યુવા એટલે બોલેલુ, ધારેલુ કરવાની શક્તિ જેનામાં છે તે એટલે યુવા, પણ આજના યુવાનમાં એવુ કઇ જ નથી. આજનો યુવાન ખલાસ થઇ ગયો છે. આજના યુવાન પાસે કોઇ લક્ષ્ય નથી. આજનો યુવાન તો લારી ને ગલ્લા પર જ દેખાય છે. આજના યુવાનને એ નથી પડી કે એની આજુબાજુ શું થાય છે, એ એની મસ્તીમાં જ રમતો રહ્યો છે. આજના યુવાનને કદાચ એ પણ ના ખબર હશે કે યુવાન શુ છે. હા,એટલી ખબર હશે કે અમુક ઉંમરમાં માણસ યુવાનીમાં પ્રવેશ કરે છે.
યુવાન તો એવો હોવો જોઇએ જે કઇ પણ કરે પણ જે તેની પ્રતિષ્ઠા વધારે એવુ હોવુ જોઇએ. પછી ના કે કોઇ પણ શરત રમે અને કરે. તે તો એક દેખાવ થઇ જાય. એમ પણ આજના યુગમાં યુવાન તો દેખા-દેખીમાં જ તો જીવે છે. આની પાસે આવુ છે મારી પાસે કેમ નથી. યુવાન પાસે કોઇ લક્ષ્ય નથી. અને લક્ષ્ય પણ એવા હોય છે કે જે આજે આ તો કાલે બીજુ. આજનો યુવાન ક્રિકેટ બોલ જેવો થઇ ગયો છે જે બધાના હાથમાં ફરતો જ રહ્યો છે. કોઇ પણ એનો ઉપયોગ કરે પછી નાખી દેવામાં આવે છે. આજના યુવાનમાંથી યુવાની નીકળી ગઇ છે. યુવાન રોજને રોજ લાચાર બનતો જાય છે. આજના યુવાન પાસે આત્મવિશ્વાસ નથી.
યુવાધન તો વિશ્વમાં ભારત પાસે સૌથી વધુ છે પણ તે આજે નકામુ છે. જ્યારે ગણા દેશોમાં યુવાશક્તિનો સારી જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે. જયારે આપણા દેશમાં યુવાનોનો ઉપયોગ ફક્ત જ્યારે જરૂર પડે ત્યારે જ થાય છે. દા.ત. પ્રચાર કરવા માટે. આજનો યુવાન પોતાનુ વ્યક્તિત્વ ખોઇને બીજા હાથે વેચાઇ ગયો છે. જ્યા પૈસા દેખાઇ ત્યા વેચાઇ જવા તૈયાર છે.
આજના યુવાનો ને પુછો કે તમારા આદર્શ કોણ તો કહેશે કે ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો, રાજકારણીઓ અરે ગણા યુવાનોને તો એ પણ નથી ખબર કે આદર્શ કોને કહેવાય ?. અરે આવા આદર્શોનુ આજે છ્બી સારી છે ને કાલે ખરાબ તો શું આપણે આપણા આદર્શ બદલતા રેહવાનુ ? માટે જ જીવનમાં આદર્શો બદલાવાનાં જોઇએ. તો આદર્શ વ્યક્તિ કોને કહેવાય ? તો એવા વ્યક્તિ જે આ દેશમાં હયાત નથી જેવા કે ગાંધીજી, ભગતસિંહ, વીર સાવરકર, સ્વામી વીવેકાન્દ જેવા પાત્રો આપણા આદર્શ હોવા જોઇએ કે જેમણે પોતાનુ જીવન બીજા માંટે ખર્ચી નાખ્યુ. જેના જીવન વિશે આપણે બધી માહિતી મેળવી શકિયે છે. આજના યુવાનને આ બધુ જાણવાનો સમય નથી પણ જો આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવવો હોઇ યુવાનીનુ સારુ જીવન જીવવુ હોય તો આપણે આદર્શો એવા જ રાખવા જોઇએ જે હયાત નથી. બધા કહે છે કે આજના યુવા વર્ગને માર્ગદર્શનની જરૂર છે પણ જો યુવાન બીજી બધી ગણી વાતો માર્ગદર્શન વગર જો કરતો હોય તો શું આવા યુવાનો પોતાનુ જીવન ઘડતર જાતે ના કરી શકે છે.
યુવાની એવી જેમાં યુવાને પોતાના જીવનનુ ઘડતર કરવાનુ હોય છે. ગણા એવુ કહે છે કે યુવાનીમાં તો જલસા હોય પણ જે કાર્યો યુવાનીમાં કરી નાખ્યા હોય તે આપણે ડોશા થયા પછી કરવાના નથી. યુવાનીમાં જ આપણે આપણી છબી એવી શ્રેષ્ઠ બનાવી દેવાની કે જેથી પાછળ જતા પસ્તાવો ના થાય. યુવાન તરીકે આપણા ફેમિલી, સમાજ, દેશ માટે એવા કાર્યો કરવા કે જે આપણા જીવનો વિકાસ કરે છે. જેથી કરીને આવનાર ભવિષ્યમાં બધા આપણને આદર્શ બનાવે.
જીવનમાં એક વાત યાદ રાખવી કે આપણુ કરેલુ આપણને જ પાછણ જતા કામ આવે છે. આપણે પણ આગલા જન્મમાં સારા કામો કર્યા હશે જેથી આપણને માનવ તરીકે જન્મ મળ્યો તો આપણે આ જીવનને સમજવું જોઇએ. અને દરેક કાર્યની નોંધ ભગવાન લે છે. જેથી જીવનમાં સારા જ કાર્યો કરવા કોશીશ કરવી જોઇએ.
જીવનમાં દરેક કાર્ય કરતા ઉતાર-ચઠાવ તો આવવાના જ તો એમાં નાશી-પાસ ના થતા આપણી સાથે ભગવાન છે એમ સમજીને સારા કાર્ય કરવા જોઇએ. આપણા સારા કાર્યની નોઘ સમાજમાં કોઇ ના લે તો કઇ નહી પણ ભગવાન તો લે છે એ વાત ધ્યાન રાખવી અને જીવન શ્રેષ્ઠ બનાવવુ જોઇએ.
મે યુવાનો માટે એટલે લખ્યુ છે કે આજના સમયને યુવાન વ્યક્તિની ખુબ જ જરૂર છે અને મારો આ નાનો સરખો પ્રર્યત્ન છે કે આજ ની યુવા શક્તિ જાગી આગળ આવે અને સમાજની, દેશની કોઇ નાની સરખી જવાબદારી ઉપાડે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/29/2020