વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યોજનાઓ

વિવિધ યોજનાઓ માહિતી આપવમાં આવેલા છે

યુવક પ્રવૃત્તિની યોજનાઓ

 • યુથ હોસ્ટેલ :યુથ હોસ્ટેલની યોજનાને કેન્દ્ર સરકારે ૧૯૮૬-૮૭ના વર્ષથી રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળ મુકી આ કચેરીના નિયંત્રણ હેઠળ રાજ્ય યુવક વોર્ડ હેઠળ કામ કરે છે
 • અંબાજી કેમ્પ સાઈટ ડેવલપમેન્ટ : ગુજરાત સરકાર તરફથી આશરે ૩ એકર જમીન અંબાજી ખાતે કેમ્‍પ સાઇટ ડેવલપમેન્‍ટ માટે ફાળવવામાં આવેલ છે. અંબાજી ડુંગરાળ વિસ્‍તારમાં આવેલ ધાર્મિક સ્‍થળ છે. જયાં પ્રતિવર્ષ ૮ થી ૧૦ લાખ યાત્રાળુઓ પગપાળા પ્રવાસ કરે છે. આ યાત્રાળુઓમાં સાહસિક પ્રવૃત્‍તિને ઉત્‍તેજન મળે અને સાથોસાથ શહેર સગવડો વગર કુદરતના સાનિધ્‍યમાં જીવન જીવવાની શૈલી અપનાવી શકે તે હેતુને ધ્‍યાનમાં લઇ કેમ્‍પ સાઇટનો વિકાસ કરવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
 • રાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજના: રાજયમાં કેળવણી પામેલા યુવક-યુવતીઓને શૈક્ષણીક લાયકાત અનુંસાર સરકારી-બિન સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ સ્પર્ધાત્મક લેખિક તેમજ મૌલિક કસોટીઓ માટે ઉપસ્થિ્ત રહેવુ પડે છે. આ યુવક-યુવતીઓ આત્મ વિશ્વાસ સાથે નોકરી માટેની સ્પર્ધાત્મક કસોટીઓ આપી શકે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન શિબિરો ૧૯૮૫-૮૬ ના વર્ષથી પ્રતિવર્ષ ત્રણ પ્રદેશ કક્ષાએ પાંચ દિવસ માટે યોજવામાં આવે છે. પ્રત્યેક શિબિર માં ૫૦ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. પસંદગી થયેલ તાલીમાર્થીઓનો પ્રવાસ, ભોજન, નિવાસ ખર્ચ રાજય સરકાર ભોગવે છે.
 • સાહિત્ય શિબિર : રાજ્યના આશાસ્પદ યુવાન સાહિત્યકારોને સાહિત્‍યના વિવિધ પ્રકારો માર્ગદર્શન મળે તેમજ પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારોની કૃતિઓના મુલ્યાંકન ધ્વારા પ્રેરણા મળી રહે તે માટે દર વર્ષે સાહિત્‍ય શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં રપ યુવા સાહિત્‍યકારોને ભાગ લેવા બોલાવવામાં આવે છે.
 • સ્ટેટ યુથ એવોર્ડ રાજ્યના ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતિઓ માટે અનેકવિધ યુવા અને સાહસિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત ખુલ્લા વિભાગમાં રાજ્યનું યુવાધન સામાજીક સેવા તેમજ યુવકોને માર્ગદર્શનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ પણ રાજ્યના યુવાનો માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરે છે. આવા યુવાનો અને સંસ્થાઓને સરકારશ્રી તરફથી યથેચ્છ સન્માન કરવાના ઉમદા હેતુથી રાજ્ય યુવક પારિતોષિક (સ્ટેટ યુથ એવોર્ડ)થી સન્માન્તિ કરવામાં આવે છે.

રમતગમતની પ્રવૃત્તિની યોજનાઓ

 • જયદીપસિંહ એવોર્ડ : રાજય અને રાષ્ટ્રકક્ષાએ ખૂલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલોડીઓ કે જેઓ યોજના અનુસાર ૬૦ ગુણ મેળવે તેમને ર૦,૦૦૦/ ના એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે ૨ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
 • જયદીપસિંહ જુનિયર એવોર્ડ : રાજય અને રાષ્ટ્રકક્ષાએ જુનિયર વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ કે જેઓ યોજના અનુસાર ૬૦ ગુણ મેળવે તેમને ૧૦.૦૦૦/ના એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે ૮ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
 • જવાહરલાલ નહેરૂ જુનિયર હોકી બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધા : જવાહલાલ નહેરૂ હોકી ટુર્નામેન્ટ સોસાયટી દ્વારા આયોજીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે
 • જવાહરલાલ નહેરૂ જુનિયર હોકી ભાઇઓની રાજ્યકક્ષાની સ્પર્ધા : જવાહલાલ નહેરૂ હોકી ટુર્નામેન્ટ સોસાયટી દ્વારા આયોજીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
 • જવાહરલાલ નહેરૂ સબ જુનિયર હોકી સ્પર્ધા ભાઇઓ અંડર-૧પ જવાહલાલ નહેરૂ હોકી ટુર્નામેન્ટ સોસાયટી દ્વારા આયોજીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
 • તાલુકા અને જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન શાળાકીય રમતોત્સવ, બાળ રમતોત્સવ, ગ્રામીણ રમતોત્સવ, મહિલા રમતોત્સવ, જવાહરલાલ નહેરૂ હોકી સ્પર્ધા, સુબ્રટો મુકરજી હોકી સ્પર્ધા, વગેરે સ્પર્ધાઓના તાલુકા તથા જિલ્લા કક્ષાએ સંચાલન તથા મેદાન સાધન, ભોજન, પ્રવાસ, શિબિર ઈત્યાદી ખર્ચ માટે જેાગવાઈ કરવામાં આવે છે.

સાંસ્કૃતિક પ્રવૃત્તિની યોજનાઓ

 • ગ્રંથાલય ઓપવર્ગ : ગ્રંથાલય ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને ગ્રંથાલય ક્ષેત્રના આધુનિક જ્ઞાનપ્રવાહથી માહિતગાર રાખવા અને તેઓને અધિકતમ સેવા માટે કાર્યક્ષમ બનાવવા ખાતા તરફથી લગભગ દર વર્ષે ઓપવર્ગનુ આયોજન કરવામાં આવે છે.
 • શિષ્ટ પુસ્તકોની પસંદગી યાદી : રાજયમાં જુદા જુદા વિષયો પર જે પુસ્તકો પ્રકાશિત થાય છે તેમાંથી શિષ્ટ પુસ્તકોની પસંદગી કરી તેની ત્રિમાસિક યાદીઓ તૈયાર કરી ગ્રંથાલયોને પહોંચતી કરવામાં આવે છે. આવી યાદીઓ ગ્રંથાલયોને પુસ્તક પસંદગી માટેના સ્ત્રોતની જરૂરિયાત પૂરી પાડે છે.
 • રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન દેશભરમાં ગ્રંથ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તે દરમિયાન રાજયનાં જાહેર ગ્રંથાલયોમાં વિવિધ કાર્યક્રમો ધ્વારા ગ્રંથાલય વિસ્તરણ પ્રવતિઓ કરવામાં આવે છે. જેમાં વાચકોને ગ્રંથાલય સંસ્કાર, શિષ્ટ વાંચન સ્પર્ધા, પુસ્તક પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા, લેખક મિલન વગેરેકાર્યક્રમોનું આયોજન કરાય છે.
 • ગુજરાત પ્રેસ અને પુસ્તક રજિસ્ટ્રેશન નિયમો - ૧૯૬૮ આ એકટ હેઠળ રાજયમાંથી પ્રકાશિત થતાં તમામ પુસ્તકોનો રાજય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગર ખાતે બે નકલ, મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા ખાતે એક નકલ અને ગુજરાત વિધાપીઠ ગ્રંથાલય, અમદાવાદ ખાતે એક નકલ મેળવવામાં આવે છે અને તેની સુચિઓ તૈયાર કરાય છે.
 • રાજય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર રાજયમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં દુર્લભ અને અપ્રાપ્ય એવાં પુસ્તકોનું યોગ્ય સંરક્ષણ દરેક ગ્રંથાલયમાં કરવું શકય નહિ હોવાથી પુસ્તકો જે તે ગ્રંથાલયોમાં એકત્રિત કરી આ કેન્દ્રમાં રાખવામાં આવે છે. આ પુસ્તકોની યોગ્ય જાળવણી કરી તેની ગ્રંથનામ, કર્તા અને વિષય સૂચિ તૈયાર કરી રાજયનાં તમામ ગ્રંથાલયોમાં વિશ્વ વિદ્યાલયો તથા સંશોધન ગ્રંથાલયોમાં મોકલવામાં આવે છે. જે સંશોધન એ સઘન અભ્યાસ કરતી વ્યકિતઓને ઘણી જ ઉપયોગી પુરવાર થાય છે. અને તેઓને સંશોધન માટે એક જ સ્થળેથી પૂરતી માહિતી ઉપલબ્ધ બને છે. આ કેન્દ્રોમાંથી વાંચન સામગ્રીનું કોમ્પ્યુટરીકરણ પણ કરવામાં આવે છે.
 • નવું અનુદાન ગ્રંથાલય શરૂ કરવા માટે કરવી પડતી કાર્યવાહી

ગ્રામ, નગર કે શહેરમાં જાહેર ગ્રંથાલય આવેલું ન હોય તો તેવા સ્થળે ગ્રંથાલય શરૂ કરવા માટે :-

 1. સૌ પ્રથમ જયાં ગ્રંથાલય શરૂ કરવાનું હોય તે સ્થળ એટલે કે ગ્રામ, નગર કે શહેરની વસ્તી કેટલી છે તે નકકી કરવાનું રહે છે. આ માટે વસ્તી ગણતરીના છેલ્લા અહેવાલને આધારભૂત ગણવામાં આવે છે. હાલમાં ૨૦૦૧ની વસ્તી ગણતરીને આધાર તરીકે ગણીને તે મુજબ ગ્રંથાલયની કક્ષા નકકી કરવામાં આવે છે.
 2. છેલ્લી વસ્તી ગણતરીને આધાર તરીકે લઇ ગ્રંથાલયની કક્ષા નકકી કરવામાં આવે છે. નવા સરકારી ઠરાવ ક્રમાંક-ગથલ/૧૧૮૪/૯૦૫૩/બ તા. ૨૬-૧૦-૧૯૮૯માં નકકી કર્યા મુજબ વસ્તી ગણતરીમાંના આંકડા અધિકૃત સત્તા ધરાવતા અધિકારીના પ્રમાણપત્રને આધારિત રહેશે.
 3. શરૂ કરવામાં આવેલ ગ્રંથાલય જે ગામ, નગર કે શહેરમાં આવેલ હોય તે ગ્રામ, નગર કે શહેરની વસ્તી ગણતરીના આધારે તેની કક્ષા નકકી કરી ગ્રામ ગ્રંથાલય માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરશાખા, નગરકક્ષા-૧ અને નગરકક્ષા-૨, શહેરશાખા ગ્રંથાલયો, બાળ મહિલા ગ્રંથાલયો માટે જે તે વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક તેમજ શહેર ગ્રંથાલય માટે ગ્રંથાલય નિયામકશ્રીનો સંપર્ક સાધી નવું ગ્રંથાલય શરૂ કરવા માટે માન્યતાનું ફાર્મ મેળવી દર વર્ષે ૩૧મી ડિસેમ્બર સુધીમાં જે તે કચેરીને મોકલી આપવાનું રહે છે.
 4. નવા ગ્રંથાલયોને માન્યતા મળતા જો ફંડ મળી શકે તેમ હશે તો પ્રથમ ગ્રંથાલય નિયામકશ્રીના સ્વવિવેક મુજબ સ્વીકાર્ય ખર્ચના ૫૦ ટકા પ્રમાણે ટોકન ગ્રાન્ટ મળવાપાત્ર થશે. ત્યારબાદ વર્ષે સ્વીકાર્ય ખર્ચના ૭૫ ટકા મુજબ સરકારી અનુદાન નિભાવ પેટે આપવામાં આવે છે. જો ગ્રંથાલય આદિવાસી કે પછાત વિસ્તારમાં આવેલ હોય તો ૨૫ ટકા ફાળાની અપેક્ષા સિવાય સ્વીકાર્ય ખર્ચના ૧૦૦ ટકા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે.
 • નેશનલ ફોટોગ્રાફી કોમ્પીટીશન : વિવિધ ક્ષેત્રમાં કામ કરતા દેશભરના ફોટોગ્રાફરો પાસેથી નિયત કરેલા હેતુઓ તથા વિષયો અંગે બ્લેક એન્ડ વ્હાઇટ તથા રંગીન ફોટોગ્રાફ મંગાવી સ્પર્ધામાં ઇનામ વિજેતા તથા પ્રદર્શન પાત્ર ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજવામાં આવે છે.
 • ગૌરવ પુરસ્કાર સમારોહ : સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર ૯ કલાકારોને પ્રત્યેકને રપ,૦૦૦/- નો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર તથા પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.
 • ગુરૂ શિષ્ય પરંપરાની તાલીમ શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, શાસ્ત્રીય નૃત્ય અને નાટયના ક્ષેત્રે અનુભવી ગુરૂ દ્વારા તાલીમ પુરી પાડવાની યોજના છે. આ યોજના મુજબ દર મહિને ગુરૂને ૧,પ૦૦/- માસિક માનદ વેતન અને શિષ્યને ૪૦૦/- માસિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
 • કલા સંસ્થાઓને ગ્રાન્ટ માન્‍યસંસ્‍થાઓને આર્થિક સહાય આપવા અંગેનાનિયમો અંતર્ગત રાજયમાંસાંસ્‍કૃતિકક્ષેત્રે કાર્યરત એવી માન્‍યકલાસંસ્‍થાઓનેમાન્‍યખર્યના પ૦ ટકા અથવા પ૦૦૦/- ની મર્યાદામાં અનુદાન આપવામાં આવે છે. આ યોજનામાં ૧.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા ૩૦ સંસ્‍થાઓને લાભ આપવામાં આવ્યો છે.
 • આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત મહોત્સવ ઘુપદ અને મૃદંગ વાદનની કલાનું જતન થાય તે માટે પંડિત આદિત્યરામની સ્મૃતિમાં યોજવામાં આવે છે. આ કાર્યક્રમના આયોજન માટે કલાકારોને પુરસ્કાર અને આનુષાંગિક ખર્ચ કરવામાં આવે છે
 • આદિજાતિના કલાકારો માટે વસંતોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ આદિજાતિ કલાવૃંદોને રાજયકક્ષાના કાર્યક્રમમાં બોલાવી આદિજાતિ કલાકારોની કલાને જીવંત રાખવા, લુપ્ત થતી જતી કલાની જાળવણી, સાચવણી અને વિકાસ માટે પરંપરાગત આદિજાતિ લોકનૃત્યો રજુ કરવા આદિજાતિ લોકકલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજનામાં ૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
 • પ્રકાશન સહાય લલિતકલા વિષયક પ્રકાશનોમાં વૃધ્‍ધિ થાય તથા લોકોમાં કલાની જાણકારી મળે તે આશયથી છાપકામ ખર્ચના ૫૦ ટકા અને વધુમાં વધુ rupee૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આયોજન બહાર સદરે rupee૦.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
2.86046511628
દિનેશભાઇ ગોવિંદભાઇ આશલ Apr 29, 2018 10:57 AM

અમારા ગામમા ગ્રંથાલય શરુ કરવુ છે
તો અમારા ગામની મુલાકાત કરવા વિનંતી
ગામ-સવપુરા,તાલુકો-વાવ,જીલ્લો-બનાસકાંઠા પીનકોડ-૩૮૫૫૭૫ ગુજરાત

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top