પ્રાથમિક શાળાઓમાં નેત્રહીનોને સંગીત શિક્ષક તરીકે પસંદગી આપવા માટે સરકારે ઠરાવ્યું છે. જો બીજી બધી રીતેયોગ્ય હોય તો ફક્ત સંગીત શિક્ષકની જગ્યા માટે નેત્રહીનોને પ્રાથમિક શાળાઓમાં પસંદગી આપવા અગ્રતા આપવી.
આ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓમાં સંગીત શિક્ષક તરીકે નેત્રહીનોને પસંદ કરવા તેમ ઠરાવ્યું છે. અંધ શિક્ષકને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી આપવા છેલ્લી વય મર્યાદા ૪૦ વર્ષની છે.
“દષ્ટિહીન’ વ્યક્તિને ટેલિફોન અગ્રતાથી અને ટેલિફોન ભાડામાં ૫૦ ટકા રાહતઃ
કોઈ પણ નેત્રહીન વ્યક્તિને ટેલિફોનની જરૂરિયાત હોય અને તે અરજી કરે તો તેને ટેલિફોન અગ્રતાના ધોરણે આપવાની તેમજ ટેલિફોનના માસિક ભાડામાં ૫૦ ટકા રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
નિયત ફોર્મ (અરજી સાથે) સરકારી હોસ્પિટલના સીએમએમએસ/ઓથેલ્ટિક સર્જનના સર્ટિફિકેટની પ્રમાણિત નકલ બીડવી. (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશનનો તા.૨૩-૯-૯૩૯નો પત્ર નં.૯-૨૧/૯૩ પી.એચ.એ.)
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020