વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વ્યાવસાયલક્ષી તાલીમ

વ્યાવસાયલક્ષી તાલીમ વિશેની માહિતી

 • અંધજન મંડળ ઈલેક્ટ્રોનિક તાલીમ કેન્દ્રઃ આ કેન્દ્રમાં ૩૦ દૃષ્ટિહીન-વિકલાંગ લોકોને કોઈલ બાંધવી અને નવી તૈયાર કરવી, એસેમ્બલિંગ કરવું વગેરેની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. જેથી કરી કારખાનાઓમાં તેમને માટે નોકરીની તક ઊભી થાય.
 • સોમાભાઈ લાલભાઈ મલ્ટી કેટેગરી વર્કશોપ : વાસ્તવિક જિંદગીમાં વ્યવસાયિક તાલીમ પ્રાપ્ત થાય અને નોકરીની તક ઝડપવામાં ઉપયોગી થાય તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં તેઓને લાઈટ-એન્જિનિયરિંગ, કોમર્શિયલ ડિઝાઈન, ફાઈલ અને સ્ટેશનરી બનાવવી, ટેલરિંગ, પ્રિન્ટિંગ અને બુક-બાઈડિંગ વગેરે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન લગભગ ૩૫૦ જેટલા અંધ-અપંગોને આનો લાભ મળે છે. આ તાલીમ દરમિયાન રૂા.૨૫૦/-થી રૂ.૫OO/- સુધીનું સ્ટાઈપેન્ડ તાલીમાર્થીઓને આપવામાં આવે છે. આ તાલીમના અંતે તાલીમ આધારિત કે સમકક્ષ રોજગાર કે સ્વરોજગાર મેળવવા લાભાર્થી સક્ષમ થાય છે.
 • પ્રીતિ જગમોહન ભોગીલાલ નેશનલ રિહેબિલિટેશન એન્જિનિયરિંગ સંસ્થા: શારીરિક રીતે વિકલાંગ લોકો માટે સાધનોનું | ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદનની સાથે વિકલાંગોને તાલીમ પણ પ્રાપ્ત થાય છે સાથે સાથે આ સાધનો દ્વારા હલન-ચલનની પણ તાલીમ આપવામાં આવે છે. વ્યાવસાયિક કાર્યકરોની ટીમ આખા ગુજરાતમાં ઠેક-ઠેકાણે ફરી કેમ્પનું આયોજન પણ કરે છે અને જરૂરિયાતમંદોને સાધન-સહાયનું વિતરણ પણ કરે છે. જેમાં કેલીપર્સ/નાયલોટિક કેલીપર્સ,
 • વ્હીલચેર, ટ્રાયસિક્ત, અંધજનોની લાકડી, કૃત્રિમ અવયવો વગેરેનો સમાવેશ થાય છે.

શિક્ષણ સહાયક પ્રવૃત્તિઓ

 • સી. એન. બ્રેઈલ સરક્યુલેટિંગ લાયબ્રેરી પુસ્તકાલય) : આ પુસ્તકાલય દ્વારા લગભગ ૧૩,૦૦૦ પુસ્તકોનો લાભ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને મળે છે, જેમાં અભ્યાસને અનુલક્ષીને વાર્તાઓ, નવલકથાઓ, સામાન્ય જ્ઞાનની ચોપડીઓ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ પુસ્તકો ગુજરાતીમાં હોય છે.
 • અર્ચના નટવરલાલ ટોકિંગ-બુક લાયબ્રેરી (બોલતું પુસ્તકાલય) : લગભગ ૧૦,૦૦૦ કેસેટોથી સુસજ્જ એવી આ લાયબ્રેરીનો લાભ લગભગ ૪૦૦ દષ્ટિહીન વિદ્યાર્થીઓ લે છે. સાહિત્યને લગતી, બ્રેઈલમાં અપ્રાપ્ય પુસ્તકોને કેસેટમાં રૂપાંતર કરી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે.
 • લાયોનેસ કર્ણાવતી હોસ્ટેલ ફોર ધી બ્લાઈન્ડ એન્ડ ડિસેબલ્ડ વિમેન્સ : આ હોસ્ટેલમાં ૫૦ દૃષ્ટિહીન-વિકલાંગ બહેનોને વિના મૂલ્ય રહેવા જમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે તથા આ હોસ્ટેલ દ્વારા બહારગામથી આવતા ટીચર્સ ટ્રેનિંગ કોર્સના શિક્ષકો અને મહેમાનોને પણ રહેવા-જમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે.
 • બી.એમ.એ.રીસર્ચ એન્ડ ન્યૂઝ લેટર્સઃ બી.પી.એ. દ્વારા ત્રિમાસિક ન્યૂઝ લેટર બહાર પાડવામાં આવે છે. જેની આવૃત્તિ ગુજરાતી અને અંગ્રેજીમાં પણ છે. આના દ્વારા તેના ૨૫૦૦ વાચકોને નેત્રહીન તથા વિકલાંગો અંગેના સમાચારો અને સંસ્થાની વિવિધ માહિતીથી માહિતગાર કરવામાં આવે છે.
 • બી.પી.એ.માં મળતી સગવડોઃ સલાહ-સૂચન અને માર્ગદર્શન (આસ-પાસના વાતાવરણમાં) દૃષ્ટિહીન માટે, સ્વતંત્ર રીતે ચાલવાની તાલીમ, ફિઝિયોથેરાપિસ્ટ, રોજગાર ઓફિસર, કૃત્રિમ અવયવો અને સાધન સહાય, નહિવત્ દષ્ટિ માપન અને મૂલ્યાંકન, હોમિયોપેથી દવા.
 1. અંધ કન્યા પ્રકાશ ગૃહ,કંચનગૌરી મંગળદાસ અંધકન્યાશ્રમ તાલીમ કેન્દ્ર, ડ્રાઇવ ઈન રોડ, માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ- પર ટે.નં. : ૨૭૪૯૦૧૪૭ website : www.akpgschool.org E-mail : info@akgshocol.org

ધોરણ ૧થી ૭ તથા નર્સરીનું શિક્ષણ સ્પેશ્યલ તાલીમાર્થીઓ દ્વારા ૨૦૫ બહેનો છાત્રાલયમાં રહીને પોતાનો સર્વાંગી વિકાસ સાધી રહી છે. વિસારદ સુધીનું સંગીત શિક્ષણ આપવામાં આવે છે. છાત્રાલયમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક કે કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ તાલીમ કેન્દ્રની તાલીમાર્થીઓ બની રહે છે. તાલીમ કેન્દ્રમાં બુક બાઈન્ડિંગ તથા વણાટ, નેતર કામ, હોમ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવે છે. હોમ સાયન્સ વિભાગ ધોરણ રથી શરૂ કરી ધોરણ ૧૨. કૉલેજ તથા લગ્ન ઉત્સુક યુવતીઓને રસોઈની તેમજ ઘરની તમામ જવાબદારી ઊઠાવવા તૈયાર કરવામાં આવે છે. દષ્ટિહીન બહેનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુક્ત રીતે જવા આવવા માટે મોબીલીટીની તાલીમ આપવામાં આવે છે અને સંસ્થાના કેમ્પસમાં આધુનિક મોબીલીટી પાર્ક તૈયાર કરવામાં આવેલ છે. દષ્ટિહીન બહેનો સમાજમાં બોજ ન બનતાં આદર્શ યુગલનાસ્વરૂપે કુટુંબની જવાબદારી લે તે માટે સંસ્થા યોગ્ય જીવન સાથી શોધીને લગ્નમેળા યોજે છે.

 1. અંધ કલ્યાણ કેન્દ્ર, પરમસુખ સોસાયટીની પાછળ, વિહાર કોલોની સામે, રાણીપ, અમદાવાદ-૩૮૨૪૮૦

દષ્ટિહીન બહેનોને હોસ્ટેલની સગવડ આપી તેમને સ્વાવલંબી બનાવવા પગ લૂછણિયાં, ઓફિસ ફાઈલ, ગૃહ સુશોભન, ચોકસ્ટીક, અગરબત્તી, મીણબત્તી, એનવેલપ, બોક્સ મેકિંગ વગેરેની સ્વ-રોજગાર વિષયક તાલીમ આપવામાં આવે છે. તેમજ હોમ સાયન્સ, ફિઝિયોથેરેપીની તાલીમ તથા સંગીતનું શાસ્ત્રીય વિશારદ સુધીનું શિક્ષણ પુરું પાડવામાં આવે છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે.

 1. અપંગ માનવ મંડળ, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, અટીરા પાછળ, વસ્ત્રાપુર રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫ફોનઃ (૦૭૯) ૨૬૩૦૨૩૪૩, ફેક્સ: ૦૭૯-૨૬૩૦૮૧૫૬

વિકલાંગ ભાઈઓ તથા બહેનોને પ્રિન્ટિંગ પ્રેસની, મશીનમેન, કંપોઝ, બુક બાઈન્ડિગની તાલીમ, સીલાઈ, રેકઝીન વર્ક અને એમ્બ્રોઈડરી, કોમ્યુટર વગેરેની તાલીમ આપવામાં આવે છે. સંસ્થા હેલ્પ લાઈન ચલાવી શિક્ષણ, તાલીમ, સારવાર, સાધન સહાય તથા રોજગારી અંગે માર્ગદર્શન આપે છે. કુમાર છાત્રાલયમાં ફિઝિયોથેરાપી સેન્ટર, સ્પોકન ઈંગ્લિશ ક્લાસ, ફેશન ડિઝાઈન સેન્ટર ચલાવવામાં આવે છે. E-mail : apangmanavmanda@yahoo.com. website : www.apangmanavmandal.org. હેલ્પલાઈન ટેલિફોન નંબરોઃ ૨૬૩૦૨૬૪૩, ૨૬ ૩૦

અપંગ માનવ મંડળની કન્યા છાત્રાલય, કન્યા કામધેનુ હોલ, ડ્રાઈવ-ઈન રોડ, અમદાવાદ-૩૮૦૦૫ર ફોન નં. ૦૭૯ ૨૭૯૧૩રપર ખાતે આવેલ છે, જ્યાં કાલીન્દી કાજિ ફેશન એન્ડ એપરલ ડિઝાઈન સેન્ટર, ડે કેર સેન્ટર, સ્પીચ થેરાપી સેન્ટર વગેરેની વ્યવસ્થા છે.

 1. ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેડ, ૬, સુદામા હાઉસ, પ્રિતમનગરનો પહેલો ઢાળ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ટે. નં. ૨૬૫૭૬૫૧૯, ૨૬૫૭૫૨૭૩

સંસ્થાનું નવું માલિકીનું મકાન “પાવન ધામ' વિનસ એપાર્ટમેન્ટ સામે, સંદેશ પ્રેસ રોડ, શ્રીજી પાર્લરના ખાંચામાં, વસ્ત્રાપુર, બોકડદેવ, અમદાવાદ-૫૪ ખાતે બાંધેલું છે. (ટે.નં. ૨૬૮૪૦૫૧૭, ૨૬૮૫૮૭૮૦) જ્યાં વિકલાંગ ભાઈઓ અમદાવાદ ખાતે ધંધો-રોજગાર કે નોકરી કરતા હોય અને તેઓ પાસે રહેવાની સગવડ ન હોય તો ટોકન દરથી રહેવાની સગવડ આપવામાં આવે છે. સેરીબ્રલ પાલ્સીના બાળકોને ફિઝિયોથેરાપીની સવલત વિના મૂલ્ય આપવામાં આવે છે.

પ્રિન્ટિંગ મશીન, ટ્રેડલ, અંગ્રેજી-ગુજરાતી કમ્પોઝ, બાઈન્ડિગ તથા કલેરિકલ જોબની તાલીમ વિના મૂલ્ય અપાય છે. અપંગોના લગ્ન મેળવડા યોજે છે. વિકલાંગ રમતોત્સવનું આયોજન કરે છે. જુઓ બાબત ૧૨૩.

 1. વિકલાંગ વ્યાવસાયિક પુનર્વાસ કેન્દ્ર આઈ.ટી.આઈ કેમ્પસ સામે કુબેરનગર, અમદાવાદ-૩૮૨૩૪૦. ફોનઃ ૨૨૮૧૧૬૨0AEF(આ ભારત સરકારની કચેરી છે)

આ કેન્દ્રમાં નીચે જણાવેલ વ્યવસાયોની તાલીમની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

 1. હેન્ડ ક્લોજિંગ અને બુક બાઈડિંગ
 2. આર્મેચર અને કોઈલ વાઈડિંગ
 3. ઓટો રિપેરિંગ
 4. ઈસ્યુમેન્ટ મિકેનિક
 5. ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ અને સર્વિસિઝ
 6. સ્ક્રીન પ્રિન્ટિંગ અને કોમર્શિયલ પ્રિન્ટિંગ
 7. રેફ્રીજરેશન અને એરકન્ડિશનિંગ
 8. કોમર્શિયલ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ
 9. કટિંગ અને ટેલરિંગ
  1. રેડિયો અને ટીવી મિકેનિક
  2. મેટલ (ટર્નર, ફીટર વગેરે
  3. સ્ટેનોગ્રાફી અને કોમર્શિયલ પ્રેક્ટિસ
  4. કારપેન્ટરી અને ચેરકેનિંગ

આ તાલીમમાં જોડાનારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. તાલીમ દરમિયાન શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. બારે માસ પ્રવેશ મળી શકે છે. મર્યાદિત સંખ્યામાં છત્રાલયમાં રહેવાની સગવડ ભાઈઓ પૂરતી આપવામાં આવે છે.

તે ઉપરાંત આ સંસ્થા ભારત સરકારની કચેરીઓમાં, જાહેર સાહસોની કચેરીઓમાં, ખાનગી ક્ષેત્રોમાં રોજગારી મેળવી આપવામાં તેમજ સ્વતંત્ર રોજગાર વિકસાવવામાં અને તેના આયોજન અને નાણાકીય સહાયતા મેળવી આપવામાં મદદરૂપ થાય છે.

 1. મહિલા વિકલાંગ વ્યાવસાયિક પુનર્વાસ કેન્દ્ર, નિઝામપુરા બસ સ્ટેન્ડની ગલીમાં, પેન્શનપુરા, વડોદરા - ફોન નં. (૦૨૬૫)૨૭૮૨૮૫૭

આ ભારત સરકારનું ફકત વિકલાંગ મહિલાઓ માટેનું પુનર્વાસ કેન્દ્ર છે, જેમાં નીચે જણાવેલ કોર્સની તાલીમ આપવામાં આવે છે.

 • સીલાઈ કામ૨.
 • કોમ્યુટર પ્રોગ્રામિંગ (ટેલિ સહિત)
 • કોમર્શિયલ (ટાઈપિંગ અને સ્ટેનોગ્રાફી)

 

વય મર્યાદા : ૧૬થી ૪૦ વર્ષ

શૈક્ષણિક લાયકાત : શિક્ષિત, અર્ધશિક્ષિત-પ્રવેશ મનોવૈજ્ઞાનિક તેમજ વ્યાવસાયિક મૂલ્યાંકનના આધારે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.

અપંગતા:  ૪૦ % કે તેથી વધુ પ્રમાણિત અપંગતા ધરાવતી અંધ બહેરી/મૂંગી વિકલાંગતાવાળી કે મંદબુદ્ધિવાળી કોઈ પણ મહિલા.

ફી:નિઃશુલ્ક

તાલીમ-સમયગાળો: ત્રણથી બાર માસનો અંશતઃ કે પૂર્ણ કાલીન

પ્રવેશપ સત્ર:વર્ષ પર્યત ગમે ત્યારે

છાત્રાલય:બહારગામ સ્થિત ઉમેદવાર માટે રાજય સરકાર સંચાલિત નારી સંરક્ષણ ગૃહ, નિઝામપુરા,  વડોદરા ખાતે રહેવા-જમવાની મફત સગવડતા જગાની ઉપલબ્ધતાના આધારે આપવામાં આવશે.

 1. શ્રી શાહ ખીમચંદ લક્ષ્મીચંદ બહેરા-મૂંગા શાળા-ટ્રસ્ટ,૫૧, વિપનગર, ભાવનગર - ૩૬૪૦૦૨, (ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ધી ડેફ સાથે સંલગ્ન) ફોન : ૨૪૨૯૩૨૬, ૨૪૨૦૮૩૬, ફેક્સ : (૦૨૭૮) ૨૪૩૧૧૬૦

E-mail : klinstitytedeal@gmail.com/pnr@snacharonline.net. Visit use : www.pnrsssociety.org

શ્રવણમંદો માટે :

(૧) શિક્ષણ : પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક (ગ્રાન્ટેડ), માધ્યમિક શાળા (નોન ગ્રાન્ટેડ)

(૨) વોકેશનલ

ટ્રેનિંગ :

સીવણ, કોમ્યુટર ગ્રાફિકસ DTP સ્ક્રીન પ્રિન્ટિંગ, કોમ્યુટર ફેશન ડિઝાઈનિંગ (૩) છાત્રાલય : રહેવા-જમવાની ઉત્તમ સગવડ, હવા ઉજાસ, આરોગ્યપ્રદ જગ્યા (૪) અદ્યતન પુસ્તકાલય : બાળકો, શિક્ષકો, ટ્રેનિંગ માટે (૫) રમકડાં ઘર (૬) ઈન્ડોર – આઉટડોર ગેઈમ્સ, યોગાસન પ્રવૃત્તિ (૭) ચિત્રકામ વિભાગ (૮) નૃત્યનાટ્ય સાંસ્કૃતિક એક્ટિવીટી (૯) પ્રવાસ-પર્યટન (૧૦) વાસ્તવિક સેવાઓ અને પ્રોજેક્ટ ઉજવણી (૧૧) શ્રવણવાણી કેન્દ્ર ઓડિયોલોજી એન્ડ સ્પીચ : ક્લિનિક અદ્યતન પ્યુટરરાઈઝડ સાધનો સાથેનું ક્લિનિક જેમાં ઓડિયોગ્રામ, ઈમ્પિડન્સી ઓડિયોમેટ્રી, BERA સેન્ટર, સ્પીચ ટ્રેનિંગ, હીયરિંગ એઈડ વિતરણ સેન્ટર, સર્વિસ સેન્ટર, ઈયર મોલ્ડ સેન્ટર. (૧૨) ઈન્ફન્ટ ટ્રેનિંગ એન્ડ અર્લી આઈડેન્ટિફિકેશન એન્ડ ઈન્ટરવેન્શન સેન્ટર (૧૩) શ્રવણમંદોનાં સ્વજનો માટેનો છ માસનો તાલીમ કોર્સ, હોસ્ટેલ સુવિધા સહિત તથા પેરેન્ટ કાઉન્સેલિંગ સુવિધા (૧૪) શ્રવણમંદોનાં શિક્ષકો માટેની તાલીમ કૉલેજ, B.ED. (HI) એક વર્ષ, D.SE. (HI) બે વર્ષ, RC, માન્ય (ભાવનગર યુનિ. એફિલીએશન) B.ED. (SEDE) પત્રકાર અભ્યાસક્રમ આંબેડકર ઓપન યુનિવર્સિટી (૧૫) મેરેજ બ્યુરો.

ઉપરની અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રવણમંદોના ક્ષેત્રે આ સંસ્થા દ્વારા થઈ રહી છે.

 1. તાતા એગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ટ્રેનિંગ સેન્ટર ફોર ધ બ્લાઈન્ડ “તારેબ, તાતા વાડી, પોસ્ટ ફણસા, જિ. વલસાડ,પિનકોડ-૩૯૬ ૧૪૦ (ગુજરાત) ફોન નંબર : ૦૨૬૧-૨૭૧૬૭૬૯, ૨૭૧૬ ૨૨૯, ૨૩૦૯૩૯૯દમણથી પ-૬ કિ.મી. દૂર ગુજરાતના સાગરકાંઠાના કિનારા ઉપર આવેલા ફણસા ગામે સને ૧૯૬૦થી ઉપરોક્ત સંસ્થા કાર્યરત છે. ઉદ્યોગપતિ જમશેદજી તાતાએ પોતાની માલિકીની નાળિયેરીના, હાફૂસ કેરીના તથા ચીકુ વગેરેના ઝાડો સાથેની ૨૪૦ એકર જમીન તથા તેમાં બનાવેલો નાનો બંગલો (રેસ્ટ હાઉસ) તથા તે જમીનની બંને બાજુએ ૬૦ એકર તથા ૪૦ એકરના બે મીઠા પાણીના તળાવો, તાતા ટ્રસ્ટને દાન કરેલ છે. જયાં ભારત ભરમાંથી નાતજાતના ભેદભાવ વિના નિરક્ષર-ગરીબ ૧૬ થી ૩૫ વર્ષની વયના નેત્રહીનોને અહીં લાવી શાકભાજીની વાવણી – ઘઉં – ડાંગર – જુવાર – બાજરીની ખેત ઉત્પાદનની તથા ઘાસચારાની વાવણી તથા ગાયોની સાચવણી – મરઘા ફાર્મની તાલીમ આપવામાં આવે છે, તાલીમ દરમ્યાન નેત્રહીનોના નિવાસભોજન-કપડાં-દવા અને પુનવર્સનની તમામ સગવડ વિનામૂલ્ય આપવામાં આવે છે. ૨ થી ૩ વર્ષમાં ખેતીવાડી ડિપ્લોમાની તાલીમ બાદ જે-તે અંધ વ્યક્તિને તેના વતનમાં સરકારના સહયોગ દ્વારા કે તાતા ટ્રસ્ટ દ્વારા દોઢ-બે એકર જમીન વેચાણ લઈ ઈલેક્ટ્રિક મોટર કે ઓઈલ એન્જિન પંપની સગવડ કરી, સિંચાઈની સવલત સાથે તેમજ ગાય, બળદ કે બકરીઓ - પશુ સહાય આપી એમને પગભર કરવા સઘન પ્રયત્નો કરવામાં આવે છે.

ટ્રેનિંગ લીધેલ નેત્રહીન વ્યક્તિ પોતાના વતનમાં સ્થાયી ન થઈ શકે તેમ હોય તો તેઓને “તારેબ કો-ઓ. ફાર્મિંગ સોસાયટી લિમિટેડ' કે જે ફણસા ગામની નજીક કલગાંવ ખાતે ૫૦ એકર જમીન ધરાવે છે ત્યાં રાખી બીજી અંધ વ્યક્તિઓ સાથે ખેતી-પશુપાલનનું કામ કરી પોતાનો નિભાવ કરી શકે તેવી સવલત ટ્રસ્ટે કરી છે.

બંને પ્રકારની વ્યવસ્થા આખા એશિયા ખંડમાં ફક્ત ફણસા ખાતે છે. તે આપણા સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે.

 1. સદ્દવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર: મું - ઉવારસદ, વાયા-અડાલજ તા.જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૨ ફોન : ૦૭૯-૨૩૨૮૯૦૦૯ ટેકનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર.

સંસ્થામાં શિક્ષણ તેમજ રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે અને નીચે મુજબના કોર્સિસ પણ ચાલે છે.

અ.નં.

કોર્સ - અભ્યાસ

મુદ્દત

પ્રવેશ લાયકાત

૧.

સર્ટિફીકેટ કોર્સ ઈન-ગ્રાફિક આર્ટસ (ડી.ટી.પી.

કોમ્યુટર, સ્ક્રીન પ્રિન્ટિગ ઓફસેટ પ્રિન્ટિંગ

૧ વર્ષ

ધોરણ ૧૦ પાસ

૨.

સર્ટિફીકેટ કોર્સ ઈન-પ્રિન્ટ ફિનિશીંગ એન્ડ પેકેજિંગ

૧ વર્ષ

ધો. ૯ પાસ

 

વિકલાંગ ભાઈઓને છાત્રાલયની સગવડ સંસ્થા તરફથી મળે છે.

10. ગાંધીઘર કછોલી સંચાલિત દેવબાળ છાપશાળા, કછોલી, સ્ટેશન-અમલસાડ, તાલુકો-ગણદેવી, જિ. નવસારી

બીબાં ગોઠવણી (કંપોઝ, છાપકામ, બાઈન્ડિગ કામ, સ્કિન પ્રિન્ટિંગ, રૂલિંગ, પ્લાસ્ટિક વેલ્ડિંગ, સ્ટેશનરી આર્ટિકલ કોરૂગેટેડ કાર્ડ બોક્ષ, ફિલ્મ લેમિનેશન, ડોક્યુમેન્ટ લેમિનેશન વગેરેની તાલીમ આપી, જરૂરતમંદોને તાલીમ પૂરી થયા પછી કામે પણ રાખવામાં આવે છે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

2.70833333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top