ભારતમાં છેલ્લા દાયકામાં વીમાક્ષેત્રે રોકાણમાં અકલ્પનીય વધારો થયો છે. ખાનગી વીમાકંપનીઓના પ્રવેશ દ્વારા આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક તત્વ વધ્યું છે, જ્યારે આજે પણ LIC આ ક્ષેત્રના રાજા તરીકે સ્થાન ભોગવે છે. વીમાક્ષેત્રે વધતા જતાં રોકાણને કારણે દેશના આંતરમાળખાકીય વિકાસની પ્રક્રીયાને પણ અકલ્પનીય વેગ મળ્યો છે.
સરકારે વીમાક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપવા હંમેશા વીમાના રોકાણને ઇન્કમટેક્ષમાંથી માફી આપી છે. આ કરમાફી વીમાક્ષેત્રના વિકાસનું એક અગત્યનું કારણ છે.
સરકાર ઇન્કમટેક્ષની ધારા ૮૦સી હેઠળ વિવિધ રોકાણો ને રૂ. ૧૦૦૦૦૦ પ્રતિવર્ષની મર્યાદામાં છૂટ આપે છે. આ પૈકી વીમાના રોકાણની પણ છૂટ આ મર્યાદા હેઠળ મળે છે.
કોઇ પણ વ્યક્તિ પોતાનો, જીવનસાથીનો કે સંતાનોનો જીવનવીમો ભરે તો તે પ્રીમીયમ કલમ ૮૦સી હેઠળ કપાતને પાત્ર છે. આમા સહુથી અગત્યની વાત એ છે કે સંતાનો માતાપિતા પર આવલંબિત હોય તે જરૂરી નથી. જેમકે શ્રીમાન અનો પુત્ર ડોક્ટર છે અને સારી આવક ધરાવે છે. શ્રીમાન અ પોતાના પુત્રના વીમા પેટે રૂ. ૫૦૦૦નું પ્રીમીયમ ભરે છે. આ પ્રીમીયમ શ્રીમાન અને પોતાની આવકમાંથી બાદ મળી શકે છે. પુત્ર પુખ્તવયનો થઇ ગયેલ હોય કે સ્વાવલંબી બની ગયેલ હોય, તેનાથી કપાતમાં કોઇ ફેર પડતો નથી. એટલુ જ નહીં, સાસરે ગયેલ દીકરીના જીવનવીમાના પ્રીમીયમની કપાત પણ આ કલમ હેઠ્ળ મળી શકે છે.
તેવી જ રીતે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા કુટુંબના કોઇ પણ સભ્યના લેવામાં આવેલ વીમાની કપાત અત્રે મળે છે.
વીમામાં કરવામાં આવતું રોકાણ કરમાફી તો આપે જ છે એટલું જ નહી, પાકતી મુદતે જ્યારે નાણા પરત આવે છે, ત્યારે સંપૂર્ણ રકમ કરમુક્ત રહે છે. આમ કરમુક્ત આવક મેળવવા માટે વીમો શ્રેષ્ઠ ઉપાય છે.
મોટાભાગના લોકો માને છે કે વીમામા જે પૈસા રોકવામાં આવે તે કપાત સ્વરૂપે મળે છે, અને પાકતી મુદતે આવતી બધી રકમ કરમુક્ત હોય છે. પણ આમ નથી.
જે વીમાપોલીસીના પ્રીમીયમની રકમ વીમાની કુલ રકમના ૧૦%થી વધુ હોય, વીમાપ્રીમીયમના નાણા ૮૦સીમા કપાત મળતા નથિ. તથા આ પોલીસીના પૈસા પાકતિ મુદતે કરમુક્ત પણ રહેતા નથી.
જેમકે તમે જીવનાઅનંદ પોલીસીનિ રૂ. ૨ લાખનો વીમો ઉતરાવ્યો હોય, તથા પ્રીમીયમની રકમ રૂ. ૩૦૦૦૦ હોય. આ સંજોગોમાં પ્રીમીયમની રકમ વીમાનિ રકમના ૧૦% એટલે કે રૂ. ૨૦૦૦૦ કરતાં વધારે છે. આથી તમે ભરેલ રૂ. ૩૦૦૦૦નું પ્રીમીયમ કપાત મળતું નથી. તથા પાકતી મુદતે જ્યારે રૂ. ૨૦૦૦૦૦ તમોને મળે, તો તે કરપાત્ર થાય છે.
લેખ: ગૌરવ પરમાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/30/2019