હોમ પેજ / સમાજ કલ્યાણ / વિચરતા સમુદાય / સ્‍વયંસક્ષમ યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્‍વયંસક્ષમ યોજના

હેતુ
 • આ યોજના હેઠળ ઠાકોર અને કોળી ‍જાતિના ૧૮ થી ૩પ ની ઉમર ધરાવતાં યુવક/યુવતી કે જેઓ દાક્ટરી, આર્કિટેક્ટ, સોફ્ટવેર/હાર્ડવેર, ઓટોમોબાઇલ સહિતના ઇંજનેરી, વકીલ, ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ,
 • હોટલ મેનેજમેન્‍ટ, શિલ્‍પકલા કે કાસ્‍ટકલા વિગેરેના ક્ષેત્રોના ઉચ્‍ચ વ્‍યવસાયિક શિક્ષણ પ્રાપ્‍ત કરેલ હોય અને બુદ્ધિ કૌશલ્‍યના ઉપયોગ વડે સ્‍વનિર્ભર બનવા માગતા હોય તેઓને લોન ધિરાણ આપવામાં આવે છે.
લોન મેળવવા માટેની પાત્રતા
 • અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ.
 • અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.
 • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ૧૮ વર્ષ થી ૩પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
 • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
 • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્‍ય લાક્ષણિકતાઓ
 • આ યોજનામાં વધુમાં વધુ રૂ.પ.૦૦ લાખની રકમ લોન પેટે આપવામાં આવશે.
 • આ યોજનામાં વ્‍યાજનો દર વાર્ષિક પ % રહેશે.
 • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
 • લોન પરત ચુકવણીનો સમય ગાળો યોજનાના પ્રકાર પર આધારિત રહેશે તેમ છતાં લોન વધુમાં વધુ પ વર્ષની અંદર ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.
2.88636363636
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top