অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પી.ટી.સી. પ્રવેશમાં વિકલાંગો માટે ત્રણ ટકા બેઠકો અનામત

પી.ટી.સી. પ્રવેશમાં વિકલાંગો માટે ત્રણ ટકા બેઠકો અનામત

હવે પછી દર્શાવ્યા મુજબની વિષયક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક પછાત વર્ગ, બિનઅનામત) સરકારશ્રીની નીતિ મુજબ – ૩ ટકા. વિકલાંગ ઉમેદવારો સિવિલ સર્જન અનેજ્યાં સિવિલ સર્જન ન હોય, ત્યાં રેસિડેન્સિયલ મેડિકલ ઓફિસરની કાઉન્ટર સહી કરાવેલું પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં મેળવી રજૂ કરવાનું રહેશે.

વિકલાંગ ઉમેદવારે વિકલાંગતા ચકાસણી સમિતિ સમક્ષ વિકલાંગતાની ચકાસણી માટે રજૂ થવાનું રહેશે. ઉમેદવારની વિકલાંગતા અંગે ચકાસણી સમિતિનો નિર્ણય આખરી ગણાશે.

મૂક-બધિર ઉમેદવારો : મૂક-બધિર ઉમેદવારો માટે સૌ પ્રથમ અગ્રતા તેમના સ્પષ્ટ ઉચ્ચારણો અને સ્પષ્ટ સાંભળી શકવાની ક્ષમતા હોવી જરૂરી. મૂકબધિરનું પ્રમાણ નીચે મુજબ હોવું જરૂરી છે.

 

Sr. No

Category

Type ofImpairment and

 

dB Level

Speech

descrimination

Percentage

of Impairment

1.

II

Moderate

Hearing

impairment

41 to 55 db

in better ear

50 to 80%

better ear

40% to 50%

2.

III

Serverre

hearing

56 to 70 db

in better ear

40 to 50%

better ear

50% to 75%

 

 

 

(શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક ટીસીએમ. ૧૪૦૨/૩૫૪/ન, તા. ર-૯-૨૦૦૩ મુજબ

impairment

 

 

અંધત્વ અથવા અલ્પ દેષ્ટિ ધરાવતા ઉમેદવારો : શાળાના વર્ગખંડોમાં નિરીક્ષણ કરી શકે તેવી દૃષ્ટિ-ક્ષમતા હોવી જરૂરી, અંધત્વ અથવા અલ્પદૃષ્ટિનું પ્રમાણ નીચે મુજબ હોવું જરૂરી છે.

Sr. No

Category

Bettet eye

Worse eyeand or

 

Percentageof Impairment

1.

I

II

III

6/18 to 6/36

6/60 to 4/60

3/60 to 1/60

6/60 to Nil

3/60 to Nil

EC. 1 fit to Nil

 

75 %

75 %

 

અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો : ૪૦ ટકા અથવા તેનાથી વધારે પ્રમાણિત વિકલાંગતા સાથે આપમેળે સરળ રીતે હરીફરી શકવાની ક્ષમતા જરૂરી.

અનામત ઉમેદવારોને પ્રવેશ :અનામત કેટેગરીના ઉમેદવારને ગુણવત્તા અનુસાર બિનઅનામત બેઠક ઉપર તેમની પસંદગીના સ્થળે પ્રવેશ મળતો હશે તો તે મુજબ પ્રથમ બિનઅનામત બેઠક ઉપર પ્રવેશ આપવામાં આવશે. તે માટે ઉમેદવાર જે કેટેગરીમાં હોય તે કેટેગરીની અનામત બેઠક ઉપર તેનો પ્રવેશ ગણવામાં આવશે નહિ અને સંબંધિત અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોની મળવાપાત્ર બેઠકોની સંખ્યા જાળવી રાખવામાં આવશે. આમ છતાં તમામ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકાર તરફથી જે કોઈ લાભ મળવાપાત્ર હોય છે તે લાભો આવા બિનઅનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવવા પાત્ર ઉમેદવારોને પણ મળવાપાત્ર રહેશે. અનામત કેટેગરીના ઉમેદવારને પસંદગીના સ્થળે જો બિનઅનામત બેઠક ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર ઈચ્છે તો પોતાની કેટેગરીની અનામત બેઠક ઉપર પ્રવેશ મેળવી શકશે. જે અંગેની સંમતિ ઉમેદવારે આપવાની રહેશે.

અનામત બેઠકો અન્ય કેટેગરીના ઉમેદવારોથી ભરવા :ઉપરોક્ત અનામત બેઠકો જે તે કક્ષાથી ભરાયા બાદ જો બેઠક ખાલી રહે તો તે પ્રવાહ બદલીને જે તે કેટેગરીના ઉમેદવારોથી ભરી શકાશે. તેમ છતાં જો બેઠકો ખાલી રહેશે તો આવી બેઠકો બિનઅનામત ઉમેદવારોથી ભરી શકાશે.

વધુ માહિતી માટે દર વર્ષે કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લોક નં.૧૨, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર તરફથી બહાર પડતી પી.ટી.સી. પ્રવેશ માટેના નિયમો તથા ફોર્મ સાથે મળતી માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરવો.

ઇજનેરી, ફાર્મસીના ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં વિકલાંગો માટે અનામત જગ્યાઓ :

૪૦ ટકાથી ૬૦ ટકા વચ્ચેની વિકલાંગતા ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. વિકલાંગ ઉમેદવારે સિવિલ સર્જન અને સિવિલ સર્જન ન હોય તો રેસિડેન્શિયલ મેડિકલ ઓફિસરની કાઉન્ટર સહી કરાયેલું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં મેળવી રજૂ કરવાનું રહેશે. વિકલાંગ તેમજ લશ્કરી સૈનિકોનાં બાળકો માટેની અનામત બેઠકોની જોગવાઈ સ્વનિર્ભર સંસ્થાઓને લાગુ પડશે નહીં.

(ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ઈજનેરી અને ફાર્મસીના ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકામાંથી)

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate