મુદતી ધિરાણ યોજના મુદતી ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ) વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ. શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં. ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં. વિકલાંગનું પ્રમાણ ૪૦ ટકા કે તેથી વધુ હોવું જોઇએ. વ્યાજનો દર પુરુષો માટે વાર્ષિક ૫% થી ૮% સુધી. વ્યાજનો દર મહિલાઓ માટે વાર્ષિક ૪% થી ૭% સુધી. લોન ૬૦ સરખા માસિક હપ્તામાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે. ૧૦૦ ટકા રકમ રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ (NHFDC) ફરીદાબાદ તરફથી નિગમને વાર્ષિક ૩ ટકાના ધોરણે ૮ વર્ષમાં ભરપાઇ કરવાના શરતે આપવામાં આવે છે. કોઇ સબસીડી નથી. માઇક્રો ધિરાણ યોજના વિકલાંગ સભ્યો ધરાવતા સ્વસહાય જૂથો તથા સારી શાખ ધરાવતી સંસ્થાને રુ. ૫.૦૦ લાખ સુધી ધિરાણ. સંસ્થાને નિગમે આપેલ લોન ધિરાણ સંસ્થા તેના સભ્યોને અથવા સ્વસહાય જુથોને વધુમા વધુ લોન ધિરાણ રૂ. ૫૦,૦૦૦/- સુધી આપી શકે. છેલ્લા ત્રણ વર્ષથી બચત, ધિરાણ અને વસુલાતની કામગીરી કરતી સંસ્થા હોવી જોઇએ. ત્રણ વર્ષથી નોંધાયેલ રજીસ્ટર્ડ સંસ્થા હોવી જોઇએ. શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં. ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં. સ્વસહાય જુથના સભ્યને ૫% વાર્ષિક વ્યાજનો દર. સંસ્થાને ૧.૫% વાર્ષિક વ્યાજનો દર. મહિલા લાભાર્થીઓ માટે વાર્ષિક વ્યાજ દરમાં ૧% રીબેટ આપવામાં આવે છે. ત્રિમાસિક ૧૨ સરખા હપ્તામાં વસુલાત. ૧૦૦% આવકનો સ્ત્રોત રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ, ફરીદાબાદ.