অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રશ્નોત્તરી

પ્રશ્નોત્તરી

અશક્તતા આયુક્તની કચેરી

પ્રશ્ન : ૧

વિકલાંગ ધારાની જોગવાઇઓનો સંબંધિત કચેરીઓ દ્વારા અમલ ન થતો હોય તેવા પ્રશ્નો રજૂ થાય છે.

જવાબ :૧

વિકલાંગ ધારા અન્‍વયે જે કચેરીએ અમલ કરવાનો થતો હોય અથવા વિકલાંગ ધારાનો ભંગ કરેલ છે તેવું જણાય ત્‍યારે સંબંધિત કચેરીને વિકલાંગ ધારાની કલમ તરફ ધ્‍યાન દોરી અમલ કરવા જણાવવામાં આવે છે.

 

 

પ્રશ્ન : 

ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા સમયે વિકલાંગોને પરીક્ષા આપવામાં પડતી મુશ્‍કેલી જેવી કે, ભોંય તળિયાના બદલે ઉપરના માળે બેઠક વ્‍યવસ્‍થા, ૩૦ મિનિટ વધારે સમય ફાળવવાની બાબત, કે રાઇટર બાબતે રજૂઆત થાય છે.

જવાબ : ર

આવી બાબતમાં જે તે પરીક્ષા બોર્ડને કે પરીક્ષા કેન્‍દ્રને ફોન ઉપર/લેખિત જાણ કરવામાં આવે છે. વિકલાંગો માટે જે સુવિધાઓ મળવાપાત્ર હોય તેનો અમલ કરવામાં આવે અને વિકલાંગોને પરીક્ષાના દિવસોમાં હાડમારી ન પડે તે જોવા જણાવવામાં આવે છે.

 

 

પ્રશ્ન : ૩

ધોરણ ૧૦ અને ૧રના પરિણામો પ્રસિદ્ધ થયા પછી, ડીપ્‍લોમા કે ડીગ્રી એન્‍જીનીયરીંગ, મેડીકલ, પોસ્‍ટ ગ્રેજ્યુએટ, પી.ટી.સી., જેવા અભ્‍યાસક્રમો વિકલાંગો અને ખાસ અંધ વિકલાંગોને પાત્ર હોવા છતાં પ્રવેશ આપવામાં આવતો નથી. તેવી રજૂઆતો મળે છે.

જવાબ : ૩

સક્ષમ સત્તાધિકારીને ફોન ઉપર તેમજ લેખિતમાં વિકલાંગ ધારા અન્‍વયે મેરીટ ધ્‍યાને લઇ વિકલાંગના કવોટા સામે પ્રવેશ આપવા વિચારણા કરવા જણાવવામાં આવે છે.

 

 

પ્રશ્ન : ૪

સરકારની જુદી જુદી સહાય યોજનાઓનો લાભ ના મળતો હોવા અંગે તેમજ અરજી કરી હોવા છતાં તાબાની કચેરીઓ ધક્કા ખવરાવતી હોવા અંગે રજૂઆતો મળે છે.

જવાબ : ૪

સમાજ સુરક્ષા નિયામક હેઠળની જિલ્‍લા કચેરીઓ તેમજ અલ્‍પ સંખ્‍યક નાણાં નિગમને આવી રજૂઆતો મોકલી વિકલાંગ અરજદારને મળવાપાત્ર સહાય/લાભની અરજી પર નિયમાનુસાર ત્‍વરિત પગલાં લેવા જણાવવામાં આવે છે.

 

 

પ્રશ્ન : ૫

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ સંચાલિત બસોના ડ્રાયવરો/કંડકટરોના વિકલાંગ સાથેના વર્તનની ફરીયાદો મળે છે. વિકલાંગોને અપશબ્‍દો કહેવા, બસમાંથી ઉતારી દેવા, ઓળખપત્ર કાયદેસરનું હોવા છતાં યેનકેન પ્રકારે હેરાન કરવા જેવી બાબતોની ફરીયાદો મળે છે.

જવાબ : ૫

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના ધ્‍યાન ઉપર આ બાબત લાવી, ડ્રાયવરો/કંડકટરોની વિકલાંગો સાથેની વર્તણૂંક સુધારવા પરિપત્ર કરવા, તેમને તાલીમ આપવા સૂચનાઓ આપવામાં આવે છે.

પ્રશ્ન : ૧

વિકલાંગ ધારાની જોગવાઇઓનો સંબંધિત કચેરીઓ દ્વારા અમલ ન થતો હોય તેવા પ્રશ્નો રજૂ થાય છે.

જવાબ :૧

વિકલાંગ ધારા અન્‍વયે જે કચેરીએ અમલ કરવાનો થતો હોય અથવા વિકલાંગ ધારાનો ભંગ કરેલ છે તેવું જણાય ત્‍યારે સંબંધિત કચેરીને વિકલાંગ ધારાની કલમ તરફ ધ્‍યાન દોરી અમલ કરવા જણાવવામાં આવે છે.

 

 

સ્ત્રોત: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate