অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતમાં સર્વપ્રથમ

ભારતમાં સર્વપ્રથમ

  • ભારતમાં રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત – તા. ૨૨ માર્ચ ૧૯૫૭
  • ભારત પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ – મો.બિન કાસીમ
  • ભારતની પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાન
  • ભારતનું સર્વપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક  – બેંગોલ ગેઝેટ (૧૭૮૦) કલકતાથી
  • ભારતમાં સર્વપ્રથમ વજન અને માપ માટેની પધ્ધતિ – ૧૯૫૮માં અમલમાં આવી.
  • ઓકિસજન વિના એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય પર્વતારોહણ – ફૂદોરજી
  • ચન્દ્ર પર સર્વપ્રથમ પગ મૂકનાર પ્રથમ ભારતીય – આરતી સહા
  • ભારતમાં સર્વપ્રથમ કાપડની મિલની શરૂઆત – ફોર્ટ ગ્લોસ્ટર,કલકત્તામાં (૧૮૧૮ માં )
  • ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ પક્ષના સર્વપ્રથમ અધ્યક્ષ – સરોજની નાયડૂ (૧૯૨૫માં)
  • ભારતમાં સર્વપ્રથમ કઈ બેન્કની સ્થાપના – બેંક ઓફ હિન્દુસ્તાન
  • ઈગ્લીસ ચેનલ તારી જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આરતી સહા (૧૯૫૯માં)
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ભારતીય ગવર્નર – ડૉ.ચક્રવર્તી રાજ્ગોપાલચારી (૨૧.૬.૧૯૪૮)
  • જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય – જી.શંકર કુરૂપ
  • ભારતનું સર્વપ્રથમ ટેલીવિઝન રીસેપ્શન સ્ટેશન ‘ વિક્રમ ભૂ કેન્દ્ર ‘ની સ્થાપના – આર્વી ( મહારાષ્ટ્ર )
  • ઈગ્લેન્ડમાં જનાર સર્વપ્રથમ ભારતીય – રાજા રામમોહનરાય
  • ભારતના સર્વપ્રથમ ભૂમિ સેનાધ્યક્ષ – લે.જનરલ કે.એમ.કરિઅપ્પા ( તા. ૧૫/૧/૧૯૪૯)
  • એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય દળના માર્ગદર્શક – એમ.એસ.કોહલી ( ૧૯૬૫)
  • ભારતની સર્વપ્રથમ ખાનગી ક્ષેત્રની કઈ કંપની જેને પોતાનો નફો એક મિલિયન ડોલરથી વધારે છે ?-રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
  • સ્વતંત્ર ભારત સર્વપ્રથમ વડાપ્રધાન – જવાહરલાલ નહેરૂ (તા.૧૫/૮/૧૯૪૭)
  • ભારતના સર્વપ્રથમ યોજના આયોગના અધ્યક્ષ – ડૉ. મનમોહનસિંહ
  • ભારત રત્ન મેળવનાર સર્વપ્રથમ ભારતીય – સી.રાજ્ગોપાલચારી (૧૯૫૪માં )
  • નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય – રવીન્દ્રનાથ ટાગોર (૧૯૧૩માં )
  • મરણોત્તર ભારત રત્ન મેળવનાર સર્વપ્રથમ ભારતીય – લાલ બહાદૂરશાસ્ત્રી (૧૯૬૬માં )
  • ભારતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી – સુચતા કૃપલાણી ( ઉત્તરપ્રદેશ- )
  • ભારતના સર્વપ્રથમ ચૂંટણી કમિશનર – સુકુમાર ( ૧૯૫૦)
  • ભારતીય લોકસભાના સર્વપ્રથમ અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માવલંકર (૧૯૫૨)
  • વિદેશમંત્રાલયની સર્વપ્રથમ ભારતીય મંત્રી – લક્ષ્મી એન.મેનન
  • ભારતમાં સર્વપ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ – તા.૧૫/૧૨/૧૯૫૧
  • ભારતમાં સર્વપ્રથમ રેલ ક્યારે શરૂઆત – મુંબઈ થી થાણા (૧૯૫૩માં )
  • વિશ્વ જુનિયર શતરંજ જીતનાર સર્વપ્રથમ એશિયન ભારતીય ખેલાડી – વિશ્વનાથ આનંદ (તા.૨/૯/૧૯૮૭)
  • ભારતની સર્વપ્રથમ કૃષિ વિષયક વિશ્વ વિદ્યાલય – જે.પી.પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ( ઉત્તરપ્રદેશ)
  • ભારતીય રાષ્ટ્રીય કોંગેસના સર્વપ્રથમ અધ્યક્ષ – સુભાષચંદ્ર બોઝ
  • ભારતનું સર્વપ્રથમ સ્વદેશી બનાવટનું સમુદ્રી જહાજ – આઈ.એમ.એસ. શલ્કી
  • ભારતીય ન્યાયાલયના સર્વપ્રથમ મહિલા ન્યાયાધીશ – એમ.ફાતીમાબીબી
  • ભારતના પ્રધાનમંત્રી તરીકે સર્વપ્રથમ રાજીનામું આપનાર પ્રધાનમંત્રી – મોરારજીભાઈ દેસાઈ
  • વિશ્વ ચેમ્પિયનમાં ચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય એથ્લેટિક્સ – અંજુ જ્યોર્જ
  • ભારતમાં સર્વપ્રથમ શીખ રાષ્ટ્રપતિ બનનાર – ડૉ.જ્ઞાની ઝેલસિંહ
  • ભારતમાં સર્વપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બનનાર – ડૉ.ઝાકીરહુસેન
  • નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય વૈજ્ઞાનિક – સી.વી.રામન ( ૧૯૩૦)
  • ભારતની સર્વપ્રથમ ન્યુકિલયર સબમરીનનું નામ – આઈ.એન.એસ ચક્ર
  • ભારતની સર્વપ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનું નામ – દુર્ગા
  • ભારતમાં સર્વપ્રથમ વીજળીનો બલ્બ કોને ચાલુ કર્યો – બીકાનેરના મહારાજાએ (૧૮૯૬માં)
  • ભારતમાં સૌથી લાંબી સુરંગ – જવાહર સુરંગ ( જમ્મુ કાશ્મીર)
  • ભારતનું સર્વપ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત – ૧૯૫૧માં
  • ભારતનું સર્વપ્રથમ જળવિદ્યુતમથકની સ્થાપના – શિવસમુદ્રમ (૧૯૦૨માં )
  • ભારતનો શિવસમુદ્રમ (૧૯૦૨માં ) રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ શું હતું ?- જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન (ઉતરાંચલ)
  • ભારતની સર્વપ્રથમ અણુંભઠ્ઠી કઈ અને ક્યારે શરૂઆત થઇ ?- અપ્સરા ( તા.૪/૩/૧૯૫૬)
  • ભારતના સર્વપ્રથમ મહિલા ડી.એસ.પી. બનવાનું સન્માન કોને મળ્યું છે ?- કિરણ બેદી
  • ભારતના સર્વપ્રથમ મહિલા પોલીસ સ્ટેશનની શરૂઆત ક્યારે થઇ હતી ?- કાલીકટ ( કેરલ-૧૯૭૩માં)
  • ભારતમાં સર્વપ્રથમ મહિલા હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ બનવાનું સન્માન મેળવનાર કોણ છે ?- શ્રીમતી લીલાબેન શેઠ (તા.૫/૮/૧૯૯૧ )
  • ભારતનું સર્વપ્રથમ શાંતિમાટેનું નોબલ પારિતોષિક મેળવનાર મહિલા કોણ હતા ?- મધર ટેરેસા (૧૯૭૯)
  • ભારતનો સર્વોચ્ય એવોર્ડ ભારતરત્ન મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?-શ્રીમતી ઇન્દીરા ગાંધી
  • ભારતની સર્વપ્રથમ વિશ્વસુંદરી બનનાર ભારતીય મહિલા – રીટા ફારિયા
  • ભારતનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આશાપૂર્ણાદેવી (૧૯૭૭)
  • ભારતના સર્વોચ્ચ અદાલતનાં સર્વપ્રથમ મહિલા રાજ્યપાલ _ મીર ફાતિમા બીબી (તા. ૫/૮/૧૯૯૧)
  • ભારતના સર્વપ્રથમ મહિલા રાજ્યકર્તા – રઝીયા બેગમ
  • દિલ્લીની ગાદી પર બેસનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આરતી સહા (૧૯૫૯માં)
  • ઈગ્લીશ ચેનલ તારી જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – રાજકુમારી અમૃતકૌર
  • ભારતના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ – શ્રીમતી પ્રતિભા પાટીલ
  • ભારતમાં સર્વપ્રથમ દલિત મુખ્યમંત્રી બનનાર મહિલા – માયાવતી (ઉત્તરપ્રદેશ)
  • ભારતના સર્વપ્રથમ યુનાની મહાસભાના સર્વપ્રથમ મહિલા પ્રમુખ – શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત
  • અંતરીક્ષમાં સૌથી વધુ દિવસ રહેનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – સુનીતા વિલિયમ્સ
  • ભારતની સર્વપ્રથમ યુનોની મહાસભાના મહિલા પ્રમુખ તરીકે કોની નિમણૂક પામનાર પ્રથમ મહિલા- શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત
  • ભારતના સર્વપ્રથમ મુખ્ય ન્યાયાધીશ – હરીલાલ કણીયા (૧૯૫૦)
  • ભારતરત્ન મેળવનાર સર્વપ્રથમ સંગીતકાર – એમ,એસ, શુભલક્ષ્મી
  • ભારતમાં સર્વપ્રથમપરમાણુ ઉર્જા દ્વારા વિદ્યુતની ઉત્પાદન શરૂઆત – ૧૯૬૯માં
  • ભારતનો સર્વપ્રથમ મરીન રાષ્ટ્રીય પાર્ક – કચ્છની ખાડીમાં
  • ભારતનું સર્વપ્રથમ રસાયણ બંદરગાહ (કેમિકલ પોર્ટ)- દહેજ (ગુજરાત)
  • ભારતમાં સર્વપ્રથમ દાદા સાહેબ ફાલકે એવોર્ડ જીતનાર- દેવિકા રાણી
  • ભારતમાં હિન્દી સાહિત્યનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર- સુમિત્રાનંદ પંત
  • ભારતમાં વિકાસ પામેલ સર્વપ્રથમ મિસાઈલ- અગ્નિ
  • ભારતમાં સર્વપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત – ૧૮૭૧માં
  • આંતરાષ્ટ્રીય સંસ્થા ‘ ઇન્ટરપોલ’માં સર્વપ્રથમ ભારતીય પોલીસ અધિકારી- રવિકાંત શર્મા
  • ભારતની સર્વપ્રથમ લોં યુનીવર્સીટીની સ્થાપના – બેંગ્લોર ( ૧૯૮૭માં )
  • ભારતીય સંશોધનમાં સર્વપ્રથમ સંશોધન- ૧૯૫૧માં
  • ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન સર્વપ્રથમ વિદેશીને – ખાન અબ્દુલ ગફાર ખાન
  • ભારતની સર્વપ્રથમ બોલાતી ફિલ્મ- આલમ આરા
  • ભારતનું સર્વપ્રથમભૂમિ પરથી ભૂમિ પર માર કરતુ મિસાઈલ- પૃથ્વી
  • ભારતમાં રોજગારી બાંયધરી યોજના સર્વપ્રથમ અમલ કરનાર રાજ્ય – મહારાષ્ટ્ર
  • ભારતમાં મધ્યાહન ભોજનની સર્વપ્રથમ શરૂઆત કરનાર રાજ્ય- તામીલનાડુ
  • ભારતીય રૂપિયાનું સર્વપ્રથમ અવમૂલ્ય – ૧૯૪૯માં, સચિન ચૌધરી
  • બ્રિટીશ ભારતના સર્વપ્રથમ ગવર્નર જનરલ – વોર્ન હેસ્તિંટ
  • ભારતમાં સર્વપ્રથમ ડી.ડી.ટી.નું કારખાનું – અમદાવાદ ( ૧૮૯૫માં )
  • ભારતમાં સર્વપ્રથમ સિનેમાગૃહ – એલીફનસ્ટન ( કલકત્તા -૧૯૭૦માં)
  • ભારતમાં સર્વપ્રથમ આકાશવાણી કેન્દ્રની શરોઆત- મુબઈ અને કલકત્તા (૧૯૨૭માં)
  • ભારતમાં રાજ્યસભામાં સર્વપ્રથમ મહિલા સચિવ- બી.એસ.રમાદેવી
  • ભારતના સર્વપ્રથમ ફિલ્ડ માર્શલ – એસ.એચ.એફ.જે.માનેકરી
  • ભારતમાં સર્વપ્રથમ મેડીકલ કોલેજની સ્થાપના – કલકતા (૧૮૩૫)
  • ભારતમાં રીઝર્વ બેન્કનું સર્વપ્રથમ રાષ્ટ્રીયકરણ- ૧૯૪૯માં
  • સ્વતંત્ર ભારતના પ્રથમ સંસદમાં સર્વપ્રથમ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી – સી.ડી.દેશમુખ (૧૯૫૧માં)
  • એરફોર્સમાં સર્વપ્રથમ ભારતીય મહિલા પાયલોટ – નોવેદીતા બસીન
  • ભારતની સર્વપ્રથમ વિજળી ટ્રેન (ડકૈન ક્વીન)- મુબઈ અને પૂના વચ્ચે)
  • ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ બનનાર- ડો. રાજેન્દર પ્રસાદ (તા.૨૪/૧/૧૯૫૦)
  • ભારતનો સર્વપ્રથમ ઉપગ્રહ – આર્યભટ્ટ (તા.૧૯/૪/૧૯૭૫)
  • ભારતમાં સર્વપ્રથમ પરમાણુ વિસ્ફોટ – પોખરણ (રાજસ્થાન-તા.૧૧/૫/૧૯૭૪)
  • ભારતની સર્વપ્રથમ ઉર્જાભઠ્ઠી – તારાપુર યુરેનિયમ આધારિત (૧૯૬૯)
  • ભારતની મધ્યસ્થ સરકારમાં સર્વપ્રથમ મહિલા પ્રધાન- રાજકુમારી અમૃતકૌર
  • ભારતમાં સર્વપ્રથમ તેલની શોધ – દિગ્બોઈ
  • ભારતીય સંવિધાનમાં સર્વપ્રથમ સંશોધન- ૧૯૫૧માં
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ ખિસ્તી પ્રચારક – સેન્ટ થોમસ
  • સ્વાધીનતાની લડાઈ-૧૮૫૭માં વિપ્લવમાં સર્વપ્રથમ શહીદ પામનાર – મંગલ પાંડે
  • આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ભારતીય- ડો.નાગેન્દ્ર્સિંહ
  • ભારતના સર્વપ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનનાર – કે.આર.નારાયણ
  • ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશનના સર્વપ્રથમ અધ્યક્ષ- ડબ્લ્યુ સી. બેનર્જી ( ૧૮૮૫માં)
  • ભારતની સર્વપ્રથમ બહુઉદ્દેશીય પરિયોજનાનું નિર્માણ – દામોદર નદી પર
  • ભારતીય લોકસભાના વિરોધપક્ષના સર્વપ્રથમ માન્યતા પ્રાપ્ત નેતા- રામસુભાગસિંહ
  • ભારતમાં સર્વપ્રથમ એશિયાડ રમતોત્સવ- દિલ્લી (૧૯૫૧માં)
  • ભારતનો સર્વપ્રથમ અવકાશયાત્રા કરનાર – રાકેશ શર્મા
  • ભારતના પશ્ચિમ કિનારે આવનાર સર્વપ્રથમ યુરોપિયન ખલાસી ક્યા દેશનો હતો- પોર્ટુગલ
  • ભારતની સર્વપ્રથમ રાષ્ટ્રીય સમાચાર એજ્ન્સી – ધ ફી પ્રેસ ઓફ ઇન્ડીયા
  • ભારતના સર્વપ્રથમ મહિલા વિદેશ સચિવ – ચોકીલા ઐયર (સિક્કિમ-તા.૧૨/૩/૨૦૦૧)
  • ભારતમાં સૌથી નાની વયે મેયર સર્વપ્રથમ સંજીવ નાયક
  • ભારતમાં સર્વપ્રથમ વીસ મુદ્દાના કાર્યક્રમની શરૂઆત -૧૯૭૫માં
  • બેડમિન્ટનનો વિશ્વકપ જીતનાર સર્વપ્રથમ ભારતીય – પ્રકાશ પાદુકોણ
  • રાજીવગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- વિશ્વનાથ આનંદ
  • ભારતીય સંગીતની સર્વપ્રથમ ગામોફોન રેકોર્ડ – ૧૮૯૮માં
  • ભારતમાં સિવિલ સેવા ની સર્વપ્રથમ શરૂઆત – લોર્ડ ડેલહાઉસી
  • ભારતમાં સર્વપ્રથમ મહિલા વિશ્વ વિદ્યાલયના સ્થાપક- ડી.કે.કર્વે
  • ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનાર સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડી- મેરી લીલા રો
  • ભારતમાં સર્વપ્રથમ ફિલ્મસ્ટારને રાજ્યસભાના સભ્ય બનવાનું સન્માન- પૃથ્વીરાજ કપૂર
  • ભારતમાં સર્વપ્રથમ લોખંડ ઉત્પાદન કારખાનાની શરૂઆત – ૧૮૭૦માં (પ.બંગાળ)
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ રક્ષામંત્રી તરીકે – સરદાર બળદેવસિંહ
  • ભારત તરફથી એશિયાડમાં સર્વપ્રથમ સુવર્ણચંદ્રક જીતનાર મહિલા ખેલાડી- કમલજીત સંધૂ
  • ભારતમાં સર્વપ્રથમ હૃદયનુંસફળ પ્રત્યારોપણ કરનાર- ડો. પી. વેણુંગોપાલ
  • ભારતે તેની સર્વપ્રથમ ટેસ્ટ – ઈંગ્લેંડસાથે તા. ૨૫/૬/૧૯૩૨ના દિવસે રમાઈ હતી.
  • ગ્રેમી એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય – પંડિત રવિશંકર
  • દક્ષિણ ધ્રુવ જનાર સર્વપ્રથમ ભારતીયદળના વડા- એસ.એસ.શર્મા
  • બાળકો માટેની ભારતની સર્વપ્રથમ વિજ્ઞાન અકાદમી – નચિસ્કા
  • ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- ડી.કે.ડી. સિઘબાબુ
  • દ.આફ્રિકા માં ભારતના સર્વપ્રથમ રાજદૂત –માધવ મંગલ મૂર્તિ
  • સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હિન્દીમાં ભાષણ આપનાર સર્વપ્રથમ ભારતના વડાપ્રધાન –અટલબિહારી બાજપાઈ
  • ભારતના સર્વપ્રથમ હવાઈદળના વડા – એર માર્શલ મુખરજી (૧૯૫૪માં)
  • ભારતમાં સર્વપ્રથમ ઓપન યુનિ. –આંધ્રપ્રદેશમાં
  • બ્રિટનની ખાડી અને પાલ્ક્ની સામુદ્રધૂની તારી જનાર સર્વપ્રથમ ભારતીય –મીહિરસેન
  • ભારતમાં સર્વપ્રથમ કોંગ્રેસના ભાગલા – 1907 સુરત અધિવેશનમાં
  • નિશાન એ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય – મોરારજીભાઈ દેસાઈ
  • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ભારતીય- ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર
  • ભારતમાં સર્વપ્રથમ હવાઈ ટપાલ સેવા – અલ્હાબાદથી નૈની (૧૯૧૧)
  • ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- હરભજનસિંહ
  • ભારતની સર્વપ્રથમ મૂંગી ફિલ્મ- પુંડરીક (૧૯૧૨)
  • વિશ્વ બિલિયર્ડ એવોર્ડ વિજેતા સર્વપ્રથમ ભારતીય- વિલ્સન જોન્સ
  • કોમનવેલ્થમાં ચન્દ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- મિલ્ખાસિંહ
  • ઓસ્કાર એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી – સત્યજીત રે
  • ભારતીય રેલ્વેમાં સર્વપ્રથમ મહિલા ડ્રાઈવર – સુરેખા યાદવ
  • આઈ.એ.એસ. બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- શ્રીમતી અન્નારાજન જ્યોર્જ
  • ભારતીય સંસદમાં સર્વપ્રથમ મહિલા સાંસદ બનનાર-સુશ્રી રાધાબાઈ સુબ્રમણ્યમ (૧૯૩૮)
  • ભારતીય એરફોર્સમાં સર્વપ્રથમ ભારતીય મહિલા- હરીતાગોયલ
  • ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન બનનાર – સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭)
  • ભારતીય સિનેમામાં સર્વપ્રથમ અભિનેત્રી બનવાનું ગૌરવ- દેવિકા રાણી
  • રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ભારતીય મહિલા- શ્રીમતી વાયોલેટ આલ્વા
  • ભારતમાં સર્વપ્રથમ ખ્નીજ્તેલનો કૂવો- દિગ્બોઈ ( આસામ-૧૮૮૯)
  • સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ભારતીય મહિલા- શ્રીમતી રોજ મિલિયન બેથ્થું(૧૯૯૨)
  • વિરોધ પક્ષના નેતા બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- શ્રીમતી સોનિયા ગાંધી
  • ભારતીય ફિલ્મમાં સર્વપ્રથમ ફિલ્મ નાયક- દત્તાત્રય દામોદર ડબકે ( રાજા હરીચંદ્ર)
  • રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- વિશ્વનાથ આનંદ
  • વન ડે ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- ચેતન શર્મા
  • ભારતરત્ન એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ વૈજ્ઞાનિક- સી.વી.રામન
  • આંતરાષ્ટ્રીય લેનિન શાંતિ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય – ડૉ. સૈફુદ્દીન કીચલૂ (૧૯૫૨)
  • ભારતીય લોકસભામાં સર્વપ્રથમ ચૂંટાયેલા વૈજ્ઞાનિક – ડૉ. મેઘનાથ સહા
  • એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય પર્વતારોહક – તેનસિંગ શેરપા ( તા. ૨૯/૫/૧૯૫૬)
  • ભારતમાં સર્વપ્રથમ લગ્ન માટેનો પુખ્તવયનો કાયદો- ૧૮૯૧
  • સ્વતંત્ર ભાતના સર્વપ્રથમ ક્રિકેટ ટીમના કપ્તાન – લાલા અમરનાથ
  • દાદાસાહેબ ફાલકે એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય ગીતકાર- મજરૂહ સુલ્તાનપુરી (૧૯૯૩)
  • બુકર પ્રીઝ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- અરૂંધતીરોય (૧૯૯૭)
  • લેનિન શાંતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- અરૂણા આસફઅલી
  • મિસ યુનિવર્સ ખિતાબ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- સુશ્રી સુસ્મીતાસેન (૧૯૯૪)
  • ઓલિમ્પિક દોડ ફાઈનલમાં જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- પી.ટી.ઉષા (૧૯૮૪)
  • સંસ્કૃતમાં બનેલ સર્વપ્રથમ ભારતીય ફિલ્મ – આદિ શંકરાચાર્ય
  • ભારતવર્ષમાં અંગેજીમાં છપાતું સર્વપ્રથમ પ્રાચીન સમાચારપત્ર –ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
  • ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય ધ્વજને અપનાવ્યો- તા. ૨૨/૭/૧૯૪૭નાં રોજ
  • ભારતના બધા જ ગામોમાં સર્વપ્રથમ વીજળી આપતું રાજ્ય – હરિયાણા
  • ભારતમાં પોસ્ટમાં પીન્કોદનો અમલ- ૧૯૭૨
  • ભારતમાં સર્વપ્રથમ ભૂમિને માપીને રાજ્સ્વ્ કર લગાવવાની પ્રથાની શરૂઆત- શેરશાહ સૂરી
  • ભારતનું ભાષાના આધારે બનનાર સર્વપ્રથમ રાજ્ય- આંધપ્રદેશ
  • ભારતે ઓલમ્પિકમાંમાં સર્વપ્રથમ ભાગ – ૧૯૨૮
  • ભારતની ન્યૂઝ પ્રિન્ટ સર્વપ્રથમ મિલ- નેપાનગર ( આંધ્રપ્રદેશ )
  • ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સમારોહ ‘ અપના ઉત્સવ’- નવી દિલ્લી ( તા.૮/૧૧/૧૯૮૬)
  • ભારતમાં ફિલ્મની શરૂઆત – ૧૯૧૩માં
  • ન્યૂયોર્ક રાજ્યના પ્રગતિશીલ ગાળ લોરેલરોલો સર્વપ્રથમ ભારતીય અમેરિકન મેયર – હરવિંદર એસ. આનંદ (તા. ૭/૭/૨૦૦૭)
  • ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતના સર્વપ્રથમ સદી કરનાર ખેલાડી- લાલ અમરનાથ (૧૯૩૩-૩૪,૧૧૮ રન )
  • ભારતની સર્વપ્રથમ મહિલા ફિલ્મ નિર્માતા ફાતિમા બીબીએ – ‘ બુલબુલ એ પરીસ્તાન”(૧૯૨૫માં)
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ક્રિકેટ કપ્તાન બનનાર- લાલા અમરનાથ
  • ભારતમાં સર્વપ્રથમ દૂરદર્શન દ્વારા સમાચાર ચેનલ – તા. ૧૪/૮/૧૯૯૯ના દિવસે શરૂઆત
  • કેબ્રીજ યુનિવર્સિટીમાં ગણિતની પરીક્ષામાં સૌથી વધો ગુણ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય વિધાર્થી- આર.પી.પરાજય
  • ભારતમાં સર્વપ્રથમ પ્રદર્શિત થનાર ફિલ્મ – કૃષ્ણજન્મ (૧૯૧૮માં મૈજેસ્તિક સિનેમા)
  • ભારતમાં સર્વપ્રથમ તાર સેવાની શરૂઆત – ૧૮૫૧માં, કલકતા અને હાર્બર વચ્ચે)
  • ભારતમાં સર્વપ્રથમ દૂરદર્શન (ટેલીવિઝન) કાર્યક્રમની શરૂઆત- તા.૧૫/૯/૧૯૫૯માં, નવી દિલ્લી
  • ભારતમાં સર્વપ્રથમ પોસ્ટ વિભાગે પોસ્ટલ જીવન વિમાની શરૂઆત- ૧૮૮૪માં
  • આધુનિક ભારતીય જાહેર ટપાલસેવાનો પ્રારંભ – ૧૮૩૭માં, લોર્ડ ડેલહાઉસીનાં સમયમાં
  • ભારતમાં સ્વાસ્થ્ય અદાલત શરૂ કરનાર સર્વપ્રથમ રાજ્ય –કર્ણાટક (તા. ૨/૯/૨૦૧૪)
  • પત્રકાર તરીકે કર્તવ્ય નિભાવતાં જેલ જનાર સર્વપ્રથમ ભારતીય- બાલગંગાધર તિલક
  • લોકસભાના સર્વપ્રથમ ઉપાધ્યક્ષ – અનંત શયનમ આયંગર
  • ભારતના સર્વપ્રથમ અર્થશાસ્ત્રી જેમને ત્રણ વાર કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા – પ.રામપ્રસાદ બીસ્મિલ્લે
  • ભારતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટી- પંતનગર
  • ભારતની રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના સર્વપ્રથમ ભારતીય ગવર્નર- સી.ડી.દેશમુખ
  • ભારતે સર્વપ્રથમ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ચંદ્રક મેળવ્યો -૧૯૫૨માં,હેલસિંકી(ફિનલેન્ડ)
  • ભારતની કોમનવેલ્થ ગેમમાં જીમ્નાસ્ટીકમાં ચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડી- દીપા કરમાકર (૨૦૧૪માં )
  • ભારતમાં સર્વપ્રથમ સ્ટીમર ખરીદનાર- નરોત્તમ મોરારજી
  • સંઘ લોક સેવા આયોગનાં સર્વપ્રથમ ભારતીય મહિલા- રોજ મિલિયન બેથ્યું
  • એંટાર્કટીકા પર જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- મહેમૂસ
  • ભારતના ગૈર કોંગ્રેસી પ્રધાનમંત્રી બનવાનું સર્વપ્રથમ વડાપ્રધાન- મોરારજીભાઈ દેસાઈ
  • ભારતમાં સર્વપ્રથમ ફાસ્ટ બ્રીડર આણ્વિક રિયેકટર – કલ્પક્કમ
  • ભારતીય નાગરિક સેવામાં શામિલ થનાર સર્વપ્રથમ ભારતીય- સત્યેન્દ્રનાથ ટેગોર
  • ભારતમાં સર્વપ્રથમ મુગલ બાદશાહ- બાબર
  • ઓલમ્પિકમાં ભાગ લેનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- મેરી લીલા રો
  • નૌકાથી સમગ્ર વિશ્વની સફર કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- ઉજ્વલા પાટીલ
  • ભારતમાં સર્વપ્રથમ એવરેસ્ટ સર કરનાર ટીમના પ્રમુખ- બ્રિગેડીયર ગ્યાનસીઘ (૧૯૬૦માં)
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી – હેરોલ્ડ મૈકમિલન
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ રશિયાના વડાપ્રધાન- વી.એ. બુલ્ગાનીન
  • ભારતમાં આવનાર સર્વપ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ- દી.આઈજન હાવર
  • ભારત આવનાર સર્વપ્રથમ ચીની તીર્થયાત્રી –ફાઈયાન
  • ભારતના સર્વપ્રથમ બ્રિટીશ ગવર્નર જનરલ- લોર્ડ વોરાન હેસ્ટિંગ્સ
  • ભારતીય બંધારણ સમિતિના સર્વપ્રથમ અધ્યક્ષ- ડૉ. સચ્ચિદાનંદ સિન્હા (તા. ૯/૧૨/૧૯૪૬)
  • ભારતના રાષ્ટ્રધ્વજ ડીઝાઈન બંધારણ સભાએ સર્વપ્રથમ સ્વીકારી- તા. ૨૨/૭/૧૯૪૭
  • ભારતરત્ન આપવાની શરૂઆત – ૧૯૫૪માં
  • ભારતમાં બંધારણ વિશે સર્વપ્રથમ વિચાર વ્યક્ત કરનાર- એચ.એન.રોય
  • ભારતનો સર્વપ્રથમ ફિરંગી ગવર્નર – આલ્મેડા
  • ભારતીય સંસદમાં સર્વપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષી નેતા – વાય.બી.ચૌહાણ
  • મેગ્સાસ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – વિનોબા ભાવે
  • ભારતના રાષ્ટ્રપતિ બનનાર સર્વપ્રથમ વૈજ્ઞાનિક – ડૉ.અબ્દુલ કલામ
  • વિશ્વ જુનિયર શતરંજ ચેમ્પિયન બનનાર સર્વપ્રથમ એશિયન ભારતીય ખેલાડી- વિશ્વનાથ આનંદ (તા.૨/૯/૧૯૮૭)
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦૦૦ હજારથી વધુ રન કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- સચિન તેન્ડુલકર
  • ભારતના સર્વપ્રથમ ક્રાંતિવીર – વાસુદેવ બળવંત ફલકે
  • ભારતમાં સર્વપ્રથમ અંગ્રેજી માધ્યમની શરૂઆત- ૧૮૩૫માં
  • ભારતે ઓલમ્પિકમાં સર્વપ્રથમ ભાગ લીધો- ૧૯૨૮માં
  • ભારતીય ક્રિકેટ બોર્ડના સર્વપ્રથમ અધ્યક્ષ- આર્.ઈ. ગ્રાન્ટ ગોવેન
  • ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહેનાર- સુભાષચન્દ્ર બોઝ
  • ભારતનો સર્વપ્રથમ શહીદ – મંગલ પાંડે
  • ભારતમાં સર્વપ્રથમ સૂર્યોદય – અરૂણાચલપ્રદેશમાં
  • ભારતમાં સર્વપ્રથમ વ્સ્ત્લ ગણતરીની શરૂઆત- લોર્ડ રિપન
  • ભારતમાં સર્વપ્રથમ વેપાર કરવા આવનાર- પોર્ટુગીઝ
  • ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય યુધ્ધમાં સર્વપ્રથમ ફાંસી મેળવનાર – તાત્યાટોપે
  • ભારતમાં સર્વપ્રથમ સ્વદેશી ચળવળ – બંગભંગની ચળવળ ( ૧૯૦૫માં)
  • ભારતનો સર્વપ્રથમ સત્યાગ્રહ –ચંપારણ સત્યાગ્રહ
  • સતત ત્રણ વખત ક્રિકેટ ટેસ્ટ શ્રેણી જીતનાર સર્વપ્રથમ ભારતીય કેપ્ટન- અજીત વાડેકર
  • બિલિયર્ડમાં સૌથી નાની વયે વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય ખેલાડી- ગીત શેઠી
  • પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- મિલ્ખાસિંહ
  • ભારતનો વીરતા માટેનો પરમવીર ચક્ર મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી – મેજર સોમનાથ શર્મા (૧૯૪૭માં)
  • ભારતના સર્વપ્રથમ વડાપ્રધાનને કોર્ટે સમન્સ બજાવ્યું- પી.વી.નરસિંહરાવ
  • ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સની સ્થાપના- ૧૯૫૩માં
  • ભારતમાં સર્વપ્રથમ STD ટેલીફોન સેવાની શરૂઆત- તા.૨૬/૧/૧૯૬૦ , ( લખનૌ અને કાનપુર)
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બોલે વિકેટ લેનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- કપિલદેવ
  • આંતરાષ્ટ્રીય ક્રિકેટ વન ડેમાં પાંચ હજાર રન પૂરા કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- મો.અઝરૂદ્દીન
  • ભારતની સર્વપ્રથમ થ્રી ડી ફિલ્મ – મલયાલમ ભાષામાં
  • ભારતમાં સર્વપ્રથમ કટોકટીની ઘોષણા કરનાર રાષ્ટ્રપતિ –ડૉ.રાધાકૃષ્ણન
  • ભારતમાં રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- કેપ્ટન લક્ષ્મી સેહગલ
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સર્વપ્રથમ અર્ધશતક બનાવનાર ભારતીય ખેલાડી- અમરસિંહ
  • ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત- ૧૯૨૭માં
  • ભારતીય વાયુસેનામાંથી કોર્ટ માર્શલ બનનાર સર્વપ્રથમ  મહિલા – અંજલિ ગુપ્તા
  • ભારતમાં સર્વપ્રથમ ઓલમ્પિકમાં ભાગ લેનાર ખેલાડી- નીલિમા ધોષ અને મેરી ડીસોઝા
  • ભારતના સર્વપ્રથમ યુનિવર્સિટીની માનદ પદવી મેળવનાર- સુનીલ ગાવસ્કર
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ- લોર્ડ માઉન્ટ બેટન
  • ભારતમાં સર્વપ્રથમ વિધાનસભાની ચૂંટણીઓ – ૧૯૨૩માં
  • ભારતમાં સર્વપ્રથમ ટેલીગ્રાફ લાઈનની શરૂઆત- ૧૮૫૪માં
  • ભારતને ક્રિકેટમાં સર્વપ્રથમ વિજય અપાવનાર ભારતીય ખેલાડી- વિજય હજારે (૧૯૫૨માં-ઇંગ્લેન્ડ)
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સર્વપ્રથમ ટેસ્ટ કપ્તાન- સી.કે.નાયડુ
  • ભારતમાં ટેલીવિઝન પ્રસારણ પર ક્રિકેટ મેચનું સર્વપ્રથમ પ્રસારણ- ૧૯૬૬માં- નવી દિલ્લીથી
  • ભારતની સર્વપ્રથમ મહિલા પોલીસ અધિકારી આયુક્ત- લાતકાસરન
  • ભારતના સર્વપ્રથમ આકાશવાણી સ્ટેશન –મૈસુર
  • ભારતમાં સર્વપ્રથમ ગ્રાહક સુરક્ષા ધારાનો અમલ – ૧૯૮૬માં
  • ભારતમાં સર્વપ્રથમ ડી.એન.એ. ફિંગરપ્રિન્ટ કેન્દ્રની સ્થાપના- હૈદરાબાદ
  • આંતરાષ્ટ્રીય ઓલમ્પિકસમિતિમાં પસંદગી પામનાર સર્વપ્રથમ ભારતીય- સરદોરાબજી તાતા
  • ભારતનું સર્વપ્રથમ રાષ્ટ્રીય આર્થિક સમાચારપત્ર  – અમર ઉજાલા કારોબાર (હિન્દી ભાષામાં)
  • ભારતમાં સર્વપ્રથમ લોકપાલ ખરડો પસાર થયો- ૧૯૬૮માં
  • ભારતમાં સર્વપ્રથમ એશિયાડ રમતોત્સવનું ઉદ્ઘાટન કરનાર ભારતીય- ડૉ.રાજેન્દ્રપ્રસાદ
  • ભારતનું સર્વપ્રથમ વિન્ડફાર્મ –તુતીકોરીન
  • ભારતમાં શિલ્પ સ્થાપત્યની શરૂઆત- સિંધુ સંસ્કૃતિ દરમ્યાન
  • ભારતમાં સર્વપ્રથમ ગેસ પુરો પાડવાની યોજનાની શરૂઆત- ગુજરાત
  • ભારતમાં સૌથી વધુ સમાચારપત્રો પ્રગટ- અંગેજીભાષામાં
  • પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઇતિહાસ ગ્રંથ- રાજતરંગિણી
  • ભારતમાં સર્વપ્રથમ સિમેન્ટનું કારખાનાની સ્થાપના- ચેન્નઈ
  • ભારતમાં સર્વપ્રથમ ક્રિકેટ રમવાની શરૂઆત – ૧૭૨૧માં, મુંબઈમાં
  • ભારતની સર્વપ્રથમ ટૂંકી ફિલ્મ બનાવનાર – હરીચ્ન્દ્ર ભારવેડકર
  • ભારતમાં સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝ પોસ્ટ ઓફિસની શરૂઆત- નવી દિલ્લી
  • ભારતમાં રંગીન ટેલીવિઝનની શરૂઆત – ૧૯૮૨માં
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ કમાન્ડર ઇન ચીફ – સર રોય બુચર
  • ભારતનું સર્વપ્રથમ મુક્ત બંદર- કંડલા
  • ભારતના સર્વપ્રથમમુખ્ય માહિતી કમિશ્નર – કે.ટી. શંકરલિંગમ
  • ભારતમાં સર્વપ્રથમ ચલણી નોટો છાપવાની શરૂઆત – ૧૮૬૧માં
  • આતંર સંસદીય સંઘની પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ – શ્રીમતી નઝમા હેપ્તુલ્લા
  • ભારતમાં સર્વપ્રથમ અણુંભઠ્ઠીની શરૂઆત- અપ્સરા ( ૧૯૫૬માં)
  • ભારતમાં સર્વપ્રથમ સ્થપાયેલ પરમાણું સ્ટેશન- તારાપુર
  • ભારતમાં સર્વપ્રથમ સૂર્યઉર્જાનો વિકાસ- કચ્છ
  • ભારતમાં સર્વપ્રથમ મેડીકલ કોલેજની સ્થાપના- કોલકત્તા
  • ભારતમાં સર્વપ્રથમ દારૂબંધીનો અમલ કરાવનાર –સી.રાજ્ગોપાલ્ચારી (૧૯૩૭માં-મદ્રાસમાં)
  • ભારતની સર્વપ્રથમ વિમાની સેવા- ૧૯૪૮માં ભારત-લંડન વચ્ચે
  • માઈક્રોસ્કોપના ઉચ્ચ અધિકારીપદે નિમણૂક પામનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- નીલમધવન
  • ફીજી દેશના સર્વપ્રથમ ભારતીય મૂળના પ્રધાનમંત્રી- મહેન્દ્ર ચૌધરી
  • ભારતીય ટપાલ ટિકિટપર મુદ્રિત સર્વપ્રથમ ભારતીય- મહાત્મા ગાંધીજી
  • ભારતની સર્વપ્રથમ બેટરીથી ચાલતી કાર- રેવા
  • ભારતની સર્વપ્રથમ યુરો-૨ સંપૂર્ણ કાર- માર્તીઝ
  • યુ.એસ.પી.જી. એ ટૂર ગોલ્ફની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ક્વોલીફાઈ થનાર સર્વપ્રથમ ભારતીય ગોલ્ફ – અર્જુન અટવાલ
  • ભારતનો સર્વપ્રથમ ‘ સ્કોપીયો સ્પીડ સ્ટાર ‘ બનનાર રણજી ટ્રોફી ખેલાડી- એન.સી.ઐયપ્પા
  • ઓકસફર્ડ યુનિવર્સિટીનાં સર્વપ્રથમ ભારતીય કેપ્ટન –મન્સુર અલીખાન પટૌડી
  • ભારતની સર્વપ્રથમ જમીનથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલ- પૃથ્વી
  • ઓલિમ્પિકમાં ભારતે સર્વપ્રથમ હોકી રમતમાં સુવર્ણચંદ્રક- ૧૯૭૨માં,
  • ભારતની સર્વપ્રથમ નિર્મિત કલર ફિલ્મ- મધુમતી
  • ભારતનું સર્વપ્રથમ પનડુબ્બી સંગ્રહાલય – વિશાખાપટ્ટનમ (૨૦૦૨માં)
  • ભારતનું સર્વપ્રથમ કમ્યુનીટી રેડિયોનું લાઈન્સ આપવામાં આવ્યું- અન્નામલાઇ વિશ્વવિધાલય ,તમિલનાડુ
  • ભારતનું સર્વપ્રથમ ખાતરનું કારખાનું – કર્ણાટક રાજ્યમાં
  • ભારતના સર્વપ્રથમ ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી –શ્યામાપ્રસાદ મુખર્જી
  • ભારતમાં સર્વપ્રથમ હવામાન મથકની સ્થાપના- સિમલા
  • દૂરદર્શન પર સર્વપ્રથમ શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત- ૧૯૬૧માં
  • ભારતની સર્વપ્રથમ કાગળની મિલની સ્થાપના- સેરમપુર( ૧૮૧૨માં,પ.બંગાળ)
  • ભારતનું સર્વપ્રથમ લોખં પોલાદનું કારખાનું- ૧૯૨૩માં ભદ્રાવતી પાસે વિશ્વશ્વરૈયા આર્યન એન્ડ સ્ટીલ લીમીટેડ
  • ભારતમાં તાંબાના અયસ્ક ઉત્પાદનમાં સૌથી વધુ ઉત્પાદન- સિંગભૂમી (બિહાર)
  • ભારતમાં સર્વપ્રથમ નાઈટ સફારીની સ્થાપના- ગ્રેટર નોઇડા
  • ભારતની સર્વપ્રથમ અસ્થીબેંક ( )ની સ્થાપના – ચેન્નાઈ
  • ભારતની રીઝર્વ બેન્કની સર્વપ્રથમ ડેપ્યુટી ગવર્નર મહિલા- કે.જી.ઉદ્દેશી
  • કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા વ્યાસ સન્માન મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા સાહિત્યકાર- ચિત્રા મુદગલે
  • ભારતનું સર્વપ્રથમ મોટી ઉત્પાદન કેન્દ્ર – નોર્થવે ( આંદોમાન નિકોબાર)
  • રિલાયન્સ મોબાઈલ સેવા આપનાર ભારતની સર્વપ્રથમ કંપનીની સ્થાપના- તા. ૪/૫/૨૦૦૪
  • ભારતની સર્વપ્રથમ રાજ્ય મહાનિર્દેશક ( ડીજીપી) બનનાર મહિલા- કંચન ચૌધરી ભટ્ટાચાર્ય
  • ભારતની સર્વપ્રથમ એર માર્શલ બનનારી ભારતીય મહિલા- પદ્માવતી બંદોપાધ્યાય
  • ભારતમાં સર્વપ્રથમ બાયોડીઝલ બસ શરૂ કરનાર રાજ્ય- ગુજરાત
  • સિંગાપુર સ્ટોક એસ્ક્ચેંજમાં પસંદગી પામનાર સર્વપ્રથમ ભારતીય કંપની- મેઘમણી ઓર્ગેનીક્સ
  • ભારતનો સર્વપ્રથમ શિક્ષિત જીલ્લો- માલાપ્પુરમ ( કેરળ)
  • ભારતની સર્વપ્રથમ ચલણ સંગ્રહાલયની સ્થાપના- મુંબઈ ( ૨૦૦૪માં)
  • અર્થશાસ્ત્રક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય (એશિયામાં) – અમર્ત્યસેન ( ૧૯૯૮માં)
  • જીવવિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર સર્વપ્રથમ ભારતીય વૈજ્ઞાનિક- ડૉ. હરગોવિંદ ખુરાના
  • નૌકાસેનામાં સર્વપ્રથમ સેનાધ્યક્ષ બનનાર ભારતીય- વાઈસ એડમિરલ આર્.ડી.કટારી (૧૯૫૮માં)
  • એફ.આર્.એસ.એ.માં સર્વપ્રથમ ભારતીય- એ. કર્સેન્ટ જી.
  • દક્ષિણ ધ્રુવ જનાર સર્વપ્રથમ ભારતીય – લે. રામચરણ ( ૧૯૬૦માં)
  • ભારતના રાજ્યસભાના સર્વપ્રથમ સેનાપતિ – એસ.વી.કૃષ્ણમૂર્તિ (૧૯૫૨માં)
  • ભારતના સર્વપ્રથમ ભારતીય બેરિસ્ટર- જ્ઞાનેન્દ્ર મોહન ટેગોર – (૧૮૬૨માં)
  • વિશ્વની પરીક્રમા કરનાર સર્વપ્રથમ ભારતીય – એ.પી.સિન્હા
  • ભારતમાં સર્વપ્રથમ સમાચાર બુલેટિન પ્રસારણની શરૂઆત – તા. ૨૭/૭/૧૯૨૭ના રોજ મુંબઈમાં
  • ભારતમાં સર્વપ્રથમ ડીઝલ એન્જિન કારખાનાની શરૂઆત- ૧૯૩૨માં સતારા, મહારાષ્ટ્ર
  • ભારતમાં સર્વપ્રથમ સાઈકલ બનાવવાનું કારખાની શરૂઆત- ૧૯૩૮માં, કલકત્તા (ઈંડિયા મેન્યુફેક્ચરિંગ કંપની )
  • ભારતના સર્વપ્રથમ રેલવેમંત્રી બનનાર- સરદાર બલદેવસિંહ
  • ભારતના સર્વપ્રથમ પરમવીરચક્ર પ્રાપ્ત કરનાર વાયુસેના અધિકારી- નિર્મલજીત શેખો(મરણોત્તર)
  • ભારતમાં સર્વપ્રથમ ખાતર બનાવવાનું કારખાનું- ૧૯૪૩માં કર્ણાટકના બૈલ્ગુલા
  • ભારતમાં લોકસભાની સર્વપ્રથમ બેઠક- તા. ૧૩/૫/૧૯૫૨
  • ભારતમાં સર્વપ્રથમ આતરરાષ્ટ્રીય ટેલીફોન એક્સચેન્જની શરૂઆત- ૧૯૭૩માં
  • ભારતમાં સર્વપ્રથમ ફોટો ફિલ્મનું કારખાનાની સ્થાપના- ઉદગમંડલમ(૧૯૬૦માં) (હિન્દુસ્તાન ફોટો ફિલ્મ મેન્યુફેકચરિંગ કંપની લી.)
  • ભારતમાં સર્વપ્રથમ ઇન્ટરનેશનલ ડાયરેક્ટ ડાયલિંગ ટેલીફોન સેવાની શરૂઆત- ૧૯૮૦માં, ભારત અને બ્રિટન
  • ભારતમાં સર્વપ્રથમ રેલ્વે એન્જિન કારખાનાની શરૂઆત- ૧૮૮૫માં જમાલપુર
  • ભારતમાં સર્વપ્રથમ એલ્યુમિનિયમ કારખાનાની શરૂઆત- ૧૯૩૭માં સતારા,(એલ્યુમિનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા )
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ શિક્ષણમંત્રી બનનાર- અબુલ કલામ આઝાદ
  • ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્ય- કેરળ
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ- બકરૂદીન તૈયબજી
  • સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ સ્વાસ્થ્યમંત્રી બનનાર- રાજકુમારી અમૃતકૌર
  • ભારતના સર્વપ્રથમ કાયદા મંત્રી બનનાર- ડૉ. બાબાસાહેબ આંબેડકર
  • ભારતના સર્વપ્રથમ શ્રમ મંત્રી બનનાર- જગજીવનરામ
  • ભારતમાં સર્વપ્રથમ સ્માર્ટકાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સની શરૂઆત કરનાર રાજ્ય – ગુજરાત
  • ભારતમાં સર્વપ્રથમ સેલ્યુલર ફોનની સેવાની શરૂઆત કરનાર- કલકત્તા (૧૯૯૫માં)
  • ભારતમાં સર્વપ્રથમ ‘ગરીબી રેખા ‘ નિર્ધારણ કરવાનો પ્રયાસ – ૧૯૭૦માં
  • ભારત સર્વપ્રથમ વિશ્વ હોકી કપ વિજેતા વર્ષ – ૧૯૭૫માં
  • ભારતના સર્વપ્રથમ હરીજન મુખ્યમંત્રી બનનાર – ટી. સંજીવૈયા
  • ‘હિન્દી’ દેવનાગરી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સર્વપ્રથમ માન્યતા- તા. ૨૬/૧/૧૯૪૭માં
  • ભારતના સર્વપ્રથમ એટર્ની જનરલ – શ્રી મોતીલાલ.સી. સેતલવાડ
  • ભારતીય મોનસુનનું વર્ણન કરનાર- અલબરૂની
  • ભારતની સર્વપ્રથમ બેંક- પંજાબ નેશનલ બેંક
  • ભારતના ટેસ્ટ ટ્યૂબ બેબીનો સફળ પ્રયોગ કરનાર સર્વપ્રથમ ડોક્ટર- ડૉ.ઇન્દીરા હિન્દુજા
  • ભારતના સર્વપ્રથમ મહિલા ભૌતિકશાસ્ત્રી- ડૉ.વિદ્યા કોઠેકર
  • ભારતની સર્વપ્રથમ બસ ડ્રાઈવર મહિલા- વસંથકુમારી (કન્યાકુમારી)
  • ભારતમાં સર્વપ્રથમ મુસ્લિમ રાજવંશની સ્થાપના –કુત્બુદ્દીન ઐબક (૧૨૦૬માં)
  • ભારતનું સર્વપ્રથમ રાષ્ટ્રગાન જન ગણ મન સર્વપ્રથમ ગાન- તા. ૨૯/૧૨/૧૯૧૧ના કલકતા અધિવેશન
  • ભારતમાં સર્વપ્રથમ સાંજની અદાલતો શરૂ કરનાર રાજ્ય- ગુજરાત
  • પ્રથમ એશિયન ગેમ્સમાં આતશ જ્યોત વહન કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- મિલ્ખાસિંહ
  • ચેસ ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- ભાગ્યશ્રી સાહે
  • ભારતમાં કાર ડ્રાઈવિંગ કરનાર સર્વપ્રથમ મહિલા – સુજાન આર્.ડી.તાતા (૧૯૦૫માં)
  • સોલો ફ્લાઈટ પરફોર્મ કરનારી ભારતની સર્વપ્રથમ મહિલા- હરિતા કૌલ દેઓલ (૧૯૪૪માં)
  • કોમર્શીયલ પાયલોટ તરીકે સર્વપ્રથમ ભારતીય મહિલા પાયલોટ- પ્રેમ માથુર (૧૯૫૧માં-ડેક્કન એરવેઝ)
  • ઇન્ડિયન એરલાઈન્સના સર્વપ્રથમ ભારતીય મહિલા પાયલોટ- કેપ્ટન દુર્ગા બેનરજી ( ૧૯૬૬માં)
  • રામન મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- કમલાદેવી ચટ્ટોપાધ્યાય
  • ભારતીય સેનામાં સામેલ થનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- પ્રિયા ઝીન્ગાન (૧૯૯૨માં)
  • ભારતીય સેનામાં લેફ્ટી.જનરલના હોદ્દા પર જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- પુનીતા અરોરા ( તા.૨૦/૫/૨૦૦૫માં)
  • ઓસ્ટેલિયામાં ન્યુ સાઉથ વેસ્સરેલ કોર્પોરેશનમાં ટ્રેન એન્જિન ડ્રાઈવર બનનાર સર્વપ્રથમ ભારતીય મહિલા-મન્ધીર રાજપૂત ( ૨૦૦૫માં- લુધિયાણા- પંજાબ)
  • ભારતના સર્વપ્રથમ રેલ્વે મંત્રી બનનાર- ડૉ.જોન મથાઇ
  • ભારતના સર્વપ્રથમ કૃષિ-અન્ન મંત્રી બનનાર- ડૉ.રાજેન્દ્રપ્રસાદ
  • ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી – વિરેન્દ્ર સેહવાગ (૨૦૦૪માં પાકિસ્તાન સામે)
  • અંતરિક્ષયાનનું સંચાલન કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- સુનીતા વિલિયમ્સ
  • ભારતના નાણાપંચના સર્વપ્રથમ અધ્યક્ષ બનનાર – જે.પી.નિયોગી
  • ભારતની સર્વપ્રથમ અંગેજી મહિલા લેખિકા – તોરૂલ
  • ભારતીય મધ્સ્થ ધારાસભાના સર્વપ્રથમ હિન્દી અધ્યક્ષ – વિઠ્ઠલભાઈ પટેલ
  • ભારતનું સર્વપ્રથમ પરમાણુ અનુસંધાન કેન્દ્રની સ્થાપના – ૧૮૫૪માં, ટ્રોમ્બે ખાતે.
  • ભારતમાં સર્વપ્રથમ ફોટાવાળા મતદાનપત્રથી ચૂંટણી યોજાનાર રાજ્ય- કેરલ
  • ઈગ્લીશ લીગ રમવા માટે આમંત્રણ મેળવનાર સર્વપ્રથમ ભાટીય ખેલાડી- વાઈચિંગ ભૂટિયા
  • ભારતમાં સર્વપ્રથમ ટેકનોલોજીથી સંકલિત ટી-૯૦ એસ. યુદ્ધ ટેન્કનું નામ- ભીષ્મ
  • ઇન્ડિયા સાયન્સ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય વૈજ્ઞાનિક- પ્રો. સી.એન.રાવ
  • ભારતમાં સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર- અમૃતા પ્રીતમ
  • ભારતમાં સર્વપ્રથમ ઈન્ટરનેટ રૂટ સર્વરની શરૂઆત- ચેન્નાઈ
  • ભારતમાં સર્વપ્રથમ ગરમ કાપડ બનાવનાર સર્વપ્રથમ ફેક્ટરી – ૧૯૭૬માં કાનપુરમાં
  • ભારતીય ક્રિકેટમાં દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- સુનીતા શર્મા
  • સ્વતંત્ર ભારતની બહુઉદેશીય પરિયોજના – દામોદર ઘાટી પરિયોજના
  • ભારતમાં માહિતી અધિકારનો સર્વપ્રથમ અમલ- તા.૧૨/૧૦/૨૦૦૦
  • ભારતનું ક્ષેત્રનું સર્વપ્રથમ રેડિયો સ્ટેશનની સ્થાપના- મેંગલોર
  • ભારતીય દૂરદર્શન દ્વારા સર્વપ્રથમ  સ્પોર્ટસ સિરીયલ- હમલોગ
  • ભાતમાં સર્વપ્રથમ ખનીજકોલસાનું ક્ષેત્ર ૧૭૭૪માં ઉત્પાદન- રાણીગંજ
  • ભારતનું સર્વપ્રથમ જૈન સંગ્રહાલયની સ્થાપના- મથુરામાં
  • ભારતમાં સર્વપ્રથમ નોટનું ચલણ- તા. ૧૪/૪/૧૯૨૮, ભારતીય સુરક્ષા પ્રેસ નાસિક
  • ભારતનું સર્વપ્રથમ ‘ જીવ આરક્ષિત વિસ્તાર’ની શરૂઆત- નીલગીરીમાં
  • ભારતમાં સર્વપ્રથમ લોકાદાલત શરૂ કરનાર રાજ્ય- ગુજરાત
  • ભારતનું સર્વપ્રથમ દરિયાઈ અભયારણ્ય- લક્ષદ્વીપ
  • ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં એક ઓવરમાં છ સિક્સર લગાવનાર સર્વપ્રથમ ભારતીય  ખેલાડી- યુવરાજસિંહ
  • ભારતમાં સર્વપ્રથમ મહિલા શિક્ષક – સાવિત્રીબાઈ ફૂલે
  • ભારતમાં ‘ કામને બદલે અનાજ યોજનાનો અમલ- આંધ્રપ્રદેશ
  • હિન્દુસ્તાન યુની લીવર લીમીટેડની સર્વપ્રથમ મહિલા ડાયરેક્ટર – કલ્પના મોરપરિયા
  • ભારતમાં દશાંશ પદ્ધતિનો અમલની શરૂઆત – તા. ૧/૪/૧૯૫૭
  • ભારતની સર્વપ્રથમ સ્વદેશી સંશોધન જહાજ- સિંધુ સાધના
  • ભારતમાં દૂધ માટેનું સર્વપ્રથમ એટીએમ- આણંદ (ગુજરાત)
  • ભારતનો સર્વપ્રથમ મુઘલ બાદશાહ- બાબર
  • ભારતના અર્થશાસ્ત્રી કોંગ્રેસના ત્રણ વખત અધ્યક્ષ અન્નાર- દાદાભાઈ નવરોજી
  • ઓલમ્પિકમાંમાં ટેનિસમાં ચંદ્ર મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી- લિએન્ડર પેસ (૧૧૯૬માં)
  • હિંદુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન નાં પ્રમુખ – વ્યોમકેશચંદ્ર બેનરજી
  • ભારત માટે ઓલમ્પિકમાં સર્વપ્રથમ સુવર્ણચંદ્રક મેળવનાર ભારતીય ખેલાડી- અભિનવબિન્દ્રા
  • ભારતનું સર્વપ્રથમ રેલ્વે સ્ટેશન મફત વાઈફાઈ સગવડ ઉપલબ્ધ કરનાર- બેગ્લોર સીટી સ્ટેશન
  • ભારતનું સર્વપ્રથમ સોલાર થર્મલ પાવર સ્ટેશન- જેસલમેર
  • ભારતનું જૈતુન રીફાઈનરી કરનાર સર્વપ્રથમ રાજ્ય- રાજસ્થાન ,લૂણકરણ(તા. ૬/૧૦/૨૦૧૪)
  • ભારતના બંધારણમાં સર્વપ્રથમ સુધારો- ૧૯૫૧માં
  • કોલકત્તા અને અગરતલા વચ્ચેની પ્રથમ સીધી બસ સેવા- તા.૧/૬/૨૦૧૫
  • ભારતમાં સર્વપ્રથમ ઉપગ્રહ નિયત્રિત સૌર ઉર્જાની શરૂઆત- પંજાબમાં
  • ભારતની પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ-દ્વોપદી મુર્મૂએ (ઝારખંડ-તા. ૧૮/૫/૨૦૧૫)
  • ભારતની સર્વપ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈ.એફ.એસ અધિકારી – ઝેફાઈગ ( તમિલનાડુ- તા. ૧૫/૫/૨૦૧૫)
  • ભારતમાં સર્વપ્રથમ ગૌ-મૂત્ર રીફાઈનરી તથા બેન્કની શરૂઆત- રાજસ્થાનના બક્સલગામમાં (તા. ૪/૫/૨૦૧૫)
  • આતંરરાષ્ટ્રીય ફૂટબોલ મૈત્રી મેચમાં ૫૦ ગોળ કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી- સુનીલ છેત્રી (તા.૧૬/૫/૨૦૧૫)
  • ભારતમાં સર્વપ્રથમ અન્ડરગ્રાઉન્ડ રેલ્વે- કલકત્તા
  • ભારતમાં સર્વપ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ બનનાર – નીલમ સંજીવ રેડ્ડી
  • ભારતમાં સર્વપ્રથમ ટપાલ વિભાગમાં મનીઓર્ડર સેવાની શરૂઆત- ૧૮૮૦માં
  • ચીનમાં પોતાનું પ્રથમ એકમ સ્થાપના કરનાર સર્વપ્રથમ ભારતીય કંપની- ઇન્ફોસીસ
  • દેશના ખેડૂતોને સમર્પિત સર્વપ્રથમ ભારતીય ચેનલ- ડી.ડી. કિસાન
  • સ્વતંત્ર ભારતમાં સર્વપ્રથમ સામ્યવાદી સરકારની રચના- કેરલ
  • ભારતે ઓલમ્પિકમાં સર્વપ્રથમ હોકી સુવર્ણચંદ્રક મેળવ્યો- ૧૯૨૮માં એમ્સટર્ડમ ઓલમ્પિક
  • આઝાદી પછી સર્વપ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન- લખનૌ (૧૯૪૮માં- ઉત્તરપ્રદેશ )
  • ભારતીય વન ડે ક્રિકેટમાં છ બોલમાં છ સિક્સર પ્રાપ્ત કરનાર ખેલાડી- રવિશાસ્ત્રી
  • ભારતનું સર્વપ્રથમ પ્રાઇવેટ વન્યજીવન કોરીડોર યોજનાની શરૂઆત કરનાર- મધ્યપ્રદેશ
  • ભારતમાં એક માત્ર કોલસાનું મ્યુઝિયમ- આસામ
  • ભારતના રાજ્યસભામાં સર્વપ્રથમ ફિલ્મ અભિનેત્રી મહિલા સભ્ય- નરગીસ દત્ત
  • ભારતના રાજ્યસભામાં સર્વપ્રથમ મહિલા મહાસચિવ- વી.એસ.રમાદેવી
  • ભારતમાં સર્વપ્રથમ પગારપંચની રચના- ૧૯૪૬માં શ્રી નિવાસ વારદાયારીયાર
  • ભારતમાં સર્વપ્રથમ કોમનવેલ્થ ગેમ્સ – ૨૦૧૦માં નવી દિલ્લી
  • ભારતમાં સર્વપ્રથમ નાયબ સ્પીકર તરીકે- એમ. થન્બીદૂરાઈ
  • ભારતનું સર્વપ્રથમ જેલી ફીશ તળાવ – આરંભડામાં ( ગુજરાત)
  • ભારતમાં સર્વ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમનો અમલ કરનાર રાજ્ય – ગુજરાત
  • ભારતનું હવાઈદળનું સર્વપ્રથમ સ્વદેશી યુદ્ધ વિમાન- તેજસ
  • ભારતમાં પૂર્ણ સ્વરાજ દિવસ સર્વપ્રથમ ઉજવાયો- તા.૨૬/૧/૧૯૩૦
  • ભારતમાં કોમનવેલ્થ ગેમ્સમાં સર્વપ્રથમ સુવર્ણચન્દ્રક મેળવનાર ભારતીય- અશોક પંડિત
  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુસ્તીમાં સર્વપ્રથમ સુવર્ણચન્દ્રક – ૧૯૫૮માંયુ.કે. લીલારામે
  • કોમનવેલ્થ ગેમ્સમાં જીમ્નેસ્ટીકમાં કાંસ્યચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા- દિશા કરમાકરે (ત્રિપુરા) ૨૦૧૪માં
  • કોમનવેલ્થ ગેમ્સમાં સ્કવોશમાં સર્વપ્રથમ ‘ વિમેન્સ ડબલ્સ’માં સુવર્ણચંદ્રક મેળવનાર ભારતીય મહિલા ખેલાડીઓ – દીપિકા પાલીકલ અને જોશના ચિનીપ્પા ( ૨૦૧૪માં)
  • ભારતનું સર્વપ્રથમ દરિયાઈ ઉદ્યાન- જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (ગુજરાત)
  • ભારતની સર્વપ્રથમ અત્યાધુનિક ડેરી- મધર ડેરી (ગુજરાત)
  • ભારતમાં સર્વપ્રથમ બાયોડિઝલ એસ.ટી બસ શરૂ કરનાર રાજ્ય- ગુજરાત
  • ભારતનું સર્વપ્રથમ ખાનગી બંદર- પીપાવાવ (ગુજરાત)
  • ભારતની સર્વપ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની –અતુલ લીમીટેડ (૧૯૫૨માં-કસ્તુરભાઈ લાલભાઈ)

પ્રાચીન ભારતમાં મકાનો, મહેલાતોની બાંધણી અને તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી હતી. આપણે ‘દ્વારકા, ઈન્દ્રપ્રસ્થ વગેરે જગ્યાઓની બાંધણીની વિગતોથી વિદિત છીએ. મૌર્ય અને ગુપ્તવંશ સમયના મહેલોની વિગતથી પણ વિદિત છીએ. મકાનોના પ્લાનિંગ, બાંધણી વગેરેના સંદર્ભો આપણી પાસે છે. નિવાસી મકાનો, રાજમહેલ, સેનાનાં મકાનો, તબેલા, ગજશાળા, મંદિરો વગેરે ઊંચા સ્થાપત્યશાસ્ત્ર પ્રમાણે જ થતાં. તે જગ્યા, દ્વારો વિચારીને સ્થાપત્યશાસ્ત્ર અનુરૂપ રહેતાં. આ બધાં મકાનોનું સ્થાપત્ય એવું રહેતું કે ધરતીકંપો, વાવાઝોડાં, ભારે વરસાદ તેમને પાડી ન શકતાં. મોઢેરાનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર સદીઓથી આપણી સામે અડીખમ ઊભાં છે. ભારતમાં સ્થાપત્યકળા કેટલી બધી ઉચ્ચ કક્ષાએ વિકસી હતી એની આ બધાં સ્થાપત્યો સબિતી આપે છે. દક્ષિણનાં મંદિરો આજે આપણને આશ્ર્ચર્ય પમાડે છે. અથર્વવેદમાં શિલ્પશાસ્ત્ર વિષે વિસ્તારથી વિગત આપવામાં આવી છે. એટલે કે ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં શિલ્પશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર વિકસેલાં હતાં. મકાન, મહેલાત, મંદિર કે કોઈપણ ઈમારત બાંધવી હોય તો સૌ પ્રથમ તો તે જમીનની તાકાત કેટલી છે એની ચકાસણી થતી.

તમિળનાડુમાં થીરુ મંદિરનાં મુખ્ય ગુંબજમાં ૫૦ ફૂટ પહોળી કમાન છે. આ તે વખતના આપણા સ્થપતિઓની તાકાત દર્શાવે છે, તેમના જ્ઞાનની તાકાત દર્શાવે છે. ક્યાંક તો થાંભલા વગરના મોટા મોટા હોલ હોય છે. તમિળનાડુના કોડાન્ગાઈ શહેરમાં આવુદયાર ભગવાનના મંદિરમાં એક ખડક એટલે પાતળો બનાવવામાં આવ્યો છે, જાણે કાગળ! પ્રાચીન ભારતમાં પથ્થરોના પાતળા પડદા બનાવવામાં આવ્યા હતા, જાણે કે નેનો ટેકનોલોજીના જાણકાર ન હોય! તો પ્રશ્ર્ન એ થાય છે કે તેમનાં સાધનો કેવા હશે? દેલવાડાના દેરા જુઓ, રાણકપુરનું મંદિર જુઓ, ખજૂરહોના મંદિરો જુઓ. જાણે પથ્થરમાં કવિતા! શિલ્પશાસ્ત્રમાં જગતમાં ભારતનો જોટો નથી. હાલના અક્ષરધામ મંદિર અને સોમનાથ વગેરે મંદિરો પ્રાચીન ભારતના શિલ્પશાસ્ત્રની ઉપજ છે. કાવેરી નદી પર ઈસુની બીજી સદીમાં કાલાનાઈમાં બંધાયેલો ગ્રાન્ડ અનીકતેના ડેમ દુનિયાનો સૌથી જૂનો ડેમ છે. આ આપણે સૌ માટે ગર્વની વાત છે. આ ડેમ હજુ પણ સારી સ્થિતિમાં છે અને વપરાશમાં છે. પ્રાચીન ભારત ઘણા ક્ષેત્રે પ્રથમ હતું. આજે તે બધા જ ક્ષેત્રે ગુલામ બનતું જાય છે તે દુ:ખની વાત છે.

દક્ષિણ ભારતમાં સ્વસ્તિક ગ્રામ છે, તેમાં સાથિયાના રૂપમાં બધા રસ્તા છે. છ રસ્તા પૂર્વથી ઉત્તરમાં જાય છે અને ગામના પાદરને મળે છે. પણ ત્યાં જતાં તે માત્ર ચાર રસ્તા જ રહે છે. શહેરમાં મધ્ય ભાગમાં તે છ રસ્તા હોય છે. શહેરના મધ્ય ભાગમાં હેર-ફેર વધારે હોય છે, માણસો વધારે હોય છે. માટે ત્યાં છ રસ્તા છે. ગામના પાદરે જતાં ટ્રાફિક ઓછો થઈ જાય છે, માટે ત્યાં માત્ર ચાર રસ્તા જ રહે છે. ટ્રાફિકની કેટલી સેન્સ. બધા જ રસ્તા વળી પાછા પહોળા અને કાટખૂણે અને વન-વે, આ બધા રસ્તા વળી પાછા સમાતંર અને ઘડિયાળની દિશામાં વળાંક લે.

પ્રાચીન ભારતમાં બે મકાન વચ્ચે ત્રણ પગલાનું અંતર રાખવામાં આવતું. આ નિયમ જે મકાનને વાડો હોય કે છાજલી હોય તેને લાગૂ પડતો. મકાનના ઓરડા વચ્ચે ચાર આંગળાની જગ્યા અથવા તે એકબીજાને અડકે, બારી રસ્તાની બાજુમાં હોય અને જરા ઊંચી હોય, જેથી ઘરમાં પ્રકાશ પથરાય. બારીનાં પરિમાણ પણ યથાયોગ્ય અને બારીઓ બંધ પણ થઈ શકે. ઘરોની આ બાબતો મકાન માલિક જ નક્કી કરે તેવી છૂટ હતી, શરત માત્ર એ કે તે કલ્યાણકારી હોવી ઘટે અને તેમાં ઝઘડાને સ્થાન ન હોય. આ બધી બાબતો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આપવામાં આવી છે. વધારે વિગતો કપિલ - વાત્સ્યાયનમાં પણ આપવામાં આવી છે.

ભારતીય પ્રાચીનશાસ્ત્રોમાં મશીન અને મિકેનિક્સના ઘણા સંદર્ભે મોજુદ છે. વેદમાં ચક્ર, અગ્નિ ઉત્પન્ન કરવાના, હેન્ડલૂમના, દહીં ઝેરવાના વગેરેના સાધનોના પ્રચૂર ઉલ્લેખો છે. મહાભારતમાં દ્રૌપદીના સ્વયંવરમાં થાંભલા પર ગોળ ગોળ ફરતી માછલીનો ઉલ્લેખ છે.

કૌટીલ્યનું અર્થશાસ્ત્ર ૨,૪૦૦ વર્ષ પહેલા લખાયું હતું. તેમાં ૩૨ જાતનાં મશીનોના ઉલ્લેખ છે. તેમાં એક મશીન પથ્થર ફેંકી શકતું હતું. તેમાં ત્રાજવાની વાત છે આ બતાવે છે કે પ્રાચીન સમયમાં ભારતીયોને વિજ્ઞાનનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ કેટલું હતું. ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ લખ્યું છે કે રાજા તેના દીકરાના શિક્ષકને તેના દીકરાને મશીનનું જ્ઞાન આપવાની વાત કરે છે, જે મશીન કાં તો અગ્નિથી, વાયુથી કે પાણીથી ચાલે. આ દર્શાવે છે કે પ્રાચીન સમયના રાજા ભૌતિકશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રને કેટલું બધું મહત્ત્વ આપતાં!

 

‘આર્યભટીય’ ગ્રંથમાં આર્યભટ લાકડામાંથી બનાવેલા પૃથ્વીના ગોળાની વાત કરે છે, જેમાં વજન સરખી રીતે રખાયું હોય અને ગોળો તેની ધરી પર ૨૪ કલાકમાં એક ચક્કર મારી લે. વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં પણ પ્રાચીન ભારત આગળ હતું. ભાસ્કરચાર્યે ખૂબ જ ચોક્કસ ઘટિકાયંત્ર બનાવ્યું હતું. પ્રાચીન ભારતમાં તુરીયયંત્ર પણ હતું અને તારાના વેધ લેવાનાં યંત્રો પણ હતાં. તુરીયયંત્ર ખરેખર શું હતું તે સંશોધનનો વિષય છે. શું તે દૂરબીન હતું? પ્રાચીન ભારતમાં આમ નાની ટેકનોલોજી સારી એવી વિકાસ પામી હતી. પાંડવોના ઈન્દ્રપ્રસ્થની રચના પણ આપણને સાયન્સ અને ટેક્નોલોજીની કમાલ દેખાડે છે.

આર્યભટના ‘આર્યભટીય’ ગ્રંથમાં લંબાઈના માપન માટે નીચેની વિગત આપી છે. ૮ પરમાણુ બરાબર ૧ ત્રસારેનું. ૮ ત્રસારેનું બરાબર ૧ રથારેણુ. ૮ રથારેણું બરાબર ૧ કોસ. ૮ કોસ બરાબર ૧ તલ. ૮ તલ બરાબર ૧ સારાસપાસ. ૮ સારાસપાસ બરાબર ૧ જવ. ૮ જવ બરાબર ૧ અંગુલ. ૧૨ અંગુલ બરાબર ૧ વિતસ્તી (વેંત). ૨વિતસ્તી (વેંત) બરાબર એક હસ્ત. ૪ હસ્ત બરાબર ૧ દાંડા. ૧૦૦૦ દાંડા બરાબર ૧ ક્રોસ. ૪ ક્રોસ બરાબર ૧ યોજન.

 

 

’૬૫નું રણયુદ્ધ

’૬૫નું રણયુદ્ધ : જવાનોની વીરતા અને સરકારની નિર્માલ્યતાનું પ્રતીક

 

કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધની ૫૦મી વર્ષગાંઠે ધારણા મુજબ જય-પરાજયની કથાઓ અને વિશેષ હેવાલ ન્યૂઝ ચેનલો અને અખબારોના પાના પર ચમકી રહ્યા છે, પણ અફસોસ કે કચ્છની રણ સરહદે સરદાર ચોકી પરના નાપાક લશ્કરી આક્રમણને મર્યાદિત સંખ્યાના આપણા પોલીસ કર્મીઓએ જવાંમર્દીથી મારી હઠાવીને સર્જેલા ઇતિહાસને કોઇએ વિગતે યાદ કર્યો નથી. એ સમયે સરદાર ચોકી પર કેન્દ્રીય અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.) અને રાજ્ય અનામત પોલીસ (એસ.આર.પી.)ના ૨૦૦થી ૨૫૦ પોલીસમેન ફરજ પર હતા. તેમની પાસે ત્રણ મશીનગન સહિતના ટાંચા અને મર્યાદિત શસ્ત્રો હતા, એવા સમયે મધરાત પછી પહેલી પરોઢે સાડા ત્રણ હજાર ફોજીઓ સાથેનું પાકિસ્તાની લશ્કર તોપમારાના પીઠબળે તેમના પર તૂટી પડ્યું અને છતાં દુશ્મનના છક્કા છોડાવી દેતો ઇતિહાસ સર્જાયો એને આજે યુદ્ધની સુવર્ણજયંતીએ કોઇ યાદ ન કરે એ કેવું ? શું યુદ્ધમાં લશ્કરી જવાનોના જ ગુણગાન ગવાય ? નાપાક લશ્કરને અર્ધલશ્કરી દળ મારી હઠાવે તો એનાં ગુણગાન કેમ ન ગવાય ?

 

ખેર, પણ ઇતિહાસ ક્યારેય ભૂંસાતો નથી. હા, થોડા સમય માટે ભુલાઇ જરૂર જાય છે, પણ કાળક્રમે એના તથ્યોનું પુન: મૂલ્યાંકન થાય છે ત્યારે ઘટનાનું પરિમાણ ધરમૂળથી બદલાઇ જાય છે. ૧૯૬૫ની ૯મી એપ્રિલની આ ઘટના પણ કાંઇક આવી જ છે. ઘણાંને ખ્યાલ નહીં હોય પણ ભારત-પાક વચ્ચે સત્તાવાર યુદ્ધ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ખેલાયું એનાથી ચાર મહિના પહેલાં એટલે કે એપ્રિલમાં પાકિસ્તાન કચ્છના રણ પર ત્રાટકી ચૂક્યું હતું અને બ્રિટનના વડા પ્રધાનની દરમિયાનગીરીથી જૂન મહિનામાં યુદ્ધવિરામ થયો હતો. એને પગલે કચ્છ ટ્રિબ્યુનલ રચાઇ હતી અને એના ચુકાદામાં આખરે કંજરકોટ તેમ જ છાડબેટ સહિતનો કચ્છના રણનો વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો. ૧૯૬૮માં એની સામે કચ્છ સત્યાગ્રહે થયો હતો.

 

આ આખું પ્રકરણ કચ્છ માટે એકતરફ પોલીસ જવાનોની અપ્રિતમ વીરતાનું પ્રતીક છે તો બીજી તરફ આઝાદી પછી આ સરહદી વિસ્તારની સુરક્ષા અને વિકાસના પ્રશ્ર્ને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કેટલી હદે અવગણના થઈ હતી એનો એક કમનસીબ પુરાવો પણ છે. પાકિસ્તાને પહેલીવાર ૧૯૫૬માં છાડબેટ પર ઘૂસણખોરી કરીને પોતાનો કબજો જમાવ્યો હતો. એ સમયે કચ્છ કેન્દ્રના સીધા શાસન હેઠળ એટલે કે ‘ક’ વર્ગનું રાજ્ય હતું. કેન્દ્રે તરત જ વળતાં લશ્કરી પગલાં લઈને છાડબેટ પર પુન: કબજો લઈ લીધો હતો. આ અનુભવ છતાં નવ-નવ વર્ષ સુધી રણની સરહદોની સુરક્ષા બાબતે ઘોર ઉપેક્ષા સેવવામાં આવી અને પૂરતાં પગલાં લેવાયાં નહીં. પરિણામે ૧૯૬૫માં નાપાક આક્રમણ થયું તે વખતે આપણે ઊંઘતા ઝડપાયા. આનું સંભવત: સૌથી મોટું કારણ એ હતું કે કચ્છમાં કેન્દ્રનું શાસન નહોતું. જાણીતું છે કે ૧૯૫૬માં જ કચ્છને પ્રથમ દ્વિભાષી મુંબઈ રાજ્ય હેઠળ અને ત્યારબાદ ૧૯૬૦માં ગુજરાત સાથે જોડી દેવાયું હતું. આજે પણ કેટલાયે લોકો એમ માને છે કે ૧૯૬૫માં કચ્છ ગુજરાતને બદલે કેન્દ્ર સાથે જોડાયેલું રહ્યું હોત તો છાડબેટ ગુમાવાનો વારો ન આવત.

 

જો કે, ’૬૫માં પણ કચ્છના પાકિસ્તાનના છમકલા વર્ષના આરંભથી જ શરૂ થઈ ગયા હતા અને કચ્છના મુલકી તંત્રે સંબંધિતોને જાણ કર્યા છતાં ગુજરાતની સાથે કેન્દ્ર સરકારે પણ તેને ગંભીરતાથી લેવાને બદલે બેદરકારી જ સેવી હતી. એ સમયે જ નહીં પરંતુ સમગ્ર પ્રકરણમાં યુદ્ધવિરામ અને કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદા સુધીના બનાવોની વણજાર પર નજર કરીએ છીએ તો કેન્દ્રની વિદેશનીતિ અને સંરક્ષણ વ્યૂહમાં યા તો કચ્છની ભારોભાર ઉપેક્ષા અગર તો નીતિવિષયક નિર્માલ્યતા દેખાય છે. વિધાનસભા અને સંસદના ગૃહોની ચર્ચાની વિગતો પર નજર કરીએ તો કચ્છવાસીને આઘાત લાગે એવી હકીકત બહાર આવે છે. સરહદી સુરક્ષાની જવાબદારી કેન્દ્રની કે રાજ્યની એ પ્રશ્ર્ને એકમેક પર દોષારોપણ પણ થયું હતું.

 

૨૨મી ફેબ્રુઆરીએ અબડાસાના ધારાસભ્ય માધવસિંહ જાડેજા અને ૨૩મીએ માંડવીના ધારાસભ્ય હરિરામભાઈ કોઠારીએ વિધાનસભામાં કચ્છ સીમાએ નાપાક હુમલાનો પ્રશ્ર્ન ચર્ચ્યો અને પરિસ્થિતિને ગંભીરતાથી લેવાની હાકલ કરી ત્યારે ગૃહપ્રધાન હિતેન્દ્રભાઈ દેસાઈએ ઘૂસણખોરીની વાતને હસી કાઢીને કહ્યું હતું કે ‘આ તો વાર્તા જેવું લાગે છે !’ બીજા દિવસે ૨૪મી ફેબ્રુઆરીએ ગૃહપ્રધાને ગૃહમાં વિપક્ષને અતિશયોક્તિભર્યા વિધાનો ન કરવાની અપીલ કરી અને ખાતરી આપી કે કોઈ પણ પડકારને મારી હટાવવા આપણે તૈયાર છીએ. આ ટાંકણે માધવસિંહજીએ પનચરીની જમીન (એટલે કે છાડબેટ) આપણા કબજામાં છે કે નહીં એવો સવાલ કર્યો ત્યારે ગૃહપ્રધાને ‘પ્રશ્ર્ન નાજુક છે’ એમ કહીને જવાબ ટાળી દીધોે.

 

કહેવાનો સાર એ કે ગુજરાત સરકારે કચ્છના પ્રતિનિધિઓની વાતને સાવ હળવાશથી લીધી અને પછી શું બન્યું એનો ઈતિહાસ સાક્ષી છે. એપ્રિલમાં નાપાક હુમલો રણમાં થયો અને આપણે ઊંઘતા ઝડપાયા. તો જમ્મુ-કાશ્મીરના સપ્ટેમ્બર યુદ્ધ દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાનના વિમાનને પાકિસ્તાને નિશાન બનાવતાં અબડાસાના સુથરી ગામ નજીક તે તૂટી પડયું અને બળવંતરાય મહેતા શહીદ થયા.

 

વિધાનસભામાં મે મહિના દરમિયાન પણ એપ્રિલના હુમલા સંદર્ભે ચર્ચા થઈ હતી, તેમાં નોંધનીય વાત ભાઈકાકાએ કરી હતી. સ્વતંત્ર પક્ષના આ નેતાએ સરહદી સુરક્ષાના બંદોબસ્તની સાથેસાથે સીમાના ગામડાઓમાં જે લડાયક કોમ છે તે સુખેથી રહી શકે એ માટે તેમને હથિયારો આપવા ઉપરાંત નર્મદાનાં પાણી ત્યાં સુધી પહોંચાડવાની વાત કરી હતી. ઉદ્યોગો શરૂ કરવાનોયે અનુરોધ કર્યો હતો. (બલિહારી તો જુઓ ’૬૫ની એ અપીલ ૨૦૧૫માં પણ અમલમાં આવી નથી અને આવે એવી કોઇ શક્યતાયે નથી, કારણ કે ખાવડા-પચ્છમ સુધી સિંચાઇના પાણી પહોંચાડવાની કોઇ વાત જ નથી.)

 

બીજી તરફ લોકસભામાં કચ્છના પ્રતિનિધિ મ.કુ. શ્રી હિમ્મતસિંહજી અને રાજ્યસભામાં ડૉ. મહિપત મહેતા ઉપરાંત બાબુભાઈ ચિનાઈએ તડાપીટ બોલાવી હતી. ડૉ. મહેતાએ તો દેશહિતમાં કચ્છને ફરી કેન્દ્રના શાસન હેઠળ મૂકવાની માગ સુધ્ધાં કરી હતી, જ્યારે બાબુભાઈ ચિનાઇએ ૧૯૫૬ની છાડબેટ પરની નાપાક ઘૂસણખોરી મારી હઠાવાઈ એનોે ઉલ્લેખ કરીને એ પછીના નવ વર્ષમાં કોઈપણ ભાવિ આક્રમણને ખાળવા માટે સુરક્ષાનાં પગલાં બિલકુલ નથી લેવાયાં એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો. ૬ઠ્ઠી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન ગુલઝારીલાલ નંદાએ લોકસભામાં પાકિસ્તાની ઘૂસણખોરીનો સ્વીકાર કરવાની સાથેસાથે ખાતરી આપી હતી કે સરહદની અખંડિતતા જાળવવા કચ્છમાં અસરકારક પગલાં લેવાશે, પણ અફસોસ કે આ ખાતરી પછીના ત્રીજા જ દિવસે પાકિસ્તાને આક્રમણ કર્યું અને આપણે હાથ ઘસતા રહ્યા. નાપાક આક્રમણની તૈયારી દીવા જેવી પાધરી હતી તોયે શા માટે જડબાતોડ જવાબની કોશિશ ન કરી એ આજેય એક મોટું રહસ્ય છે.

 

કેટલાક નિષ્ણાતો માને છે કે, એ સમયે રણપ્રદેશ મેદાને જંગમાં ખાસ તો ભારત માટે પ્રતિકૂળ હતો. ચોમાસામાં વરસાદ અને દરિયાના પાણીથી ભરાઇ જતો વિસ્તાર ઉનાળામાં નમકના મેદાનમાં પલટાઇ ગયા પછીયે ક્યાંક કાદવવાળોયે હોય તેથી ભારે વાહનો કે શસ્ત્રોની અવરજવર મુશ્કેલ હતી. વળી રસ્તા તો હતા જ નહીં. ભુજથી ખાવડા સુધી ગયા પછી સરહદને જોડતો પુલ પણ એ સમયે નહોતો. સંદેશાવ્યવહારના કોઇ ઠેકાણા નહોતા અને પાણીની તો રણમાં કોઇ જોગવાઇ જ નહોતી. સામે પાકિસ્તાનને આવી કોઇ મુશ્કેલી ન હોવાથી તે બહેતર સ્થિતિમાં હતું. સરહદી વિસ્તાર રણના છેક ઉત્તર છેડે હતો. તેથી ભારતીય જવાનોને ત્યાં પહોંચવા માટે દક્ષિણથી ઊતરી આખું રણ પાર કરી ઉત્તરે પહોંચવાનું હોય અને એ પણ ભરઉનાળે, જ્યારે પાકિસ્તાન તો ઉત્તર છેડે જ હોવાથી એનું સંદેશાવ્યવહાર અને રસ્તાનું માળખું સીમાથી સાવ નજીક હતું. કદાચ ભારતના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને વ્યૂહરચના ઘડનારાઓ આ કારણે જ રણમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવા નહોતા માગતા, તેથી જ ટેન્કો કે તોપદળ ઉતારવાનો વિચાર થયો નહોતો.

 

આ અને આના જેવી બીજીયે દલીલો ભારતના કહેવાતા રક્ષણાત્મક વલણ સંદર્ભે થાય છે, પણ પ્રશ્ર્ન એ છે કે, ૧૯૬૫માં છાડબેટનો નાપાક કબજો ભારતે તાબડતોડ પગલાં લઇને મારી હઠાવ્યો તે પછી રણ વિસ્તારમાં રસ્તા બાંધવા સહિતના કામો હાથ ધરવાની જાહેરાતો કરવામાં આવી પણ એ માત્ર કાગળ પર જ રહી. કોઇ કામ નવ વર્ષ દરમ્યાન થયાં નહીં તેનું શું ? ૧૯૬૫ જ નહીં એ પૂર્વે ૧૯૬૪માં પણ પાકિસ્તાનના બદઇરાદાની જાણ ભારતને થઇ ચૂકી હતી. ઉપરાંત ફેબ્રુઆરી ૧૯૬૫માં પાકિસ્તાને કંજરકોટ કબજે લઇ લીધું ત્યારે ભુજમાં ફરજ પર આવેલા લેફ્ટ. કર્નલ સુંદરજી (જે પાછળથી ભારતના લશ્કરી વડા બન્યા) તો કંજરકોટ પુન: કબજે કરવા થનગનતા હતા એટલું જ નહીં પોલીસના વેશમાં છેક સરદાર ચોકી સુધી રેકીયે કરી આવ્યા હતા. પરંતુ એમને એમ કરવાનો આદેશ મળ્યો નહીં. આમ એક તરફ પાકિસ્તાને અર્ધલશ્કરી દળના નામે લશ્કર ગોઠવી દીધું, તો બીજીતરફ ભારતે કેન્દ્રીય અનામત પોલીસ જ મૂકી રાખતાં પાકિસ્તાનને મોકળું મેદાન મળી ગયું. અરે, ૯મીના હુમલા પછીયે ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો બંદોબસ્ત થયો નહીં તેથી એપ્રિલના અંત સુધીમાં પાકિસ્તાને બિયારબેટ, છાડબેટ સહિતના વિસ્તારો પર કબજો જમાવી લીધો. આમ સરવાળે રણયુદ્ધમાં પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો.

 

એટલે પ્રશ્ર્ન રાજકીય મનોબળ અને ઇચ્છાશક્તિનોયે હતો. કચ્છના એ સમયના સંસદસભ્ય અને રાજવી પરિવારના મોભી હિંમતસિંહજીએ એક મુલાકાતમાં રાજકીય ઇચ્છાશક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ગૃહપ્રધાન ગુલઝારીલાલ નંદા કચ્છ સરહદે પાકિસ્તાન સામે આક્રમક પગલાંના હિમાયતી હતા. જ્યારે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ શાંતિમય સમાધાન ઇચ્છતા હતા. તો સંરક્ષણ પ્રધાન યશવંતરાવ ચૌહાણે કોઇ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું.

 

હિંમતસિંહજીએ પોતાની મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનની નેતાગીરી કચ્છના રણમાં વ્યાપક અને પૂર્ણકક્ષાનું યુદ્ધ નહોતી ઇચ્છતી. એનું લક્ષ્યાંક તો કાશ્મીર હતું. અયુબખાન રણના આક્રમણથી વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના વલણને ચકાસવા માગતા હતા. આ દૃષ્ટિએ રાજકીય ક્ષેત્રે તેમ ભૂમિ પર ભારતે આક્રમક બનવાની જરૂર હતી.

 

સંરક્ષણ નિષ્ણાતોનો મત એ હતો કે પાકિસ્તાન એક કાંકરે ચારેક પક્ષી મારવા માગતું હતું. પાડોશીની શક્ય એટલી જમીન પર કબજો મેળવી પાછળથી એને આંતરરાષ્ટ્રીય વિવાદમાં લઈ જઈ જે મળે તે મેળવી લેવું અને એમાં એને કેટલેક અંશે સફળતાયે મળી, કારણ કે છાડબેટ સહિતના રણનો દશ ટકા ભાગ એને મળ્યો. બીજું એ કે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય તો ભારત કેવો જવાબ આપે છે ? ત્રીજું એ કે ભારત જોે કચ્છમાં લશ્કર ખસેડે તો થોડા મહિના બાદ પ્રથમ કાશ્મીર અને ત્યારબાદ પંજાબ પર હુમલા કરી દેવા જેથી ત્યાં જોરદાર મુકાબલો કરવા જેટલું દળ મોજૂદ ન હોય. ચોથું હુમલામાં અમેરિકી શસ્ત્રોનો ખુલ્લેઆમ ઉપયોગ થાય તે વખતે માત્ર ભારત નહીં આંતરરાષ્ટ્રીયસ્તરે કેવા અને કેટલા પ્રત્યાઘાત પડે છે એ જોઈ લેવું, અને સૌથી વધુ તો અમેરિકા પોતે પાકિસ્તાન પ્રત્યે કેવું વલણ રાખે છે ?

 

પાકિસ્તાન પોતાના બદઇરાદાઓમાં મહદઅંશે સફળ ન થયું. ભારત લશ્કરી જંગ ખેલવા તૈયાર નથી એમ રણના અનુભવથી માનીને સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીર સહિતની સરહદે આક્રમણ કર્યું અને એમાં માર ખાવાનો વારો આવ્યો. ખેમકરણ યુદ્ધ ક્ષેત્રમાં તો પાકિસ્તાનની અમેરિકી બનાવટની પેટન્ટ ટેન્કોનું જાણે કબ્રસ્તાન સર્જાઇ ગયું. યુદ્ધના લેખાંજોખાંમાં પાકિસ્તાનના ૩૮૦૦ જવાનો સામે ભારતના ૩૦૦૦ જવાન શહીદ થયા હતા. તો આપણાં લશ્કરે લાહોરના ભાગોળે પહોંચીને કુલ ૧૮૪૦ ચો.કિ.મી. પાકિસ્તાની પ્રદેશ જીતી લીધો હતો. જ્યારે પાકિસ્તાને ૫૪૦ ચો.કિ.મી. આપણો વિસ્તાર કબજે કરી લીધો હતો. આ વિસ્તાર મહદંશે કચ્છના રણનો હતો, એટલે સરવાળે જોઇએ તો ’૬૫ના યુદ્ધમાં ભારતના સપ્ટેમ્બરના વિજય પૂર્વે એપ્રિલમાં કચ્છના વિસ્તારોનો જાણે બલિ ચડાવી દેવાયો હતો.

 

ખેર, પણ આ બધા વિપરીત સંજોગો વચ્ચે ૯મી એપ્રિલે અર્ધલશ્કરી દળના જવાનોએ સરદાર ચોકી પર જવાંમર્દભર્યો જંગ ખેલીને પાકિસ્તાની ફોજના ૩૪ જણને મોતને ઘાટ ઉતારી દઇને ઇતિહાસ સર્જ્યો એની કથાથી આપણી છાતી ગજગજ ફુલાવી દે તેવી છે. આ લડાઇમાં છ જવાન શહીદ થયા હતા. તેમની સ્મૃતિમાં સરદાર ચોકી તેમ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શહીદ સ્મારક નિર્માણ થયા છે. પોતાના આ બહાદુર શહીદોની સ્મૃતિમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ ૨૦૦૨થી ૯મી એપ્રિલે વીરતા દિન મનાવે છે. શહાદત ૧૯૬૫ની અને વીરતા દિન ૨૦૦૨થી કેમ, એ પ્રશ્ર્ન સહેજે થાય. એની તેમજ ૨૧મી એપ્રિલે છાડબેટ નજીકની ચોકી પર શહીદ થયેલા એસ.આર.પી.ના ત્રણ જવાનોની અને એમના ભૂકંપમાં ધ્વંસ થયેલા સ્મારકની વિગતે વાત હવે પછી.

પાક સૈનિકો ૩૪ સાથીના મૃતદેહ છોડીને પરત નાસી ગયા

કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી

 

 

કચ્છના રણમાં ભારતીય વિસ્તારમાં આવેલા કંજરકોટ પર ૧૯૬૫ના ફ્રેબ્રુઆરીમાં જ પાકિસ્તાની દળોએ ઘૂસણખોરી કરીને કબજો જમાવી દીધો હતો. * કેન્દ્રીય અનામત પોલીસ દળે ૧૯૬૫ના સરદાર ચોકી પરના નાપાક આક્રમણને કેવી રીતે મારી હઠાવ્યું એનું દસ્તાવેજીકરણ ૨૦૦૨માં આંખે દેખ્યા હેવાલોના આધારે કર્યું અને પુસ્તિકા પ્રસિદ્ધ કરી.

 

 

 

(ગયા અંકથી ચાલુ)

 

૯મી એપ્રિલ ૧૯૬૫ના રોજ કચ્છના રણની સરદાર ચોકી પરના નાપાક લશ્કરી આક્રમણને મારી હઠાવવાની ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.) દ્વારા દર વર્ષે વીરતા-શૌર્ય દિન મનાવવાનો નિર્ણય ૩૭ વર્ષ પછી છેક ૨૦૦૨માં કેમ લેવાયો એનો પણ એક ઇતિહાસ છે. પાક લશ્કરની બ્રિગેડ સામે મુઠ્ઠીભર જવાનોએ બાથ ભીડી અને જાનની પરવાહ કર્યા વિના શહાદત વહોરી ત્યારે એને ચોગરદમ બિરદાવાઇ હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડીને ભારતના વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સુધીના સર્વોચ્ચ નેતાઓએ તેમને ગૌરવભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પાંચ શહિદોની ખાંભી પર પુષ્પાંજલિ અર્પિત કરવા હજારોની મેદની ઉમટી પડી હતી. એ જ રીતે ૨૧મી એપ્રિલે હનુમાન તરાઇ સરહદી ચોકી પર પાકિસ્તાની ટેન્ક હુમલામાં શહીદ થયેલા રાજ્ય અનામત પોલીસ દળ (એસ.આર.પી.)ના ત્રણ જવાનોના મૃતદેહ પાછળથી ભુજ લાવવામાં આવ્યા ત્યારે તેમનેય ભવ્ય અંજલિ અપાઇ હતી. તેમની ખાંભી પોલીસ હેડ ક્વાર્ટરમાં ઊભી કરાઇ હતી. વિધાનસભા, સંસદમાં શહાદતની ગૌરવભેર નોંધ લેવાઇ હતી અને શૌર્ય ચંદ્રકોય જાહેર થયા હતા, પણ સમય જતાં આ વીરગાથા વિસરાઇ ગઇ. સંભવ છે કે છ વર્ષ પછીના ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનનું વિભાજન (બાંગલાદેશનો ઉદય) અને ૯૦ હજાર પાક સૈનિકોની ભારતીય સેના સામે શરણાગતિ જેવી અકલ્પનીય ઘટનાઓને લીધે હિન્દુસ્તાનનો પ્રચંડ વિજય ડંકો વાગ્યો તેમાં ૬૫નું યુદ્ધ વિસરાઇ ગયું હોય.

 

પણ ૩૬ વર્ષ પછી બન્યું એવું કે કેન્દ્રીય અનામત પોલીસ દળના ડિરેક્ટર જનરલપદે આવેલા ડો. ત્રિનાથ મિશ્રાના ધ્યાને સરદાર ચોકીવાળો કિસ્સો આવ્યો. તેમણે સી.આર.પી.એફ.ના જૂના ઓફિસરો અને જવાનો પાસેથી માહિતી મેળવીને સંશોધન - દસ્તાવેજીકરણ કર્યું. કયા સંજોગોમાં પાકિસ્તાની લશ્કર ત્રાટક્યું, સરદાર ચોકી પર એ સમયે કેટલા જવાનો હતા, કેટલાં શસ્ત્ર હતા, કેવી રીતે દુશ્મને હુમલો કર્યો અને કેવી રીતે ભારતીય જવાનોએ છટકું ગોઠવીને હરીફનો ખાત્મો બોલાવયો એની ઝીણામાં ઝીણી વિગતો ભેગી કરી. માહિતીનું સંકલન કરીને એક બુકલેટ ‘સરદાર પોસ્ટ : એ સાગા ઓફ ધી બ્રેવ હાર્ટસ ઓફ સી.આર.પી.એફ. ઇન રન ઓફ કચ્છ’ પ્રસિદ્ધ કરવામાં આવી. નાની સાઇઝની ૫૬ પાનાની આ પુસ્તિકામાં રંગીન ફોટાય સામેલ કરવામાં આવ્યા. ઉપરાંત, ડીવીડી તૈયાર થઇ તેમાં નક્શાઓ સહિતની રજૂઆત મુકાઇ. ઇન્ટરનેટ પર, દળની વેબસાઇટ પર અને યુ ટ્યુબ પર આ કથા ફરતી થઇ. ૨૦૦૨ની નવમી એપ્રિલે પ્રથમ વીરતા દિન સી.આર.પી.એફ.એ દેશભરમાં મનાવ્યો. ડો. મિશ્રા અને દળના અધિકારીઓનો કાફલો એ દિવસે કચ્છની સરદાર ચોકીએ પહોંચ્યો અને જે સ્થળે જંગ ખેલાયો હતો ત્યાં જ એક નાનકડી ખાંભી તૈયાર કરી ભાવભરી અંજલિ આપી. દળના સર્વોચ્ચ અધિકારીએ પોતાના દળના જવાનોની વીરતાને આ રીતે ગૌરવભેર યાદ કર્યો એ ખરે જ દાદ માંગી લે તેવો છે.

 

સરદાર પોસ્ટ પરના આક્રમણ અંગેની પુસ્તિકામાં જે તે સમયનું પાકિસ્તાનનું રાજકીય ચિત્ર, તેને ચીનનો ટેકો, અમેરિકી શસ્ત્ર સહાય, રણના પ્રતિકૂળ સંજોગો, ભાગલાના સમયથી જ ભારતની સરહદી જમીન પર કબજો કરીને વિવાદ ઊભો કરી આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવાની નાપાક મુરાદનું વિવરણ કરાયું છે. આવી જ મુરાદના એક ભાગરૂપે પાકિસ્તાને કચ્છના રણના ૩૫૦૦ ચો.મી. જેટલા વિસ્તાર પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. રણ તો એક મૃત સાગર છે, તેથી આંતરરાષ્ટ્રીય પ્રણાલી અનુસાર એની વચ્ચોવચ્ચ સીમારેખા દોરાય એવો વાહિયાત અભિગમ તેણે અપનાવ્યો. તેથી જ ૧૯૬૩માં સરહદોના સીમાંકન વખતે પંજાબ અને રાજસ્થાનમાં આંકણી થયા પછી ગુજરાતનો વારો આવે એ પહેલાં જ પાકિસ્તાની સર્વેયરો કામગીરી અધૂરી છોડીને ચાલ્યા ગયા હતા.

 

જાન્યુઆરી ૧૯૬૫માં પાકિસ્તાનની ચૂંટણીમાં અયુબ ખાન વિજયી થયા તે સાથે જ પાકિસ્તાને પોતાના બદઇરાદાઓ પાર પાડવાના કારણ શરૂ કરી દીધા. રણની કરીમશાહી ચોકી પર ફરજ બજાવતા ભારતીય પોલીસના ધ્યાનમાં આવ્યું કે, પાકિસ્તાનીઓ સુરઇથી ૧૦ માઇલનો ટ્રેક બિછાવ્યો છે અને તે એક માઇલ જેટલો ભારતીય સીમામાં ઘૂસીને ડીંગ સુધી પહોંચ્યો છે. આ સંદર્ભે ભારત હજુ તો કોઇ પગલાં લે એ પહેલાં જ ૧૦મી ફેબ્રુઆરીએ રાઇફલ્સ, સ્ટેનગન અને મશીનગનથી સજ્જ પાકિસ્તાની દળોનો કંજરકોટનો કબજો પણ લઇ લીધો. આથી એવું નક્કી થઇ ગયું કે હવે પાકિસ્તાનીઓ ભારતના ડીંગ વિસ્તારનેય કબજે કરવા કોશિશ કરશે.

 

પાંચેક દિવસમાં ઇન્ડસ રેન્જર્સ અને રાજકોટ રેન્જના ડી.આઇ.જી. વચ્ચે બેઠક થઇ ત્યારે પાકિસ્તાને કહી દીધું કે કંજરકોટ તો ભારતનું છે જ નહીં, એ તો અમારું છે અને ડીંગ સુધીનો રસ્તોય જૂનો છે. ભારત સમસમી ગયું પણ વળતા કોઇ પગલાં લેવાયાં નહીં. પછી તો ત્રીજી માર્ચે કંજરકોટમાં પાકિસ્તાને સ્થાયી ચોકી સ્થાપી દીધી. ૧૫મી સુધીમાં તો ડીંગ ખાતેય નવી ચોકી પાકિસ્તાને ઊભી કરી દીધી. પેંતરાબાજીમાં પાછળ પડી ગયેલા ભારતે મોડે મોડેય આખરે કંજરકોટની સામે સપાટ વિસ્તારમાં ૧૨મી માર્ચે સરદાર ચોકી અને ડીંગ નજીક ટાક પોસ્ટ ઊભી કરી દીધી.

 

સમગ્રતયા જોવા જતાં ભારતના નબળા રાજકીય અને જમીની પ્રતિકારથી ઉત્સાહમાં આવી ગયેલા પાકિસ્તાને આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી. કંજરકોટથી ૩૦ કિ.મી. દૂર આવેલા બદીન એરપોર્ટ પરથી ઊડીને પાક વાયુસેનાના વિમાનો સીમા નજીક ચક્કર મારવા લાગ્યા. આ બધા બનાવ ભારતની ચોકીઓ પર ત્રાટકવાના ‘ઓપરેશન ડેઝર્ટ હોક’ના ભાગરૂપે જ હતા. બ્રિગેડિયર અઝહર ખાને ૫૧મી ઇન્ફેન્ટ્રી બ્રિગેડને કરાંચી નજીકના મલીર કેન્ટોનમેન્ટમાંથી કચ્છની સરહદે ખસેડી. બાદમાં સમગ્ર આઠમી ઇન્ફેન્ટ્રી ડિવિઝનની સાથે ૧૨મા અશ્ર્વદળ અને ૧૩મા લાન્સર રેજિમેન્ટને ‘ઓપરેશન ડેઝર્ટ હોક’ને ગુપ્ત રાખવા માટે પણ પાકિસ્તાને પૂરતી કાળજી લીધી હતી. ભારતીય સરહદી ચોકીઓ બેધ્યાન રહે તે માટે દુશ્મનોએ છટકું ગોઠવ્યું હતું. આઠમી એપ્રિલ ૧૯૬૫ના પશ્ર્ચિમ પાકિસ્તાની રેન્જર્સે રાજકોટ રેન્જ પોલીસના ડી.આઇ.જી.ને સંદેશ પાઠવ્યો અને સરહદી સમસ્યા ઉકેલવા ૧૦મી એપ્રિલના બેઠક કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આમ, ભારતીયોને ગફલતમાં રાખવા એકબાજુએ શાંતિની વાતો કરી અને બીજીબાજુ ૩૫૦૦ સૈનિકોને પોતાનું સ્થાન લઇ લેવાનો આદેશ અપાયો અને તેમને કહેવામાં આવ્યું કે, આઠમીની રાત્રે એટલે કે નવમીની વહેલી પરોઢે સરદાર ચોકી પર હુમલો કરવો.

 

પાકેપાયે ગોઠવાયેલી વ્યૂહરચના મુજબ નવમીની વહેલી સવારે ૩.૩૦ વાગ્યે હેવી મોર્ટાર અને ૨૫ પાઉન્ડ ગન્સ સાથે પાકિસ્તાની દળોએ આગેકૂચ શરૂ કરી અને સરદાર તથા ટાક ચોકી પર હુમલો કર્યો.

 

તે સમયે સરદાર પોસ્ટ પર હેડ કોન્સ્ટેબલ રણજિતસિંહ ફરજ બજાવી રહ્યા હતા. ઉત્તર દિશામાંથી ૫૦થી ૧૦૦ વારના અંતરે કાંઇક હલચલ થતી હોવાની ગંધ આવતાં તેમણે પડકાર ફેંક્યો અને આ પડકારના પ્રતિભાવમાં ગોળીઓની ધણધણાટી બોલી. મોર્ટાર અને ૨૫ પાઉન્ડના શેલનો મારો કરવા માટે નાપાક દળોને સંકેત મળી ગયો. તેની સાથે જ સરદાર અને ટાક ચોકી પર બ્રિગેડનો હુમલો શરૂ થઇ ગયો. ત્યાં તે સમયે ગણ્યાગાંઠ્યા જ પોલીસ જવાન હતા.

 

આમ છતાં, ભારતીય જાંબાઝ જવાનોએ મોરચો સંભાળી લીધો અને શસ્ત્રો તથા દારૂગોળાનો જથ્થો ખતમ ન થાય ત્યાં લગી પ્રતિકાર કર્યો. દારૂગોળો ઓછો થતો જતો હોવાથી સી.આર.પી.એફ.ના જવાનોએ ઇરાદાપૂર્વક પોતાના તરફથી ગોળીબાર બંધ કર્યો અને દુશ્મનોને વધુ નજીક આવવા દીધા. સમગ્ર ચોકી પર મોત જેવો સન્નાટો છવાયેલો હોવાથી પાકિસ્તાનીઓને એવું લાગ્યું કે ચોકી પરના સૈનિકો માર્યા ગયા છે અથવા ઘવાયા છે.

 

જંગ જીતી લીધો હોય એવી મુસ્કાન સાથે ૨૦ નાપાક સૈનિકો જેવા ચોકી પાસે આવ્યા કે ભારતીય ચોકીની ત્રણેય મશીનગનો ધણધણી ઊઠી અને એક પછી એક તમામ દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા. ચોકીની પાછળની બાજુએથી પણ પાકિસ્તાનીઓએ હુમલો કર્યો અને તેમના પણ એવા જ હાલ થયા. ત્યાં ૧૪ પાકિસ્તાનીઓ માર્યા ગયા અને ચાર જીવતા પકડાયા.

 

ઇશાન દિશામાંથી સી.આર.પી.એફ.ની મશીનગન જામ થઇ ગઇ હોવાને કારણે દુશ્મનોને ક્ષણિક સફળતા મળી પણ હિંમતવાન હિન્દુસ્તાની જવાનોએ કાઉન્ટર એટેક કરીને દુશ્મનોને પાછા હટાવ્યા. અલબત્ત, પોસ્ટ કમાન્ડર મેજર સરદાર કરનૈલસિંહ સહિત સી.આર.પી.એફ.ના ૧૯ જવાનોને પકડી લેવામાં પાકિસ્તાન સફળ થયું. જો કે, પાછળથી તેમને છોડી દેવાયા હતા. પણ, એ પૈકી એક ઘવાયેલા જવાનનું પાકિસ્તાની જેલમાં અવસાન થયું હતું. આમ ૯મીના શહીદોની સંખ્યા છની થઇ હતી.

 

બંને દેશો વચ્ચે સામસામો ગોળીબાર એક કલાક સુધી ચાલ્યો હતો. જે દરમ્યાન દુશ્મનોએ ત્રણ વખત ચોકી કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારે ખુવારી સાથે તેમને મારી હટાવાયા હતા.

 

સરદાર ચોકી પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભવનરામે ભારે બહાદુરી દાખવી હતી. તેમની પાસેની મશીનગનનો દારૂગોળો ખૂટી પડ્યો ત્યારે તેમણે ચોકી પરના તમામ હાથબોમ્બ વીણી વીણીને એકઠા કર્યા અને નજીક આવી રહેલા દુશ્મનો પર એક પછી એક ફેંક્યા હતા. તેમના આ જવાંમર્દીભર્યા કૃત્યથી પાકિસ્તાનીઓના જુસ્સા પર અસર પડી હતી અને તેમને પાછા વળવાની ફરજ પડી હતી. સી.આર.પી.એફ.ના જવાનોના વળતા હુમલાથી દુશ્મનો એટલી હદે દિગ્મૂઢ થઇ ગયા હતા કે, સંખ્યાબળ અને દારૂગોળાના મામલે ભારતીયોથી બળૂકા હોવા છતાં વધુ વખત હુમલો કરવાનું સાહસ ન કરી શક્યા.

 

સવારે જ્યારે રોશની ફેલાઇ ત્યારે ચોકી પાસેના આખા મેદાનમાં દુશ્મન સૈનિકોના મૃતદેહો વેરવિખેર પડ્યા હતા. સી.આર.પી.એફ.ના જવાનોના વળતા હુમલાના ભયથી પોતાના ૩૪ સૈનિકોના મૃતદેહોને ત્યજીને તેઓ પરત વળ્યા હતા ત્યારે દિવસના પ્રકાશમાં જ ભારતીય જવાનોને પણ ખબર પડી કે રાત્રે તેમણે જે જંગ ખેલ્યો હતો એ પાકિસ્તાની લશ્કરની ભારે શસ્ત્રસજ્જ ઇન્ફેન્ટ્રી બ્રિગેડ સામેનો હતો.

 

લશ્કરી યુદ્ધોના ઇતિહાસમાં આ એક અજોડ બનાવ હતો કે જેમાં અર્ધલશ્કરી દળોની એક નાનકડી ટુકડીએ લશ્કરની ઇન્ફેન્ટ્રી બ્રિગેડને બરોબરની હંફાવી હોય અને ૧૨ કલાક સુધી તેમનો નાપાક મનસુબો બર આવવા દીધો ન હોય.

 

રાતભર ચાલેલા આ જંગમાં ભારતીય ચોકીનું રક્ષણ કરતા નાયક કિશોરસિંહ, કોન્સ્ટેબલ સમશેરસિંહ, જ્ઞાનસિંહ, હઠુરામ, સીધબીર પ્રધાન અને કિશનસિંહે શહાદત વહોરી લીધી હતી. જ્યારે સામા પક્ષે ૩૪ સૈનિકો માર્યા ગયા હતા અને બે અફસર સહિત ચાર જીવતા પકડાયા હતા.

 

અફસોસ એ વાતનો છે કે, ૬૫ના યુદ્ધના વિજયની ઉજવણી હાલ ૫૦મી જયંતીએ દેશભરમાં થઇ અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ, એમાં આ જવાનોને યાદ કરાયા નહીં. અરે, એમને હજુયે શહીદનો દરજ્જોયે અપાયો નથી, તો એસ.આર.પી.ની શહાદતની વાત હવે પછી.(ક્રમશ:)

 

 

એસ.આર.પી.ના જવાનોને જાણે શહીદ કરવા જ રણમાં ધકેલી દેવાયા હતા

 

કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી

 

 

 

(કચ્છ મોરચે ૧૯૬૫નું યુદ્ધ-૩)

 

કેન્દ્રીય અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.) દ્વારા પોતાના જવાનોએ ૧૯૬૫ના રણયુદ્ધ વખતે દાખવેલું અપ્રતિમ શૌર્યનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ ૨૦૦૨માં કરવામાં આવ્યું એ એક નોંધનીય ઘટના હતી. આમ છતાં તેની વિશેષ ચર્ચા ૨૦૦૫માં શરૂ થઇ હતી. એ સમયે વીરતા દિને યોજાયેલા ખાસ કાર્યક્રમમાં તત્કાલીન ગૃહપ્રધાન શિવરાજ પાટીલે પોતાના પ્રવચનમાં રણની એ ઘટના કોઇ નાની એવી અથડામણ નહીં, પરંતુ રીતસરનું યુદ્ધ હતું એમ કહીને તેને સત્તાવાર યુદ્ધ લેખવાની અપીલ કરી હતી. તેમના આ કથનના સમાચારો પણ રાષ્ટ્રીય પ્રચાર માધ્યમોમાં અગ્રસ્થાન મળ્યું હતું. ચર્ચાયે થવા લાગી કે આ ઘટનાને ભારતના લશ્કરી ઇતિહાસમાં સ્થાન મળવું જ જોઇએ. આ ચર્ચાને પગલે કચ્છની પત્રકાર ટીમે દિલ્હી જઇને નવેસરથી માહિતી એકત્ર કરી. લોકસભા, રાજ્યસભા ઉપરાંત ગુજરાત વિધાનસભાની કાર્યવાહીની એ સમયની સત્તાવાર નોંધોનેય ફંફોળી તો અનેક ભૂલાઇ ગયેલી ઘટનાઓ પુન: સપાટી પર આવી. એ સાથે એક એ સત્ય પણ બહાર આવ્યું કે, કેન્દ્રીય દળે માત્ર પોતાની કામગીરીનું દસ્તાવેજીકરણ કર્યું હતું, એમાં કહાની અધૂરી રહી જતી હતી. કારણ કે પાક આક્રમણ સમયે સીમાએ તેમના ઉપરાંત એસ.આર.પી. એટલે કે ગુજરાત રાજ્ય અનામત પોલીસ અને પંજાબ પોલીસ દળના જવાનોયે ફરજ પર હતા. સૌથી વધુ મહત્ત્વનું તો એ હતું કે, એ વખતે જ્યારે સંદેશાવ્યવહાર અને ભુજથી માર્ગ અવરજવરના સાધનો મર્યાદિત હતા ત્યારે ભુજથી દોઢસો-બસ્સો કિ.મી. દૂર દુર્ગમ સરહદે પાણી જેવી જરૂરી ચીજોનો પુરવઠો પૂરો પાડવામાં કચ્છ જિલ્લાના વહીવટી તંત્રે અને ખાસ તો જિલ્લા કલેક્ટરે જે ભૂમિકા ભજવી હતી તેય અજોડ હતી.

 

એટલે રણયુદ્ધનું સમગ્રતયા ચિત્ર મેળવવાની કામગીરી શરૂ કરી તો ૧૯૬૫ના રણયુદ્ધ વખતે એસ.આર.પી.ના એક જવાનની હેસિયતથી છાડબેટ મોરચે ફરજ બજાવનાર કચ્છના માંડવી શહેરના જવાન વીરજીભાઇ મીઠુ ખારવાની અખબારી મુલાકાત ધ્યાને આવી. ૧૯૯૭માં ‘કચ્છમિત્ર’માં પ્રસિદ્ધ થયેલી આ મુલાકાતમાં વીરજીભાઇએ પોતાના ત્રણ સાથીઓની ૨૧/૪/૬૫ની શહાદતનો આંખે દેખ્યો ચિતાર રજૂ કર્યો હતોે. છાટબેટ નજીક હનુમાન તરાઈ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો કેવી રીતે ત્રાટક્યા એની વિગતે વાત તેમણે કરી હતી. આ હુમલામાં વીરજીભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો.

 

એ સમયે જવાનો કેવા કપરા સંજોગોમાં લડ્યા હતા તેની વાત વીરજીભાઇએ કહેલી. પાંચ કલાકના સતત તોપમારા વચ્ચે સૈનિકોને ભારે ભૂખ લાગી હતી. તોપમારાને લીધે રાશન ભરેલી ટ્રક, મેસનો સામાન, તંબુ બધું જ બળીને ખાખ થઇ ગયું હતું. બળેલા રસોડામાં તપાસ કરી તો સદ્નસીબે બચી ગયેલા એક પતરાના ડબ્બામાંથી ઘણાં દિવસની વાસી અને સૂકી પચ્ચીસેક રોટલી મળી આવી. વધુ ફંફોસ્યું તો મરચાની ભૂકી મળી અને એની સાથે જેમતેમ જવાનોએ ભૂખ શાંત કરી. જવાનો હજુ તો પૂરતું જમી લે એ પહેલાં જ ફરી તોપમારો શરૂ થયો. વીરજીભાઇએ બાજુના મોરચામાં જવાનો આગ્રહ રાખ્યો પણ વિઠ્ઠલ કાંબલે અને સહાજી સાળુકે નામના બે મરાઠી સિપાઇએ ઇન્કાર કરી દેતાં વીરજીભાઇ એકલા બાજુમાં ગયા અને ત્યાં જ જૂના મોરચામાં તોપગોળો પડ્યો અને બંને મરાઠી શહીદ થઇ ગયા. થોડા કલાક પહેલાં ગણપત ડી. ભોંસલે પણ પાકિસ્તાની તોપમારામાં શહીદ થયા એ ઘટનાના પણ વીરજીભાઇ સાક્ષી હતા. છાડબેટથી બે-ત્રણ માઇલ દૂર હનુમાન તરાઇ અને કુંબા ચોકી પર માત્ર ૩૦ જવાન ફરજ પર હતા. ખીજડાના ઝાડ પર બાંધેલા માંચડા (અપરવિઝન પોસ્ટ) પર ચડીને દૂરબીનથી નજર ફેરવતાં તેમણે પાકિસ્તાની રણગાડી (ટેન્ક)ની કતાર જોઇ. એકતરફ હળવાં-નજીવાં શસ્ત્રો સાથેની પોલીસ અને સામે પાકિસ્તાનનું શસ્ત્રસજ્જ લશ્કર. અચાનક બોમ્બ ઝીંકાયો અને માંચડાની બાજુમાં પડ્યો. તેથી બધા સ્ટ્રેન્ચમાં ગોઠવાયા. એ સાથે જ જોરદાર તોપમારો થયો. ચોકી છોડવાનો આદેશ અપાયો, તેથી જવાનો બીજા મોરચે જવાની તક શોધવા લાગ્યા. હવાલદાર ગણપત ભોંસલે થોડા આડા ફંટાયા તો દુશ્મનની નજરમાં આવી ગયા અને તરત જ તેમને નિશાન બનાવી તોપના ગોળાથી દુશ્મને ફૂંકી માર્યા. કેટલાક પોલીસમેનોનું કહેવું એમ હતું કે, ગણપત ભોંસલે ચોકી પર મૂકાયેલી હનુમાનની મૂર્તિ લેવા માટે આડા ફંટાયા હતા.

 

વીરજીભાઇ ખારવાએ કાળજું કંપાવી દે તેવી અન્ય ક્ષણોનુંયે વિવરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ૨૪/૪/૬૫ના રોજ ભારતીય સેનાની ટુકડીઓએ છાડબેટનો ચાર્જ લઇ લીધો અને એસ.આર.પી.ને ખાવડા પાછા ફરવાની સૂચના આપી. વાહન હતાં નહીં એટલે ભરઉનાળે, સૂર્યના પ્રખર તાપ અને લાલચોળ ધરતી પર પગપાળા ૪૫ માઇલ કાપવાના હતા. દુશ્મન સામેનો જંગ હવે કુદરત સામેના જંગમાં પલટાઇ ગયો હતો. અફાટ ખારા રણમાં પોલીસ જવાનો તરસને લીધે બેશુદ્ધ બનીને પડવા માંડ્યા હતા. માથે ભારેખમ સામાન લદાયેલો હતો. બળબળતી બપોર હતી. કેટલાકે રણમાં મીઠાનું પડ તોડીને પાણી પીધું તેમાં મુશ્કેલીઓ વધી. છતાં કેટલાક પોલીસ ૧૪ માઇલ દૂરની ચોકીએ પહોંચ્યા, ત્યાંથી પાણીની વ્યવસ્થા કરી અને લથડિયા ખાઇ પડી ગયેલા જવાનોને બચાવ્યા. આ જવાનો બીજા દિ’એ સવારે ચોકી પર પહોંચ્યા.

 

વીરજીભાઇનો આ આંખે દેખ્યો ચિતાર ઉપરાંત એ સમયે જંગ લડેલા બીજા એક કચ્છી ભાણજીભા કારૂભા જાડેજાએ પણ અલગ મુલાકાતમાં ઘણી વાતો કરી હતી. સાર એ જ હતો કે અપૂરતા અને જૂના પુરાણા બંદૂક જેવાં શસ્ત્રો સાથે તેમને રણમાં મોકલી દેવાયા હતા. અરે, યુદ્ધ પૂરું થયા પછીયે તેમની સાથે અધિકારીઓએ દુર્વ્યવહાર કર્યો હતો. શહીદ જવાનોના મૃતદેહ ખસેડવા માટે ડ્રાઇવર જોઇતો હતો પણ ડ્રાઇવર નાસી ગયો હતો. તેથી ભાણજીભાએ એ જવાબદારી નિભાવી. પણ, યુદ્ધ પૂરું થયા પછી ઇનામ અપાયા તેમાં નામ ભાગી ગયેલા ડ્રાઇવરનું હતું. આ ઘટનાથી નારાજ થઇને ભાણજીભાએ રાજીનામું ધરી દીધું હતું. તેમના જેવો કડવો અનુભવ વીરજીભાઇનેય નિવૃત્તિ વખતે પેન્શનના કાગળિયા પાસ કરાવતી વખતે થયો હતો. દરમ્યાન, ૧૯૬૫ના રણયુદ્ધના શહીદોના સ્મારકને ભૂકંપમાં ભારે નુકસાની થઇ હોવાની વિગત બહાર આવી. તપાસ કરતાં ખબર પડી કે કુલ નવ શહીદ પૈકી સી.આર.પી.એફ.ના છ શહીદોનું ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરનું સ્મારક તો સલામત હતું પણ પોલીસ હેડ ક્વાર્ટરમાં એસ.આર.પી.ના ત્રણ જવાનોની ખાંભીને ભારે નુકસાન થયું હતું. આ સ્મારક નજીક ૧૯૬૫ના યુદ્ધ દરમ્યાન શહીદ થયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાના વિમાનના કાટમાળનેય સ્મારકરૂપે રખાયો હતો તે પણ અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. પાછળથી કાટમાળની સાફસૂફી થઇ તેમાં આ બધું ક્યાં ગયું એની કોઇને ખબર નહોતી.

 

આ વિગતોના આધારે પત્રકારોની ટીમે ૨૦૦૬માં એસ.આર.સી. ગ્રુપ-૨નો સેજપુર-બોઘા સ્થિત હેડક્વાર્ટરનો સંપર્ક સાધ્યો હતો, પણ, કમનસીબે ત્યાં સુધી દોડ્યા પછીયે અધિકારી વર્ગ દ્વારા સાનુકૂળ પ્રતિસાદ ન મળ્યો. પોતાના જવાનોની શહાદતની જાણે કોઈને પડી જ નહોતી. આમ છતાં ટીમ નિરાશ થયા વિના પોલીસ ક્વાર્ટર સુુધી પહોંચી. ત્યાં કમસે કમ ત્રણ જવાનો એવા મળ્યા જેમણે કચ્છના રણમાં ’૬૫ના એપ્રિલમાં ફરજ બજાવી હતી. તેમને વીઘાકોટ અને કંજરકોટથી માંડી બિયારબેટ કે બાવરલાબેટ સુધીના રણની એક-એક ચોકી કે સ્થળ જાણે હમણાં જ જોયા હોય એવા યાદ હતા.

 

૧૯૬૫ના યુદ્ધ સાથે સંકળાયેલી આ બધી બાબતો, જવાનોની મુલાકાત, એસ.આર.પી.ના અમદાવાદ-ગાંધીનગર સ્થિત અધિકારીઓના ઉપેક્ષાભર્યા વલણ અને રાજ્ય સરકારની ઉદાસીનતા સહિતના મુદ્દાઓને આવરી લેતી શ્રેણી અખબારમાં પ્રસિદ્ધ થઇ છતાં ન તો ગુજરાત સરકારના ગૃહમંત્રાલયે તેની કોઇ નોંધ લીધી કે ન તો અનામત પોલીસ ખાતાના પેટનું પાણી હાલ્યું. એસ.આર.પી. ગ્રુપ-૨ના હેડ ક્વાર્ટર પાસે જૂનો, કોઇ કહેતાં કોઇ રેકર્ડ મોજૂદ નહોતો. એટલું જ નહીં ’૬૫માં રણમોરચે ફરજ બજાવનાર પોલીસમેન નિવૃત્ત થયા પછી અમદાવાદમાં એમના જ ક્વાર્ટરમાં હયાત હતા, તેમને બોલાવીને સાચી વિગતો જાણવાની દરકાર પણ અધિકારી વર્ગે કરી નહીં. જો ચોક્કસ માહિતી પત્રકાર મેળવી શકે તો અધિકારીઓ કેમ ન મેળવી શકે ? મંત્રાલય અને ઉચ્ચ અધિકારી વર્ગના આવા ઉપેક્ષાભર્યા વલણ સામે અખબારી ઉહાપોહ જારી રહેતાં ૨૦૧૦માં એક અધિકારી માહિતી મેળવવા માટે ભુજ આવ્યા. જૂના અખબારો, હેવાલો અને લેખો મેળવ્યા પણ કાંઇ વળ્યું નહીં. દરમ્યાન ૨૦૧૧માં એક અનોખો યોગાનુયોગ સર્જાયો. વીરતા દિને એટલે કે ૯મી એપ્રિલે જ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાપરમાં નર્મદા નહેરના કામનું ખાતમુહૂર્ત થયું તે વખતે આ યોગાનુયોગને સાંકળીને શહાદત પ્રત્યેની ઉદાસીનતાના હેવાલો પ્રસિદ્ધ થયા. અગ્રલેખ સુધ્ધાં લખાયા. પરિણામે મુખ્ય પ્રધાનના ધ્યાને આ વાત આવી હોય કે જે હોય તે પણ બે મહિના પછી એટલે કે જૂન ૨૦૧૧માં જ ગુજરાત સરકારે જાહેરાત કરી કે રણની ધર્મશાલા ચોકી પર યુદ્ધ સ્મારક ૭૫ લાખના ખર્ચે ઊભું કરાશે. ગયા વર્ષે આ સ્મારક ધર્મશાલા ચોકી પર ઊભુંયે કરાયું.

 

એ જ અરસામાં શહીદ નાયક ગણપત ભોંસલેના પુત્ર રમેશ ભોંસલે ગાંધીનગર આવ્યા. તેઓ મુંબઇ પોલીસમાં ઇન્સ્પેક્ટર છે. પિતા શહીદ થયા પછી તેમને ગુજરાત એસ.આર.પી.માં જોડાવું હતું પણ કોઇ દાદ મળી નહીં. રમેશ ભોંસલે ગયા ડિસેમ્બરમાં કચ્છી પ્રધાન તારાચંદભાઇ છેડા અને ગૃહખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રજનીકાંત પટેલને મળ્યા અને પોતાના પિતાને શહીદ જાહેર કરાય એવી રજૂઆત કરી. પ્રધાનોએ તેમને યોગ્ય પગલાંની ખાતરી આપી, એટલું જ નહીં એવુંયે કહ્યું કે, ૨૦૧૫માં યુદ્ધની સુવર્ણ જયંતીના પ્રસંગે ત્રણેય શહીદોનું ઉચિત સન્માન થશે.

 

પણ અફસોસ કે ચાલુ વર્ષની ૯મી એપ્રિલે સવારે રણની ધર્મશાલા ચોકી પર વીરાંજલિ કાર્યક્રમ યોજાયો ત્યારે સીમા સુરક્ષા દળ અને કેન્દ્રીય પોલીસ દળના અધિકારી હાજર રહ્યા. જ્યારે શરમજનક વાત એ હતી કે એસ.આર.પી.ના કોઇ કહેતાં કોઇ હાજર જ ન રહ્યા. આ કાર્યક્રમમાં નવી જાહેરાત થઇ કે હવે સરદાર ચોકી પર એક કાયમી અને શાનદાર શહીદ સ્મારક છ કરોડના ખર્ચે થશે. સમજાતું નથી કે ’૬૫ના રણયુદ્ધની વાસ્તવિક્તાથી એસ.આર.પી. દૂર કેમ ભાગે છે?

 

માભોમની રક્ષા કરતાં શહીદ થયેલા કે હયાત એવા જવાનો પ્રત્યે આવું ઉપેક્ષાભર્યું વલણ શા માટે ? દસ્તાવેજીકરણનીયે આટલી અવગણના કેમ એ સવાલ સહેજે ઊભો થાય છે. હા, ગયા વર્ષે રાષ્ટ્રીય કક્ષાની ઘોડેસવારી સ્પર્ધા વખતે ગુજરાત પોલીસે કોફી ટેબલ બુક પ્રસિદ્ધ કરી હતી, તેમાં રણયુદ્ધના ત્રણ શહીદ પોલીસ જવાનોનો પરિચય અપાયો હતો. પણ આટલાથી સંતોષનો ઓડકાર ખાઇ લેવો વાજબી નથી.

 

કેન્દ્રીય અનામત પોલીસ દળે ૧૯૬૫ની ઘટનાનું દસ્તાવેજીકરણ ૨૦૦૨માં કર્યું અને શહાદતની સ્મૃતિમાં દર વર્ષે ૯મી એપ્રિલે શૌર્ય દિન મનાવવાના રાષ્ટ્રીય કક્ષાએ શ્રીગણેશ કર્યા. કેન્દ્રીય દળ પોતાના જવાનો પ્રત્યે ૩૬ વર્ષે ઋણ ચૂકવે છે, તો રાજ્ય અનામત પોલીસ કેમ પચાસ વર્ષે ઋણ ચૂકવતાં અચકાય છે? કેન્દ્રીય દળે તો સરદાર ચોકીની ધરતીની ધૂળ દિલ્હી સુધી લઇ જઇને બે કળશમાં મૂકી છે. એક કળશ ડી.જી.ની ઓફિસે અને બીજું શહીદ સ્મારક પર. કેન્દ્રીય દળના મુખ્યાલયની લાલજાજમ બિછાવેલી સીડી પર તમે પગ મૂકો તો સામે ૧૨થી ૧૫ ફૂટની વિશાળ કદની સરદાર ચોકીની તસવીર નજરે પડે છે અને આપણી છાતી ગજગજ ફૂલી જાય છે. ક્યાં કેન્દ્રીય દળ અને ક્યાં એસ.આર.પી. ?

 

રાજકીય રીતે જોવા જઇએ તો ભાજપની સરકારો અને નેતાઓ ખાસ કરીને કોંગ્રેસી સરકારોની ભૂતકાળની ક્ષતિઓ શોધી શોધીને સાચોખોટો હોબાળો મચાવવા હંમેશ તૈયાર હોય છે. તો રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલી એસ.આર.પી.ના જવાનોની શહાદત જેવા સંવેદનશીલ પ્રશ્ર્ને ખામોશ કેમ છે, એ જ સમજાતું નથી. લગભગ વિનાહથિયારે મોરચો સંભાળનારાઓની કદર આપણે સુવર્ણ જયંતીએ નહીં કરીએ તો ક્યારે કરીશું ? સુરક્ષા પ્રત્યેની સરકારની ઉપેક્ષા વચ્ચે રણમાં જવાનો જંગ લડ્યા એ શું આપણા માટે ગૌરવની વાત નથી ?

 

 

રણમોરચાનો અજોડ મુલકી યોદ્ધો એસ. જે. કોહેલ્હો

 

કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી

 

 

 

(કચ્છ મોરચે ૧૯૬૫નું યુદ્ધ-૪)

 

૧૯૬૫નું ભારત-પાક યુદ્ધ પૂરું થયા પછી રણ મોરચે જાનની બાજી લગાવીને મા ભોમની રક્ષા કરનારા કેન્દ્રીય પોેલીસ, એસ.આર.પી. ઉપરાંત લશ્કરી જવાનોને બહાદુરીના એવોેર્ડ અપાયા, એ સ્વાભાવિક હતું. પણ કચ્છને સંબંધ છે ત્યાં સુધી એ સમયના જિલ્લા કલેક્ટર એસ.જે. કોહેલ્હોને યુદ્ધની કટોકટીભરી સ્થિતિમાં દેશદાઝથી ફરજ બજાવવા બદલ ૧૯૬૬માં કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો એ ઘટના અભૂતપૂર્વ હતી. આઝાદી પછીના ઇતિહાસમાં કોઇપણ આઇ.એ.એસ. અધિકારીને આ રીતે પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો. આમ તો ’૬૫ના યુદ્ધની વીરગાથાની જેમ એમની ફરજનિષ્ઠાની વાત પણ સમયના વહેણ સાથે વિસરાઇ ગઇ હતી. ૨૦૦૨માં કેન્દ્રીય અનામત પોલીસ દળે નવેસરથી ’૬૫ના રણયુદ્ધનું દસ્તાવેજીકરણ કર્યું તેને પગલે કચ્છના પત્રકારોની ટીમે સારું એવું સંશોધન કર્યું ત્યારેય આ ઘટના પ્રકાશમાં આવી નહીં, પરંતુ ૨૦૧૦માં ‘કચ્છમિત્ર’ના આષાઢી બીજ વિશેષાંકમાં શ્રી કોહેલ્હોએ જાતે યુદ્ધના અનુભવનો વિગતે લેખ લખ્યો ત્યારે ખબર પડી કે આ માણસે તો ઇતિહાસ સર્જી દીધો છે.

 

પચાસ વર્ષ પહેલાં કચ્છમાં માળખાકીય સુવિધાઓનો મોટાપાયે અભાવ હતો અને સુરક્ષા બંદોબસ્ત સાવ અધકચરો હતો. સરહદે ન રસ્તા કે ન પાણીની જોગવાઇ, ભુજથી ખાવડાનો રસ્તોય બિસમાર, સંદેશાવ્યવહારના વાંધા અને બીજાં સાધનોયે ટાંચા. આવી સ્થિતિ અને સંજોગોમાં કટોકટી ઊભી થઇ ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના જવાબદાર પ્રધાનો, જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસ, લશ્કર અને અર્ધલશ્કરી દળો વચ્ચે સેતુરૂપ બની પરિણામલક્ષી સુસંકલિત કામગીરી પાર પાડવામાં શ્રી કોહેલ્હોએ જે સૂઝબૂઝ અને હિંમત દાખવ્યા એ બેમિસાલ હતા.

 

જાણીને નવાઇ લાગશે કે ૧૯૬૫ની નવમી એપ્રિલે પાકિસ્તાની લશ્કરે સરદાર ચોકી પર આક્રમણ કર્યું ત્યારે શ્રી કોહેલ્હો જાતે ત્યાંથી થોડે દૂર સરહદી વીઘાકોટ ચોકી પર હાજર હતા. કલેક્ટર જેવા ઉચ્ચ કક્ષાના અધિકારી યુદ્ધ મોરચે જવાનો સાથે સ્ટ્રેન્ચમાં બેસીને રાત વિતાવે એ જરૂરી નથી. છતાં તેઓ હાજર હતા એ એમની દેશદાઝ, હિંમત અને કામ પ્રત્યેની ઝનૂની નિષ્ઠા સૂચવી જાય છે. અરે, આપણે આજે રણમાં સરદાર ચોકી તરીકે જેને ઓળખીએ છીએ અને જ્યાં યુદ્ધ શહીદોનું સ્મારક છે એ બોર્ડર પોસ્ટનું સર્જન અને નામકરણ ૧૪ માર્ચ ૧૯૬૫ના રોજ થયા તેમાંયે તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. બીજા અર્થમાં કહીએ તો સરદાર પટેલ જેવા લોખંડી ગુજરાતી નેતાનું નામ સરહદે ગાજતું રાખતી ચોકીના સર્જક પણ તેઓ જ છે. (સરદાર ચોકી નામ શીખ કમાન્ડરના નામે રખાયું હોવાની વાત સાચી નથી

 

ખોટી છે.)

 

‘કચ્છના રણ પર નાપાક આક્રમણ સમયનો અનુભવ, જિંદગીભરનું યાદગાર નજરાણું’ શીર્ષક હેઠળનો એમનો આ લેખ વાંચતાં એ સમયનાં દૃશ્યોની કલ્પના કરીએ તો જાણે એક રોમાંચક યુદ્ધ ફિલ્મ જોતાં હોઈએ એવું લાગે... કચ્છની અશાંત સરહદે નાપાક હરકતોની ભરમાર વચ્ચે ચોક્કસ મિશન અને લક્ષ્ય સાથે રાજ્ય સરકારે એક યુવાન અધિકારીની ભુજ બદલી કરતાં તા. ૧૧-૯-૧૯૬૪ના રોજ એ નવા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળે છે, બીજા દિવસથી જ અઘરું કામ પાર પાડવા ઝંપલાવી દે છે. છુપા વેશે સરહદો પર જૂની સ્ટેશન વેગન કાર જાતે જ હંકારીને પહોંચી જાય છે, વીઘાકોટ જેવા દુર્ગમ સ્થળે પાણીના બોર ખોદાવે છે પણ પાણી ભાંભરું નીકળતાં ગુજરાતભરમાંથી સરકારી ટેન્કરો બોલાવી સીમાએ પાણી પહોંચાડે છે, ખખડધજ ટેન્કરોના રિપેરિંગ માટે મુંબઈની ચોરબજારમાંથી સ્પેરપાર્ટ વિમાનમાર્ગે મગાવે છે, ૧૯૬૫ના બીજા મહિનામાં પાકિસ્તાન ફરી રણમાં લશ્કરી હિલચાલ વધારી દે છે, પછીના દિવસોમાં કંજરકોટ પર પાકિસ્તાની દળો કબજો જમાવી લે છે અને કેન્દ્ર સરકાર એને પાછું લેવા લશ્કરી દળનો ઈન્કાર કરી દે છે તેથી કંજરકોટની સામે ત્રણેક કિ.મી. દૂર ભારતની નવી ચોકી સ્થાપે છે અને એને વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સરદાર પોસ્ટ નામ આપે છે, એ ચોકી પર નવમી એપ્રિલે પાક દળો ત્રાટકે છે ત્યારે કલેકટર જાતે વીઘાકોટ પર હાજર હોય છે અને બીજા દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાનને ફોન કરીને કહી દે છે અહીં હવે તો લશ્કર મોકલો, જ્યાં સુધી લશ્કર નહીં આવે ત્યાં સુધી હું અહીં જ ખાધાપીધા વિના બેસીશ એવી ધમકી અધિકારી આપે છે, આખરે ગુજરાતના મુખ્ય પ્રધાન ભારતના વડાપ્રધાન સાથે વાત કરે છે ને લશ્કરને આદેશ અપાય છે, યુદ્ધના માહોલ વચ્ચે ખાવડામાં સંરક્ષણપ્રધાન, ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના લશ્કરી વડા સાથે બેઠક યોજાય છે તેમાં કલેકટર સામે પારથી આવેલી ગુપ્ત બાતમી આપતાં કહે છે કે રણના બિયારબેટ વિસ્તારમાં પાકિસ્તાન ટેન્ક આક્રમણની શતરંજ બિછાવે છે, લશ્કરી વડા આ વાત હસી કાઢે છે પણ ગણતરીના દિવસોમાં વાત સાચી પડે છે અને બિયારબેટ પર પાકિસ્તાન ટેન્ક હુમલો કરી ભારતને ત્યારે નુકસાન પહોંચાડે છે... આવા અધિકારીની યુદ્ધ પૂરું થયા પછી ૯-૧૧-૧૯૬૫ના રોજ બદલી થાય છે ત્યારે ભુજની લશ્કરી બ્રિગેડ ચીલો ચાતરીને મુલ્કી અધિકારીને વિદાય બહુમાન આપે છે.

 

ફિલ્મી પટકથા કે રોમાંચક નવલકથા માટે રસપ્રદ અને નાટકીય ઘટનાઓની આ વિગત જાણ્યા પછી નિવૃત્ત સવાઇ કચ્છી અધિકારી સ્ટાનિસ્લાઉસ જોસેફને કોહેલ્હોને રૂબરૂ મળીને વંદન કરવાની તીવ્ર ઇચ્છા થઇ આવી. તેમણે જો એક સર્વોચ્ચ મૂલ્કી અધિકારી તરીકે સંકલિત કામગીરીમાં જો અજોડ ભૂમિકા ન ભજવી હોત તો સંભવ છે કે, પાકિસ્તાને આપણા વધુ વિસ્તારો કબજે કરી લીધા હોત. એ રીતે જોતાં તેઓ રણયુદ્ધના મુખ્ય હીરો હતા.

 

તેમને રૂબરૂ મળવાની ઝંખના ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પૂરી થઇ. તેઓ તેમના પત્ની મરિટા સાથે બેંગ્લુરુમાં નિવૃત્ત જીવન મોજથી માણે છે. અમે એમના બંગલામાં પ્રવેશ્યા કે તરત જ ભેટી પડ્યા. છેક ભુજથી પચાસ વર્ષ પહેલાંની વિગતો જાણવા કોઇ બેંગ્લુરુ સુધી આવે એ વાત એમને માન્યામાં નહોતી આવતી. ખેર, પણ ૮૨ વર્ષની જૈફ ઉંમરે એમણે યુવાન જેવી સ્ફૂર્તિભરી છટાથી ભૂતકાળને વાગોળ્યો. જાણે બધું હમણાં જ બન્યું હોય એ રીતે ઝીણામાં ઝીણી વિગતો સાથે તેમણે એકએક પ્રસંગની વાત માંડીને કહી. વાત ક્યાંક ફંટાઇ જાય તો એમના પત્ની મરિટા વચ્ચે ટાપસી પૂરી દેતાં. નાપાક આક્રમણની તેમની સ્મૃતિ અકબંધ હતી. યુદ્ધ સમયના જુદા જુદા વિભાગોના અધિકારીઓ, પાત્રોના નામ ફટાફટ બોલે જતા હતા. કચ્છના ડી.એસ.પી. શ્રી દાદાભોય, ભૂસ્તરશાસ્ત્રી સી.બી. રાજુ, મેજર કર્નેલસિંહ, બ્રિગેડિયર પહેલજાની, જનરલ ઓ.પી. દૂન, લેફ્ટ. કર્નલ સુંદરજી, વાયુદળના વી. વેંકટરામન, ડી.આઇ.જી. જે.કે. સેન, એસ.ટી. અધિકારી જ્યોર્જ ફ્રાન્સીસ, કર્નલ હેનરી... વિગેરે એ સમયનાં પાત્રોની યાદી લાંબી છે.

 

વાતચીત દરમ્યાન શ્રી કોહેલ્હો પ્રસંગ વર્ણન વખતે રમૂજ પણ કરી લેતા. એમની સેન્સ ઓફ હ્યુમર પણ દાદ માંગી લે તેવી હતી. તેમની સાથેની આ મુલાકાત ઉપરાંત ભુજમાં એમની સાથે કામ કરનાર જૂના કર્મચારી અને કેટલાક વયોવૃદ્ધ કચ્છી રાજકારણીઓ પાસેથી જાણવા મળેલું કે આવા દેશદાઝભર્યા અધિકારીનીયે રાતોરાત ટેલિફોનિક બદલી માંડવીના ક્ધિનાખોર રાજકારણીએ કરાવી હતી. બન્યું એવું કે, સલાયાના કોઇ ઇસમની ભારતીય સંરક્ષણ ધારા હેઠળ અટક કરવાનો આદેશ શ્રી કોહેલ્હોએ આપ્યો હતો. તેથી કૉંગ્રેસી મહાશય નારાજ હતા, જેની અટક કરાઇ હતી તે સંભવત: દાણચોર હતો. મતલબ કે પચાસ વર્ષ પહેલાં ભલે દાઉદ ઇબ્રાહિમનો જમાનો નહોતો, પરંતુ કોઇ રાજકારણીઓ એ સમયે પણ દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓની પડખે ઊભા રહેતા હતા. કચ્છના રાજકારણની આ એક શરમજનક ઘટના હતી.

 

બેંગ્લોરની મુલાકાત વખતે બદલી અંગે પૂછયું તો શ્રી કોહેલ્હોએ રાજકીય દબાણ હેઠળ પોતાની બદલી થઈ હોવાનો એકરાર કર્યો હતો. જો કે વધુ વિગતો આપી નહોતી. મોરારજીભાઈ દેસાઈના કહેવાથી મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈએ તેમને ફોન કરીને કહ્યું હતું કે ‘રાજકીય દબાણમાં અમારે કયારેક આવું કરવું પડે છે પણ તમને હવે વડોદરા જેવું શ્રેષ્ઠ સ્થળ આપું છું.’

 

ખેર, બદલી કર્યા પછી હિતુભાઈની સૌમ્યતા અને ગરિમા કે પછી પાપના પ્રાયશ્ર્ચિતરૂપે શ્રી કોહેલ્હોને પદ્મભૂષણ જેવું બહુમાન મળે એ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી. હિતુભાઈ ૧૯૬૫ના યુદ્ધ સમયે ગૃહપ્રધાન હતા પણ એ જ યુદ્ધમાં પાછળથી પાકિસ્તાની ગોળીબારથી વિમાન તૂટતાં મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા કચ્છની ધરતી પર શહીદ થયા તે પછી મુખ્ય પ્રધાન બન્યા હતા. એ વખતે કેન્દ્રીય ગૃહમંત્રાલયના સચિવ જેવા બાબુઓ કોઈ મુલ્કી અધિકારીને યુદ્ધ દરમ્યાનની કામગીરી માટે મોટો ઈલ્કાબ રાષ્ટ્રપતિ દ્વારા મળે એની તરફેણમાં નહોતા. તેથી તેમણે ઈન્કાર કરી દીધો. પણ, ગુજરાતી જયસુખલાલ હાથી રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન હતા તેથી તેમણે ભારપૂર્વક પુન: રજૂઆત કરી. આખરે તેમને પદ્મભૂષણ નહીં પરંતુ પદ્મશ્રી એવોર્ડ ૨૬ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ એનાયત થયો. આમ અહીંયે રાજકારણ ખેલાયું હતું.

 

પરંતુ શ્રી કોહેલ્હો માને છે કે અધિકારીએ બદલીઓની ચિંતા કરવાને બદલે નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરવું હિતાવહ છે. તેમણે ગુજરાત સરકાર તેમ કેન્દ્ર સરકારના જુદાં જુદાં ખાતાઓ અને નિગમોનાં કામ કરી નોંધપાત્ર એવોર્ડ મેળવ્યા છે. છેલ્લે ગુજરાત વિદ્યુત બોર્ડના અધ્યક્ષ તરીકે ડિસેમ્બર, ’૯૫થી ઑગસ્ટ ’૯૭ સુધી અસરકારક કારભાર નિભાવી નિવૃત્ત થયા છે. ૮૨ વર્ષની ઉમરે હજુયે સ્ફૂર્તિ ધરાવે છે. એકમાત્ર પુત્રી વિદેશમાં છે, પત્ની મરિટાને એન્ટિક ચીજો સંઘરવાનો શોખ છે, એ તો એમના બંગલામાં પ્રવેશતાં જ જોઈ શકાય છે. જાણે કોઈ એન્ટિકવાળાના શો રૂમમાં પ્રવેશતા હોઈએ એવું લાગે. જૂનું ફર્નિચર, રાચરચીલું, પશ્ર્ચિમી આધુનિક ચિત્રકલાનાં તૈલચિત્રો, વાસણો, કલાત્મક કોતરકામ કરેલો અરીસો, મેજ, ઈસ્કોતરો વગેરે...

 

શ્રીમતી મરિટાનેય યુદ્ધના દિવસો બરાબર યાદ છે. દિવસ-રાત પતિદેવ જાણે કોઈ ઝનૂન એમના મગજ પર સવાર થઈ ગયું હોય એમ કામ કર્યા જ કરતા. રાતે સૂએ પણ નહીં. ૯મી એપ્રિલે વીઘાકોટના સ્ટ્રેન્ચ (ખાડા)માં રાત વીતાવી તે વખતે પાકિસ્તાની તોપમારાના અવાજથી શ્રી કોહેલ્હોના કાનના પરદાને નુકસાન થતાં કાયમી બહેરાશ આવી ગઈ એને યાદ કરતાં શ્રીમતી મરિટા કહે છે કે ૧૨મી એપ્રિલે મારો જન્મદિન હતો એ દિવસેય સાહેબ કામમાં એવા મગ્ન હતા કે જાતે જ સ્ટેશન વેગન હંકારી સીમાએ પહોંચી ગયા હતા.

 

ભુજમાં એકધારું કામ કરતાં શ્રી કોહેલ્હોને જેમણે જોયા છે એ પૈકી એક પી. એચ. ભટ્ટી પણ માર્ચ-એપ્રિલ ૧૯૬૫માં બે-ત્રણ વાર સરહદ પર ગયા હતા. તેમને યાદ છે કે ધર્મશાળા ચોકી નજીક ૧૦ડ્ઢ૧૦ની ઓરડીમાં શ્રી કોહેલ્હો અને ડી.એસ.પી. શ્રી દાદાભોય રોકાતા અને પછી સિંધ ભણી ચોકીઓ તરફ જતા. જવાનોને સરહદે ખસેડવા એ સમયે કોઈ વાહન હતાં નહીં તેથી બસો મોકલવી પડતી. ઈન્ડિયા બ્રિજનું તે વખતે અસ્તિત્વ નહોતું. જૂનો કસ્ટમ રોડ હતો. ખાવડા પછીયે ઝાડી હતી અને રણ પણ છેક નાળા સુધી આવીએ ત્યારે દેખાતું. નાળામાં પાણી અને કીચડમાં ગાડી ખૂંપી જાય. કલેકટરને જાતે ગાડીને ધક્કા મારતાં ભટ્ટીભાઈએ જોયા છે. આપણાં વાહન અત્યારે જ્યાં બ્રિજ છે એ વિસ્તાર પાર કરી શકે એ માટે યુદ્ધના ધોરણે કાચો રસ્તો બંધાયો હતો. કન્ટ્રોલ રૂમમાં અવારનવાર શ્રી કોહેલ્હોને દોડી જતાં તેમણે જોયા છે. તેમના જણાવ્યા અનુસાર શંકરભાઈ ઠક્કર અને નાયબ કલેકટર કે.જી. સરૈયા જેવા કર્મચારીઓ પણ સરહદે આવ-જાવ કરતા.

 

’૬૫ના માર્ચ-એપ્રિલનો એક-એક દિવસ તારીખ સાથે શ્રી કોહેલ્હોને યાદ છે. ખાસ કરીને ૮, ૯ અને ૧૦ એપ્રિલની ઘટનાઓ તો એમના મેમરી કાર્ડમાં એવી સચવાયેલી છે કે દિવસ કે કલાક નહીં મિનિટોની ગણતરી સાથે વાત કરે છે. એમની સાથે એમના દીવાનખંડમાં કેટલીયે વાતો કરી. વચ્ચે, એમનો બાયોડેટા માગ્યો તો ‘અરે મારી પાસે કોપી નથી..’ એમ કહી ઊઠયા અને ઝેરોક્ષ કરાવવા જાતે બહાર ચાલ્યા ગયા. દશ મિનિટમાં પાછા આવ્યા, એવી એમની સ્ફૂર્તિ.

 

..પણ આખરે તો, યુદ્ધવિરામ પછી ટ્રિબ્યુનલ રચાઈ અને કચ્છ રણનો ૩૫૦ કિલોમીટર જેટલો છાડબેટ સહિતનો વિસ્તાર ગુમાવવાનો વારો આવ્યો એ માટે જવાબદાર કોણ, શું રાજ્ય અને કેન્દ્ર સરકારની નિર્માલ્ય નીતિ અને વલણ આ માટે જવાબદાર નથી એવું પૂછ્યું તો શ્રી કોહેલ્હોએ ચુપકી સેવી, પછી બોલ્યા... ‘છાડબેટ ગયું, સરદાર (ચોકી) આપણી પાસે રહ્યા ! શૌર્યનું પ્રતીક છે ને?

 

આ યુદ્ધ અને એ પછીના બનાવોનાં લેખાંજોખાં કરતાં રાજ્ય-કેન્દ્ર સરકારની તૈયારીઓ અંગે ઘણી ટીકા-ટિપ્પણીઓ થઈ છે, પરંતુ નવમી એપ્રિલ સહિતના બનાવ અને કલેક્ટરની કામગીરીની તો સર્વત્ર પ્રશંસા થઈ છે, એનું એક કચ્છી તરીકે આ લખનારને ગૌરવ છે.

 

 

સિંધના હિન્દુ ભારતનું આક્રમણ ઇચ્છતા હતા તો બદીનના મુસ્લિમ બે દેશનું એકીકરણ

 

કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી

 

 

 

કચ્છ મોરચે ’૬૫નું યુદ્ધ...૫

 

કચ્છના રણમાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન સંઘર્ષનો એપ્રિલના છેલ્લા દિવસોમાં બ્રિટનની દરમ્યાનગીરીથી અંત આવી ગયો હતો. વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સને ૨૮મી એપ્રિલે ભારતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાનને યુદ્ધવિરામ માટે દરખાસ્ત કરી. તેમણે સૂચવ્યું કે, પ્રથમ લડાઇ બંધ કરી દેવી, તે પછી બંને દેશનાં સશસ્ત્ર દળો યથાવત્ સ્થાને એટલે કે ૧લી જાન્યુઆરી, ૧૯૬૫ના રોજ સરહદ પર જે સ્થળે-સ્થિતિએ હતા ત્યાં પાછાં ફરે અને એને પગલે બંને દેશની સરકારો ઝઘડાના નિવારણની વાટાઘાટ શરૂ કરી દે. બે-ત્રણ દિવસમાં જ ભારત અને પાકિસ્તાન દરખાસ્ત સ્વીકારી લેવા સંમત થયા. અહીં પાકિસ્તાન માટે સંતોષ માનવાને સૌથી મોટું કારણ એ હતું કે, તેમાં કચ્છ-સિંધ સરહદ વિવાદગ્રસ્ત છે, એવા પોતાના દાવાને સ્વાભાવિક રીતે જ સમર્થન મળી જતું હતું. વિવાદ છે એટલે જ એને ઉકેલવા મંત્રણાની વાત હતી.

 

ખેર, દરખાસ્ત પ્રત્યેના સકારાત્મક પ્રતિભાવને પગલે રણ મોરચો શાંત થઇ ગયો, પણ યુદ્ધવિરામના ત્રણ તબક્કા હતા. પ્રથમ તો મે મહિનાના આરંભે બિનસત્તાવાર યુદ્ધવિરામ. એ પછી ૧૦મી મેથી વિધિવત્ યુદ્ધવિરામની જાહેરાત થઇ, પણ યુદ્ધવિરામ સમજૂતી હજુ બાકી હતી. એટલે સંઘર્ષ બંધ થયા પછી મે અને જૂન મહિનામાં યુદ્ધવિરામ કરારના જુદા જુદા મુદ્દા અને શરતોની સંબંધિત પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાઓ થઇ અને એના મુસદ્દાને અંતિમ ઓપ અપાયો. આખરે ૩૦મી જૂન, ૧૯૬૫ના રોજ યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા અને ૧લી જુલાઇથી તેનું અમલીકરણ શરૂ થયું. બંને દેશનાં દળો ૧લી જાન્યુઆરીની સ્થિતિએ કરારની શરતો અનુસાર પાછા ફર્યાં. કરાર અનુસાર બે મહિનામાં ભારત-પાકિસ્તાનના વિદેશપ્રધાનોની બેઠક સીમા વિવાદ સંબંધિત ચર્ચા કરવા યોજવાની હતી. આ માટે ૨૦મી ઑગસ્ટની તારીખ નક્કી થઇ, પરંતુ મંત્રણાઓ રદ્દ કરવી પડી, કારણ કે એ સમયે તો ભારત-પાક વચ્ચે સંઘર્ષ કાશ્મીર મોરચે શરૂ થઇ ચૂક્યો હતો. તેથી યુદ્ધવિરામ કરવાની શરત અનુસાર રણ સરહદ વિવાદ સીધો જ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલને સોંપવાની જાહેરાત થઇ.

 

આમ ભારતની અનિચ્છા છતાં કચ્છ રણ સરહદ વિવાદ આંતરરાષ્ટ્રીય ફોરમ પર પહોંચી ગયો. પણ, લડાઇ બંધ થઇ ત્યાં સુધીમાં ભારત અને પાકિસ્તાનમાં ખરેખર શું થયું, મોરચા પર એપ્રિલના છેલ્લા દિવસોમાં કેવી સ્થિતિ હતી, એની વિગતોયે જાણવા જેવી અને રસપ્રદ છે.

 

૯મી એપ્રિલે નાપાક આક્રમણ શરૂ થયું અને કેન્દ્રીય અનામત પોલીસ દળે તેને કેવી ચાલાકીથી મારી હઠાવ્યું એ આપણે અગાઉના લખાણમાં જોઇ ગયા છીએ. પણ સરદાર ચોકી પર માર ખાધા પછી, પાકિસ્તાની દળો ફરી સક્રિય થઇ ગયા હતાં. સામસામો ગોળીબાર બંને બાજુથી થતો રહ્યો હતો. નોંધપાત્ર બાબત એ હતી કે, ૧૯મી એપ્રિલ સુધી બંને દળો વચ્ચેનો સંઘર્ષ સરદાર ચોકી અને વીઘાકોટ વિસ્તાર સુધી મર્યાદિત રહ્યો હતો. જ્યારે ૨૦મી એપ્રિલે પાકિસ્તાને છાડબેટ વિસ્તારમાં પોઇન્ટ ૮૪ (સેરાબેટ) પર પણ સેલ છોડવાનું શરૂ કરી દીધું.

 

૨૧મીએ હનુમાન તરાઇ ચોકી પર એસ.આર.પી.ના ત્રણ જવાનો દુશ્મનના હુમલામાં શહીદ થયા, એ આપણે અગાઉના લખાણોમાં જોઇ ગયા છીએ. તે પછી એટલે કે ૨૩ અને ૨૪ એપ્રિલે બિયારબેટ અને છાડબેટ પર મુખ્ય આક્રમણ પાકિસ્તાને કર્યું હતું. આ હુમલામાં ૧૨થી ૧૩ ટેન્કનો કાફલો રણમાં આગળ વધ્યો હતો. ત્રણ ટેન્ક ભારતીય જવાનોએ ફૂંકી મારી હતી, તો બે ટેન્ક રણમાં ખૂપી જતાં દુશ્મનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં દુશ્મનની સંખ્યા - જોર, આપણી તુલનાએ વધુ હતું. પરિણામે ૨૪મીએ પોઇન્ટ ૮૪ (સેરાબેટ) પર દુશ્મને કબજો કરી લીધેલો. ૨૬મીએ બિયારબેટ પણ હાથમાંથી નીકળી ગયું હતું. સંઘર્ષ જારી રહ્યો હતો. પાકિસ્તાની દળોએ તે પછીયે એટલે કે છેક ૨૯ એપ્રિલ સુધી મીડિયમ ગન્સ, એફ.ડી. ગન્સના બે હજારથી વધુ રાઉન્ડ ગોળીબાર સાથે ૩૨૫ મોર્ટાર સેલનો મારોયે ચલાવ્યો હતો. તે પછી, આમ તો મે મહિનાના આરંભે જ બિનસત્તાવાર યુદ્ધવિરામ થઇ ગયું હોવાથી મોરચા શાંત હતા. આમ છતાં ૧૦મી મે સુધી એટલે કે વિધિવત્ જાહેરાત અનુસાર યુદ્ધવિરામ થાય તે દરમ્યાન ક્યાંક ક્યાંક છમકલાં ચાલુ રહ્યા હતાં. ખાસ કરીને રણના સંવેદનશીલ વિસ્તારમાં બંને દળોના જવાન પેટ્રોલિંગ કરતી વખતે સામસામા આવી જતા ત્યારે તંગદિલી વધી જતી. આ પ્રકારની એક અથડામણ ૯મી મેના રોજ થઇ હતી. જેમાં પાકિસ્તાનના ચાર સૈનિક માર્યા ગયા હતા. જ્યારે ભારત પક્ષે બે જવાન શહીદ થયા હતા. રણ મોરચે આ છેલ્લી અથડામણ હતી. ૩૨ દિવસના સંઘર્ષમાં પાકિસ્તાનની ખુવારી ભારત કરતાં સારી એવી મોટી હતી. પણ કંજરબેટ, છાડબેટ અને બિયારબેટ સહિતનો વિસ્તાર એણે કબજે કરી લીધો હતો.

 

કચ્છની પ્રજાને સંબંધ છે ત્યાં સુધી યુદ્ધકાળ દરમ્યાન એનો જુસ્સો મહદઅંશે જળવાઇ રહ્યો હતો. એપ્રિલના સંઘર્ષ વખતે હવાઇ હુમલાનો ભય નહોતો, પરંતુ સપ્ટેમ્બરમાં પૂર્ણ કક્ષાએ રાજસ્થાનથી જમ્મુ-કાશ્મીર સુધી યુદ્ધ ખેલાયું ત્યારે પાકિસ્તાનનાં વિમાનો કચ્છ સુધી આવતાં હતાં એટલે નાગરિક સંરક્ષણની વ્યવસ્થા તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સુસંકલનથી વ્યવસ્થિત રીતે ગોઠવાઇ હતી. દુશ્મન વિરોધી લોકજુવાળ ઊભો થયો હતો. રાજ્યસભામાં ડૉ. મહિપત મહેતાએ આ જુવાળને વાચા આપતાં સંસદગૃહમાં કહ્યું હતું કે, "ભુજમાં અમર શહીદોને અંજલિ

 

આપવા મોટી જનમેદની ઊમટી પડી હતી. આપણા જવાનો અને લશ્કરના લોકોયે તેનાથી પ્રભાવિત થયા હતા. આજે હું અત્યંત ગર્વથી એમ કહી શકું છું કે, સરહદી ગામોમાં જ્યાં ગોળીબારના અવાજો સંભળાતા હતા, ત્યાંના લોકો પોતાના ઘર છોડીને ક્યાંય ગયા નહોતા, તેમનો જુસ્સો ઊંચો હતો. દરેક યુવાન હથિયાર માગે છે... કચ્છનો ઇતિહાસ અનેરો છે. કચ્છ પર હંમેશાં સિંધનો ડોળો રહ્યો હતો. તેઓ સતત હુમલા કરતા રહ્યા હતા અને કચ્છના લોકો હંમેશાં હિંમતભેર તેને મારી હઠાવતા હતા. આ ઇતિહાસનું આજે પુનરાવર્તન થાય છે...

 

સપ્ટેમ્બરના યુદ્ધ સમયે પાકિસ્તાન વાયુસેનાનાં વિમાનો કચ્છ પર તેમ અહીંથી છેક જામનગર સુધી ઉડ્ડયન કરીને હુમલાની કોશિશ કરતા. એ વખતે એકાદ વાર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પણ નેતાઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓએ સાથે મળી હિજરત રોકવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જો કે, સરહદનાં કેટલાંક ગામોમાંથી લોકોએ સ્થળાંતર કર્યું હતું ખરું. ૭મી સપ્ટેમ્બરથી કચ્છમાં બ્લેકઆઉટ શરૂ થયા હતા અને તે સાથે જ નાગરિક સંરક્ષણ વ્યવસ્થા મજબૂત બની હતી. વર્તમાનપત્રો સાંજે યુદ્ધ સમાચાર માટે ખાસ વધારા પ્રસિદ્ધ કરતા હતા.

 

પરંતુ ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું વિમાન દુશ્મને નિશાન બનાવતાં અબડાસા તાલુકાના સુથરી ગામ નજીક તૂટી પડ્યું, એ ઘટના કલ્પી ન શકાય એવી હતી. કચ્છના નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુન્દનલાલ ધોળકિયાએ ‘શ્રુતિ અને સ્મૃતિ, કચ્છ’ નામક પોતાના પુસ્તકમાં તેનું ટૂંક વિવરણ કરતાં લખ્યું છે "આમ તો શ્રી બળવંતરાય કચ્છ ઉપરથી ઊડીને દ્વારકા જતા હતા. પણ સરહદ જોવા કચ્છ સીમાએ જરા નીચે આવ્યા કે તરત જ પાકિસ્તાનના રડારે પ્લેનની હસ્તી પકડી પાડી... અને આખરે પ્લેન તોડી પડાયું... આ સમયે કચ્છભરમાં ઊંડા આઘાત અને શોકની લાગણી ફરી વળી હતી.

 

-તો પાકિસ્તાન અને તેમાંયે ખાસ કરીને ત્યાંના સિંધ પ્રાન્તની પ્રજાનો જુસ્સો કેવો હતો ? આશ્ર્ચર્ય પમાડે એવા નિર્દેશ એ સમયે કચ્છ પોલીસના દેશી જાસૂસોને સિંધના અંતરિયાળ વિસ્તારોમાંથી મળ્યા હતા. એ સમયે સરહદે કોઇ મજબૂત બંદોબસ્ત નહોતો... સાવ હળવી સરહદ હતી. બંને દેશના લોકો આસાનીથી આવજ-જાવન કરતા. ખાવડાથી તંબાકુના પાનની ધૂમ દાણચોરી ઊંટોની મદદથી થતી. કચ્છ પોલીસની ગુપ્તચર પાંખ પોતાના સોર્સ એટલે કે કોઇ વ્યક્તિને સામે પાર મોકલી બાતમી મેળવવામાં માહિર હતી.

 

કચ્છની વીઘાકોટ ચોકીથી ૩૫-૪૦ કિ.મી. દૂર આવેલું બદીન નગર પાકિસ્તાની લશ્કરની હેરફેરનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૯૬૫ના આરંભે જ પાક ફોજની હેરફેર વધતાં કાંઇક નવાજૂનીના એંધાણ મળી ગયા હતા. ત્યાંના વેપારી વર્ગમાં ગભરાટ ફેલાયો હતો. હવે શું થશે ? તેઓ ખૂબ ડરી ગયા હતા. એવી લાગણી વ્યક્ત થતી હતી કે લડાઇ કરતાં તો શાંતિ સારી, રણનો મામલો જલ્દી ઉકેલાઇ જાય અને હિન્દુસ્તાન-પાકિસ્તાન એક થઇ જાય તો સારું. બદીન શહેરમાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં બે દેશ એક થાય એવી ઇચ્છા થઇ હતી. એની બાતમી આશ્ર્ચર્ય પમાડે તેવી હતી. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની સામેપાર થરપારકર વિસ્તારના હિન્દુઓમાં એવી લાગણી હતી કે, ભારતીય લશ્કર સિંધ પર આક્રમણ કરીને કૂચ કરે તો તેઓ ભારતની પડખે રહીને તમામ સાથ - સહકાર આપવા ઉત્સુક હતા. એવીયે બાતમી ભુજ સુધી પહોંચેલી કે થરપારકરમાં સંરક્ષણ ધારા હેઠળ લુહાણા, સોઢા અને કોળી જ્ઞાતિના સંખ્યાબંધ લોકોને પાકિસ્તાની સત્તાવાળાઓએ અટકમાં લઇ લીધા હતા.

 

’૬૫ના આરંભથી જ, ખાસ તો લશ્કરી સરમુખત્યાર અયુબ ખાન રાષ્ટ્રપતિ બન્યા પછી સિંધના કેટલાક વિસ્તારોમાં અસલામત હિન્દુ પરિવારો પર પાકિસ્તાની તંત્ર-લશ્કરની તવાઇ આવી પડી હતી. ધર્મપરિવર્તન, અપહરણ સહિતના પ્રયાસો ખુલ્લેઆમ થઇ રહ્યા હતા. એ સમયે ત્યાંથી નાસીને કચ્છ પહોંચી આવેલા લોકોના જણાવ્યા અનુસાર સંખ્યાબંધ હિન્દુ મંદિરોનેય તોડી પાડવામાં આવ્યાં હતાં. કચ્છ પર આક્રમણ કરીને વિજય મેળવ્યો હોવાના દાવા પાકિસ્તાની અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. એ સાથે એવીયે અફવાઓ ફેલાવાઇ હતી કે પાકિસ્તાની રોજર્સ ભુજ સુધી કૂચ કરી ચૂક્યા છે.

 

પણ, સિંધી-ગુજરાતી મુસ્લિમોએ સિંધના કેટલાક વિસ્તારમાં ભારત-પાક એક થાય એવી લાગણી વ્યક્ત કરી હતી. એનું મૂળ કારણ એ હતું કે, તેઓ અયુબ ખાનની સત્તારોહણથી નારાજ હતા. એ અરસામાં યોગાનુયોગ કરાચી ગયેલા કચ્છના જાણીતા કચ્છી સાહિત્યકાર માધવ જોશીએ પોતાના એક લેખમાં કરાચીના ડહોળાયેલા માહોલનો ચિતાર આપતાં લખ્યું હતું કે, "અયુબ ખાનનું વિરાટ વિજય સરઘસ નીકળ્યું હતું, તેમાંય તેમની સાથે પરાજય પામેલા મહમદઅલી ઝીણાના બહેન ફાતિમા ઝીણાનું જે ચૂંટણી પ્રતીક હતું તે ફાનસની મોટી પ્રતિકૃતિને સાંકળ વડે બાંધીને રસ્તા પર ઘસડવામાં આવતી હતી. આ ઘૃણાજનક દૃશ્ય જોઇને ફાતિમા ઝીણાના સમર્થકોમાં ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી અને કરાચીમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં...

 

શ્રી જોશીના આ લેખમાં સિંધના મુસ્લિમોનું વલણ હિન્દુ પરિવારો પ્રત્યે સહાનુભૂતિભર્યું હતું એનોયે વિગતે ઉલ્લેખ થયો છે. ખરેખર તો એકથી વધુ પરિબળોએ ત્યાંના મુસ્લિમોની પંજાબી અને અન્ય કટ્ટર પાકિસ્તાનીઓ કરતાં અલગ પ્રકારની માનસિક્તા વિકસાવવામાં ભાગ ભજવ્યો છે. જિયે સિંધ ચળવળમાં પણ હિન્દુ-મુસ્લિમ સાથે હતા. જો કે, આ એક અલગ વિષય હોવાથી અલગ ચર્ચા માગી લેતો મુદ્દો છે.

કચ્છ સત્યાગ્રહ ‘દાંડીકૂચ’ની યાદ અપાવી ગયો !

 

કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી

 

 

 

(કચ્છ મોરચે ’૬૫નું યુદ્ધ...)

 

કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર મોટા રણમાં કંજરબેટ, છાડબેટ અને ધાર બન્ની સહિતના લગભગ સાડા ત્રણસો ચો. માઇલ વિસ્તારની પાકિસ્તાનને વિધિસર રીતે સોંપણી થાય એ પહેલાં વિરોધ પક્ષોએ કચ્છ સત્યાગ્રહનું રણશીંગુ ફૂંકી દેતાં કચ્છમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી. આમ તો ૧૯મી ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે ચુકાદો જાહેર કર્યો તે ઘડીથી જ કચ્છ અને બૃહદ કચ્છમાં બેચેની ફેલાઇ ગઇ હતી. ઇતિહાસ અને પરંપરા અનુસાર કચ્છી જેને પોતાનો વિસ્તાર માનતા હતા, એનો કોઇ અંશત: ભાગ પાકિસ્તાનને સોંપી દેવાની નોબત આવે એવું સપ્નામાંયે કોઇએ વિચાર્યું ન્હોતું અને છતાં એક ક્રૂર વાસ્તવિક્તારૂપે એ જ વાત સામે આવી પડી ત્યારે લાગણીઓ બેકાબૂ બની જાય એ સ્વાભાવિક છે. તેથી જ તો વિરોધ પક્ષોનું સત્યાગ્રહનું એલાન લાખો કચ્છીઓને મન તેમની ઘવાયેલી લાગણીઓને વાચા આપતું એક માધ્યમ બની ગયું. કચ્છ તેમ બૃહદ કચ્છના કચ્છીઓએ સત્યાગ્રહને જબ્બર પ્રતિસાદ આપ્યો. ગુજરાતમાં અને કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી એટલે કૉંગ્રેસે એ ચુકાદો સ્વીકારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. જો કે, કચ્છ-ગુજરાતના કૉંગ્રેસી નેતાઓ મૂળભૂત રીતે એમ માનતા હતા કે ચુકાદો અન્યાયી છે પણ પક્ષીય શિસ્તથી ઉપર જવાની તેમનામાં હિંમત નહોતી. તેઓ લાચાર હતા, પ્રજા તેમનાથી સખત નારાજ હતી એટલે વિપક્ષે કચ્છીઓની લાગણીઓને વાચા આપતાં જ લોકજુવાળ ઊભો થતાં સમય ન લાગ્યો.

 

સત્યાગ્રહના વિધિવત મંડાણ ૨૧મી એપ્રિલે થયા પણ કચ્છનાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનસંઘ સ્વતંત્ર પક્ષ, મહાગુજરાત જનતા પરિષદ, પ્રજા સમાજવાદી પક્ષ, સંયુક્ત સમાજવાદી પક્ષ સહિતના વિપક્ષી નેતાઓની જાહેરસભાઓ માર્ચના પહેલા અઠવાડિયાથી જ ગાજતી થઇ ગઇ હતી. લોકોમાં જાગૃતિયે આવી હતી. સભાઓમાં નોંધપાત્ર હાજરી વચ્ચે કંજરબેટ લે કે રહેંગે, છાડબેટ હમારા હૈ... જેવા નારા ગુંજવા લાગેલાં. સત્યાગ્રહની લડતના ખર્ચ માટે લોકો શક્ય ફાળો સભાઓ વખતે જ ઉમંગે આપવા લાગ્યા હતા. અટલબિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, પ્રો. રંગા, જગન્નાથરાવ જોશી, એસ.એમ. જોશી, હેમ બરૂઆ, અરીફ મહમદ બેગ, રાજનારાયણ, નાથપાઇ, મધુ લિમયે, ઇન્દુલાલ યાજ્ઞિક, લાડલી મોહન નિગમ, મદનલાલ ખુરાના, તુલસી બોડા, નરભેશંકર પાણેરી, ચીમન શુક્લ, સનત મહેતા, કેશુભાઇ પટેલ જેવા સંખ્યાબંધ નામી-અનામી નેતાઓ દેશભરમાંથી કચ્છ દોડી આવ્યા હતા અને ‘કચ્છ કી ધરતી દેશ કી ધરતી’ના નારા સાથે ધરતી બચાવ સત્યાગ્રહમાં જોડાયા હતા. કચ્છને સંબંધ છે ત્યાં સુધી કચ્છના રાજવી પરિવારના હિંમતસિંહજી, બિહારીલાલ અંતાણી, પ્રાણલાલ શાહ, ગુલાબશંકર ધોળકિયા, ફુલશંકર પટ્ટણી, અમૃતપ્રસાદ અંતાણી, કૃષ્ણલાલ માંકડ, માધવસિંહ મોકાજીએ તમામ તાકાતથી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું હતું.

 

પણ, સત્યાગ્રહ શરૂ થાય એ પહેલાં એક રસપ્રદ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બની ગયો હતો અને તે એ કે સત્યાગ્રહનું સ્થળ કયું નક્કી કરવું ? કચ્છનું રણ તો વિશાળ ૩૫૦૦ ચો.મી.માં પથરાયેલું છે. જે છાડબેટ અને કંજરકોટ વિસ્તાર પાકિસ્તાનને સોંપવાના હતા તે ખાવડાથી ૫૦થી ૮૦ કિ.મી. જેટલા ખાસ્સા એવા દૂર હતા. ત્યાં પહોંચવા રસ્તાયે બરાબર નહોતા. મૂળ તો એ રણ હતું અને એપ્રિલમાં ભરઉનાળો. તેથી સખત તાપ, પાણીની ક્યાંયે વ્યવસ્થા નહીં, ધૂળના વંટોળ, ક્યારેક ઝંઝાવાત મચાવે તો ક્યારેક મૃગજળ... તમામ પ્રકારની કુદરતી વિષમતાઓ વચ્ચે જ્યાં ભારત-પાકિસ્તાનના સર્વેયરો મોજણી-માપણી કરીને સરહદી થાંભલા ખોડવાની કામગીરી કરવાના હતા ત્યાં સરકારની મદદ વિના પહોંચવું સત્યાગ્રહીઓ માટે લગભગ અશક્ય હતું. અધૂરામાં પૂરું ગુજરાત સરકારે પણ આ બાબતે સત્તાવાર રીતે સત્યાગ્રહી નેતાઓને ચેતવ્યા હતા અને છેક લખપતથી બેલા સુધીના સરહદી રણ વિસ્તારમાં ૧૪૪મી કલમ લાગુ પાડી દેવાની જાહેરાત કરી હતી.

 

કચ્છ બચાવ સમિતિ મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી. ૨૧મી એપ્રિલથી સત્યાગ્રહ શરૂ થવાનો હતો. ૧૯મી સુધી રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ભુજમાં ભેગા થઇ ગયા હતા. ચુકાદા વિરોધી પરિષદની જાહેરસભામાંયે કાંઇ નક્કી ન થઇ શક્યું. આખરે હિંમતસિંહજી કે જેઓ કચ્છની ભૂગોળથી પૂરેપૂરા પરિચિત હતા. તેમણે રસ્તો સૂચવ્યો, જે મુજબ સત્યાગ્રહનો આરંભ ખાવડાથી કરવો અને અત્યારે મોરીબેટ પાસે જે ઇન્ડિયા બ્રીજ છે, ત્યાં સુધી એટલે કે રણની કાંધી સુધી સત્યાગ્રહીઓએ જવાનું. આ જાહેરાત અનુસાર ૨૧મી એપ્રિલે હેમ બરૂઆના નેજા હેઠળ ૧૭૫ સત્યાગ્રહીઓની પહેલી ટુકડી ખાવડાથી રવાના થઇ અને બાંદી નદીના પુલ પાસે ધરપકડ વહોરી. આ સત્યાગ્રહીઓમાં ૧૧ મહિલાઓ હતી.

 

સતત ૧૭ દિવસ સુધી દરરોજ દોઢસોથી બસ્સો સત્યાગ્રહી રણકાંધીએ જાય અને ધરપકડ થાય. તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાય અને સાતથી પંદર દિવસની સાદી જેલસજા થાય. સામાન્ય લોકો તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ જેલમાં જાય. કચ્છમાં અને તેમાંયે ખાસ કરીને ભુજમાં તો લોકજાગૃતિનો જબ્બર જુવાળ જોવા મળતો હતો. સત્યાગ્રહીઓની ટ્રેનો આવવાની હોય તો મોટી સંખ્યામાં લોકો ત્યાં ઊમટી પડે. ખાવડામાં તો જાણે મહોત્સવ હોય એવો માહોલ હતો. સત્યાગ્રહીઓને મદદ કરવા પ્રજામાં જાણે પડાપડી થતી. ભુજમાં જુદી જુદી જ્ઞાતિના સમાજો દ્વારા સત્યાગ્રહીઓ માટે સમૂહ ભોજન ઉપરાંત તેમની વાડીઓમાં ઊતરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

૬ઠ્ઠી મેના રોજ મ.કુ. હિંમતસિંહજીના નેજા હેઠળ સામૂહિક સત્યાગ્રહ માટે ભુજથી ખાવડાની ઐતિહાસિક કૂચ શરૂ થઇ, જેમાં ચારથી પાંચ હજાર લોકો જોડાયા. આ યાત્રાનું વર્ણન કરતાં જાણીતા કચ્છી નેતા કુન્દનલાલ ધોળકિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ‘કચ્છ કી ધરતી દેશ કી ધરતી’ના પ્રચંડ નારા સાથેની ૭૦ કિ.મી.ની આ પગપાળા કૂચ ગાંધીજીની દાંડીકૂચની કાંઇક યાદ આપતી હતી. જ્યોર્જ ફર્નાન્ડિઝ અને અરીફ બેગ પણ તેમાં જોડાયા હતા. ૮મીએ કૂચ ખાવડા પહોંચી. જંગી સત્યાગ્રહ શરૂ થયો. ખાવડા પછી બાંદી, ધ્રોબાણા, કુરણ, ઇન્ડિયા બ્રીજ પાસે પોલીસ સામાન્ય રીતે અટકાવતી, પરંતુ આ વખતે ધ્રોબાણા પાસે જ ૧૨૫૦ સત્યાગ્રહીઓને અટકમાં લઇ લેવાયા...

 

કુન્દનભાઇએ એ સમયનો ચિતાર આપતાં વધુમાં લખ્યું છે કે, "૮મીની સાંજે સેંકડો સત્યાગ્રહીઓને ભુજ લાવવામાં આવ્યા ત્યારે એસ.ટી. બસ સ્ટેશને કોઇક બનાવ બની જતાં તોફાન થયું. પોલીસે લાઠીચાર્જ કે સોટીમાર કર્યો. ટોળું આગળ વધ્યું. તોફાન બેકાબૂ બનતું ગયું.... ૯મીએ સવારે એક સત્યાગ્રહીનું મરણ થયું. એવી વાત ફેલાઇ કે લાઠીમારથી મોત થયું છે અને તેની સ્મશાનયાત્રા નીકળશે એવી જાહેરાતથી તો એવી હવા ઊભી થઇ કે જાણે ભુજ ભડકે બળશે. પણ શ્રી હિંમતસિંહજીએ તે ઘડીએ એક સાચા સત્યાગ્રહીને શોભે તેવી પરિપક્વતા બતાવીને જાહેર કર્યું કે, એ ભાઇ કૂચમાં ગયેલા પણ એમને ટી.બી.નું દર્દ હતું એટલે પરિસ્થિતિ વણસતાં બચી ગઇ...

 

કચ્છ સત્યાગ્રહની આ પરાકાષ્ટા હતી. આખરે સરકારે તો ચુકાદાનું અમલીકરણ કરવાનું જ હતું અને કોઇ મચક આપે એવી શક્યતા નહોતી. પણ, લોકલાગણીનો એક જબ્બર પડઘો કચ્છની ધરતી પર જોવા મળ્યો એ ઘટના અવિસ્મરણીય હતી. કચ્છની ધરતી બચાવવા માટે ભારતભરમાંથી નેતાઓ, કાર્યકરો, સામાન્ય લોકો આવ્યા અને લોકશાહી માર્ગે સંયમપૂર્વક સત્યાગ્રહ કર્યો. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અરે કેરળ અને તામિલનાડુના કાર્યકરો પણ સત્યાગ્રહમાં જોડાયા. જનસંઘના કેટલાક કાર્યકરોએ તો ખાવડાથી ઊંટ પર સવાર થઇને હાથમાં ત્રિરંગો લહેરાવી સત્યાગ્રહ કર્યો હતો. ભુજ, માંડવી, ગાંધીધામની કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા. ચોમેર અભૂતપૂર્વ જુસ્સો જોવા મળ્યો હતો. બે હજારથી વધુ લોકોએ ધરપકડ વ્હોરી હતી, તેમાં ૧૫૦ વિદ્યાર્થી અને ૩૦ મહિલાઓનો સમાવેશ થાય છે. ભુજની જેલમાં જગ્યા ખૂટી પડતાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર કે જામનગરની જેલમાં સત્યાગ્રહીઓને રાખવા પડ્યા હતા.

 

ખાવડાના ૯મી મેના જબ્બર દેખાવો પછી સત્યાગ્રહનો તખતો ભુજ ખસેડાયો હતો. લાઠીમારના વિરોધમાં ગુલાબશંકર ધોળકિયાએ ઉપવાસ શરૂ કર્યા પણ તપાસની ખાતરી સાથે સમેટાયા. પછી આંદોલનનું જોર નબળું પડતું ગયું. ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના વડા પ્રધાનના નિવાસ સામે ધરણાં થયાં. થોડા સમય બાદ સત્યાગ્રહ સમેટી લેવાયો. આમ કચ્છની ધરતી પાછી ન મળી એ દૃષ્ટિએ સત્યાગ્રહ નિષ્ફળ ગણાય. પણ, એ તો પહેલેથી સૌ સમજતા હતા. સવાલ અન્યાય સામે એકી અવાજે નારો ઉઠાવવાનો હતો અને એ ઊઠ્યો. કચ્છમાં વસતા કચ્છીઓ જ નહીં, મુંબઇ તેમજ અન્યત્ર વસતા કચ્છીઓએ પણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. અરે, છાડબેટ સોંપણીના વિરોધમાં મુંબઇના કચ્છી બજારોયે બંધ રહ્યા હતા. તો ભારતભરના લોકો કચ્છ આવ્યા એ કચ્છ સાથેની તેમની ભાવાત્મક એકતાનું પ્રતીક હતું.

 

પીઢ રાજકીય અગ્રણી કુન્દનલાલ ધોળકિયાએ પોતાના પુસ્તકમાં કચ્છ સત્યાગ્રહ સંદર્ભે એક રાજકીય નિરીક્ષણ કર્યું છે તે ઊડીને આંખે વળગે તેવું છે. આ સત્યાગ્રહમાં જુદા જુદા રાજકીય પક્ષોએ પોતાના પક્ષીય ધ્વજને બદલે એકમાત્ર રાષ્ટ્રીય ધ્વજ હેઠળ જ સત્યાગ્રહ કર્યો એ કુન્દનભાઇના મત અનુસાર ૧૯૭૭ના કટોકટી સામેના ‘ભવ્ય જોડાણ’ના બીજ સમાન હતો. મતલબ કે, ભવ્ય જોડાણની રાજકીય પ્રક્રિયાના બીજ કચ્છની ધરતીમાં રોપાયા એ હકીકત ઇતિહાસે નોંધવી પડશે.

સાગરસીમાએ પણ કાશ્મીર જેવો નાપાક ખેલ?

 

કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી

 

 

 

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ કચ્છની જખૌ નજીકની સાગર સરહદે ગયા રવિવારે સૌરાષ્ટ્રના ૧૮ માછીમારોનું ત્રણ ફિશિંગ ટ્રોલર્સ સહિત બંદૂકની અણીએ અપહરણ કરીને કરાંચીની જેલમાં ધકેલી દીધા હોવાના હેવાલ ગુજરાતના અખબારોમાં મોટા મથાળે પ્રસિદ્ધ થયા હતા. ઓક્ટોબર મહિનામાં નાપાક ચાંચિયાગીરીનો આ ત્રીજો બનાવ હતો. દિવસે દિવસે વધુ ગંભીર અને સ્ફોટક બનતી જતી આ સમસ્યાની ચર્ચા કરીએ એ પહેલાં કચ્છની સાગર સીમાની સ્થિતિ સમજી લેવી જરૂરી છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં દરિયાઇ સીમાની આંકણી ભાગલાના સાડા છ દાયકા પછીયે ભારત અને પાકિસ્તાન કરી શક્યા નથી. અહીં કોરી સહિતની ખાડીઓ (ક્રીકો) મારફત વરસાદ અને જુદી જુદી નદીઓના પાણી રણમાંથી દરિયામાં ઠલવાય છે. ખારા પાણીમાં મીઠું પાણી ભળવાથી પેદા થતા પર્યાવરણને લીધે અહીં પાપલેટ, ઝીંગા અને જેલીફિશ જેવી કિંમતી માછલીઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેથી સરહદી સિરક્રીકના મુખ તેમજ એની નજીકના છેક જખૌ સુધી લંબાતા સરહદી દરિયાઇ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાની ટ્રોલર્સ માછલીનો દલ્લો કબજે કરવા ઊમટી પડે છે. પણ સાગર સીમા આંકણીના અભાવે બે દેશોને અલગ પાડતી રેખા પર કોઇ તરતા નિશાન કે દીવાદાંડી મોજૂદ નથી. તેથી બંને દેશના માછીમારો શરતચૂકથી કે પછી વધુ માછલી મળવાની લાલચે સરહદો ઓળંગી એકમેકના વિસ્તારમાં ઘૂસી જાય છે. આવે વખતે પાકિસ્તાની એજન્સી કે ભારતીય કોસ્ટગાર્ડની ચોકીયાત નૌકાઓ ત્યાં આવી ચડે તો માછીમારોનું આવી બને છે અને કરાંચી કે ભુજની જેલોની હવા ગરીબ માછીમારોએ ખાવી પડે છે. આ જાણે એક સામાન્ય ઘટનાક્રમ છે. પણ ક્યારેક પાકિસ્તાન જાણીજોઇને સળી કરવાના નાપાક ઇરાદે ભારતીય જળ વિસ્તારમાં ઘૂસી આવીને છમકલું કરે છે અને આપણા માછીમારોને પકડી લે છે. જવાબમાં ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની માછીમારોને પકડી લે છે. બંને બાજુ હોહા થાય છે અને તે પછી દિવાળી કે ઇદના તહેવારો વખતે શુભેચ્છાના પ્રતીકરૂપે માછીમારોને મુક્ત કરવામાં આવે છે. આ સિલસિલો પાંચ દાયકાથી ચાલતો આવે છે. અરે, ૧૯૬૫માં રણયુદ્ધ ચાલતું હતું ત્યારેય જખૌના દરિયામાં ૧૯ પાકિસ્તાની ટ્રોલર્સ છેક બંદર સુધી ઘૂસી આવતાં ૩૦૫ માછીમારોને પકડી લેવાયા હતા. એ સમયે ભુજની જેલમાં જગ્યાયે ખૂટી પડી હતી.

 

મૂળ મુદ્દે પાછા ફરીએ તો એકલા ઓક્ટોબર મહિનામાં જ પાકિસ્તાની એજન્સીએ કચ્છ સાગર સીમાએ ત્રણ વાર દાદાગીરી કરીને બંદૂકની અણીએ ભારતના ૧૯ ટ્રોલર્સ સહિત ૧૦૮ માછીમારોને પકડી લઇ કરાંચીની જેલભેગા કરી દીધા છે. સરકારી માહિતી અનુસાર માર્ચ-એપ્રિલમાં પણ ટ્રોલર્સના અપહરણ થયા છે, તેને ધ્યાને લઇએ તો અત્યારે કચ્છ સરહદેથી અપહરણ કરાયેલા કુલ્લ ૨૩૯ માછીમાર અને ૩૫ બોટ પાકિસ્તાનના કબજામાં છે. ખેર, પણ આ વખતે આશ્ર્ચર્ય એ વાતનું છે કે, ભારતીય માછીમારોના અપહરણની છ-છ ઘટનાઓ બન્યા પછીયે ભારતે વળતો જવાબ આપવાનું ટાળ્યું હોય એમ એકેય પાકિસ્તાની બોટ કે માછીમાર તાજેતરમાં ઝડપાયા નથી. અધૂરામાં પૂરું ગયા મહિનાની બે ઘટનાઓમાં નાપાક એજન્સીએ આડેધડ ગોળીબાર કરતાં એકે જાન ગુમાવ્યો છે અને ચાર ઘાયલ થયા છે. એજન્સીનું આવું આક્રમક વલણ ચોંકાવી મૂકે તેવું છે. છેલ્લા એક દાયકામાં ભારતીય માછીમારો પર આડેધડ ગોળીબારની ઘટના પ્રથમ વાર બની છે. તેથી શંકા એ જાગે છે કે કચ્છ સાગરસીમાએ પણ જમ્મુ-કાશ્મીર જેવો ઘાટ તો નથી ઘડાતોને ? જેમ નાપાક અને ભાડૂતી આતંકવાદીઓ અને સ્ફોટક પદાર્થ કાશ્મીરમાં ઘુસાડવા માટે અંકુશરેખા તેમજ સરહદો પર પાકિસ્તાન તોપમારો કરે છે, તેમ દરિયાઇ સરહદ પર પણ ઘૂસણખોરીના પ્રયાસ માટે માછીમારો પર ગોળીબાર કરાયો છે ? અહીં એ વાતની નોંધ લેવી રહી કે મુંબઇ પરના બે મોટા આતંકી હુમલા વખતે આતંકીઓ તેમજ સ્ફોટક પદાર્થોની હેરફેર આ જ સાગર સરહદેથી પાકિસ્તાનની ખુફિયા એજન્સીએ કરી હતી. કહેવાનો સાર એ કે જળસીમાએ નાપાક ગોળીબારે સલામતીના પરિમાણ બદલી નાખ્યાં છે. તેથી ભારતે ગફલતમાં રહેવા જેવું નથી. ઇંટનો જવાબ પથ્થરથી આપવો જ પડશે.

 

જોકે, જળ સીમાંકનના અભાવની સમસ્યામાં ઊંડા ઊતરીએ તો તેનાં મૂળ પણ ૧૯૬૫ના રણયુદ્ધ પછી રચાયેલી કચ્છ ટ્રિબ્યુનલના કાર્યક્ષેત્ર સુધી જાય છે. આમ તો તે વખતે જો ભારત અને પાકિસ્તાને ઇચ્છયું હોત તો સમગ્ર પશ્ર્ચિમી સરહદ એટલે કે રણ સીમા, ક્રીક અને દરિયાઇ સરહદ નક્કી થઇ શકી હોત. પણ બંનેએ રણના ઉત્તર ભાગની સીમારેખા પૂરતું જ ટ્રિબ્યુનલનું કાર્યક્ષેત્ર મર્યાદિત રાખવા સંમતિ આપી. એ વખતે ભારત-પાકિસ્તાન બાકીની એટલે કે દક્ષિણ અને પશ્ર્ચિમની સરહદ અગાઉ સિંધ પ્રાંત અને કચ્છરાજ વચ્ચે જે કરાર થયા હતા તે મુજબ રાખવા સંમત થયા હોય એવી છાપ ઊભી થઇ હતી. તેથી ટ્રિબ્યુનલે કચ્છના રણની ઉત્તર કાંધીએ જ સરહદ રેખા નક્કી કરતો ચુકાદો આપ્યો. જેમાં કંજરકોટ, છાડબેટ અને ધારબન્ની પાકિસ્તાનને ફાળે ગયા. આ ઉત્તર કાંધીની સરહદ કચ્છના નકશામાં લખપતની બરાબર સામે જે કાટખૂણો વેસ્ટર્ન ટર્મિનસ તરીકે ઓળખાય છે, ત્યાં સુધી દોરવામાં આવી. એ મુજબ સરહદી થાંભલા ઊભા કરવામાં આવ્યા અને છેલ્લે થાંભલો એટલે કે પીલર નં. ૧૧૭૫ લખપતથી દશેક કિ.મી. દૂર સીધી લીટીમાં આવે છે, જે સાથે આપેલા નકશામાં જોઇ શકાય છે.

 

આ પીલર નં. ૧૧૭૫થી પશ્ર્ચિમે સિરક્રીકના મથાળા સુધીની સીધી લાઇન નક્શામાં જોઇ શકાય છે. ત્યાં સિંધ પ્રાંત અને કચ્છરાજ વચ્ચે થયેલા કરાર અનુસરતા જી. પીલર્સ નામે ઓળખાતા થાંભલા ખોડેલા છે. આ રેખા-સરહદ સામે પાકિસ્તાને કોઇ વાંધો આજ સુધી ઉઠાવ્યો નથી. પરંતુ એનો વાંધો સિરક્રીકની મધ્યમાં સરહદ નક્કી કરવાના ભારતના દાવા સામે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૮૯માં જળસીમા આંકણીના મુદ્દે પ્રથમ વાર મંત્રણા યોજાઇ તે પછી કમસે કમ દશ રાઉન્ડ થઇ ચૂક્યા છે. અત્યારે ભારત-પાક સંબંધ ઠીકઠાક નથી તેથી મંત્રણાઓ સ્થગિત છે પણ અગાઉના રાઉન્ડોની વિગતો પર નજર કરીએ તો દરેક વખતે મતભેદનો ભમરડો એક જ મુદ્દા પર આવીને થંભી જાય છે. ભારતનો આગ્રહ છે કે આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રણાલી અનુસાર સિરક્રીકના એક કાંઠે ભારત, સામેના બીજા કાંઠે પાકિસ્તાન અને વચ્ચે સીમારેખા હોવી જોઇએ પણ પાકિસ્તાનને એ મંજૂર નથી. એને સિરક્રીકના બંને કાંઠા એટલે કે સમગ્ર ક્રીક પર પોતાનો કબજો ખપે છે. બંને દેશ પોતાના દાવાના સમર્થનમાં ભાગલા પૂર્વે કચ્છરાજ અને સિંધ પ્રાંત વચ્ચે થયેલી સમજૂતીને પગલે સમયાંતરે પ્રસિદ્ધ થયેલા નકશાનો હવાલો આપે છે અને અંતે વાત બે નકશાઓમાં દોરાયેલી સીમ રેખાના વિરોધાભાસી અર્થઘટન પર અટકે છે. દરેક દૌર વખતે પ્રસિદ્ધ થતા સંયુકત નિવેદનમાં કે નેતાઓની પત્રકાર પરિષદમાં હંમેશ ઉકેલની ઉજળી શક્યતા પ્રદર્શિત કરાય છે. પણ આમને આમ સાડાત્રણ દાયકા નીકળી ગયા. વાત આગળ વધતી જ નથી. અરે, ૨૦૦૭માં રાવલપિંડી મંત્રણા વખતે તો રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારતીય પ્રતિનિધિમંડળને એમ કહ્યું હતું કે ક્રીક વિવાદ તો દશ મિનિટમાં થાળે પડી શકે તેમ છે.

 

આ દશ મિનિટ ક્યારે પૂરી થશે એ કહેવું મુશ્કેલ છે. મંત્રણાની ચ્યુઈંગમ ચવાયા કરે છે અને આશાવાદ દર્શાવાતો રહે છે. મુંબઇ પરના નાપાક આતંકી હુમલા પછી ભારત-પાક સંવાદની પ્રક્રિયા અટકાવી દેવાઇ હતી તે ૨૦૧૧ના મે મહિનામાં પુન: શરૂ થઇ. ફરી સિરક્રીક મુદ્દો ચર્ચાયો અને એમાં પાકિસ્તાને પીર સનાઇ ક્રીકનું નવું સલાડું ઊભું કરીને ભારતના અધિકારીઓને આશ્ર્ચર્યમાં મૂકી દીધા. પણ, આપણે કઠે એવી વાત એ છે કે આ નવા નાપાક ખેલ અંગે કોઇ કાંઇ બોલ્યું જ નહીં. એક વર્ષની રહસ્યમય ચૂપકી ભારત-પાક બંનેએ સેવ્યા પછી ૨૦૧૨માં સિરક્રીક મંત્રણાની તારીખ નક્કી થઇ ત્યારે જ પાકિસ્તાનના નવા ખેલ અંગેની વાત વહેતી કરાઇ અને એ પણ બિનસત્તાવાર રીતે.

 

ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ નવા ખેલ પ્રત્યે આંખમીંચામણા કરવાનું શા માટે પસંદ કર્યું હશે એ તો ખબર નથી. પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પ્રથમ પાને સમાચાર પ્રસિદ્ધ થયા કે પાકિસ્તાને ૨૦૧૧ની મંત્રણામાં કચ્છની પીર સનાઇ ક્રીક પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. આનો સીધો અર્થ એ થયો કે સાડાત્રણ દાયકા પછી પાકિસ્તાને નવી ગુલાંટ મારી છે.

 

કેટલાક રાજકીય નિરીક્ષકો એમ માને છે કે પાકિસ્તાને સિરક્રીક પ્રશ્ર્ને આ નવી ગુલાંટ કે નવો ખેલ પ્રેસર ટેકટિક પ્રમાણે કર્યો છે. દુ:ખે છે પેટ અને કૂટે છે માથું, મૂળ વાંધો સિયાચીન બાબતે છે. પણ સિરક્રીકને આગળ ધરીને ભવિષ્યની ‘સોદાબાજી’ માટે સંભવત: તૈયારી કરે છે. જે હોય તે પણ ૧૯૬૫માં છાડબેટ પ્રકરણમાં નુકસાની ભોગવ્યા પછી ભારત જરા સરખીયે ગફલતમાં રહે એ પાલવે તેમ નથી. છાડબેટના અનુભવ પછી સિરક્રીકમાં એનું પુનરાવર્તન ન થાય એની તકેદારી આજ સુધી ભારતે રાખી છે અને સીમા સુરક્ષા દળના જવાનોએ પ્રશંસ્ય કામગીરી બજાવી છે. છતાં પાકિસ્તાનની કોઇપણ ચાલને હળવાશથી ન લેવાય. પાકિસ્તાનના નકશામાં તો જૂનાગઢનેય પોતાના વિસ્તાર તરીકે ખપાવ્યો છે તેથી સિરક્રીક પછી જેમ પીર સનાઇનો દાવો કર્યો તેમ આગળ જતાં જૂનાગઢનોયે કરી શકે છે.

 

છેલ્લે ભારત-પાકના માછીમારોની પીડાની વાત. ભારત-પાક સીમારેખા નક્કી થાય તો જખૌથી માંડીને સિરક્રીક સુધીના વિસ્તારમાં વારંવાર એકમેકના સુરક્ષા દળોની ચોકિયાત નૌકાઓ દ્વારા ઝડપાઇને જેલોમાં ધકેલાઇ જતા સેંકડો માછીમારો માટે રાહતનો શ્ર્વાસ લેવા જેવું લેખાશે. પાકિસ્તાને આ વાત સમજવાની જરૂર છે. બંને દેશો સાથે મળીને માછીમારોની પરેશાની ઉકેલવાના ઇલાજો અજમાવે તો તે આવકાર્ય બની રહેશે. દશેક વર્ષ પહેલાં ભારત-પાક કોમન ફિશિંગ ઝોન અંગે વિચારવા સંમત થયા હતા. આમ થાય તો બંને દેશ વચ્ચે દરિયાઇ સીમા પર બફર ઝોન સર્જાઇ જાય અને કોઇપણ માછીમાર સરતચૂકથી સીમા ઓળંગી જાય તો તેની ધરપકડ કરવાને બદલે બંને દેશોના સુરક્ષા દળો સ્થળ પર જ વાતચીત કરીને મુકત કરી દે.

બાકી સિરક્રીકનો પૂર્વીય કાંઠો અને પીરસનાઇ સહિતની ક્રીકોની જમીની વાસ્તવિક્તા એ છે કે તેના પર ભારતનો અબાધિત કબજો-વર્ચસ્વ છે, તેથી ચિંતાનું કોઇ કારણ નથી. અગાઉ લખપતની સામે બાજુ તેમજ હરામીનાળાંની સમસ્યા હતી. પણ સમગ્ર વિસ્તારમાં તરતી ચોકીઓનો બંદોબસ્ત અને જમીન, કાદવ તેમજ દરિયામાં પર ચાલી શકે એવા ઓલટેરિન વ્હીકલ સાથે ખાસ કમાન્ડો તહેનાત કરાયા પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. તેથી આપણે આ બંદોબસ્ત જળવાઇ રહે અને સજાગતામાં ક્યાંયે ઢીલાશ ન થાય એ જોવાની સાથે સાથે માછીમારોની ચિંતા અને ક્રીક-જળ વિસ્તારમાં તેલ-ગેસ સંશોધન રોકટોક વિના આગળ વધતું રહે એની ખાસ તકેદારી રાખવી રહી.

સાજાને કાં માંદો પાડી દો છો તમે?-હસમુખ ગાંધી: બધાં મેડિકલ મિથ્સને હથોડાથી તોડવાં જોઈએ: સાજાને કાં માંદો પાડી દો છો તમે?

ગ્રંથ ગરબડ કરી, સાચી વસ્તુ નવ કહી. તબીબીશાસ્ત્ર તેની તમામ પ્રગતિ છતાં હજી ઊણું અને અધૂરું છે. તબીબીશાસ્ત્રના પ્રૅક્ટિસનરો અધકચરા અને અર્ધદગ્ધ છે. ચશ્માં ચઢાવીને અને સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવીને દાક્તરસાહેબ જાણે માનવીના શરીર વિશે પોતે સર્વજ્ઞ હોય એમ એક પછી એક સૂત્રો તથા ઍક્સિયમ્સ ઉચ્ચાર્યે જાય છે. કોઈ કોઈને અહીં પડકારતું નથી. અંધેઅંધ અંધારે મળ્યા, જયમ તલ માંહી કોદરા ભળ્યા. સાપને ઘેર પરોણો સાપ મુખ ચાટી ચાલ્યો આપ. જનરલ પ્રૅક્ટિસનરો આંખો મીંચીને ફ્લુની દવા ફટકાર્યે જાય છે. જે કન્સલ્ટંટ સાથે એને ઍરેન્જમેન્ટ છે એ કન્સલ્ટંટ વળી બીજી જ ફોર્મ્યુલાને વળગી રહે છે. પત્રકારો આજે જેમ હોમવર્ક કર્યા વિના ધોયેલા મૂળાની જેમ અખબારોની કચેરીએ જાય છે અને પછી ડહાપણ ડહોળીને બેચાર સિલી પીસ ઘસડી કાઢે છે તેમ તબીબો પણ હોમવર્ક કરતા નથી. બધા લેન્સેટ વાંચે છે ? તબીબીક્ષેત્રે થતી નીતનવી શોધો વિશે આપણો ભારતીય કન્સલ્ટંટ બ્લિસફૂલી ઈગ્નોરન્ટ હોય છે. ગોખેલાં અર્ધસત્યો તેઓ ઉચ્ચાર્યા કરે છે. ગાડરિયો પ્રવાહ ચાલે છે અહીં. એક ડૉક્ટર કહે કે લાલ ટમેટાં ખાઈએ તો આપણા ગાલ પણ લાલ ટમેટાં જેવા થાય એટલે સૌ લાલ ટમેટાં ઉપર તૂટી પડે છે. બીજો કહે કે કોબી કે ફૂલગોબી (ફ્લાવર) ખાવાથી વજન ઘટે છે એટલે મેદસ્વી સજ્જનો અને સન્નારીઓ કોબી અને ફ્લાવર ઉપર તૂટી પડે છે. દૂધી ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એમ કહી કહીને વર્ષો સુધી બાપડી દૂધીને આપણે થેપલાંમાં અને મૂઠિયાંમાં અને દૂધીચણાની દાળમાં નાખી દીધી હતી. ચુનીલાલ મડિયા કહેતા હતા કે ટુ ઈન વન જેવી આ દૂધીચણાની દાળની શોધ કોઈક અમદાવાદીએ કરી હોવી જોઈએ. વિટામિન બી કોમ્પ્લેક્સ વિશે એક જમાનામાં પેલાં પાકાં ટમેટાં જેવી જ ઝુંબેશ શરૂ થઈ હતી. બી કોમ્પ્લેક્સને વન્ડર ડ્રગ કહીને દાક્તરો આદું ખાઈને એની પાછળ લાગેલા. પેનિસિલિન અને સલ્ફા ડ્રગ્ઝ અને ઍન્ટી-બાયોટિક્સે પણ દેકારો મચાવ્યો હતો. ધીરે ધીરે થોડાક શાણા માણસો આગળ આવ્યા. આ શાણા માણસોને ધીકતાં કારખાનાં જેવાં દવાખાનાંનો કસદાર ધંધો કરવામાં રસ ન હતો. તેમણે કહ્યું કે દવાની તમામ ગોળીઓને દરિયામાં નાખી દો. આખો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક મોટું હોક્સ છે. દાક્તરો લાંબાલચક પ્રિસ્ક્રિપ્શન ફટકારે છે અને મેડિકલ સ્ટોરવાળાને તડાકો પડે છે. પેટમાં ઝેર જમા થાય છે. અને રોગ કરતાં તેનો ઇલાજ વધુ જલદ તથા ખતરનાક પુરવાર થાય છે. આવા આવા ગાર્દ કે આર્ટ ફિલ્મવાળા જેવા તબીબોની એક મોટી ફોજ ઊભી થઈ છે. આમાં પણ કેટલાક ઝંડાધારીઓની હાલત જાનમાં કોઈ પૂછે નહીં ને હું વરની મા જેવી હોય છે. તેઓ સામે અંતિમે પહોંચી જાય છે. એક વર્ગ કીધા કરે છે કે ખાંડ, મીઠું (નિમક), દૂધ, ઘી અને તેલ તો પાંચ સફેદ ઝેર છે. માત્ર દહીં (તેઓ કર્ડ્ઝ નહિ બોલે, તેઓ યોગર્ટ કહેશે એને: તેઓ ઍન્જિનને લોકોમોટિવ અને લિફ્ટને એલિવેટર અને કારને લિમૂસિન કહે છે) ખાજો. તેઓ દહીંનો મહિમા સમજાવે છે. આયુર્વેદવાળા વૈદરાજ કહે છે, દિવસમાં દસ લોટા પાણી પીઓ. નૈસર્ગિક ઉપચારવાળા ડૉક્ટર મહેરવાન ભમગરા કહે છે, પાણી તો શું લિક્વિડ માત્ર ત્યાજ્ય છે. કુદરતી ખોરાક ખાઓ, ભાડભૂંજાને ત્યાંથી લાવેલાં ભૂંજેલાં શિંગચણા ખાઓ. ખજૂર અને દહીં ખાઓ. તરસ લાગે ત્યારે કાકડી ચાવી જજો અને સ્ટીમબાથ લેવાનું ચૂકશો મા.

એક દાક્તર કાયમ કસરતનો મહિમા સમજાવે છે. બીજો કહે છે, ગાંધીજી કહી ગયા છે કે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ. ત્રીજો દાક્તર કહે છે, યુ મસ્ટ વોક વિથ ઍન ઈન્ટેન્શન ટુ વોક. મતલબ કે તમે ઉપનગરના રેલવે સ્ટેશનથી તમારે ઘેર ચાલીને જાઓ કે ચર્ચગેટ સ્ટેશને ઊતરીને ફોર્ટમાંની તમારી ઑફિસે જાઓ તેને ટેક્નિકલી વોક ન કહેવાય. આસનોનું અને યોગા (એમ જ)નું એક જબરદસ્ત ઘેલું લાગ્યું છે શહેરી બાવાને. રેગ્યુલર શિક્ષકો સવારે અડધો કલાક માટે એક્ઝિક્યુટિવ્ઝને (બીજા કોને પોસાય? આ સાહેબોને તો તેમની કંપની યોગા માટે પર્ક્વિઝિટ્સ આપતી હોય છે.) યોગા શીખવાડે છે. યોગા. રોજ ૪૦ મિનિટ તો કસરત કરવી જ જોઈએ એમ દાક્તરો કહે છે. રોજ પાંચ કિલોમીટર તો ચાલવું જ જોઈએ એમ તબીબો કહે છે. દૂધ વિશે ખૂબ ઊહાપોહ ચાલે છે. એમ કહેવામાં આવે છે કે દૂધની માનવશરીરને જરૂર નથી. બાળકો કદાચ ભલે (માતાનું દૂધ) પીએ પણ મનુષ્યને દૂધની જરૂર નથી, કારણ કે માણસ સિવાય બીજું કોઈ પ્રાણી કદી અન્ય પ્રાણીનું દૂધ પીતું નથી. આ થિયરીને ઊથલાવી ઊથલાવીને ચકાસવા જેવી છે. તળેલું ન ખવાય, મરચાંવાળું ન ખવાય, રાતે ન ખવાય (રાતે ખાય તે રાક્ષસ કહેવાય), ચા-કૉફી નુકસાન કરે, શરાબને કે સિગારેટને તો હાથ જ ન અડકાડાય: નિષેધોની લાંબીલચક યાદી જોવા મળે છે. વૈદે વૈદે મતિર્ભિન્ના. ઈશ્ર્વરે માનવીને અદ્ભુત શરીર આપ્યું છે. માનવી આ શરીર ઉપર ભયંકર જુલમ કરે છે છતાં આપણો દેહ એ બધું જીરવી જાણે છે. માનવી બે કપ ચા પીએ તો શું તે મરી જાય? કૅફિન અને ટેનિન તેને કરડી ખાય? માનવી રોજ ઘરમાં અને ઑફિસમાં અને કારખાનામાં ૫૦૦ વખત આમથી તેમ ચાલતો હોય તો એટલી કસરત કાફી નથી? મેડિકલ મિથ્સ વિશે તો મોટો બૃહન્નિબંધ લખી શકાય. ઘણીવાર તો દવા લો તો જે રોગ દસ દિવસમાં મટે છે એ જ રોગ તમે દવા ન લો તો પાંચ દિવસમાં મટી જાય છે. નેચરોપથીવાળા કહે છે, ઉપવાસ કરો, ઉપવાસથી તમામ રોગો મટી જાય છે. ઍલોપથીવાળા કહે છે (ગંભીર મુખમુદ્રા સાથે), સવારે ઊઠતાંવેંત, મિસ્ટર ગાંધી, તાબડતોબ કશુંક ખાઈ લેજો, નહિતર તમારી હોજરી સંકોચાઈ જશે. રાતે ૧૧ વાગ્યે ડિનર લીધા પછી સવારે છ વાગ્યે સાત કલાકનો પેલો ફાસ્ટ તોડવો જ જોઈએ. રિયલી? ચરબી વધી જાય તો કેલરીને કોન્ટ્રોલમાં રાખો એમ તબીબો કહે છે. ઓછું ખાવાથી વજન ઘટે એમ કયો તબીબ છાતી ઠોકીને કહી શકે છે? ઘણા લોકોનાં શરીરનું મેટાબોલીઝમ જ એવું હોય છે કે તેઓ ગમે એટલું ખાય તો પણ તેમનું પેટ કે વજન વધે જ નહિ. બીજા કેટલાક લોકો માત્ર મોળી છાશ (મલાઈ ઉતાર્યા પછીના દૂધની હાઁકે) અને તાંદળજાની ભાજી ખાય તથા સિરિયલ માત્ર છોડી દે તો પણ તેમનું વજન વધતું જ જાય છે. મુદ્દે, નવી નવી થિયરીઓ નીકળતી જાય, નવા નવા તબીબી ચેલાઓ એમાં મૂંડાતા જાય, નવી નવી ગ્રંથ ગરબડો ચાલ્યા કરે અને સામાન્ય માનવી બાપડો મૂંઝાઈ જાય. કાકડીના કટકા એ ભૂલથી નિમકમાં બોળી દે અને પછી તેની આંખ સામે બાઁતેર પોઇન્ટની બેનર હેડલાઈન દેખાય: સોલ્ટ ઇઝ વ્હાઈટ પોઇ્ઝન. સોડિયમ ઇઝ હાર્મફુલ ટુ યોર હેલ્થ. કાકડીનો કટકો એ બાપડો પાણીના ગ્લાસમાં ઝબકોળી દે અને તેને નિમકરહિત બનાવી દે. રોટલી ઉપર ઘી ચોપડે ગૃહિણી ત્યારે ગૃહસ્થજી ખિજાય છે હવે: સો વાર તને કીધું કે રોટલી ઉપર આટલું બધું ઘી ન ચોપડ. કોલેસ્ટોરલની ચિંતામાં ગૃહસ્થજી દુ:ખી દુ:ખી રહે છે. ક્યારેક તેઓ મેથીની ભાજીનું થેપલું ખાય તો તેઓ એને કોરા કાગળ ઉપર દાબીને (એમાંથી તેલ શોષાવડાવીને) પછી બીતા બીતા ખાય છે. માઁ કટાણું કરીને. જાણે ઝેર ન ખાતા હોય. કેળાં ખવાય નહીં, વજન વધે, બટાટા તો જોવાય પણ નહીં: નકરી ચરબી. કાર્બોહાઈડ્રેટ અને ફેટ અને પ્રોટીન ભણી જોઈને આપણો (જેનું મન કન્ડિશન્ડ કરી દેવામાં આવે છે તેવો) ગૃહસ્થ થરથરી ઊઠે છે. ત્યાં ૧૩૦ જેટલું બ્લડપ્રેશર થાય એટલે દાક્તર એને કહે છે: રોજ નિકાર્ડિયા રિટાર્ડ લેજો. એક્કેય દિવસ પાડતા નહિ. ઊંચા બ્લડપ્રેશરથી તો હાર્ટને અસર થાય. દવાની ગોળીઓ ખાવાથી હાડકાંની અંદરનો મૂલ્યવાન માવો (મેરો) ધીરે ધીરે ખતમ થાય છે. ઘી-તેલ નહિ લેવાથી શરીરની સ્નિગ્ધતા ચાલી જાય છે. તૈલાભ્યંગ સ્વપ્ને નવ ઇચ્છે, છે લૂખું ઋષિનું ગાત્ર એમ મહાકવિ પ્રેમાનંદે કૃષ્ણના ફ્રેન્ડ સુદામા વિશે કહ્યું હતું. તેલ નહિ ચોળવાથી જો દેહ શુષ્ક બની જાય તો ઘી-તેલ-દૂધ નહીં લેવાથી શું થાય?

ઘરડા કેવા ડાહ્યા હતા, મન ફાવે ત્યારે ગોળનું દડબું ઉડાવી જતા, એમ ઉમાશંકર જોષીના બટુની મા ગોરાણી કહે છે. એ એક સામાન્ય માન્યતા છે કે ખાંડ નુકસાન કરે અને ગોળ બહુ સારો. વાસ્તવમાં તો માનવીએ નોર્મલ જીવન જીવવું જોઈએ. ફફડાટ વિનાનું મોરારજી દેસાઈની ભાષામાં કહીએ તો, નિર્ભય. ભલાદમી, ખાઓ, પીઓ અને મજા કરો. અમારા મિત્ર મનુભાઈ કહે છે કે કોઈ પણ રોગમાં કેપીએમની ગોળી કામયાબ નીવડે છે: ખાઓ, પીઓ, મોજ કરો. ભેળ ખવાય, પાણીપૂરી ખવાય, ગુલાબજાંબુ ખાઈ શકાય, દૂધ પીવાનું ટસથી, રોટલી ઉપર ઘી ચોપડો અને ખીચડીમાં પણ તમતમારે ખાડો પાડીને ચાર ચમચી ઘી ફટકારી દો. અમારા વૈદરાજ કહે છે, ઘી ન ખાવું એના કરતાં ઘી ખાઈને પછી સ્વાભાવિક મહેનત વડે તેને પચાવી જવું તે વધારે સારું છે. શરીર પાતળું છે? કશો વાંધો નથી. તમે જો લાઈવ ઈલેક્ટ્રિક વાયરની જેમ ચપળતાથી અને તેજીથી શરીરનું ખાસ્સું મેનૂવરિંગ કરી શકતા હો તો કૃશતા એ કાંઈ ગુનો નથી. શરીર સ્થૂળ છે? મેદસ્વી છે? ડોન્ટ વરી. ક્રશ ડાયેટ કરીને એને ઘટાડવાની જરૂર નથી. સ્વાભાવિક રીતે ખવાય એટલું ખાજો. બહુ વધારે ન ખાવું. અકરાંતિયા ન થવું અને સગવડ હોય તો થોડુંક હરવુંફરવું. બાકી લહેર કરોને યાર. ચિંતા ન કરશો. માપીને ખાવું, આપણને ડાહ્યો કહે છે. બે ભાગ જેટલું પેટ ખોરાકથી ભરવું, એક ભાગ પાણીથી ભરવો અને એક (ચોથો) ભાગ ખાલી રાખવો, તેઓ ઠાવકું માઁ રાખીને કહે છે. એક કોળિયો ૪૦ વાર ચાવવો જેથી એમાં સેલિવા ભળે. લાળ ભળે એમ કહીએ તો ચીતરી ચઢે છે. દિવસમાં બે જ વાર ભાણે બેસીને ખાઈ લેવું, દાદીમા કહે છે. દિવસમાં પાંચ વાર કટકે કટકે ખાવું, ચશ્મિસ્ટ દાક્તર કહે છે. શિખામણ એવી જણસ છે, જ્યોતીન્દ્ર હ. દવે નામના મશ્કરા સજ્જને કહ્યું છે, જે આપવાનું સૌને ગમે છે, લેવાનું કોઈને નથી રુચતું. મૂળા, મોગરી ને દહીં/રાતે ખાવાં નહીં. એમ એક વૈદ કહે છે. કેમ? ખાટા ઘચરકા આવે. આંખે ત્રિફળા, દાંતે લૂણ એ ઘર વૈદ કદી ના જાય, વૈદરાજ કહે છે. દાંતે રોજ લૂણ ઘસો તો તમારા પેઢિયાં (ગમ્સ) ખવાઈ ન જાય? ઍન એપલ એ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે. સફરજનને આપણે ઉપરોક્ત લાલ ટમેટાંની જેમ ખૂબ જ ચડાવી માર્યું છે. દાદીમા કહે છે, સિઝનમાં દસ વખત મોટ્ટાં પાક્કાંપચ કાળાં જાંબું ખાજો, જઠરમાંથી સંધોય કચરો નીકળી જશે. લીલી હળદર છૂટથી ખાવી, જમતાં પહેલાં આદું ખાઈએ તો તે ઍપિટાઈઝરની ગરજ સારે છે, સાંજે ચાર વાગ્યા પછી ચા નો પીવાય, ચા પીવાથી ભૂખ મરી જાય વગેરે અનેક સૂત્રો આપણે માથે ઠોકવામાં આવ્યાં છે. ખાલી પેટે ચા ન પીવી, કશુંક ખાઈને પછી માથે ચા પીવી, એક દાક્તર કહે છે. બીજો કહે છે, સવારે ઊઠીને પ્રથમ એક મોટ્ટો ગ્લાસ ભરીને પાણી પી જવું અને પછી જ ચા પીવી. એક દાક્તર કહે છે, બહુ ઘસી ઘસીને લોખંડના ઊળિયાથી તમે ઊળ ન ઉતારશો: જીભ ઉપરના ટેસ્ટબડ્ઝ નાશ પામશે. બીજો દાક્તર કહે છે, બરાબર ઘસીને ઊળ ઉતારવી. કોન્ટેક્ટ લેન્સ પહેરવા નહીં? અહીં પણ બે થિયરી. એમાં પાછાં પેલાં ઍક્યુપંકચરવાળા અને હોમિયોપથીવાળાઓએ (કાલી ફોસ અને નેટમ મૂર: ૬૦૦નો પાવર હઁકે) ઉપાડો લીધો છે. અખબારી તંત્રીઓએ આ સૌને હાટડીઓ ઉઘાડી આપી છે. સૌનો જુદો સ્લોટ. સૌ પોતાના ધંધામાં બરકત લાવવા માટે અખબારી કટારો ચલાવે. એમાં તેઓ ડહાપણ ડહોળે, ગ્રંથ ગરબડ કરે અને વાચકોને ઊંઠા ભણાવે. મૂંઝાયેલો વાચક શું કરે? દાક્તરના કન્સલ્ટિંગ રૂમ્સ ભણી હડી કાઢે: મૈં ભાગી તુમ્હારી ઑર, બચા લે મુઝે, બાબુ, બચાલે મુઝે, બાબુ, બચા લે મુઝે બાબુ રે. દાક્તરબાબુ એ જીવડાને કે એ જીવડીને બચાવી લેશે? મેડિકલ મિથ્સ પાર વિનાનાં છે. એક તૂટે ને તેર બંધાય છે. ડાંડા (ખાર)ને દરિયાકિનારે વહેલી સવારે દરિયામાં ચોમેર જાળ બિછાવીને માછીમારો પાણી ઉપર જોરથી ડાંગે માર્યાં માછલાં ભડકે અને કૂદાકૂદ કરે. ફસાય બાપડાં જાળમાં. દાક્તરો દરદીને ભડકાવે છે અને દરદીઓ એ પછી દાક્તરોના રીંછ-આશ્ર્લેષમાં જકડાઈ જાય છે.

દાક્તરો આજકાલ બીપીની બહુ વાતો કરે છે. બીપીની દવાઓ દરદીની આર્ટરીઝને પહોળી કરી નાખે છે. દરેક વ્યક્તિદીઠ ટેમ્પરેચર બ્લડપ્રેશર જુદું જુદું હોય છે. કોઈકને ૧૪૦ જેટલા બ્લડપ્રેશરથી અકળામણ થાય. કોઈક વળી બીપી ૨૫૦ પોઇન્ટ હોય તોય આરામથી ઊડે. ધે વુડ બી ક્રુઝિંગ ઍટ હાઈ ઑલ્ટિટયૂડ. કોલેસ્ટેરોલ ઊંચું હોય એવી ઘણી વ્યક્તિઓ ૧૦૦ વર્ષની ઉંમર સુધી જીવે છે. બીજી તરફ જેનું એકદમ નીચું કોલેસ્ટેરોલ હોય એવી વ્યક્તિઓ નાની વયે મૃત્યુ પામે છે. કોલેસ્ટેરોલની નીચી સપાટી કાંઈ મોર્ટેલિટી રેટ્સને સુધારતી નથી. અધકચરી તબીબી કલ્પનાઓને પ્રતાપે શું આખા દેશના લોકોના સૈકાઓના

ડાયેટને બદલી નાખવો જરૂરી છે? વધુ ખોરાક ન લેવો એમ કહેવામાં આવે છે પણ તમારી જીભ જ એક્સેસ ખોરાકને પાછો ફેંકી દે છે. બે કે ત્રણ કે ચાર પેંડા ખાઓ એટલે તરત જ ડિમિનિશિંગ રિટર્ન્સ આવશે. પેઇન-કિલર્સ કે દર્દશામક ટીકડીઓ ખૂબ નુકસાન કરે છે. કેટલીક તો તમારા બોન મેરોને નુકસાન કરે છે. આથી દર્દશામક ટીકડીઓ ખોટા દાવા કરે છે. ભારતમાં અબજો રૂપિયાની દવાઓનું ઉત્પાદન થાય છે. આ બધી દવાઓને દરિયામાં ફેંકી દેવામાં આવે તો તેથી નાગરિકોનું કશું નુકસાન નહીં થાય. કુલ હજારો ડ્રગ કંપનીઓની હજારો દવાઓ આજે બજારમાં છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશને)એ કહ્યું છે કે આમાંથી માત્ર ૨૬૭ દવાઓ ખપની છે. હિપ્પોક્રેટિકનો ઓથ કહે છે: આઇ શેલ ઍબ્સ્ટેઇન ફોમ ઓલ ઇન્ટેન્શનલ રાઁગ ડુઇંગ ઍન્ડ હાર્મ સ્પેશિયલી ફ્રોમ ઍબ્યુઝિંગ ધ બોડીઝ ઑફ મેન ઑર વુમન, બોન્ડ ઑર ફ્રી. દાક્તરો આઈ સ્વેર બાપ ઍપેલો, ધ ફિઝિશિયન એમ કહીને શપથ લેવાનું શરૂ કરે છે, પણ ધન્વન્તરિ હોય કે ચરક હોય, સ્વાસ્થ્યનો કોઈ અધિષ્ઠાતા આ તબીબોના રેબિડ કોમર્શિયાલાઇ્ઝેશનને આજે ખાળી શકે એમ નથી. હિપ્પોક્રેટિક ઓથમાં તબીબો કહે છે, આઈ વિલ કીપ પ્યોર ઍન્ડ હોલી બોથ માય લાઈફ ઍન્ડ આર્ટ. આ શપથને આજે ઘણા લોકો મજાકમાં હિપોક્રસીનો (દંભનો) ઓથ કહે છે.

યાદ રાખો, દુનિયાનો કોઈ દાક્તર તમને ઉત્તમ સ્વાસ્થ્ય આપી શકતો નથી. ગુરુ થા તારો તું જ, અખાએ કહ્યું છે. દરેક માણસે પોતાનો જ દાક્તર થવાનું છે. હેલ્થ કંઈ બજારમાંથી કે ફેરિયાઓની રેંકડીમાંની વિકાઉ કૉમોડિટી નથી. હેલ્થ ખરીદી શકાતી નથી.

રાજ કર્યું, પીધું અને ખાધું?- ચંદ્રકાંત બક્ષી

રાજ કર્યું, પીધું અને ખાધું?

ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

‘કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દેવી જોઇએ.’

જમાનો આઝાદી પહેલાંનો હતો...કદાચ ૧૯૪૫ આસપાસ હશે. રાષ્ટ્રના નેતાઓ ૧૯૪૨માં ‘ભારત છોડો’આંદોલનમાં ગિરફતાર થયા પછી લગભગ ત્રણ-સાડાત્રણ વર્ષે છૂટ્યા હતા. એ જમાનામાં પંડિત જવાહરલાલ નહેરુ, હિંદુસ્તાનના દિલની ધડકન હતા, આગની જેમ ભડકતા હતા, કરોડોના દિમાગમાં વિપ્લવની આંધી ફૂંકતા હતા. જ્યારે બીજા કેટલાક દેશનેતાઓ વાણિયાવેડા કરવા માંડ્યાં-અમે તો જનતાને અહિંસા રાખવાનું કહ્યું હતું...પણ જનતાએ હિંસા કરી નાખી...ત્યારે કલકત્તાના હાવડા સ્ટેશન પર ઊતરીને પંડિત નહેરુએ પહેલું વાક્ય કહ્યું હતું : જનતાએ જે કંઇ કર્યું છે એ માટે હું પોતે જવાબદાર છું. શહીદોને પ્રણામ કરું છું...અને બ્રિટિશ સરકારને મારા પર કામ ચલાવવાની હું ચૅલેન્જ આપું છું...

 

લોકો પાગલ થઇ ગયા હતા. નહેરુ એ વખતે કલકત્તામાં ડૉ.બિધાનચંદ્ર રાયના નિવાસસ્થાન પર ઊતરતા હતા. એ વખતે એરોપ્લેનો, હૅલિકોપ્ટરો, મર્સીડીઝ કે ઇમ્પાલા ગાડીઓ ન હતી. નેતાઓ ટ્રેનમાં આવતા, લાખ્ખો, માણસો સ્ટેશનો પર પોતાને ખર્ચે જમા થતા. નહેરુ ત્રણ વર્ષે છૂટ્યા હતા, બધા નેતાઓમાં એ સૌથી મોડા છૂટ્યા હતા. અને એ પ્રજાના હિરો હતા! એમને એમની ગાડી સુધી પણ જવા દીધા નહીં. નહેરુ એક ટૅક્ષીમાં બેસી ગયા. ટૅક્ષી-ડ્રાઇવર એમને બી.સી.રાયને ઘેર લઇ ગયો. ટેક્ષી-ડ્રાઇવર ગદ્ગદ થઇ ગયો, નહેરુ પૈસા આપવા માંડ્યા, એણે ન જ લીધા...આ તો સૌભાગ્યનો દિવસ હતો!

અને કદાચ એ જ અરસામાં એક સભામાં નહેરુ ભડકેલા : કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર લટકાવી દેવા જોઇએ...

એ પછી એક લેખક- ઇતિહાસકાર ડૉ.ભગવત શરણ ઉપાધ્યાયે એક પુસ્તક લખ્યું. હિન્દીમાં આ પુસ્તક બહાર પડ્યું, નામ હતું : ‘ખૂન કે છિંટે, ઇતિહાસ કે પન્નોં પર !’ એમાં ડૉ.ઉપાધ્યાયે આ વાક્ય વિશે આલોચના કરી અને કંઇક આવા મતલબનું લખ્યું હતું : લીડર કહે કે કાળાબજારિયાઓને નજીકના નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દો!પણ જ્યારે લીડર પાસે ફાંસી મારવાની સત્તા આવશે ત્યારે એ ક્યાં હશે? લેખકે કાળાબજારિયા પાસે સંવાદ બોલાવ્યો છે કે...ત્યારે તો તું અમારા ખિસ્સામાં હશે!...

ભારતની ક્રાન્તિની દેવી અમેરિકા અને ઇંગ્લેન્ડ તરફ મોઢું કરીને ઊભી હતી. ભગવત શરણ ઉપાધ્યાયની વાત કંઇક અંશે બહુ કરુણ રીતે સાચી પડી છે. કાળાબજારિયાઓ લૅમ્પ-પોસ્ટ પર લટક્યા નથી પણ ખીસાં વધ્યાં છે અને ખીસાંની સાઇઝો મોટી થઇ છે. કેટલાક કેસોમાં ભ્રષ્ટાચાર અને ખાયકી સાબિત થઇ ગયા પછી પણ આ ૩૬ વર્ષોમાં કદાચ એક પણ મંત્રીને ફાંસી અપાઇ નથી. અને કોઇ પણ ભ્રષ્ટ નેતાની પૂરી સંપત્તિ જપ્ત થઇ હોય એવું સાંભળ્યું નથી. ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે. આ ભ્રષ્ટવાદ માટે છાંપાઓ અને ઇમાનદાર વિચારકો ઘણાં નામો વાપરે છે: ભાઇભત્રીજાવાદ, ખચ્ચરવાદ, ચમચાવાદ...પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે. બધા જ પક્ષોમાં છે. પૂર્ણત: ભારતીય છે, સમાજસ્વીકૃત છે અને એનું શું કરવું એ વિશે કાયદાથી માંડીને સમાજ સુધી બધાં જ બળો અસહાય થઇ જવાય એટલા ચિંતિત છે.

આનો જવાબ દસ હજાર માઇલ દૂર અમેરિકામાં નહીં મળે, પણ આપણા પાડોશના ચીન કે રશિયામાં મળી જશે. આપણો સમાજ રશિયન કે ચીની સમાજથી વધુ નિકટ છે. અમેરિકા જેવા અત્યંત ધનિક કે યુરોપના દેશો જેવા અત્યંત વિકાસશીલ નાના દેશોની સમસ્યાઓ અને નિદાનો આપણા મહાકાય વિરાટ ભારતની અરાજક અર્થવ્યવસ્થા, સામંતશાહી સમાજ-વ્યવસ્થા કે ભાઇભત્રીજાવાદી રાજ્ય-વ્યવસ્થા માટે અનુકૂળ નથી. ચીન સાથે આપણે બિરાદરી હતી,ભૂખની, દુકાળની, કુરિવાજોની, સ્ત્રી પરના જુલ્મની, સામંતશાહી અને તાનાશાહી અને તુમારશાહીની, કૃષક અને શ્રમિકના શોષણની, ગરીબીની, વિદેશી અને ફિરંગીની ગુલામીની, ઉપસંસ્થાનવાદની, સાથે જીવેલા ઇતિહાસની!ચીન આગળ વધી ગયું છે, રશિયા સાથે તુલના કરવાનો પ્રશ્ર્ન જ નથી. પણ ચીન આપણાથી બે વર્ષ પછી આઝાદ થયું અને આજે વિશ્ર્વસત્તા બની ગયું છે. આપણે ઘાયલ હાથીની જેમ દિશાશૂન્ય બની રહ્યા છીએ. ભ્રષ્ટાચારની ઊધઇનો શું ઇલાજ?

ચીને હમણાં ચુ-તેહના પૌત્રને ભ્રષ્ટાચાર માટે ફાંસી મારી દીધી! ચુ-તેહ ચીની સરસેનાપતિ હતા અને માઓ તથા ચાઉની સાથે એ ત્રિમૂર્તિએ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો. ભારતના ગાંધી-નહેરુ-પટેલ જેવા ચીનમાં માઓ-ચાઉ-ચુ-તેહ હતા! ભારતમાં પટેલ કે રાજેન્દ્રપ્રસાદ કે રાજાજીના પૌત્ર કે પ્રપૌત્રને ફાંસી મારવા જેવી આ ઘટના કહી શકાય ! ભારતમાં આ શક્ય નથી. આપણે ત્યાં લોકશાહી છે.

વાન્ગ ઝોંગ એક કમ્યુનિસ્ટ નેતા હતો. કેન્ટોન પ્રાંતમાં ખુલ્લામાં લોકોથી ઘેરાયેલો અને ટી.વી. પર બતાવવામાં આવ્યો - એના મૃત્યુથી થોડી જ મિનિટો પહેલાં! વાંગ ૫૬ વર્ષનો હતો. એણે ૨૬૩ ઘડિયાળો, ૧૭ કૅસેટ રેકોર્ડર, ટી.વી. સેટ વગેરે સરકારી ગોડાઉનમાંથી ચોર્યાં હતાં. ગળામાં ગોળી મારીને જનતાની હાજરીમાં એને મારી નાખવામાં આવ્યો! આરોપ : ભ્રષ્ટાચાર .

લીજિંગ ફેંગ બૅંકનો ઑફિસર હતો. વાંગના મૃત્યુ પછી બીજે દિવસે લીને મારવામાં આવ્યો. એણે દાણચોરો પાસેથી પકડાયેલા સામાનમાંથી ૨,૯૦,૦૦૦ રૂપિયાનો સામાન પોતાની પાસે રાખી લીધો હતો. એને પણ ખતમ કરવામાં આવ્યો. હમણાં એક ચીની ખેડૂતે એક પંડા પશુને મારીને ભક્ષણ કર્યું હતું. પંડા જાનવરો ચીનમાં આરક્ષિત પ્રાણીઓ છે. એમને મારવાં એ ગુનો છે. પૂરા ચીનમાં ફક્ત ૧૦૦૦ પાંડા કે હયાત છે. આને મારીને ખાઇ જવા માટે ચીની ખેડૂતને બે વર્ષની સખ્ત સજા થઇ હતી! આ કેટલાંક દૃષ્ટાંતો છે. આપણી અને ચીનની રાજ્યવ્યવસ્થાઓ જુદી છે. પણ સમાજ-વ્યવસ્થાઓ લગભગ સમાંતર છે. કદાચ કાળાબજારિયાઓને લટકાવવા માટે આપણી પાસે એટલા લૅમ્પ-પોસ્ટ પણ નથી! આપણા અને ચીનના રાજકર્તાઓ જુદા છે. આપણા બંને દેશોની વાર્તાઓ જુદી છે. જૂના જમાનામાં વાર્તાઓનો જે રીતે અંત આવતો હતો એ ભાષામાં વાત કરીએ તો ચીન કદાચ ‘ખાધું, પીધું અને રાજ કર્યું!ની સ્થિતિમાં છે-

અને આપણે ?આપણે ઊંધે પાટે ચડી ગયા છીએ? રાજ કર્યું, પીધું અને ખાધું?

લેખક હસમુખભાઈ બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate