অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ

દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ

દષ્ટિહીન, શ્રવણમંદ, અસ્થિવિષયક, માનસિક ક્ષતિ, નિરાધાર વૃદ્ધ ભાઈઓ-બહેનો તથા વિધવા બહેનો અનાથ બાળકો માટેની ગુજરાત ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ

ગુજરાત સરકારે અને ભારત સરકારે સમાજના દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે વધુ ઉદારતા બતાવી વધુ લોકોને આવરી લીધા છે. વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને વિકાસની મુખ્યધારામાં તેમની સહભાગિતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ કાયદાઓમાં વિવિધ જોગવાઈઓ થઈ છે.

વિકલાંગ વ્યક્તિઓને સંબંધકર્તા કાયદાઓ :

  1. વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ તથા સંપર્ણ ભાગીદારી) ધારો - ૧૯૯૫.The Person with disabilities (Equal opportunities, protection of rights and full participation) Act, 1995
  2. સ્વ-લીનતા, મગજનો પક્ષઘાત, મંદબુદ્ધિ અને બહુવિધ વિકલાંગતા પીડિતવ્યક્તિના કલ્યાણ માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ અંગેનો ધારો, ૧૯૯૯ (The National Trust for the welfare of persons with Autism, Cerebral Palisy, Mental Retardation And Multiple Disabilities”Act (Act 44 of 1999).
  3. માનસિક આરોગ્ય ધારો - ૧૯૮૭ The Mental health Act, 1987
  4. ભારતીય પુનર્વસન પરિષદ ધારો ૧૯૯૨ The Rehabilitation councilof India Act, 1992

વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) ધારો- ૧૯૯૫. સામાન્ય રીતે આ કાયદો વિકલાંગતા ધારો કે પછી પીડબલ્યુ.ડી. એક્ટ તરીકે ઓળખાય છે. આ અધિનિયમ, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણની નેમ ધરાવે છે. સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા જેવા ત્રણ શબ્દ પ્રયોગ જ કાયદાના ઈરાદા વિશે સ્વયં બધુ જ કહી દે છે. વિકલાંગ વ્યક્તિને સમાન તકો મળતી થાય, તેમની સહભાગિતા વધે અને બીજી તરફ તમામ પ્રકારના ભેદભાવના વલણનો છેદ ઉડે તે પ્રકારની જોગવાઈઓ અમલી બનાવવા કાયદામાં પ્રયાસ થયો છે.

ભારતની સંસદે વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) ધારો- ૧૯૯૫ ઘડ્યો છે અને તે ૭-ફેબ્રુઆરી, ૧૯૯૬થી અમલમાં આવ્યો છે. આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને સમાન તકો પૂરી પાડવા માટે, તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે તથા તેમને સંપૂર્ણ સહભાગિતા પૂરા પાડવા માટેની એક પહેલ છે કે જેથી સમાજમાં તેમનો સમાવેશ થઈ શકે તથા તેઓ તેમના અધિકારો મેળવી શકે.

વિકલાંગ વ્યક્તિઓનું સશક્તિકરણ અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા તે આ કાયદાનો ઉદ્દેશ છે. કાયદાનું નિયમન અને અમલ કરનાર તંત્ર, વિકલાંગતા રોકથામ, શિક્ષણ, રોજગારી, હકારાત્મક પગલાં, ભેદભાવવિહિન અભિગમ, સંશોધન અને માનવશક્તિ વિકાસ તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થાઓને માન્યતા સંબંધી વ્યાપક જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે.

વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના રક્ષણ માટે અને તેમને લાભાન્વિત કરવા માટે કાયદાએ નીચે દર્શાવેલી દશ પ્રકારની વિકલાંગતાને માન્યતા આપી છે. કાયદામાં વિકલાંગતાની વ્યાખ્યા નીચે મુજબ છે.

વિકલાંગતાના પ્રકાર અને તેની વ્યાખ્યા :

  1. અંધત્વ/ દૃષ્ટિહીનતા
  2. અલ્પદષ્ટિ
  3. રક્તપિત રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ
  4. શ્રવણ ક્ષતિ
  5. અસ્થિવિષયક વિકલાંગતા
  6. મંદબુદ્ધિતા માનસિક વિકાસ રૂંધાવો
  7. માનસિક માંદગી
  8. સ્વલિનતા
  9. મગજનો પક્ષઘાત (સેરેબ્રલ પાલ્સી)

10.  બહુવિકલાંગતા નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ આવરી લેવાયેલ વિકલાંગતા

  1. અંધત્વ / દૃષ્ટિહીનતા : એવી સ્થિતિનો સંદર્ભ સૂચવે છે. જ્યાં વ્યક્તિ નીચેની સ્થિતિઓમાંથી કોઈ એકથી પીડાતી હોય,એટલે કે : (અ) દૃષ્ટિનો સંપૂર્ણ અભાવ; અથવા (બ) સુધારક કાચ મૂકેલી સારી આંખની દૃષ્ટિની સક્ષમતા ૬/૬૦ અથવા ૨૦/૨૦૦ (સ્નેલન)થી વધુ ન હોય; અથવા (ક) દષ્ટિના ક્ષેત્રની મર્યાદા સામેની દિશામાં ૨૦ અંશ કોણ જેટલી અથવા તેથી વધુ ખરાબ હોય;
  2. અલ્પ દૃષ્ટિ વ્યક્તિ: અલ્પ દૃષ્ટિ એટલે સારવાર અથવા પ્રમાણિક વક્રીભવનના ક્ષતિ સુધારા પછી પણ દૃષ્ટિની કામગીરીમાં ક્ષતિ હોય તેવી વ્યક્તિ, પરંતુ જે યથાયોગ્ય સહાયક ઉપકરણ સાથે દષ્ટિનો કાર્યના આયોજન અને અમલ માટે ઉપયોગ કરે છે અથવા ઉપયોગ કરવાને સક્ષમ છે.
  3. રક્તપિત : રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ જે રક્તપિત્તથી સાજો થયેલો છે, પરંતુ
  • હાથ અને પગમાં સંવેદનના લોપ ઉપરાંત આંખ અને આંખની પાંપણોનો સંવેદન લોપ અને હળવો આંશિક લકવો પરંતુ કોઈ પ્રગટ કુરૂપતા નહીં;
  • પ્રગટ કુરૂપતા અને હળવો આંશિક લકવો પરંતુ સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરવા રોકાણ થઈ શકે તેવું તેમના હાથ અને પગોમાં પૂરતું હલનચલન હોવું;
  • અંતિમ કક્ષાની શારીરિક કુરૂપતા તેમજ વધેલી વય જે તેને ઉપજાઉ વ્યવસાય કરવા અટકાવે, તેનાથી પીડાતી હોય અને અભિવ્યક્તિ “રક્તપિત્ત સાજો થઈ ગયેલ’નું અર્થઘટન આ સંદર્ભમાં કરવું;
  1. શ્રવણ ક્ષતિઃ એટલે સંભાષણ (વાતચીત)ના ધ્વનિ આવર્તનોની મર્યાદામાં સારા કાનમાં ૬૦ ડેસિબલ્સ કે તેથી વધુનું નુકસાન થવું
  2. અસ્થિવિષયક: વિકલાંગતા એટલે અવયવોના હલનચલનના ઘણા બધા નક્કર પ્રતિબંધ તરફ દોરી જતી હાડકાં, સાંધા અને સ્નાયુઓની અસમર્થતા અથવા મગજના લકવાનું કોઈ સ્વરૂપ; ‘મગજનો લકવો' (સેરેબ્રલ પાલ્સી) એટલે પ્રસવ પૂર્વે પ્રસવ દરમિયાન કે શિશુ વિકાસના સમય દરમિયાન મગજનો હુમલો અથવા ઈજા થવાને કારણે નીપજેલી અતિ અસામાન્ય હલનચલન અંકુશની અંગસ્થિતિનું લક્ષણ હોય તેવી વ્યક્તિની બિન-પ્રગતિશીલ સ્થિતિઓનો સમૂહ.
  3. મંદબુદ્ધિતા/ માનસિક વિકાસ: રૂંધાવો એટલે વ્યક્તિના મનના વિકાસની થંભી ગયેલી અથવા અપૂર્ણ સ્થિતિ જે વિશેષ રીતે બુદ્ધિના સામાન્ય કરતાં ઓછી હોવાનું લક્ષણ ધરાવતી હોય (બુદ્ધિની ઉપસામાન્યતાનું લક્ષણ ધરાવતી હોય)
  4. માનસિક માંદગી: એટલે માનસિક વિકાસના રૂંધાવા (મંદબુદ્ધિતા) સિવાયની કોઈ માનસિક વિસંવાદી સ્થિતિ; વિકલાંગ વ્યક્તિ એટલે તબીબી સત્તા મંડળ દ્વારા પ્રમાણિત કર્યા મુજબની ૪૦ ટકા કરતા ઓછી નહીં એવી વિકલાંગતાથી પીડાતી કોઈ પણ વ્યક્તિ; ગંભીર વિકલાંગતાવાળી વ્યક્તિ એટલે એક અથવા વધુ વિકલાંગતાઓના ૮૦ ટકા અપંગ અથવા વધુ ટકા હોય તેવી વ્યક્તિ.

વિકલાંગતાનો દાખલો :

વિકલાંગતાનો દાખલો મેળવવા પોતાના પાસપોર્ટ સાઇઝના બે ફોટા તથા રેશનકાર્ડ સાથે જે તે જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલોમાં રૂબરૂ જઈ કેસ કઢાવી, સંબધકર્તા (હાડકાના-આંખના-કાન-નાકના કે માનસિક રોગના) ડૉક્ટર પાસે જવાથી વિકલાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતા રૂબરૂમાં જોઈ વિકલાંગતા કેટલા ટકા છે તે બાબતનો દાખલો સિવિલ સર્જન તરફથી આપવામાં આવે છે. આવી વ્યક્તિઓમાં વિકલાંગતા ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે.

આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : હસપ/૧૦૨૦૦૨/ જીઓઆઈ/૩૬/અ તારીખ ૬-૬-૨૦૦૯ અને તારીખ ૨૬-૧૦-૨૦૧૦ના ઠરાવમાં સૂચવ્યા મૂજબ કાર્યવાહી કરવા વિનંતી.

વિકલાંગતા અંગેનો દાખલો તેઓને ઓળખપત્ર / એસ.ટી. બસમાં મફત મુસાફરી/ સ્કોલરશીપ / લોન તથા અન્ય લાભ મેળવવા માટે ઉપયોગી બને છે. તેથી વિકલાંગ વ્યક્તિઓએઆવો દાખલો મેળવી લેવો જરૂરી છે, જેથી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી વિકલાંગોનેમળતી સવલતો તેઓને ઝડપથી મળી શકે અને દરેક વખતે પ્રમાણપત્ર મેળવવું ન પડે.

વિકલાંગોને ઓળખપત્ર:

વિકલાંગ ઓળખકાર્ડ મેળવવાની પાત્રતા:

  1. વિકલાંગ વ્યક્તિ ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી હોવી જોઈએ.
  2. ૮૦ ટકા કે તેથી વધુ મૂકબધિરપણું ધરાવતિ વ્યક્તિ
  3. ૮૦ ટકા કે તેથી વધુ દષ્ટિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ
  4. ૭૦ કે તેથી ઓછી બુદ્ધિઆંક ધરાવતી મંદબુદ્ધિવાળી વ્યક્તિ.
  5. ગુજરાત રાજયમાં કાયમી વસવાટ ધરાવતા હોવા જોઈએ.

વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવાપાત્ર લાભ:

  1. વિકલાંગ વ્યક્તિને એસ.ટી.નિગમની, ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વોસહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં વિના મૂલ્ય મુસાફરીનોલાભ.
  2. વિકલાંગ સાધન સહાય મળવાપાત્ર
  3. વિકલાંગ, દૃષ્ટિહીન, શ્રવણમંદ, મંદબુદ્ધિવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનોઆ લાભ.
  4. ઓળખપત્ર ઉપર ગુજરાત એસ.ટી. નિગમની બસમાં વિના મૂલ્ય લાભ.- ગુજરાત રાજ્યની હદમાં પ્રવાસ કરી શકશે.
  5. સરકારની વિવિધ અમલી વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ.

ઓળખકાર્ડ આપવાની યોજના:

  1. જે તે વિભાગના નિષ્ણાંત તબીબઆર.એમ.ઓ. સિવિલ સર્જનનું વિકલાંગતાની ટકાવારી આઈ.ક્યુ. દર્શાવતાપ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  2. અરજીની ઉપર સ્ટેમ્પ સાઇઝનો ફોટો ચોટાડવો તેમજ તેવો જ બીજો ફોટોઅરજીની સાથે સામેલ કરવો.
  3. અરજદારના રહેઠાણના પુરાવાની ઝેરોક્ષ નકલ.
  4. જન્મના દાખલાની પ્રમાણિત નકલ.
  5. જાતિનો દાખલો. (સક્ષમ અધિકારીનો) પ્રમાણિત નકલ
  6. ગુજરાતના વતની હોવાનો દાખલો.
  7. લોહીના ગ્રુપનો દાખલો સામેલ રાખવો (શક્ય હોય તો)સહાયકની અડધીટીકીટ ફ્રી
  8. અભ્યાસનો દાખલો (શક્ય હોય તો)
  9. આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર

10. ઓળખનું ચિહ્ન દર્શાવવાનું રહેશે.

  • આ કાર્ડ મેળવવા માટે ઉંમર કે અભ્યાસનો કોઈ બાધ નથી.

માનસિક રીતે વિકલાંગોને અપાતા વિકલાંગ ઓળખપત્રમાં માનસિક વિકલાંગતાની ટકાવારી દર્શાવવા બાબત. (સામાજિકન્યાય અને અધિકાર વિભાગનો તા. ૧૦-૨-૧પનો ઠરાવ ક્રમાંક અપગ/૧૦૨૦૧૩/૮૧૬૪૭૭/છ-૧) થી સૂચના આપી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓ દ્વારા હવેથી માનસિક વિકલાંગોને જે ઓળખપત્ર આપવામાં આવે તેમાં બુદ્ધિઆંક ઉપરાંત માનસિક વિકલાંગતાની ટકાવારી દર્શાવતું ઓળખપત્ર આપવામાં આવે. આથી તે મુજબ પ્રમાણપત્રો આપવા. આ અંગે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ઉપર ક્રમ  સામે વંચાણે લીધેલ તા. ૧-૬-૨૦૦૧ના રોજ બહાર પાડેલ ગાઈડલાઈન્સમાં આ અંગે નીચે મુજબ માપદંડ દર્શાવેલ છે.

મંદબુદ્ધિનું પ્રમાણ

બુદ્ધિઆંક

માનસિક વિકલાંગતાની ટકાવારી

બોર્ડરલાઈન

૭૦-૭૯

૨૫%

હબવી

૫૦-૬૯

૫૦%

મધ્યમ

૩પ-૪૯

૭૫%

તિવ્ર

૨૦-૩૪

૯૦%

અતિતિવ્ર

૨૦ કરતાં ઓછો

૧૦૦%

આથી, ઉપરના પત્રક પ્રમાણે ૭૦ બુદ્ધિ આંકને ૨૫% માનસિક વિકલાંગતાની ટકાવારી સાથે સરખાવી શકાય અને ૨૫% અથવા તેથી વધુ માનસિક વિકલાંગતાની ટકાવારી ધરાવતા લાભાર્થીઓને માનસિક વિકલાંગતાના લાભો મળવાપાત્ર થાય તે મુજબ ઓળખપત્રો આપવાની કાર્યવાહી કરવા માટે નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી અને તેના મારફતે સર્વે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓને આથી સૂચના આપવામાં આવેલ છે.

  • દષ્ટિહીન-અસ્થિવિષયક-શ્રવણમંદ-મંદબુદ્ધિના તમામ ભાઈઓ-બહેનોને ઓળખપત્ર જે તે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રી તરફથી જ આપવામાં આવે છે.
  • આ ઓળખપત્ર જરૂરિયાતના પ્રસંગે રજૂ કરી વિવિધ યોજનાઓનો લાભ પણ મેળવી શકાય છે.
  • જિલ્લાની સિવિલ હોસ્પિટલના સર્જન તરફથી અપાતા વિકલાંગતાના દાખલામાં વ્યક્તિ કેટલા ટકા વિકલાંગ છે તેનો ઉલ્લેખકરવામાં આવે છે અને તે ઉપરથી મેળવેલ લેમિનેશન કરાવેલ ઓળખકાર્ડ અનુસાર નીચે મુજબ લાભ અપાય છે.

લાભ કોને ના મળે:

  • માન્ય વિકલાંગતા સિવાયના લાભાર્થીને લાભ મળવાપાત્ર રહેશે નહીં: વિકલાંગ હોવા અંગેનું ઓળખપત્ર મેળવવા માટેનું નિયત છાપેલું “અરજી ફોર્મ જે તે જિલ્લામાં આવેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી પાસેથી મેળવવાનું રહે છે. જે વિના મૂલ્ય આપવામાં આવે છે. નિયત અરજી ફોર્મમાં માગેલ વિગતો ભરી, તે સાથે ઉપરના દાખલાઓની પ્રમાણિત નકલો બીડવી.
  • આ ફોર્મ પોતાના સંબંધિત જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાથી લેમિનેશન કરાવેલું ફોટા સાથેનું ઓળખપત્ર વિના મૂલ્ય આપવામાં આવશે. તેમાં અરજદારનું નામ, સરનામું, જન્મ તારીખ, અભ્યાસ, લોહીનું ગૃપ, વિકલાંગતાનો પ્રકાર, તેની માત્રા અને ઓળખનું ચિહ્ન તેમજ અન્ય વિગતો દર્શાવવામાં આવે છે.

ગુજરાતની હદમાં એસ.ટી. બસમાં મુસાફરીના મળતા લાભ :

સરકાર દ્વારા તા. ૨૧-૪-૨૦૧૬ના ઠરાવથી, આ તારીખથી અમલમાં આવે તે રીતે નીચેની સવલતો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

  1. વિકલાંગોએ દર પાંચ વર્ષે વિકલાંગ ઓળખપત્ર રીન્યુ કરાવવું પડે છે તેમાં સુધારો કરીને તેમને હવે કાયમી ધોરણે વિકલાંગઓળખપત્ર આપવામાં આવશે.
  2. વિકલાંગ વ્યક્તિની આવકમર્યાદાની જોગવાઈ રદ કરવામાં આવી છે.
  3. વિકલાંગોને હાલ ફક્ત સાદી અને એક્સપ્રેસ બસમાં જ વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળે છે તેના બદલે ગુર્જરનગરી,ઈન્ટરસિટી, લક્ઝરી અને વોલ્વો બસ સહિત તમામ પ્રકારની બસોમાં મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
  4. ૪૦% કે તેથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને આ યોજનાનો લાભ મળશે તથા ૭૦થી ઓછાબુદ્ધિઆંકવાળી માનસિક પડકારિતા ધરાવતી વિકલાંગ વ્યક્તિને તથા તેના સહાયકને પણ વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળશે.
  5. હાલ અંધ કે મુક-બધિર વ્યક્તિના કિસ્સામાં ફક્ત ૧૦૦ ટકા અંધત્વ કે ૧૦૦ ટકા મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને જ યોજનાનો લાભ મળે છે, તેમાં સુધારો કરી હવે તીવ્ર વિકલાંગતા ધરાવતી એટલે કે ૮૦ ટકા કે તેથી વધુ અંધત્વ કે ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળશે.
  • ૮૦ ટકા કે તેથી વધુ દૃષ્ટિ વિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
  • ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પોતાને વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. પરંતુ તેના સહાયકને લાભ મળવાપાત્ર રહેશે નહીં.
  • ૭પ ટકાથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. જ્યારે તેના સહાયકને ટિકિટભાડામાં ૫૦ ટકા રાહત મળવાપાત્ર રહેશે.
  1. નવું ઓળખપત્ર ન મળે ત્યાં સુધી હાલના ઓળખપત્રો ઉપર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો અમલતા. ૨૧-૪-૨૦૧૬થી કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરીમાં મળતા લાભ:

  • વિકલાંગોને લઘુત્તમ દરની ટિકિટથી મુસાફરીનો લાભ
  • શ્રવણમંદ વ્યક્તિઓને પ્રવાસ ભાડામાં ૫૦ ટકા રાહત
  • દષ્ટિહીન વ્યક્તિઓને વિના મૂલ્ય મુસાફરીનો લાભ છે.

અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝનોને AMTSની બસની મુસાફરીમાં મળતો લાભઃ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિસ્તારોમાંરહેતા અને ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને મ્યુનિસિપલ બસ ભાડામાં નીચે મુજબ રાહત આપવામાં આવેછે. આ માટે વડીલોને ફોટા સાથેનું “ઓળખપત્ર આપવામાં આવે છે.

  1. ૭૫ વર્ષથી ઉપરના માટે – વિના મૂલ્ય (ફ્રી) મુસાફરીનો લાભ (૨) ૬૫ વર્ષથી ઉપરના માટે – ૫૦ ટકાની રાહત (પ્રવાસ ભાડામાં). આ માટે લાલ દરવાજા, નહેરૂબ્રિજ પાસે, ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા પાસે આવેલી AMTSની કચેરી પરથી માર્ગદર્શન મેળવવું. ઓળખપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના રહેશે.

(૧) અસલ રેશનકાર્ડ, (૨) ઉંમરના પુરાવા માટે નીચેના પૈકી કોઈ એક આધાર રજૂ કરવાનો રહેશે.

  • જન્મ નોંધણી પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • મતદાર ઓળખપત્ર
  • સોગંદનામું - જો ઉંમરનો દાખલો ન હોય તો સિવિલ સર્જન પાસેથી મેળવેલો ઉંમરનો દાખલો. આ ઓળખપત્રનો મ્યુનિસિપલ કોર્પોરેશનની નીચેની બસોમાં ઉપયોગ કરી શકાશે નહીં.
    • મનપસંદ પ્રવાસ યોજનાની બસમાં.
    • ધાર્મિક પ્રવાસ યોજનાનીબસમાં
    • લકઝરી બસ સેવામાં

રેલવે દ્વારા મુસાફરીમાં મળતા લાભ :

નીચેની વ્યક્તિઓને રેલવે મુસાફરી દરમિયાન રેલ ભાડામાં રાહતનો લાભ આપવામાં આવે છે.

વ્યક્તિઓની કક્ષા

રાહતનું ધોરણ

 

સિંગલ પ્રવાસ ટિકિટ

સિઝન પ્રવાસ ટિકિટ

 

I ક્લાસ IIસ્લીપર ક્લાસ

I ક્લાસ Iક્લાસ

વિકલાંગ પેરાપ્લેજિક વ્યક્તિઓ અનેતેના

સાથીદાર, કોઈ પણ હેતુ માટેનો પ્રવાસ

૭૫ ટકા II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર

અને ૫૦% AC ૨ ટાયર અને ACIબંને માટે

૫૦%૫૦%

બંને માટેબંને માટે

માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિ, સંભાળ

લેનાર સાથી વ્યક્તિ સાથે, કોઈ પણ હેતુ માટે

૭૫%, II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર

અને ૫૦% AC ર ટાયર અને ACI બંને

૫૦%૫૦%

બંને માટેબંને માટે

શ્રવણમંદ વ્યક્તિઓ (બંને ક્ષતિઓ એક જ

વ્યક્તિમાં) એકલા અથવા સંભાળ લેનારવ્યક્તિ સાથે કોઈપણ હેતુ સર

૫૦%                             ૫૦%

બંને માટે                       બંને માટે

૫૦%    ૫૦%

બંને માટે   બંને માટે

દૃષ્ટિહીન વ્યક્તિ એક્લા અથવા સાથીવ્યક્તિ

માટેનો પ્રવાસ કોઈ પણ હેતુ માટે

૭૫%, II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર અને

૫૦% AC ર ટાયર અને AC I બંને માટે

૫૦%      ૫૦%

બંને માટે  બંને માટે

રેલવે કન્સેશન અંગેની સામાન્ય ટૂંકી માહિતી :

મેઈલ / એક્ષપ્રેસ ગાડીઓના મૂળ ભાડામાં જ રાહત મળવાપાત્ર છે. આરક્ષણ ફી, સુપરફાસ્ટ સરચાર્જ વગેરે પૂરાં ભરવાના થાય છે. આ રાહત માત્ર ટિકિટબારી કે આરક્ષણ કેન્દ્ર ઉપરથી જ પ્રમાણપત્ર રજૂ કર્યેથી મળશે. ચાલુ મુસાફરી દરમિયાન અધવચ્ચેથી રાહતનો લાભ મળી શકે નહીં. રાહતનો લાભ લેનાર પ્રવાસીએ પ્રવાસ દરમિયાન રાહત ટિકિટ, ઓળખપત્ર તબીબી પ્રમાણપત્ર જે હોય તે સાથે રાખવું પડશે. જ્યારે સિનિયર સિટિઝને ઉંમરનો પુરાવો સાથે રાખવાનો રહે છે.

આ રાહત પેસેન્જર ગાડીઓમાં મળવાપાત્ર નથી. શતાબ્દિ/રાજધાની/એક્સપ્રેસ ગાડીઓમાં પણ તા. ૧-૭-૨૦૧૧થી રાહતનો લાભ શરૂ કરેલ છે.

આ માટે વધુ જાણકારી મહત્ત્વના રેલવે સ્ટેશનો તથા જનરલ મેનેજર, આઈઆરસીએ, ચેમ્સફોર્ડ રોડ, નવી દિલ્હી પાસેથી અથવા રેલવેની વેબસાઇટ www.indianrailways.gov. and www.wr.railnet.gov.in ઉપરથી મળી શકે છે.

નોંધ : પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોમાં વિકલાંગ વ્યક્તિઓ માટે બે બેઠકો ઈયરમાર્ક કરવા બાબત.

હેન્ડિકેપ્ટ કન્સેશનલ ટિકિટ પર મુસાફરી કરતી શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે સ્લીપર કલાસમાં બે બેઠકો/બર્થ ઈયરમાર્ક કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ જે લોકો (1) ઓર્થોપેડિકલી હેન્ડિકેપ્ટ/પરા પ્લેજિક (૨) માનસિક રીતે નબળા (૩) દૃષ્ટિહીન અને (૪) સંપૂર્ણપણે શ્રવણમંદ (બંને ક્ષતિ એક સાથે એક જ વ્યક્તિમાં હોવી જોઈએ) હશે તેઓ તેમજ હેન્ડિકેષ્ઠ વ્યક્તિની જોડે મુસાફરી કરતી વ્યક્તિ પણ લઈ શકશે. આ બે બેઠકો/બર્થ માટેના રિઝર્વેશન ક્વોટા પશ્ચિમ રેલવેના તમામ રિઝર્વેશન કાઉન્ટરો પર ઉપલબ્ધ રહેશે. અમુક ટ્રેનોમાં ખાસ વિકલાંગો માટે અલગ ડબ્બો પણ જોડવામાં આવે છે.

વૃદ્ધો (સિનિયર સિટિઝન્સ) ને :

પ૮ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને

  • રેલવે ભાડામાં ૫૦ ટકા રાહત આપવામાં આવે છે
  • કોઈ પણ હેતુ માટે બધા વર્ગમાં.

૬૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોને

  • રેલવેભાડામાં ૪૦ ટકા રાહત આપવામાં આવે છે.
  • કોઈ પણ હેતુ માટે બધા વર્ગમાં.
  • રાજધાની / શતાબ્દિ | જન-શતાબ્દિ ટ્રેનમાં પણ

જે તે વ્યક્તિ રેલવેમાં અગાઉથી ટિકિટ આરક્ષિત કરાવે તો આપોઆપ આ લાભ અપાય છે. (આ લાભ તા.૧-૯- ૨૦૦૧થી સ્વૈચ્છિક કરેલ છે.) આ લાભ કરંટ બુકિંગ (ટિકિટ ખરીદતી વખતે જણાવવામાં આવે કે, હું સિનિયર સિટિઝન છું તો પણ લાભ મળશે.) રાહત દરે ટિકિટ મેળવનાર દરેક વ્યક્તિએ ટિકિટનું બુકિંગ કરાવતી વખતે ઉંમરનો કોઈ પુરાવો આપવો પડશે નહીં, પરંતુ મુસાફરી કરતી વખતે પોતાની ઉંમરનો પુરાવો (દસ્તાવેજી સાબિતી) ટિકિટ ચેકર માંગે ત્યારે બતાવવાનો રહેશે. દા.ત., આઈડેન્ટિટી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થાઓ જેવી કે, પંચાયત | કોર્પોરેશન | મ્યુનિસિપાલિટીએ આપેલ સર્ટિફિકેટ (રેલવે કાયદા અંતર્ગત દંડને ટાળવા પ્રવાસ દરમ્યાન વય અંગેની દસ્તાવેજી સાબિતી સાથે રાખવી જરૂરી છે.

યુનિક નંબરવાળું કાર્ડઃ રેલવે મુસાફરી કરતાં વિકલાંગ વ્યક્તિઓને યુનિક નંબરવાળું આઈડી કાર્ડ આપવામાં આવશે. જેના થકી તેઓ ઓનલાઈન બુકિંગમાં પણ ટિકિટ ઉપર કન્સેશન મેળવી શકશે. આ અંગે સિનિયર ટ્રીબ્યુનલ કોમર્શિયલ મેનેજર, વેસ્ટર્ન રેલવે, અમદાવાદને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે. જેની સાથે રેલવે કન્સેશનનું અરજદારના ફોટા સાથેનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર, સિવિલ હોસ્પિટલના વિકલાંગતા દાખલાનું પ્રમાણપત્ર, જરૂરી પ્રમામપત્રો, સરનામાનો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ | ઓળખપત્ર ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ) તથા બે પાસપોર્ટ સાઈઝના ફોટા આપવાના રહેશે. અસલ પ્રમાણપત્રો રૂબરૂ બતાવી દરેકની ઝેરોક્ષ નકલ આપવાની રહેશે.

  • રેલવેમાં હવે એકલા મુસાફરી કરનાર દિવ્યાંગોને કન્સેશનનો લાભ મળશે. જે નિયમનો અમલ તા. ૧૫-૬-૧૬થી શરૂ થઈ ગયો છે. અગાઉ દિવ્યાંગ સાથે સહપ્રવાસી હોય તો જ કન્સેશનનો લાભ મળતો હતો.
  • તાજેતરમાં રેલવેએ દિવ્યાંગો માટે કોચની લંબાઈ વધારવા તેમજ કોચના મુખ્ય દરવાજા પર રેમ્પ મૂકવાનો નિર્ણય લીધો છે. જેથી કોચમાં દિવ્યાંગો કોઈની મદદ વિના આરામથી જઈ શકશે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

દિવ્યાંગ વ્યક્તિઓને રેલવેનું પ્રમાણપત્ર આપવાના નિયમોમાં છુટછાટઃ

દેશના દિવ્યાંગ લોકોને રેલવેમાં મુસાફરી કરવા માટે, જરૂરી એવા પ્રમાણપત્ર ઈશ્ય કરવાના નિયમોમાં છુટછાટ આપી છે. વ્યક્તિને પ્રમાણપત્ર ઈશ્ય કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ તેના ઘરનું સરનામું બદલાયું હોય તો, તેવા સંજોગોમાં નવા સરનામાસાથે તે ટિકીટ માટે અરજી કરી શક્યું. આવી સ્થિતિમાં સંબંધિત વિસ્તારના ડી.આર.એમ.ની કચેરી, દિવ્યાંગ વ્યક્તિના નવા સરનામાનું વેરીફિકેશન કરશે અને ત્યારબાદ નવું ઓળખકાર્ડ ઈશ્ય કરશે. કાયમી વિકલાંગતા ધરાવતાં ર૬થી ૩૫ વર્ષની વયના દિવ્યાંગ લોકો ૧૦ વર્ષ માટેનું કન્સેશનલ સર્ટીફિકેટ ઈશ્ય કરવામાં આવે છે. આવી દિવ્યાંગ વ્યક્તિ જો ૩૫ વર્ષથી વધુ વયની હોય તો, તેમને આજીવન ઉપયોગમાં લઈ શકાય તેવું સર્ટીફિકેટ આપવામાં આવશે.

નોંધ : સિનિયર સિટિઝનો માટે ફક્ત અમદાવાદ રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર એક અલગ કાઉન્ટર (નં.૬) ની સુવિધા રાખવામાં આવી છે. (રેલવે સમયપત્રકમાં “રેલ ટ્રાવેલ કન્સેશન્સ” અંગેની વિગતો છાપેલી હોય છે. તેમાંથી વિગતો મળી શકશે. રેલવેનાં વિકલાંગો માટેનાં કન્સેશન્સ ફોર્મ વિકલાંગો માટે કામ કરતી સંસ્થાઓમાંથી અથવા મોટા રેલવે સ્ટેશનો ઉપરથી વિના મૂલ્ય મળી શકશે.)

વિમાની સેવામાં મુસાફરી માટે મળતા લાભ:

  • દષ્ટિહીન વ્યક્તિઓને એર ઇન્ડિયામાં સિંગલ જર્નીમાં ૫૦ ટકા કન્સેશન મળે છે. ઇન્ડિયન એરલાઈન્સની ધરેલું ઉડ્ડયનોમાં સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુને એક તરફી અથવા મૂળ સ્થળેથી મુસાફરી કરી, તે જ સ્થળેથી પાછા મૂળ સ્થળે આવવા માટે મૂળ ભાડામાં ૫૦ ટકા રાહત મળે છે. પરંતુ બીજા કોઈ દરોમાં કે એર લાઈન્સે જાહેર કરેલ સામાન્ય પ્રવાસીઓ માટેની રાહતનો આમાં સમાવેશ થશે નહીં. રાહત મેળવવા માટે અસલ પ્રમાણપત્ર બતાવીને, તેની પ્રમાણિત નકલ રજૂ કરવી પડે છે.

દૃષ્ટિહીન વ્યક્તિની દેખભાળ કરનાર કોઈ ન હોય તો, અગાઉથી હવાઈ મથકના અધિકારીને તે અંગેની જાણ કરવાથી એર હોસ્ટેસ કે અન્ય કર્મચારીની સહાય મળી શકશે.

દૃષ્ટિહીન વ્યક્તિ પોતાનો પાલતું તાલીમી કૂતરો સાથે લઈ જવા માંગતા હોય અને બીજા પ્રવાસીઓ વાંધો ન લે તો, કૂતરાના મોઢે કપડું બાંધી, પટ્ટાથી બાંધી તથા ભેજ શોષક ચાદર ઉપર સુવાડીને કેબિનમાં લઈ જઈ શકશે. તેનો કોઈ દર ભરવાનો રહેતો નથી. પણ તેને અલગ બેઠક મળશે નહીં.

-     કોઈપણ એરલાઈન અપંગ વ્યક્તિઓ કે હરીફરી શકવામાં અસમર્થ વ્યક્તિઓ અને તેમના સહાયક યંત્રો/ઉપકરણો, રક્ષક સાથીઓ અને માર્ગદર્શક કુતરાઓને લઈ જવામાં મનાઈ નહીં કરે.

-     એવા અપંગ વ્યક્તિ જેમની પાસે પ્રમાણપત્રના હોય તેમને પણ એરલાઈન્સ દ્વારા આવશ્યક સહાયતાની સાથે સાથે વ્હીલચેર, એમ્બેલિફટ વગેરે જેવા ઉપકરણ પણ આપશે.

૧૧. રાજ્ય સરકાર તરફથી વિકલાંગોને મળતી સાધન સહાય :

વિકલાંગ સાધન સહાય કોને મળે (તેની પાત્રતા) :

  1. ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ.
  2. દષ્ટિહીન વ્યક્તિ તેમજ શ્રવણમંદ વ્યક્તિ.
  3. ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  4. વિકલાંગતાનું ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.

આર્થિક સાધન સહાયમાં શું મળી શકે?

  1. વિકલાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવ, ઘોડી, (બુટ) કે કેલીપર્સ, ત્રણ પૈડાંવાળી સાયકલ, બે પૈડાંવાળી સાયકલ
  2. વિકલાંગ વ્યક્તિને સ્વરોજગારી માટે સાધન અપાય છે. જેમ કે, ચાર પૈડાંની લારી, સિલાઈ મશીન વગેરે.
  3. શ્રવણમંદ વ્યક્તિ માટે હિયરિંગ એઈડ તેમજ અન્ય સાધન સહાય.
  4. દષ્ટિહીન વ્યક્તિ માટે સંગીતના સાધનો બ્રેઈલ કીટ, ફોલ્ડીંગ સ્ટીકમંદ બુદ્ધિની વ્યક્તિ માટે એમ.આર. ચાઈલ્ડ કીટ
  5. અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી વિનામૂલ્ય મળે છે.
  6. અરજદારે અરજીપત્રકમાં વિગતો ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએ રજૂકરવાનું રહેશે.

અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા :

  1. વિકલાંગ ઓળખકાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  2. સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.
  3. વિકલાંગ વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય મેળવવા નિયત ફોર્મ ભરતાં જે-તે નાણાંકીય વર્ષમાંમંજૂર કરી સાધન આપવામાં આવે છે અને સ્વૈચ્છિક સામાજિકસંસ્થાઓના સૌજન્યથી વિકલાંગ વ્યક્તિને સાધનસહાય આપવામાં આવે છે. મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકને આપવામાં આવેલ છે.

વિકલાંગ લાભાર્થીઓને બે સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. (૧) એક સાધન વિકલાંગ વ્યક્તિની શારીરિક મુશ્કેલી દૂર કરવા માટે અને (૨) બીજા સાધન આર્થિક રીતે પગભર થવા માટે સ્વરોજગારી મેળવવા માટે). આમ બે સાધનો આપવાનું સરકારના તા. ૫-૭-૨૦૧૧ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે તથા સહાયની રકમ પણ તા. ૧૮-૪-૨૦૧૬ના ઠરાવથી રૂ. ૬OOO-00 થી વધારીને રૂ. ૧૦,૦૦૦-૦૦ નક્કી કરવામાં આવી છે તેમજ વય મર્યાદા ૧૬ વર્ષથી ૬૦ વર્ષની સુધીની હતી તેમાં સુધારો કરી તમામ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમની વિકલાંગતામાં રાહત થાય તે હેતુથી અથવા પુનઃસ્થાપનના હેતુથી સાધન સહાય આપવામાં આવે છે તેમાં વયમર્યાદાની જોગવાઈ દૂર કરવામાં આવેલ છે. (ઠરાવ તા. ૨૧-૫-૨૦૧૬)

પાંચ વર્ષ બાદ ત્રણ પૈડાંની સાઈકલ-સાધન બગડી કે તૂટી જાય તેવા સંજોગોમાં બીજી વખત સાધન સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની રકમની રોકડમાં ચૂકવણી થતી નથી. સાધન સ્વરૂપે જ આપવામાં આવી છે.

પોલિયોના દર્દીઓ માટે શસ્ત્રક્રિયા તથા સહાયની રકમમાં વધારો:

પોલિયોના દર્દીઓ માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજનામાં સહાયની રકમ ઓપરેશન તથા દવા ખર્ચ મળીને રૂ. ૨,OOO/- તથા કેલીપર્સના રૂ. ૧૫૦૦/- મળી કુલ રૂ. ૩, ૫00/-ની મર્યાદામાં સહાય કરવાની જોગવાઈ હતી હવે તેમાં તા. ૨૧-૭-૧૬ના ઠરાવથી સુધારો કરી સહાયની રકમમાં વધારો કરી ઓપરેશન તથા દવા ખર્ચ મળી રૂ. ૭,૦૦૦/- તથા કેલીપર્સના રૂ. ૩૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૦૦૦/-ની (અંકે રૂપિયા દશ હજાર)ની સહાય કરવામાં આવશે. આવક મર્યાદા જે હતી તે નાબુદ કરવામાં આવી છે. (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો ઠરાવ ક્રમાંક ... /૧૦૨૦૧૬/૩૯૧૪૨/છ-૧ તા. ૨૧-૫-૧૬)

ભારત સરકારના કલ્યાણ મંત્રાલય દ્વારા મળતી સાધન-સહાય :

જરૂરિયાતવાળા વિકલાંગોને ટ્રાઈસિકલ, વ્હીલચેર, કેલીપર્સ, કૃત્રિમ અવયવો, શૈક્ષણિક અને હલન-ચલનનાં સાધનો આપવામાં આવે છે. આ લાભ નીચેની સંસ્થાઓમાંથી તેમની પાસેના ઉપલબ્ધ ફંડની મર્યાદામાં મેળવી શકાય છે.

  1. અંધજન મંડળ, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫.
  2. વી વન સોસાયટી, ભૂમિજા કોમ્પલેક્ષ, મિશન ટ્રેનિંગ-કમ્પાઉન્ડની સામે, ફતેહગંજ, વડોદરા - ૨૯૦ ૦૦૨.
  3. મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલી બાગ, વડોદરા - ૧૮.
  4. કે.એલ. ઈન્સ્ટિટયૂટ ફોર ધ ડેફ, પ૧- વિદ્યાનગર, ભાવનગર - ૩૬૪ ૦૦૨

ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા રૂા.૧,૫૦૦ સુધીની કિંમતનાં નીચેનાં સાધનો મળી શકશે.

  1. ધોરણ-૧થી ૭ અને સેકન્ડરીમાં અભ્યાસ કરતા નેત્રહીન વિદ્યાર્થીઓને બ્રેઈલ કીટ (Brail Kit)નાં સાધન આપવામાંઆવે છે.
  2. અનુસ્નાતકમાં અભ્યાસ કરતા નેત્રહીન વિદ્યાર્થીને જુદું ટેપરેકોર્ડર અને બ્રેઈલ કીટ આપવામાં આવે છે.
  3. શારીરિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓને કેલીપર્સ, ઘોડી, સર્જિકલ બૂટ, કૃત્રિમ પગ અથવા કૃત્રિમ હાથ આપવામાં આવે છે.
  4. બંને પગથી વિકલાંગ વ્યક્તિને વ્હિલ ચેર ટ્રાઈસિકલ આપવામાં આવે છે.
  5. મૂક-બધિરને શ્રવણયંત્ર આપવામાં આવે છે.
  • વિકલાંગ વ્યક્તિ અથવા તેના વાલીની આવક મહિને રૂ.૧,૨૦૦/- કરતાં ઓછી હોય તો સાધન વિનામૂલ્ય મળશે.
  • વિકલાંગ વ્યક્તિ અથવા તેના વાલીની આવક મહિને રૂ.૧,૨૫૦/- થી રૂા.૨,૫૦૦/- સુધીની હોય તો ૫૦ ટકા રકમ ભરવાથી મળશે.

ઉપરોક્ત સહાય મેળવવા માટે સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહે છે. અરજી નીચે દર્શાવેલ વિગતો સાથે કરવી.

  1. વિકલાંગતા દર્શાવતો સિવિલ સર્જનનો દાખલો
    1. આવકનો પ્રમાણિત દાખલો
    2. બંને પગથી વિકલાંગ વ્યક્તિનો પોતાની વિકલાંગતા દર્શાવતો આખો ફોટો.
  • કોઈ પણ વ્યક્તિને સરકારી / અર્ધસરકારી કે ખાનગી સંસ્થાઓમાંથી ઉપરોક્ત સહાય ન મળી હોય તો જ આ લાભ મળશે.
  • ભારત સરકારના કલ્યાણ મંત્રાલય દ્વારા, આ યોજનાના હેતુઓ માટે, કંપનીના કાયદા મુજબ નોંધણી પામેલ કંપની, સોસાયટી, ટ્રસ્ટ અથવા સંસ્થા કે જેને માન્યતા આપવામાં આવેલ હોય તેવાઓએ અરજી કરવાની રહેશે. સંબંધિત કંપનીસોસાયટી | ટ્રસ્ટ | સંસ્થા દ્વારા સહાય માટેની સંપૂર્ણ ચકાસણી બાદ ઉમેદવારોની લાયકાત નક્કી કરશે અને ત્યાર બાદઉમેદવારને જે તે સાધનો ઉપરોક્ત મર્યાદા મુજબ ફાળવશે.

“માધ્યમિક તબક્કે વિકલાંગજનોના સંમિલિત શિક્ષણની કેન્દ્રીય પુરસ્કૃત યોજના' IEDSS :

પ્રસ્તાવના

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ અંતર્ગત ભારત સરકારે દૃષ્ટિની ક્ષતિ, શ્રવણમંદતા, મંદબુદ્ધિ, શારીરિક અક્ષમતા, શીખવાની અસમર્થતા તથા અન્ય વિવિધ વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવાનું સ્વીકાર્યું છે. વિકલાંગ વ્યક્તિઓના (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) અધિનિયમ - ૧૯૯૫ની કલમ ૨૬ (અ) અનુસાર વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ યથાયોગ્ય પર્યાવરણમાં શિક્ષણ પૂરું પાડવાની કાનૂની જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો છે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ભારત સરકારે સમગ્ર ભારતમાં સન ૧૯૮૬થી વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓ માટે ‘વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની સંકલિત શિક્ષણ યોજના IEDC નો અમલ કરેલ હતો. ૨૪ વર્ષના અમલ બાદ સંકલિત શિક્ષણને બીજા તકક્કામાં તબદીલ કરી માધ્યમિક તબક્કે વિકલાંગજનોની સંમિલિત શિક્ષણ યોજના (IEDSS)નો અમલ કરેલ છે. સર્વ શિક્ષા અભિયાન (એસએસએ)ની કેન્દ્રીય પુરસ્કૃત યોજનાએ ૨૦૧૦ સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્યાંકને કેન્દ્રસ્થ બાબત બનાવી. આ કાર્યક્રમ હેઠળ ૨૦ લાખ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓની નિશ્ચિત ઓળખ કરેલી છે અને ૬થી ૧૪ વર્ષની વયજૂથના ૧૫ લાખ ઉપરાંત વિકલાંગ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં નોંધવામાં આવેલાં છે. આવતાં વર્ષોમાં પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની નોંધણીમાં મોટો ઉછાળો આવવાની શક્યતા હોવાથી માધ્યમિક શિક્ષણની માંગમાં વધારો થશે. જેમાં વિકલાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓન એજ્યુકેશન (CABE જૂન - ૨૦૦૫)નો અહેવાલ માધ્યમિક શિક્ષણના સાર્વત્રિકરણની ભલામણ કરે છે. સાર્વત્રિક માધ્યમિક શિક્ષણનો સિદ્ધાંત સમાનતા, સામાજિક ન્યાય, સાર્વત્રિક પહોંચ તેમજ વિકાસને અભ્યાસક્રમલક્ષી બાબત બનાવવા પર ભાર મૂકે છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રાથમિક કક્ષાએ વિકલાંગ વિદ્યાર્થીઓને સમર્થન અપાતું હોવાને કારણે માધ્યમિક તબક્કે વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની યોજના દાખલ કરવી એ ઇચ્છનીય છે. ગુજરાત રાજ્યમાં અમલી વિકલાંગતા ધરાવતાં બાળકો માટેની IEDSS યોજના હેઠળ વિવિધ પ્રકારે વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પુનર્વસન તેમજ અન્ય સવલતો આપવા માટે બિન સરકારી સંગઠનો (NGO) કાર્યરત છે. પુનર્વસન ક્ષેત્રે સન (૧૯૮૬-૮૭)થી કાર્યરત બિનસરકારી સંગઠનો બહોળો અનુભવ ધરાવે છે તથા યોજનાના સચોટ અમલીકરણ અંગે ઉમદા ઉદાહરણ પૂરું પાડી શકે તેમ છે.

IEDSS એકમની રચના

વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટેની સંકલિત શિક્ષણ યોજનાના માળખારૂપે સંકલિત શિક્ષણ એકમની સ્થાપના શિક્ષણ વિભાગ દ્વારા સન ૧૯૯૨માં થઈ હતી. ૧, સપ્ટેમ્બર ૧૯૯૮થી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીમાંથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદમાં તબદીલ કરવામાં આવી. વર્ષ ૨૦૦૯માં જૂની યોજના (IEDC)ને બીજા તબક્કાની નવી યોજનામાં તબદીલ કરતાં જૂનાં સંકલિત શિક્ષણ એકમને નવા માળખારૂપે માધ્યમિક તબક્કે વિકલાંગજનોની સંમિલિત શિક્ષણ યોજના (IEDSS સેલ) પ્રસ્થાપિત કરવામાં આવ્યો.

સંમિલિત શિક્ષણ એટલે શું?

સંમિલિત શિક્ષણ એટલે જુદા જુદા પ્રકારની વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓ પોતાના ઘરથી નજીકની શાળામાં પોતાના માતા-પિતા કે વાલી રહેતા હોય તે વિસ્તારની નજીકની સામાન્ય શાળામાં, સામાન્ય બાળકો સાથે, સામાન્ય શિક્ષક અને વિશિષ્ટ શિક્ષકના સંકલનથી શિક્ષણ મેળવી શકે તે હેતુથી તેમને સક્ષમ બનાવવાની વ્યવસ્થા.

લક્ષ્ય

જુદી જુદી વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવો તથા ચાર વર્ષની માધ્યમિક શાળા (ધોરણ ૯ થી ૧૨)નું શિક્ષણ લેવાની તક પૂરી પાડવી.

લક્ષિત જૂથ

આ યોજનામાં પ્રાથમિક શાળાઓમાંથી બહાર પડતા તમામ ૧૪ વર્ષની વયના વિદ્યાર્થીઓ અને ૧૪ + થી ૧૮ + વયજૂથ (ધોરણ ૯ થી ૧૨)માં સરકારી, સ્થાનિક સંસ્થાની અને સરકારી સહાય મેળવતી શાળાઓમાં માધ્યમિક તબક્કામાં અભ્યાસ કરતાં અને વિકલાંગ વ્યક્તિઓનો ધારો - ૧૯૯૫ અને રાષ્ટ્રીય ટ્રસ્ટ ધારો - ૧૯૯૯ હેઠળ વ્યાખ્યા આપ્યા મુજબની એક અથવા વધુ વિકલાંગતા ધરાવતાં તમામ વિદ્યાર્થીઓને આવરી લેવાશે, અર્થાત્...

  • Blindness- દષ્ટિવિહીનતા
  • Low vision-અલ્પદૃષ્ટિ
  • Leprosy curred-સાજો થયેલ કુષ્ઠરોગી
  • Hearing impairment - શ્રવણક્ષતિ
  • Locomotor disabilities - હલનચલનની વિકલાંગતા
  • Mental retardation-મંદબુદ્ધિતા
  • Mental Illness-માનસિક માંદગી
  • Autism-સ્વલીનતા
  • Cerebral Palsy-મગજનો લકવો

અને પ્રસંગોપાત રીતે (૧) વાણી ક્ષતિ અને (૨) શીખવાની અસમર્થતા ધરાવતાં બાળકોને આવરી શકાશે.

વિકલાંગ બાળાઓ

વિકલાંગ વિદ્યાર્થિનીઓ માટે ખાસ ધ્યાન આપવામાં આવશે અને આ યોજના હેઠળ તેઓને માધ્યમિક શાળાનું શિક્ષણ મળે તેમ જ તેઓની સંભવિત સુષુપ્ત શક્તિઓને વિકસાવવા માટે માહિતી તથા માર્ગદર્શન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. વિકલાંગ બાળાઓને માધ્યમિક શિક્ષણ મેળવવાના પ્રોત્સાહનરૂપે માસિક રૂ. ૨૦૦/-નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

ઉદ્દેશ્યો

  • વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓને તેમની વિકલાંગતાના પ્રકાર મુજબનું શિક્ષણ, વિશિષ્ટ શિક્ષણ, ધ્વનિસહાય સાધનો, કેલીપર્સ, ટ્રાયસિકલ, ચશ્માં, લાકડી, વ્હીલચેર તેમજ જરૂરી ઉપકરણો અને સાધન સામગ્રીના લાભ અપાવવા મદદ કરવી.
  • વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓને ખાસ શિક્ષણ સહાય સેવાઓ પૂરી પાડવી, જેથી તેઓ સામાન્ય શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે સળરતાથી અભ્યાસ પૂર્ણ કરી શકે.
  • ખાસ શિક્ષકોને દૂરવર્તી અભ્યાસક્રમો અને સતત પુનર્વસન શિક્ષણ તાલીમ પૂરી પાડવી, જેથી તેઓ
  • વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓનાં શિક્ષણ તેમજ માતા-પિતાને માર્ગદર્શન અને પરામર્શની કામગીરી વધુ સારી રીતે કરી શકે. વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ શિક્ષકોને મદદરૂપ થઈ શકે તેવી તાલીમ શ્રેણી વિકલાંગતાના પ્રકારને ધ્યાનમાં લઈ તૈયાર કરવી.
  • IEDSS યોજનાનું અમલીકરણ કરવું અને તેનું નિરીક્ષણ કરવું અમલનું નિયંત્રણ કરવું તથા એક પણ વિદ્યાર્થી માધ્યમિકશિક્ષણ અને યોજનાના લાભ વગર રહી ન જાય તેવીઅસરકારકતા ઉપલબ્ધ કરવી.

યોજનાના લાભ :

  • તાલીમબદ્ધ ખાસ શિક્ષકોની સહાય - ૫ વિકલાંગ વિદ્યાર્થી દીઠ ૧ શિક્ષકના ગુણોત્તરમાં.
  • વિકલાંગ બાળકોને પ્રતિ વર્ષ નીચે મુજબની સહાય :
  • વિકલાંગ વિદ્યાર્થીની આકારણી તથા તબીબી પ્રમાણપત્ર
  • પુસ્તકો અને લેખનસામગ્રી-વિદ્યાર્થી દીઠ
  • ગણવેશ-વિદ્યાર્થી દીઠ
  • હલનચલનની વિકલાંગતાવાળાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ
  • ગંભીર શારીરિક ક્ષતિ ધરાવતાં વિદ્યાર્થીઓને એસ્કોર્ટ એલાઉન્સ
  • દૃષ્ટિની ખામી ધરાવતાં વિદ્યાર્થીઓ માટે વાચકભથ્થુ
  • ગંભીર વિકલાંગતાવાળાં વિદ્યાર્થીઓ માટે એટેન્ડન્ટ એલાઉન્સ
  • છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શુલ્ક દશ મહિના માટે – વિદ્યાર્થી દીઠ થેરાપી સેવા-જરૂરિયાત મુજબ વિદ્યાર્થી દીઠ
  • વિકલાંગતા ધરાવતાં વિદ્યાર્થીઓને મદદરૂપ ઉપકરણો જેવા કે ધ્વનિ સહાય સાધનો, ટ્રાયસિકલ, ચશ્માં, સ્ક્રીન રિડીંગ સૉફટવેર, સ્પીચ રીકગ્નીશન સૉફટવેર, ઑડિયોટેપ, ટોકિંગ બુક્સ, મોટા ચિત્રોવાળી ચોપડીઓ, વ્હીલચેર, હેટ, કાખઘોડી વગેરે.

અન્ય ઘટકોરૂપે નીચે મુજબ સહાય આપવામાં આવે છે ?

  • ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક વિદ્યાર્થદીઠ વાર્ષિક રૂા.૬૦૦/-ની સ્કૉલરશીપ
  • તાલુકા કક્ષાએ આવેલા રિસોર્સ રૂમ અને સાધનોનો ઉપયોગ (B.R.C. મુકામે)
  • વિશિષ્ટ શિક્ષકો અને સામાન્ય શિક્ષકોને તાલીમ
  • શિક્ષકો, વાલીઓ, આચાર્યોનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ
  • કમ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ

૪૦% કે તેથી વધુ વિકલાંગતા, દષ્ટિહીનતા, અલ્પદષ્ટિ, મૂકબધિર અને મંદબુદ્ધિની અસર ધરાવતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ શિક્ષકો મારફત સંમિલિત શિક્ષણનું કાર્ય IEDSS - RMSA કચેરી દ્વારા કરવામાં આવે છે.

ગુજરાતની પ૩ જેટલી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સરકારની સહાયથી અંદાજે ૧૦ હજાર વિકલાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ-સાધન-સામગ્રીનો લાભ મેળવી રહ્યાં છે. આ અંગે વિકલાંગ બાળકોના વાલીઓને વધુ માર્ગદર્શનની આવશ્યકતા હોય. વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક સાધવા વિનંતી.

જે તે જિલ્લામાં આવેલી જિલ્લા શિક્ષણ અને અધિકારીની કચેરીમાં કાર્યરત ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેટરIEDSS

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનની કચેરીમાં કાર્યરત IEDSS સેલ

સેક્ટર-૧૨, સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર, કેમ્પસ. ગાંધીનગર. ફોન : (૦૭૯) ૨૩૨૪૨૭૯૨-૯૩

૧૫. સર્વ શિક્ષા અભિયાન મિશન - આઈ.ડી.ડી. : -

  • શિક્ષણનો અધિકાર
  • સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે
  • સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાતવાળા (વિકલાંગ) બાળકોની કામગીરીની વિગતો :

સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ૬ થી ૧૪ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત, ફરજિયાત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. આ માટે આપની આસપાસના વિસ્તારમાં શાળામાં કદી ન ગયેલ. શાળામાંથી ધો-૮ પૂર્ણ કર્યા સિવાય શાળા છોડી ગયેલ, વિશિષ્ટ જરૂરિયાતવાળા (વિકલાંગ) સહિતનાં તમામ બાળકોનું નામાંકન શિક્ષણનું સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવાનું છે.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો નીચે મુજબ છે.

  • સર્વેઃ દર વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ માટે શાળા કક્ષાએથી શાળા વ્યવસ્થાપન સમિતિ સ્થાનિક તંત્ર અને તાલુકા કક્ષાના પ્રોજેક્ટ સ્ટાફ દ્વારા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ કરવામાં આવે છે આ ઉપરાંત ઓકટોબરની સ્થિતિએ ડાયસ ડેટા પણ એકત્રિત કરવામાં આવે છે. જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોની વિગતો મેળવવામાં આવે છે.
  • શાળા પ્રવેશ : સર્વેમાં ઓળખ થયેલ શાળા બહારનાં વિશિષ્ટ જરૂરિયાતવાળા તમામ બાળકોની પ્રવેશોત્સવ દરમિયાન વયના કક્ષાના મુજબના ધોરણમાં નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.
  • પુસ્તકોઃ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ ધોરણ ૫ થી ૮ના બાળકોને બ્રેઈલ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. તેમજ લો-વિઝન બાળકોને લાર્જ પ્રિન્ટ પુસ્તકો / મેગ્નિફાઈ લેન્સ આપવામાં આવે છે.
  • ટ્રાન્સપોર્ટ / એસકોર્ટ એલાઉન્સ : ધોરણ-૧ થી ૮ના બહુવિધ વિકલાંગતા ધરાવતા બાળકોને શાળામાં નિયમિત આવે તે માટે હાજરીના ધોરણે બાળકના વાલીના ખાતામાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા બજેટ જોગવાઈ મુજબ ફાળવવામાં આવે છે.
  • રીસોર્સ રૂમઃધોરણ-૧ થી ૮ની શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને તાલુકા કક્ષાના રીસોર્સ રૂમોમાં અઠવાડિયામાં એક દિવસ, તજજ્ઞો દ્વારા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને થેરાપી. (દા.ત. સાયકોલોજિસ્ટ, ફિઝિયોથેરાપીસ્ટ) અને માર્ગદર્શન આપવામાં આવે છે.
  • સાધન સહાય :જે તે વર્ષની બજેટ જોગવાઈ મુજબ વિશિષ્ટ જરૂરિયાતવાળા ધોરણ-૧ થી ૮નાં બાળકોને તાલુકાવાર આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને એસેસમેન્ટ કરવામાં આવે છે અને સાધન સહાય આપવામાં આવે છે.
  • વાલી/ એસ.એમ.સી. તાલીમ : વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના વિકાસ માટે તેમજ જરૂરી સંકલન માટે એસ.એમ. સી.ના સભ્યો અને બાળકોનાં વાલીઓની તાલુકા કક્ષાના રીસોર્સ રૂમ ખાતે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવે છે. જેમાં વાલીને, આરોગ્ય, થેરાપી, સમાજિકરણ જેવા વિષયોની તાલીમ આપવામાં આવે છે.
  • શિક્ષક તાલીમ : પ્રાથમિક શાળાઓમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા ધોરણ-૧ થી ૮નાં બાળકોનું સમાવેશન વધે તે માટે શિક્ષકોને તબક્કાવાર બાળકોની સંખ્યા મુજબ અભ્યાસક્રમ, વર્ગ વ્યવહારની તાલીમ આપવામાં આવે છે.
  • વિશિષ્ટ દિવસની ઉજવણી : વિશિષ્ટ જરૂરિયાતવાળા ધોરણ-૧ થી ૮ના બાળકોનું સમાવેશન વધે તે માટે સફળ વિકલાંગોને લાગતા જુદા-જુદા દિવસો (બ્રેઈલ દિવસ, વિશ્વ વિકલાંગ દિવસ, સ્પેશિયલ ખેલ મહાકુંભ)ની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવે છે.
  • કરેક્ટિવ સર્જરી: આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને જરૂરિયાતવાળા બાળકોની માયનોર કરેકિટવ સર્જરી કરાવવામાં આવે છે.
  • ટોલ-ફ્રી હેલ્પલાઈન: વાલી, બાળકો, શિક્ષકોના માર્ગદર્શન માટે રાજ્ય કચેરી અને જિલ્લાની તમામ કચેરી ખાતે ટોલફ્રી હેલ્પલાઈન સેવા શરૂ કરેલ છે. રાજય કચેરીનો નંબર : ૧૮૦૦-૨૩૩-૭૯૬૫ છે.

સર્વ શિક્ષા અભિયાન મિશન અન્વયે રાજ્યભરમાં વિકલાંગ બાળકોને શિક્ષણ આપીને, સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ, સર્વ શિક્ષા અભિયાન મિશન (એસ.એસ. એમ.એ.) સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ ગુજરાત રાજય, (ફોન : ૦૭૯-૨૩૩૫૦૬૯, ૨૩૨૩૪૯૩૯, ફેક્સ : ૦૭૯૨૩૨૩૨૪૩૬) દ્વારા થઈ રહ્યો છે.

૧૬. વિકલાંગો માટેની ખાસ શાળાઓ/સંસ્થાઓ :

વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે ગુજરાત સરકારે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ દાખલ કરી છે, જેથી વિકલાંગ વ્યક્તિ શિક્ષણ, તાલીમ મેળવી સમાજમાં માનભેર જીવી શકે. તેઓના આરોગ્ય માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.

વિવિધ પ્રકારનાં વિકલાંગો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે. વિકલાંગોને સંસ્થાગત રીતે તાલીમ અને શિક્ષણ આપવા હાલમાં ૧૩૫ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓને અનુદાન આપવામાં આવે છે, જેમાં પગારના ૧૦૦ ટકા તથા અન્ય નિભાવ ખર્ચ માટે ૯૦ ટકા અનુદાન આપવામાં આવે છે. આ ઉપરાંત ૧૦ જેટલી સંસ્થાઓ અનુદાન સિવાય પોતે સ્વૈચ્છિક ધોરણે કાર્યરત છે અને ૧૧ સંસ્થાઓ સરકાર મારફતે ચલાવવામાં આવે છે.

મોટી ઉંમરની માનસિક પડકારીતાવાળી મહિલાઓ માટે રાજ્યમાં ચાર સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે.

ઈ-લર્નિંગ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સ્કૂલ

૩૩ શાળાઓને ઈ-લર્નિંગ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ  સ્કૂલ બનાવવા બાબતનો રૂ. ૨૪૭.૫૦ લાખનો પ્રોજેક્ટ:

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગને સમાંતર ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ ઈ-લર્નિંગ પ્રોજેક્ટ હેઠળ સમાજ સુરક્ષા ખાતાની ૩૩ વિકલાંગ કલ્યાણની શાળાઓને સ્માર્ટ શાળા તરીકે તૈયાર કરવાનું નક્કી થયેલ છે. સ્માર્ટ શાળાકીય અભિગમ દ્વારા વર્ગ ખંડમાં ઈન્ટરએક્ટિવ વાતાવરણ તૈયાર કરીને વિકલાંગ બાળકોને સંપૂર્ણ રીતે સ્વનિર્ભર બનાવવા માટે અને તેના વ્યક્તિત્વના સંપૂર્ણ ઘડતર માટે સ્માર્ટ શાળાઓ અગત્યનો ભાગ ભજવી શકે છે. જેના દ્વારા બાળકનો સર્વગ્રાહી વિકાસ ઝડપથી સાધી શકાય છે. તેમજ વિકલાંગ બાળકો જેવા કે અસ્થિવિષયક વિકલાંગ, મુક-બધિર-અંધ વગેરે માટે ખાસ ડિઝાઈન કરેલ શૈક્ષણિક સામગ્રી ઈ-કન્ટેન્ટ દ્વારા શિક્ષણ પૂરું પાડીને વિકલાંગ બાળકને ઝડપથી સમાજના સાંપ્રત પ્રવાહમાં ભેળવી શકાય છે.

સમાજ સુરક્ષા ખાતા હસ્તક વિકલાંગ કલ્યાણની ૧૩૫ શાળાઓ હાલ કાર્યરત છે જે પૈકીની ૩૩ શાળાઓને ચાલુ વર્ષે સ્માર્ટ શાળાઓ તરીકે રૂપાંતરીત કરવાની નવી બાબત વંચાણે લીધેલ પાત્રતાથી નિયામકશ્રી, સમાજ સુરક્ષાએ દરખાસ્ત કરેલ હતી. જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

પુખ્ત વિચારણાને અંતે સમાજ સુરક્ષા ખાતાની વિકલાંગ કલ્યાણ યોજના હેઠળની-૩૩ શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ ઈ-લર્નિંગ પ્રોજેક્ટ માટે શાળા દીઠ રૂ. ૭.૫૦ લાખ લેખે અનુદાન આપવા અંગેની રૂ. ૨૪૭.૫૦ લાખની ઉપરોક્ત નવી બાબતને નીચેની શરતોએ વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

  1. આ અંગેનો ખર્ચ તા. ૧-૪-૨૦૧૬ પછી કરવાનો રહેશે. અને જે તે વર્ષની બજેટ જોગવાઈ અને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે.
  2. પ્રસ્તુત દરખાસ્ત સંદર્ભે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા જરૂરિયાત પ્રમાણે આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઈ કરાવી લેવાની રહેશે.
  3. આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખતના લાગુ પડતા ઠરાવો પરિપત્રો અને જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનો રહેશે.

વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓએ નોંધણી (રજિસ્ટ્રેશન) કરાવવા બાબત :

વિકલાંગ (સમાન તકો અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો-૧૯૯૫ની કલમ-૫૧“નોંધણી પ્રમાણપત્રને સુસંગત હોવા સિવાય કોઈ વ્યક્તિએ વિકલાંગ માટેની સંસ્થા સ્થાપવી કે ચલાવવી નહિ”તેવી જોગવાઈ હોઈ સંસ્થાના સંચાલકોએ નોંધણી પ્રમાણપત્ર મેળવવા નિયત નોંધણી ફોર્મ નંબર-૪ જે-તે જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કે સમાજસુરક્ષા નિયામકશ્રીની કચેરી, જુના સચિવાલય, ગાંધીનગર પાસેથી મેળવી, માંગેલ વિગતો ભરી (બે નકલમાં) પોતાના જિલ્લાના, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આપવાનું રહેશે. ત્યાર બાદ વિગતોની ચકાસણી કરી, સ્થળ તપાસ કરી, નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે.

શૈક્ષણિક સંસ્થાઓમાં વિકલાંગો માટે પ્રવેશમાં ૩ ટકા બેઠકો અનામત :

શિક્ષણ વિભાગના તારીખ : ૧૦-૭-૨૦૦૧ના ઠરાવ નં. પરચ - ૧૫-૨૦૦૧-૧૧૭-રથી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નીચે પ્રમાણેની વિકલાંગતા અનુસાર પ્રત્યેકની એક એક ટકા લેખે કુલ-૩ (ત્રણ) ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

  1. અંધત્વ અથવા અલ્પ દૃષ્ટિ
  2. મૂક બધિરની ખામી (બહેરા-મૂંગા)
    1. અસ્થિ વિષયક વિકલાંગ અથવા મગજનો લકવો (મંદ બુદ્ધિ)

ભારત સરકારના ધારાને અનુરૂપ હવે શારીરિક ક્ષતિ ત્રણ પ્રકારમાં વહેંચી તેની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં એક કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર ન મળે અને અન્ય કેટેગરીની વિકલાંગ ઉમેદવાર મળે કે જે ઉમેદવારોની વિકલાંગતા તેમના સમગ્ર અભ્યાસ કાળ દરમ્યાન શૈક્ષણિક કામગીરી માટે અવરોધક બને તેમ ન હોય તેવા ઉમેદવારથી જગ્યા ભરી શકાય. આમ કુલ ૩ ટકાની મર્યાદામાં રહીને એક કેટેગરીની અનામતને બીજી કેટેગરીની અનામતમાં અરસ-પરસ અદલા બદલીથી ભરી શકાશે. આ રીતે અનામતની ઈન્ટર ચેન્જબિલિટીથી વિકલાંગ માટે પ્રવેશમાં ત્રણ ટકાનું પ્રતિનિધિત્વ કાયમ જળવાઈ રહે. આ અંગેનો સ્વયં સ્પષ્ટ ઠરાવ પાન ૧૫૬ ઉપર જોવા વિનંતી આશ્રમ શાળાઓમાં પણ ત્રણ ટકા જગ્યાઓ અનુ. જનજાતિના વિકલાંગો માટે અનામત રાખવા આદિજાતિ વિકાસ વિભાગે તા.૨૧-૮-૦૬ના ઠરાવ ક્રમાંક એસએસ/૨૦૦૬ ૯૯/ઘથી જોગવાઈ કરી છે.

અમદાવાદ સહિત દેશભરમાં પ્રજ્ઞાચક્ષ ઉમેદવારો માટે NETના પ્રશ્નપત્રો બ્રેઈલ લિપિમાં :

સુપ્રિમકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા યુસીને આદેશ કરીને અંધજનો માટે ખાસ બ્રેઈલલિપી આધારીત પેપરો તૈયાર કરવાનો ઓર્ડર કર્યો હતો, જેને પગલે યુજીસી દ્વારા પ્રથમવાર બ્રેઈલ લિપિમાં ૪૪ વિષયોમાં અંગ્રેજી અને હિન્દી ભાષાના પેપરો તૈયાર કર્યા હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સેન્ટરમાં પ૨૭૭ સહિત રાજ્યમાંથી અંદાજે લાખથી વધુ ઉમેદવારોએ નેટ પરીક્ષા આપી હતી.

સુપ્રિમના આદેશને પગલે યુજીસીએ ૪૪ વિષયોમાં બ્રેઈલ લિપિ પેપરો તૈયાર કર્યા: ગુજરાત યુનિ. ખાતેથી પર૭૭ ઉમેદવારોએ પરીક્ષા આપી.

હવે અંધ ઉમેદવારો પણ આસિ. પ્રોફેસર બની શકશે :

અત્યાર સુધી દેશની ઉચ્ચ શિક્ષણની કોલેજોમાં અને અંધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અંધ ઉમેદવારો નહીં જોવા મળ્યા હોય પરંતુ હવેથી કોલેજોમાં વિદ્યાર્થીઓને અંધ પ્રોફેસરો પણ ભણાવતા નજરે પડશે. કારણ કે યુજીસી દ્વારા બ્રેઈલ લિપિ આધારીત પેપરો તૈયાર કરતા હવે અંધ ઉમેદવારો પણ સરળતાથી નેટ આપી શક્યું અને આ પરીક્ષા પાસ કરતા તેઓને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની તક મળી શકશે. અંધ ઉમેદવારો માટે ખરેખર તેમના જીવનની આ એક મોટી ઉપલબ્ધિ હશે.

પ્રત્યેક વિકલાંગ બાળકને ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી નિઃશૂલ્ક શિક્ષણ :

વિકલાંગ ધારો, ૧૯૯૫ના અમલના અનુસંધાને રાજયની સામાન્ય પ્રાથમિક, માધ્યમિક અને અવૈધિક શિક્ષણ આપતી શાળાઓ વિકલાંગ ધારાની કલમ - ૨૬ (એ) મુજબ પ્રત્યેક વિકલાંગ બાળકને ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી નિઃશૂલ્ક શિક્ષણ મેળવવાની સરકારની મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગનો તારીખ : ૨૦-૧૦-૯૯નો ઠરાવ ક્રમાંક : આઈઈડી૧૨૯૯-૧૯૬૨-ન. પાન નં. ૧૫૮ ઉપર જોવા વિનંતી)

વિકલાંગ વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિ’ની યોજના :

ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા ખાતા દ્વારા પ્રતિ વર્ષ વિકલાંગ, દ્રષ્ટિહીન, શ્રવણમંદ તથા મંદબુદ્ધિના વિદ્યાર્થીઓને વિકલાંગ શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવે છે. દર વર્ષે જૂન મહિનામાં દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી વિકલાંગ વિદ્યાર્થીઓ પાસેથી વિકલાંગ શિષ્યવૃત્તિ યોજના અન્વયે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

વિકલાંગ શિષ્યવૃત્તિ (ધો. ૧થી ૭ના તથા ૮થી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)

  1. નિયત અરજી ફોર્મ મેળવવા માટે અરજદાર વિદ્યાર્થી/સંસ્થાએ વિદ્યાર્થી જે શાળા/ સંસ્થા/ કોલેજમાં અભ્યાસ કરતા હોયતે સંસ્થાના લેખિત આધાર રજૂ કરવાથી સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી વિનામૂલ્યમળી શક્યું. તેમજ જે તે વર્ષમાં ભરેલા ફોર્મ મોડામાં મોડા તા. ૩૧મી ઓગસ્ટ સુધીમાં તે જ  કચેરીને પરત કરવાના રહેશે.
  2. ધો. ૧થી ૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભરેલ અરજીફોર્મ શાળાએ તેઓની પગાર કેન્દ્ર શાળા મારફતે તથા ધોરણ-૮ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અરજી ફોર્મ જે તે સ્કૂલ/કોલેજ સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને મોકલી આપવાના રહેશે.

વિકલાંગ શિષ્યવૃત્તિ નીચે મુજબ મળવાપાત્ર રહેશે.

અભ્યાસનું ધોરણરકમ

રૂ.

ધો. ૧થી ૭

૧૦૦૦/-

ધો.૮થી ૧૨ અને સમકક્ષ આઈ.ટી.આઈ.

૧૫૦૦/-

હોસ્ટેલમાં રહેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૨૦૦૦ /-

બી.એ., બી.એસ.સી., બી.કોમ. અને સમક્ષ ડિગ્રી અભ્યાસક્રમ

૨૫૦૦/-

હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૩૨૫૦/-

બી.ઈ. બી.ટેક. એમબીબીએસ/એલએલબી / બી.એડ., ડિપ્લોમા ઈન પ્રોફેશનલ એન્ડ એજી. સ્ટડી વગેરે ઈન પ્લાન્ટ ટ્રેનિંગ

૩૦૦૦/-

હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૪૦૦૦/-

એમ.એ./એમ.એસ.સી એમ.કોમ., એલ.એલ.બી. એમ.એડ

૩૦૦૦/-

હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે

૪૦૦૦/-

અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ

૧૦૦૦/-

અગાઉની શિષ્યવૃત્તિ યોજનામાં વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદાની જોગવાઈ હતી તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા. ૧૧-૧૨-૧૫ના ઠરાવથી વિકલાંગ શિષ્યવૃત્તિ યોજનામાં મુખ્યમંત્રીશ્રી સ્વાવલંબન યોજનાના ધોરણે વિકલાંગ બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં વિકલાંગ વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવકની મર્યાદાની શરત નાબૂદ કરવામાં આવેલ છે.

વિકલાંગ શિષ્યવૃત્તિ મેળવવાની પાત્રતા :

  1. અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીની વિકલાંગતાની ટકાવારી ૪૦ ટકાથી ઓછી ન હોવી જોઈએ. દષ્ટિહીન ૮૦%,મુકબધિર ૭૧ ડેસીબલ તથા માનસિક પડકારીતા ૫૦-૭૦ બુદ્ધિ આંક ધરાવનારને શિષ્યવૃત્તિ મળવાપાત્ર.
  2. છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણથી ઉત્તીર્ણ થયા હોવા જોઈએ.
  3. જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
  4. વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  5. વિકલાંગ શિષ્યવૃત્તિ જે તે વિદ્યાર્થીના બેંકના ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે.

વિકલાંગતા શિષ્યવૃત્તિના અરજીપત્રક મેળવવા અંગે :

  1. દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં ૧૫મી જૂન થી ૩૧મી ઓગસ્ટ સુધી મળવાપાત્ર છે અને સંપૂર્ણ રીતે ભરીનેઑગસ્ટના અંત સુધીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં પરત કરવાના હોય છે.
  2. અરજીપત્રકો શાળા, સ્કૂલ કે કૉલેજ દ્વારા લખાણ આપવાથી રીન્યુઅલ ફોર્મ કે ફ્રેશ ફોર્મ અરજીપત્રકો જિલ્લાસમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી વિના મૂલ્ય આપવામાં આવે છે.

વિકલાંગતા શિષ્યવૃત્તિ અરજીપત્રકો સાથે સામેલ કરવાના પુરાવા :

  1. વિકલાંગ વિદ્યાર્થીનું વિકલાંગતા ઓળખકાર્ડ તથા જે તે નિષ્ણાંત તબીબનું ટકાવારીનું પ્રમાણપત્ર.
  2. ગત વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામની પ્રમાણિત નકલ.
  3. અરજીપત્રકો જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા સંપૂર્ણ માહિતી સાથે મોકલવાના હોય છે.
  4. વિદ્યાર્થીના એસ.સી., એસ.ટી., બક્ષીપંચ કે સામાન્ય અલગ-અલગ પત્રક સાથે અરજીપત્રકો મોકલવા.

વિકલાંગ શિષ્યવૃત્તિ ક્યારે મળવાપાત્ર થતી નથી :

  1. વિકલાંગ વિદ્યાર્થી શાળા, સ્કૂલ, કૉલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય ત્યારે.
  2. અભ્યાસ છોડી દેવાથી.
  3. વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી.
  4. પછાત વર્ગ કે આદિજાતિની શિષ્યવૃત્તિ મેળવતા હોય તો અથવા સરકારી ખાતાની શિષ્યવૃત્તિ મેળવતા હોયતો.
  5. વિકલાંગ શિષ્યવૃત્તિ મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.

નીચેની જાહેરાત દૈનિક પેપરમાં આવેલી છે તે જાણ માટે

દિવ્યાંગજન વિદ્યાર્થીઓને અભ્યાસના અવસરે આપવા માટે સામાજિક ન્યાય અને અધિકાર રતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગે અભ્યાસના માધ્યમ દ્વારા તેમનું સશક્તિકરણ કરવાની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.

ક્રમ

યોજના

સામેલ અભ્યાસક્રમ

પ્રતિવર્ષ

શિષ્યવૃત્તિઓની

સંખ્યા

વાર્ષિક આવક

મર્યાદા

શિષ્યવૃત્તિની રકમ

અરજી કેવી રીતે કરવી

મેટ્રિક પહેલાની

શિષ્યવૃત્તિ

ધોરણ-૯ અને ૧૦

૪૬,OOO

રૂ. ૨ લાખ

અનઆવાસિય વિદ્યાર્થીઓ માટે ૩૫૦ રૂપિયા તથા આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૬૦૦ પ્રતિમાસ રખરખાવ ભથ્થા + પુસ્તક અનુદાન તથાપરિવહન ભાડું, રીડર ભાડું જેવા

ભથ્થાં

વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે તેઓરાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક શિષ્યવૃત્તિ www.scholarship.gov.inપોર્ટલ પર ઓનલાઈનઅરજી પ્રસ્તુત કરે.

મેટ્રિક ઉપરાંત

ધોરણ-૧૧થીમાસ્ટરી ડિગ્રીઅથવા ડિપ્લોમાકક્ષા

૧૬.૬૫૦

રૂ. ૨.૫ લાખ

જુદા જુદા વિષયોમાં સ્નાતકોતર,ગેર ડિગ્રી-ડિપ્લોમા, ડિગ્રીના ધોરણેવ્યવસાયિક અભ્યાસક્રમ ડિપ્લોમા

વગેરેમાં જુદી જુદી કિંમત હોય

છે. આવાસિય વિદ્યાર્થીઓ માટે

૩૮૦-૧૨00ની રેન્જમાં તથા અન્ય

આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ.

૨૩૦-૫૫૦ની રેન્જમાં + ટ્યૂશન

ફી, ભથ્થાં, પુસ્તક અનુદાન વગેરે

હોય છે.

ઉચ્ચ શ્રેણીઅભ્યાસ માટેશિષ્યવૃત્તિ

શ્રેષ્ઠતાના ૧૯૭

૧૬૦

રૂ. ૬ લાખ

આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ.૩૦૦૦, અને આવાસિય વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ સંસ્થાનોમાં માટે રૂ. ૧૫૦૦ પ્રતિમાસ રખરખાવભથ્થાં, રૂ. ૨૦૦૦ દિવ્યાંગતા ભથ્થુ, પુસ્તક અનુદાન રૂ. ૫૦૦૦ પ્રતિ વર્ષ,રૂ. ૨ લાખ સુધીની ટ્યુશન ફી

દિવ્યાંગજનો માટેરાષ્ટ્રીય ફેલોશિપ

એમફીલ/પીએચડી

૨૦૦

આવકની કોઈમર્યાદા નહીં

જેઆરએફ (પહેલાં બે વર્ષ)માટે રૂ. ૨૫૦૦૦ પ્રતિમાસતથા એસઆરએફ (ત્રણ વર્ષથી વિશ્વવિદ્યાલય અનુદાન અભ્યાસક્રમ પૂરો થવાના સમય સુધી)તથા સ્કૂટર અનુદાન, એસકોર્ટ ભથ્થુરીડર ભથ્થુ, એચઆરએ વગેરે

વિદ્યાર્થીઓ પાસેથીઅપેક્ષા છે કે તેઓવિશ્વવિધાલય અનુદાન આયોગની વેબસાઈટ /www.ugc.ac.in પર ઓનલાઈન અરજીપ્રસ્તુત કરે

નેશનલઓવરસિઝશિષ્યવૃત્તિ

વિદેશી વિશ્વવિદ્યાલયોમાંસ્નાતકોતર ડિગ્રીતથા ડોક્ટરેટ ડિગ્રી

૨૦

રૂ. ૬ લાખ

યુ.કે. માટે ૯,૯૦૦ પાઉન્ડ (ગ્રેટ સમાચાર પત્રોમાં

બ્રિટન) વાર્ષિક તથા અન્ય દેશો માટે૧૫,૪૦૦ યુએસ ડોલર + વાર્ષિકટ્યૂશન ફી, ફૂટકર ભથ્થાં, હવાઈખર્ચ વગેરે.

સમાચાર પત્રોમાં જહેરાત દ્વારા આવેદનપત્રો આમંત્રિત કરવામાં આવે છે. પ્રત્યાશિયોની પસંદગી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

આ શિષ્યવૃત્તિ યોજના ૪૦ ટકાથી વધારે દિવ્યાંગતાવાળા વિદ્યાર્થીઓ માટે અમલમાં છે. સક્ષમ ચિકિત્સા અધિકારી દ્વારા અપાયેલી દિવ્યાંગતા પ્રમાણપત્ર હોવું જરૂરી. શિષ્યવૃત્તિ યોજનાઓ વિશે વધારે જાણકારી માટે વેબસાઈટ www.disabilityaffairs. gov.in જુઓ. (દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર)

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ :

દિવ્યાંગજન વિદ્યાર્થીઓને અભ્યાસના અવસરે આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગે અભ્યાસના માધ્યમ દ્વારા તેમનું સશક્તિકરણ કરવાની વિવિધ યોજનાઓ પણ બનાવી છે.

  1. મેટ્રિક પહેલાંની શિષ્યવૃત્તિ: ધોરણ-૮ અને ૧૦, પ્રતિવર્ષ શિષ્યવૃત્તિની સંખ્યા ૪૬,૦૦૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨ લાખ,શિષ્યવૃત્તિની રકમ – અને આવાસિય વિદ્યાર્થીઓ માટે ૩૫૦ રૂપિયા તથા આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૬૦૦ પ્રતિમાસ રખરખાવ ભથ્થાં + પુસ્તક અનુદાન તથા પરિવહન ભાડું, રીડર ભાડું જેવાં ભથ્થાં.
  2. મેટ્રિક ઉપરાંત શિષ્યવૃત્તિ: ધોરણ-૧૧ થી માસ્ટર ડિગ્રી અથવા ડિપ્લોમા કક્ષા, પ્રતિ વર્ષ શિષ્યવૃત્તિની સંખ્યા ૧૬૬૫૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ, શિષ્યવૃત્તિની રકમ - જુદા જુદા વિષયોમાં સ્નાતકોત્તર, ગેર ડિગ્રી-ડિપ્લોમા, ડિગ્રીના ધોરણે વ્યવસાયિક અભ્યાસક્રમ ડિપ્લોમા વગેરેમાં જુદી જુદી કિંમત હોય છે. આવાસિય વિદ્યાર્થીઓ માટે ૩૮૦-૧૨૦૦ની રેન્જમાંતથા અન આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૩૦-૫૫૦ની રેન્જમાં + ટ્યુશન ફી, ભથ્થાં, પુસ્તક અનુદાન વગેરે હોય છે.
  3. ઉચ્ચ શ્રેણી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ: શ્રેષ્ઠતાના ૧૯૭ અધિસૂચિત સંસ્થાનોમાં સ્નાતકોતર ડિગ્રી અથવા ડિપ્લોમા, પ્રતિ વર્ષશિષ્યવૃત્તિઓની સંખ્યા ૧૬૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ, શિષ્યવૃત્તિની રકમ – આવાસિય વિદ્યાર્થીઓ માટે ૩,૦૦૦ રૂપિયા, અને આવાસિય વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૫૦૦ પ્રતિમાસ રખરખાવ ભથ્થાં ૨૦૦૦ રૂપિયા દિવ્યાંગતા ભથ્થુ,પુસ્તક અનુદાન પ000 રૂપિયા પ્રતિવર્ષ, ૨.૦૦ લાખ રૂપિયા સુધીની ટ્યૂશન ફી. (વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે તેઓ રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક શિષ્યવૃત્તિ પોર્ટલ www.scholarships.gov.in પર ઓનલાઈન અરજી પ્રસ્તુત કરે.
  4. દિવ્યાંગજનો માટે રાષ્ટ્રીય ફેલોશીપ : એમફીલ/પીએચડી, પ્રતિવર્ષ શિષ્યવૃત્તિઓની સંખ્યા ૨૦૦, વાર્ષિક આવક મર્યાદા કોઈનહીં, શિષ્યવૃત્તિની રકમ - જેઆરએફ (પહેલાં બે વર્ષ) માટે ૨૫.000 રૂપિયા પ્રતિમાસ તથા એસઆરએફ (ત્રણ વર્ષથીઅભ્યાસક્રમ પૂરો થવાની રકમ સુધી) તથા ફૂટકર અનુદાન, એસકોર્ટ ભથ્થુ/રીડર ભથ્થુ, એચઆરએ વગેરે. (વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની વેબસાઈટwww.ugc.ac.in પર ઓનલાઈન અરજી પ્રસ્તુત કરે.
  5. નેશનલ ઓવરસીઝ શિષ્યવૃત્તિ વિદેશોમાં રહેતા વિદેશી વિશ્વવિદ્યાલયોમાં સ્નાતકોતર ડિગ્રી તથા ડોકટરેટ ડિગ્રી, પ્રતિવર્ષશિષ્યવૃત્તિઓની સંખ્યા ૨૦, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખ, શિષ્યવૃત્તિની રકમ - યુ.કે. માટે ૯.૯૦૦ પાઉન્ડ (ગ્રેટબ્રિટન) વાર્ષિક તથા અન્ય દેશો માટે ૧૫,૪૦૦ યુએસ ડોલર વાર્ષિક + ટ્યૂશન ફી, ફૂટકર ભથ્થાં, હવાઈ ખર્ચ વગેરે.

(સમાચાર પત્રોમાં જાહેરાત દ્વારા આવેદનપત્રો આમંત્રિત કરવામાં આવે છે. પ્રત્યાશિયોની પસંદગી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.)

વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની ૨૫00 છાત્રવૃત્તિઓ : (શેક્ષણિક સત્ર ૨૦૧૬-૧૭)- (ભારત સરકાર તરફથી દર વર્ષે આવી જાહેરાત દૈનિક વર્તમાનપત્રોમાં આવે છે તે માહિતી માટે) www.socialjustice.nic.in • www.nhfdc.nic.in

વિકલાંગજન સશક્તિકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની તરફથી નેશનલ હેન્ડિકેટ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચએફડીસી) છાત્રવૃત્તિ યોજના (ટ્રસ્ટ ફંડ) માટે વિકલાંગ વિદ્યાર્થીઓ પાસેથી છાત્રવૃત્તિ પ્રદાન કરવા માટે આવેદન મંગાવવામાં આવે છે.

  • આ યોજના અંતર્ગત ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના સ્નાતક તેમજ સ્નાતકોત્તર પાઠ્યક્રમમાં વ્યવસાયિક ટેકનિકલ શિક્ષણ માટે ૨૫૦૦ શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે.
  • ૩૦ ટકા છાત્રવૃત્તિઓ કન્યાઓ માટે આરક્ષિત છે. જો કન્યાઓની ઉમેદવારી નહીં આવે તો તેને કિશોરોમાં હસ્તાંતરિક કરવામાં આવશે.
  • આવેદકોને શિષ્યવૃત્તિ ત્રિમાસિક ધોરણે, અગાઉના ત્રિમાસિક આવેદનોના આધારે આપવામાં આવશે. યોજના હેઠળ, આવેદનની મુખ્ય નકલ આવેદક દ્વારા ઓનલાઈન (www.nhfdc.nic.in) પણ જમા કરવી પડશે.
  • ફરીથી પરત થયેલ-થવા યોગ્ય ફીની પુનઃ ચૂકવણીની રકમ સરકારી સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થાઓના સમાનપાઠ્યક્રમ શુલ્ક રકમ સુધી મર્યાદિત રહેશે. વ્યવસાયિક સ્નાતક પાઠ્યક્રમના છાત્રો માટે ભરણપોષણ ભથ્થુ રૂ. ૨૫૦૦/- તથા (વ્યવસાયિક સ્નાતકોતર પાઠ્યક્રમ માટે) રૂ. ૩૦૦૦/- પ્રતિ મહિના ચૂકવવામાં આવશે. જે ૧૦ મહિના માટે દેવામાં આવશે.
  • વ્યાવસાયિક સ્નાતક પાઠ્યક્રમ માટે રૂ. ૬૦૦૦/- તેમજ વ્યવસાયિક સ્નાતકોતર પાઠ્યક્રમને માટે રૂ. ૧૦,OOO વાર્ષિક પુસ્તકો સ્ટેશનરી ભથ્થા પેટે ચૂકવવામાં આવશે.વિકલાંગ છાત્રો માટે આ સાથે ઉપકરણ ખરીદવા માટે નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. (જીવનકાળમાં એક વાર).
  • લાભાર્થી/માતા-પિતા અથવા આવેદનકર્તાની માસિક આવક, તમામ સ્રોતોમાંથી મળીને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ (રૂપિયા ૩.૦૦ લાખ પ્રતિ વર્ષ)થી વધારે નહીં હોવી જોઈએ.
  • આ યોજનાના અંતર્ગત છાત્રવૃત્તિ મેળવનારા અન્ય કોઈ છાત્રવૃત્તિ વૃત્તિકા લઈ શક્યું નહીં.
  • અરજી કેવી રીતે કરશો અરજી કરનારે ઓનલાઈન (www.nhfdc.nic.in) આવેદન કર ભરેલ આવેદન પત્રની છપાયેલી નકલને પોતાના સંસ્થાના વડાની ભલામણ લઈને તમામ સંબંધિત દસ્તાવેજોની સાથે નેશનલ હેન્ડીકેટ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન(એનએચએફડીસી) ત્રીજો માળ, પીએચ.ડી હાઉસ, ૪/૨, સીરી ઈન્સ્ટીટ્યુશનલ એરીયા, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, નવી દિલ્હી-૧૧૨૦૧૬ને મોકલો. છપાયેલ આવેદનપત્ર વગર આવેદક દ્વારા મોકલેલ ઓનલાઈન આવેદન ઉપર વિચાર કરવામાં આવશે નહિં. આ યોજના હેઠળ, આવેદક શૈક્ષણિક સત્ર ૧ જુલાઈ ૨૦૧૬ થી ૩૦ જૂન ૨૦૧૭ દરમિયાન કોઈપણ સમયે અરજી કરી શકે છે.

આવેદનની હાર્ડ કોપીની સાથે સંલગ્નકોની યાદી :

  1. શૈક્ષણિક રેકોર્ડ- પાત્રતા પરીક્ષા માટે પ્રાસંગિકલ પ્રમાણપત્ર/માર્કશીટની મૂળ નકલ.
  2. વાર્ષિક આવકનું પ્રમાણ : માતાપિતા/આવેદન કરનારની આવકનું પ્રમાણપત્ર/પગાર-વેતનની છેલ્લામાં છેલ્લી પહોંચી આવકવેરાની પહોંચ અથવા રાજસ્વ અધિકારી રાજપિત્રત અધિકારી, લોકપ્રતિનિધિ ઉદાહરણ માટે સંસદસભ્ય, ધારાસભ્ય, વિધાન પરિષદના સભ્ય, પંચાયત અધિકારીઓ વગેરે દ્વારા અપાયેલ આવકનું પ્રમાણપત્ર.
  3. વિકલાંગતા પ્રમાણપત્રની રાજપત્રિત અધિકારી અધિકૃત હસ્તાક્ષરકર્તા દ્વારા સર્ટિફાઈડ નકલ અથવા પ્રમાણિત નકલ.
  4. કોર્ષ ફીની રસીદ, જો કોઈ હોય તો તે વિધિવત્તશૈક્ષણિકસત્રની વચ્ચે ચૂકવવામાં આવેલ હોય તેની વિધિવત્ સંસ્થાના અધિકૃત હસ્તાક્ષરકર્તા દ્વારા કરાયેલ પ્રમાણિત નકલ.
  5. વિધિવત્ સંસ્થાના અધિકૃત હસ્તાક્ષરકર્તા દ્વારા પ્રતિ હસ્તાક્ષરીત પાત્ર સહાયક ઉપકરણોની રસીદ ચલણ.
  6. એક સફળ વર્ષમાં છાત્રવૃત્તિની નિરંતરતાની બાબતમાં પાછલા વર્ષના ગુણયાદીની રાજપત્રિત અધિકારી દ્વારા અધિકૃતહસ્તાક્ષરકર્તા દ્વારા પ્રમાણિત નકલ.
  7. બેંક બચત ખાતાની પાસબુકની નકલ અથવા ર થયેલ ચેક.

અન્ય જાણકારી માટે એનએચએફડીસીની વેબસાઈટ (www.nhfdc.nic.in) જુઓ. અથવા ટેલીફોન નં. ૦૧૧૪૦૫૪૧૩૫૫, ૪૫૦૮૮૬૩૮, ફેક્સ નંબર ૦૧૧-૪૫૦૮૮૬૩૬ ઈમેઈલ nhfdc@gmail.com પર સંપર્ક કરો.

૨૪. શ્રવણમંદોને શિષ્યવૃત્તિ:

ઘરેથી શ્રવણમંદની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની શિષ્યવૃત્તિનો લાભ નીચે પ્રમાણે મળે છે :

  1. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં મૂક-બધિરોને વાર્ષિક રૂ.૫૦૦-૦૦
  2. ધોરણ ૧૨ તથા તેની ઉપરના શ્રવણમંદ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૧, ૨૦૦-૦૦
  3. બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને સંસ્થામાં મફત શિક્ષણ મળે છે.

વડોદરા નિલમ પટેલ બહુશ્રુત ફાઉન્ડેશન દ્વારા કર્યા બધિર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

નિલમ પટેલ બહુશ્રુત ફાઉન્ડેશન, કબધિર વિદ્યાર્થીઓ જેઓએ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક યા અનુસ્નાતકની પરીક્ષા નિયમિત શાળા, કોલેજ યા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ઉર્તીણ કરેલ હોય તેઓને શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજી કરી શકે છે. ગુજરાતના જે કર્ણબધિર વિદ્યાર્થીઓએ, ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા કર્ણબધિર શાળામાંથી ઉર્તીણ કરી હોય પરંતુ કોલેજ અથવા યુનિવર્સિટીમાં દાખલો મળી ગયો હોય તે વિદ્યાર્થીઓ પણ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. આ માટેનું અરજીપત્રક સંસ્થાની નીચે જણાવેલ વેબસાઈટના સરનામેથી મેળવવાનું રહેશે. વેબસાઈટ www.bahushrutfoundation.org

નીલમ પટેલ, બહુશ્રુત ફાઉન્ડેશન, એસ.એફ. ૨૦૫, હીવરડેલ એપાર્ટમેન્ટ, અતમનપાર્કની સામે, અકોટા-વડોદરા.

કર્મયોગીઓનાં ૧૬ વર્ષ સુધીનાં સંતાનોને “કોકલીયર ઇમ્પ્લાન્ટની સારવારના ખર્ચનું વળતર મળશેઃ

જે બાળકો જન્મજાત સાંભળી શકતા નથી તેવા બાળકોની બહેરાશ દૂર કરવા માટે “કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. કોકલીયર ઇમ્પ્લાન્ટ સિસ્ટમ બેસાડવાના ઓપરેશનની સારવાર કરાવવાથી જન્મજાત વિકલાંગતા દૂર કરી બીજા બાળકોની જેમ સામાન્ય જિંદગી જીવી શકે છે. આ સારવાર ઘણી મોંઘી હોઇ રાજ્ય સરકારે કર્મચારીઓના સંતાનોને આ સારવારના ખર્ચનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે, એમ આરોગ્ય વિભાગના ઠરાવમાં જણાવાયું છે.

  • ઠરાવમાં વધુમાં જણાવ્યાનુસાર કોકલીયર ઇમ્પ્લાન્ટની સારવાર કર્મચારીઓએ સરકારી હોસ્પિટલમાં લીધેલી હોવી જરૂરી છે. આ માટે કર્મચારીના ૧ થી ૧૬ વર્ષના બાળકોને જ ખર્ચ મળવાપાત્ર થશે. સરકારી હોસ્પિટલ | સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઈ.એન.ટી.ના તજજ્ઞ ડૉકટર દ્વારા ભલામણ થઇ હોય તેવા મલ્ટી ચેનલ કોકલીયર ઇમ્પ્લાન્ટ માન્ય રહેશે. ઓપરેશન કરાવતા પહેલાં પ્રિ-ઇન્વેસ્ટીગેશન, જરૂરી ટેસ્ટ કરાવવાના રહેશે અને તેના આધારે માન્યતા, મંજૂરી મેળવવાની રહેશે.
  • આ ઓપરેશન માટેની કિંમત મર્યાદા રૂ.૫,૩૫,૦૦૦ની રહેશે. જેમાં ઉંમર અને દવાને ધ્યાને લઇ ખર્ચ મંજૂર કરવામાં આવશે. જેમાં સંતાનની ઉંમર ૧ થી ૫ વર્ષ હોય ત્યારે થયેલા ખર્ચ અથવા રૂ. ૫,૩૫,૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે, ઉંમર ૫ થી ૧૦ વર્ષ હોય તો માન્ય ખર્ચના ૮૦ ટકા અથવા થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે, ઉંમર ૧૦ થી ૧૬ વર્ષની અંદરના સંતાનો માટે માન્ય ખર્ચના ૫૦ ટકા અથવા થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે મંજૂર કરવામાં આવશે. ૧૬ વર્ષથી ઉપરની વયના બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટની સારવારનો ખર્ચ-વળતર મળવાપાત્ર રહેશે નહીં.
  • અત્રે ઉલ્લેખનીય છે કે, કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરાવ્યા બાદ ૩ વર્ષ પછી સ્પીચ પ્રોસેસ, માઇક્રોફોન વગેરે જેવા કમ્પોનન્ટસ માટે અપગ્રેડેશન માટે સમિતિની પૂર્વ મંજૂરીથી નિયત થયેલ કિંમત મર્યાદાના ૫૦ટકા વળતર મળવાપાત્ર રહેશે. કોકલીયર ઇમ્પ્લાન્ટએ પૂર્વ આયોજીત ઓપરેશન હોઇ, પૂર્વ મંજૂરી સિવાયના ઓપરેશન માટે કોઈ પણ રકમ રીએમ્બર્સમેન્ટને પાત્ર રહેશે નહીં. ફકત યુનિલેટર્સ ઇમ્પ્લાન્ટસને જ મંજૂરી મળવાપાત્ર રહેશે.

શ્રવણમંદો માટે હાઇસ્કૂલ કક્ષાનું શિક્ષણ :

  1. બહેરા-મૂંગાની શાળા, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન. (૦૭૯) ૨૬૫૮૬૧૩૮
  2. શ્રી એસ.જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર, ડભાણ રોડ, નડિયાદ, ફોન. (૦૨૬૮) ૨૮૧૯૮૧
  3. સમર્પણ મૂક-બધિર વિદ્યામંદિર, સેક્ટર-૨૮, ચ-૧૧૧, ગાંધીનગર ફોન. (૦૭૯) ૨૩૨૧૧૩૩૨ (૪) શ્રીમતી કમળાબહેન બધિર માધ્યમિક વિદ્યાલય (મુકધ્વનિ ટ્રસ્ટ, વોટર ટેન્ક રોડ, કારેલીબાગ,  વડોદરા)ફોન. (૦૨૬૫) ૨૪૬૧૧૦૫, ૨૪૬૨૩૮૨
  4. ગ.કી.નાયક બધિર કન્યા વિદ્યાલય, પ્રાથમિક અને માધ્યમિક વિભાગ(ગાંધીધર કછોલી,
  5. મુ.પો. કછોલી-૩૯૬૩૭૮) ફોન. (૦૨૬૩૪) ૨૭૨૨૫૯
  6. બળવંતરાય અને ઈંદુબેન નાયક બહેરા-મૂંગાની શાળા પ્રાથમિક અને માધ્યમિક વિભાગ, રેલ્વે સ્ટેશન, અમલસાડ તા. ગણદેવી, જિ. નવસારી ફોન : (૦૨૬૩૪) ૨૭૨૨૫૯,  ૨૭૦૭૫૯,  ૨૭૦૬૪૪

દષ્ટિહીન/હાથ કપાયેલ વિકલાંગ પરીક્ષાર્થીને લહિયાની મદદ-નિર્ધારિત સમય કરતાં ત્રીસ મિનિટનો વધુ સમયઃ

અંધત્વ ધરાવતા, શારીરિક પંગતા ધરાવતા, ચામડીની બીમારીવાળા, Dyslexic, કિડનીના રોગો, કેન્સર, થેલેસેમિયા, muschular dystrothy, myopathieth, parkinson, hemophilia y dominent upper limbમાં ફેક્ટર કે સ્નાયુઓની ઇજાના જેવી ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા હોય તેવા કે, અન્ય કોઈ કારણસર લખવાને અસમર્થ હોય તેવા ઉમેદવારોને લહિયાની સેવા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી કેન્દ્ર સંચાલકે સિવિલ સર્જન/આર.એમ.ઓ./આસી. સર્જનથી ઉતરતા હોદાની ન હોય તેવા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યથી પૂરી પાડવાની રહેશે.

આકસ્મિક સંજોગોમાં લખવાને અસમર્થ બનેલ ઉમેદવારને પણ લહિયાની સેવા પૂરી પાડવાની જોગવાઈ છે.

  • જે ઉમેદવારો માટે લહિયાની વ્યવસ્થા થઈ હોય તેના માટે નિયત કરેલા અથવા ફાળવાયેલા કેન્દ્ર અને ખંડમાં પરીક્ષા આપવાની રહેશે.
  • વિનિમય-૨૬(૩) મુજબ લહિયાની સેવા લેનાર ઉમેદવારે લહિયાને નિયત કરેલ શુલ્ક ચૂકવવાનું રહેશે. આ માટેના દર પ્રતિ કલાક રૂપિયા ૫૦/- રહેશે. એટલે કે ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે લહિયાને રૂપિયા ૧૫૦/- શુલ્ક (મહેનતાણું) ચૂકવવાનું રહેશે.
  • લહિયાની સેવા મેળવનાર ઉમેદવારને પરીક્ષાના નિયત સમયગાળા ઉપરાંત અડધો કલાક (૩૦ મિનિટ)નો સમય વધારાનો મળવાપાત્ર રહેશે. વિકલાંગોની રજૂઆત હતી કે તેઓની નાણાકીય સ્થિતિ સદ્ધર ન હોવાથી અને મોટાભાગના બીપીએલ હેઠળ આવતા હોવાથી સર્વે શિક્ષણાધિકારીઓને લહિયાની યાદી તૈયાર કરતી વખતે આ બાબતે કાળજી લઈ સમાજ સેવા કરવા માગતાઉમેદવારને પ્રાથમિકતા આપવા અને ગરીબ ઉમેદવારને શુદ્ધ રહિત લહિયાની સેવા મળે તે જોવા જણાવવામાં આવે છે.

ધોરણ ૮થી ૧૨ના વિકલાંગ વિધાર્થીઓને અભ્યાસમાં કન્સેશન :

ફક્ત નાપાસ થતા વિદ્યાર્થીઓ નાપાસ થતા વિષય | વિષયોમાં ઓછામાં ઓછા ૨૦ ગુણ પાસ થવા મેળવવાના રહેશે. લેખિત કસોટીઓમાં અડધો કલાક વધારે, ધોરણ ૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષામાં આ બાળકોને તેમના રહેઠાણની નજીકનું કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવે, આકૃતિ, નકશાને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુક્તિ આમ તેના ગુણ જે તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

“પંગુમિત્ર' દ્વારા ગુજરાતના તેજસ્વી વિકલાંગ વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપઃ

હાયર સેકન્ડરી પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર અને બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિકલાંગોના વિકાસ માટેના મેગેઝીન “પંગુમિત્ર' દ્વારા અમદાવાદના સેવાભાવી શેઠ શ્રી પારસ પંડિતના સહયોગથી ૨૦૦૮-૦૯ના વર્ષથી સ્કોલરશીપ આપવામાં આવે છે. તેની મુખ્ય શરતો નીચે મુજબ છે.

  1. વિકલાંગ વિદ્યાર્થીએ એચ.એસ.સી. કે યુનિવર્સિટીની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
  2. વિકલાંગ વિદ્યાર્થીના કુટુંબની કુલ આવક રૂા.૧ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે.
  3. વિદ્યાર્થી ઓછામાં ઓછી ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતો હોવો જોઈએ તેમજ તે બાબતનું નિયતમેડિકલ સર્ટિફિકેટ મોકલવવાનું રહેશે.
  4. જે તે અભ્યાસક્રમની ટ્યુશન ફીની રકમની મર્યાદામાં સ્કોલરશિપ મળવાપાત્ર થશે.

રૂા.પની ટિકિટ લગાવેલું કવર મોકલીને આગામી નવા વર્ષમાં જે તે સંસ્થાઓમાં પ્રવેશ મેળવી લીધા પછી ફોર્મ ભરીને જે તે જરૂરી દસ્તાવેજો સાથે “પંગુમિત્ર'ના સરનામે ફોર્મ દર વર્ષના ઓગસ્ટ મહિનામાં મોકલી આપવાના રહેશે.સંપાદકશ્રી, “પંગુમિત્ર' B-૩૧૩, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૨, કુડાસણ, ગાંધીનગર. મો : ૯૯૭૮૪૦૫૮૧૦

S.S.C. તેમજ H.S.C.માં રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિધાર્થીઓને પંગુમિત્ર એવોર્ડ:

એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. પરીક્ષાઓમાં ગુજરાતભરના વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોમાંથી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને “પંગુમિત્ર” મેગેઝીન દ્વારા અમદાવાદના સેવાભાવી શેઠ શ્રી પારસ પંડિતના સહયોગથી “પંગુમિત્ર’ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં અનુક્રમે રૂા.૫૦૦૦, ૩૦૦૦ અને ૨૦૦૦ રોકડા તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી જાહેર સમારંભમાં સન્માન કરવામાં આવશે.

આ એવોર્ડ મેળવવા માટે એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી ની પરીક્ષાઓમાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના ગુણપત્રકની ખરી નકલ તેમજ પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટા અને વિકલાંગતાના પ્રમાણપત્ર સાથે સાદા કાગળમાં પોતાનું પૂરું નામ સરનામું અને ટેલિફોન નંબર વગેરેની વિગતો દર્શાવી પંગુમિત્ર' મેગેઝીનના સરનામે દર વર્ષના ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરવાનું રહેશે.

સંપાદકશ્રી, “પંગુમિત્ર' B-૩૧૩, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૨, કુડાસણ, ગાંધીનગર. | મો : ૯૯૭૮૪૦૫૮૧૦

અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ કેળવી રોજગારી માટે તકો મેળવવા વિકલાંગો માટે વિના મૂલ્ય તાલીમની સગવડ:

ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સોસાયટી ફોર ક્રિીએશન ઓફ ઓપોર્ચ્યુનીટી થ્ર પ્રોફીસીયન્સી ઈન ઈંગ્લીશ (SCOPE) દ્વારા ગુજરાત રાજ્ય યુવાધનમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ કેળવીને તેમના માટે રોજગારીની ઉજળી તકો ઉભી કરવાનો છે. સ્કોપ દ્વારા અત્યાર સુધીમાં રાજયના ૪૧૫000થી વધુ યુવક-યુવતીઓને વ્યવસાયલક્ષી અંગ્રેજીની તાલીમ તથા પરીક્ષણ ૪૫૦ થી વધુ પ્રાઈવેટ કેન્દ્રો અને ૬૦૦થી વધુ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હેઠળ તાલીમ અપાયેલ છે. રૂ. ૧૫૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની રાહત દરની ફીની સગવડ આપવાની કામગીરી કરે છે.

સ્કોપ રાજયના ૪૦૧ કોલેજોનાં Digital Education and Learning Lab (DELL) ડેલ લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગ્રેજી ભાષાના કોર્સમાં વિકલાંગો પણ જોડાય અને પોતાનું ભાવી ઉજ્જવળ બનાવી શકે તે માટે રાજય સરકારે વિકલાંગો માટે વિના મૂલ્ય (મફત) તાલીમની જોગવાઈ કરી છે. આ જોગવાઈ હેઠળ કુલ વિદ્યાર્થી સંખ્યાના મહત્તમ રીતે અશ્કતોને વિના મૂલ્ય તાલીમ મળે છે.

Contact details of Zonal Training Partners :

  1. Mr. Harpreer Singh, Director, Mob : 9825073216 Academy for Computer Training (Guj.) Prv. Ltd. 2nd Floor, Sillicon Tower, Law Garden, Ahmedabad, Gujarat-380008 Phone No. 079-26468536, Fax No. 079-25464495 Email : scope@actuniv.com
  1. Mr. Hitesh Parikh, CEO, Mob : 9979540852, Tripada Multicourse Pvt. Ltd. 4th Floor, Vishwa Arcade, Nr. Akhbarnagar Circle, Nava Vadaj, Ahmedabad. Phone : 079-27476636, 27436931, Fax No. 079-27477632, 27435480 Email id : ceo@tripada.com
  1. Ketan Rathod Mob No. : 9824528101 Devkishan Computer Pvt. Ltd. 3, Kotecha Complex, Jayshree Road, Junagadh-362001 Phone : 0285-264791, 3203314 Email id : devkishancomputer@yahoo.co.in. center_manager@yahoo.com
  1. Komal Shah, Mob No. 9099081376 V. S. Shah Institute of Computer Science, Opposite Golwad Gate Police Station.Main Road, Navsari-396445 Phone No : 02637-329749, 233633Email id : vssics.scope@email.com:patelco.1985@gmail.com, vssics@gmail.com
  1. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે રાજ્ય સરકારની નીચેની કચેરીનો સંપર્ક કરવા વિનંતી.

SCOPE : Society for Creation of Opportunity through proficiency in English.

Prajna Puram” campus, KCG Building, Faculty Block, Frst Floor, Nr. L. D. Engineering College, Navrangpura, Ahmedabad-380015. Phone No : 079-26300593, 079-26300956

Email: ceo.scope@gmail.com URL :www.scopegujarat.org

૩૨. વિકલાંગ-દૃષ્ટિહીન વ્યક્તિઓને ઘેર બેઠાં અભ્યાસ કરવાની તક પૂરી પાડતી યુનિવર્સિટીઓ :

ભારતભરમાં વસતાં એવા નાગરિકો કે જેઓ સામાજિક, આર્થિક, ભૌગોલિક કે વ્યાવસાયિક કારણોસર ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગયા હોય... પછી તે ગૃહિણી-મહિલા હોય કે નોકરી-ધંધા-રોજગાર-ખેતીમાં રોકાયેલી વ્યક્તિ હોય, અધૂરું ભણેલી વ્યક્તિ હોય કે અંતરિયાળ ગામડામાં વસતી વ્યક્તિ હોય, સૌને એક સમાન રીતે, એક સમાન શિક્ષણ પૂરું પાડી, વ્યક્તિને પોતાનું અધૂરું સપનું પૂરું કરવાની તક ઉપરોક્ત બંને યુનિવર્સિટીઓ આપે છે.

પોતાની પસંદગીનો અભ્યાસક્રમ, પોતાની અનુકૂળતાએ ઘેર બેઠાં-બેઠાં પૂર્ણ કરવાની ભરપૂર સવલતો આમાં છે.

  • ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના નીચે , મુજબના ખાસ અભ્યાસક્રમો છે જેમાં તેઓ પ્રવેશ મેળવી શકે છે. તેઓનેફીમાં પણ ઘણી રાહત અપાય છે
  1. ડિપ્લોમા ઈન ફિઝિયોથેરાપી ફોર ધી બ્લાઈન્ડ (DIP)
  2. સર્ટિફિકેટ ઈન હેન્ડલૂમ વિવર (CIHV)
  3. સર્ટિફિકેટઈન કેન વર્કર (CINC)
  4. સર્ટિફિકેટ ઈન મોટર રિવાઈન્ડર (CIMR)
  5. સર્ટિફિકેટ ઈન કારપેન્ટર (CICP)
  6. સર્ટિફિકેટ ઈન મિકેનિક (CIUM)

માહિતી અને માર્ગદર્શન માટે સંપર્કઃ

  1. નિયામકશ્રી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપનયુનિવર્સિટી, સરખેજ-ગાંધીનગર હાઈવે, આર.સી. ટેકનિકલ સ્કૂલ કંપાઉન્ડ, ગુજરાત હાઈકોર્ટની સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૩, ફોન નં : (૦૭૯) ૨૨૮૬૯૬૯૦-૯૧, ફેક્સ : (૦૭૯) ૨૨૮૬૯૬૯૧. E-mail feedback@baou.org   website :www.baou.org
  • ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં અંધ વ્યક્તિઓ માટે સર્ટિફિકેટ ઈન એમ્પાવરિંગ વૂમન થ્રુ સેલ્ફ હેલ્પ ગ્રુપ (CWDL) બ્રેઈલ લિપિમાં ચાલે છે.

વધુ માહિતી માટે સંપર્કઃ

  1. નિયામકશ્રી, ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, (પ્રાદેશિક કેન્દ્ર), સરખેજ-ગાંધીનગર હાઈવે, નિરમા ઈન્સ્ટિટ્યૂટની સામે, છારોડી, અમદાવાદ-૩૮૨ ૪૮૧ ફોન : (૦૨૭૧૭) ૨૪૨૯૭૫, વેબ સાઈટ : www.ignou.ac.in સોમ થીશુક્ર સવારે ૯:૩૦થી સાંજે ૬:૦૦

૩૩. વિકલાંગ બાળકો માટે વિશિષ્ટ તાલીમી શિક્ષકો તૈયાર કરવાના કોર્સ ચલાવતી સંસ્થાઓ :

માનસિક વિકલાંગતા ધરાવતા મૂક, બધિર અથવા દૃષ્ટિહીન બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ પ્રકારની આવડત અને કૌશલ્ય જોઈએ. મંદ બુદ્ધિનાં બાળકો અને વિકલાંગોની સંસ્થામાં ધગશવાળા અને પ્રેમાળ યુવાનો અને યુવતીઓની શિક્ષકો તરીકે માંગ રહે છે. આવા કોર્સ માટે ભારત સરકારના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ મેન્ટલી હેન્ડીકેપ્ટ, સિકંદરાબાદ તથા રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી તરફથી માર્ચ મહિનામાં, વિસ્તૃત નીચેના સેન્ટરોમાં એડમિશન મેળવવા માટે જાહેરાત આવે છે. ૧૨ પાસ થયેલ વિદ્યાર્થી/વિદ્યાર્થિની આમાં દાખલ થઈ શકે છે, પરંતુ ગ્રેજ્યુએટ હોય તો અગ્રતા મળે અને બી.એડ. હોય તો વધુ અગ્રતા મળે. વધુ માહિતી માટે જે તે સંસ્થાનો ફોનથી સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા વિનંતી.

3.  દષ્ટિની ક્ષતિ-દષ્ટિહીન બાળકો માટે : (ટ્રેનિંગ કૉલેજ ફોર ધ ટીચર્સ ઓફ ધી બ્લાઈન્ડ)

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, અટિરા પાસે, વસ્ત્રાપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫, ફોન : ૨૬૩૦૪૦૭૦, ૨૬૩૦૫૦૮૨
  2. અંધ શાળા (બહેરા-મૂંગાની શાળા સોસાયટી) આશ્રમ રોડ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સામે, અમદાવાદ ફોન :૨૬૫૮૬૧૩૮.
  3. ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ ફોર ધી બ્લાઈન્ડ, C/o કે.કે. અંધ ઉદ્યોગ શાળા, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧

4.  મૂક-બધિર બાળકો માટે (ટ્રેનિંગ કૉલેજ ફોર ધી ટીચર્સ ઓફ ડેફ) :

  1. બહેરા-મૂંગાની શાળા, આશ્રમ રોડ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સામે, અમદાવાદ ફોન : ૨૬૫૮૬૧૩૮
  2. કે.એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ ડેફ,૫૧, વિદ્યાનગર, ભાવનગર, ફોન : (૦૨૭૮) ૨૪૨૦૮૩૬, ૨૪૨૯૩૨૬, ૨૪૨૧૧૧૫
  3. અક્ષર ટ્રસ્ટ, મેઘદૂત, આર.સી.દત્ત રોડ, વડોદરા.
  4. માનસિક ક્ષતિના બાળકો માટે (ડિપ્લોમા ઈન સ્પેશ્યલ એજ્યુકેશન ફોર મેન્ટલી રીટાયર્ડ):
    1. બી.એમ.ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ આશ્રમ રોડ, નહેરુ બ્રિજ પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૯, ફોન : (૦૭૯) ૨૬૫૭૦૨૫૬-૫૭-૫૮-૫૯.
    2. ગુજરાત કેળવણી ટ્રસ્ટ, મંગલ પ્રભાત બિલ્ડિંગ,સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસે, મિરઝાપુર, અમદાવાદ, ફોન : (૦૭૯) ૨૫૫૦૦૩૦૯
    3. મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલી બાગ, વડોદરા.
    4. બ્લાઈન્ડ વેલ્ફર કાઉન્સિલ, મિશન રોડ, રેલવે ઓવર બ્રીજ પાસે, દાહોદ. ફોન. (૦૨૬૭૩) ૨૪૩૩૮૯
    5. ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ ફોર ધી મેન્ટલી રીટાર્ડેડ, C/o અંકુર મંદબુદ્ધિવાળા બાળકોની શાળા, વર્કિંગ વૂમેન હોસ્ટેલની પાછળ, સરદારનગર સર્કલ, સરદારનગર,ભાવનગર. ફોન : (૦૨૭૮) ૨૫૬૬૯૫૬, ૨૫૭૩૮૩૮
    6. આ ઉપરાંત ઘેર બેઠાં બ્લાઈન્ડ, ડેફ, મેન્ટલી રીટાર્ડડ વિભાગ માટેની તાલીમી સ્નાતક માટેનો  અભ્યાસક્રમમધ્યપ્રદેશ ભોજ યુનિવર્સિટી, ભોપાલના અનુક્રમે નીચેના સ્ટડી સેન્ટરો ઉપર ચાલી રહ્યો છે.

વી.આઈ. (અલ્પ દૃષ્ટિ-દષ્ટિહીન) માટે:

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસીએશન, વિક્રમ સારાભાઈ રોડ, વસત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૧૫.

એચ.આઈ. (મૂકબધિર) માટે :

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન, વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૧૫.
  2. કે.એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર ધી ડેફ, ૫૧, વિપનગર, ભાવનગર - ૩૬૪૦૦૨

એમ.આર. (મંદબુદ્ધિ) માટે :

  1. બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન, વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦૦૧૫. ફોન-(૦૭૯)૨૬૩૦૪૦૪૦, ૨૬૩૦૩૫૧૩
  2. મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલી બાગ, વડોદરા-૩૯૦૦૦૧૮.
  3. બી.એમ. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, નહેરૂ બ્રિજ, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯ફોન-(૦૭૯) ૨૬૫૮૬૮૨૦, ૨૬૫૭૮૨૫૬
  4. ગુજરાત કેળવણી ટ્રસ્ટ, મંગલ પ્રભાત બિલ્ડિંગ, સેન્ટર ઝેવિયર્સ હાઈસ્કૂલની સામે, મિરઝાપુર, અમદાવાદ-૩૮૦૦૦૧.ફોન-(૦૭૯) ૨૫૫૦૦૩૦૯
  5. રાષ્ટ્રીય સ્વાભિમાન ઈન્દ્રપ્રસ્થ તા. અંજાર જિ. કચ્છ ખાતે બી.એડ (સ્પે) એજ્યુકેશન (એમ.આર.) (એચ.આઈ) તથા ડિપ્લોમા કોર્સ પણ ચાલે છે.

આ ઉપરાંત એચ.આઈ. માટે તાલીમી સ્નાતકનો પૂર્ણ સમયનો અભ્યાસક્રમ નીચેના સેન્ટર પર ચાલી રહ્યો છે.

એચ.આઈ. (મૂકબધિર) માટે :

  1. કે.એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર ધી ડેફ, ૫૧ વિદ્યાનગર, ભાવનગર- ૩૬૪૦૦૨. ફોન-(૦૨૭૮) ૨૪૨૦૮૩૫,૨૪૨૯૩૨૫
  2. નટરાજ રિસર્ચ સેન્ટર એન્ડ ટ્રેનિંગ કૉલેજ (પી.એન.આર. સોસાયટી) દુઃખી શ્યામ બાપાના આશ્રમ પાસે, કાળવીબીડ ભાવનગર-૩૬૪૪૦૦૨, ફોન : ૦૨૭૮-૩૨૦૨૪૭૦, ૨૫૭૦૧૨૭, ફેક્સ : ૨૫૬ ૨૬૦૭ email-ignou972gns@ignorajkot.org

આ ટ્રેનિંગ કૉલેજનું મકાન વિકલાંગોની સવલતોને ધ્યાનમાં રાખીને બેરીયર ફ્રી તૈયાર કરવામાં આવેલ છે. વિશાળ બગીચો તથા ભવ્યતા સભર બિલ્ડિંગમાં રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (RCI) ન્યુ દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત નીચેના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

વિકલાંગ બાળકોના શિક્ષકોના તાલીમી કોર્સ

  1. શ્રવણમંદ : ૨ વર્ષનો ડિપ્લોમા ઈન એજ્યુકેશન ઈન સ્પેશિયલ એજ્યુકેશન D.Ed.S.E. (HI)
  2. પ્રજ્ઞાચક્ષુ : ૨ વર્ષનો ડિપ્લોમા ઈન એજયુકેશન ઈન સ્પેશ્યિલ એજયુકેશન D.Ed.S.E. (V.I.)
  3. મંદબુદ્ધિ : ૨ વર્ષનો ડિપ્લોમા ઈન એજયુકેશન ઈન સ્પેશ્યિલ એજયુકેશન D.Ed.S.E. (M.R.)
  4. મગજનો લકવો : ૧ વર્ષનો ડિપ્લોમા ઈન એજયુકેશન ઈન સ્પેશીયલ એજયુકેશન D.Ed.S.F. (C.P.)
  5. લેગ્વેજ એન્ડ સ્પીચ : ૧ વર્ષનો ડિપ્લોમા ઈન લેગ્યેજ એન્ડ સ્પીચ D.H.L.S.

આ ઉપરાંત કૉલેજમાં ઇગ્નો-સ્પેશયલ સ્ટડી સેન્ટરમાં (૧) બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ (૨) સર્ટિફિકેટ ઈન ઈન્ફર્મેશન ટેકનોલોજી (૩) સર્ટિફિકેટ ઈન ફંકશન ઈંગ્લિશ વગેરે જેવા ૧૯ કોર્સિસ ચાલે છે. જેમાં વિકલાંગ તાલીમાર્થીઓને ફીમાં ખાસ રાહત આપવામાં આવે છે. બહારગામના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે અલગ હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે.

ઇન્દિરા ગાંધી નેશનલ ડીસએબિલિટી પેન્શન સ્કીમ (સંત સુરદાસ યોજના) :

લાભ કોને મળવાપાત્ર થાય છે.

  1. અરજદારની ઉંમર ૭૯ વર્ષ કરતા ઓછી વયજૂથની હોવી જોઈએ.
  2. ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિને અથવા જે કૃત્રિમ અંગથી પણ સ્વતંત્ર રીતે હલનચલન કેહરીફરી શકતા નથી તેવા વિકલાંગને, ૭૧% ડેસીબલ કે તેથી વધુ શ્રવણમંદ, ૮૦% કે તેથી ઉપર દષ્ટિહીન, ૪૯ કે તેથી ઓછો બુદ્ધિઆંક ધરાવતા મંદબુદ્ધિનાને ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોવાજોઈએ.
  3. વિકલાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ. (કેન્દ્ર સરકાર દ્વારાનક્કી કરેલ ધોરણો મુજબની બી.પી.એલ. યાદી નંબર સાથે અરજી કરેલ હોય) ૪. રાજય સરકારશ્રી તરફથી આપવામાં આવતું વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.

લાભ શું મળે?

  1. ૦ થી ૧૭ વર્ષથી નીચેના વિકલાંગ વ્યક્તિને માસિક રૂા.૪૦૦/-
  2. ૧૮ થી ૭૯ વર્ષની વય જૂથના વિકલાંગ વ્યક્તિને માસિક રૂ.૬૦૦/-
  3. અરજદારને સહાય મનીઓર્ડર મારફત રહેઠાણના સરનામે મોકલવામાં આવે છે. ૧૮ થી ૭૯ વર્ષની વયજૂથનાલાભાર્થીઓને સહાયની રકમ તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.

અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા.

  1. વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ
  2. ઉંમરનો દાખલો
  3. બી.પી.એલ. યાદી નંબર – રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ

સહાય ક્યારે બંધ થાય?

અરજદારની ઉંમર ૭૯ વર્ષ પૂરી થતાં તથા અરજદારની તેમજ તેમના કુટુંબની વાર્ષિક આવક નિયત આવક કરતાંવધુ થાય ત્યારે : આ અંગેના નિયત અરજીપત્રક જે-તે જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાંથી તથા તાલુકા જનસેવા કેન્દ્રમાંથી વિનામૂલ્ય મળશે. અરજીપત્રક ઉપર પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો રહેશે. ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ તથા રેશનકાર્ડ (બી.પી.એલ) દાખલા સહિતની ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે. ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. યાદીમાં નામ હોવા અંગેનો સક્ષમ અધિકારીનો સ્કોર સાથેનો (૦ થી ૧૬ સુધીનો) દાખલો આપવાનો રહેશે. શહેરી વિસ્તાર માટે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગની ગાઇડ લાઇન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. લાભાર્થીઓની અલગ યાદી દરેક મ્યુનિસિપાલિટી, નગરપાલિકા દ્વારા તૈયાર થયેલ છે. તેમાં નોંધાયેલ લાભાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

નિરાધાર વૃદ્ધો માટેની આર્થિક સહાયની યોજના :

લાભ કોને મળી શકે?

  • ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ વ્યક્તિ સ્ત્રી કે પુરુષને આનો લાભ મળી શકશે
  • ૨૧ વર્ષની વય કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવા નિરાધાર વૃ દ્ધ વ્યક્તિને આ સહાય મળી શક્યું.
  • પુત્ર હોય, પરંતુ અપવાદરૂપ કિસ્સામાં માનસિક અસ્થિર હોય, કેન્સર કે ટી.બી. જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા નિરાધાર વૃદ્ધોને આ સહાય મળવા પાત્ર છે.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦ની અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮,૦૦૦થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

મળવાપાત્ર સહાય:

  • અત્યાર સુધી નિરાધાર વૃદ્ધોને દર મહિને રૂ. ૨૦૦ની સહાય આપવામાં આવતી હતી, તેમાં હવે તા. ૦૯-૫૨૦૧રથી વધારો કરી દર મહિને રૂ. ૪૦૦ની સહાય આપવાનું નક્કી કરેલ છે.
  • આ સહાયની ચૂકવણી મની ઓર્ડર દ્વારા થાય છે. પોસ્ટ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ મારફત પણ સહાય મેળવવાવિકલ્પ છે.

અરજીપત્રક ક્યાંથી મળે?

જે તે જિલ્લાની કલેક્ટરશ્રીની કચેરી (જનસેવા કેન્દ્રોમાંથી, પ્રાંત અધિકારીશ્રીની કચેરીમાંથી, તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની કચેરીમાંથી પણ નિયત અરજીપત્રક વિના મૂલ્ય મળી શકે.

અરજીપત્રક સાથે કયા કાગળો (આધાર-પુરાવા) બિડવાના?

  1. નિયત ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી ફોર્મ ઉપર નિયત જગ્યાએ પાસપોર્ટ સાઈઝનો પોતાનો ફોટો લગાડવો.
  2. ઉંમરનો પુરાવો. (સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ કે જન્મના દાખલાની ઝેરોક્ષ નકલ).
  3. રહેઠાણનો પુરાવો.આવકનો દાખલો.

ફોર્મ ભરીને ક્યાં આપવાનું?

  1. પોતાના તાલુકાની મામલતદારશ્રીની કચેરીમાં નિયત ફોર્મ ભરી બિડાણો સહિત આપવાનું રહેશે.
  2. ચકાસણી બાદ આવેલ અરજીપત્રક મંજૂરી નામંજૂર કરવાની સત્તા મામલતદારશ્રીને આપવામાં આવેલ છે.

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન (વયવંદના) યોજના :

લાભ કોને મળી શકે?

  1. ૬૦ વર્ષ, કે તે કરતાં વધુ ઉંમરના સ્ત્રી કે પુરુષને આનો લાભ મળી શક્યું.
  2. અરજદાર ભારત સરકારની ગાઈડલાઈન મુજબના બી.પી.એલ. લાભાર્થી હોવા જોઈએ અને ગરીબી રેખાની યાદીમાં૦થી ૧૬ના સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબના સભ્ય હોવા જોઈએ. (અરજદાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેઓના ગામની પંચાયતમાં અને નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કેમહાનગરપાલિકાની કચેરીમાં બી.પી.એલ. લાભાર્થી તરીકે નોંધાયેલ હોવા જોઈએ.)

મળવાપાત્ર સહાય:

  1. ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિને દર મહિને રૂ. ૪00.
  2. ૮૦થી વધુ વર્ષની વયની વ્યક્તિને દર મહિને રૂ. ૭00 મળે.
  3. આ સહાયની ચૂકવણી પોસ્ટ એકાઉન્ટ બેંક એકાઉન્ટ મની ઓર્ડર દ્વારા ચૂકવાય છે.

અરજીપત્રક ક્યાંથી મળે?

જે તે જિલ્લાની કલેક્ટરશ્રીની કચેરી (જનસેવા કેન્દ્ર)માંથી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીની કચેરીમાંથી પણ નિયતઅરજીપત્રક વિના મૂલ્ય મળી શકે.

અરજીપત્રક સાથે કયા કાગળો (આધાર-પુરાવા) બિડવાના?

  1. નિયત ફોર્મ સંપૂર્ણ વિગતો ભરી, ફોર્મ ઉપર નિયત જગ્યાએ પાસપોર્ટ સાઈઝનો પોતાનો ફોટો લગાડી.
  2. ઉંમરનો પુરાવો.
  3. ગરીબી રેખાની યાદીમાં ૮થી ૧૬ના સ્કોરમાં નામ હોવા બાબતનો પુરાવો.

ફોર્મ ભરીને ક્યાં આપવાનું?

  1. પોતાના તાલુકાની મામલદારશ્રીની કચેરીમાં ફોર્મ બિડાણો સહિત આપવાનું.
  2. ચકાસણી બાદ આવેલ અરજીપત્રક મંજૂર/નામંજૂર કરવાની સત્તા મામલતદારને આપવામાં આવેલ છે.

૩૮. વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટિઝન્સ) માટેની યોજના :

ભારતના વરિષ્ઠ નાગરિકો માનભેર સંતોષપૂર્વક જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર કાર્યરત છે અને તેઓ માટે તબક્કાવાર યોજનાઓ તૈયાર કરી તેની અમલવારીનું કામ હાથ ધરાય છે. આ માટે ભારત સરકારે :

  1. વરિષ્ઠ નાગરિક માટેની રાષ્ટ્રીય નીતિ - ૧૯૯૯ (N.PO.P)
  2. ખરડો નંબર : ૪૦-સી : મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોના નિભાવ અને કલ્યાણ માટેના ખરડો – ૨૦૦૭.

(વૃદ્ધોના ભરણપોષણ, સારસંભાળ અને રક્ષણ માટે કેન્દ્ર સરકારે ધ મેઈન્ટેન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટિઝન્સ એક્ટ-૨૦૦૭” બહાર પાડેલ છે.)

ગુજરાત સરકારે આ કાયદાના અમલ માટેનું તા.૭-૧૦-૨૦૦૮ના રોજ જાહેરનામું | બહાર પાડ્યું છે. જેથી ગુજરાતમાં આ કાયદો અમલમાં આવી ગયો છે. સરકાર કાયદાના અમલની જોગવાઈ અંગેના નિયમો ઘડી કાઢ્યા છે અને ટ્રીબ્યુનલની રચના કરી છે. જેથી તરછોડાયેલા વૃદ્ધો તેમના સંતાનો વિરુદ્ધ ફરિયાદ કરી શકે. ટ્રીબ્યુનલ સંતાનોને તેમના માતા-પિતાના ભરણપોષણ અને સારસંભાળ માટેના આદેશો કરી શકશે અને જવાબદારી ન સંભાળે તો દંડ અને સજા થઈ શકશે.

વરિષ્ઠ નાગરિકો માટેની ટોલ ફ્રી હેલ્પ લાઈન : ૧૮૦૦ ૨૩૩ પપ૦૦

૩૯. હેલ્પેજ  ઇન્ડિયા :

સર્વિચાર પરિવાર કેમ્પસ, શ્રી નારાયણગુરુ વિદ્યાલય નજીક, સેટેલાઈટ રોડ, રામદેવનગર, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૦૭૯-૨૩૮૬૦૭૫૮,

E-Mail : helpage_ahd@sancharnet.in Website : www.helpageindia.org

હેલ્પેજ ઇન્ડિયા એ ૧૯૭૮માં રજિસ્ટર્ડ થયેલી બીન સાંપ્રદાયિક સ્વૈચ્છિક સંસ્થા છે. સંસ્થાના સંરક્ષક દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામન છે. સંસ્થાનો ધ્યેય દેશના વંચિત રહેલા વૃદ્ધજનોનું જીવનસ્તર ઊચું લાવવા માટે કાર્ય કરવું.” ઉપરાંત સંસ્થા આજના યુગના વૃદ્ધોમાં જોવા મળતી મુશ્કેલીઓ જેવી કે, એકલાપણું, ગરીબી અને અવગણના સામે લડત આપે છે. આ સંસ્થાનું વડું મથક દિલ્હીમાં છે અને ૩૩ રાજ્યોમાં ઓફિસ છે. હેલ્પેજ ઇન્ડિયા સંસ્થાએ રૂા. ૨૦૦ કરોડના ખર્ચે કુલ ૪,૬૫૩ પ્રોજેક્ટ કર્યા છે. સંસ્થાના ગુજરાત રાજ્યમાં ચાલતાં મુખ્ય કાર્ય નીચે પ્રમાણે છે.

  • અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં હરતાં-ફરતાં દવાખાનાની સેવા ચાલુ છે. જે દર વર્ષે આશરે ૨૦,૦૦૦ વૃદ્ધોને વિના મૂલ્ય તબીબી સેવા પૂરી પાડે છે.
  • ભૂજમાં ૪,૦૦૦ મહિલાઓને “માઈક્રો ફાઈનાન્સ' (નાની નાણાકીય સહાય) પૂરી પાડી છે.
  • ૧૨ પાર્ટનર હોસ્પિટલની મદદથી દર વર્ષે આશરે ૫,૦૦૦ હજાર મોતિયાના ઓપરેશન કરે છે.
  • રાજ્યનાં ૨૫૦ ગરીબ વૃદ્ધોને પોતાનાં સ્પોન્સર એ ગ્રાન્ડ પેરેન્ટ (એડોપ્શન પ્રોગ્રામ) (દત્તક) અન્વયે દર મહિને રૂા.૬૦૦ની મદદ કરે છે. સંસ્થા રાજ્યનાં ૧૧ વૃદ્ધાશ્રમ, બે ડે-કેર સેન્ટર અને ૧૨ હોસ્પિટલોને મદદ કરે છે.
  • વૃદ્ધજનોના કલ્યાણ અર્થે “આર્થિક પુનર્વસન કાર્ય હેઠળ રાજયમાં ૫ પ્રોજેક્ટ ચાલું છે.
    • ૨૦૦૧નાં ભયંકર ભૂકંપના રાહત-કાર્યમાં સંસ્થાએ આશરે ૧૨,૦૦૦ વૃદ્ધજનોને પુનર્વસન માટે નવા મકાન બાંધી આપી, તબીબી સહાય તેમજ ચાર મહિના સુધી ફૂડ-રાશનની સંપૂર્ણ સહાય કરી હતી.
    • સંસ્થાએ ભૂજમાં એક મલ્ટીસ્પેશ્યાલિટી કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું બાંધકામ કરી આપ્યું છે, તેમજ ૧ જીરિયાટ્રીક સેન્ટર, ૧ ટ્રોમા-કાઉન્સિલ સેન્ટર, ૧ પેથોલોજી લેબોરેટરી, ૧ ફીજીયોથેરાપી સેન્ટર, ૧ સંપૂર્ણ સાધન-સહિત ઓથેલ્મિક ઓપરેશન થિયેટર અને હરતા-ફરતા દવાખાનાની સુવિધા વૃદ્ધજનોના કલ્યાણ અર્થે પૂરી પાડી છે.
  • ઉપરાંત સંસ્થા દેશનાં અન્ય રાજ્યોમાં પણ વૃદ્ધજનોનાં કલ્યાણ અર્થે આ જ રીતે કાર્યરત છે.
  • લોકોમાં વડીલો પ્રત્યે સંવેદના અને તેમની સંભાળ રાખવાની જાગૃતિ આવે તે અને તેમાંય ખાસ કરીને સ્કૂલમાંવિદ્યાર્થીઓમાં અવેરનેસ કેમ્પન ચલાવે છે. જેથી વૃદ્ધો તરફ લોકોની સંભાવના બની રહે.

૪૦. નિરાધાર વિધવા બહેનો માટેની આર્થિક સહાયની યોજના :

જો ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોય તો નિરાધાર વિધવાઓને દર માસે રૂ. ૭૫૦/- અને બાળકદીઠ રૂ. ૧૦૦ પ્રમાણે સહાય (૨ બાળકોની મર્યાદામાં) ચૂકવવાનું રાજય સરકારે નક્કી કર્યું હતું. તેમાં હવે રાજ્ય સરકારે સુધારો કરી હવેથી તા. ૧-૧૧૨૦૧૬થી વિધવા લાભાર્થી મહિલાઓને એક સરખા દરે રૂ. ૧૦૦૦-૦૦ની સહાય દર માસે ચૂકવવાનું ઠરાવ્યું છે. (તા. ૧૯-૧૦-૨૦૧૬નો મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ) (નોંધ - તા. ૪-૩-૨૦૧૬ના ઠરાવની અન્ય સર્વે બાબતો/શરતો યથાવત રહેશે.)

અરજદાર વિધવાની પોતાની જંગમ તથા સ્થાવર મિલકતના રોકાણમાંથી વ્યાજ સહિત બધા સાધનોમાંથી (૧) ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ. ૪૭,OOO/- અને (૨) શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ. ૬૮,૦૦૦/-થી ઓછી હોય તેવી નિરાધાર વિધવા મહિલા (કોઈનું ઘરકામ કરતી હોય તેની આવક ગણવાની નથી.) આ સહાય મેળવવા પાત્ર ગણાશે.

વિધવા થયાની તારીખથી ૨ (બે) વર્ષની સમયમર્યાદામાં વિધવા સહાય મેળવવા ફોર્મ ભરવાની સમય મર્યાદા જે હતી તે હવે તા. ૧-૪-૨૦૧૨ની અસરથી રદ કરવામાં આવી છે પરંતુ સહાયનો લાભ ફક્ત ફોર્મ ભર્યાની તારીખથી મળવાપાત્ર થશે. આમ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી અને ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવી નિરાધાર વિધવા બહેનો આ યોજનાનો લાભ લઈ શક્યું.

તા. ૧-૪-૨૦૧૨થી જે વિધવા મહિલા લાભાર્થીઓએ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરી હશે અને તેઓ જો નિયમોનુસાર પાત્રતા ધરાવતા હશે તો મળવાપાત્ર થશે. જે લાભાર્થીઓની ઉંમર ઠરાવના અમલની તારીખે ૧૮થી ૪૦ વર્ષની વયજુથના એટલે કે ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમર હોય તેવા તમામ લાભાર્થીઓએ બે વર્ષની અંદર તાલીમમાં જોડાવવાનું રહેશે અને બે વર્ષની અંદર તાલીમ પૂર્ણ કરી લેવાની રહેશે. આ સહાય અરજદારની નજીકની પોસ્ટ ઓફિસના બચતખાતા (ડબલ્યુએફએ-વિડો ફાઈનાન્સિસ આસિસ્ટન્ટ) દ્વારા ચૂકવવામાં આવશે.

આ યોજનાના લાભાર્થી વિધવા બહેનોએ દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે મતલબનું મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ બીજા વર્ષની સહાય મળવાપાત્ર થશે.

આ અંગેના અરજીપત્રકો તાલુકા મામલતદારશ્રીઓની કચેરીઓમાંથી વિના મૂલ્ય મળી શકશે. અરજી પત્રકો સંપૂર્ણરીતે ભરી માગ્યા મુજબના જરૂરી બિડાણો એટલે કે રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ, પતિના મરણના દાખલાની ઝેરોક્ષ નકલ, પોતાના તથા બાળકોના ઉંમરના દાખલાના ઝેરોક્ષ નકલ, મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી તરફથી મળેલ આવકનો તથા પુનઃલગ્ન કર્યા નથી તે બાબતનો દાખલો તથા ફોર્મ ઉપર અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાડી અરજીપત્રક પોતાના તાલુકાના મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

નોંધ : કોઈ નિરાધાર વિધવા બહેનનો પુત્ર ૨૧ વર્ષનો હોય પરંતુ તે માતાનું ભરણપોષણ કરવા માટે સક્ષમ ન હોય જેમ કે, પાગપણ, શારીરિક અપંગતા, આજીવન કારાવાસ(કેદ), અથવા પુત્રનું મૃત્યુ થાય વગેરે કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

૪૧. વિધવા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા વીમા કવચ:

  1. તા.૧-૪-૨૦૦૮થી યોજનાના લાભાર્થીઓને વિના મૂલ્ય રાજય સરકારની જૂથ વીમાયોજના હેઠળ રૂા.૧,૦૦,૦૦૦/-નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
  2. આ અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ લાભાર્થીનું અકસ્માતથી અવસાન થયેથી અથવા અકસ્માતથી કાયમી અપંગતા થવાથી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  3. આ અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ લાભ મેળવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

નિરાધાર વિધવા બહેનોને તાલીમ દ્વારા પુનઃસ્થાપન કરવાની યોજના :

રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાયની યોજના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી, સ્વનિર્ભર બનાવી, પુનઃ સ્થાપન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. લાભ કોને મળી શકે ?

  1. ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરની વિધવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે.
  2. નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઈએ.
  3. ટૂંકાગાળાનો સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતા પૂર્વકનો પૂર્ણ કરવાનો રહેશે.
  4. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરતાં સાધન સહાયની કીટ રૂ. ૫૦૦૦/-ની મર્યાદામાં આપવામાં આવશે.

તાલીમ મેળવવા ક્યાં સંપર્ક કરવો?

વિધવા સહાય મેળવતા ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના લાભાર્થીઓએ તથા સહાય ન મેળવતી વિધવા બહેનો તેઓએ તાલીમ મેળવવા જે તે જિલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારીની કચેરીનો સંપર્ક કરવો.

૪૩. વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય :

ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અને અધિકારિતા વિભાગના તા.૩૧-૩-૦૮ના ઠરાવ ક્રમાંક અપગ ૧૦-૧૦-૦૦૭-નબા ૨૧/છ-૧ દ્વારા વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ સહાય પેટે રૂા.૪૦,૦૦૦/- આપવાની નવી યોજના ચાલુ કરેલ હતી, તેમાં સુધારો કરી હવે નીચેના કોઠા મુજબ આપવાનું નક્કી કરેલ છે.

ક્રમ

યોજનાનું નામ

અમલીકરણવિભાગ

લાભાર્થી ગૃપ

યુનિટ કોસ્ટ

૧૧

વિકલાંગ

વિધવા

આવાસ યોજના

સામાજિક

ન્યાય અને

અધિકારિતા

વિભાગ

વિકલાંગ

વિધવા હોવા

જોઈએ.

રાજ્ય સરકારની સહાય રૂા. ૪૫,OOO

+ શ્રમફાળોરૂા. ૭,૦૦૦/-

કુલ રૂપિયારૂા. ૫૨,000/-

+ ટોઇલેટ બ્લોક રૂા.૨, ૨૦૦/-

+ ટોઇલેટ બ્લોક શ્રમફાળો રૂા. ૩00/-

કુલ યુનિટ કોસ્ટ રૂા. ૫૪,૫૦૦/-

  1. ૧૮ થી ૬૦ વર્ષ સુધીની વિકલાંગ વિધવા મહિલા કે જે ૪૦ ટકા કે તેથી વધુની વિકલાંગતા ધરાવતી હોય તેનેફક્ત એક જ વખત આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
  2. ગ્રામ પંચાયતના ચોપડે મકાન તરીકે નોંધાયેલ હોય તો પણ તદ્દન કાચું, ગાર-માટીનું ઘાસ પૂળાનું કૂબા ટાઇપનું મકાન જે રહેઠાણ માટે યોગ્ય ન હોય તે ધરાવનાર વિકલાંગ વિધવા મહિલાને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  3. અરજદાર વિકલાંગ વિધવા મહિલાના નામે કે તેમના સ્વર્ગસ્થ પતિના નામે ગ્રામ પંચાયત રેવન્યુ સિટી સર્વેનાઅથવા અન્ય સક્ષમ કચેરીના દફતરે જમીનનો પ્લોટ નોંધાયેલ હોવો જોઈએ અને અરજદાર મહિલા તેનો કબજો ભોગવટો ધરાવતી હોવી જોઈએ.
  4. રેવન્યુ/સિટી સર્વે વગેરેમાં જમીનનો પ્લોટ નોંધાયેલ ન હોય તો પણ જો રજિસ્ટર દસ્તાવેજથી નોંધાયેલ હોય તો મિલકત તબદીલ થઈ હોય તેવા જમીનના પ્લોટના કબજેદાર વિકલાંગ વિધવા મહિલાને આ સહાય મળવાપાત્ર થશે.
  5. અરજદાર જે સ્થળે મકાન બનાવવાના હોય તે શહેરી/ગ્રામ વિસ્તારમાં સળંગ પ વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ.
  6. સરકારની આવાસો માટેની કોઈ પણ ખાતાની યોજના હેઠળ લાભ મેળવેલ હોવો જોઈએ નહીં.
  7. વિકલાંગ વિધવા એટલે પતિના અવસાન અંગેનો દાખલો જેમાં પતિના મૃત્યુની તારીખ દર્શાવેલ હોય તેવો સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  8. વિકલાંગતા અંગે જિલ્લા સિવિલ સર્જનશ્રી દ્વારા કાઢી આપવામાં આવેલ અધિકૃત વિકલાંગતાનું પ્રમાણપત્ર અનેતેના આધારે જિલ્લા સમાજ સુરક્ષા કચરીએ કાઢી આપેલ વિકલાંગ ઓળખપત્ર માન્ય રહેશે.
  9. આ યોજનામાં કુટુંબની વ્યાખ્યામાં પોતે, પોતાના બાળકો અથવા સાવકા બાળકો તેમજ માતા, પિતા કે સાસુ,સસરા જેઓ તેમની સાથે રહેતા હોય તેનો સમાવેશ થાય છે.

ઉપર મુજબની શરતો જે વિકલાંગ વિધવા મહિલા પરિપૂર્ણ કરતી હોય તેઓએ જે તે જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતેથી નિયત કરેલ ફોર્મ વિના મૂલ્ય મેળવી લેવા તેમજ સદર ફોર્મમાં વિગતો ભરી માંગ્યા મુજબના જરૂરી પૂરાવાઓ સાથે તે જ કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.

૪૪. નિરાધાર વિધવા તથા વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના:

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ ક્રમાંક  : અપગ/૧૦૨૦૦૫/ન.બા.૪/છ.૧,તા.૨૮-૦૩-૦૭થી વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનો માટે વીમા સહાય યોજના મંજૂર કરવામાં આવી છે.

નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : જવય-૧૦૦૪-૬૮૧(૨૧)-ઝ, તા. ૨૫-૬-૨૦૦૭થી વિવિધ ખાતા મારફત ચાલતી જૂથ અકસ્માત વીમા યોજનાઓનું એકત્રિકરણ કરવામાં આવ્યું છે. રાજય સરકારે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની યોજના મંજૂર કરી છે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate