શેરી બાળકો
શેરી બાળકો શબ્દ એ બાળકો માટે વપરાય છે જે શહેરની ગલીઓમાં રહે છે. તેમને કુટુંબની સંભાળ અને સુરક્ષા હોતી નથી. શેરી પરના મોટાભાગના બાળકો 5થી 17 વર્ષની ઉંમરના હોય છે, અને તેમની વસતી શહેર પ્રમાણે બદલાય છે. શેરી બાળકો જાહેર મકાનો, કાર્ડબોર્ડના બોક્સ, બગીચા અથવા તો ગલીઓમાં રહેતા હોય છે. શેરી બાળકોને વ્યાખ્યાયિત કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ પ્રાથમિક સમસ્યા એ છે કે કોઈ ચોક્કસ પ્રકાર નથી પરંતુ એક મોટો વર્ગ છે જે થોડો સમય શેરીઓમાં પસાર કરે છે અને સૂવા માટે ઘરમાં જાય છે જ્યાં બીમાર છે અને કેટલાક એવા છે કે જે પુરો સમય શેરીઓમાં રહે છે અને તેમને કોઈ વ્યક્તિની સંભાળ કે દેખરેખ મળતી નથી.
વ્યાપક પ્રમાણમાં સ્વીકારાયેલી વ્યાખ્યા યુનિસેફ દ્વારા આપવામાં આવી છે જે શેરી બાળકોને બે મુખ્ય પ્રકારમાં વહેંચે છેઃ
શેરીના બાળકો જે કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે, ભીખ માગવાથી લઈને લારી ચલાવવા સુધી. મોટાભાગના દિવસના અંતે પોતાના ઘરે જાય છે અને કુટુંબમાં યોગદાન આપે છે. તે શાળાએ પણ જતા હોય તેવુ બની શકે અને કુટુંબમાંથી આવે છે તેવી ભાવના હોય. કુટુંબની આર્થિક પરિસ્થિતિના મહત્વના કારણે, આ બાળકો ધીરેધીરે શેરી પર કાયમી વસવાટ કરવા લાગે છે. બાળકો જે હકીકતમાં શેરીઓમાં રહે છે (કે સામાન્ય કુટુંબની વ્યવસ્થા બહાર રહે છે). કુટુંબ હોઈ શકે છે પણ તે કોઈક જ વખત કે પ્રંસગે જ હોય છે
ભારતમાં અનાથ અને શેરી બાળકોની પરિસ્થિતિ
- ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે જેમાં એક અબજની વસતી છે જેમાં 400 મિલિયનની વસ્તી બાળકોની છે.
- ભારત વિવિધ જાતિઓ, ભાષાઓ અને ધર્મો માટે જાણીતુ છે. તેમા 15 માન્ય ભાષાઓ અને 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે.
- આશરે 673 મિલિયન હિંદુઓ, 95 મિલિયન મુસ્લિમો, 19 મિલિયન ખ્રિસ્તીઓ, 16 મિલિયન શીખો, 6 મિલિયન બુદ્ધ ધર્મ પાળનારા અને 3 મિલિયન જૈન ધર્મ પાળનારા લોકો વસે છે.
- ભારતની વસતીના આશરે 26 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને 72 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જીવે છે.
- ભારતમાં એચઆઈવી/ એઇડ્સનું પ્રમાણ વસતીમાં માત્ર 0.9 ટકા છે તો પણ તે વિશ્વમાં એચઆઇવી/એઇડ્સ ધરાવતા લોકોની સરખામણીમાં બીજુ સ્થાન ધરાવે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા પહેલો દેશ છે.
- હાલના ઈતિહાસમાં કેટલાક નોંધપાત્ર વિકાસ છતાં, સમસ્યાઓ જેવી કે જાતિ ભેદભાવ, ગરીબી, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓની ખામીને કારણે દેશમાં એચઆઈવી/ એઇડ્સની નિયંત્રણ અને સારવારમાં તકલીફો હતી. ભારતમાં હજુ એઇડ્સની અસરો સંપૂર્ણપણે દેખાઇ રહી નથી અને અને એઇડ્સના કારણે અનાથ થતા બાળકોનું યોગ્ય દસ્તાવેજીકરણ થયુ નથી.
- તેમ છતાં એમ માનવામાં આવે છે કે ભારતમાં એઈડ્સને કારણે થતા અનાથ બાળકોની સૌથી વધુ સંખ્યા છે અને આવનારા પાંચ વર્ષમાં આ સંસ્યા બમણી થવાનુ અનુમાન છે.
- ભારતમાં નોંધાયેલા 55,764 કેસોમાંથી 2,112 બાળકો છે.
- એવુ અનુમાન છે કે એચઆઈવી/ એઈડ્સના 4.2 મિલિયન કિસ્સાઓમાંથી 14 ટકા કિસ્સાઓ 14 વર્ષની નીચેના બાળકો છે.
- આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના એક અભ્યાસમાં એ વાતની જાણ થઈ છે કે અસરગ્રસ્ત બાળકોના વાલીઓમાંથી 35 ટકા લોકોને મૂળભૂત સગવડોની વંચિત રાખવામાં આવે છે અને 17 ટકાને તેમની આવક માટે નિમ્ન કામ કરવાની ફરજ પાડવામાં આવે છે.
- બાળ મજૂરી એ ભારતની ખૂબ જ મોટી સમસ્યા છે અને તેના મૂળ ગરીબીમાં છે.
- 1991નું સેન્સસ જણાવે છે કે ભારતમાં 11.28 મિલિયન બાળ મજૂરો છે.
- દેશની બાળમજૂરીમાંથી 85 ટકા ગ્રામીણ વિસ્તારોમાં થાય છે અને તેનો દર છેલ્લા દસકા દરમિયાન વધ્યો છે.
- ભારતમાં દેહ વ્યાપારમાં આશરે 3 લાખ બાળકો સંડોવાયેલા છે. બાળકોનો દેહ વ્યાપાર ભારતીય સમાજના કેટલાક વર્ગોમાં સ્વીકાર્ય છે, દેવદાસી પ્રથા. સામાજિક રીતે નબળા વર્ગોની છોકરીઓને ભગવાનને ધરવામાં આવે છે જે ધાર્મિક વેશ્યા બને છે. પ્રોહિબિશન ઓફ ડેડિકેશન એક્ટ 1982 દ્વારા દેવદાસી પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વ્યવસ્થા આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરલા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને આસામમાં જોવા મળે છે.
- 50 ટકાથી વધુ દેવદાસીઓ વેશ્યા બને છેઃ તેમાંથી 40 ટકા જેટલી શહેરી વિસ્તારના બ્રોથલમાં દેહ વ્યાપારમાં જોડાય છે અને બાકીની પોતાના ગામમાં દેહ વ્યાપારમાં જોડાય છે. નેશનલ કમિશન ઓન વુમન પ્રમાણે, આશરે 2,50,000 મહિલાઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સીમાઓ પર દેવદાસી તરીકે છે. 1993માં કરવામાં આવેલ અભ્યાસ જણાવે છે કે કર્ણાટકના બેલગામ જિલ્લાની દેવદાસીમાંથી 9 ટકા એચઆઈવી પોઝિટિવ છે.
- શેરી બાળકો એ છે જેમના માટે શેરીઓ તેમના પરિવાર કરતા સાચુ ઘર હોય છે, એવી પરિસ્થિતિ જેમાં તેમને સુરક્ષા, દેખરેખ અને જવાબદારી વાલીઓ તરફથી કોઈ સૂચન નથી હોતુ. માનવ અધિકાર જુએ છે કે ભારતમાં આશરે 18 મિલિયન બાળકો શેરીઓ પર કામ કરે છે અથવા તો રહે છે. આમાંથી મોટાભાગના બાળકો ગુનાખોરી, દેહ વ્યાપાર, ગેંગ દ્વારા હિંસા અને ડ્રગની હેરફેરમાં સામેલ છે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.