હોમ પેજ / સમાજ કલ્યાણ / લઘુમતી કલ્યાણ / પ્રી-મેટ્રીક શીષ્યવૃતિ યોજના (ઓફલાઈન)
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રી-મેટ્રીક શીષ્યવૃતિ યોજના (ઓફલાઈન)

પ્રી-મેટ્રીક સ્કોલર્શીપ યોજનાની માહીતી આપેલ છે.

પ્રીમેટ્રીક શીષ્યવૃતિ લઘુમતિ સમુદાય ના ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને આપવામાં આવે છે.

ધારા ધોરણઃ

 • વિધાર્થીના માતા પિતાની વાર્ષીક આવક ૧ (એક) લાખ રૂપીયા થી ઓછી હોવી જોઈએ.
 • વિધાર્થી રાજય સરકાર અને સંઘ રાજય  દ્રારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ / ખાનગી શાળાઓ સરકારી શાળાઓ/ સંસ્થાઓમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
 • શીષ્યવૃતિ મેળવવા માટે આગલા વર્ષ પ૦ ટકા થી વધુ ટકા મેળવેલ હોવા જોઈએ.
 • આ યોજના માટે લાભ મેળવવા ઈચ્છુક વિધાર્થીને બીજી અન્ય યોજનામાં લાભ મળવા પાત્ર નથી.

પાત્રતા:

 • ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને પ્રવેશ ફી પેટે રૂા.પ૦૦/ મળવા પાત્ર છે.
 • ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને શિક્ષણ ફી પેટે રૂા.૩પ૦/ મળવા પાત્ર છે.
 • કોઈપણ શૈક્ષણીક વર્ષમાં ધોરણ ૧ થી પ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે ના રહેતા હોય તેઓને વધુમાં વધુ ૧૦ મહીના સુધી ના સમય ગાળા ના દર મહીનાના રૂા.૧૦૦/ પ્રમાણે અનુરક્ષણના ભથ્થા તરીકે મળવા પાત્ર છે.
 • ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને દર મહીને રૂા.૬૦૦/ પ્રમાણે અને છાત્રાલય માં ના રહેવા વાળા ઓ માટે દર મહીને રૂા.૧૦૦/ પ્રમાણ અનુરક્ષણના ભથ્થા તરીકે મળવા પાત્ર છે.
 • ૩૦ ટકા શીષ્યવૃતિ મહીલાઓ માટે અનામત રાખેલી છે.
 • પ્રીમેટ્રીક શીષ્યવૃતિ મેળવવા માટે ધોરણ ૧ થી ૮ માટે ઓફલાઈન ફોર્મ ભરવામાં આવે છે જે ફોર્મ જે શાળા માં અભ્યાસ કરતા હોય ત્યાં ફોર્મ મળી શકે છે.

પ્રીમેટ્રીક શીષ્યવૃતિ નું ઓફલાઈન ફોર્મ સાથે આપવાના પ્રમાણપત્રો.

 • પાસ્પોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ.
 • શૈક્ષણીક લાયકાત ને લગતાં પ્રમાણપત્ર.
 • રેશનકાર્ડ ની ઝેરોક્ષ.
 • આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
 • બેંક પાસ બુક ની ઝેરોક્ષ.
 • આવક નું પ્રમાણ પત્ર (તાલકા વિકાસ અધિકારી).
 • શાળા / કોલેજ / સંસ્થા ચકાસણી ફોર્મ.
 • વિધાર્થી ઘોષણાપત્ર.
 • ફી ભર્યા ની પાવતી (રોલ નંબર અને તારીખ સાથે.)

 

સ્ત્રોત : નેશનલ સ્કોર્શીપ વેબસાઈટ,  લઘુમતિ મંત્રાલયની વેબસાઈટ, 

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top