સેન્સસ 2001 મુજબ, ભારતમાં વિકલાંગતા ધરાવતા 2.19 કરોડ લોકો છે જે ભારતની કૂલ વસતીના 2.13 ટકા ભાગ છે. આમાં વ્યક્તિ જેને દૃષ્ટિ, શ્રવણશક્તિ, બોલવાની અને માનસિક વિકલાંગતાનો સમાવેશ થાય છે.
વિકલાંગતા ધરાવતા લોકોમાંથી 75 ટકા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, વિકલાંગતા ધરાવતા લોકોમાંથી 49 ટકા શિક્ષિત છે અને માત્ર 34 ટકા રોજગારી ધરાવે છે. શરૂઆતમાં તેમના તબીબી પુનઃસ્થાપનને પ્રાધાન્ય આપવામાં આવતુ હતુ જે હવે સામાજિક પુનઃસ્થાપનની દિશા તરફ વધ્યુ છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયનો વિકલાંગતા વિભાગ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના સશક્તિકરણને ટેકો આપે છે, જે સેન્સસ 2001 મુજબ ભારતની વસ્તીના 2.19 કરોડ અને 2.13 ટકા ભાગ છે. આમાં વ્યક્તિઓ જેમને દૃષ્ટિ, સાંભળવાની, બોલવાની, માનસિક વિકલાંગતા છે તેમનો સમાવેશ થાય છે.
ભારતીય બંધારણ સમાનતા, આઝાદી, ન્યાય અને સન્માનપૂર્વક જીવનની દરેક નાગરિકને ખાતરી કરે છે અને તેમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિનો સંપૂર્ણપણે સમાવેશ થાય છે. બંધારણ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના સશક્તિકરણની જવાબદારી સીધી રીતે રાજ્ય સરકારો પર નાખે છે આથી તેમના સશક્તિકરણની પ્રાથમિક જવાબદારી રાજ્યની થાય છે.
બંધારણની કલમ 253ની યુનિયન યાદીની 13 નંબરની જોગવાઈ અંતર્ગત, ભારત સરકાર વિકલાંગતા ધરાવતી વ્યક્તિ કાયદો 1995 મુજબ(સમાન તકો, હકોની સુરક્ષા અને સંપૂર્ણ ભાગદારી), વિકલાંગતા ધરાવતી વ્યક્તિને સમાન તકોની ખાતરી આપે છે અને રાષ્ટ્રના નિર્માણમાં સંપૂર્ણ ભાગીદારીની ખાતરી આપે છે. કાયદો આખા ભારતમાં લાગુ પડે છે, જમ્મુ અને કશ્મીર રાજ્યને બાદ કરતા. જમ્મુ અને કશ્મીરની રાજ્ય સરકારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ કાયદો 1998 મુજબ(સમાન તકો, હકોની સુરક્ષા અને સંપૂર્ણ ભાગદારી)ની રચના કરી છે.
યોગ્ય સરકારોની સામેલગીરી સાથે, વિવિધ ક્ષેત્રોનો સંકલિત અભિગમ, ઉદા. કેન્દ્ર સરકારના મંત્રાલયો, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્ર અને રાજ્યના સાહસો, સ્થાનિક સત્તાઓ અને અન્ય યોગ્ય સત્તાઓને કાયદાની વિવિધ જોગવાઈના અમલીકરણમાં સામેલ કરે છે.
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની સંપૂર્ણ ભાગીદારી અને સમાનતાના એશિયા પેસિફિક રિજનના ડિક્લેરેશનમાં ભારત મુખ્ય ભાગીદાર હતુ. ભારત બિવાકો મિલેનિયમ ફ્રેમવર્ક ફોર એક્શનમાં સંકલિત, તકલીફો મુક્ત અને હકના આધારે સમાજમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતે યુએન કન્વેન્શન ઓન પ્રોટેક્શન એન્ડ પ્રમોશન ઓફ રાઇટ અને ડિગ્નીટી ઓફ પર્સન વીથ ડિસેબીલીટીસમાં સહી કરી છે, 30 માર્ચ 2007 ના રોજ, જે દિવસે તે સહી માટે ખુલ્યુ હતુ. ભારતે યુએન કન્વેન્શન ઓન 1લી ઓક્ટોબર 2008ને મંજૂર કરે છે.મદદ અને ઉપકરણોની ખરીદી અને ફીટિંગ માટે વિકલાંગ વ્યક્તિઓની મદદ (એડીઆઇપી યોજના). યોજનાનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ વિકલાંગ વ્યક્તિને ટકાઉ, યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલ, આધુનિક સાધનો અને ઉપકરણો જે તેમના શારીરિક, સામાજિક અને માનસિક પુનઃસ્થાપનને પ્રેરે અને વિકલાંગતાની અસર ધટાડી તેમની આર્થિક ઉપાર્જન શક્તિમાં વધારો કરે તે આપવાનો છે. આ યોજના અંતર્ગત આપવામાં આવતા સાધનો અને ઉપકરણો આઈએસઆઈ હોવા જરૂરી છે. એડીઆઈપી યોજના અંતર્ગત મદદ અને આવકની મર્યાદા નીચે મુજબ છેઃ
કૂલ આવક |
મદદની રકમ |
(i) માસિક રૂ. 6,500 સુધી |
(i) સાધન કે ઉપકરણની સંપૂર્ણ કિંમત |
(ii) માસિક રૂ. 6,501થી રૂ. 10,000 સુધી |
(ii) સાધન કે ઉપકરણની 50 ટકા કિંમત |
યોજનાનું અમલીકરણ સ્વૈચ્છિક સંસ્થાઓ, મંત્રાલયોની રાષ્ટ્રીય સંસ્થાઓ અને એએલઆઈએમસીઓ (જાહેર સાહસ) દ્વારા કરવામાં આવે છે.
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય સ્કોલરશીપ યોજનાઓ અંતર્ગત, દર વર્ષે દસમા ધોરણ પછી અને તકનીકી કોર્સ, જે એક વર્ષથી વધુ સમયગાળો ધરાવે છે તેના માટે 500 નવી સ્કોલરશીપ આપવામાં આવે છે. જોકો, માનસિક રીતે સંપૂર્ણ વિકલાંગ, મેન્ટલ રિટાર્ડેશન, વધુ વિકલાંગતા અને જેને ખૂબ જ સાંભળવાની તકલીફ હોય તેમને 9મા ધોરણથી આગળ ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આવી સ્કોલરશીપ આપવા માટેની અરજી મંગાવવાની જાહેરાત રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારોમાં જૂન મહિનામાં આપવામાં આવે છે અને મંત્રાલયની વેબસાઇટ પર પણ મૂકવામાં આવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ યોજનાઓનો બહોળો પ્રચાર કરવાની વિનંતી કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ જેમને 40 ટકાથી વધુ વિકલાંગતા છે અને જેમના કુટુંબની આવક મહિને રૂ. 15,000થી વધુ નથી તે સ્કોલરશીપ માટે લાયક છે. ઘરમાં રહેતા સ્કોલરને રૂ. 700 માસિક અને હોસ્ટેલમાં રહેતા સ્કોલરને માસિક રૂ. 1000ની સ્કોલરશીપ સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી અને પ્રોફેશનલ કોર્સ માટે આપવામાં આવે છે. ડિપ્લોમા અને સર્ટિફિકેટ પ્રોફેશનલ કોર્સ કરતા હોય તેવા ઘરમાં રહેતા સ્કોલરને રૂ. 400 અને હોસ્ટેલમાં રહેતા સ્કોલરને રૂ. 700 સ્કોલરશીપ આપવામાં આવે છે. સ્કોલરશીપ ઉપરાંત, વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 10,000ની મર્યાદામાં ફીની રકમ આપવામાં આવે છે. અંધ કે બહેરા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીને વ્યાવસાયિક કોર્સ કરવા માટે વિશેષ એડિટિંગ સોફ્ટવેર ધરાવતુ કમ્પ્યૂટર ખરીદવા માટે નાણાંકીય મદદ આપવામાં આવે છે અને બુદ્ધિમત્તા ધરાવતા વિદ્યાર્થી માટે સોફ્ટવેરની પ્રાપ્યતા માટે મદદ આપવામાં આવે છે.વિકલાંગ વ્યક્તિઓના વિવિધ સ્તરના પ્રશ્નો અસરકારક રીતે હલ કરવા અને તેમના સશક્તિકરણની નીતિ ઘડવા,નીચેની વિવિધ વિકલાંગતા માટે રાષ્ટ્રીય સંસ્થો/ ઉચ્ચ સ્તરીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છેઃ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020