુ બેરી (સિંધરી) ગામમાં 250 વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો છે. એક જ અથવા તો બે શિક્ષકો ધરાવતી શાળાઓમાં લેખિત કામગીરી, મધ્યાહન ભોજન અને વિદ્યાર્થીઓને ભણાવવાના કાર્યના વ્યવસ્થાપનમાં મુશ્કેલી પડે છે. પાંચ ગામોનાં લોકોએ શિક્ષકની વારંવારની ગેરહાજરીના મુદ્દે ચર્ચા કરી હતી. ટાકુબેરી અને ઇન્દિરા કોલોની જેવાં ગામોનાં લોકોએ જણાવ્યું હતું કે શિક્ષક દારૂડિયો હતો અને તેથી તેઓ તેમનાં બાળકોને શાળાએ મોકલવા નથી ઈચ્છતાં. આકાલ ગામમાં સહભાગીઓએ શાળા છોડનારાં 25 બાળકો વિશે જાણકારી મેળવી, જેમાં સમુદાયની તમામ છોકરીઓનો સમાવેશ થતો હતો. કોસ્લુ અને સરનુ ભીમજી ગામની શાળામાં છેલ્લા ત્રણ મહિનાથી મધ્યાહન ભોજન બનાવાયું નહોતું. જ્યારે ખારાતિયા ગામમાં મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી, તો વળી ખારીગાકુઆ અને ગીરલીકિટપાલ ગામમાં મધ્યાહન ભોજનમાં અનિયમિતતા પ્રવર્તે છે.

લોકો શાળા વ્યવસ્થાપન સમિતિ (સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ - એસએમસી)ના સભ્યોથી વાકેફ નહોતાં અને શાળામાં તેમનાં નામ પણ દર્શાવાયાં નહોતાં. ઘણી શાળાઓમાં બાળકો પોતાનાં ઘરેથી પીવાનું પાણી લઈને જાય છે અને શાળાનાં શૌચાલયો બિન-કાર્યરત દશામાં છે. કેટલાંક વાલીઓએ ફરિયાદ કરી હતી કે શિક્ષકો હિંદી બોલતા હોવાથી નાનાં બાળકો શિક્ષકોની ભાષા સમજી શકતાં નથી.

વીજ વ્યવસ્થા

રાજીવ ગાંધી નિઃશુલ્ક વીજળી યોજના હેઠળ બીપીએલ પરિવારો માટે મફત વીજળીની જોગવાઈનો મુદ્દો સૌથી વધુ ચર્ચાયો હતો. બીપીએલ વર્ગના ઘણાં પરિવારોને આજદિન સુધી મફત વીજ જોડાણ નથી મળ્યું. આ લાભ મેળવવા માટે લોકો શક્ય તમામ પ્રયત્નો કરી ચૂક્યાં છે પણ સઘળા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા છે. આ સમસ્યાને જિલ્લા કક્ષાના વીજ વિભાગ સમક્ષ રજૂ કરવો જરૂરી છે.

અન્ય

લોકોએ રસ્તા સાથેના જોડાણને કારણે તેમણે વેઠવી પડતી પરેશાનીઓ વિશે પણ જણાવ્યું હતું. એમ્બ્યુલન્સ અને પાણીનાં ટેન્કરો ઘર સુધી પહોંચી નથી શકતાં અને ખેતીની સિઝનમાં જ્યારે બાળકોને ખેતરોમાંથી જવા નથી દેવાતાં ત્યારે તેઓ શાળાએ જઈ નથી શકતાં. જેમની જમીન પરથી રસ્તો પસાર થતો હોય તેવા ખેડૂતોની મંજૂરીથી એમજીનરેગા હેઠળ જાડી રેતી અને નાની પથરીઓ-કાંકરીઓ પાથરીને રસ્તાઓ બનાવી શકાય છે.

ઉપરોક્ત તમામ પ્રશ્નો નોંધવામાં આવ્યા હતા અને તેમનું નિરાકરણ લાવવા માટે યોગ્ય જાહેર સત્તા સમક્ષ તેની રજૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનને પગલે જાહેર કાર્યક્રમો વિશે લોકોમાં જાગૃતિ ફેલાઈ હતી અને સાથે જ પડતર પ્રશ્નોના નિરાકરણ માટેનો માર્ગ પણ મોકળો થયો હતો. નોંધવામાં આવેલા પ્રશ્નોની યાદી કોઠા નં.1 માં આપવામાં આવી છે.

'વેલ્થહંગરલાઈફ' અને 'એકજુટ'ના ફિલ્ડ પ્રોજેક્ટની શૈક્ષણિક મુલાકાતઃ જાહેર આરોગ્યની સેવાઓના સ્તરમાં સુધારો

'ઉન્નતિ'ના બે યુવાન કાર્યકર્તાઓએ 7-9 સપ્ટેમ્બર, 2015 દરમિયાન ઝારખંડ સ્થિત સહભાગી સંગઠન 'એકજૂટ' તથા 'વેલ્થહંગરલાઇફ'ની કાર્યક્ષેત્રની ત્રણ દિવસની શૈક્ષણિક મુલાકાત (લર્નિંગ એક્સપોઝર વિઝિટ) લીધી હતી. આ મુલાકાત પાછળનો હેતુ, જાહેર આરોગ્ય માટેની સેવાઓ સુધીની પહોંચની ગુણવત્તા વધારવા માટે અનુસરવામાં આવતી પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ વિશે સમજૂતી મેળવવાનો હતો. 'યુરોપીય સંઘ' 'ઇયુ'ની સહાયથી જાહેર કાર્યક્રમો અંગેની માહિતીની પ્રાપ્યતા અંગેના કાર્યરત પ્રોજેક્ટ હેઠળ આ મુલાકાત હાથ ધરવામાં આવી હતી.

ઝારખંડના આદિવાસી વિસ્તારોમાં જાહેર આરોગ્યની સુવિધાઓનો યોગ્ય અમલ થતો નથી. અહીં માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ઘણો ઊંચો છે. આ પ્રદેશનો આદિવાસી સમુદાય તમામ પ્રકારની સારવાર માટે ઓજસ (શમન) પર આધાર રાખે છે. તેઓ હોસ્પિટલની મર્યાદિત પહોંચ ધરાવે છે તથા મહદ્અંશે ઉપચારની પરંપરાગત પદ્ધતિઓ પર આધાર રાખે છે. આ ઉપરાંત નિરક્ષરતા અને ગરીબી પણ માતા અને શિશુ મૃત્યુ દર પાછળનાં મહત્વનાં પરિબળો હોઈ શકે છે. 'એકજુટ' સંસ્થાએ ઝારખંડ તથા ઓરિસ્સા એ બે રાજ્યોના ઘણા તાલુકાઓમાં નવજાત શિશુઓ તથા માતાના આરોગ્યના પ્રશ્નો પર ધ્યાન આપવા માટે સમુદાયોનું સશક્તિકરણ કરવાની પ્રક્રિયા થકી માતા તથા નવજાત શિશુના આરોગ્ય તથા પોષણ ક્ષેત્રે કામગીરી શરૂ કરી છે.

'એકજુટ' સહભાગી શૈક્ષણિક કામગીરી (પાર્ટિસિપેટરી લર્નિંગ એક્શન - પીએલએ) પ્રક્રિયાને અનુસરે છે. જેમાં ખાસ કરીને મહિલાઓનાં જૂથોની મદદથી આરોગ્યના પ્રશ્નો અંગેની માહિતીનો પ્રસાર કરવામાં આવે છે. ચાર તબક્કાઓમાં 24 બેઠકો યોજાય છે અને દર મહિને એક બેઠક યોજાય છે. આ બેઠકોનું આયોજન વ્યૂહાત્મક ધોરણે કરવામાં આવે છે. જેમાં આરોગ્યના પ્રશ્નને લગતો એક મુદ્દો અગાઉથી નક્કી કરવામાં આવે છે. મહિનામાં એક વખત સમીક્ષા બેઠક યોજાય છે અને આગામી બેઠક માટે ચર્ચા કરવામાં આવે છે અથવા તો મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે. સહભાગિતાયુક્ત શૈક્ષણિક કામગીરી સમાજમાં પ્રવર્તતી અસમાનતાની સમસ્યા તરફ સમુદાયનું ધ્યાન દોરે છે અને સમુદાયના સભ્યો બહિષ્કારના વિવિધ માપદંડો વિશે સમજૂતી મેળવે છે અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાં - જેમ કે વિકલાંગતા ધરાવનારી મહિલાઓ, એકલા હાથે બાળકને ઉછેરતી માતા, ગામથી ઘણે દૂર રહેતી મહિલાઓ, અશિક્ષિત માતા, ગર્ભવતી મહિલાઓ, વધુ બાળકો ધરાવતી માતાઓ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેવાં સામાજિક ધોરણે વંચિત હોય તેવાં જૂથોનાં સભ્યોને સામેલ કરવા સક્ષમ બને છે. કિશોરીઓને આવી બેઠકોમાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે તથા બેઠકમાં હાજરી આપતાં સહભાગીઓમાં કિશોરીઓનું પ્રમાણ 10-15 ટકા જેટલું હોય છે.

બેઠકો ચાર તબક્કામાં હાથ ધરવામાં આવે છે. દરેક તબક્કામાં ઘણી બેઠકો (કેટલીક વખત ત્રણ કે ચાર) યોજાય છે. પ્રથમ તબક્કામાં માતા તથા નવજાત શિશુના આરોગ્યના પ્રશ્નો નક્કી કરીને તેની પ્રાથમિકતા નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવે છે. ત્યાર બાદ, બીજા તબક્કામાં પ્રાથમિકતા આપવામાં આવી હોય તેવા મુદ્દાઓ માટેની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. ત્રીજા તબક્કાઓમાં આ વ્યૂહરચનાઓનો અમલ કરવામાં આવે છે. ચોથા અને અંતિમ તબક્કામાં વ્યૂહરચનાઓના અમલીકરણ બાદ, દેખરેખ અને મૂલ્યાંકન થકી અમલીકરણની અસરકારકતાની સમીક્ષા કરવામાં આવે છે. પ્રથમ બેઠકમાં સંગઠન વિશે તથા ગામમાં કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે તેની માહિતી પૂરી પાડવામાં આવે છે. તે પછી શ્રેણીબદ્ધ બેઠકોમાં સહભાગિતાની પ્રક્રિયાના આધારે આરોગ્યલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ સમુદાય દ્વારા જ હાથ ધરવામાં આવતી હોવાથી પ્રવૃત્તિઓ તેમ જ કાર્યક્રમ પ્રત્યે સમુદાયમાં માલિકીનો ભાવ જન્મે છે. આ પ્રક્રિયા દરમિયાન લોકો એકમેક પાસેથી શીખે તે સુનિશ્ચિત કરવામાં આવે છે.

વપરાશમાં લેવાતી કેટલીક પદ્ધતિઓ નીચે મુજબ છે:

લીસા ગોળ પથ્થર (ગોટી)ની રમત વડે સમસ્યાને પ્રાથમિકતા આપવી પહેલા તબક્કા દરમિયાન ચિત્રોનાં વિવિધ કાર્ડ્ઝ વડે માતા અને નવજાત શિશુના આરોગ્યના પ્રશ્નો નક્કી કરવામાં આવે છે અને ત્યાર બાદ લીસ્સા ગોળ પથ્થર (ગોટી) અથવા તો મતદાનની રમતના આધારે આ સમસ્યાઓની પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે. આ રમતમાં ચિત્રોનાં કાર્ડ જમીન પર ગોઠવવામાં આવે છે અને જેની ચર્ચા ન કરવામાં આવી હોય તેવી સમસ્યા માટે એક કોરૂં કાર્ડ પણ મૂકવામાં આવે છે. તમામ સહભાગીઓને છ લીસા પથ્થરો (ગોટી) આપવામાં આવે છે. હવે, તેમને જે મુદ્દો સૌથી વધુ મહત્વપૂર્ણ લાગતો હોય, તે ચિત્રના કાર્ડ પાસે તેમને ત્રણ પથ્થર (ગોટી) મૂકવાનું જણાવવામાં આવે છે, ત્યાર પછીના બીજા ક્રમના મહત્વના મુદ્દા માટે બે અને ત્રીજા ક્રમના મુદ્દા માટે એક પથ્થર (ગોટી) મૂકવાનું જણાવવામાં આવે છે. ત્યાર પછી પથ્થરો (ગોટી)ની ગણતરી કરવામાં આવે છે અને જે ચિત્રના કાર્ડ પાસેથી સૌથી વધુ સંખ્યામાં પથ્થરો મળી આવે, તે મુદ્દાને તે ગામ માટેનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન ગણવામાં આવે છે. ત્યાર બાદ પસંદગી પામેલી સમસ્યાઓ વિશે સમુદાયને જાણ કરવામાં આવે છે.

વાર્તા સંભળાવવી

કામગીરીની પ્રક્રિયા દરમિયાન લોકો આરોગ્યના પ્રશ્નોને બહેતર રીતે સમજી શકે તે માટે ટીમ દ્વારા વાર્તા સંભળાવવાના નવતર પ્રયોગનો અમલ કરવામાં આવ્યો છે. લોકો વાર્તામાંનાં પાત્રો સાથે સ્વયંને સરળતાથી સાંકળી શકે તે રીતે વાર્તા તૈયાર કરવામાં આવી છે. વળી, સમુદાય માટે સામાન્ય હોય તેવા નામ પરથી પાત્રનું નામ રાખવું, સ્થાનિક વાતાવરણ ઊભું કરવું, સ્થાનિક ભાષામાં વાર્તા કહેવી વગેરે જેવી પ્રયુક્તિઓ પણ અપનાવાઈ છે. પોતાનો વિચાર અન્ય લોકો સમક્ષ રજૂ કરવા માટે વાર્તા એ શ્રેષ્ઠ માધ્યમ છે અને સૌ જાણે છે તેમ ભાષણ કે વ્યાખ્યાન સાંભળવાને બદલે વાર્તા સાંભળવી લોકોને વધુ ગમે છે અને તે સહેલાઈથી યાદ પણ રહી જાય છે. વળી, સમુદાય પણ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લે છે. આ પ્રક્રિયા દરમિયાન માતા અને નવજાત શિશુને લગતા આરોગ્યના વિવિધ પ્રશ્નો વર્ણવવા માટે ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે ગ્રામજનોને માહિતી પૂરી પાડવામાં આવે છે.

સેતુ સાધવાની રમત

સમુદાય જે વ્યૂહરચનાઓનો અમલ કરવાનો પ્રયત્ન કરવા માંગતો હોય તે વ્યૂહરચનાઓ દર્શાવવા માટે આ મહત્વપૂર્ણ રમતનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જૂથનાં સભ્યો તેમના નબળા આરોગ્યની વર્તમાન પરિસ્થિતિથી તંદુરસ્ત આરોગ્ય તરફ જવા માટે સેતુ બાંધવાનો પ્રયત્ન કરે છે. ગામમાં કે સમુદાયમાં મોજૂદ વ્યક્તિઓ દ્વારા નદીના બે કાંઠા દર્શાવવામાં આવે છે તથા તેમણે નક્કી કરેલી સમસ્યાઓ અને તેમણે નક્કી કરેલા ઉપાયોના આધારે તેઓ એવી સુયોગ્ય અને સાનુકૂળ વ્યૂહરચનાઓ શોધશે, જે તેમને નદીના સામેના કાંઠે, આરોગ્યપ્રદ સ્થિતિ તરફ લઈ જાય. આ મુલાકાત દરમિયાન બંને કાર્યકર્તાઓ બુંદુ ખાતે ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (સંજીવની સમિતિ) વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યૂટ્રશન કમિટી) - વીએચએસએનસી બેઠકમાં પણ હાજર રહ્યા હતા. ગ્રામ આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ (વીએચએસએનસી)ના સભ્યો અને એકજુટ સંગઠનના સહાયક કાર્યકરોની મદદથી ગામની સહિયા (આશા કાર્યકરો) દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં માતા અને બાળકોના રસીકરણ અને પોષણના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ એક છોકરીના બાળપણથી લઈને ગર્ભવતી થવા સુધીના અને પ્રસૂતિ અને પ્રસૂતિ બાદના જીવન ચક્ર પર આધારિત હતી. મહિલાએ રસીકરણ કરાવ્યું હતું કે કેમ, તેના પરિવારે કેવી રીતે તેને મદદ કરી હતી, સલામત પ્રસૂતિ કેવી રીતે થઈ હતી, પ્રસૂતિ બાદનાં પરિણામો તથા પરિસ્થિતિ કેવાં હતાં અને તે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવામાં આવ્યો હતો વગેરે જેવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ત્યાર પછીના દિવસે ખુન્ટી જિલ્લાના ટોર્પા તાલુકામાં અન્ય એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે બેઠક પ્રાથમિક પ્રશ્નો માટેની વ્યૂહરચનાઓના આયોજન અંગેની હતી. આ બેઠકમાં અગાઉ જણાવેલી સેતુ સાધવાની રમતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ક્ષેત્ર સહાયકોની ભૂમિકા

સહાયકો જે-તે ગામના જ રહેવાસી હોય છે. તેના કારણે સમુદાયમાં સ્થાનિકપણાની લાગણી જન્મે છે અને ભાષાની અડચણ પણ થતી નથી. ચારેય તબક્કાઓ માટે તેમ જ જરૂરિયાત પ્રમાણે સહાયકોને તાલીમ આપવામાં આવે છે. પીએલએની પ્રક્રિયા પાર પાડવાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાતો દ્વારા સમયાંતરે સહાય પણ પૂરી પાડવામાં આવે છે. ગામમાં દર મહિને એક વાર આયોજિત બેઠક યોજવાની સહાયકની મુખ્ય જવાબદારી છે. સહાયકોની સહાયક જરૂરિયાતો સમજવા માટે માસિક સમીક્ષા બેઠકો હાથ ધરવામાં આવી હતી. ક્ષેત્રીય સ્તરના સહાયકોની મુખ્ય જવાબદારી નીચે પ્રમાણે છેઃ

1. ગ્રામીણ સ્તરે બેઠકો હાથ ધરવીઃ સહાયકો ગામમાં પીએલએ બેઠકો યોજે છે. સહાયક એ સુનિશ્ચિત કરે છે કે ગામનાં સીમાંત લોકો પણ બેઠકમાં હાજર રહે. આ બેઠકમાં પુરુષો પણ ભાગ લે છે પરંતુ મહિલાઓની સરખામણીમાં તેમનો સહભાગિતા દર ઓછો હતો. ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વિલેજ હેલ્થ એન્ડ સેનિટેશન એન્ડ ન્યૂટ્રિશન કમિટિ - વીએચએસએનસી) સભ્યો, આંગણવાડી કાર્યકર્તા, સહિયા (આશા કાર્યકર), પંચાયતના ચૂંટાયેલા સભ્યો વગેરે પણ બેઠકમાં હાજર રહે છે.

2.     આરોગ્ય સંબંધિત સમસ્યાઓ નક્કી કરવાની કામગીરી સામુદાયિક ભાગીદારી સાથે હાથ ધરવામાં આવે છે. માતા અને બાળક સંબંધિત આરોગ્યની સમસ્યાઓ વિશે માહિતી પૂરી પાડવી.

3.     આશા તથા સ્થાનિક સ્તરના અન્ય આરોગ્ય કાર્યકર્તાઓ સાથે સહકાર પ્રસ્થાપિત કરવો.

4.     વીએચએસએનસી બેઠકોમાં ભાગ લેવો અને સંબંધિત ગામોમાં તેમના કાર્ય વિશે માહિતી પૂરી પાડવી.

5.     રોલ-પ્લે માટે મદદ પૂરી પાડવીઃ સહાયક જૂથનાં મહિલા સભ્યોને રોલ-પ્લેમાં સામેલ થવા માટે પ્રોત્સાહન પૂરૂં પાડતા હતા. આ રોલ-પ્લેમાં મુખ્યત્વે ગામમાં માતા અને નવજાત શિશુના આરોગ્યને લગતા પ્રશ્નો પર ભાર મૂકે છે.

અવલોકનો:

મહિલાઓની સહભાગિતા

અમે ગ્રામીણ સ્તરની બેઠકની મુલાકાત લીધી તે દરમિયાન ગ્રામ્ય સ્તરની બેઠકોમાં સામેલ થતી મહિલાઓની સંખ્યા ઘણી વધારે (60) હતી. આમ, આ પ્રદેશમાં યોજાતી બેઠકોમાં મહિલાઓની સક્રિય સહભાગિતા જોવા મળી હતી. બેઠક દરમિયાન આરોગ્ય કાર્યકર્તાઓ પણ હાજર હતા અને સમુદાય સાથે વાતચીત કરીને તેઓ તેમને નવી માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરતા હતા.

કામગીરી સાથે જોડાણ

સ્વચ્છતા અને પોષણ અંગે પૂરી પાડવામાં આવેલી માહિતીનો મહિલાઓ તેમના રોજિંદા જીવનમાં અમલ કરે છે. ગામમાં મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે મહિલાઓ તથા સમુદાય તેમની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખે છે, સૂવા માટે તેઓ મચ્છર જાળીનો ઉપયોગ કરે છે, જમતાં પહેલાં અને જમ્યા પછી તેઓ સાબુ વડે હાથ ધુએ છે, વાસી તથા ગંદું પાણી જમા નથી થવા દેતા તથા સંસ્થાકીય સેવા માટે હંમેશા સજ્જ રહે છે. સહભાગી શૈક્ષણિક કામગીરી (પીએલએ) પ્રક્રિયામાં પ્રસૂતિ બાદ તાત્કાલિક ધોરણે ગર્ભનાળ કાપવાનું નિદર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત સમુદાયના સભ્યોને પણ કટોકટીની સ્થિતિ માટે સજ્જ રહેવાની સૂચના આપવામાં આવે છે. પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને શિશુના જન્મ પહેલાં અને જન્મ પછી લીલાં શાકભાજી જેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. અગાઉ, પરિવારનાં સભ્યો પરંપરાગત વિચારસરણીને પગલે માતાને સુયોગ્ય આહાર નહોતાં આપતાં. પરંતુ, એકજુટ દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરીને પગલે, સમુદાયે આ પરંપરાનો અંત આણ્યો છે અને મહિલાઓના બહેતર આરોગ્ય પર વધુ ભાર મૂકવામાં આવે છે. માછલી, લીલાં શાકભાજી વગેરે જેવી સ્થાનિક ખાદ્ય પેદાશોના સેવનને વધુ મહત્વ આપવામાં આવે છે. અગાઉ નવજાત શિશુને ઘણા દિવસો સુધી માતાના સ્તનપાનથી વંચિત રાખવામાં આવતું હતું. ઘણી વખત પ્રસૂતિ બાદ માતાનું બે દિવસનું સ્તનપાન (કોલોસ્ટ્રમ)ને બદલે બાળકને બકરીનું દૂધ પીવડાવવામાં આવતું હતું અને ધાર્મિક વિધિ સંપન્ન કર્યા બાદ જ માતા બાળકને સ્તનપાન કરાવી શકતી હતી, પરંતુ હવે ગામમાં સતત યોજાતી બેઠકોને પગલે ગ્રામજનો નવજાત શિશુને સ્તનપાન કરાવવાનું મહત્વ સમજતાં થયાં છે. મહિલાઓને આંગણવાડી કાર્યકર દ્વારા નિયમિતપણે રસી આપવામાં આવે છે તથા નિયમિતપણે તેમની તપાસ કરવામાં આવે છે.

સુઆયોજિત બેઠકો

ગ્રામ્ય સ્તરની બેઠકો સુઆયોજિત સ્વરૂપે યોજાય છે. આ બાબત ઘણી લાભદાયી નીવડે છે, કેમ કે સૂચિત બેઠકમાં ચોક્કસ કઈ કામગીરી કરવાની છે તે અંગે સમુદાય અને જૂથને જાણકારી હોય છે. ગામમાં આગામી બેઠકનું આયોજન કરતાં પહેલાં કાર્યકરો સાથે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે.

વ્યવહારુ માર્ગદર્શન

મિટિંગ દરમિયાન કિચન ગાર્ડન વિશે જાણકારી પૂરી પાડવી એ પણ આ પ્રવૃત્તિનો શ્રેષ્ઠ ભાગ છે કારણ કે લોકો આ પ્રવૃત્તિ જરૂર કરતાં હોય છે, પરંતુ આ કામગીરી ચોકસાઈ સાથે કેવી રીતે કરવી અને આવી પ્રવૃત્તિ કેવી રીતે સુસંગત છે તે વિશે તેમને કોઈ જાણકારી નથી હોતી. કાંગારૂ પદ્ધતિ - કે જેમાં બાળકને છાતી સરસું ચાપવું - તે બાળકને હૂંફ આપવા માટે ઘણી ઉપયોગી પદ્ધતિ હોઈ તે વિશે જાણકારી આપવી ઘણી માહિતીપ્રદ છે. માર્ગદર્શનના ભાગરૂપે નાણાંની વ્યવસ્થા કરવી, વાહનની વ્યવસ્થા કરવી, હોસ્પિટલ જવું શક્ય ન હોય તેવા સંજોગોમાં દાયણની પસંદગી કરવી, કપડાં સ્વચ્છ રાખવાં તથા પરિવારનાં સભ્યોએ ઘરની નિયમિત સફાઈ કરવી વગેરે જેવી સાવચેતીની બાબતોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત સ્વચ્છતા ઘણી જ મહત્વની બાબત બની રહે છે. પીએલએ બેઠકોમાં સહાયક હાથ ધોવાની સમગ્ર પ્રક્રિયાનું તબક્કાવાર નિદર્શન કરે છે અને આ પ્રક્રિયામાં સમુદાયના સભ્યોને પણ સાંકળે છે. તેથી, સમુદાયનાં સભ્યો સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું વ્યવહારૂ જ્ઞાન મેળવે છે.

પુરુષોની સામેલગીરી

લક્ષિત જૂથ મહિલાઓ હોવા છતાં, પુરુષ સભ્યોની સહભાગિતા પણ આવકાર્ય છે. મહિલાઓ અને પુરુષોને આવરી લેતું આ સરાહનીય દ્રષ્ટાંત છે કારણ કે પુરુષો કુટુંબના વડા છે અને તમામ નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવે છે. તેથી બેઠકોમાં તેમની સામેલગીરીથી ઘણો ફેર પડી શકે છે. જો પરિવારના પુરુષ સભ્યો, માતા અને શિશુના આરોગ્યના મહત્વથી વાકેફ હોય, તો તેઓ મહિલાઓને આરોગ્યને લગતી બહેતર સુવિધાઓ મેળવવામાં મદદ કરી શકે છે. કાંગારૂ પદ્ધતિનો અમલ પુરુષો પણ કરી શકે છે. આમ કરવાથી મહિલાઓ પર ઘર અને કુટુંબના કાર્યોનું ભારણ ઘટાડવામાં પણ મદદ મળી શકશે.

જાહેર સેવા પૂરી પાડતા કર્મચારીઓ તથા સમિતિઓ સાથે જોડાણ સહભાગી શૈક્ષણિક કામગીરી (પીએલએ) બેઠકોને સમાંતર, પીએલએ પ્રક્રિયાઓ થકી ગ્રામ આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી) બેઠક પણ હાથ ધરવામાં આવે છે. તે બેઠકોમાં વીએચએસએનસીના સભ્યો, સહિયા (આશા કાર્યકર), એએનએમ અને આંગણવાડી કાર્યકરો, પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા ગ્રામજનો ભાગ લે છે. આવી બેઠકો મહિને એક વાર યોજાય છે અને દર મહિને જુદા-જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે છે. સહિયા, એએનએમ અને આંગણવાડી કાર્યકરો સક્રિયપણે બેઠકોમાં ભાગ લે છે અને આરોગ્ય તથા પોષણને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતીનું આદાન-પ્રદાન કરે છે. આમ, સમુદાયનાં સભ્યો આરોગ્ય અને પોષણની યોજનાઓ સાથે જોડાયાં છે. બેઠકોમાં બહિષ્કૃત સમુદાયોને સમાવિષ્ટ કરવા પર વધુ ભાર મૂકવામાં આવે છે અને યોગ્ય લાભાર્થીઓ આરોગ્ય અને પોષણની સેવાઓ સાથે જોડાઈ રહ્યાં છે.

જાહેર આરોગ્ય સેવા પૂરી પાડવા ક્ષેત્રે હકારાત્મક પરિવર્તન

માતા અને શિશુના આરોગ્યલક્ષી પ્રશ્નો માટે આ પ્રદેશમાં એકજુટ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોને પગલે પરિસ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. લોકો માતા અને શિશુ માટે સારૂં અને તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવા માટે તેમને આપવામાં આવતાં સૂચનોનું પાલન કરે છે. સહિયા (આશા), એએનએમ અને આંગણવાડી કાર્યકરો (એડબલ્યુડબલ્યુ) જેવા સેવા પૂરી પાડતા કાર્યકરો પણ પીએલએ બેઠકોમાં હાજર રહે છે. આગલી હરોળના આરોગ્ય કાર્યકર્તાઓ બેઠકના આયોજન માટે તમામ જરૂરી મદદ પૂરી પાડે છે. તેઓ જનની સુરક્ષા યોજના (જેએસવાય), જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (જેએસએસકે), રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા (આરએસબીવાય), ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઇસીડીએસ), મીડ ડે મીલ (એમડીએમ) વગેરે જેવી આરોગ્ય અને પોષણલક્ષી યોજનાઓ તથા તે હેઠળ મળવાપાત્ર અધિકારો વિશે ચર્ચા કરે છે. આમ, સરકારી સ્ટાફ સાથે પણ સહકારયુક્ત સંબંધ સ્થાપિત થાય છે. સહિયા (આશા કાર્યકર), જલ સહિયા, પંચાયતનાં ચૂંટાયેલા સભ્યો, ગામનાં આંગણવાડી કાર્યકરો તથા વીએચએસએનસીનાં સભ્યો પણ આ બેઠકોમાં હાજર રહે છે. કુપોષણને સાંકળીને બાળ લગ્નો અને નાની વયે ગર્ભાવસ્થા જેવા ગંભીર મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવે છે. સમુદાયમાં હવે બાળ લગ્નો, નાની વયે ગર્ભાવસ્થા જેવી સમસ્યાઓની વિપરિત અસરો વિશે સમજ પ્રવર્તે છે.

(અમને શીખવાની અમૂલ્ય તક પૂરી પાડવા બદલ અમે વેલ્થહંગરલાઇફ અને એકજુટના સહકર્મીઓ તેમ જ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ મુલાકાત દ્વારા જાહેર આરોગ્ય સેવા અસરકારક રીતે પૂરી પાડવા માટે અને માતા તથા શિશુનું આરોગ્ય સ્તર ઊંચું લાવવા ક્ષેત્રે કામગીરી કરવા માટે પૂરતી સમજૂતી પ્રાપ્ત થઈ છે.)

જોધપુરમાં દલિત યુવા સંમેલન - ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય

- તોલારામ ચૌહાન

માનવ અધિકારના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખીને યોજાતાં આંતરરાષ્ટ્રીય સંમેલનોને પગલે રાજસ્થાન શૈક્ષણિક વહીવટ અને વ્યવસ્થાપન સમિતિ દ્વારા 10-12-1999ના રોજ ઉદયપુર ખાતે યોજવામાં આવેલું સંમેલન મહત્વપૂર્ણ રહ્યું હતું. આ સંમેલનમાં માનવ અધિકારોની પ્રખર હિમાયત કરવામાં આવી હતી. આ પ્રદેશમાં અનુસૂચિત જાતિ તથા જનજાતિની વાસ્તવિક પરિસ્થિતિથી સૌ વાકેફ છે. માનવ અધિકારનો મુદ્દો અવાર-નવાર ચર્ચાતો રહે છે, ત્યારે આજે પણ પશ્ચિમ રાજસ્થાનમાં ઘણાં સંગઠનો દલિતોના પ્રશ્નો અંગે સક્રિય કામગીરી કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયમાં જુદા-જુદા પ્રદેશોમાં સંગઠનની યોજાયેલી બેઠકોમાં એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો કે તાજેતરમાં દલિતો પર થતા અત્યાચારોની ફરિયાદોમાં વધારો થયો છે અને જો તમામ સંગઠનો સમાન વિચારધારા સાથે આગળ આવે, તો જ ન્યાય પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકાશે.

ભારતના બંધારણના અનુચ્છેદ-21 અને સંયુક્ત રાષ્ટ્રની સંધિઓ, જેમ કે અનુચ્છેદ-5 (બી), તમામ પ્રકારના જાતિગત ભેદભાવો નાબૂદ કરવા માટેની સમજૂતી-1965 અને અનુચ્છેદ (6) નાગરિક અને રાજનૈતિક અધિકારો પરની આંતરરાષ્ટ્રીય સંધિ-1966 હેઠળ કરવામાં આવી છે અને આ સંધિઓ દલિતો તથા સામાજિક બહિષ્કૃતતાનો ભોગ બનેલા અન્ય સમુદાયો માટે ઘણી જ અગત્યની છે. આ સંદર્ભમાં દલિત - ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના મહત્વપૂર્ણ પ્રયત્ન પર ધ્યાન આપવું જરૂરી છે.

22 નવેમ્બર, 2015ના રોજ જોધપુર મેઘવાલ બગેચીમાં 250 લોકોની હાજરી જાણે દલિત અધિકાર અભિયાનના પુનઃજાગરણનો સંકેત આપી રહી હતી. સૌથી ઉત્સાહપ્રેરક બાબત એ હતી કે, હાજર લોકોમાં યુવાનોની સંખ્યા વધારે હતી અને તમામ યુવાનો ઉત્સુકતાથી પ્રેરાઈને તેમ જ સામાજિક માધ્યમોના સંપર્ક થકી હાજર રહ્યા હતા. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા એક વર્ષમાં દલિતો પર થયેલા અત્યાચારો અંગે તથા તે અંગેના કાયદાકીય તથા હકારાત્મક અને નકારાત્મક પાસાંઓ પર ચર્ચા કરવાનો, સંગઠનની સક્રિયતામાં ચેતનાનો સંચાર કરવાનો અને સાથે જ પીડિતોને તેમની વાત રજૂ કરવા માટેનો મંચ પૂરો પાડવાનો હતો. જોધપુરમાં પ્રાદેશિક સ્તરે યોજાયેલા આ સંમેલનમાં છ જિલ્લાઓના 63 તાલુકામાંથી દરેક તાલુકાના બે પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાગૃત નાગરિકો તથા કાર્યકર્તાઓ પણ તેમાં સામેલ થયા હતા.

સંમેલનની રૂપરેખા નક્કી કરતી વખતે 21 સભ્યોની એક સમિતિ રચવામાં આવી. આ સમિતિનો ઉદ્દેશ્ય તમામ કામગીરી સુચારૂ રીતે અને સમય અનુસાર પાર પડે તે સુનિશ્ચિત કરવાનો હતો. યુવાન કાર્યકર્તાઓની જવાબદારીપૂર્વકની કામગીરી અને તેમનું પારદર્શક આયોજન આ સંમેલનનું સૌથી પ્રોત્સાહક પાસું બની રહ્યું. તમામ કેસોના પીડિત પરિવારોના સભ્યોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને કાર્યક્રમનો શુભારંભ કર્યો. તાજેતરની એક ઘટનામાં પોતાનો ભાઈ ગુમાવનાર બુદ્ધરામ મેઘવાલે જણાવ્યું કે, બાબા સાહેબે ઘડેલા કાયદાને કારણે જ આપણે ન્યાયની વાત કરી શકીએ છીએ. દલિતોની સ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે. આ પરિસ્થિતિનાં કારણો વિશે આપણે સાથે મળીને ચર્ચા કરીશું અને કારણોનું વિશ્લેષણ કર્યા બાદ તે કારણોથી છૂટકારો મેળવવા માટેના ઉપાયો શોધવાનો પ્રયત્ન કરીશું.

સંમેલનમાં સૌ પ્રથમ પીડિત પક્ષે પોતાની પીડા તથા અનુભવ વિશે વાત કરી. જેમ કે, બાડમેર જિલ્લાના ખેજડિયાલી ગામના રહેવાસી ચૌથારામે તેમના ભાઈ ગોવિંદની હત્યા, તેનો કેસ અને ન્યાય મેળવવા માટે કરવામાં આવેલા પ્રયત્નો વિશે સભ્યોને જણાવ્યું. તે જ રીતે બાલોતરાના મેવાનગરથી આવેલા બુદ્ધરામે તેમના ભાઈ પોલારામની હત્યાની ઘટના ટાંકીને આ મામલાની હાલની સ્થિતિ તથા તેમાં આવેલી અડચણો વિશે જણાવ્યું. જેસલમેરના રામગઢમાં માહિતીના અધિકારનો ઉપયોગ કરીને દલિતોની સેંકડો વીઘા જમીન પરનાં અતિક્રમણો દૂર કરવાનો કેસ લડનાર અધ્યાપક બાબુલાલે જણાવ્યું કે અધિકાર મેળવવા માટેની આ લડતને કારણે તેમના ઉપર જીવલેણ હુમલો થયો અને હુમલાખોરોએ માર મારીને તેમને નહેરમાં ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો. જો કે, હિંસક હુમલો થવા છતાં બાબુલાલનો જુસ્સો હજી પણ યથાવત છે. સંમેલન દરમિયાન 10 કરતાં વધુ લોકોએ આવા ગંભીર બનાવો અને પ્રક્રિયાઓ અંગેના પોતાના અનુભવોની ચર્ચા કરી.

છેલ્લા એક વર્ષમાં બાડમેર જિલ્લામાં નોંધાયેલા આ પ્રકારના કેસો વિશે માહિતી આપતાં બાડમેર પંચાયત સમિતિના ભૂતપૂર્વ મંત્રી શ્રી ઉદારામ મેઘવાલે જણાવ્યું કે, લોકો અને સમાજ પીડિત વ્યક્તિની પડખે ઊભા રહે તે અત્યંત જરૂરી છે, જેથી સ્થાનિક સ્તરે દબાણ ઊભું કરી શકાય અને પીડિત પરિવારને પણ સધિયારો મળી રહે. સાથે જ, કેસ રજૂ કરવા માટેની સંપૂર્ણ કાનૂની તૈયારી કરી લેવી પણ ખૂબ મહત્વની બની રહે છે. તેમાં વિલંબ કરવાથી ન્યાય પ્રક્રિયા આડે અવરોધ ઊભો થાય છે. કિશન મેઘવાલે ઘરેલૂ હિંસા અધિનિયમ 2005ની કલમ 498 (એ) અને 498 (બી)ના અમલ વિશે જાણકારી પૂરી પાડી, તો ગોરધન જયપાલે દલિત મહિલાઓ પર થતા અત્યાચાર તથા નિર્ણય લેવામાં તેમની સામેલગીરીની હકીકત વર્ણવી. પોતાનો મત વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે કોઈ પણ ક્ષેત્રે મહિલાઓની સામેલગીરી વિના તેમની સમસ્યાઓને અસરકારક રીતે રજૂ કરી શકાતી નથી. આમ, તેમણે દલિત મહિલાઓને સંગઠિત કરીને તેમને મંચ પૂરો પાડવા માટેની જરૂરિયાત દર્શાવી હતી. ફલોદી ધૌલાબાલાના રહેવાસી સંતોષ લખન વાલ્મિકીના જણાવ્યા પ્રમાણે સુએજ (ગટર વ્યવસ્થાને લગતી કામગીરી)માં કામ કરતા કામદારોને સલામતીનાં કોઈ પણ સાધનો પૂરાં પાડવામાં નથી આવતાં અને બચાવની પદ્ધતિ જાણ્યા વિના સૂએજમાં કામ કરતા કામદારો મોતને ભેટે છે. આવી ઘટનાઓને અકસ્માતમાં ખપાવી દેવાય છે, પણ વાસ્તવમાં આ એક પ્રકારની હત્યા છે. કારણ કે સ્થાનિક વહીવટી તંત્ર સઘળી હકીકતથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરે છે. ભરત ભાટી અને કિશન ખુડીવાલે દલિત યુવા સંગઠન રચવા પર અને શક્તિઓને યોગ્ય દિશામાં વાળવા પર ભાર મૂક્યો. એક માત્ર દલિત મહિલા પ્રતિનિધિ લલિતા પંવારે પોતાના વિચારો રજૂ કર્યા. સમગ્ર ચર્ચાના સારરૂપે ભંવર મેઘવંશીએ જણાવ્યું કે દરેક કેસનાં તથ્યો પર ધ્યાન આપીને તેના આધારે જ ન્યાય મેળવવા માટેની વ્યૂહરચના ઘડવી જોઈએ. આ ઉપરાંત સંગઠનોનું રાજ્ય કક્ષાનું એક એવું મજબૂત નેટવર્ક સ્થાપવું, જે જૂથબંધીના રાજકારણને બદલે ફક્ત હકીકતને જ ધ્યાન પર લે. માધ્યમોની ભૂમિકાનું મહત્વ આંકીને તેમણે કેસ માટે મજબૂત દસ્તાવેજો તૈયાર કરી શકે તેવી એક ટીમ ઊભી કરવાની જવાબદારી સ્વીકારી.

ખુલ્લી ચર્ચા દરમિયાન તમામ જિલ્લાઓના તાલુકા પ્રતિનિધિઓએ જે-તે પ્રદેશોના પ્રશ્નો અને તે પ્રશ્નોની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. આ ચર્ચામાં બાલોતરાના હુકમેશ રાઠોડ, શિવના એ. કે. પંવાર, કલ્યાણપુરના પેંપારામ બારૂપાલ, ફલૌદીના શિવલાલ બરવડ, સમદડીના ફૂલચંદ કે. પી., સિવાનાના સુભાષ જયપાલ, સિન્ધરીના મોટારામ ગૌડ, જેસલમેરના પ્રભુરામ રાઠોડ, બાપના અશોકજીએ તેમના વિચારો રજૂ કર્યા.

કાર્યક્રમના સંચાલનની જવાબદારી તોલારામ ચૌહાણે ઊઠાવી હતી. કેસો સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, વકીલોની ટીમ તમને વિના મૂલ્યે કાનૂની જાણકારી પૂરી પાડવા માટે અને કાર્યવાહીમાં સહકાર આપવા માટે હંમેશા સજ્જ રહેશે. આ સંદર્ભમાં આપવામાં આવેલા ચોપાનિયામાં સંપર્કની વિગતો તથા બનાવ બનતાં કયાં પ્રાથમિક પગલાં ભરવાં તેની માહિતી આપવામાં આવી છે. આ પહેલને વધુ મજબૂત બનાવવા માટે તાલુકા અને ગામ કક્ષાએ સમિતિઓની રચના કરવી જોઈએ અને આ સમિતિમાં ન્યાય-પ્રક્રિયામાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે અને ન્યાયની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પીડિતની પડખે રહે તેવા સભ્યોને સામેલ કરવાં જોઈએ. સભામાં નક્કી કરવામાં આવ્યું કે, તાલુકામાં સંપર્ક વ્યક્તિ મારફત સમયાંતરે જાણકારીનો પ્રસાર કરવામાં આવશે. સાથે જ, એ પણ નક્કી કરવામાં આવ્યું કે, કોઈ મામલા અંગે કાર્યવાહી કરતાં પહેલાં તે મામલાની પૂર્વ-તપાસ કરવામાં આવે, દલિત અધિકાર સંગઠનનું જાહેરનામું તૈયાર કરવું અને આગામી સમયમાં તમામ દલિત સંગઠનો માટે રજૂ કરવામાં આવનારા મુદ્દાઓને તે જાહેરનામામાં સામેલ કરવા.

ગરીબો દ્વારા જાહેર સેવાની પ્રાપ્યતાવાજબી ભાવની દુકાનો ખાતે ઓછો જથ્થો મળવા અંગેની ફરિયાદોનું નિવારણ - દીપા સોનપાલ

અગાઉના અંક સપ્ટેમ્બર-ડિસેમ્બર અને મે-ઓગસ્ટ, 2014માં બીપીએલ તથા અંત્યોદય કાર્ડધારકો માટે વાજબી ભાવની દુકાનો (ફેર પ્રાઈસ શોપ્સ - એફપીએસ) દ્વારા રેશન પ્રાપ્ય બનાવવા માટે બારકોડ કૂપન જારી કરવાની તથા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે વળતર તરીકે પાંચ રૂપિયાના લાભ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સમુદાય સાથે થયેલી વાતચીત દરમિયાન ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એફપીએસ/પીડીએસ પાસેથી એક-બે કિલો જેટલું અનાજ ઓછું મળતું હોવાની છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદો બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકો દ્વારા કરવામાં આવી હતી. એફપીએસ દુકાન માલિકો સાથે વાત કરતાં માલૂમ પડ્યું હતું કે તેમને પણ ઓછો જથ્થો મળી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર અને વિજયનગર તાલુકાના મામલતદારને આ બાબત અંગેની જાણ કરવામાં આવી હતી. બંનેએ જણાવ્યું હતું કે જો જથ્થો જ ઓછો મળી રહ્યો હોય તો તે મામલે તાલુકા કે જિલ્લા કક્ષાએ કશું થઈ શકે તેમ નથી અને આ અંગે ગાંધીનગર ખાતે 'અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ' સાથે ચર્ચા કરવી જરૂરી છે. તેથી ગાંધીનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકને આ અંગે જાણ કરવામાં આવી અને સાથે વિજયનગર તાલુકાના એક એફપીએસ દુકાન માલિકે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યાની તુલનામાં આશરે 100 કિલો જેટલા ઓછા ઘઉં મળી રહ્યા હોવાની જાણ કરતી મામલતદારને સંબોધીને લખેલી ફરિયાદની પણ આપવામાં આવી હતી. આ અરજીના આધારે એફએન્ડસીએસના ડિરેક્ટરે જિલ્લા પુરવઠા અધિકારી, સાબરકાંઠાને આ મામલાની તપાસ કરવાની સૂચના આપી કારણ કે તેમના મતે પુરવઠો 100 ટકા હતો અને જથ્થો ઓનલાઇન ભરવામાં આવતો હોવાથી તેમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નહોતી. ઊલટું, દરેક કાર્ડધારક અને એફપીએસ દુકાન માલિક આ વિગતો ઓનલાઇન જોઈ શકતો હતો.

ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર (ડીએસઓ)એ વિજયનગર મામલતદાર ઑફિસની મુલાકાત લેતાં તેમને એફપીએસ દુકાન ખાતે ઓછો જથ્થો મળવા પાછળનાં બે કારણો માલૂમ પડ્યાં. એક તો, આ જથ્થો બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન પ્રક્રિયા પૂરી કરનારા કાર્ડધારકોની સંખ્યા પ્રમાણે જ મળે છે. તેથી જો અમુક વ્યક્તિઓ કે કાર્ડધારકોએ આ પ્રક્રિયા પૂરી ન કરી હોય અને આ ડેટા વિભાગની વેબસાઇટ પર અપલોડ ન કરવામાં આવ્યો હોય, તો દુકાન માલિકને ઘણો ઓછો જથ્થો મળશે. બીજું કે, દરેક એફપીએસ દુકાન માલિકે દર મહિને તેની પાસે બાકી વધેલા જથ્થાની ચકાસણી કરવાની રહે છે અને જો તેની પાસે બિલકુલ અનાજનો જથ્થો ન વધ્યો હોય તો શૂન્ય કરવાનું રહે છે અથવા તો તાલુકા ગોડાઉન ખાતેથી જથ્થો પૂરો પાડવા માટેની પરવાનગી જારી કરતી વખતે સંબંધિત તાલુકા કક્ષાની મામલતદાર કચેરી ખાતેથી અથવા તો કલેક્ટરેટ સ્થિત એનઆઇસી (નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર કાઉન્સિલ) ખાતેથી ઓનલાઇન કામગીરી કરવાની રહે છે. ઓનલાઈન બેલેન્સ શૂન્ય કરવાના રાઈટ્સ એનઆઈસી તાલુકા કક્ષાએ મામલતદાર ઓફિસમાં પૂરવઠા શાખાને આપે તો જ આમાં સુધારો કરી શકાય. ઉપરોક્ત રજૂઆતોને અનુલક્ષીને એનઆઈસીએ ફેબ્રુઆરી 2015માં ઓનલાઈન બેલેન્સમાં સુધારો કરવાના રાઈટ્સ મામલતદાર ઓફિસની પૂરવઠા શાખાને આપ્યા હતા. છતાં પણ પૂરતી તકનીકી સમજ ન હોવાને કારણે ઓનલાઈન બેલેન્સ શૂન્ય કરવાનું શક્ય બન્યું ન હતું. આ પ્રક્રિયા દરમ્યાન સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને પૂરવઠા વિભાગના નિયામકશ્રીની બદલી થઈ હતી. ફરીથી નવા અધિકારીઓ સાથે સંપર્ક કરી તેમને આ સમસ્યાથી સૂચિત કર્યા હતા.

ઓગસ્ટ 2015માં ગુજરાત અન્ન પૂરવઠા વિભાગના નિયામક અને વિજયનગર તાલુકાના મામલતદારશ્રી જોડે સંયુક્ત બેઠકમાં તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો આવે છે તેવી લેખિતમાં અરજી આપવામાં આવી. ત્યારબાદ ફરીથી જિલ્લા કક્ષાના પૂરવઠા વિભાગને એનઆઈસી દ્વારા અનાજના જથ્થાનું બેલન્સ સુધારવા અંગેના રાઈટ્સ આપવામાં આવ્યા. પરંતુ આ વખતે પણ તકનીકી સમજ પૂરતી ન હોવાને કારણે ઓનલાઈન બેલેન્સ શૂન્ય કરવાનું શક્ય બન્યુ ન હતું. ત્યારપછી ગુજરાત અન્ન પૂરવઠા વિભાગના નિયામકશ્રીને ફરીથી રજૂઆત કરવામાં આવી. ડિસેસમ્બર-2015માં પૂરવઠા વિભાગની ટીમે વિજયનગર તાલુકામાં જઈને ત્યાંના કર્મચારીઓને ઓનલાઈન બેલેન્સમાં સુધારો કેવી રીતે કરી શકાય તે અંગે પ્રત્યક્ષ સમજણ આપી અને કહ્યું કે તેમાં જથ્થાના 'ઘટ' અંગેના કોલમમાં ઘટનો જથ્થો દર્શાવવો પડે. આમ જાન્યુઆરી-2016ની સસ્તા અનાજની દુકાનોનો પરવાનો (પરમીટ) કાઢતી વખતે 'ઘટ'ના કોલમમાં જે-તે દુકાનોની ઘટ ભરી દેવામાં આવી અને આ પછી તાલુકાની 40 દુકાનોમાં પૂરો જથ્થો આવી રહ્યો છે તે જાણવા મળ્યું.

ન્યૂઝ ક્લિપિંગ

કોઈ પણ ગરીબ પરિવાર છૂટી ન જાયઃ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ

જોન ડ્રેઝ દ્વારા અંગ્રેજી ભાષામાં લખાયેલો આ લેખ 'ધ હિન્દુ' અખબારમાં જાન્યુઆરી 13, 2016ના રોજ પ્રકાશિત થયો હતો. તેનુ ગુજરાતી અનુવાદ અહી આપવામાં આવ્યું છે. લેખક ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સ, રાંચી યુનિવર્સિટી ખાતે વિઝિટિંગ પ્રોફેસર છે.

આખરે 'નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ' પછાત રાજ્યોમાં પ્રગતિ સાધી રહ્યો છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં કરવામાં આવેલી સુધારણાને પગલે તમામ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સલામતી તેમ જ ખાદ્યાન્નની થોડી સહાય પૂરી પાડવાનું કાર્ય હવે શક્ય જણાય છે.

પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં ધોબારગ્રામ નામનું નાનું સાંથાલ ગામ આવેલું છે. ગામમાં આશરે 100 પરિવારો વસે છે. ગામના મોટા ભાગના પરિવારો ગરીબ અથવા તો દારૂણ ગરીબીની દશામાં જીવન ગુજારે છે. જો કે, કેટલાંક કુટુંબોની સ્થિતિ પ્રમાણમાં સારી કહી શકાય એવી છે - તેઓ આર્થિક રીતે સમૃદ્ધ તો નથી પણ તેઓ પાકા ઘરો અને મોટરસાઇકલ ધરાવે છે. જેનું શ્રેય મોટા ભાગે જાહેર ક્ષેત્રની કાયમી નોકરીને જાય છે. શું કંગાળ ગરીબીની સરખામણીએ બહેતર જીવન જીવતા આ ગણ્યા-ગાંઠ્યા પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ - પીડીએસ)માંથી બાકાત રાખવા જોઈએ? આ પરિવારોને પીડીએસમાં સામેલ કરી દેવાથી જાહેર ખર્ચમાં વધારો થશે. વળી, આ પરિવારો કુપોષણના જોખમથી મુક્ત છે. બીજી તરફ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ)ના અમલીકરણ દરમિયાન આ પરિવારોને બાકાત રાખવાથી પશ્ચિમ બંગાળ અને પાડોશી રાજ્યોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેમને બાકાત રાખવાથી અસંતુષ્ટોનું નાનું પણ શક્તિશાળી જૂથ એકત્રિત થઈને એક કે અન્ય રીતે પીડીએસને નુકસાન પહોંચાડી શકે છે. બીજી બાજુ, જો તે લોકોને સામેલ કરી દેવામાં આવે, તો સમગ્ર વ્યવસ્થા પરનું દબાણ ઘણું જ વધી જાય છે.

સુધારાયેલું માળખું

ધોબારગ્રામમાં ગયા મહિને ઘરદીઠ સર્વે હાથ ધરાયો હતો. જેમાં એ હકીકતની પુષ્ટિ થઈ કે - પશ્ચિમ બંગાળની જાહેર વિતરણ વ્યવસ્થા ગરીબી રેખા હેઠળના (બીપીએલ) પરિવારોની જૂની અને ખામીયુક્ત યાદી પર આધારિત છે. 105 પરિવારોમાંથી ફક્ત 29 પરિવારો જ બીપીએલ કાર્ડ અથવા તો અન્ત્યોદય કાર્ડ (દારૂણ ગરીબીમાં જીવન ગુજારતા પરિવારો માટેનું કાર્ડ) ધરાવતા હતા. બાકીના પરિવારો એપીએલ (અબોવ પોવર્ટી લાઇન) કાર્ડ ધરાવતા હતા અથવા તો કાર્ડ જ ધરાવતા ન હતા - આ વર્ગના પરિવારોને કેરોસિનના રેશનને બાદ કરતાં પીડીએસમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ધોબારગ્રામના 78 ટકા પરિવારોને એનએફએસએ રેશન કાર્ડની નવી યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેનું વિતરણ આ મહિને કરવામાં આવશે. વળી, અમને પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર બાકીના 22 ટકા પરિવારો બાકાત રાખવા માટેના સત્તાવાર માપદંડની શ્રેણીમાં આવતા હતા. જેમ કે, તેઓ સરકારી નોકરી ધરાવતા હતા અથવા તો ઓછામાં ઓછા ત્રણ રૂમ ધરાવતું પાકું મકાન ધરાવતા હતા. સામાજિક આર્થિક અને જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી (સોશિયો-ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ) 2011 આધારિત નવી યાદી બીપીએલ યાદી કરતાં વધુ સમાવેશક હોવાની સાથે-સાથે વધુ પ્રમાણભૂત પણ છે. ધોબારગ્રામનું આ ઉદાહરણ દર્શાવે છે કે જો પછાત રાજ્યોમાં એનએફએસએનું સુયોગ્ય અમલીકરણ કરવામાં આવે તો વ્યાપક લાભ મેળવી શકાય છે. પીડીએસમાં સુધારણા હાથ ધરીને આ લાભ વધારી શકાય છે. પશ્ચિમ બંગાળમાં લાંબા સમયગાળા સુધી જાહેર વિતરણ વ્યવસ્થાની સ્થિતિ ઘણી જ કથળેલી રહી હતી. છત્તીસગઢમાં સફળ રહેલી તથા ઓરિસ્સા અને મધ્ય પ્રદેશ જેવાં પાડોશી રાજ્યોમાં સફળતાપૂર્વક અપનાવાયેલી સુધારણાઓનો હાલ પશ્ચિમ બંગાળમાં પણ અમલ થઈ રહ્યો છે. આ સુધારણાઓ પશ્ચિમ બંગાળમાં પણ સફળ થશે તેવી અપેક્ષા છે.

જો કે, પશ્ચિમ બંગાળમાં કે ધોબારગ્રામમાં સ્થિતિ સંપૂર્ણપણે સારી છે તેવું પણ નથી. ધોબારગ્રામના કેટલાક પરિવારોનાં નામ રેશન કાર્ડની યાદીમાં સામેલ નથી. બની શકે કે એસઇસીસી તે પરિવારોને યાદીમાં સામેલ કરવાનું ચૂકી ગયું હોય અથવા તો અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં રેશન કાર્ડમાં પરિવારના સભ્યોનાં નામ જ મોજૂદ નથી (જ્યારથી પીડીએસના મળવાપાત્ર લાભો એનએફએસએ હેઠળ માથાદીઠ અનુસાર નક્કી કરવામાં આવ્યા છે ત્યારથી આ મુદ્દો મહત્વનો બની રહ્યો છે). વળી, રેશન કાર્ડની જૂની યાદીની સરખામણીમાં નવી યાદીમાં થોડા જ અન્ત્યોદય પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે. આ સમસ્યા અન્ય રાજ્યોમાં પણ પ્રવર્તે છે. આ સમસ્યા નિવારવા માટે એનએફએસએની યાદીમાં સુધારો કરવો જરૂરી છે. જો કે, એનએફએસએએ રચેલા પ્રમાણમાં સુયોગ્ય માળખાં હેઠળ આ સુધારો થઈ શકે તેમ છે.

પરિવર્તનનો પવન

ઝારખંડ અને ઓરિસ્સામાં એનએફએસએને અમલીકૃત કરવાની કામગીરી ચાલી રહી છે. આ રાજ્યોમાં કરવામાં આવેલી ટૂંકી તપાસને પગલે ત્યાં વિકાસની સમાન કામગીરી જોવા મળી હતી. ઘણાં રાજ્યોમાં એનએફએસએનો અમલ કરવા પાછળ થયેલા વિલંબ માટેનું સૌથી મોટું જવાબદાર કારણ તથા પડકાર લાયક પરિવારોની ઓળખ નક્કી કરવાનું છે. લગભગ સાર્વત્રિક ધોરણે પરિવારોને (ગ્રામીણ ઝારખંડમાં 86 ટકા અને ગ્રામીણ ઓરિસ્સામાં 82 ટકા) આવરી લેવામાં આવ્યા હોવા છતાં આ ઘણું જ કપરૂં કાર્ય છે. ઝારખંડે પશ્ચિમ બંગાળને મળતી આવતી પદ્ધતિ અપનાવી હતીઃ રેશન કાર્ડની પ્રારંભિક યાદી એસઇસીસી ડેટામાંથી (પ્રમાણમાં સમૃદ્ધ પરિવારોને બાકાત કરીને) તૈયાર કરવામાં આવી હતી અને પછીથી લોકોની ફરિયાદોને આધારે તે યાદીમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિની મુખ્ય સમસ્યા એ છે કે એસઇસીસી ડેટામાં ભૂલો તથા ખામીઓ રહેલી હોય છે, જેને હંમેશાં ફરિયાદની પ્રક્રિયા દ્વારા સુધારવામાં નથી આવતી. ઓરિસ્સાએ જુદી પદ્ધતિ અપનાવી હતીઃ રેશન કાર્ડના અરજદારે એવું પ્રમાણ આપવાનું રહે કે તેઓ લાયકાતના માપદંડને અનુરૂપ યોગ્યતા ધરાવે છે અને ત્યાર બાદ સ્થાનિક કર્મચારીઓ તથા અધિકારીઓએ અરજદારના આ પ્રમાણની ખરાઈ કરવાની રહે છે. આ અભિગમની સમસ્યા એ છે કે - પ્રમાણમાં સમૃદ્ધ પરિવારો ઘણી વખત એવો દાવો કરે છે કે તેઓ આ માપદંડ માટેની પાત્રતા ધરાવે છે. વ્યક્તિ સ્વયં પ્રમાણ આપે તે પદ્ધતિ માટે વિશ્વસનીય વહીવટી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવી જરૂરી બની રહે છે - બિહાર કે ઝારખંડમાં આ પદ્ધતિ કારગત નીવડે કે કેમ તે અંગે મને શંકા છે.

આ પૈકીનો કયો અભિગમ સુયોગ્ય છે તે કહેવું ઘણું વહેલું ગણાશે. વળી, આ માટેના વિકલ્પો પણ મોજૂદ છે. જેમ કે, મધ્યપ્રદેશે પીડીએસને ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા જાળવવામાં આવતી સ્થાનિક રહીશોની વિગતો (સમગ્ર રજિસ્ટર) સાથે જોડવાની પહેલ કરી છે. સાથે જ, કોઈ એવો અભિપ્રાય પણ વ્યક્ત કરી શકે છે કે ફક્ત 10 કે 20 ટકા ગ્રામીણ પરિવારોને બાકાત રાખવા માટે આ જહેમત કરવી યોગ્ય નથી. ખાસ કરીને પછાત રાજ્યોમાં સાર્વત્રિકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે. જો કે, એક વાત તો સ્પષ્ટ છે કે, બીપીએલ સર્વે કરતાં હાલના સમયમાં આપણે ઘણી સારી કામગીરી કરી શકીએ તેમ છીએ. વળી, પારદર્શકતા એ આ સમગ્ર પ્રક્રિયાનું હકારાત્મક લક્ષણ છે. ઝારખંડમાં પણ એનએફએસએ રેશન કાર્ડ્ઝની યાદી નેટ પર જરૂરી વિગતો સાથે સરળ ફોર્મેટમાં પ્રાપ્ય છે. તેથી, છેતરપિંડી કે ગેરરીતિ આચરવાની શક્યતા હવે ઘણી જ ઓછી થઈ ગઈ છે.

પીડીએસમાં કરવામાં આવેલા સુધારાની અસર પછાત રાજ્યોમાં પણ દેખાવા માંડી છે. બિહાર અને મધ્યપ્રદેશમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વે છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલા નોંધપાત્ર સુધારાઓ તરફ અંગુલિ નિર્દેશ કરે છે. એનએફએસએમાં પછીથી જોડાનારાં રાજ્યો (ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ સહિતનાં રાજ્યો) આ પ્રકારનું પરિવર્તન લાવવામાં નિષ્ફળ જાય તેવું કોઈ કારણ જણાતું નથી. તે પૈકીનાં કેટલાંક રાજ્યો, ખાસ કરીને ઓરિસ્સાએ એનએફએસએના અમલ પહેલાં પીડીએસ સુધારણાની પ્રક્રિયા હાથ ધરી હતી અને હકારાત્મક પરિણામો મેળવ્યાં હતાં.

ભાવિ ચિત્ર

તાજેતરના સંશોધનના આધારે ઉપસેલું ચિત્ર માધ્યમોના અહેવાલો કરતાં જુદો ચિતાર આપે છે. માધ્યમોના અહેવાલો પરેશાનીઓ તથા ગેરરીતિઓ પર વધુ ભાર મૂકે છેઃ જેમ કે, રેશન કાર્ડ માટે વલખાં મારતા ઓરિસ્સાના ધનાઢ્ય મેયરના અહેવાલ અથવા તો ઝારખંડની એક વ્યક્તિને માલૂમ પડ્યું કે તેના નામે શરતચૂકથી 366 રેશન કાર્ડ જારી થયાં હતાં. આ ગેરરીતિઓ પર પ્રકાશ પાડવો એ નિઃશંકપણે તેમની ફરજનો ભાગ છે પરંતુ હકારાત્મક પાસાંઓના વ્યાપક ચિત્ર પર પણ ભાર મૂકવો જોઈએ. વિવિધ રાજ્યોમાં એનએફએસએની અસરનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.

હવે સૌની નજર ઉત્તર પ્રદેશ પર મંડાયેલી છે. એનએફએસએનો છેલ્લે અમલ કરનારાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. આશરે 10 મિલિયન ટન જેટલી ખાદ્યાન્ન ફાળવણી તથા જૂની વ્યવસ્થા હેઠળ અત્યંત પ્રતિબંધક પીડીએસ ધરાવતા ઉત્તર પ્રદેશ માટે એનએફએસએ અન્ય કોઈ પણ રાજ્ય કરતાં વધુ લાભદાયી છે. જો કે, તેની સાથે ઉત્તરપ્રદેશનો સમાવેશ દેશમાં સૌથી કથળેલું વહીવટી તંત્ર ધરાવતાં રાજ્યોમાં થાય છે. ઉત્તર પ્રદેશમાં વર્ષો સુધી પીડીએસનો ગેરલાભ ઉઠાવનારા ભ્રષ્ટાચારી વચેટિયાઓને દૂર કરવા માટે ઘણા સુધારાઓ કરવા જરૂરી છે. ચૂંટણીનો સમય નજીક આવે છે તેમ-તેમ ખાદ્યાન્ન સલામતીની સાથે-સાથે ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈનો મુદ્દો પણ જિત માટે મહત્વનો બની શકે છે.

અંતમાં, એ યાદ રાખવું જરૂરી છે કે, એનએફએસએ પીડીએસ પૂરતો મર્યાદિત નથી. અન્ય મહત્વના મુદ્દાઓમાં માતાના અધિકારોનો પણ સમાવેશ થાય છે. જેની અધિનિયમમાં અમલમાં આવ્યો ત્યારથી કેન્દ્ર સરકાર દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. પીડીએસ એનએફએસએના અધિકારો પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએઃ ઘણાં રાજ્યોમાં હવે કેટલાક પરિવારો સબસિડી ધરાવતા કઠોળ અને ખાદ્ય તેલ મેળવવા માટેની પણ પાત્રતા ધરાવે છે. કદાચ, તમામ વંચિત પરિવારોને ખાદ્યાન્ન (પોષણયુક્ત) સહાય અને આર્થિક સલામતીની સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવાની વાસ્તવિક શક્યતાઓ પ્રથમ વખત જણાઈ રહી છે. સંદર્ભઃ http://www.thehindu.com/opinion/lead/leaving-no-poor-person-behind/article8098918.ece

સબસિડીના વિકલ્પોની સમીક્ષા કરવા માટે સામાજિક ક્ષેત્રની નાણાં મંત્રી સાથે ચર્ચા

આ લેખ 'ધ હિન્દુ' અખબારમાં જાન્યુઆરી 13, 2016ના રોજ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયો હતો. તેનું ગુજરાતી અનુવાદ અહી આપવામાં આવ્યું છે.

સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલાં સંગઠનો ઈચ્છે છે કે નાણાં મંત્રી 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર' (ડીબીટી) મુદ્દે આગળ વધતાં પહેલાં સબસિડીની વૈકલ્પિક વ્યવસ્થાઓના અમલીકરણની સમીક્ષા કરે. નાણાં મંત્રી અરૂણ જેટલી અને સામાજિક ક્ષેત્રનાં જૂથોનાં પ્રતિનિધિઓ વચ્ચે ગત મંગળવારે બજેટ અગાઉની બેઠક યોજાઈ હતી. 'રાઇટ ટુ ફૂડ કેમ્પેઇન'નાં પ્રતિનિધિ દીપા સિન્હાએ બેઠક પૂરી થયા બાદ જણાવ્યું હતું કે, દેશના જુદા-જુદા ભાગોમાં ઇન-કાઇન્ડ ટ્રાન્સફરનો સફળ અમલ થયો હોવાના સેંકડો દાખલા મોજૂદ છે. અમે નાણાં મંત્રીને સરકાર 'જેએએમ' (જન ધન યોજના-આધાર-મોબાઇલ) અને 'ડીબીટી' યોજનાઓ આગળ ધપાવે તે પહેલાં વૈકલ્પિક યોજનાઓનાં તમામ સફળ ઉદાહરણો પર ધ્યાન આપવાની ભલામણ કરી છે.

કુ. સિન્હાએ એમ પણ જણાવ્યું હતું કે, સાથે જ સરકારે શાળાઓમાં મધ્યાહન ભોજન માટેનું ભંડોળ નક્કી કરતાં પહેલાં ફુગાવાની સ્થિતિને પણ ધ્યાન પર લેવી જોઈએ. તેમણે ઉદાહરણ ટાંકતાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની શાળાઓમાં દાળ પીરસાતી નથી. ઉપરાંત, એમજીનરેગાના બજેટમાં પણ ફુગાવાની સ્થિતિને ધ્યાન પર લેવા અને જીડીપીની ટકાવારીના આધારે તેનું માપન કરવાની ભલામણ કરવામાં આવી હતી.

'જન સ્વાસ્થ્ય અભિયાન'ના પ્રતિનિધિ રવિ દુગ્ગલે જણાવ્યું હતું કે, ભારત જાહેર આરોગ્ય પર આંતરરાષ્ટ્રીય માપદંડ કરતાં ઘણો જ ઓછો ખર્ચ કરે છે. પોંડિચેરી તથા ગોવા, મિઝોરમ, સિક્કિમ જેવાં કેટલાંક રાજ્યોમાં સ્થિતિ સારી છે, પણ એકંદરે આ ક્ષેત્રે ઓછું ભંડોળ ફાળવવામાં આવે છે.

શ્રી દુગ્ગલે જણાવ્યા પ્રમાણે, આરોગ્યની કાળજી માટેના જીડીપીની ટકાવારી 2.5-3 ટકા જેટલી હોવી જોઈએ. જે ભારતમાં આશરે એક ટકા જેટલી છે. ઉપરાંત, જાહેર આરોગ્ય વ્યવસ્થા ક્ષેત્રે ડોક્ટર અને નર્સની અછત પણ સમસ્યા સર્જે છે.

તેમના જણાવ્યા પ્રમાણે પુરવઠાને લગતી કોઈ સમસ્યા નથી. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ડોક્ટર છે, પરંતુ તેમને જાહેર ક્ષેત્રની નોકરીઓ તરફ આકર્ષવા એ મુખ્ય સમસ્યા છે. શ્રી દુગ્ગલે થાઇલેન્ડમાં પ્રવર્તે છે તે પ્રકારની વ્યવસ્થા માટે ભલામણ કરી હતી, જ્યાં ડોક્ટરે અમુક વર્ષો માટે ફરજિયાતપણે જાહેર ક્ષેત્રે ફરજ બજાવવાની રહે છે અને ત્યાર બાદ જ તેઓ ખાનગી પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ મેળવી શકે છે.

વોટર એઇડનાં મમતા દાસના મતે, 0.5 ટકા સ્વચ્છ ભારત કર (ટેક્સ) અને સ્વચ્છ ભારત અભિયાન માટે વિશ્વ બેન્ક દ્વારા કરવામાં આવેલી 1.5 અબજ ડોલરની પ્રતિબદ્ધતાને પગલે સરકાર પાસે આ કામગીરી માટે અઢળક ભંડોળ છે. એમણે નાણાં મંત્રીને આ અંગે ખર્ચ અંગેના સુસ્પષ્ટ આયોજન માટે ભલામણ કરી છે.

સરકાર જ્યારે સબસિડી માટે 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર' (ડીબીટી) યોજનાનું વિસ્તરણ કરવા માટે ઉત્સુક છે, ત્યારે જ આ માગ ઉદ્ભવી છે. વર્તમાન સરકારની પ્રાથમિકતાઓમાં સમાવેશક વૃદ્ધિને અગ્રેસર સ્થાન આપવામાં આવ્યું છે તથા દેશનાં બાળકો, મહિલાઓ તથા સિનિયર સિટીઝનની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પૂરતાં પગલાં ભરશે, તેમ સામાજિક ક્ષેત્રનાં જૂથોનાં પ્રતિનિધિઓ સાથેની બજેટ પહેલાંની બેઠક દરમિયાન જેટલીએ જણાવ્યું હતું.

તમામ એકમો દ્વારા સામાજિક ક્ષેત્ર માટે વધારાના ભંડોળ માટે સર્વસંમતિ સાથે અપીલ કરવામાં આવી હતી. જૂથોએ જણાવ્યા મુજબ, સામાજિક ક્ષેત્રનો ખર્ચ ઊઠાવવાની જવાબદારી રાજ્યોને સોંપવાનું ગત બજેટનું આયોજન કારગત નીવડ્યું નહોતું. કેટલાંક રાજ્યો સામાજિક ક્ષેત્રના ખર્ચ માટે પૂર્ણપણે કેન્દ્રીય ભંડોળ પર આધાર રાખે છે.

નાણાં મંત્રી સાથેની બેઠકમાં આશરે 20 જુદાં-જુદાં જૂથો સામેલ થયાં હતાં - તેઓ શિક્ષણ, આરોગ્ય, પાણી, સ્વચ્છતા અને લઘુમતી સશક્તિકરણ જેવા સામાજિક ક્ષેત્રના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં અને તે દરેકે તેમની ભલામણોનું મહત્વ આંકતાં 3-4 મિનિટનાં પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યાં હતાં.

'ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ', 'રાઇટ ટુ એજ્યુકેશન ફોરમ' અને 'નેશનલ કેમ્પેઇન ઓન દલિત હ્યૂમન રાઇટ્સ'નાં પ્રતિનિધિઓએ આ ક્ષેત્રમાં વધુ ભંડોળ, વધુ ઉત્તરદાયિત્વ અને બહેતર આયોજનની માંગણીને લગતી રજૂઆતો નાણાં મંત્રી સમક્ષ કરી હતી.

સંદર્ભઃ http://www.thehindu.com/todays-paper/tp-business/
social-sector-asks-jaitley-to-review-subsidy-alternatives/article8099515.ece

સંદર્ભ સાહિત્ય

ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક એકમો ખાસ કરીને રાસાયણિક એકમો અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં જોખમ ઘટે અને સલામતી વધે એ માટે વટવા જીઆઈડીસીમાં 'વટવા બને વૃંદાવન' વિચાર હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, 'ઉન્નતિ' અને 'ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ', ગાંધીનગર દ્વારા વટવા જી.આઈ.ડી.સી.માં રહેલા જોખમોનાં વ્યવસ્થાપન અંગે કામગીરી થઈ રહી છે. આ અંતર્ગત વટવામાં 500 રાસાયણિક એકમોમાં વપરાતા કાચા માલ, બનાવટ, પ્રક્રિયા, ઔદ્યોગિક સાધનો વગેરે અંગે માહિતી એકત્રિત કરી તેમનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ એકમોમાં કામ કરતાં કર્મચારી તથા આસપાસના વિસ્તારમાં રહેતાં સમુદાયોને જોખમ અને પ્રતિભાવ માટે જાણકારી અને તાલીમ આપવામાં આવે છે. આ સર્વેની રાસાયણિક એકમોનાં જોખમો અને તે અંગેના પ્રતિભાવની સમજ વધે તે હેતુસર બે પ્રકારના સાહિત્ય તૈયાર કરવામાં આવ્યા છેઃ

(1) 'જોખમી રસાયણની અસર અને તેનાં ઉપચાર' અંગેની પુસ્તિકાઃ આ માહિતી પુસ્તિકામાં વટવા જી.આઈ.ડી.સી.માં આવેલ રાસાયણિક એકમો મુખ્યત્વ વાપરતા 16 પ્રકારના રસાયણોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ 16 પ્રકારના હાનિકારક રસાયણોનો દેખાવ, તેમના ગુણધર્મો, રસાયણની અસર થયા પછીનાં લક્ષણો તેમજ તેમનાં એંન્ટિડોટ (વિષ-મારક) અને પ્રાથમિક ઉપચાર જેવી ઉપયોગી માહિતી આપવામાં આવી છે. આ માહિતી પુસ્તિકાનો ઉપયોગ વ્યક્તિગત વાંચન, જૂથમાં વાંચન અને ચર્ચા, કર્મચારી અને સમુદાયની તાલીમો દરમ્યાન કરી શકાય.

(2) જાગૃત્તિ માટેના પોસ્ટર સેટઃ આ પોસ્ટર સેટમાં પાંચ પ્રકારના સંદેશા આપવામાં આવ્યા છે. ગેસ ગળતર અથવા રસાયણ સ્ત્રાવ દરમ્યાન સામાન્ય રીતે લેવાતાં અગત્યનાં પગલાંની માહિતી આપી છે. આ પોસ્ટરને ઔદ્યોગિક એકમો, સમુદાયમાં અને અન્ય જાહેર સ્થળે લગાવી શકાય. ઉપરાંત, સમૂહ ચર્ચા માટે પણ આ પોસ્ટરનો ઉપયોગ થઈ શકે. વધુ વિગત માટે સંપર્કઃ ઉન્નતિ.

શ્રદ્ધાંજલિ

ડો. બી. ડી. શર્મા (1931-2015)

છઠ્ઠી ડિસેમ્બર, 2015ના રોજ ડો. બી. ડી. શર્માએ અંતિમ શ્વાસ લીધા તે સાથે જ જાણે કે આદિવાસી અને દલિત સમુદાયના અધિકાર માટે હિમાયત કરનાર એક યુગનો અંત થયો. 86 વર્ષીય ડો. બી. ડી. શર્માનો જન્મ 1931માં થયો હતો. ગણિત વિષય સાથે પીએચડી કરનાર શર્મા 1956માં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયા. માઓવાદીઓ દ્વારા અપહરણનો ભોગ બનનાર શ્રી એલેક્સ પૌલ મેનન (છત્તીસગઢના સુકમા જિલ્લાના તત્કાલિન કલેક્ટર)ને મુક્ત કરવા માટે ચર્ચાનો મંચ પૂરો પાડવા બદલ ડો. શર્મા તાજેતરમાં જ સમાચારમાં ચમક્યા હતા. તેમનું સમગ્ર જીવન આદિવાસીઓ, દલિતો, ખેડૂતો અને મજૂર સમુદાયોના ઉત્થાન માટે, તેમના બંધારણીય અધિકારોની હિમાયત માટે તથા તેમના માટેનાં કલ્યાણકારી કાર્યોના પ્રયત્ન માટે સમર્પિત રહ્યું. મધ્ય પ્રદેશના બસ્તરના જિલ્લા કલેક્ટર (1968) તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી અને છેલ્લે તેમણે કમિશનર ફોર શિડ્યૂલ્ડ કાસ્ટ એન્ડ શિડ્યૂલ્ડ ટ્રાઇબ્સ (1986-1991) તરીકે સેવા બજાવી. યુપીએ સરકારના શાસનકાળમાં તેઓ આયોજન પંચ તથા વિવિધ રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્ય રહ્યા હતા.

એસસી-એસટી કમિશનર તરીકે અનુસૂચિત જાતિ તથા અનુ. જનજાતિના સશક્તિકરણ વિશે ઘણા મૂળભૂત અહેવાલો લખવાની સાથે-સાથે ભુરિયા કમિટિ રિપોર્ટ (2011) લખવામાં, પેસા-1996 ઘડવામાં તથા ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ-2006 ઘડવામાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. અસરકારક, સમાવેશક, સ્વ-પ્રેરિત, સાતત્યપૂર્ણ ગ્રામસભાની હિમાયત ક્ષેત્રે તેમણે કરેલી કામગીરી અને અસરગ્રસ્ત પરિવારો માટે નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલનો નિર્ણય લોકોની સમસ્યાનું નિરાકરણ કરવાની તેમની ક્ષમતાનો પુરાવો આપે છે.

2014ના અંત સુધી તેમણે આદિવાસીઓ માટે કરવામાં આવેલી વિવિધ નવતર પહેલમાં સરકાર સાથે કામગીરી બજાવી હતી તથા સરકારને સલાહ-સૂચન પણ પૂરાં પાડ્યાં હતાં. સાથે જ, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વિવિધ વહીવટી કાર્યક્રમોના અમલીકરણના અભાવ તથા યોજનાઓના લાભ પહોંચાડવામાં સરકારની નિષ્ફળતાને પગલે તેમણે સરકાર સામે વિરોધ પણ નોંધાવ્યો હતો.

ડો. શર્માએ સઘન લેખન-કાર્ય કર્યું હતું અને પોતાના પ્રકાશન એકમ 'સહયોગ કુટિર પ્રકાશન' થકી તેમણે પોતાનું લેખન-કાર્ય પ્રકાશિત પણ કર્યું હતું. સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા ડો. શર્મા અલ્પતમ જરૂરિયાતો સાથે દેશભરમાં ભ્રમણ કરતા હતા અને પોતાની સરળ વર્તણૂંક અને આચાર થકી જ પોતાના વિચારનો પ્રસાર કરતા હતા. આશરે એક વર્ષથી તેઓ બિમાર હતા અને ગ્વાલિયર ખાતેના તેમના નિવાસસ્થાનમાં તેમના પુત્ર અને પુત્રવધૂની કાળજી હેઠળ હતા. સીમાંત સમુદાયના ઉત્થાન માટે ડો. બી. ડી. શર્માએ કરેલા પ્રયત્નો, કાર્યો અને આ અંગેના વિચારોના વારસા થકી તેઓ હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. અમારું સૌભાગ્ય છે કે શ્રી બી. ડી. શર્મા સાથે અનેક શિબિરોમાં મુલાકાતો અને ચર્ચાઓ થઈ હતી. 'ઉન્નતિ'ના પંચાયતી રાજ કાર્યક્રમ, ખાસ કરીને 'પેસા' વિષય ઉપર તેમનું માર્ગદર્શન મળ્યું હતું. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એવી અભ્યર્થના.

લોકોનું સશક્તિકરણ

 

અસરકારક રીતે સેવાઓ પૂરી પાડવાની ચાવી, ખાસ કરીને દલિત અને આદિવાસી સમુદાયનાં વિકલાંગ લોકો, વૃદ્ધો, નિરાધાર અને અનાથ બાળકો, કિશોરીઓ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ તેમ જ વિધવા અને નિરાધાર મહિલાઓ જેવા વંચિત લોકો માટે જાહેર સેવાઓ ગુણવત્તાસભર રીતે ઉપલબ્ધ થાય તેમાં રહેલી છે. આરોગ્ય, શિક્ષણ, સામાજિક સલામતી, આજીવિકા અને રોજગારી સાથે સંકળાયેલી જાહેર સેવાઓ સામાજિક સુરક્ષાના મહત્ત્વના ઘટકો છે. સામાજિક સુરક્ષા, સમુદાયની ક્ષમતાઓ વધારીને માનવ-હક્કો પ્રત્યે સમુદાયને સભાન બનવા માટે સક્ષમ બનાવે છે. એ રીતે દેશના વિકાસ તથા અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપે છે. અભ્યાસ પરથી સાબિત થયું છે કે વિકાસશીલ દેશોની 80 ટકા વસતિ સામાજિક સુરક્ષાથી મોટાપાયે વંચિત છે. મૂળભૂત માનવ અધિકારોનો ભંગ કરીને તેમ જ મળવા પાત્ર લાભો તથા અધિકારોથી વંચિત રાખીને તેમને પરાણે ગરીબાઈ તરફ ધકેલવામાં આવે છે. ખાસ કરીને ઉપર જણાવવામાં આવેલાં વંચિત જૂથો માટે આ હકીકત વધુ લાગુ પડે છે અને આ વિષ-ચક્ર પેઢીઓ સુધી તેમને વિકાસની પ્રક્રિયાથી દૂર રાખે છે.

 

જાહેર કાર્યક્રમોની કાર્યક્ષમતા, માહિતગાર અને સભાન નાગરિકો દ્વારા જ સુધરશે, જે અસરકારક રીતે સેવા પૂરી પાડવા માટેની માગ કરે છે. તેની સાથે-સાથે સેવા પૂરી પાડનારાઓને, સેવા પહોંચાડવા માટે તેનો પ્રસાર કરવા માટે સક્ષમ બનાવનારી સક્રિય વ્યવસ્થા ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે. રાજ્ય દ્વારા ગોઠવવામાં આવેલી લોકશાહી અને વિકેન્દ્રિત વ્યવસ્થાઓને મજબૂત કરવા માટે બંને છેડે સક્ષમ તંત્ર ઊભું કરવું જરૂરી છે. તેથી, જાહેર કાર્યક્રમો વિશેની માહિતી સુધીની પહોંચ ગરીબોને અસરકારક સામાજિક સુરક્ષા તથા સલામતી પૂરી પાડવા આડેના અવરોધો દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

 

જાહેર કાર્યક્રમો તેમ જ યોજનાઓ વિશેની માહિતીને સરળ અને સ્પષ્ટ સ્વરૂપમાં ગ્રામ સ્તરે ઉપલબ્ધ બનાવવી એ ઘણા વ્યૂહો પૈકીનો એક વ્યૂહ છે. વૈવિધ્ય અને સાક્ષરતાને કારણે આ માહિતી દૃશ્ય, દૃશ્ય-શ્રાવ્ય, બ્રેઇલ, સ્થાનિક બોલીમાં મોટી પ્રિન્ટના લખાણ સહિતનાં બહુવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ કરવી જોઈએ. ઉપરાંત, સ્થાનિક સંદર્ભમાં સુસંગત હોય તેવાં ગીતો, કઠપૂતળીના ખેલ, શેરી નાટકો, લોક નૃત્યો, ભવાઈ જેવાં નાટકો વગેરે જેવાં સ્થાનિક સાંસ્કૃતિક સ્વરૂપોમાં તેમ જ સમુદાય મુલાકાત જેવી વિવિધ પદ્ધતિઓ દ્વારા આ માહિતી સ્થાનિક લોકો સુધી પહોંચાડવી જોઈએ. રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ 2005ની કલમ 4 (1)માં 17 મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે, જે હેઠળ પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના તમામ સેવા પૂરી પાડનારાઓએ (સર્વિસ પ્રોવાઇડર્સે) ઑફિસ બેરર્સ અને ચૂંટાયેલા/ સમિતિ સભ્યો, તેમની ભૂમિકા તથા જવાબદારીઓ, લાભાર્થીઓની યાદી, ફાળવવામાં આવેલા ભંડોળ અને વપરાયેલા ભંડોળ, વપરાશનું વર્ષ વગેરેને લગતી વિગતો તેમની વેબસાઇટ્સ પર તેમ જ તેમની દીવાલો પર દર્શાવવાની રહે છે. જેમ કે, પંચાયત કક્ષાએ ગામની પંચાયતી રાજ સંસ્થાઓ, શાળાઓ, સમુદાય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, રૅશનની જાહેર વિતરણની દુકાનો વગેરેએ તેમની ઈમારતની દીવાલો પર જાહેર સેવા અંગેની વિગતો દર્શાવવાની રહે છે.

 

માહિતી સુધીની પહોંચ સમુદાયના સશક્તિકરણ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કારણ કે જ્ઞાન એ શક્તિ છે. ત્યાર બાદ સમુદાયનાં બહિષ્કૃત લોકોની તથા લાભાર્થીઓની ઓળખ નક્કી કરવા માટે તેમ જ સમયસર અને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવા માટે ગ્રામ સભાઓ આ માહિતીનો ઉપયોગ કરી શકે છે. નાગરિકો તથા સેવા પૂરી પાડનારા એ બંને પક્ષોને હિતધારકો બનાવવા માટે અસરકારક વ્યૂહો વિકસાવીને સક્ષમ વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. પરિણામે તે, જે ગરીબીનો સામનો કરવામાં, અસમાનતાઓ ઘટાડવામાં તથા સાતત્યપૂર્ણ આર્થિક અને સામાજિક વિકાસ માટે સમાવેશક વિકાસને વેગ આપવામાં સહાયભૂત થશે.

 

વિવિધ સ્તરે મંજૂરીઓ લેવામાં ઘણો વિલંબ થવાના કારણે લક્ષિત વસતિ સુધી વિકાસ માટેના કાર્યક્રમો પહોંચતા નહોતા. વળી, આ કાર્યક્રમોમાં પ્રાદેશિક જરૂરિયાતોને ધ્યાનમાં લેવાતી નહોતી. આ હકીકત ધ્યાન પર આવતા ઘણા વિકાસશીલ દેશોએ 70ના દાયકાના અંત ભાગમાં અને 80ના દાયકાના પ્રારંભમાં વિકેન્દ્રિકરણની શરૂઆત કરી હતી. કયાં પગલાંઓ ભરવાથી કાર્યક્રમ સફળ રહેશે તે અંગે કેન્દ્રીય વહીવટી તંત્રમાં નજીવી જાણકારી પ્રવર્તતી હતી.

કેન્દ્રિકરણની વિભાવના ચોકસાઈપૂર્વક સ્પષ્ટ કરવામાં આવી છે અને તેને સત્તા, સંસાધન અને ઑથોરિટીના કેન્દ્રિકરણ તરીકે સમજવામાં આવે છે. વિકેન્દ્રિકરણ એટલે શું, તેની પાછળનાં કારણો કયાં છે અથવા તો તેના પર શું અસરો પડી શકે છે તે અંગે સામાન્ય સમજનો અભાવ પ્રવર્તે છે. સામાન્યપણે તેને એવી બાબત ગણવામાં આવે છે, જે કેન્દ્રિય તેમ જ સ્થાનિક એમ બંને વહીવટોને લોકશાહીકરણ તરફ, ઉચ્ચ કાર્યક્ષમતા તરફ અને જાહેર સંસાધનોના વપરાશ અને સેવા પૂરી પાડવામાં સમાનતા તરફ પ્રેરે છે.

વિકેન્દ્રિકરણનાં ઘણાં સ્વરૂપો હોઈ શકે છે, જેનો આધાર વિકેન્દ્રિકૃત કાર્યોના સ્વરૂપ પર, સ્થાનિક સરકારો દ્વારા તે કાર્યો પર રાખવામાં આવતા નિયંત્રણ પર અને જે સંસ્થાને જવાબદારીઓ સોંપવામાં આવેલી હોય છે તે સંસ્થાના પ્રકાર પર રહેલો હોય છે. વિકેન્દ્રિકરણ અંગેના સાહિત્યમાં સામાન્યપણે વિકેન્દ્રિકરણના જે ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવે છે, તે આ પ્રમાણે છેઃ વહીવટી સ્વરૂપ, રાજવિત્તીય સ્વરૂપ અને રાજકીય સ્વરૂપ.

ઉન્નતિ
વિકાસ શિક્ષણ સંગઠન
જી-1, 200, આઝાદ સોસાયટી, અમદાવાદ-380 015. ફોન: 079-26746145, 26733296
ફેક્સ: 079-26743752. ઈ-મેલ: sie@unnati.org  વેબસાઈટ: www.unnati.org
ક્ષેત્રીય કાર્યાલય: 650, રાધાકૃષ્ણપુરમ, લહેરિયા રિસોર્ટની નજીક, ચોપાસની-પાલ બાય-પાસ લિંક રોડ, જોધપુર-342008, રાજસ્થાન.
ફોનઃ 0291-3204618 ઈ-મેલ: jodhpur_unnati@unnati.org
આ બુલેટિનનાં લેખોમાં મંતવ્યો લેખકોના વ્યક્તિગત છે.
દીપા સોનપાલ, ઈ-મેલઃ sie@unnati.org, publication@unnati.org
આપ લોકશિક્ષણ કે તાલીમ માટે 'વિચાર'માં પ્રકાશિત સામગ્રીનો સહર્ષ ઉપયોગ કરી શકો છો. ઉપયોગ કરનારને વિનંતી કે આ સ્રોતનો ઉલ્લેખ કરવાનું ના ભૂલે તથા પોતાના ઉપયોગથી અમને માહિતગાર કરે કે જેથી અમે પણ કંઈક શીખી શકીએ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate